Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 27
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૬
*ધર્મીનો આત્મતરફ વળેલો ભાવ પણ જો કર્મબંધનું નિમિત્ત થયા કરે તો તો કર્મ છૂટે ક્્યારે? ને
આત્મા આત્મારૂપ થાય ક્્યારે? સ્વભાવ તરફ વળતાં કર્મનું નિમિત્તપણું છૂટી જાય છે.
આત્માનો સ્વભાવ એવો નથી કે કર્મનો નિમિત્ત થાય. જો સ્વભાવથી આત્મા કર્મનો નિમિત્ત હોય તો
તો જગતમાં જ્યાં જ્યાં કર્મ વગેરે કે ઘડો–વસ્ત્ર–રથ–કુંડળ વગેરે કાર્ય થાય ત્યાં ત્યાં તેની સન્મુખ રહેવું પડે,
એટલે સ્વસન્મુખ થવાનો અવસર જ રહે નહિ. પરના કાર્યમાં નિમિત્તપણે ઉપસ્થિત થયા કરે એટલે પર
સન્મુખ જ રહ્યા કરે ને સ્વસન્મુખતા તો થાય જ નહિ, પરપ્રકાશપણું જ એકાંત રહ્યા કરે ને સ્વપ્રકાશન તો
થાય નહિ, એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ. માટે સ્વભાવથી આત્મા પરના કાર્યનો નિમિત્ત છે એવી જેની દ્રષ્ટિ
છે તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાત્વભાવે વિકારનો કર્તા થઈને તે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે; પણ તે
મિથ્યાત્વભાવને ‘આત્મા’ કહેતા નથી. જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા તે જ ખરેખર આત્મા છે, ને તે
આત્મા કર્મબંધનનો કે પરનાં કાર્યનો નિમિત્ત કર્તા પણ નથી.
મારો આત્મા નિમિત્તથી તો પરનો–કર્મનો કર્તા છે ને?–આવી જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિ વિકાર
ઉપર છે, તેની દ્રષ્ટિ આત્માના સ્વભાવ ઉપર નથી. તેને તો હજી વિકાર કરવો છે ને કર્મનું નિમિત્ત થવું
છે, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાતાપણે નથી રહેવું. અજ્ઞાની પરનો નિમિત્ત થવા જાય છે તેમાં
સ્વસન્મુખજ્ઞાનને ચૂકી જાય છે ને વિકારના કર્તૃત્વમાં અટકી જાય છે. જ્ઞાની તો “મારો આત્મા
નિમિત્તપણે પણ પરનો કર્તા નથી” એમ જાણીને ઉપયોગને પરથી પાછો વાળી સ્વભાવમાં જ ઉપયોગને
વાળે છે એ રીતે સ્વભાવ તરફ વળેલો સ્વ–પરપ્રકાશક ઉપયોગ પોતે તો પરના કાર્યનો નિમિત્તકર્તા
નથી થતો, પરંતુ ઉલટું પરજ્ઞેયોને જ્ઞાતાપણે જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
જુઓ તો ખરા, દ્રષ્ટિ બદલી ત્યાં બધું બદલી ગયું, પહેલાં પોતે અજ્ઞાનભાવે પરનો નિમિત્ત થતો,
તેને બદલે હવે પરને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. સ્વ–પરપ્રકાશક સામર્થ્ય વડે પરને જ્ઞેયપણે
જ જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
*કુંભાર ઘડાનો તન્મયપણે તો કર્તા નથી; પણ નિમિત્તપણે તો કર્તા છે ને?–એના ઉત્તરમાં ત્રણ વાત
છે.
*તેનો ત્રિકાળી આત્મા તો ઘડાનો નિમિત્તપણે પણ કર્તા નથી. હવે પર્યાયમાં બે પ્રકાર.
* જો ત્યાં કુંભારનો આત્મા સમ્યગ્દ્રષ્ટિ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ પરિણતિ તો ચૈતન્ય સાથે જ
અભેદ થઈ છે તેથી તેની પર્યાય પણ ઘડાની નિમિત્તકર્તા નથી. યોગ અને કષાયભાવો તો સ્વભાવથી
ભિન્નપણે હોવાથી તે કાળે જ્ઞાની તેનો અકર્તા છે.
* અને તે કુંભાર જો મિથ્યાદ્રષ્ટિ હોય તો તે અજ્ઞાનભાવે યોગ અને કષાયનો કર્તા થાય છે (યોગ
અને ઉપયોગ એમ કહ્યું છે તેમાં ઉપયોગ તે કષાયરૂપ વ્યાપાર છે), એવા યોગ અને ઉપયોગ તે કર્મ વગેરેના
(નિમિત્ત છે. પણ એ નિમિત્તપણાનું કર્તૃત્વ તો અજ્ઞાનભાવમાં છે, ને તે અજ્ઞાનભાવને તો ‘આત્મા’ જ
કહેતા નથી. જ્ઞાનસ્વભાવી આત્મા તો અકર્તા જ છે.
