[मोक्षस्य कारणं] મોક્ષનું કારણ છે, [अन्यः न तन्त्रः न मन्त्रः] અન્ય
તંત્ર કે મંત્ર મોક્ષનું કારણ નથી. ૮૩.
રત્નત્રયનું સ્વરૂપઃ —
दंसणु जं पिच्छियइ बुह अप्पा विमल महंतु ।
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।।८४।।
दर्शनं यत् प्रेक्ष्यते बुधः (बोधः) आत्मा विमलः महान् ।
पुनः पुर्न आत्मा भाव्यते तत् चारित्रं पवित्रम् ।।८४।।
દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન;
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪.
અન્વયાર્થઃ — [आत्मा विमलः महान्] આત્મા નિર્મલ
મહાન પરમાત્મા છે. [यत् प्रेक्ष्यते] એમ શ્રદ્ધવું તે [दर्शनं] સમ્યક્
દર્શન છે [बुधः] અને એમ જાણવું તે સમ્યગ્જ્ઞાન છે તથા
[आत्मा पुनः पुनः भाव्यते] આત્માની વારંવાર ભાવના કરવી [तत्]
તે [पवित्रं चारित्रं] પવિત્ર ચારિત્ર છે. ૮૪.
જ્યાં ચેતન ત્યાં ગુણઃ —
जहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति ।
तिहिं कारणए जोइ फु डु अप्पा विमलु मुणंति ।।८५।।
यत्र आत्मा तत्र सकलगुणाः केवलिनः एवं भणन्ति ।
तेन (?) कारणेन योगिनः स्फु टं आत्मानं विमलं मन्यंते ।।८५।।
જ્યાં ચેતન ત્યાં સકલ ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫.
અન્વયાર્થઃ — [यत्र आत्मा] જ્યાં આત્મા છે, [तत्र सकल
गुणाः] ત્યાં સમસ્ત ગુણો છે. [एवं] એમ [केवलिनः भणन्ति] કેવલી
યોગસાર
[ ૪૫