Atmadharma magazine - Ank 222
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨૨
અહિંસક વીરતા
(બ્ર. હરિલાલ જૈન)
વીરપ્રભુની વીરતા અલૌકિક હતી.....અહિંસક હોવા છતાં તેમાં એવું વીરત્વ
હતું કે જે એક યોગીના જીવનમાં હોય. મોટા મોટા સમ્રાટોનું મસ્તક પણ એ
વીરત્વની પાસે ઝૂકી પડતું. જેની પાસે મોટા મોટા યોદ્ધાઓ પણ હારી જાય–એવા
અંતરંગ શત્રુઓને જીતવા માટેની અહિંસક વીરતાની આ વાત છે.
આત્મસાધના કરતાં કરતાં યોગીનું બળ જ્યારે વૃદ્ધિના શિખરે પહોંચે છે
ત્યારે તેની શાંતિ સુમેરુ જેવી નિશ્ચલ થઈ જાય છે; પછી જગતની મોટામાં મોટી
બાધા પણ શાંતિને વિઘ્ન કરવા સમર્થ નથી. શરીરની તેને ઉપેક્ષા છે,–હવે તો શાંતિ
જ તેનું શરીર છે, નિર્વિકલ્પતા તેની સંપત્તિ છે, વીતરાગતા–નિરપેક્ષતા–મધ્યસ્થતા
તેનું કુટુંબ છે. ચોર–ડાકુ કે વિદેશી રાજા કોઈ તેની શાંતિને કે સંપત્તિને લૂંટવા સમર્થ
નથી. કોઈ મનુષ્યકૃત, દેવકૃત કે પ્રકૃતિકૃત મોટામાં મોટો ઉપસર્ગ પણ તેની શાંતિને
ભેદવા અસમર્થ છે. તે અહિંસક વીરને કોઈ વિદ્વેષી પ્રત્યે નથી દ્વેષ, નથી ઘૃણા, નથી
ક્રોધ, કે નથી તેનો સામનો કરવાની ભાવના. તે યોગીને માટે તો તે કરુણાપાત્ર છે.
આત્મશાંતિને બાધા પહોંચાડનાર તો અંતરના સંસ્કાર છે, તેને તો તે વીરે
કાબુમાં લઈ લીધા છે.....પદે પદે સાવધાન રહીને તે મોક્ષપંથે ચાલી રહ્યો છે. કદાચિત્
રાગ–દ્વેષના સંસ્કાર જરાપણ જાગે તો તે વખતે બાર વૈરાગ્ય ભાવનાઓ લઈને
સર્વશક્તિથી તેની ઉપર તૂટી પડે છે, ને શાંતિમાં વિઘ્ન કરનારા તે સંસ્કારોને
જડમૂળથી નષ્ટ કરી નાખે છે. તે બધું સહન કરી શકે છે પણ શાંતિમાં વિઘ્ન આવવા
દેતો નથી.....આત્માની મધુર શાંતિનો વિરહ કોઈપણ ભોગે તે સહન કરી શકતો નથી.
–આથી તે વીરનું વીરત્વ, તેનું પરાક્રમ તે કામક્રોધના સંસ્કારો ઉપર ચાલે છે
કે જે સંસ્કારોને આધીન આખું જગત પડ્યું છે. આત્મજ્ઞવીર સિવાય સંસારમાં એવો
કયો યોદ્ધો છે કે જે કામક્રોધને જીતી શક્્યો હોય? પોતાને મહાબળવાન અને વીર
યોદ્ધો માનનાર પણ કોઈનો જરાક કડવો શબ્દ કાને પડતાં જ અંદર ઊઠતા ક્રોધને શું
દબાવી શકે છે?–કે કોઈ સુંદર સ્ત્રીદ્વારા ફેંકાયેલા એક તીખા કટાક્ષ બાણને શું તે
સહન કરી શકે છે?–નહીં; તરત જ તે વિહ્વળ થઈ જાય છે.....ક્રોધને આધીન તે
પોતાની જાતને ભૂલી જાય છે, અને કામને આધીન થઈને તે તડકે તડફડતી
માછલીની માફક તરફડવા લાગે છે. બસ, પત્તો લાગી ગયો કે તે કેવડો વીર છે!–
કેવડો મોટો યોદ્ધો છે!! તેનું સર્વ પરાક્રમ, તેની સર્વ વીરતા,–જેનું તેને ઘમંડ હતું તે
કામક્રોધના સંસ્કાર પાસે હવામાં ઊડી જશે....ને તે સંસ્કારો તેની ઠેકડી કરશે કે વાહ,
તારી બહાદુરી! જોઈ તારી વીરતા!! તારી વીરતા!!–જા, બંગડી પહેરીને બેસી જા
ઘરમાં! આ તો તારા ઉપર તદ્રન નજીવું આક્રમણ હતું–એટલામાં જ રોઈ પડ્યો!
પુરુષાર્થહીન! ક્્યાં ગઈ

PDF/HTML Page 22 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૨૧ :
તારી વીરતા!! વીરતા જોવી હોય તો
જુઓ આ સામે ઉભા ભગવાન
મહાવીર!–જેઓ અનેક ઉપસર્ગ–પરિસહ
પડવા છતાં પોતાની આત્મસાધનાથી
ડગ્યા નહિ. ઉપરોક્ત કામ–ક્રોધની નાની
સુની વાતોથી તો શું, પણ જગતની બધી
વિકારી શક્તિઓ એકત્રિત થઈને આવી
જાય તો પણ તેના આત્મતેજને–તેની
આત્મશાંતિને બાધા કરવા શક્તિમાન
નથી. તે વીતરાગી વીરના અંતરમાં ક્રોધ
કે કામની વિહ્વળતા ઉત્પન્ન કરવા કોઈ
સમર્થ નથી,–અહા, એના વીરત્વનો
મહિમા ક્્યાં સુધી ગાઈએ? એ જ છે
સાચી વીરતા! એ જ છે મહાવીરની
અહિંસા.
* * * * * *
વિદ્યાર્થી માટેનો શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષ મુજબ ગ્રીષ્મ વેકેશનમાં વિદ્યાર્થીઓ માટેનો
જૈન શિક્ષણ વર્ગ વૈશાખ સુદ ૯ ને રવિવાર તા. ૧૩–પ–૬૨થી શરૂ થશે,
અને જેઠ સુદ એકમને રવિવાર તા. ૩–૬–૬૨ સુધી ચાલશે. શિક્ષણ વર્ગમાં
આવનાર વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી
થશે. શિક્ષણ વર્ગમાં આવવા ઈચ્છનારે પોતાનું નામ “શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ” ને જણાવી દેવું.
* * * * * *
વૈરાગ્ય સમાચાર
મુંબઈ મુકામે (રાજકોટવાળા) શ્રી બેચરભાઈ કાળીદાસ જસાણી
તા. ૨૮–૩–૬૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ઘણા વરસોથી પૂ.
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો, સોનગઢમાં પ્રથમ જિનમંદિર બંધાવી
આપવામાં તેમનો તન–મન–ધનથી પુરેપુરો ફાળો છે. તેમનો તથા આખા
જસાણી કુટુંબનો સોનગઢની સંસ્થામાં મહત્ત્વનો ફાળો છે જ. તેઓશ્રી
પૂજ્ય ગુરુદેવના દર્શન તથા વાણીનો લાભ લેવા વારંવાર આવતા હતા.
તેમના કુટુંબીવર્ગ પ્રત્યે અમો શમવેદના પ્રગટ કરીએ છીએ. તેમનો આત્મા
દેવ–ગુરુ–ધર્મની ઉપાસનામાં આગળ વધી તેમના આત્માનું હિત સાધે
એવી જિનેન્દ્ર ભગવાન પાસે ભાવના ભાવીએ છીએ.

