રત્નત્રય શાશ્વત સુખનું કારણ છેઃ —
तिहिं रहियउ तिहिं गुण-सहिउ जो अप्पाणि वसेइ ।
सो सासय-सुह-भायणु वि जिणवरु एम भणेइ ।।७८।।
त्रिभिः रहितः त्रिभिः गुणसहितः यः आत्मनि वसति ।
स शाश्वतसुखभाजनं अपि जिनवरः एवं भणति ।।७८।।
ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ૭૮.
અન્વયાર્થઃ — [यः] જે [त्रिभिः रहितः] રાગ, દ્વેષ, મોહ એ
ત્રણથી રહિત થઈને [त्रिभिः गुणसहितः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ ગુણો યુક્ત થઈને [आत्मनि निवसति]
આત્મામાં વસે છે [सः अपि] તે જ [शाश्वत सुखभाजनं] શાશ્વત
સુખનું ભાજન થાય છે, [एव] એમ [जिनवरः भणति] જિનવરદેવ કહે
છે. ૭૮.
ચાર ગુણ સહિત આત્માને ધ્યાવઃ —
चउ-कसाय-सण्णा-रहिउ चउ-गुण-सहियउ वुत्तु ।
स्ते अप्पा मुणि जीव तुहुं जिम परु होहि पवत्तु ।।७९।।
चतुः कषाय संज्ञारहितः चतुर्गुणसहितः उक्त : ।
स आत्मा (इति) मन्यस्व जीव त्वं यथा परः भवसि पवित्रः ।।७९।।
કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
અન્વયાર્થઃ — [जीव] હે જીવ! જે [चतुः कषायसंज्ञारहितः]
ચાર કષાય અને ચાર સંજ્ઞાથી રહિત છે અને [चतुर्गुणसहितः उक्त :]
૪૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