જ્ઞાનીઓને [ये परभावं त्यजन्ति] કે જેઓ પરભાવને છોડે છે અને
[लोकालोकप्रकाशकरं विमलं आत्मानं] લોકાલોકપ્રકાશક નિર્મલ આત્માને
[मन्यन्ते] જાણે છે. ૬૪.
આત્મરમણતા શિવસુખનો ઉપાય છે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ ।
सो लहु पावइ सिद्धि – सुहु जिणवरु एम भणेइ ।।६५।।
सागारः अपि अनगारः कः अपि यः आत्मनि वसति ।
स लघु प्राप्नोति सिद्धिसुखं जिनवरः एवं भणति ।।६५।।
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન;
શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫.
અન્વયાર્થઃ — [सागारः अपि अनगारः] શ્રાવક હો કે મુનિ હો
[यः कः अपि] કોઈ પણ હો, પણ જે [आत्मनि वसति] આત્મામાં વસે
છે. [सः] તે [लघु] શીઘ્ર જ [सिद्धिसुखं प्राप्नोति] મોક્ષના સુખને પામે
છે, [एवं] એમ [जिनवरः भणति] જિનવર કહે છે. ૬૫.
કોઈ વિરલા જ તત્ત્વજ્ઞાની હોય છેઃ —
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्तु ।
विरला झायहिं तत्तु जिय विरला धारहिं तत्तु ।।६६।।
विरलाः जानन्ति तत्त्वं बुधाः विरला निशृण्वन्ति तत्त्वम् ।
विरलाः ध्यायन्ति तत्त्वं जीव विरलाः धारयन्ति तत्त्वम् ।।६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬
અન્વયાર્થઃ — [जीव] હે જીવ! [विरलाः बुधाः] કોઈ વિરલ
યોગસાર
[ ૩૫