Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨૪
પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
જન્મજયંતિ મહોત્સવ
રાજકોટ (સૌરાષ્ટ્ર) માં દિ. જૈન સંઘ દ્વારા પૂ. ગુરુદેવની જન્મજયંતિ ઉત્સવ માટે
તથા જૈન સ્વાધ્યાય મંદિર (પ્રવચન હોલ) ના ઉદ્ઘાટન માટે સોનગઢ દિ. જૈન સંઘ સહિત
પૂ. ગુરુદેવને આમંત્રણ હતું. પૂ. ગુરુદેવ તા. ૨૯–૪–૬૨ના રાજકોટ પધાર્યા. નગરની
સજાવટ કરી, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, બહારગામ આમંત્રણ પત્રિકા મોકલવામાં
આવી હતી. આથી મહેમાનોની સંખ્યા લગભગ ૬૦૦ સુધીની હતી. તા ૨૯ એપ્રિલ શ્રી
મોહનલાલ કાનજી ઘીયા પ્રવચનહોલનું ઉદ્ઘાટન થયું એમાં શ્રી સમયસારજી તથા શ્રી
પ્રવચનસારજી (બે મહાન શાસ્ત્રો) નું પૂ. ગુરુદેવના શુભ હસ્તે સ્થાપના થયું.
મંગલાચરણ સહિત ઉત્સાહપૂર્વક પ્રવચન થયું. નવ (૯) દિવસ સુધી બે વખત પ્રવચન,
રાત્રિ ચર્ચા, જિનેન્દ્ર પૂજન અને ભક્તિનો સુંદર કાર્યક્રમ હતો. રાત્રે થતી ચર્ચામાં એટલો
આનંદ આવતો હતો કે એક કલાક ક્્યાં પસાર થઈ જતો હતો તે પણ માલૂમ પડતું ન હતું.
તા. ૪–પ–૬૨ ના દિવસે વેદી સહિત ગંધકૂટીવાળા નવા રથમાં ભગવાનને
બિરાજમાન કરી ભક્તોદ્વારા નૃત્યગાન, ભક્તિની ધુન અને અનેક શોભા સહિત વિશાળ
જનસમુદાયદ્વારા જિનેન્દ્ર રથયાત્રા કાઢવામાં આવી જે બહુ આકર્ષક હતી.
તા. પ–પ–૬૨ ના દિને પૂજ્ય કાનજીસ્વામીની ૭૩મી જન્મજયંતિનો મહોત્સવ
ઊજવવામાં આવ્યો. આ અવસર ઉપર બહારગામથી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ આવ્યા
હતા. સવારમાં પ્રભાતફેરી, જિનેન્દ્ર પૂજન, ત્યાર બાદ પ્રવચન થયું હતું. પંડિત શ્રી
પ્રકાશચંદ્રજી સંપાદક સન્મતિ સંદેશ–દિલ્હી જેઓએ પૂજ્ય કાનજીસ્વામી જન્મજયંતિ વિશેષ
અંક, લગભગ પૃષ્ઠ ૧૦૦ નો પ્રકાશિત કર્યો છે. જેમાં ભારતના ખાસ વિદ્વાનો, કવિઓ
તથા લેખકોદ્વારા પૂ. ગુરુદેવનો પરિચય તથા અભિનંદન આપવામાં આવેલ છે. તથા પૂ.
સ્વામીજીના જીવનનો પરિચય આપવામાં આવેલ છે. વળી તેમાં કેટલાક લેખ ખાસ
મહત્ત્વપૂર્ણ છે. આ અંક પંડિત શ્રી પ્રકાશચંદજી દિલ્હી દ્વારા પૂજ્ય ગુરુદેવ તથા પ્રમુખશ્રી
રામજીભાઈ આદિને ભેટ સ્વરૂપ આપવામાં આવ્યા, ત્યાર પછી વિદ્વાન વક્તાઓ દ્વારા પૂ.
ગુરુદેવ પ્રતિ ઉપકાર પ્રકાર્શિત કરવામાં આવ્યો, પરમ ઉપકારી ગુરુદેવ દ્વારા જે મહાન ધર્મ
પ્રભાવના થઈ રહી છે એનું વિવેચન કર્યું હતું તથા તેમના ખૂબ ખૂબ ગુણાનુવાદ ગાયા.
શ્રી નવનીતભાઈ ઝવેરી (મુંબઈ) જેઓ ખાસ મુંબઈથી આ પ્રસંગમાં ભાગ
લેવાને અહીં આવ્યા હતા. તેઓએ સમયસાર (हिन्दी द्वितीय आवृत्ति) જે દિ. જૈન
મુમુક્ષુમંડલ (મુંબઈ) તરફથી પ્રકાશિત થયું છે તે શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવને અર્પણ કર્યું અને
ઉત્સાહપ્રેરક સુંદર વર્ણન કરી કહ્યું કે પૂજ્ય ગુરુદેવની ૭૨મી જન્મજયંતિ મુંબઈમાં
ઊજવવામાં આવી હતી ત્યારે જે રકમ એકત્રિત થઈ હતી એમાંથી સમયસાર આદિ
છપાવીને બહુજ ઓછી કિંમતે પ્રચાર અર્થે દેવાનો નિર્ણય થયો હતો. તેના ફલસ્વરૂપે
સમયસારજી શાસ્ત્ર આ. ૭૩મી જન્મજયંતિ પર છપાઈ ગયેલ છે. તેઓએ ૭૩×૧૧=૮૦૩
રૂપિયા જ્ઞાનમાં દીધા. આ જયંતિ નિમિત્તે સોનગઢ સંસ્થાને જેટલા રૂપિયા મળ્‌યા છે તે,
શાસ્ત્રનું મૂલ્ય ઘટાડવામાં વાપરવામાં આવશે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૨૧ :
રાત્રે જૈન બાળકો દ્વારા નાટકનો કાર્યક્રમ થયો, તેમાં ભરતનો વૈરાગ્ય તથા શ્રી રામચંદ્રજી
અને એમના પિતા શ્રી દસરથ તથા શ્રેષ્ઠી, શાસ્ત્રી વગેરે દ્વારા વગેરે તત્ત્વચર્ચા અને સુંદર સંવાદ
થયો.
પૂજ્ય ગુરુદેવનાં પ્રવચન તથા રાત્રિ ચર્ચા અત્યંત આકર્ષક હોવાથી રાજકોટના જૈન અને
જૈનેતર ભાઈઓ ભક્તિથી વારંવાર ગદ્ગદ્ થઈને પૂજ્ય ગુરુદેવને ફરીથી રાજકોટ પધારવાની
પ્રાર્થના કરતા હતા. આ પ્રકારે રાજકોટનો દસ દિવસનો કાર્યક્રમ અનેક વિશેષતાઓને લીધે
આનંદમય રહ્યો હતો.
સોનગઢ (સુવર્ણપુરી) ના ખાસ સમાચાર
તા. ૧૩–પ–૬૨ થી જૈન દર્શન શિક્ષણ વર્ગ શરૂ થયો, છે. પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં
છઢાળા, દ્રવ્ય સંગ્રહ, બાળપોથી વગેરેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ઉત્તર ભારતના
વિદ્યાર્થીઓની સંખ્યા વધારે પ્રમાણમાં હતી. દિલ્હી, ગુના, ઉદયપુર, ખંડવા, સનાવદ, ઈન્દોર,
દમોહ, કુરાવડ, સાગર આદિ ઘણાં ગામોથી વિદ્યાર્થીઓ આવ્યા હતા.
વૈશાખ વદ ૬ તા. ૨પ–પ–૬૨ના રોજ સમવસરણ મંદિરની પ્રતિષ્ઠાનો ૨૧ મો વાર્ષિક
મહોત્સવ હતો. મોટી રથયાત્રા, ભક્તિ, જિનેન્દ્ર પૂજન વગેરે કાર્યક્રમ દ્વારા વિશેષરૂપથી ઉત્સાહ
પૂર્વક આ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
જૈન સ્વાધ્યાય મંદિરની વરસગાંઠનો ઉત્સવ
તા. ૨૭–૬–૬૨ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર તથા શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપનાનો
પચીસમો વાર્ષિક ઉત્સવ ઊજવાયો તેમાં શાસ્ત્રને પાલખીમાં બીરાજમાન કરી, વરઘોડારૂપે, બેંડ–
વાજિંત્ર, ભક્તિની ધૂન સહિત ગામમાં ફેરવીને સ્વાધ્યાય મંદિરમાં આવીને શાસ્ત્રની ભક્તિ તથા
પૂજા કરી, બપોરના પ્રવચન પછી શાસ્ત્રભક્તિનો કાર્યક્રમ સ્વાધ્યાય મંદિરમાં જ હતો.
