જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ;
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીઘ્ર મોક્ષ સુખ થાય. ૭૦
અન્વયાર્થઃ — હે જીવ [यदि] જો [एकाकी यास्यसि] તું
એકલો જ છો [तर्हि] તો [परभावं त्यज] પરભાવને છોડ અને [ज्ञानमयं
आत्मानं] જ્ઞાનમય આત્માનું [ध्यायस्व] ધ્યાન કર, જેથી તું [लघु] શીઘ્ર
જ [शिवसुखं लभसे] મોક્ષસુખને પામીશ. ૭૦.
પુણ્યને પાપ કહેનારા કોઈ વિરલા જ છેઃ —
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ ।
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह (?) को वि हवइ ।७१।
यत् पापं अपि तत् पापं जानाति (?) सर्वः इति कः अपि जानाति ।
यत् पुण्यं अपि पापं इति भणति स बुधः कः अपि भवति ।।७१।।
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧
અન્વયાર્થઃ — [यत् पापं अपि] જે પાપ છે [तत् पापं जानाति]
તે પાપ છે [इति] એમ તો [सर्वः कः अपि] સર્વ કોઈ [जानाति] જાણે
છે, પણ [यत् पुण्यं अपि] જે પુણ્ય છે તે પણ [पापं] પાપ છે [इति
भणति] એમ કહે છે [सः कः अपि बुधः भवति] એવો બુદ્ધિમાન પંડિત
કોઈ વિરલ જ હોય છે. ૭૧.
પુણ્ય અને પાપ બન્ને હેય છેઃ —
जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि ।
जं सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।।७२।।
૩૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