શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. ૫૩.
અન્વયાર્થઃ — [शास्त्रं पठन्तः] શાસ્ત્ર ભણવા છતાં પણ [ये]
જેઓ [आत्मानं] આત્માને [न मन्यन्ते] જાણતા નથી [ते अपि] તેઓ
પણ [जडाः] જડ છે; [तस्मिन् कारणे] તે કારણે [एते जीवाः] આ જીવો
[स्फु टं न खलु निर्वाणं लभन्ते] નિશ્ચયથી નિર્વાણને પામતા નથી, એ વાત
સ્પષ્ટ છે. ૫૩.
ઇન્દ્રિય અને મનના નિરોધથી સહજ સ્વરૂપ ઉત્પન્ન થાય
છેઃ —
मणु-इंदिहि वि छोडियइ (?) बुहु पुच्छियइ ण कोइ ।
रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइ ।।५४।।
मनइन्द्रियेभ्यः अपि मुच्यते बुधः पृच्छयते न कः अपि ।
रागस्य प्रसरः निवार्यते सहजः उत्पद्यते स अपि ।।५४।।
મન – ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગપ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪.
અન્વયાર્થઃ — [मनइन्द्रियेभ्यः अपि मुच्यते] જો, મન અને
ઇન્દ્રિયોથી છૂટી જવાય તો [कः बुधः अपि न पृच्छयते] કોઈ પણ
પંડિતને પૂછવાની જરૂર રહેતી નથી; [रागस्य प्रसरः निवार्यते] જો રાગનો
પ્રસર રોકાઈ જાય તો [सः अपि सहजः उत्पद्यते] તે સહજ સ્વરૂપ (તે
સહજ આત્મસ્વરૂપ) ઉત્પન્ન થાય છે. ૫૪.
ભેદ જ્ઞાનથી ભવપારતાઃ —
पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सहु ववहारु ।
चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।५५।
યોગસાર
[ ૨૯