લક્ષણથી પરમાત્માને જાણોઃ —
बे ते चउ पंच वि णवहं सत्तहं छह पंचाहं ।
चउगुण-सहियउ सो मुणह एयइं लक्खण जाहं ।।७६।।
द्वित्रिचतुःपञ्चापि नवानां सप्तानां षट् पञ्चानाम् ।
चतुर्गुणसहितं तं मन्यस्व, एतानि लक्षणानि यस्य ।।७६।।
બે, ત્રણ, ચાર, ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬.
અન્વયાર્થઃ — [द्वित्रि चतुः पंच अपि] બે, ત્રણ, ચાર અને
પાંચ, [नवानां सप्तानां षट् पंचानां चतुर्गुणसहितं] નવ, સાત, છ, પાંચ
અને ચાર ગુણ [यस्य एतानि लक्षणानि] એ જેનાં લક્ષણો છે [तं मन्यस्व]
તેને (તે આત્માને) જાણ. ૭૬.
રત્નત્રય નિર્વાણનું કારણ છેઃ —
बे छंडिवि बे-गुण-सहिउ जो अप्पाणि वसेइ ।
जिणु सामिउ एमंई भणइ लहु णिव्वाणु लहेइ ।।७७।।
द्वौ त्यक्त्वा द्विगुणसहितः यः आत्मनि वसति ।
जिनः स्वामी एवं भणति लघु निर्वाणं लभते ।।७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસ લીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
અન્વયાર્થઃ — [द्वौ त्यक्त्वा] રાગદ્વેષ એ બેનો ત્યાગ કરીને
[द्वि गुणसहितः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન એ બે ગુણોથી યુક્ત થઈને
[यः] જે [आत्मनि] આત્મામાં [वसति] વસે છે તે [लघु] શીઘ્ર જ
[निर्वाणं लभते] નિર્વાણને પામે છે, [एवं] એ પ્રમાણે [जिन स्वामी
भणति] જિનસ્વામી કહે છે. ૭૭.
યોગસાર
[ ૪૧