શ્રુત પંચમી ઉત્સવ
હર સાલ મુજબ જેઠ સુદ પાંચમના રોજ ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાયો તેમાં ષટ્ખંડાગમના
શ્રી ધવલશાસ્ત્ર ૧૬, શાસ્ત્રોનું પૂજન, શાસ્ત્રો પાલખીમાં બીરાજમાન કરી વરઘોડો તથા
સ્વાધ્યાય મંદિરમાં તેમની શોભા કરી ધરસેનાચાર્યના તે વખતના પવિત્ર પ્રસંગનું વર્ણન કરી
પૂ૦ સ્વામીજીએ પ્રવચનમાં શ્રી ધરસેનાદિ આચાર્યોના ગુણાનુવાદ કરી ખુબ ભક્તિભાવ બતાવ્યો
હતો.
બે શહેરમાં જિનમંદિર ખાતમુહુર્ત (શિલાન્યાસ) ઉત્સવ
(૧) જોરાવરનગર (સૌરાષ્ટ્ર) તા ૧૬–પ–૬૨ વૈશાખ સુદ, ૧૨ પરમપૂજ્ય શ્રી
ગુરુદેવના પરમ પ્રતાપે શ્રી દિગમ્બર જિનમંદિરનો શિલાન્યાસ શ્રી પોપટલાલ મોહનલાલ તથા
તેમના ધર્મપત્ની સૌ. રંભાબેનના શુભહસ્તે થયો. મુંબઈ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વઢવાણ,
રાજકોટ, પોરબંદર, લીંબડી, વીંછીયા, થાન, વાંકાનેર, બોટાદ વગેરે ગામેથી લગભગ ૩૦૦
મહેમાનો આવ્યા હતા.
સવારે જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા, પૂજન પછી વિધિસહિત શિલાન્યાસ કરવામાં
આવ્યો. શ્રી હિંમતલાલ ઝોબાળિયાએ આ શુભ પ્રસંગ ઉપર ઉચિત મંગળપ્રવચન તથા બપોરે
જાહેર

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૪
પ્રવચન કરેલ. શ્રી અમુલખભાઈ લાલચંદ, શ્રી ચીમનલાલભાઈ, શ્રી અનુપચંદભાઈ
તથા શ્રી પોપટભાઈએ પૂજ્ય ગુરુદેવદ્વારા થતી મહાન ધર્મ પ્રભાવનાનું વર્ણન કરી
ગુણગ્રામ ગાયા અને આ ઉત્સવમાં આવેલ બધાનો આભાર માન્યો.
આ શુભ પ્રસંગે પ૦૦૧) સૌ. રંભાબેન પોપટલાલ વોરા તથા તેમના કુટુંબ
તરફથી, પ૦૦૧, શેઠ અમુલખ લાલચંદ તથા તેમના કુટુંબી તરફથી, ૨૦૦૧, શ્રી
હિંમતલાલ ધનજી–હા, ચીમનભાઈ, ૨૦૦૧, શ્રી છગનલાલ દયાળજી ઉદાણી તથા
તેમના કુટુંબ તરફથી હા–અનુપચંદભાઈ, ૨૦૦૧, શ્રી સવિતાબેન મોહનલાલ ગાંધી,
૧૦૦૧, શ્રી નવનીતલાલ સી. ઝવેરી પ૦૧) શ્રી કસ્તુરચંદ પ્રાણજીવન દોઢીવાળા,
પ૦૧) શ્રી લક્ષ્મીચંદ નીમચંદ મુળીવાળા તથા શ્રી ગીરધરલાલ પ્રાણજીવન, ડો.
હરજીવનદાસ, વઢવાણ મુમુક્ષુ મંડળ, સુરેન્દ્રનગર મુ૦ મંડળ, શ્રી તલકશી માણેકચંદ
દોશી, શ્રી મણિબહેન દોશી એ દરેકના ૨પ૧, શ્રી મથુરભાઈ ગોવાવાળાના ૨૦૧, શ્રી
ખીમચંદભાઈ જે. શેઠ ૧પ૧, લીંબડી–મુંબઈ મુમુક્ષુ મંડળ, કાન્તિલાલ પ્રેમચંદ દોશી
મોરબી, શ્રી ચંદુલાલ શીવલાલ વગેરે અનેક ભાઈઓએ પોતાનો ફાળો નોંધાવ્યો.
