ચાર ગુણોથી (અનંતદર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ ચાર ગુણોથી)
યુક્ત છે [सः आत्मा] તે આત્મા છે; એમ [त्वं मन्यस्व] તું જાણ, [यथा]
કે જેથી તું [पवित्रः परः भवसि] પવિત્ર પરમાત્મા થઈશ. ૭૯.
દશ ગુણ સહિત આત્માને ધ્યાવેઃ —
बे-पंचहं रहियउ मुणहि बे-पंचहं संजुत्तु ।
बे-पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।।८०।।
द्विपञ्चानां (पञ्चभिः) रहितः (इति) मन्यस्व द्विपञ्चानां संयुक्त : ।
द्विपञ्चानां यः गुणसहितः स आत्मा निश्चयेन उक्त : ।।८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮૦.
અન્વયાર્થઃ — [यः] જે [द्विपञ्चानां रहितः] દશથી રહિત,
[द्विपञ्चानां संयुक्त :] દશથી સહિત અને [द्विपञ्चानां गुणसहितः मन्यस्व]
દશ ગુણોથી સહિત છે, [सः आत्मा निश्चयेन उक्त :] તેને નિશ્ચયથી
આત્મા કહ્યો છે. ૮૦.
આત્મા તપ ત્યાગાદિ છેઃ —
अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि ।
अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।।८१।।
आत्मानं दर्शनं ज्ञानं मन्यस्व आत्मानं चरणं विजानीहि ।
आत्मानं संयमं शीलं तपः आत्मानं प्रत्याख्यानम् ।।८१।।
આત્મા દર્શન – જ્ઞાન છે, આત્મા ચારિત્ર જાણ;
આત્મા સંયમ – શીલ – તપ, આત્મા પ્રત્યાખ્યાન. ૮૧.
અન્વયાર્થઃ — [आत्मानं दर्शनं ज्ञानं मन्यस्व] આત્માને દર્શન
યોગસાર
[ ૪૩