Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 65
single page version

background image
: પ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
જયપુર:– (ખાનિયાજી) માં જિનમંદિરની પ્રતિષ્ઠાનો મોટો પંચકલ્યાણક મહોત્સવ
ગત માસમાં થયો–જેમાં આસપાસના હજારો લોકોની ઉપસ્થિતિ હતી. પંચ કલ્યાણકના
દ્રશ્યોમાં ૮૦, ૦૦૦ જેટલા માણસોની વિરાટ સભા થતી. જયપુરથી ચાર કિલોમીટર દૂર
ખાનિયામાં આવેલા ૭૦૦ ફુટ ઊંચી એક પહાડી પાર્શ્વનાથ ચૂલગિરિ’ તરીકે ઓળખાય છે.
તેના પર ૨૪ તીર્થંકરોના ચરણકમલની ૨૪ દોરી તથા ચાર ગણધરોના ચરણપાદૂકાની ૪ દેરી
છે. પ્રતિષ્ઠા મહોત્સવનો મંડપ ૧ લાખ ૨૦ હજાર ચોરસફૂટ (એટલે સોનગઢના પ્રવચનમંડપ
કરતાં લગભગ ૨પ ગણો, ને સ્વાધ્યાય મંદિર કરતાં ૧૦૦ ગણો વિશાળ હતો. પ્રતિષ્ઠાની
વેદી ૭૦+૭૦ ફુટ (એટલે પ્રવચન મંડપ જેવડી) હતી; યાત્રિકો માટે અઢી હજાર જેટલા
તંબુઓ હતા. મંદિરમાં મૂળનાયક પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા ૭ ફુટ ઊંચી છે. અને પહાડી ઉપર
બાહુબલીસ્વામીની ૩પ ફુટ જેવડી વિશાળ ભવ્ય પ્રતિમા સ્થાપવાની યોજના પણ
વિચારાધીન છે. પર્વત ઉપર જવા માટે ૮૦૦ પગથિયા છે. સૌધર્મેન્દ્રની બોલીના ત્રીસ હજાર
ને રથના સારથીના બોલીના ૧૧૦૦૦ થયા હતા. જયપુરમાં અને જયપુરની આસપાસમાં
જૈનોની ખૂબ વસ્તી છે. ઠેરઠેર જૈનોની વસ્તી જોતાં ભારતમાં જૈનોની કૂલ વસ્તી એક કરોડ
ઉપરાન્ત હોવાનો અંદાજ છે.
કેશરીયાજી:– રાજસ્થાનમાં આવેલું કેશરિયાજીનું પ્રાચીન ઋષભદેવ–મન્દિર પ્રસિદ્ધ
છે. આ મંદિરમાં ભગવાન ઋષભદેવના પ્રતિમાજી (૧૬ સ્વપ્ન સહિત) બિરાજી રહ્યા છે.
હાલમાં, આ મંદિર એ જૈનમંદિર છે ને હિન્દુમન્દિર નથીએવો મહત્વનો ચુકાદો જોધપુર
હાઈકોર્ટના ન્યાયાધીશે આપ્યો છે અને આ જૈનમંદિરની વ્યવસ્થા જૈનોદ્વારા જ થાય એમ
ઠરાવ્યું છે. હવે જૈનસમાજની તરફેણમાં આવેલા આ ચુકાદાને શોભાવવા માટે સમસ્ત જૈનો
પ્રેમપૂર્વક હળી–મળીને પ્રભુ ઋષભદેવના દર્શન–ભક્તિનો લાભ લ્યે એમ આપણે
ઈચ્છીએ....અને શ્વેતાંબર–દિગંબર બંને સમાજ વચ્ચે ‘તાશ્કંદકરાર’ કરતાંય ખૂબ ઉચ્ચ
કોટિના એવા કોઈ ‘કેશરીયાજી કરાર’ થાય ને બંને પક્ષ નિશ્ચિન્તપણે ભગવાન આદિનાથની
આરાધના કરે....એમ ભાવના ભાવીએ છીએ.
ગુના:– (મધ્ય–પ્રદેશ) માં તા. ૭જુનથી તા ૨૧મીજુન સુધી અનેક વિદ્વાનોના
સાન્નિધ્યમાં “જૈનધર્મ શિક્ષણવર્ગ” નું આયોજન ‘મધ્યપ્રદેશીય’ દિ. જૈન મુમુક્ષુ મંડળ’ દ્વારા
કરવામાં આવ્યું છે. શિક્ષણવર્ગમાં ભાગ લેવાના ઈચ્છુક જિજ્ઞાસુ ભાઈઓએ દશ દિવસ
અગાઉ નીચેના સરનામે સૂચના મોકલવી:–
डालचन्दजैन सराफ, सराफ बाजार, चौक; भौपाल [म. प्र]
દક્ષિણદેશમાં:– કુંદકુંદપ્રભુના સમાધિધામ કુન્દાદ્રિની નજીક આવેલ હુમચ નગરમાં
તા. ૧૪–૧પ માર્ચના રોજ સંસ્કૃતિ સંમેલન હતું, તે પ્રસંગે ત્યાં “કુંદકુંદ–બ્રહ્મચર્યાશ્રમ” નું
ઉદ્ઘાટન થયું હતું.

PDF/HTML Page 62 of 65
single page version

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : પપ :
જયપુર:– જયપુરશહેર જૈનોનું પ્રાચીન ગૌરવભર્યું સ્થાન છે.....ભારતની આ
શુસોભિત નગરી અનેક જિનાલયોવડે વધુ સુશોભિત બની છે. અહીંના અનેક
વિદ્વાનોએ જૈનશાસનને શોભાવ્યું છે ને ધાર્મિકસાહિત્યમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો
છે. મહાવીરજયંતિ વગેરે ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે પૂ. ગુરુદેવની
જન્મજયંતિ પણ ઉત્સાહથી ઉજવાઈ હતી જયપુર હવે ફરીને વિશેષ જાગૃત થતું જાય
છે....પૂરણચંદજી ગોદિકા વગેરેના ઉત્સાહથી અહીંનું મુમુક્ષુ મંડળ પણ સારી પ્રગતિ સાધી
રહ્યું છે; જયપુરના નિડર અને મધ્યસ્થ વિદ્વાન પં. શ્રી ચૈનસુખદાસજી પણ મહત્વનો
સહકાર આપી રહ્યા છે. પં. ટોડરમલ્લજી સ્મારકભવનના ઉદ્ઘાટન પ્રસંગે પૂ.
કાનજીસ્વામી જયપુર પધારે તેનો લાભ લેવા જયપુરસમાજના હજારો જિજ્ઞાસુઓ
ઈન્તેજારીપૂર્વક રાહ જોઈ રહ્યા છે. (સ્મારકભવનનું ઉદ્ઘાટન આગામી વર્ષે ફાગણ
લગભગમાં થવાનો સંભવ છે.)
– जय जिनेन्द्र
રાજકોટમાં પંદર દિવસ
સોનગઢમાં જન્મોત્સવ ઉજવીને તરત (વૈશાખ સુદ ચોથે) પૂ. ગુરુદેવ રાજકોટ
પધાર્યા હતા ને ત્યાં પંદર દિવસ રહ્યા હતા. પૂ. ગુરુદેવ પધારતાં રાજકોટના સંઘે
ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. તથા સમવસરણ અને માનસ્તંભની પ્રતિષ્ઠાનો પ્રથમ
વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, તે દિવસે જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી,
પંદર દિવસ દરમિયાન શ્રી સમયસારની ગાથા ૬–૭ ૧૧ તથા ૧પ ઉપર અને કળશટીકા
નિર્જરા અધિકાર ઉપર અધ્યાત્મરસભીનાં પ્રવચનો થયા હતા. રાત્રે તત્ત્વચર્ચામાં પણ
જિજ્ઞાસુઓ ખૂબ રસ લેતા હતા.
રાજકોટ પંદર દિવસ રહીને પૂ. ગુરુદેવ વૈશાખ વદ પાંચમે સોનગઢ પધાર્યા;
સવારના પ્રવચનમાં ઈષ્ટોપદેશ તથા બપોરના પ્રવચનમાં નિયમસાર વંચાય છે.
વિદ્યાર્થીઓનો શિક્ષણવર્ગ પણ ચાલી રહ્યો છે.
સોનગઢમાં વૈશાખ વદ છઠ્ઠે સમવસરણની પ્રતિષ્ઠાનો વાર્ષિકદિવસ તથા વદ
આઠમે સ્વાધ્યાયમંદિરમાં સમયસાર–પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ ઉજવાયો હતો.
m

