यथा लोहमयं निगडं बुध तथा सुवर्णमयं जानीहि ।
ये शुभं अशुभं परित्यजन्ति ते अपि भवन्ति खलु ज्ञानिनः ।।७२।।
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
અન્વયાર્થઃ — [बुध] હે પંડિત! [यथा] જેવી રીતે [लोहमय
निगडं] લોઢાની પણ બેડી છે [तथा] તેવી રીતે [सुवर्णमयं जानीहि]
સોનાની પણ બેડી છે, એમ તું જાણ (અર્થાત્ જેવી રીતે લોઢાની
બેડી બંધન કરે છે તેવી રીતે સોનાની બેડી પણ બંધન કરે છે એ
દ્રષ્ટાંતથી પુણ્ય-પાપને બન્નેને બંધનરૂપ જાણી) [ये] જેઓ [शुभं
अशुभं] શુભ અશુભ બન્ને ભાવોને [परित्यजन्ति] છોડે છે [ते अपि]
તેઓ જ [खलु] ખરેખર [ज्ञानिनः भवन्ति] જ્ઞાનીઓ છે. ૭૨.
ભાવનિર્ગ્રંથ જ મોક્ષમાર્ગી છેઃ —
जइया मणु णिग्गंथु जिय तइया तुहुं णिग्गंथु ।
जइया तुहुं णिग्गंथु जिय तो लब्भइ सिवपंथु ।।७३।।
यदा मनः निर्ग्रंथः जीव तदा त्वं निर्ग्रंथः ।
यदा त्वं निर्ग्रंथः जीव ततः लभ्यते शिवपन्थाः ।।७३।।
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩
અન્વયાર્થઃ — [जीव] હે જીવ! [यदा] જો [मनः] મન
[निर्ग्रंथः] નિર્ગ્રંથ હોય [तदा] તો [त्वं] તું [निर्ग्रन्थः] નિર્ગ્રન્થ છો; અને
[जीव] હે જીવ! [यदा] જો [त्वं] તું [निर्ग्रन्थः] નિર્ગ્રંથ હો [ततः] તો
[शिवपन्थाः लभ्यते] તને મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. ૭૩.
દેહમાં દેવ છેઃ —
યોગસાર
[ ૩૯