Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને
ગુણ (–પર્યાય) ઉપજાવી શકતું નથી
અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ (–પર્યાય) ઉપજાવી શકતું નથી’ એમ શ્રી અમૃતચંદ્રાચાર્ય સ. સાર
કળશ ૨૧૯માં કહે છે:–
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया नान्यद्रव्यं वीक्ष्यते किंचनापि।
सर्व द्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तानंतं स्वस्वभावेन यस्मात्।। २१९।।
અર્થ:– તત્ત્વદ્રષ્ટિથી જોતાં, રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, કારણ કે સર્વ
દ્રવ્યોની ઉત્પત્તિ (–દરેક દ્રવ્યને તેની પર્યાયોની ઉત્પત્તિ) પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત
પ્રગટ પ્રકાશે છે.
ભાવાર્થ:– રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શકાતું નથી;
કારણ કે બધાય દરેક દ્રવ્યને પર્યાયોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય
દ્રવ્યના ગુણ પર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ર૧૯. હવે આ અર્થને શ્રી કુન્દકુન્દાચાર્યદેવ ગાથા. ૩૭૨માં કહે છે
કે–અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે) સર્વ
દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઉપજે છે.
ટીકા:– જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના
ગુણનો (પર્યાયનો) ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે; (અર્થાત્ પરના કાર્ય કરવાનું કોઈ દ્રવ્યમાં યોગ્યતા
સામર્થ્ય નથી) કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ (–દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિ) થાય છે.
(અહીં વિસ્તારથી દ્રષ્ટાંત આપી ઉપરોક્ત સિદ્ધાંત આચાર્યદેવે બતાવેલ છે) માટે આચાર્યદેવ કહે છે કે
જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા (–માનતા સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
પ્રશ્ન:– સત્પુરુષોની વાણી શા અર્થે હોય છે?
ઉત્તર:– (૧) ભવ્ય જીવોને સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થ, દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મનું વિશેષ જ્ઞાન
થવા માટે
(૨) સ્વ–પરનો તથા હિત–અહિતનો વિવેક થવા માટે
(૩) અહિતથી છુટવા માટે અર્થાત્ હિતમાં પ્રવર્તવા માટે,
(૪) સમ્યક્ પ્રકારે તત્ત્વનો ઉપદેશ માટે હોય છે.
પ્રશ્ન–શાસ્ત્ર શા માટે છે?
ઉત્તર:– સર્વજ્ઞ વીતરાગ કથિત શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા જ છે.
સ્વતંત્રતા, યથાર્થતા તથા વીતરાગતાને ગ્રહણ કરવા માટે
શાસ્ત્રનું શ્રવણ, વાંચન અને ઉપદેશ છે, તેની પ્રાપ્તિ કરે તો તે સફળ છે
અન્યથા બધું નિષ્ફળ ખેદ છે.
(જ્ઞાનાર્ણવ ગાથા ૮–૯નો ભાવાર્થ)

PDF/HTML Page 22 of 25
single page version

background image
આત્મધર્મ : ૨૨૭ : ૨૧ :
ધર્મ
શ્રી સમંતભદ્રાચાર્ય રત્નકરંડ શ્રાવકાચાર ગા૦ ૨માં ધર્મનું સ્વરૂપ કહ્યું છે કે–
देशयामि समीचीनं, धर्म कर्म निवर्हणाम्।
संसार दुःखतः सत्त्वान् यो घरत्युत्तमे सुखे।।
અર્થ:– હું (સમંતભદ્રાચાર્ય) ગ્રંથકર્તા આ ગ્રંથમાં ધર્મનો ઉપદેશ કરું છું કે જે પ્રાણીઓને
પંચપરાવર્તનરૂપ સંસારના દુઃખોમાંથી ઉગારીને મોક્ષનાં બાધા રહિત ઉત્તમ સુખમાં ધારણ કરે. તે ધર્મ કેવો
છે? જેમાં વાદી પ્રતિવાદી વડે તથા પ્રત્યક્ષ=અનુમાનાદિવડે બાધા આવતી નથી અને જે કર્મબંધનને નષ્ટ
કરવાવાળો છે તે ધર્મને કહું છું.
ભાવાર્થ:– સંસારમાં “ધર્મ” એવું નામ તો બધા લોક કહે છે, પણ ધર્મ શબ્દનો અર્થ તો એવો છે
કે જે નરક–તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણરૂપ દુઃખોથી આત્માને છોડાવીને ઉત્તમ આત્મિક અવિનાશી,
અતીન્દ્રિય મોક્ષસુખમાં ધારણ કરે તે ધર્મ છે.
આવો ધર્મ વેચાતો (મૂલ્યથી) મળતો નથી કે ધન આપીને દાન સન્માન આદિથી પ્રાપ્ત થાય,
તથા કોઈનો આપ્યો અપાતો નથી કે કોઈની સેવા–ઉપાસનાથી પ્રસન્ન કરીને લઈ શકાય, તથા મંદિર,
પર્વત, જળ, અગ્નિ દેવમૂર્તિ, તીર્થાદિમાં ધર્મને રાખી મૂક્્યો નથી કે ત્યાં જઈને લઈ અવાય, અથવા
ઉપવાસ, વ્રત કાયકલેશાદિ તપમાં શરીરાદિ કૃષ કરવાથી પણ મળતો નથી.
દેવાધીદેવ તીર્થંકર ભગવાનના મંદિરમાં ઉપકરણદાન, મંડલવિધાન પૂજા આદિથી તથા ઘર
છોડી વનસ્મશાનમાં વસવાથી તથા પરમેશ્વરના નામ જાપ આદિથી પણ આત્માનો ધર્મ મળી શકતો
નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે. પરમાં આત્મબુદ્ધિ છોડીને (અર્થાત્ પરથી ભલું–બૂરૂં થવું માને,
પરનું કાંઈ કરી શકાય છે, શુભરાગરૂપ વ્યવહારના આશ્રયથી ધર્મ થાય છે, રાગાદિ–ક્રોધ–માન–માયા–
લોભરૂપ કષાય તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, નપુંસકવેદ, પુરુષવેદરૂપ નોકષાય
કરવા જેવા છે એવી માન્યતા, તથા પર દ્રવ્ય–પર ક્ષેત્રાદિના કારણે મને રાગાદિક કે સુખદુઃખાદિ થાય છે
માન્યતામાં પરમાં આત્મબુદ્ધિ રહેલી જ છે. એ મહાન ભૂલને બરાબર ઓળખી, તેનાથી રહિત હું ત્રિકાળ
જ્ઞાયકસ્વભાવપણે છું, સર્વજ્ઞસ્વભાવી છું, પરનો રાગાદિનો કર્તા, ભોક્તા, સ્વામી નથી એવા નિર્ણય સહિત
પૂર્ણજ્ઞાનસ્વભાવી આત્માના નિશ્ચય અને સ્વાનુભવ દ્વારા પરાશ્રયની શ્રદ્ધા છોડીને) પોતાના જ્ઞાતાદ્રષ્ટા
સ્વભાવની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને જ્ઞાયકસ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ તે ‘ધર્મ’ છે.
ઉત્તમક્ષમાદિ દસલક્ષણરૂપ પોતાના આત્માનું પરિણમન, રત્નત્રયરૂપ વીતરાગભાવ,
મિથ્યાત્વરાગાદિની ઉત્પત્તિ રહિત એવી જીવોની દયારૂપ આત્માની પરિણતિ થાય ત્યારે આ આત્મા
પોતે જ ધર્મરૂપ થશે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, આદિક તો નિમિત્તમાત્ર છે.
જે સમયે આ આત્મા મિથ્યાત્વ–રાગાદિરૂપ પરિણતિ છોડી, વીતરાગરૂપ થઈને દેખે છે ત્યારે
(નિશ્ચય ધર્મના સદ્ભાવથી જ અસદ્ભૂત ઉપચારવાળા વ્યવહારનયદ્વારા) મંદિર, પ્રતિમા, તીર્થ, દાન,
તપ, જપ બધુંય ધર્મરૂપ છે. અને જો પોતાનો આત્મા ઉત્તમ ક્ષમાદિ વીતરાગરૂપ સમ્યગ્જ્ઞાનરૂપે
પરિણમતો નથી તો ત્યાં ક્્યાંય જરાય ધર્મ થતો નથી. જો શુભ રાગ હોય તો પુણ્યબંધ થાય છે, અને
અશુભરાગ, દ્વેષ, મોહ હોય તો પાપબંધ થાય છે. જ્યાં શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન સ્વરૂપાચરણ ધર્મ છે ત્યાં બંધનો
અભાવ છે, બંધનો અભાવ થવાથી જ ઉત્તમ સુખ થાય છે.
(પરાશ્રય વિનાનું અતીન્દ્રિય, આત્માથી જ ઉત્પન્ન એવું નિરાકુળતા લક્ષણ સુખ તે જ ધર્મ છે. ધર્મની
શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે.)
(રત્નકરંડ શ્રાવકાચારની સ્વ. પં સદાસુખજી કૃત દેશભાષા વચનિકા ઉપરથી.)

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૭
હિન્દીભાષી યાત્રિકોની
ધર્મશાળા માટે આવેલ રકમોની યાદી
૧પ૦૦–૦૦ શ્રી વાડીલાલ જગજીવનદાસ કલોલવાળા ૨૦૧–૦૦ શ્રી છોગમલ બાગમલ ભોપાલ
૧૦૦૧–૦૦ શ્રી બાબુલાલ વલ્લભદાસ ટીમરની ૧૦૧–૦૦ શ્રી પુરનચંદ રત્નચંદ ભોપાલ
૧૦૧–૦૦ શ્રી શીવપ્રસાદચંદ કુમારજી પ૧–૦૦ શ્રી ભોગરાજજી વ્રજલાલ ભોપાલ
૧૦૦૧–૦૦ શ્રી કવરચંદશા જ્ઞાનચંદશા સનાવદ ૨૦૧–૦૦ શ્રી કનૈયાલાલ કાલચંદજી ભોપાલ
૨૦૦૧–૦૦ શ્રી મોહનલાલ કાનજી ધીયા રાજકોટ ૧૦૧–૦૦ શ્રી બાબુલાલ પ્રેમચંદજી ભોપાલ
પ૦૧–૦૦ શ્રી રતલાલ શ્રીપાલજી દિલ્હી ૧૦૧–૦૦ શ્રી મુલચંદ ફુલચંદજી ભોપાલ
૨૧૦૧–૦૦ શ્રી પોપટલાલ મોહનલાલ વોરા મુંબઈ ૧૦૧–૦૦ શ્રી રામજીલાલ મગનલાલજી ભોપાલ
૧૦૦૧–૦૦ શ્રી ગટુલાલ વછરાજેમલc/o. જૈન સ્ટોર ગુના ૧૦૧–૦૦ શ્રી પદમચંદજી બાળચંદજી ભોપાલ
પ૧–૦૦ શ્રી ચંન્દુલાલ સુગનચંદ ગુના પ૧–૦૦ શ્રી મીઠુલાલજી સુરજમલજી ભોપાલ
પ૧–૦૦ શ્રી કેવલચંદજી રાધૌગઢ પ૧–૦૦ શ્રી ગાંધી કેશવલાલ મોહનલાલ રૂખીયાળ
૧૦૦૧–૦૦ શ્રી નેમચંદજી જૈન મલકાપુર પ૧–૦૦ શ્રી નેમચંદ ઉગરચંદ રૂખીયાળ
પ૦૧–૦૦ એક ગ્રહસ્ય તરફથી દિલ્હી ૧૦૧–૦૦ શ્રી મતી રૂક્ષ્મણીબેન એડવોકેટ જબલપુર
૨પ૧–૦૦ શ્રી લાલજી ચુનીલાલજી મીસ્ત્રી ભેલસા ૨૦૦૧–૦૦ શ્રી કામાણી જુયનાભાઈઓ તરફથી જમશેદપુર
૧૦૧–૦૦ શ્રી જગદીશ પ્રસાદજી દિલ્હી પ૧–૦૦ મીઠાલાલ જગજીવન સોનાસાણ
૧૦૧–૦૦ શ્રી ધન્નાલાલજી ગ્વાલીયર પ૧–૦૦ બળવંતરાય પદમચંદ દિલ્હી
૧૦૧–૦૦ શ્રી કુંન્તમલ કનૈયાલાલ બરકર પ૧–૦૦ શા મણીલાલ ભોલાભાઈ
૧૦૧–૦૦ શ્રી શીખરચંદજી અમાયન પ૧–૦૦ જેચંદ દીપચંદ ટોકરગાંવ
૧૦૧–૦૦ શ્રી મિશ્રીલાલ ચંપાલાલ ભેલસા પ૧–૦૦ ઊદયલાલ સુંદરલાલ ઉદયપુર
૧૦૧–૦૦ શ્રી સુજાનમલજી મોદી બડીસાદડી પ૧–૦૦ શીખરચંદજી જૈન દિલ્હી
૧૦૧–૦૦ શ્રી બાલમુકુન્દ જૈન દિલ્હી પ૧–૦૦ ગાંધી નેમચંદ કેશવલાલ તલોદ
પ૧–૦૦ શ્રી દેવલાલજી જૈન ઉદયપુર ૩૧–૦૦ ગાંધી માધવલાલ મંગળદાસ
પ૧–૦૦ શ્રી રૂપચંદજી પંચોલી ઈન્દોર ૩૧–૦૦ મંગળદાસ જીવરાજ
પ૧–૦૦ શ્રી પૂનમચંદ અર્જૂનલાલ ઈન્દોર ૩૧–૦૦ નેમચંદ વાલચંદ
પ૧–૦૦ શ્રી ચાંદમલ ચંપાલાલ ઊજ્જૈન ૧૦૧–૦૦ મુમુક્ષુ મંડળ ઝીંઝુવા
પ૧–૦૦ શ્રી પ્યારેલાલ બડજાત્યા અજમેર ૩૧–૦૦ લલ્લુભાઈ છગનલાલ ફતેપુર
પ૧–૦૦ શ્રી બાબુલાલ ચુનીલાલ ફતેપુર ૧૨પ–૦૦ એક સદ્ગૃહસ્થ
પ૧–૦૦ શ્રી નેમીચંદજી જૈન ટીકર પ૧–૦૦ મયાચંદ છગનલાલ કલકત્તા
પ૧–૦૦ શ્રી જેઠમલજી જૈન નારાયણગઢ ૨૮૪–૦૦
૧૦૧–૦૦ શ્રી કાલુરામ પન્નાલાલ ભોપાલ પરચુરણ રકમો–જુદા જુદા ગામના ભાઈઓ તરફથી
૨પ૧–૦૦ શ્રી ભવંરલાલ કનૈયાલાલ જયપુર ૧૭૭૮૪ સોળ હજાર સાતસો ચોરાશી પુરા

PDF/HTML Page 24 of 25
single page version

background image
આત્મધર્મ : ૨૨૭ : ૨૩ :
શ્રી કાયમી પૂજા ખાતે શ્રી શીક્ષણવર્ગના વિધાર્થીઓને પુસ્તક ભેટ આપવા
૨૦૧–૦૦ શ્રી ખુશાલદાસ મોતીચંદ હ. ગંગાબેન– સોનગઢ ૧૪૭–૦૦ શ્રી મોહનલાલ ત્રિકામજી દેસાઈ સોનગઢ
૨૦૧–૦૦ શ્રી નંદલાલ લાલજી અમરેલી ૧૦૧–૦૦ શ્રી તખતરાજ વનાજી કલકત્તા
૨૦૧–૦૦ શ્રી મોહનલાલ કાનજી ઘીયા રાજકોટ પ્રવેશદ્વારા ઉપર સુંદર સૂત્ર બોર્ડ મ
૨૦૧–૦૦ શ્રી પોપટલાલ મોહનલાલ વોરા મુંબઈ પ૦૧–૦૦ શ્રી વાડીલાલ જગજીવનદાસ કલોલ
૨૦૧–૦૦ શ્રી જમનાદાસ તારાચંદ મુંબઈ શ્રી જ્ઞાનખાતે–પ૧ કેશવલાલ મા. અમદાવાદ
૧૦૦પ–૦૦ (એક હજાર પાંચ રૂપીયા) પ૧–૦૦ જવેરીલાલ મેઘનગર, ૩૦ ભોપાળના મુમુક્ષુ બહેનો.
શ્રી સમયસારજી ગુજરાતીની કળશટીકા ખાતે ૧૨૭–૦૦ ગોગીદેવી આશ્રમના બેનો તરફથી સોનગઢ
૧૦૧–૦૦ પૂ. બેનશ્રીબેન સોનગઢ શ્રી ધર્મવાત્સલ્ય ફંડ ખાતે
પ૦૧–૦૦ શ્રી પોપટલાલ મોહનલાલ વોરા મુંબઈ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી ધારશીભાઈ વીરચંદે તથા તેમના ધર્મપત્નિ શ્રી
શકરીબેન પૂજ્ય ગુરુદેવ સમક્ષ આ જીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી તે બદલ ધન્યવાદ (અસાડ વદી ૧ ના રોજ)
વૈરાગ્ય સમાચાર
(૧) શ્રી રસીકલાલ જયંતિલાલ ઉમરાળાવાળા
(ઉંમર વર્ષ ૨પ) જેઓ પૂજ્ય ગુરુદેવના સંસાર અવસ્થાના
ભાઈના પૌત્ર હતા, તેઓ ટૂંક સમયની બીમારીથી પાલેજ
મુકામે જેઠ સુદી ૧ ના રોજ દેહાવસાન પામ્યા. તેમને પૂ૦
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો, તેમનો આત્મા પૂ૦
ગુરુદેવ પ્રત્યે આત્મા આત્મકલ્યાણ સાધે એવી ભાવના સાથે
તેમના કુટુંબીઓ પ્રત્યે ઘણો સમવેદના પ્રગટ કરીએ છીએ.
(૨) શ્રી ભાઈચંદ મોતીચંદ ગાંધી (ઉ. વ. ૮૮)
તેઓ તા. ૨૬–૮–૬૨ ના રોજ સોનગઢમાં પરલોકવાશી થયા.
તેમને પણ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. ૨૦
વર્ષથી ધર્મ જિજ્ઞાસાથી તેઓ સોનગઢમાં રહેતા હતા, તેમનો
આત્મા ધર્મ જિજ્ઞાસમાં વૃદ્ધિ કરીને શીઘ્ર આત્મકલ્યાણ સાધે
એવી ભાવના વ્યક્ત કરીએ છીએ તેમના કુટુંબીજનો પ્રત્યે
સહાનુભૂતિ દર્શાવીએ છીએ.

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------


આ ‘દસલક્ષણી પર્વ’ ના દિવસો તે ખરેખર આરાધનાના દિવસો છે. રત્નત્રયાધર્મની
વિશેષપણે પરિઉપાસના કરવા માટે આ ધર્મદિવસોને સનાતન જૈન શાસનમાં ‘પર્યુંષણ પર્વ’ કહેવાય
છે.... આરાધના આ મહાપવિત્ર પર્વનો અપાર મહિમા છે. જેમ નંદીશ્વર અષ્ટાહ્મિકા ભક્તિપ્રધાન પર્વ
છે તેમ આ દશલક્ષણી પર્વ આરાધનાપ્રધાન છે.
હે જીવો! તમારી સર્વશક્તિને રત્નત્રયની આરાધનામાં જોડો.
_________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર