Atmadharma magazine - Ank 193
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 23
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૧૯૩
સંતોની વાણી
શાંતિ પમાડે છે
મલકાપુરમાં પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન તા. ૩૦–૩–પ૯
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે, તેનામાં સર્વજ્ઞ થવાની
તાકાત છે. ભગવાન સર્વજ્ઞ થયા પછી તેમની વાણી સહજ–ઈચ્છા વગર નીકળી, ને બાર સભાના જીવો
પોતપોતાની ભાષામાં સમજ્યા. ભગવાનની વાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે ૨૦૦૦ વર્ષે પૂર્વે આ
શાસ્ત્ર રચ્યું છે; ને ૧૦૦૦ વર્ષ પહેલાં અમૃતચંદ્ર આચાર્યે તેની ટીકા કરી છે...અમૃતચંદ્રાચાર્યદેવની
વાણીમાં પણ અમૃત છે. આત્માનું જ્ઞાનાનંદસ્વરૂપ શુ્રં છે–તે આચાર્યદેવે સમજાવ્યું છે. તેની સમજણ
વગર જીવનું સંસારપરિભ્રમણ મટતું નથી. આત્માની સમજણ વગર જીવ અનાદિકાળથી સંસારમાં
પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે. ૨૯ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખઅનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત,
જીવને બીજા કોઈએ (કર્મે કે ઈશ્વરે) દુઃખ નથી આપ્યું, પણ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલ્યો
તેથી દુઃખ પામ્યો છે. આત્માની ઓળખાણ સિવાય બીજું બધું જીવ અનંતવાર કરી ચૂક્્યો છે, પુણ્ય
કરીને સ્વર્ગમાંય અનંતવાર જઈ આવ્યો છે, પણ આત્માનો ધર્મ લેશમાત્ર તેને થયો નથી.
પં. દૌલતરામજી છહઢાળમાં કહે છે કે:–
“मुनिव्रतधार अनंतवार ग्रीवक उपजायो,
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो.”
આત્માનું સ્વરૂપ શું છે–તેની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર જીવ શુભરાગરૂપ
વ્રત–તપ જે કાંઈ કરે તે બધુંય ધર્મને માટે એકડા વગરના મીંડાની જેમ વ્યર્થ છે શુભરાગ હો ભલે પણ
ધર્મને માટે તે કિચિંત્ પણ કાર્યકારી છે–એ માન્યતા ભ્રમ છે–મિથ્યા છે, તે જ સંસારનું મૂળ કારણ છે.
આત્મા દેહથી ભિન્ન અને અંદરના વિકારથી પણ ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે–તે જ પ્રધાન છે. જેમ
શ્રી ફળમાં ઉપરનાં છાલાં ટોપરાથી જુદા છે, કાચલી પણ ટોપરાથી જુદી છે, તેમજ અંદરની રાતપ પણ
સફેદ–મીઠા ટોપરાથી જુદી છે; છાલાં, કાચલી અને રાતપ એ બધાથી ભિન્ન શુદ્ધ સફેદ–મીઠું ટોપરું છે તે
જ શ્રીફળમાં સારભૂત છે. તેમ જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા આ શરીરરૂપી છાલાંથી જુદો છે, કર્મરૂપી
કાચલાથી પણ જુદો છે ને અંદરમાં રાગરૂપી રતાશથી પણ તે જુદો છે, જ્ઞાન અને આનંદના સ્વાદથી
ભરેલો શુદ્ધ ચૈતન્યગોળો જ સારભૂત વસ્તુ છે. તેની ઓળખાણ–શ્રદ્ધા કરીને તેના અનુભવમાં લીનતા
તે મોક્ષમાર્ગ છે.

PDF/HTML Page 22 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૨૧:
અજ્ઞાની પોતાના આત્માને ભૂલીને એમ માને છે કે કોઈ મને તારે ને કોઈ મને ડૂબાડે;
ભગવાન તારે ને કર્મ ડૂબાડે–પરંતુ એમ નથી. ભાઈ! તું તારી જ ભૂલથી રખડયો છે, ને તું જ તારી
ભૂલ ભાંગીને તે રખડવાનું ટાળી શકે છે. પૂજામાં પણ કહે છે કે–
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનધાત લોહકી સંગતિ પાઈ.