કુલ રકમ રૂા. ૨૩૩૨૩) જોરાવરનગર જિનમંદિર ખાતે આવી છે. મુખ્ય વ્યવસ્થાપક
તથા પ્રમુખ શ્રી અમુલખ લાલચંદ છે. સહુને ધન્યવાદ.
(૨) શ્રી દહેગામ (અમદાવાદ) માં જિનમંદિર શિલાન્યાસ
ઉત્સવ.
પરમ પૂ. ગુરુદેવશ્રીના પરમ પ્રતાપે વૈશાખ સુ. ૧૨ના શુભ દિને ભગવાન શ્રી
મહાવીર સ્વામી દિગમ્બર જિનમંદિરનો શિલાન્યાસ મંગળવિધિ સહિત શ્રી ખીમચંદભાઈ
જેઠાલાલ શેઠ (સોનગઢ) શુભહસ્તે કરવામાં આવ્યો. સવારે જિનેન્દ્ર રથયાત્રા, પૂજન
બાદ મુંબઈથી ખાસ આવેલ શ્રી ચીમનલાલ ભાઈએ તેની વિધી કરાવી.
મુંબઈથી ખાસ ઉત્સાહપૂર્વક પ્રમુખ શ્રી મણિભાઈ તથા શ્રી નવનીતભાઈ સી.
ઝવેરી વગેરે, આવેલ હતા. ઉપરાંત પોરબંદર, મોરબી, વાંકાનેર, સોનગઢ,
અમદાવાદ, તલોદ, ફતેપુર, રખિયાલ વગેરે શહેરમાંથી આવેલ અનેક મુમુક્ષુ
ભાઈઓએ અતિ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શિલાન્યાસ વિધિ પૂર્ણ થયા પછી બધા મહેમાનો તથા ગામના પ્રતિષ્ઠિત
આગેવાન ભાઈ બહેનો ઘણી સંખ્યામાં હાજર હતા.
સભામાં શ્રી ખીમચંદભાઈની ઓળખ વિધિ થયા બાદ શ્રી ખીમચંદભાઈએ
પ્રાસંગિક પ્રવચન કરીને પોતાને આવો અવસર પ્રાપ્ત થયો તેની ખુશાલીમાં
જિનમંદિર ફાળામાં રૂા. ૭પ૦૧) નોંધાવ્યા, શ્રી નવનીતભાઈએ ૧પ૦૧) તથા બીજા
જૈન ભાઈઓ ઉપરાંત જૈનેતર ભાઈઓએ પણ બહુ પ્રેમવશ જિનમંદિર ખાતે
પોતાનો ફાળો આપ્યો.
સર્વભાઈઓને શ્રી ખીમચંદભાઈનું જૈન ધર્મનું રહસ્ય બતાવતું પ્રવચન
સાંભળી જૈનધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ થયો. કુલ રકમ રૂા. ૪પ૦૦૦, ઉપરાંત થયેલ છે જે
અતિ ઉત્સાહથી ફાળામાં નોંધાવેલ છે. તે બદલ સહુને ધન્યવાદ. દાતાના નામની
સંખ્યા ૧૧૪ છે, તેમાં ૧પ૦૦૧, શાહ કેશવલાલ ગુલાબચંદ તથા તેમના કુંટુંબીજનો,
૭પ૦૧) શાહ ભીખાલાલ મગનલાલ તથા તેમના કુટુંબીજનો, ૭પ૦૧) શેઠ
ખીમચંદ જેઠાલાલ તથા તેમના કુટુંબનીજનો (સોનગઢ), ૧પ૦૧) શ્રી

PDF/HTML Page 24 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૨૩ :
નવનીતભાઈ સી. ઝવેરી (મુંબઈ), ૧૦૦૧) શ્રી ડાહ્યાભાઈ સોમચંદ
(દહેગામ) ૧૦૦૧) શ્રી બાબા ભાઈ હેમચંદ (દહેગામ, પ૦૧)
અમદાવાદ મુમુક્ષુ મંડળ પ૦૧), શ્રી શાન્તાબહેન તથા ચંપાબહેન
જીવણલાલ દહેગામ ૩૦૧), ભીખાલાલ અંબાલાલ દહેગામ, ૨પ૧)
નાથાલાલ એન્ડ કાું મુંબઈ, શ્રી બાબુલાલ ચુનીલાલ ફત્તેપુર, શ્રી
માણેકલાલ રામચંદ ફત્તેપુર, શ્રી છોટાલાલ કેશવલાલ તલોદ, શ્રી
કોદરલાલ તલોદ, શ્રી ચીમનલાલ સાણોદા, શ્રી તારાચંદ કાન્તિલાલ
તલોદ, શ્રી મંગળદાસ જીવરાજ તલોદ, વકીલ કોદરદાસ કાળીદાસ
દહેગામ, દરેકના રૂા. ૨પ૧) શ્રી મણીલાલ ઈશ્વર દહેગામ શ્રી
કાળીદાસ વી. તલોદ, શ્રી ફતેચંદ મોતીચંદ દહેગામ એ દરેકના રૂા.
૨૦૧), મુંબઈ મુમુક્ષુ મંડળ, શ્રી જીવરાજ જે. ચૌધરી વાસણા, શ્રી
મધુકાન્તા બાબુભાઈ દહેગામ, શ્રી શુકનરાજ અમદાવાદ દરેકના રૂા.
૧પ૧), રૂા. ૧૦૧)વાળા ૪૮ નામ છે, આ ઉપરાંત અનેક
ભાઈઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. આ માટે સૌને ધન્યવાદ.
સ્થળ સંકોચથી સૌનાં નામો અપાયા નથી.
બ્ર. ગુલાબચંદ જૈન.
જૈન દર્શન શિક્ષણવર્ગ
આ સાલ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે તા. પ–૮–૬૨
રવિવાર થી તા. ૨૪–૮–૬૨ શુક્રવાર સુધી જૈન દર્શન શિક્ષણ વર્ગ
ચાલશે. તેનો લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને સત્પુરુષ શ્રી
કાનજીસ્વામી દ્વારા દિ. જૈનધર્મના મૂળ સિદ્ધાંતોનાં રહસ્યમય
પ્રવચનોનો પણ લાભ મળશે. આવનાર જિજ્ઞાસુઓને રહેવા–
જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. આવવાની ભાવના હોય
તેમણે અગાઉથી લખી જણાવવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
“ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે, અને દુઃખની
નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે એવા રાગ, દ્વેષ અને
અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે
રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે
ભૂતકાળમાં થઈ શકતી નથી, વર્તમાનકાળમાં થતી નથી.
ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી એમ સર્વ જ્ઞાની પુરુષોને
ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજનરૂપ છે. તેનો
સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ કથિત વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું
વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય–
સર્વથા દુઃખથી મુક્તપણું જેને પામવું હોય–તેને એજ માર્ગ
આરાધ્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી, માટે જીવે સર્વ
પ્રકારના મત મતાંતરનો, કુળ ધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો
ઉદાસભાવ ભજી, એક આત્મવિચાર–કર્તવ્યરૂપ ભજવો યોગ્ય છે.
–શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
સૂ............ચિ.............પ...........ત્ર
શ્રી સમયસારજી ૬–૦૦ ૩૬ શ્રી આત્મસિદ્ધિ ગુટકો ૦–પ૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૨–૦૦ ૩૭ શ્રી સમયસાર ગુટકો ૦–૭પ
શ્રી મોક્ષશાસ્ત્રજી ૩–પ૦ ૩૮ શ્રી પ્રવચનસાર ગુટકો ૦–૩૧
૪ શ્રીમદ્ રાજચંદ્રજીકૃત અપૂર્વ ૦–પ૦ ૩૯ શ્રી નિયમસાર પદ્યાનુવાદ ૦–૩૧
અવસર કાવ્યના પ્રવચનો ૪૦ શ્રી પંચાસ્તિકાય પદ્યાનુવાદ ૦–૩૧
તથા શ્રી કુંદકુન્દાચાર્ય ૪૧ શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૩૧
દ્વાદશાનું પ્રેક્ષા વગેરે ૪૨ શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૩૧
શ્રી નિયમસારજી ૩–પ૦ ૪૩ શ્રી સમવસરણ સ્તુતિ ૦–૨પ
શ્રી પંચાધ્યાય ભા–૧ ૩–૦૦ ૪૪ શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૨પ
શ્રી પંચાધ્યાય ભા–૨ ૩–૦૦ ૪પ શ્રી સામાયિક પાઠ ૦–૨પ
શ્રી પંચાસ્તિકાય ૩–૦૦ ૪૬ શ્રી સમ્યગ્જ્ઞાનદીપિકા છપાય છે ૦–૭પ
શ્રી સમયસાર પ્રવચન ભા–૧ છપાય છે. ૪૭ શ્રી બાળપોથી ૦–૨પ
૧૦ શ્રી સમયસાર પ્રચવન ભા–૨ ૧–પ૦ ૪૮ શ્રી યોગસાર ઉપાદાન ૦–૧પ
૧૧ શ્રી સમયસાર પ્રવચન ભા–૩ ૩–૦૦ ૪૯ શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૧૩
૧૨ શ્રી સમયસાર પ્રવચન ભા–૪ ૩–૦૦ પ૦ શ્રી સિદ્ધાંતપ્રવેશિકા ભા–૧ ૦–૧૬
૧૩ શ્રી સમયસાર પ્રવચન ભા–પ ૩–૦૦ પ૧ શ્રી આલોચના (મોટા અક્ષરમાં) ૦–૧૩
૧૪ શ્રી જિનેન્દ્રસ્તવનમંજરી છપાય છે પ૨ શ્રી આત્મધર્મ લવાજમ ૪–૦૦
૧પ શ્રી પ્રશ્નોત્તરમાળા પાકું પુંઠું ૧–૧૨ પ૩ શ્રી આત્મ સિદ્ધિ ૩–૭પ
૧૬ શ્રી નિયમસાર પ્રવચન ભા–૧ ૧–પ૦ પ૪ શ્રી સન્મતી સંદેશ ૧–૦૦
૧૭ શ્રી નિયમસાર પ્રવચન ભા–૨ ૧–૬૩ પપ શ્રી પંચકલ્યાણક પ્રવચનો ૨–૨પ
૧૮ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૧ ૦–૭પ પ૬ શ્રી લઘુ જીનેન્દ્ર પૂજા ૦–૧૩
૧૯ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૨ ૧–૬૩ નવા પ્રકાશનો મૂલ્ય
૨૦ શ્રી પ્રશ્નોત્તરમાળા કાચું પુઠું ૧–૧૨ મોક્ષમાર્ગ પ્રકાશક ૨–૦૦
૨૧ શ્રી ધર્મની ક્રિયા ૧–પ૦ જિનેન્દ્ર પૂજાસંગ્રહ પૃ. પ૦૦, ૨–૨પ
૨૨ શ્રી ભેદવિજ્ઞાનસાર ૧–૨પ પ્રશ્નોતરમાળા બીજી આવૃત્તિ ૧–૧૨
૨૩ શ્રી સમ્ય્કદર્શન ભાગ ૧ ૧–૨પ જૈન તત્ત્વમીમાંસા હિન્દી ૦–૭પ
૨૪ શ્રી ” ભાગ ૨ ૧–૦૦ જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦
૨પ શ્રી મૂળમાં ભૂલ ૧–૦૦
૨૬ શ્રી. અનુભવ પ્રકાસત, સતાસ્વરૂપ ૧–૦૦
૨૭ શ્રી છહઢાળા ૦–૮૦ ૮
પ્રવચનસારજી મહાન શાસ્ત્ર સંસ્કૃતમાં
બે ટીકા સહિત ગુજરાતી અનુવાદ છપાય છે
આત્મપ્રસિદ્ધિ (સમયસારજીમાંથી ૪૭ શક્તિોઓ
૨૮ શ્રી ચિદ્દવિલાસ ૦–૭પ
૨૯ શ્રી જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦
૩૦ શ્રી દસલક્ષણ ધર્મ ૦–૬૦
૩૧ શ્રી મુક્તિનો માર્ગ ૦–૭પ
૩૨ શ્રી દ્રવ્યસંગ્રહ નવું વિસ્તારથી ૦–૮૩
૩૩ શ્રી જિનેન્દ્ર પૂજાપલ્લવ ૦–પ૦
૩૪ શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ ૦–પ૦
૩પ શ્રી લઘુ જૈન સિદ્ધાંતપ્રવેશિકા ૦–૩પ
ઉપર પૂ. કાનજીસ્વામીના વિસ્તારથી પ્રવચનો
૩–૭પ
પોસ્ટેજ વગેરે અલગ
પ્રાપ્તિસ્થાન
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર