Yogsar Doha (Gujarati). Gatha: 67-68.

< Previous Page   Next Page >


Page 36 of 58
PDF/HTML Page 46 of 68

 

background image
જ્ઞાનીઓ [तत्त्वं जानन्ति] તત્ત્વને જાણે છે [विरलाः] કોઈ વિરલા જ
[तत्त्वं निशृण्वन्ति] તત્ત્વને સાંભળે છે. [विरलाः] કોઈ વિરલા જ [तत्त्वं
ध्यायन्ति] તત્ત્વને ધ્યાવે છે અને [विरलाः तत्त्वं धारयन्ति] કોઈ વિરલા
તત્ત્વને ધારે છે. ૬૬.
કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છેઃ
इहु परियण ण हु महुतणउ इहु सुहु-दुक्खहं हेउ
इम चिंतंतहं किं करइ लणु संसारहं छेउ ।।६७।।
एषः परिजनः न खलु मदीयः एष सुखदुःखयो हेतुः
एवं चिन्तयतां किं क्रियते लघु संसारस्य छेदः ।।६७।।
આ પરિવાર ન મુજતણો, છે સુખદુઃખની ખાણ;
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭
અન્વયાર્થ[एषः परिजनः] આ કુટુંબ પરિવાર [न खलु
मदीयः] ખરેખર મારો નથી, [एषः] [सुखदुःखयोः हेतुः] એ માત્ર
સુખદુઃખનું જ કારણ છે, [एवं किं चिन्तयतां] એમ કંઈક ચિંતવતાં,
[लघु] શીઘ્ર જ [संसारस्य छेदः] સંસારનો છેદ [क्रियते] કરવામાં આવે
છે. ૬૭.
અશરણભાવના (સંસારમાં કોઈ પોતાને શરણ થતું નથી)ઃ
इदं फणिंद-णरिंदय वि जीवहं सरणु ण होंति
असरणु जाणिवि मुणि-धवला अप्पा अप्प मुणंति ।।६८।।
इन्द्रफ णीन्द्रनरेन्द्राः अपि जीवानां शरणं न भवन्ति
अशरणं ज्ञात्वा मुनिधवलाः आत्मना आत्मानं मन्यते ।।६८।।
ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણ દાતાર;
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮
૩૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