જેમ લીંડીપીપરના દાણેદાણામાં ચોસઠપોરી તીખાસની તાકાત છે, તેમ પ્રત્યેક આત્મામાં
સર્વજ્ઞતા ને પૂર્ણાનંદની તાકાત છે. પોતાના સ્વભાવની તાકાતને ભૂલીને આત્મા પોતે અજ્ઞાનથી દુઃખી
થાય છે; અને પોતાના સ્વભાવની તાકાતનો વિશ્વાસ કરીને તેની સંભાળથી આત્મા પોતે જ પરમાત્મા
થાય છે.
જેને આત્મશાંતિની ઝંખના જાગી છે તે સંતો પાસે જઈને તેનો ઉપાય પૂછે છે, ને સંતો તેને
આત્મશાંતિનો ઉપાય બતાવીને શાંતિ પમાડે છે.–‘શાંતિ પમાડે સો સંત કહીએ.’
જિજ્ઞાસુ શિષ્ય શ્રીગુરુ પાસે જઈને વિનયથી પૂછે છે કે હે પ્રભો! આ આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે
ને રાગાદિ બંધભાવો તેને કલેશરૂપ છે; તો આ આત્માને અને બંધને જુદા કઈ રીતે પાડવા? કયા
સાધનવડે આત્માને બંધનથી જુદો પાડવો? તેના ઉત્તરમાં સાધન બતાવતાં આચાર્યભગવાન કહે છે કે:
જીવ બંધ બંને નિયત,
નિજ નિજ લક્ષણે છેદાય છે;
પ્રજ્ઞા છીણીથકી છેદતાં,
બંને જુદા પડી જાય છે.
જુઓ, આ ભેદજ્ઞાનનું સાધન! ભેદજ્ઞાનનું સાધન બહારમાં ક્્યાંય નથી, અંતરમાં પ્રજ્ઞારૂપી
છીણી તે જ સાધન છે, તે સાધનવડે જ આત્મા બંધનને છેદીને મુક્તિ પામે છે. ત્રણેકાળે આ એક જ
મુક્તિનો પંથ છે,–એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’
શિષ્ય કહે છે: પ્રભો! આપે અંતરમાં ભેદજ્ઞાન કરીને બંધથી ભિન્ન શુદ્ધ આત્માને જાણ્યો છે ને
તેની પૂર્ણ પ્રાપ્તિનું સાધન આપ કરી રહ્યા છો, તો મને પણ કૃપા કરીને તે સાધન બતાવો. આવા પાત્ર
શિષ્યને આચાર્યદેવે ભેદજ્ઞાનનું સાધન સમજાવ્યું છે. આવું ભેદજ્ઞાન કરવું તે જ મોક્ષનો પંથ છે.
***
* તારા જીવનમાં અતીન્દ્રિય આનંદની ઉષા ઊગશે *
જીવ અનાદિથી શુભાશુભ રાગને આધીન થઈ રહ્યો છે,
તેને રાગથી ભિન્ન તેનું સ્વાધીનસ્વરૂપ સંતો ઓળખાવે છે: અરે
જીવ! હું પરનું કાર્ય કરું ને પર મારું કાર્ય કરે–એવી પરાધીનતા
વગરનો એક પણ દિવસ ખરો?–એક ક્ષણ પણ ખરી? એક દિવસ
તો પરાધીનતા વગરનો લાવ! અરે, એક ક્ષણ તો પર સાથેનો
સંબંધ તોડીને અને સ્વભાવ સાથેનો સંબંધ જોડીને સ્વાધીન થા.
–આવી સ્વાધીનતાથી તારા જીવનમાં અતીન્દ્રિય આનંદની ઉષા
ઊગશે એના વગર કદી પણ સુખ કે શાંતિ થાય તેમ નથી. આવી
સ્વાધીનતાની એક ક્ષણ તો લાવ!

PDF/HTML Page 23 of 23
single page version

background image
ATMADHARMA Reg. N. B. 4787
_______________________________________________________________
અસંખ્યપ્રદેશી ચૈતન્યબાગમાં આનંદના ફૂવારા વચ્ચે ઝૂલતા
મોક્ષસાધક મુનિરાજની અદ્ભુત દશા
(નિયમસાર ગા. ૬૩ ઉપરના પ્રવચનમાંથી)
પહેલાં આત્માના આનંદનું ભાન કર્યું છે કે મારો આનંદ મારામાં જ છે, તે આનંદનું અંશે વેદન
પણ કર્યું છે, પછી અંતર્મુખ થઈને તે આનંદને પરિપૂર્ણ ખોલવા માટે જેઓ પ્રયત્ન કરી રહ્યા છે–એવા
સાધક મુનિવરોની આ વાત છે.
