पुद्गलः अन्यः एव अन्यः जीवः अन्यः अपि सर्वः व्यवहारः ।
त्यज अपि पुद्गलं गृहाण जीवं लघु प्राप्नोषि भवपारम् ।।५५।।
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર;
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. ૫૫
અન્વયાર્થઃ — [पुद्गलः अन्यः एव] પુદ્ગલ ભિન્ન છે, [जीवः
अन्यः] જીવ અન્ય છે [अपि] અને [सर्वः व्यवहारः अन्यः] સર્વવ્યવહાર
અન્ય છે. તેથી [पुद्गलं अपि त्यज] પુદ્ગલને તું છોડ અને [जीवं गृहाण]
જીવને ગ્રહણ કર, તો તું [लघु] શીઘ્ર જ [भवपारं प्राप्नोषि] ભાવપારને
પામીશ. ૫૫.
કોણ સંસારથી છુટકારો પામતા નથી?
जे णवि मण्णहिं जीव फु डु जे णवि जीउ मुणंति ।
ते जिण-णाहहं उत्तिया णउ संसार मुचंति ।।५६।।
ये नैव मन्यते जीवं स्फु टं ये नैव जीवं मन्यते ।
ते जिननाथस्य उक्त या न तु (नैव?) संसारात् मुच्यन्ते ।।५६।।
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. ૫૬
અન્વયાર્થઃ — [ये] જેઓ [जीवं] જીવને [स्फु टं] નિશ્ચયથી [न
एव मन्यते] માનતા જ નથી [ये] જેઓ [जीवं] જીવને [न एव जानन्ति]
જાણતા જ નથી [ते तु] તેઓ તો [संसारात् न मुच्यते] સંસારથી છૂટતા
જ નથી, [जीननाथ उक्त या] એમ જિનવરે કહ્યું છે. ૫૬.
મોક્ષ સંબંધી નવ દ્રષ્ટાંતો.
रयण दीउ दिणयर दहिउ दुध्यु घीवं पाहाणु ।
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।।५७।।
૩૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