* અહા, યોગ અને મલિન ઉપયોગનું કર્તાપણું પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. જે નિર્મળપર્યાય પ્રગટી
તેમાં પણ તે મલિનતાનું કર્તૃત્વ નથી; તો પછી વિકાર વગર આત્મા ઘટ–પટ કે કર્મનો નિમિત્તકર્તા કેમ હોય?
કર્મનું નિમિત્ત તો યોગ અને કષાય છે, તેથી નિમિત્તકર્તાપણું તેને જ લાગુ પડે છે કે જે યોગ અને કષાયનો
કર્તા થઈને પરિણમે છે.
* કર્મની પર્યાય થઈ તે તેનો નિશ્ચય, અને હું તેનો નિમિત્તપણે વ્યવહાર કર્તા–જુઓ, આ અજ્ઞાનીની
ઊંધી દ્રષ્ટિ! તેની પર્યાયમાં વિકારનું કર્તૃત્વ કદી છૂટતું નથી.
* જ્ઞાની તો જાણે છે કે હું સ્વ–પર પ્રકાશક જ્ઞાતા, ને જગતના પદાર્થો જ્ઞેય તરીકે મારા નિમિત્ત! મારી
સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી તે નિશ્ચય, અને પરજ્ઞેય નિમિત્તરૂપ તે વ્યવહાર.

PDF/HTML Page 22 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૯ :
પરના નિમિત્તકર્તા થવાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી પરસન્મુખબુદ્ધિ હોવાથી સંસાર જ છે.
સ્વભાવમાં જે વિકારને તન્મય માને છે તે જ વિકારનો કર્તા થાય; અને વિકારનો જે કર્તા થાય તે જ
કર્મ વગેરેનો નિમિત્ત થાય. એટલે જેની દ્રષ્ટિમાં પરનું નિમિત્ત થવાની બુદ્ધિ છે તેની દ્રષ્ટિ વિકારમાં જ
તન્મય થઈ છે. એટલે વિકારનું જ સેવન કરી કરીને અને નિર્વિકાર જ્ઞાનસ્વભાવનો અનાદર કરી
કરીને તે નિગોદમાં જશે. જ્ઞાની તો વિકારનું અને ચૈતન્યનું અત્યંત ભેદજ્ઞાન કરીને, વિકારથી ભિન્ન
ચિદાનંદ સ્વભાવની જ આરાધના કરતાં કરતાં, કર્મનું નિમિત્તકર્તાપણું પણ છોડીને પોતાના સિદ્ધપદને
સાધે છે.
નિમિત્તકર્તા થવાની દ્રષ્ટિનું ફળ નિગોદ.....
સ્વભાવસન્મુખદ્રષ્ટિનું ફળ સિદ્ધદશા.....
જુઓ, દ્રષ્ટિ ફેરે સૃષ્ટિનો ફેર છે. જ્યાં જેની દ્રષ્ટિ પડી છે તે તરફ તેની સૃષ્ટિ એટલે કે પર્યાયની
ઉત્પત્તિ થાય છે.
જે જેનો કર્તા હોય તે તેનાથી જુદો ન હોય; આત્મા જો પરનો કર્તા હોય તો તે પરથી જુદો ન હોય.
આત્મા ઘડાને કરે તો ઘડાથી અભિન્નપણાને લીધે આત્મા જ ઘડો થઈ જાય–પણ એવી વસ્તુસ્થિતિ નથી.
આત્મા પરનો કર્તા નથી. અજ્ઞાનભાવથી આત્મા પોતાના વિકારી ભાવોને કરે છે, જેની દ્રષ્ટિચૈતન્યથી બાહ્ય
છે, જેનું વલણ બહિર્મુખ છે–એવો અજ્ઞાની જીવ પરસન્મુખ વર્તતો થકો, ક્ષણિક યોગ–અને બહિર્મુખ ઉપયોગ
વડે જ કર્મનો નિમિત્તકર્તા થાય છે. આ નિમિત્તકર્તાપણું ક્ષણિક અજ્ઞાનથી જ છે, પણ આત્મદ્રવ્યના
સ્વભાવમાં તો નિમિત્તકર્તાપણું પણ નથી. વિકારને કરે ને કર્મને નિમિત્ત થાય–એવું આત્માના દ્રવ્યસ્વભાવમાં
છે જ નહિ.....આવો સ્વભાવ દ્રષ્ટિમાં–પ્રતિતમાં લેવો ને સ્વભાવસન્મુખ થઈને નિર્મળ–અકર્તા–ચૈતન્યભાવે
પરિણમવું તે ધર્મ છે, તે જ્ઞાની ધર્માત્માનું કાર્ય છે.
દ્રવ્ય–ગુણ અને તેમાં અભેદ થયેલી નિર્મળ પર્યાય તેટલો જ આત્માપરમાર્થ છે; વિકાર તે આત્માનું
પરમાર્થ સ્વરૂપ નથી. માટે, વિકાર નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર જેની દ્રષ્ટિ છે તેને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ નથી.
ભાઈ, તારી દ્રષ્ટિને તું શુદ્ધઆત્મામાં જોડ, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ છોડ. જે ઉપયોગ અંતરના
સ્વભાવમાં વળ્‌યો તે ઉપયોગમાંથી કર્મનું નિમિત્તકર્તાપણું છૂટયું. તે ઉપયોગે નિજસ્વભાવ સાથે સંંબંધ જોડયો
અને કર્મ સાથેનો નિમિત્તસંબંધ તોડયો–આ રીતે પર સાથેનો સંબંધ તોડીને પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગને
જોડવો–તે તાત્પર્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ નાની બાલિકા હો કે મોટો હાથી હો, તે પોતાના આત્માને આવો જ અનુભવે છે કે મારો
આત્મા કર્મનો નિમિત્ત પણ નથી, કર્મને નિમિત્ત થાય તે મારૂં સ્વરૂપ નહિ. શરીરાદિ જડની ક્રિયાનો હું કર્તા
તો નહિ. ને તેની ક્રિયાનો હું નિમિત્ત પણ નહિ હું તો નિર્મળ જ્ઞાનક્રિયાનો જ કર્તા છું.
આ મધ્યલોકમાં, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ તીર્યંચો છે, તેમાં કોઈને જાતિસ્મરણજ્ઞાન
હોય, કોઈને અવધિજ્ઞાન પણ હોય, કોઈને સંયતાસંયતરૂપ પાંચમું ગુણસ્થાન (શ્રાવકપણું) હોય, તીર્યંચને
પણ શ્રાવકપણું હોય છે. મનુષ્યોમાં તો સમ્યગ્દ્રષ્ટિ જીવો સંખ્યાતા જ છે; ને તીર્યંચોમાં અસંખ્ય
સમ્યગ્દ્રષ્ટિજીવો છે. સંમૂર્છન સિવાયનાં મનુષ્યોની સંખ્યા જ થોડી (સંખ્યાતી) છે, ને તેમાંય સમ્યગ્દ્રષ્ટિ તો
બહુ થોડા છે, તીર્યંચોની ઘણી મોટી સંખ્યા (અસંખ્યાત) છે, ને તેમાં અસંખ્યાતમા ભાગે સમ્યગ્દ્રષ્ટિ છે, છતાં
તે પણ અસંખ્યાતા છે; કોઈ માછલી હોય, કોઈ હાથી હોય, કોઈ બન્દર હોય, કોઈ નોળીયા હોય, કોઈ સર્પ
હોય–એવા એવા તીર્યંચના જીવો પણ ચૈતન્યનું ભાન કરીને સમ્યગ્દર્શન પામે છે; તે બધાય જીવો પોતાના
આત્માને આવો જ અનુભવે છે કે જે નિર્મળભાવ મારા સ્વભાવના આશ્રયે પ્રગટ્યો તેનો જ હું કર્તા છું;
મલિનભાવ તે મારા સ્વભાવનું કાર્ય નથી.
એ રીતે, જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે–એ વાત આચાર્યદેવ ૧૦૧ મી ગાથામાં સમજાવે છે:–

PDF/HTML Page 23 of 27
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨૬
અજ્ઞાની અજ્ઞાનભાવથી માત્ર પોતાના વિકાર ને જ કરતો હતો ને પુદ્ગલકર્મને નિમિત્ત થયો હતો.
હવે તે વાતની ગુલાંટ મારીને જ્ઞાનીનું કાર્ય આચાર્યદેવ સમજાવે છે કે જ્ઞાનીધર્માત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી
ભરેલા એવા જ્ઞાનમયભાવને જ કરે છે અને પુદ્ગલદ્રવ્યના પરિણામને તે પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે
છે.
* અજ્ઞાની તો પોતાના ઉપયોગને મલિન કરીને પુદ્ગલનું નિમિત્ત બનાવતો હતો.
જ્ઞાની તો પુદ્ગલના પરિણામને પોતાના નિર્મળ ઉપયોગનું જ્ઞેય બનાવતો થકો–તટસ્થપણે તેને
જાણતો થકો–તેમાં જોડાયા વગર તેનો જ્ઞાતા રહેતો થકો–તેને પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે છે.
જ્ઞેયજ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય પર સાથે જ્ઞાનીને બીજો કોઈ સંબંધ નથી, વિકારરૂપ નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ તેને તૂટી ગયો છે. જ્ઞેય–જ્ઞાયક સંબંધમાં તો પોતાના સ્વ–પરપ્રકાશક સામર્થ્યની પ્રસિદ્ધિ છે,
તેમાં કાંઈ વિકાર નથી. દ્રષ્ટિના જોરે જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વ–પર પ્રકાશ સામર્થ્યનો જ્ઞાનીને વિકાસ જ
થઈ રહ્યો છે, તે તો પોતાના જ્ઞાનમયભાવમાં (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ત્રણેય જ્ઞાનમય ભાવ જ છે–
તેમાં) જ પરિણમે છે; તેના જ્ઞાનમયભાવમાં બધા આગમનો સાર આવી ગયો છે, તે જીવ ‘અબંધપરિણામી’
થઈ ગયો છે.
અબંધસ્વભાવી તો બધા આત્મા છે ને જ્ઞાની તો ‘અબંધપરિણામી’ છે, જ્ઞાનીના પરિણામ અબંધ છે–
બંધપરિણામ જ્ઞાનીને છે જ નહિ. અબંધપરિણામ થયા તે કોને નિમિત્ત થાય? અબંધપરિણામ શું કર્મના
નિમિત્ત થાય? અબંધપરિણામ તો જ્ઞાન ને આનંદમય છે; આવા અબંધ પરિણામે પરિણમતો જ્ઞાની વિકારનો
કર્તા નથી. કર્મબંધનો નિમિત્ત નથી. વાહ! વિકારથી ને કર્મથી છુટો જ થઈ ગયો.
પ્રસિદ્ધ હો કે સમ્યગ્દર્શન તે સંવર–નિર્જરા ને મુક્તિ છે, ને સમ્યગ્દ્રષ્ટિ આસ્રવ–બંધ નથી. અને પ્રસિદ્ધ
હો કે મિથ્યાત્વ હી સંસાર હૈ; મિથ્યાદ્રષ્ટિને જ આસ્રવ બંધ છે. આહા, દ્રષ્ટિની આ વાત સમજે તો આખી દશા
ફર જાય.
જ્ઞાનાવરણ વગેરે આઠેય કર્મ, શરીર વગેરે–નોકર્મો કે રાગાદિ ભાવકર્મો તે બધાયને જ્ઞાની પોતાના
જ્ઞાનપરિણામથી ભિન્ન જ દેખે છે. તેનો થઈને તેને નથી જાણતો, પણ તટસ્થ રહીને તેને જાણે છે, જ્ઞાનમય
રહીને જ જાણે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. ‘જ્ઞાન’ કયું? કે અંદરમાં વળીને અભેદ થયું તે; એકલા
શાસ્ત્ર વગેરે બહારના જાણપણાને અહીં જ્ઞાન નથી કહેતા; જ્ઞાનસ્વભાવ તરફ વળીને તેમાં તન્મયપણે
આનંદનો અનુભવ કરતું જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાનના જ જ્ઞાની કર્તા છે.
દસ લક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર સાલની જેમ ભાદરવા સુદ પાંચમને મંગળવાર તા. ૪–૯–૬૨થી
ભાદરવા સુદ ૧૪ ગુરુવાર તા. ૧૩–૯–૬૨ સુધીના ૧૦ દિવસ દસ લક્ષણ ધર્મ–પર્યુષણ
પર્વ તરીકે ઉજવાશે આ દિવસો દરમ્યાન દસ લક્ષણ મંડળ વિધાન પૂજન, રત્નત્રય
આદિ પૂજન તથા ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મો ઊપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો
થશે સુગંધ દસમી આદિ વૃત વિધાન હરસાલ મુજબ ઉજવાશે.
ધાર્મિક પ્રવચનોના ખાસ દિવસો–શ્રાવણ વદ ૧૩ સોમ તા. ૨૬–૮–૬૨ થી
ભાદરવા સુદ ૪ સોમ તા. ૩–૯–૬૨ સુધીના આઠદિવસ દરમ્યાન પૂ. ગુરુદેવના ખાસ
પ્રવચનો થશે
વાર્ષિક બેઠક–શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ
બીજના રોજ મળશે સૌ સભ્યોએ હાજર રહેવા વિનંતી છે; ગયે વર્ષે ચૂટાયેલા કાર્ય
વાહકોને પણ હાજર રહેવા વિનંતી છે.

PDF/HTML Page 24 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૨૧ :
બોધિ દુર્લભ ભાવના
જૈસે પુરુષ કોઈ ધન કારણ, હીંડત દ્વીપ દ્વીપ ચઢ યાન,
આવત હાથ રત્ન ચિન્તામણિ, ડારત જલધિ જાન પાષણ;
તૈસે ભ્રમત ભ્રમત ભવ સાગર, પાવત નર શરીર પરધાન,
ધર્મ યત્ન નહિં કરત ‘બનારસિ’ ખોવત
બાદિ જન્મ અજ્ઞાન. ૧
જ્યોં મતિહીન વિવેક વિના નર, સાજિ મતંગજ ઈંધન ઢોવૈ,
કંચન ભાજન ધૂલિ ભરૈ શઠ મૂઢ સુધારસ સોં પગ ધૌવે;
બાહિત કાગ ઉડાવન કારણ, ડારિ મહામણિ મૂરખ રૌવે,
ત્યોં યહ દુર્લભ દેહ “બનારસિ” પાય અજાન અકારથ ખોવૈ. ૨
અર્થ:– જેમ અજ્ઞાની અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ સર્વજ્ઞ વીતરાગ કથિત સ્વાધીન ધર્મને
પ્રાપ્ત કર્યા વિના વ્યર્થ જ ખોવે છે તે મતિહીન શઠ અવિવેકીની જેમ માનો કે હાથી મળ્‌યો તેને સજાવી ઉપર
છાણાં લાકડાં ભરી તેની પાસે ગધેડાનું કામ કરાવે છે; અથવા સોનાની થાળી ભેટ મળી તો તેનો ધૂળ ભરવા
માટે ઉપયોગ કરે છે; કોઈ જન્મથી ગલત કોઢ રક્તપિતનો મહા રોગી તેને વૈદરાજે પીવા માટે અમૃતનો કૂપો
ભરીને આપ્યો તો પગ ધોવામાં બગાડે છે. મહ કષ્ટે ચિંતામણિ રત્ન મળ્‌યું તો કાગડાને ઉડાવવા માટે ફેંકી
પછી તે રત્ન પાછું નહિં મળવાથી રુવે છે.
જ્યોં જડમૂળ ઉખાડી કલ્પ તરુ, બોવત મૂઢ ધતુરકો ખેત,
જ્યોં, ગજરાજ બેચિ ગિરવર સમ, કૂર કુબુદ્ધિ મોહ ખર લેત;
જ્યોં છાંડિ રતન ચિતામણિ, મૂરખ કાચ ખંડ મન દેત,
તૈસે ધર્મ વિકાર ‘બનારસિ’ ધાવત અધમ વિષય સુખ હેત. ૩
અર્થ:– જે અધમ પાપ બુદ્ધિવાન જીવ, સર્વજ્ઞ વીતરાગ કથિત સુશર્ણરૂપ ધર્મને છોડીને પરથી સુખ
દુઃખ માનીને વિષય સુખ ભોગવવા માટે દોડે છે તે મહા મૂર્ખ છે તે શું કરે છે કે–જેમ કોઈને કલ્પવૃક્ષ ફળ્‌યું તે
ઉત્તમ વૃક્ષને જડમૂળથી ઉખાડીને ત્યાં ધતૂરાનું ખેતર વાવે છે, અથવા તે કૂરબુદ્ધિ (દુષ્ટ–જડમૂર્ખ; ખરાબ
બુદ્ધિવાન.) પર્વત સમાન ઉત્તમ હાથીને વેચીને તેના બદલામાં ગધેડો ખરીદ કરે છે અથવા–મૂર્ખજન હાથમાં
આવેલા ચિન્તામણિ રત્ન છોડીને કાચના ટૂકડાને ગ્રહણ કરે છે.
જ્યોં જલ બૂડત કોઈ, વાહન તજ પાહણ ગ્રહૈ,
ત્યોં નર મૂરખ કોઈ, ધર્મ છાંડિ સેવત વિષૈ.
અર્થ:– જેમ કોઈ જળમાં બૂડતાને વહાણ મળે તે છોડીને પથ્થરને પકડે તેમ જે મૂર્ખ છે તે જ સર્વજ્ઞ
વીતરાગ કથિત મોક્ષમાર્ગરૂપ ધર્મને છોડીને પુણ્ય પાપને હિતકર જાણે છે–અર્થાત્ વિષય સેવન કરે છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
૧ ફરે છે, ૨. વાહન; જહાજ, ૩ સમુદ્ધ, ૪ વ્યર્થ

PDF/HTML Page 25 of 27
single page version

background image
દિલ્હીમાં વિશેષ ધર્મ પ્રભાવના
–પૂ. ગુરુદેવની જન્મજયંતિ પ્રસંગ ઉપર મહાન ઉત્સવ–
(આ સમાચાર ગયા અંકમાં મોકલેલા પણ તેની શરત ચૂકથી છપાએલા નહિ.)
દિલ્હી તા. પ–પ–૬૨ દર વર્ષે દિલ્હીમાં દિ. જૈન મુમુક્ષ્ુાુ મંડળ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવની
જન્મજયંતિ ઉત્સવ ઉજવાય છે, પણ આ સાલ માનનીય વિશિષ્ટ વક્તા શ્રી ખીમચંદભાઈ જે. શેઠ (સોનગઢ)
દિલ્લીના ખાસ આમંત્રણથી દિલ્લી પધાર્યા હતા. દિલ્લીવાળાઓ તરફથી અતિ ઉત્સાહ અને સુંદર વ્યવસ્થા
હોવાથી ખાસ જાગ્રતિ અને ધર્મ પ્રભાવના થઈ હતી.
તેઓશ્રીએ દિલ્લીમાં ૧૩ દિવસ રહીને હંમેશા સવારે ક્રમસર જુદા જુદા જિનમંદિરમાં અને રાત્રે શ્રી
લાલ મંદિરમાં પ્રવચનનો કાર્યક્રમ રાખેલ હતો. દિલ્હી જૈન સમાજે ઘણી મોટી સંખ્યામાં ભારે પ્રેમ અને
ઉત્સાહ સહિત લાભ લીધો. શંકા સમાધાનનો પણ સમય રાખવામાં આવ્યો હતો.
દિલ્હીમાં આ સાલ પૂજ્ય ગુરુદેવની ૭૩મી જન્મજયંતિ બહુજ ધુમધામથી મુમુક્ષુ મંડળના
તત્ત્વાવધાનમાં તથા શહેરના અગ્રણી જૈન મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી લાલમંદિરમાં–લાલા શ્રી
રાજેન્દ્રકુમારજી જૈન બેંકર્સ, તથા શ્રીમતી કાન્તાદેવી જૈન ફર્સ્ટ કલાસ મેજિસ્ટેટના પ્રમુખ પણામાં
(જન્મજયંતિ) મનાવવામાં આવી હતી. જેમાં અપાર જનસમૂહે ભાગ લીધો હતો, મંદિરજીને ઉત્તમ પ્રકારે
શણગારવામાં આવેલ, પૂજ્ય ગુરુદેવશ્રીનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો.
શ્રી ખીમચંદભાઈના ૧૩ દિવસના પ્રવચનોથી ઘણી ધર્મ પ્રભાવના થઈ, હમેશાં ધર્મ જિજ્ઞાસુ
શ્રોતાઓની હાજરી ઘણી મોટી સંખ્યામાં રહેતી હતી.
પરમ ઉપકારી પૂજ્ય કાનજી સ્વામીએ જૈનધર્મ, સમ્યગ્દર્શન–તથા મોક્ષમાર્ગના સ્વરૂપ ઉપર અત્યંત
સ્પષ્ટ રૂપે જે પ્રકાશ ફેલાવ્યો છે તેનું વર્ણન દિલ્લીમાં શ્રી ખીમચંદભાઈ દ્વારા સ્પષ્ટ સાંભળવા મળ્‌યું તેથી
શ્રોતાઓના હૃદયમાં અપાર પ્રેમ–પ્રસન્નતા અને બાહ્યમાં પરમ હર્ષનું સ્થાન બની રહ્યું હતું.
દિલ્હીમાં નવ સાલથી તત્ત્વજ્ઞાનના પ્રેમી મુમુક્ષુઓ દ્વારા નિયમિત સ્વાધ્યાય ચાલે છે. મુમુક્ષુ મંડળના
સભ્યોની સારી સંખ્યા છે.
શ્રી સુરેન્દ્રકુમારજી (નંદરામ સુરજમલ કુ. ઠે. ચાવડી બજાર) મુમુક્ષુ મંડળના પ્રમુખ છે, શ્રીપાલજી
મંત્રી છે.
દિલ્હીમાં દિ. મુમુક્ષુ મંડળની શાખાઓ–
૧– મુખ્ય શ્રી દિ. જૈન મુમુક્ષુ નયા મંદિર ઠે. ૨પ૧પ ૧ ધર્મપુરા.
૨– કરોલ બાગ,
नई दिल्ही –જૈન મંદિર,
૩– પહાડી ધીરજ ”
૪– પહાડ ગંજ ”
નિવેદક–શ્રીપાલ જૈન
પ– શાહદરા ” મંત્રી
૬– વૈદ્યવાડા” શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ, દિલ્હી
: કાર્યવાહક કમિટી:

PDF/HTML Page 26 of 27
single page version

background image
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહા મંડળની કાર્યવાહક કમિટીની મીટીંગ તા. ૨૨–૭–૬૨ નાં રોજ મળી
હતી. જેમાં અનેક કામકાજ થયા હતાં. મુખ્યત્વે ટ્રસ્ટનાં આશ્રયે અનેક ખાતાઓ ચાલે છે. જેવા કે જિનમંદિર,
જ્ઞાનખાતું, “આત્મધર્મ” વિભાગ, પુસ્તક કિંમત ઘટાડા ખાતું, જૈન અતિથિ સેવા સમિતિ (ભોજન ખાતું),
તે ઉપરાંત એક “ધર્મવાત્સલ્ય ફંડ” નવું ખાતું શરૂ કરવામાં આવેલ છે જેની વ્યવસ્થા માટે પેટાકમિટીમાં
નીચેના સભ્યોની નીમણુંક કરવામાં આવી છે.
(૧) શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ,
(૨) શ્રી મગનલાલ સુંદરજી મહેતા
(૩) શ્રી મોહનલાલ વાઘજી (કરાંચીવાળા) પેટા કમિટીના સભ્યો પાસેથી ફંડની વિગત મળી શકશે.
ધર્મવાત્સલ્ય ફંડમાં પૂ. ગુરુદેવશ્રીના આહારદાનની ખુશાલીમાં રૂા. ૨પ૦૧) ભાઈશ્રી નવનીતલાલ
ચુનીલાલ ઝવેરી–મુંબઈવાળા–તરફથી આપવામાં આવ્યા છે.
પ્રભાવના અર્થે ઘણા ભાઈઓ તરફથી માંગણી થતાં ગુજરાતી આત્મધર્મનો એક અંક રૂા. ૨પ૧)
આપનાર તરફથી પ્રકાશિત કરવામાં આવશે.
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટીની મીટીંગ નીચેના કાર્ય અંગે તા. ૩૧–૮–૬૨
ના રોજ તથા સામાન્ય સભાની મીંટીંગ તા. ૧–૯–૬૨ ના રોજ સોનગઢ મુકામે મળશે. તો દરેક સભ્યોને
તથા મંડળના પ્રતિનિધિઓએ હાજર રહેવા વિનંતી છે.
(૧) પેટા કમીટીના અહેવાલ ઉપર વિચારણા કરવા.
(૨) હિન્દી ભાષી યાત્રિકો માટે ધર્મશાળા બનાવવા તથા તે અંગેની નાણાંકીય સગવડ સંબંધી
વિચારણા કરવા.
ઉપપ્રમુખ–નવનીતલાલ ચુનીલાલ ઝવેરી,
સેક્રેટરી–ચીમનલાલ ઠાકરશી મોદી
તા. ૧–૭–૬૨ થી ૩૦–૭–૬૨ સુધી નીચે મુજબ ભેટ આવી તેની વિગત–
સમયસારજી કળશટીકા ગુજરાતીમાં આધુનીક કરવા માટે–
તારાબેન જયન્તીલાલ દીપચંદ તેમના દીકરા રસીકલાલના સ્મરણાર્થે પ૧–૦૦
ખુશાલચંદ મોતીચંદ હા. ગંગાબેન ભાઈ રસીકલાલના સ્મરણાર્થે પ૧–૦૦
શ્રી દલીચંદ હેમચંદ મોરબીવાળા પ૧–૦૦
શ્રી મુકુંદરાય મોહનલાલ વાઘજી મોરબી ૧૦૧–૦૦
શ્રી ધારશીભાઈ વીરચંદ પરનાળા પ૧–૦૦
ટોટલ ૨૦૩–૦૦
શ્રી પ્રવચનસારની મદદમાં
ધીરજશ્રીના માતુશ્રી રતનબાઈ પોપટલાલ કચ્છ હમરાવાળા તરફથી પ૦૦–૦૦
ચંદુલાલ અમૃતલાલ મહેતા પાલનપુર ૧૦૦૦–૦૦
શ્રી ધર્મવાત્સલ્ય ફંડમા
નવનીતભાઈ સી. ઝવેરી મુંબઈ તરફથી ૨પ૦૧–૦૦

PDF/HTML Page 27 of 27
single page version

background image
ATMADHARMA Regd. No. G. 82
---------------------------------------------------------------------------------------
કેવળજ્ઞાનીની વાણી
સમજવાને પાત્ર કોણ!
પાત્રે પ્રભુતા પ્રગટે! તારી મોટાઈનાં ગાણાં ગવાય છે. અનંત કાળમાં
અનંતવાર સાચા દેવ–શાસ્ત્ર–ગુરુ અને નવતત્ત્વના જ્ઞાનરૂપી વ્યવહારના
આંગણે આવ્યો પણ રાગથી પાર અંતરંગમાં કારણ પરમાત્મા ધુ્રવ સ્વભાવ
છે, તેમાં પ્રવેશ્યા વિના, આંગણેથી પાછો ગયો.
ચિત્ત શુદ્ધિના આંગણે આવવું પડે–નવતત્ત્વના ભેદ જાણવા જોઈએ
પણ તેને પકડી રાખીને, અંદર નિર્વિકલ્પ વિજ્ઞાનઘનના અનુભવમાં ન જવાય.
સમયસાર શાસ્ત્ર પરમ અદ્ભુત છે “એક પણ ભવ ન જોઈએ” એવી
અપૂર્વ ભાવના વડે પાત્ર થઈને સત્સમાગમે જે સમજે તે ન્યાલ થઈ જાય
મૂંજવણનું નામપણ ન રહે. ટીકામાં આચાર્યદેવે અલૌકિક કામ કર્યું છે.
અમરત્વની પ્રાપ્તિ થાય એવા અમૃત રેડયાં છે. અંતરની ધગશથી બરાબર
સત્યને સાંભળે અને જિજ્ઞાસા સહિત મધ્યસ્થ રહીને સમજવા માગે, તો
અંતરમાં યથાર્થતાનો અનુભવ થાય, નિત્ય સ્વભાવમાંથી યથાર્થતા ઊગે અને
કૃતકૃત્ય થઈ જાય. એવી સરસ વાત આચાર્યદેવે કહી છે.
જેઓ સત્ય સમજવાની જિજ્ઞાસાવાળા છે, તેમ જ પાત્ર છે તેમને
આચાર્યદેવ આ બધું સમજાવે છે. અને તે સમજી શકે તેવું જ કહેવાય છે. શ્રી
સમયસાર ગા–૧ ની ટીકામાં શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે કહ્યું કે “હું અને તમે
બધા સિદ્ધ પરમાત્મા સમાન છીએ–” સ્વ–પરના આત્મામાં પૂર્ણતા (સિદ્ધપદ)
સ્થાપ્યા વિના સત્ય સમજાય નહિ, પોતાની પૂર્ણ પ્રભુતાનો મહિમા આવે નહિ.
આચાર્યદેવ કહે છે કે તું પણ પરમાર્થે સર્વજ્ઞ પરમાત્મા, આનંદમૂર્તિ
સિદ્ધભગવાન જેવો જ છો, જેટલા પરિપૂર્ણ ગુણો સિદ્ધપરમાત્મામાં છે તેટલા
બધા જ ગુણો તારામાં પણ છે. જે સિદ્ધ ભગવાનમાં નથી. તે તારામાં નથી
આવો પૂર્ણસ્વભાવ વર્તમાનમાં પણ અખંડપણે વર્તે છે, તેનો ઉત્કૃષ્ટરસે મહિમા
લાવી પૂર્ણસ્વરૂપનો વિશ્વાસ કરનારને ભવની શંકા ન રહે, પણ જે જીવો
પોતાના પૂર્ણસ્વરૂપનો વિશ્વાસ ન કરે તેને ભવની શંકા ન ટળે તેથી તેઓ
ભવ રહિત એવા કેવળજ્ઞાની અને તેના ઉપદેશને સમજી શકે નહિં, પણ હું
સર્વજ્ઞ સ્વભાવી છું, સ્વભાવમાં ભવ નથી, નિત્ય સ્વભાવના નિશ્ચય અને
આશ્રયરૂપ વર્તમાન સાધક ભાવમાં પણ ભવ તથા ભવનું કારણ વિભાવ નથી
એમ નિત્ય સ્વભાવથી નિઃશંક નિર્ભય થયેલા છે તેઓ જ કેવળજ્ઞાની
જિનેશ્વરદેવની વાણીને સમજી શકે. અને એ રીતે સમજવા માગે તે પણ સમજી
શકે
(પૂ૦ ગુરુદેવ)
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીગ પ્રેસ–ભાવનગર