याद्रक् शुद्धं आकाशं जीव ताद्रशः आत्मा उक्त : ।
आकाशं अपि जडं जानीहि जीव आत्मानं चैतन्यवन्तम् ।।५९।।
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯.
અન્વયાર્થઃ — [जीव] હે જીવ! [याद्रक्] જેવી રીતે [आकाशं
शुद्धं] આકાશ શુદ્ધ છે [ताद्रशः] તેવી રીતે [आत्मा उक्त :] આત્મા શુદ્ધ
છે, [अपि] પણ હે જીવ! [आकाशं जडं जानीहि] આકાશને જડ જાણ
અને [आत्मानं चैतन्यवन्तं] આત્માને ચેતનવંત જાણ (ચૈતન્ય લક્ષણથી
યુક્ત જાણ). ૫૯.
પોતાની અંદર જ મોક્ષમાર્ગ છેઃ —
णासग्गिं अब्भिंतरहं जे जोवहिं असरीरु ।
बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ।।६०।।
नासाग्रेण अभ्यन्तरे (?) ये पश्यन्ति अशरीरम् ।
लज्जाकरे जन्मनि न संभवन्ति पिबन्ति न जननीक्षीरम् ।।६०।।
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦
અન્વયાર્થઃ — [ये] જેઓ [नासाग्रेण] નાસિકા પર દ્રષ્ટિ
રાખીને [अभ्यन्तरे] અભ્યંતરમાં [अशरीरं पश्यन्ति] અશરીરને (આત્માને)
દેખે છે, તેઓ [लज्जाकरे जन्मनि] ફરી આ લજ્જાજનક જન્મમાં [न
संभवन्ति] ઉપજતા નથી અને [जननीक्षीरं न पिबन्ति] તેઓ માતાનું દૂધ
પીતા નથી. ૬૦
નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનોઃ —
૩૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