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૨
સુવર્ણપુરી
સમાચાર
માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ તથા જૈન અતિથિ સેવા
સમિતિના પ્રમુખ તરીકે ઘણાં વર્ષથી અથાકપણે સેવા આપી રહ્યાં છે.
તેઓશ્રી પરમકૃપાળુ ગુરુદેવશ્રીની જમણી આંખના સફળ ઓપરેશન થઈ ગયાં બાદ પોતાની
તબિયતને કારણે મુંબઈ ગયાં હતાં ત્યાં તેઓશ્રીના બે સફળ ઓપરેશન થયાં ત્યારે તેઓશ્રીના ઓપરેશનની
સફળતા તથા ઘણું લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવે એવી મતલબના અનેક ધર્મપ્રેમી બંધુઓ તરફથી
સંખ્યાબંધ શુભેચ્છાના તાર સંદેશા મળ્‌યાં હતાં.
પૂજ્ય ગુરુદેવશ્રીની આંખના મોતીયાના ઓપરેશન બાદ મહા વદી ૧૪ના પ્રથમ મંગળ પ્રવચનના
દિવસે શ્રી રામજીભાઈ પોતાની તબીયત સામાન્ય હોવા છતાં કલકત્તાથી પધારતા હોવાથી મંડળના સઘળા
ભાઈ બહેનો તરફથી ઘણાં જ ઉમળકાપૂર્વક તેઓશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓશ્રીની ઉંમર અત્યારે લગભગ એંસી વર્ષની હોવા છતાં પણ સત્ધર્મ પ્રભાવના માટેની તેમની
કાર્યશક્તિ ઘણી અજબ અને અજોડ છે. સં. ૨૦૦૨થી પોતાનો વકીલાતનો ધંધો બંધ કરીને નિવૃત્તિ લઈને
તેમનો બધો વખત પૂજ્ય ગુરુદેવશ્રીની શીતળ છાયામાં રહીને શાસન પ્રભાવનાના મહાન કાર્યમાં ભગીરથ
પ્રયત્નપૂર્વક નિર્ગમન કરી રહ્યાં છે. તેમણે આત્મધર્મ માસિકના સંપાદક તરીકે અઢાર વર્ષ અવિરતપણે સેવા
આપી કાર્ય કર્યું છે. સત્ધર્મ પ્રચાર કરવા માટે તેઓશ્રીએ જે પરિશ્રમ લીધો છે તેના પરિણામે આજે
“આત્મધર્મ” નો ઘણો જ વિસ્તૃતપણે દેશભરમાં પ્રચાર થયો છે ને એના દ્વારા હજારો મનુષ્યો તત્ત્વજ્ઞાનનો
લાભ લઈ રહ્યાં છે. જેથી જૈન પત્રોમાં આત્મધર્મનું સ્થાન અત્યારે સૌથી અગ્રસ્થાને છે. આ ઉપરાંત
તેઓશ્રીએ મોક્ષશાસ્ત્ર ઉપર ગુજરાતી ટીકા તથા બીજા અનેક મહત્ત્વના ગ્રંથો લખીને શાસનની ઉન્નતિના
કાર્યમાં મહત્ત્વનો ફાળો આપેલ છે.
તેમનામાં તત્ત્વના સૂક્ષ્મ ન્યાયો ઝીલવાની શક્તિ, તીવ્ર સ્મરણશક્તિ, વિશાળબુદ્ધિ અને
અતિસરળપણે જૈનદર્શનનું રહસ્ય પ્રગટ કરવાની લેખનશક્તિ તથા સંકલનશક્તિ તેમજ અહીંની બધી સંસ્થા
પ્રત્યેની તીવ્ર લાગણી અને વ્યવસ્થાશક્તિ એ વગેરેની પ્રશંસા પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પણ અનેકવાર
મુમુક્ષુઓએ સાંભળી છે.
શાસન ઉન્નતિના અનેકવિધ કાર્યો કરવા માટે મુરબ્બી શ્રી રામજીભાઈ ઘણું લાંબુ આયુષ્ય ભોગવો
એમ ઈચ્છીએ છીએ.
જગજીવન બાવચંદ દોશી
રાજકોટ તરફ વિહાર
રાજકોટમાં જિનમંદિરની બાજુમાં નવા બંધાયેલ સ્વાધ્યાય હોલના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે પૂ.
ગુરુદેવ રાજકોટ પધારવાના છે. હાલના કાર્યક્રમ મુજબ ચૈત્ર વદ દસમ (તા. ૨૯–૪–૬૨) થી વૈશાખ સુદ
પાંચમ (તા. ૭–પ–૬૨) સુધી રાજકોટનો પ્રોગ્રામ વિચારવામાં આવ્યો છે;–ને વૈશાખ સુદ છઠ્ઠ સોનગઢ પુન:
પધારશે. વૈશાખ સુદ બીજનો ગુરુદેવનો ૭૩મો જન્મોત્સવ રાજકોટમાં ઉજવાશે.

PDF/HTML Page 24 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૨૩
:
ધન્ય ભાગ્ય અમારે આંગણે પધાર્યા માનસ્તંભ ભગવાન....
વધાવું આજ...હીરલે થાળ ભરિ ભગવાન....
સુવર્ણપુરીમાં આજ પધારી ન્યાલ કર્યા ભગવાન....
તુમ ચરણે પ્રભુ નિશદિન રહી કરીએ આત્મકલ્યાણ
વધાવું આજ હીરલે થાળ ભરી ભગવાન

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
મહામસ્તકાભિષેક
ભારતની આશ્ચર્યકારી
જૈનવિભૂતિ એવા શ્રવણબેલગોલાના
બાહુબલી ભગવાનના મહા મસ્તક
અભિષેકનું આ દ્રશ્ય છે. લગભગ દ૨
બાર વર્ષે આવો મહાભિષેક થાય છે
તેમાંથી ઈ. સ. ૧૯૨પના (આજથી ૩૭
વર્ષ પહેલાંના) મહાઅભિષેકનું આ
દ્રશ્ય છે. આ બાહુબલી ભગવાનની
અને સોનગઢના માનસ્તંભની
ઊંચાઈમાં બહુ ઝાઝી ફરક નથી.
માનસ્તંભનો
મહાભિષેક
સૌરાષ્ટ્રની આશ્ચર્યકારી
જૈનવિભૂતિ એવા સોનગઢના
માનસ્તંભનું મંચ સહિત આ દ્રશ્ય
છે. ઈ. સ. ૧૯પ૩માં મહાન
પ્રતિષ્ઠા મહોત્સવ બાદ, દશમા વર્ષે
આ મહાઅભિષેક થઈ રહ્યો છે.
(માનસ્તંભ મહોત્સવના મધુર
સંસ્મરણો માટે અંદર જુઓ)




–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.