અન્વયાર્થઃ — [इन्द्रफ णीन्द्रनरेन्द्राः अपि] ઇન્દ્ર, ફણીન્દ્ર અને
નરેન્દ્ર પણ [जीवानां] જીવોને [शरणं न भवन्ति] શરણભૂત થઈ
શકતા નથી, [अशरणं ज्ञात्वा] એ રીતે પોતાને અશરણ જાણીને
[मुनिधवलाः] ઉત્તમ મુનિઓ [आत्मना आत्मानं मन्यन्ते] પોતા વડે
પોતાને જાણે છે. ૬૮.
એકત્વભાવના (જીવ એકલો જ સુખ-દુઃખ ભોગવે છે)ઃ —
इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इक्कु ।
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।।६९।।
एकः उत्पद्यते म्रियते एकः अपि दुःखं सुखं भुनक्ति एकः ।
नरकेभ्यः याति अपि एकः जीवः तथा निर्वाणाय एकः ।।६९।।
જન્મ – મરણ એક જ કરે, સુખ – દુઃખ વેદે એક;
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯
અન્વયાર્થઃ — [जीवः] જીવ [एकः] એકલો જ ઊપજે છે
[एकः अपि] અને એકલો જ [म्रियते] મરે છે, [एकः] એકલો જ [दुःखं
सुखं] સુખ-દુઃખને [भुनक्ति ] ભોગવે છે, [नरकेभ्यः] નરકમાં પણ [एकः
अपि] એકલો જ [याति] જાય છે [तथा] અને [निर्वाणाय] નિર્વાણને
પણ [एकः] એકલો જ પામે છે. ૬૯.
એકત્વ ભાવના જાણવાનું પ્રયોજનઃ —
एक्कुलउ जइ जाइसिहि तो परभाव चएहि ।
अप्पा सायहि णाणमउ लहु सिव-सुक्ख लहेहि ।।७०।।
एकाकी यदि यास्यसि तर्हि परभावं त्यज ।
आत्मानं ध्यायस्व ज्ञानमयं लघु शिवसुखं लभसे ।७०।।
યોગસાર
[ ૩૭