PDF/HTML Page 63 of 65
single page version

background image
: પ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
*
જામનગરના શ્રી નવલચંદ છગનલાલના માતુશ્રી લક્ષ્મીબેન જામનગરમાં વૈશાખ સુદ
બીજની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ રહીને જિજ્ઞાસાપૂર્વક સત્સંગનો
લાભ લેતા હતા. સત્સંગની ભાવનામાં આગળ વધીને તેઓ આત્મહિત પામે એ જ ભાવના.
*
વાંકાનેરમાં પ્રભુદાસ લાલચંદ શેઠ ગત વૈશાખ સુદ બીજની રાત્રે લગભગ ૬૦ વર્ષની વયે
સ્વર્ગવાસ પામી ગયા. વાંકાનેર મુમુક્ષુ મંડળમાં તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા; અને ત્યાંના
જિનમંદિર વગેરે સંબંધી કામકાજમાં તેઓએ ખૂબ હોંશથી ભાગ લીધો. વૈશાખ સુદ બીજના
વાત્સલ્ય જમણમાં પણ તેઓ હાજર રહ્યા હતા, ને તે દિવસે મધરાતે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
દર વર્ષે શિક્ષણવર્ગ વગેરે પ્રસંગે સોનગઢ આવીને પણ તેઓ અવારનવાર લાભ લેતા. દેવ–ગુરુ–
ધર્મની ભક્તિમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
*
વૈશાખ સુદ ૯ના રોજ હિંમતનગરના મણિલાલ ભાઈચંદના સુપુત્ર રમણિકલાલ માત્ર ૩૦
વર્ષની યુવાનવયમાં સ્વર્ગવાસ પામી ગયા. આથી તેમના કુટુંબમાં વૈરાગ્યનું વાતાવરણ ફેલાઈ ગયું
છે. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તે આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
*
દેહગામમાં ચંદનબેન (કેશવલાલ ગુલાબચંદના ધર્મપત્ની) વૈશાખ સુદ ૧૧ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. છેલ્લા અનેક વર્ષોથી સોનગઢમાં રહીને તેઓ સત્સંગનો લાભ લેતા હતા.
કેટલાક વખતથી કેન્સરની ગંભીર બિમારી થવા છતાં પણ સત્સમાગમની છાયામાં સોનગઢમાં જ
રહેવાની તેમને ઘણી ભાવના હતી. દેહગામમાં પણ તેઓ છેલ્લે સુધી સત્સમાગમનું બહુમાન કરીને
તેની ભાવના ભાવતા હતા, ને ટેપ રેકોર્ડિંગદ્વારા ગુરુદેવના પ્રવચનોનું શ્રવણ કરતા હતા. દેહગામ–
જિનમંદિરમાં તેમના કુટુમ્બનો મહત્વનો ફાળો હતો, ને પોતાના આખા પરિવારમાં ઘણી તમન્નાથી
તેમણે ધર્મના સંસ્કાર રેડયા હતા. પૂ. બેનશ્રીબેનના વાંચન વગેરેમાં પણ તેઓ ઘણો ઉત્સાહ
બતાવતા; સત્સંગે મેળવેલા સંસ્કારમાં આગળ વધી તેઓ આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.
*
સુરતમાં ભાઈશ્રી ફાવાભાઈ (ધીરજલાલ હરજીવન) વૈશાખ વદ આઠમના રોજ
પક્ષઘાતના હૂમલાથી સ્વર્ગવાસ પામ્યા; ઘણાં વર્ષોથી તેઓ પૂ. ગુરુદેવના પરિચયમાં હતા. અને
હાલમાં તેઓ લગભગ સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા. સોનગઢમાં વૈશાખ સુદ
બીજના ઉત્સવ વખતે તેમણે ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. (આ અંકમાં પ્રસિદ્ધ થયેલ એક દ્રશ્યમાં
મંગલમંડપમાં ગુરુદેવની ચરણછાયામાં ફાવાભાઈ બેસેલા જોઈ શકાય છે.) પોતાના હાથે કોઈ
શુભકાર્ય કરવું એવી ભાવનાથી “શ્રાવકધર્મપ્રકાશ” પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને ભેટ
આપવામાટે તેમણે રૂા. પાંચહજારની રકમ કાઢી હતી; ને તે પુસ્તક છપાવાનો પ્રારંભ પણ થઈ ગયો
હતો. પરંતુ સુરતમાં પક્ષઘાતના હુમલાથી અચાનક તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. આવા ક્ષણભંગુર
સંસારમાં સત્સંગ વડે તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.

PDF/HTML Page 64 of 65
single page version

background image
“પૂર્વજન્મ સંસ્કાર તે......જીવ નિત્યતા ત્યાંય”
વૈશાખ સુદ બીજના પ્રવચન પછી પૂ. ગુરુદેવ “રાજુલ” નો
પરિચય આપી રહ્યા છે: ચિત્રમાં પાંચ વર્ષની રાજુલ, પૂ. ગુરુદેવ અને
પૂ. બેનશ્રીબેનની વચ્ચે ઊભેલી નજરે પડે છે. ગુરુદેવ કહે છે કે આ
રાજુલને અઢી વર્ષની ઉંમરે પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું છે કે પૂર્વ
ભવે હું જુનાગઢમાં ગીતા હતી. પોતાના પૂર્વભવના (ગીતાના) માતા–
પિતા અત્યારે જુનાગઢમાં છે તેમને આ રાજુલે ઓળખી કાઢયા. વગેરે
હકીકતો પછી કહ્યું કે આ રાજુલને તો આ જ ક્ષેત્ર સાથેનો સંબંધ એટલે
તેના પૂરાવા બતાવી શકાય, પરંતુ બેનને તો આત્માના જ્ઞાન સહિત
વિદેહક્ષેત્ર વગેરેના અનેક ભવનું જ્ઞાન છે, પણ તે અહીંના જીવોને કઈ
રીતે બતાવી શકાય? એ તો અંતરના પૂરાવાથી સિદ્ધ થઈ ગયેલી વાત
છે. (વિગેરે ઘણી ઘણી વાત ગુરુદેવે પ્રમોદથી કરી હતી.)

PDF/HTML Page 65 of 65
single page version

background image
ATMADHARM Regd. No. 182
હૈયામાં જ્યારે મુનિજીવનની મધુરી ઉર્મીઓ જાગે છે–
[વૈશાખ સુદ બીજ–પ્રવચન પછીનું દ્રશ્ય]
વન–જંગલના નિર્જરા વાતાવરણમાં એકલા વિચરતી વખતે
ગુરુદેવને અવારનવાર મુનિવરોનાં દર્શનના કોડ જાગે છે....અહા, કોઈ
દિગંબર સંતમુનિ અચાનક આકાશમાંથી ઊતરીને દર્શન આપે તો કેવું
સારૂં? એમના મુખથી છૂટતી અધ્યાત્મની ધારા સાંભળીએ, ને એમના
ચરણને ભક્તિથી સેવીએ, અહા, વિદેહમાં તો ઘણા મુનિઓ
છે....વિદેહના કોઈ મુનિરાજ આકાશમાર્ગે પધારીને દર્શન આપો.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ: આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર.