[ततः] તો [निर्भ्रान्तं] નિઃસંશય [बध्यसे] તું બંધાઈશ; [यदि] જો
[सहजस्वरूपे] સહજસ્વરૂપમાં [रमसे] તું રમણ કરીશ તો તું [शांतं शिवं]
શાંત અને શિવ એવા પરમાત્માને [प्राप्नोषि] પામીશ. ૮૭
સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છેઃ —
सम्माइट्ठी-जीवडहं दुग्गइ-गमणु ण हइ ।
जइ जाइ वि तो दासु णवि पुव्व-क्किउ खवणेइ ।।८८।।
सम्यग्द्रष्टिजीवस्य दुर्गतिगमनं न भवति ।
यदि याति अपि तर्हि (ततः?) दोषः नैव पूर्वकृतं क्षयपति ।।८८।।
સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વકર્મ ક્ષય થાય. ૮૮.
અન્વયાર્થઃ — [सम्यग्द्रष्टिजीवस्य दुर्गतिगमनं न भवति]
સમ્યગ્દ્રષ્ટિ જીવ દુર્ગતિમાં જતા નથી. [यदि अपि याति] જો કદાચિત્
જાય [तर्हि] તો [दोषः न एव] દોષ નથી, (હાનિ નથી) (કારણ કે)
[पूर्वकृतं क्षपयति] તે પૂર્વે બાંધેલા કર્મનો ક્ષય કરે છે. ૮૮.
જે સ્વરૂપમાં રમે તે જ શીઘ્ર ભવપાર પામેઃ —
अप्प-सरूवहं (-सरूवइ?) जो रमइ छंडिवि सहु ववहारु ।
सो सम्माइट्ठी हवइ लहु पावइ भवपारु ।।८९।।
आत्मस्वरूपे यः रमते त्यक्त्वा सर्व व्यवहारम् ।
स सम्यग्द्रष्टिः भवति लघु प्राप्नोति भवपारम् ।।८९।।
આત્મ સ્વરૂપે જે રમે, તજી સકળ વ્યવહાર;
સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર. ૮૯.
અન્વયાર્થઃ — [यः] જે [सर्वं व्यवहारं त्यक्त वा] સર્વ વ્યવહારને
ત્યાગીને [आत्मस्वरूपे रमते] આત્મસ્વરૂપમાં રમે છે, [सः सम्यग्द्रष्टिः
યોગસાર
[ ૪૭