जं वडमज्सहं बीउ फु डु बीयहं वडु वि हु जाणु ।
तं देहहं देउ वि मुणहि जो तइलोय पहाणु ।।७४।।
यद् वटमध्ये बीजं स्फु टं बीजे वटं अपि खलु जानीहि ।
तं देहे देवं अपि मन्यस्व यः त्रिलोकप्रधानः ।।७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪.
અન્વયાર્થઃ — [यत्] જેવી રીતે [स्फु टं] નિશ્ચયથી [वडमध्ये]
વડમાં [बीजं] બીજ છે અને [खलु] નિશ્ચયથી [बीजे] બીજમાં [वटं अपि
जानीहि] વડ પણ છે [तं] તેવી રીતે [देहे] દેહમાં [देवं अपि] દેવ છે,
[यः त्रिलोकप्रधानः] કે જે ત્રણ લોકમાં પ્રધાન છે, [मन्यस्व] એમ જાણો.
૭૪
‘હું જ પરમેશ્વર છું’ એવી ભાવના જ મોક્ષનું કારણ છેઃ —
जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु णभंतु ।।७५।।
यः जिनः स अहं स एव अहं एतद् भावय निर्भ्रान्तम् ।
मोक्षस्य कारणं योगिन् अन्य न तन्त्रः न मन्त्रः ।।७५।।
જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્ભ્રાન્ત;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭૫.
અન્વયાર્થઃ — [योगिन्] હે યોગી! [यः जिनः] જે જિનદેવ
છે [सः अहं] તે હું છું, [अहं स एव] હું જિનદેવ જ છું [एतत्]
એમ [निर्भ्रान्तं भावय] નિઃશંક ભાવ, [मोक्षस्य कारणं] એ મોક્ષનું
કારણ છે, [अन्य न तन्त्रः न मन्त्रः] કોઈ અન્ય તંત્ર કે મંત્ર મોક્ષનું
કારણ નથી. ૭૫.
૪૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