ચૈતન્યસ્વરૂપમાં પ્રવર્તતાં તેમની પરિણતિ એવી શાંત થઈ ગઈ છે કે બહારની કોઈ પ્રવૃત્તિનો
બોજો માથે નથી, બહારના બોજા વગરના હળવાફૂલ જેવા છે, ને ચૈતન્યના આનંદમાં વારંવાર મશગૂલ
છે. આવા મુનિવરોને સમિતિ–ગુપ્તિરૂપ પ્રવર્તન સહજ હોય છે. અંતરમાં વિકલ્પનું ઉત્થાન તે પણ જ્યાં
બોજો છે ત્યાં બાહ્યપ્રવૃત્તિની તો વાત જ શી! વારંવાર અંતર્મુખ થઈને ચૈતન્યને અવલોકનારા
મુનિવરોની દશા અંદર અને બહાર એકદમ શાંત થઈ ગઈ છે; તેમને રોમે રોમે, ચૈતન્યના પ્રદેશે પ્રદેશે
સમાધિ પરિણમી ગઈ છે, આનંદનો સમુદ્ર અંદરથી ઉલ્લસીને પર્યાયમાં આનંદની ભરતી આવી છે.–
આવી આનંદદશાવાળા સાધક મુનિવરોને વસ્ત્રની કે સદોષ આહાર વગેરેની વૃત્તિ હોતી નથી.
અહા! મુનિ એ તો જાણે અધ્યાત્મની મૂર્તિ! અધ્યાત્મનો સાર જે આત્મઅનુભવ તે મુનિવરોએ
પ્રાપ્ત કર્યો છે. ‘અધ્યાત્મનો સાર’ એટલે શાસ્ત્રના જાણપણાની વાત નથી પણ ભાવશ્રુતને અંતરમાં
વાળીને શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તે જ અધ્યાત્મનો સાર છે, તે જ રત્નત્રયની આરાધના છે.
આવો અધ્યાત્મનો સાર મુનિવરોએ પ્રાપ્ત કર્યો છે; તેથી અંતરમાં અતીન્દ્રિય આનંદના વેદનથી તેઓ
શાંત થઈ ગયા છે, ને બાહ્યચેષ્ટાઓ પણ શાંત થઈ ગઈ છે. અહા! સાધુઓની શાંત દશાની શી વાત!
અંદરની શાંતિની તો શી વાત–દેહમાંથી પણ જાણે ઉપશાંત રસ ટપકતો હોય! એવા શાંત છે. ચૈતન્યના
પ્રદેશે પ્રદેશે નિર્વિકલ્પ સમાધિ તેમને પરિણમી ગઈ છે.....કષાયોના ઝણઝણાટ જેમને દૂર થઈ ગયા છે
ને ચૈતન્યમાં શાંતરસના ફૂવારા છૂટ્યા છે, જેમ મ્હૈસુરના વૃંદાવનબાગમાં પ્રકાશના ઝગમગાટ વચ્ચે
પાણીના રંગબેરંગી ફૂવારા છે, ત્યાંનો દેખાવ કેવો છે! ગોમટગીરીમાં બાહુબલી ભગવાનના દર્શન
કરીને પાછા ફરતાં ત્યાં ગયા હતા. તેમ અહીં અસંખ્ય પ્રદેશી ચૈતન્યબાગમાં જ્ઞાનપ્રકાશના ઝગમગાટ
વચ્ચે અતીન્દ્રિય આનંદના ફૂવારા છૂટયા છે,–એ ચૈતન્યબાગના આનંદની શી વાત!–અજ્ઞાનીઓને તેની
કલ્પના પણ હોતી નથી. મુનિવરોનો આત્મા આવા ચૈતન્યબાગમાં વિશ્રાંત થઈને શાંત રસમાં ઠરી
ગયો છે.
–આવા મુનિવરો મોક્ષના પથિક છે. સમસ્ત સંસારકલેશને નષ્ટ કરીને આનંદ રસમાં ઝૂલતા
ઝૂલતા તેઓ શીઘ્ર મોક્ષપદને પામે છે.
–તેમને નમસ્કાર હો.
શુભ સમાચાર!
જામનગરમાં દિ. જિનમંદિરના શિલાન્યાસનું મુહૂર્ત
કારતક સુદ ૮ ને રવિવાર તા. ૮ ના રોજ સવારે જામનગરમાં શ્રી દિગંબર
જિનમંદિરના શિલાન્યાસનું મુહુર્ત છે. વિશેષ સમાચાર આગામી અંકમાં પ્રસિદ્ધ થશે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર