Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૮
પૂર્વ ભવમાં શિવકુમાર હતાં, અને સુધર્મસ્વામી પૂર્વભવમાં તેના ભાઈ હતા; પોતાના ભાઈને મુનિદશામાં દેખતા જ
શિવકુમાર પણ વૈરાગ્યથી દીક્ષા લેવા તત્પર થાય છે; પરંતુ માતાપિતા રજા નથી આપતા; માતાપિતાના અતિ
આગ્રહને વશ ઘરમાં જ વિરક્તજીવન ગાળે છે, તેનું દ્રશ્ય.
(૮) શ્રીકૃષ્ણની માતા દેવકીના છ પુત્રો દીક્ષા લઈને મુનિ થયા છે...ને બબ્બેના જોડકાંરૂપે ત્રણ વાર
દેવકીને ત્યાં આહાર માટે પધારે છે; દેવકી તેમને ઓળખતી નથી...તેને શંકા થાય છે કે એ જ બે મુનિઓ ફરી
ફરીને ત્રણ વખત કેમ પધાર્યા? નેમિનાથ ભગવાનની સભામાં તેની એ શંકાનું સમાધાન થાય છે; તેનું દ્રશ્ય.
(૯) પૂ. શ્રી કાનજીસ્વામીના પ્રભાવે સૌરાષ્ટ્ર વગેરેમાં થયેલા અને હજી પણ થઈ રહેલા અનેક દિ.
જિનમંદિરોનું દ્રશ્યઃ (સોનગઢ-જિનમંદિર તેમજ માનસ્તંભ, ઉમરાળા, બોટાદ, વીંછીયા, લીંબડી, વઢવાણ
શહેર, સુરેન્દ્રનગર, જોરાવરનગર, રાણપુર, લાઠી, સાવરકુંડલા, રાજકોટ, વાંકાનેર, મોરબી, પોરબંદર,
ગોંડલ, જેતપુર, જામનગર, વડીઆ, પાલેજ અને મુંબઈ આટલા ગામોના જિનમંદિરો આ ચિત્રમાં
દેખાડવામાં આવ્યા છે.)
(૧૦) એક વખત રામચંદ્રજીએ વનમાં જેમને આહારદાન આપેલ તે ગુપ્તિ-સુગુપ્તિ મુનિવરો પર્વત ઉપર
ધ્યાનમાં ઊભા છે, યક્ષો તેમને ઘોર ઉપદ્રવ કરે છે; રામ-લક્ષ્મણ તે યક્ષોને ભગાડીને ઉપદ્રવ દૂર કરે છે, ને પછી
સીતા સહિત મહાન ભક્તિ કરે છે. મુનિવરોને કેવળજ્ઞાન થાય છે...રામ-લક્ષ્મણ-સીતા થોડા દિવસો તે જ પર્વત
ઉપર રહે છે, ને ત્યાં અનેક જિનમંદિરો બંધાવે છે. (આ ઉપરથી તે પર્વતનું “રામગિરિ” નામ પડે છે.)
(૧૧) વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાનનો દીક્ષાકલ્યાણક નજરે નીહાળીને નારદજી ભરતમાં આવે છે, ને
રાજા દશરથને તેનું વર્ણન ઘણા ભાવપૂર્વક કહી સંભળાવે છે, તેનું દ્રશ્ય.
(૧૨) દિગંબર જૈન ધર્મના ધુરંધર સંતો-શ્રીધરસેનાચાર્યદેવ, શ્રી કુંદકુંદાચાર્યદેવ, શ્રી ઉમાસ્વામી આચાર્યદેવ,
શ્રી સમન્તભદ્ર આચાર્યદેવ, શ્રી નેમિચન્દ્ર, સિદ્ધાંતચક્રવર્તી, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, શ્રી પદ્મનંદી આચાર્યદેવ અને
મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ-વગેરે આચાર્ય ભગવંતોને શ્રી કાનજીસ્વામી અતિ ભક્તિપૂર્વક વંદના કરી રહ્યા છે,
અને તે આચાર્યોના શાસ્ત્રોની સ્વાધ્યાય કરી રહ્યા છે-તેનું ભક્તિપૂર્ણ દ્રશ્ય.
