रत्नं दीपः दिनकरः दधि दुग्धं घृतं पाषाणः ।
सुवर्ण रूप्यं स्फ टिकं अग्निः नव द्रष्टान्तान् जानीहि ।।५७।।
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પથ્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. ૫૭.
અન્વયાર્થઃ — [रत्नं] રત્ન,૧ [दीपः] દીપ,૨ [दिनकरः] સૂર્ય૩
[दधि दुग्धं धृतं] દહીં દૂધ૪ ઘી, [पाषाणः] પાષાણ૫ [सुवर्णं] સુવર્ણ૬
[रूप्यं] રૂપું,૭ [स्फ टिकं] સ્ફટિકમણિ૮ અને [अग्निः] અગ્નિ૯ એ [नव
द्रष्टान्तान् जानीहि] નવ દ્રષ્ટાંત જાણો. એ નવ દ્રષ્ટાંતો મોક્ષના વિષયમાં
જાણવા. ૫૭ (જુઓ દ્રવ્યસંગ્રહ ગુજરાતી પા. નં. ૧૭૭)
દેહાદિરૂપ હું નથી એ જ્ઞાન મોક્ષનું બીજ છે.
देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु ।
सो लहु पावइ (?) बंभु परु केवलु करइ पयासु ।।५८।।
देहादिकं यः परं मन्यते यथा शून्यं आकाशम् ।
स लघु प्राप्नोति ब्रह्म परं केवलं करोति प्रकाशम् ।।५८।।
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮.
અન્વયાર્થઃ — [यथा शून्यं आकाशं] શૂન્ય આકાશની જેમ
[यः] જે [देहादिकं] દેહાદિને [परं मन्यते] પર જાણે છે [सः] તે [लघु]
શીઘ્ર [परं ब्रह्म] પરમ બ્રહ્મને [प्राप्नोति] પામે છે અને તે [केवलं प्रकाशं
करोति] કેવલ પ્રકાશને કરે છે – કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે. ૫૮.
આકાશની જેમ આત્મા શુદ્ધ છેઃ —
जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु ।
आयासु वि जहु जाणि जिय अप्पा चेयणु वंतु ।।५९।।
યોગસાર
[ ૩૧