(૧૩) પૂ. શ્રી કાનજીસ્વામીએ સિદ્ધવરકૂટની સંઘસહિત યાત્રા કરી તે વખતના નૌકાવિહારનું ઉમંગભર્યું
દ્રશ્ય. દૂર સિદ્ધવરકૂટ દેખાય છે, ને ભક્તજનો ગુરુદેવ સાથે નૌકામાં બેઠા છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૨૧ઃ
વીરકુંવરની બાલ્યાવસ્થાના
બે પ્રસંગો
(સોનગઢ–જિનમંદિરના એક ચિત્રમાં,
અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની બાલ્યાવસ્થાના
બે પ્રસંગોનું અતિ ભાવવાહી આલેખન છે...
તે પ્રસંગોની કથા અહીં આપવામાં આવી છે.)
(૧)
ચૈત્ર સુદ તેરસે અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનો જન્મ થઈ ગયો. અને ઇન્દ્રાદિદેવોએ અતિ
ભક્તિપૂર્વક ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ ઊજવ્યો...મેરુ ઉપર જન્માભિષેક કરીને, નગરીમાં પાછા
આવીને બાલતીર્થંકર માતાપિતાને સોંપ્યા...અને પછી પૂજન તથા તાંડવ નૃત્યાદિ કરીને ઇન્દ્રાદિ દેવો સ્વસ્થાનકે
પાછા ગયા..જતાં જતાં ઇન્દ્રમહારાજ કેટલાક દેવોને ત્યાં મૂકતા ગયા અને આજ્ઞા કરી કેઃ હે દેવો! તમે આ
બાલતીર્થંકર પ્રભુને ખેલાવવા માટે અહીં જ રહેજો..ભક્તિપૂર્વક તેમને ખેલાવજો..નાના બાળકનું રૂપ ધારણ કરીને
તમે પણ તેમની સાથે ખેલજો..ને તેમની સંભાળ રાખજો..
એક દિવસે મહેલમાં ઉપલા માળે ભગવાનના માતા-પિતા બિરાજે છે, ને નીચેના માળે બાળ તીર્થંકર ખેલી
રહ્યા છે, એક દેવ તેમને ખેલાવી રહ્યા છે.
તે સમયે પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં દીક્ષિત સંજય અને વિજય નામના બે મુનિરાજ પૃથ્વીને પાવન
કરતા વિચરી રહ્યા હતા..તેઓ ચારણઋદ્ધિધારક મહાન સંતો હતા..જો કે તેઓ મહાન શ્રુતધર હતા, પરંતુ
કોઈ સૂક્ષ્મ તત્ત્વ સંબંધમાં તેમને સંદેહ રહેતો હતો. ગગનમાં વિચરતા વિચરતા એક વાર તે બંને મુનિવરો,
સિદ્ધાર્થ મહારાજાના મહેલ સમીપ આવ્યા; તે વખતે નાનકડા વર્દ્ધમાનકુંવર દેવની પાસે ખેલી રહ્યા હતા..એ
બાલતીર્થંકરની મુદ્રા નીહાળતાં જ સંજય અને વિજય એ બંને મુનિવરોનો સંદેહ દૂર થઈ ગયો..અને તેમને
શ્રુતની વિશેષ નિર્મળતા પ્રગટ થઈ.. બાલતીર્થંકરના નિમિત્તે પોતાની મતિની નિર્મળતા થઈ તેથી તે
મુનિવરોએ વર્દ્ધમાનકુમારનું “સન્મતિનાથઃ” એવું નામ પાડયું...ને પ્રમોદથી તેઓએ કહ્યું કેઃ આ બાળક
સન્મતિના નાથ એટલે કેવળજ્ઞાનના સ્વામી થશે.
(૨)
સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજાની સભા ભરાણી છે...દેવો અનેક પ્રકારની ચર્ચા કરી રહ્યા છે; એવામાં, ભરતક્ષેત્રમાં
અત્યારે સૌથી વિશેષ બળવાન કોણ છે...તેની ચર્ચા ચાલી...અનેક દેવોએ પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો...છેવટે
ઇન્દ્ર મહારાજાએ કહ્યુંઃ દેવો! ભરતક્ષેત્રમાં અત્યારે અંતિમ તીર્થંકર શ્રી વર્દ્ધમાનકુમાર જન્મી ચૂકયા છે, અને
બાલવય હોવા છતાં તેઓ સૌથી વિશેષ બળવાન છે. ત્રણ જ્ઞાનના ધારક એ બાલતીર્થંકરનું બળ

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૮
આશ્ચર્યકારી છે!-એમ કહીને અનેક પ્રકારે ભગવાનના બળ વગેરેની પ્રશંસા કરી.
“એક નાનકડા બાળકમાં આટલું બધું બળ કઈ રીતે હોઈ શકે!” એમ સંદેહ થતાં સંગમ નામનો એક દેવ
ભગવાનના બળની પરીક્ષા કરવા માટે ઉદ્યમી થયો અને જ્યાં અનેક બાળકો સાથે વીરકુમાર ખેલી રહ્યા હતા, ત્યાં
આવ્યો..
દેદીપ્યમાન રાજકુમાર વર્દ્ધમાન, બાલ્યાવસ્થાથી પ્રેરાઈને બગીચામાં અનેક નાના નાના રાજકુમારોની સાથે
રમી રહ્યા છે...અને બગીચામાં એક ઝાડ ઉપર ચડીને ક્રીડા કરવામાં તત્પર છે...એટલામાં તો-
ફૂં...ફૂં...ફૂં...કરતો એક મોટો ભયંકર સાપ આવ્યો..અને બરાબર તે જ ઝાડના થડમાં નીચેથી ઉપર સુધી
લપેટાઈ ગયો..એ ભયાનક સર્પને દેખતાં જ બીજા બાળકો તો ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા..ને ઝાડની ડાળી
ઉપરથી નીચે જમીન પર કૂદી કૂદીને જેમતેમ ભાગ્યા. મહાન ભય ઉપસ્થિત થતાં મહાન પુરુષ સિવાય બીજું કોણ
ટકી શકે છે? વર્દ્ધમાનકુંવર તો નિર્ભયપણે ખેલી રહ્યા..એટલું જ નહિ પણ લસલસતી સો જીભવાળા તે ભયંકર
સર્પની ફેણ ઉપર ચઢીને તેમણે નિર્ભયપણે ક્રીડા કરી...જાણે કે પોતાની માતાના પલંગ ઉપર જ ખેલતા હોય એવી
રીતે નિર્ભયપણે તેમણે તે સર્પની ફેણો ઉપર ક્રીડા કરી.
થોડીવારમાં તો એ સર્પ અદ્દશ્ય થયો..ને તેને સ્થાને એક દેવ પ્રગટ થઈને ભગવાનની સ્તુતિ કરવા
લાગ્યો. સ્વર્ગમાંથી ભગવાનના બળની પરીક્ષા કરવા માટે આવેલ સંગમદેવ જ એ મોટા સર્પનું રૂપ ધારણ
કરીને પરીક્ષા કરી રહ્યો હતો..બાલ્યાવસ્થામાં પણ ભગવાનનું આવું મહાન પરાક્રમ દેખીને તે દેવ ઘણો જ
હર્ષિત થયો..અને ભગવાનની સ્તુતિ કરી...તથા ભગવાનની આવી મહાન વીરતાથી આશ્ચર્ય પામીને તે દેવે
તેમનું “મહાવીર” નામ પાડયું.
આઠ પ્રકારના નિયમથી
મોક્ષમાર્ગનું સ્વરૂપ
મોક્ષમાર્ગની જ આ સૂચના છે, એટલે કે આ જ મોક્ષમાર્ગ છે ને બીજો મોક્ષમાર્ગ નથી-એમ આચાર્યદેવ કહે
છે-
સમ્યક્્ત્વ જ્ઞાનસમેત ચારિત્ર રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણ મારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
(-પંચાસ્તિકાય)
જુઓ, આ મોક્ષમાર્ગ! સમ્યક્્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર-કે જે રાગદ્વેષથી રહિત હોય તે,
લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે.
* સમ્યક્્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ,-નહિ કે અ સમ્યક્્ત્વ અને અજ્ઞાનથી યુક્ત.
* ચારિત્ર જ,-નહિ કે અચારિત્ર,
* રાગદ્વેષરહિત હોય એવું જ ચારિત્ર-નહિ કે રાગદ્વેષસહિત હોય એવું,
* મોક્ષનો જ-ભાવતઃ નહિ કે બંધનો (ભાવતઃ એટલે આશયને અનુસરીને)
* માર્ગ જ-નહિ કે અમાર્ગ,

PDF/HTML Page 24 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૨૩ઃ
* ભવ્યોને જ-નહિ કે અભવ્યોને,
* લબ્ધબુદ્ધિઓને જ-નહિ કે અલબ્ધબુદ્ધિઓને,
* ક્ષીણ કષાયપણામાં જ હોય છે,-નહિ કે કષાય સહિતપણામાં હોય છે.
-આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો.
જુઓ, આ અનેકાન્ત; આમ જ હોય છે ને બીજી રીતે હોતું નથી-આવું મોક્ષમાર્ગનું અનેકાન્તસ્વરૂપ છે.
(૧) મોક્ષમાર્ગનું ચારિત્ર કેવું હોય? સમ્યક્્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ હોય. અ સમ્યક્્ત્વ અને અજ્ઞાનથી
યુક્ત ચારિત્ર કદી હોતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, માટે સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન સહિતપણું હોવું તે મોક્ષમાર્ગનો પહેલો નિયમ છે.
(૨) ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, અચારિત્ર તે મોક્ષમાર્ગ નથી. ચારિત્ર એટલે સ્વરૂપમાં રમણતા, તેના વિના
મોક્ષમાર્ગ હોતો નથી આ બીજો નિયમ છે.
(૩)મોક્ષમાર્ગમાં જે ચારિત્ર છે તે કેવું હોય?-કે રાગદ્વેષ રહિત જ હોય, રાગદ્વેષસહિત હોય તે મોક્ષમાર્ગ
નથી, પંચમહાવ્રત વગેરેનો રાગ તે મોક્ષમાર્ગ નથી-એમ સ્પષ્ટ નિયમ અહીં કહ્યો છે. રાગદ્વેષરહિત ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે, રાગ તે મોક્ષમાર્ગ નથી, રાગ તો બંધમાર્ગ છે. સરાગચારિત્રને (વ્યવહારરત્નત્રયને) વ્યવહારથી
મોક્ષમાર્ગ આ શાસ્ત્રમાં જ આગળ કહેશે,-પણ ત્યાં આ નિયમ લક્ષમાં રાખીને તેનો ભાવાર્થ સમજવો જોઈએ.
અહીં, તો સ્પષ્ટ નિયમ છે કે રાગદ્વેષસહિત ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી પણ રાગદ્વેષરહિત એવું વીતરાગીચારિત્ર જ
મોક્ષમાર્ગ છે. આ ત્રીજો નિયમ કહ્યો.
(૪) સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત અને રાગદ્વેષ રહિત એવું જે ચારિત્ર તે મોક્ષનો જ માર્ગ છે; અને તે
મોક્ષનો જ માર્ગ હોવાથી બંધનો માર્ગ નથી-એમ સ્પષ્ટ આશય તેમાંથી નીકળે છે. જુઓ, આ નિયમ! જે મોક્ષનો
માર્ગ છે તે બંધનો માર્ગ નથી. રાગ તો બંધનો માર્ગ છે, તો તે મોક્ષમાર્ગ કેમ હોય વીતરાગચારિત્ર કે જે મોક્ષનું
જ કારણ છે તે બંધનું કારણ જરા પણ થતું નથી.-આ ચોથો નિયમ છે.
(પ) આવો સમ્યગ્દર્શન-જ્ઞાનસહિત, રાગદ્વેષરહિત ચારિત્રરૂપ જે ભાવ છે તે માર્ગ જ છે, અમાર્ગ નથી.
આવા ચારિત્ર સહિત હોય ને મોક્ષમાર્ગ ન થાય-એમ બને નહિ, આ અમાર્ગ નથી પણ માર્ગ જ છે. આવો માર્ગ
આત્મામાં જેને પ્રગટે તેને માર્ગનો સંદેહ ટળી જાય, મોક્ષનો સંદેહ ટળી જાય, માર્ગની પોતાને નિઃશંકતા થઈ જાય
કે આ માર્ગ જ છે. મોક્ષનો આ માર્ગ હશે કે બીજો માર્ગ હશે-એવો સંદેહ ધર્મીને હોતો નથી. આ રીતે,
સમ્યગ્દર્શન-જ્ઞાનસહિત જે વીતરાગચારિત્ર છે તે મોક્ષનો માર્ગ જ છે, ને અમાર્ગ નથી. આ પંચમ નિયમ જાણવો.
(૬) આવો મોક્ષમાર્ગ કોને હોય છે? કે ભવ્યોને જ આવો મોક્ષમાર્ગ હોય છે, અભવ્યોને હોતો નથી.
ભવ્ય એટલે મોક્ષને લાયક; જે જીવ મોક્ષને લાયક છે તેને જ આવો મોક્ષમાર્ગ હોય છે, અભવ્યોને મોક્ષમાર્ગ હોતો
નથી.-આ છઠ્ઠો નિયમ કહ્યો.
(૭) ભવ્યોમાં પણ લબ્ધબુદ્ધિઓને જ મોક્ષમાર્ગ હોય છે, અલબ્ધબુદ્ધિઓને હોતો નથી. અહીં લબ્ધ બુદ્ધિ
કહેતાં સામાન્ય ઉઘાડની વાત નથી, પણ લબ્ધિ એટલે આત્માના નિર્વિકાર સ્વસંવેદનની પ્રાપ્તિ; એવા સ્વસંવેદન
જ્ઞાનથી જે સહિત છે તે લબ્ધબુદ્ધિ છે, ને એવા લબ્ધબુદ્ધિઓને જ મોક્ષમાર્ગ હોય છે, જેઓ આત્માના સ્વસંવેદન
જ્ઞાનથી રહિત છે એવા અલબ્ધબુદ્ધિઓને મોક્ષમાર્ગ હોતો નથી.-આ સાતમો નિયમ જાણવો.
(૮) ક્ષીણકષાયપણામાં જ મોક્ષમાર્ગ હોય છે, કષાય સહિતપણામાં નહિ; એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વકના
વીતરાગ ચારિત્રથી કષાયોની જેટલી ક્ષીણતા થઈ છે તેટલો જ મોક્ષમાર્ગ છે, જેટલું કષાયસહિતપણું છે તે
મોક્ષમાર્ગ નથી. કષાય કણ તો બંધનું કારણ છે. કષાય કણ હોવા છતાં ત્યાં પણ જેટલું વીતરાગી ચારિત્ર
(કષાયના અભાવરૂપ) છે તેટલો મોક્ષમાર્ગ છે, અને જે કષાયકણ છે તે મોક્ષમાર્ગ નથી, માટે ક્ષીણકષાયપણામાં જ
મોક્ષમાર્ગ હોય છે ને કષાયસહિતપણામાં મોક્ષમાર્ગ હોતો નથી.-એમ આઠમો નિયમ કહ્યો.
-આ રીતે આ આઠ પ્રકારના નિયમથી મોક્ષમાર્ગને ઓળખવો.

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
સો વાતની એક વાત
અહો, દિગંબર સંતોનું કોઈ પણ શાસ્ત્ર
લ્યો, તેમાં મૂળભૂત એક જ ધારા ચાલી
જાય છે કે તું તારા જ્ઞાયક ચિદાનંદસ્વરૂપની
સન્મુખ થા; પરને ફેરવવાની બુદ્ધિ મિથ્યા
છે. ગમે તે પડખેથી વાત કરી હોય, સર્વજ્ઞ
તરફથી વાત કરી હોય કે ક્રમબદ્ધ-પર્યાયની
વાત હોય, છ દ્રવ્યની વાત હોય કે
નવતત્ત્વની વાત હોય, નિશ્ચય-વ્યવહારની
વાત હોય કે ઉપાદાન-નિમિત્તની વાત હોય,
દ્રવ્ય-ગુણ-પર્યાયની વાત હોય કે બાર
ભાવનાની વાત હોય.-બધી વાતમાં મૂળ
તાત્પર્ય તો સંતોને આ જ બતાવવું છે કે હે
જીવ! તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને
તે તરફ તું વળ! “હું તો જ્ઞાનપિંડ છું,
જ્ઞાન સિવાય અન્ય પદાર્થોનું કિંચિત્માત્ર
કર્તૃત્વ મારામાં નથી.”-જ્યાં સુધી જીવ
આવો નિર્ણય ન કરે ત્યાં સુધી તેને હિતનો
માર્ગ હાથ આવે નહિ, ને દિગંબર સંતોએ
શાસ્ત્રમાં શું કહ્યું છે તેની તેને ખબર પડે
નહિ.
- પૂ. કાનજી સ્વામી
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ–
ભાવનગર.