Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
૩૮ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગમાં ધોરણ પ થી ૧૧ (એસ.એસ.સી) સુધી અભ્યાસ કરતા જૈન
વિદ્યાર્થીઓને કોઈપણ ફિરકાના ભેદભાવ વગર દાખલ કરવામાં આવે છે.
માસિક ભોજનના પૂરી ફીના રૂા. ૩૦/– તથા ઓછી ફીના રૂા. ૨૦/– ચાર્જ લેવામાં
આવે છે.
અહીંની ગુરુકૂળ હાઈસ્કૂલમાં ધોરણ પ થી અંગ્રેજી શીખવવામાં આવે છે. અહીં રહેતા
વિદ્યાર્થીઓને શ્રી સનાતન દિગંબર જૈનધર્મના ધાર્મિક અભ્યાસ કરવાનો તથા આધ્યાત્મિક
સંત પરમોપકારી પૂજ્ય શ્રી કાનજીસ્વામીના વ્યાખ્યાનશ્રવણનો પણ અલભ્ય લાભ મળે છે.
વિદ્યાર્થીઓને રહેવા માટે ગામની બહાર વિશાળ હવા–ઉજાસવાળું સુંદર મકાન છે.
દરેક વિદ્યાર્થીને સૂવા માટે પલંગ આપવામાં આવે છે.
સંસ્થામાં દૂધ તથા ખોરાક સાદો સાત્ત્વિક ચોકખો આપવામાં આવે છે.
અહીં વિદ્યાર્થીઓને શારીરિક તથા માનસિક વિકાસની સુંદર તક મળે છે.
દાખલ થવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ તા.૩૦–૪–૬૮ સુધીમાં ૧પ પૈસાની ટિકિટો બીડી
પ્રવેશપત્રો અને નિયમો મંગાવી તે વિગતવાર ભરી વાર્ષિક પરીક્ષાના પરિણામ (પ્રગતિપત્રક)
અગર હેડમાસ્તરની સહીવાળું માર્કશીટ સાથે તા.૧પ–પ–૬૮ સુધીમાં મોકલી આપવા.
લિ.–
મલુકચંદ છોટાલાલ શાહ
જૈનદર્શન શિક્ષણવર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક જૈન વિદ્યાર્થીભાઈઓ માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ વૈશાખ
વદ એકમને સોમવાર તા.૧૩–પ–૬૮ થી શરૂ થશે અને તા.૧–૬–૬૮ જેઠ સુદ પાંચમ સુધી
૨૦ દિવસ ચાલશે. જેમને શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે (જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ, સોનગઢ–સૌરાષ્ટ્ર) એ સરનામે ખબર આપવા. બીજા પુસ્તકો ઉપરાંત દ્રવ્યસંગ્રહ
(ગુજરાતી) પણ વર્ગમાં ચાલે છે, તો જેમની પાસે દ્રવ્યસંગ્રહ હોય તેઓ તે જરૂર લાવશો–
કેમકે સોનગઢમાં દ્રવ્યસંગ્રહ પુસ્તક બહુ થોડા છે.
* * *

PDF/HTML Page 42 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯
વાઘ અને સિંહ
ગતાંકના વાઘનું દ્રશ્ય (જે ભૂલથી
હૈદરાબાદનું લખાઈ ગયેલ તે) મૈસુરનું હતું,
અને આ સિંહનું દ્રશ્ય હૈદરાબાદનું છે. પરંતુ
ઓલો વાઘ તો સાચો હતો, પણ આ સિંહ
સાચો નથી, આ તો પથ્થરમાં કોતરેલો છે.
એ કોતરેલો સિંહ એની મસ્તીમાં મસ્ત છે
તો ગુરુદેવ પોતાની મસ્તીમાં મસ્ત છે. એ
તો વિચારી રહ્યા છે કે ‘વળી પર્વતમાં વાઘ–
સિંહ સંયોગ જો...અડોલ આસન ને મનમાં
નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા
યોગ જો...’
એવી મુનિદશાનો ધન્ય અવસર કયારે આવશે? (હૈદરાબાદનું મ્યુઝીયમ–કે જે
ભારતમાં સૌથી મોટું ગણાતું–તે જોયું, પરંતુ એમાં એવી કોઈ વિશેષતા ન દેખાણી કે જે
ગુરુદેવને આશ્ચર્ય ઉપજાવે. નીરસપણે ઊડતું અવલોકન કરીને ત્યાંના એક ઓટલા ઉપર
બેઠાબેઠા ગુરુદેવ કંઈક ચિન્તન કરી રહ્યા છે.)
* નાઈરોબી (આફ્રિકા) માં ભાઈશ્રી રાયચંદ ધરમશી ચેલાવાળા તા.૬–૩–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. મોશી (આફ્રિકા) માં તેમણે ઘરમાં નાનું સરખું મંદિર બનાવેલું, ને મુમુક્ષુમંડળના બધા
કાર્યક્રમો ત્યાં થતા હતા.
* આટકોટ મુકામે ભાઈશ્રી ચુનીલાલ નારણજી તા.૨૭–૨–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* ભાઈશ્રી હિંમતલાલ હરખચંદના માતુશ્રી સમરતબેન મોરબી મુકામે ફાગણ સુદ ૧૪ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* લાખણકામાં ભાઈશ્રી મનસુખલાલ આણંદજી ગત ફાગણ સુદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
(બ્ર.ગુલાબચંદભાઈના તે નાના ભાઈ હતા.)
* મુંબઈ વિલેપારલેમાં ભાઈશ્રી રતિલાલ હીરાચંદ (મોરબીવાળા ધારશીભાઈના બનેવી) ફાગણ વદ
એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.

PDF/HTML Page 43 of 45
single page version

background image
૪૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
છેલ્લા પૂંઠા ઉપરના ચાર ચિત્રોનો પરચય
(૧) ભારતદેશની ઉત્તમ અધ્યાત્મનગરી સોનગઢનું આ રળિયામણું દ્રશ્ય છે. તેમાં
જિનમંદિર, માનસ્તંભ, સમવસરણ, સ્વાધ્યાયમંદિર, પ્રવચનમંડપ, બ્રહ્મચર્યાશ્રમ વગેરે
નજરે પડે છે.
(૨) સં.૨૦૧૩ ની યાત્રા વખતે કલકત્તાથી ખંડગિરિ–ઉદયગિરિ તરફ વિમાન
દ્વારા જતા હતા ત્યારે તે આકાશગામિની યાત્રાની યાદીરૂપે વિમાનમાં બેઠા બેઠા ગુરુદેવે
લખી આપેલા આ હસ્તાક્ષર છે.
(૩) આ મંદિર બીજે કયાંયનું નહિ પણ આપણા સુપ્રસિદ્ધ તીર્થધામ સોનગઢનું છે.
તેમાં બિરાજે છે–સીમંધર ભગવાન, શાંતિનાથ ભગવાન, પદ્મપ્રભુ ભગવાન, નેમિનાથ
ભગવાન, મહાવીરભગવાન અને પાર્શ્વનાથ ભગવાન. આ મંદિર બંધાયું સં. ૧૯૯૬માં,
અને પ્રતિષ્ઠા થઈ સં. ૧૯૯૭ માં.
૨૭ વર્ષમાં તો મંદિર ઘણું મોટું થઈ ગયું! ૨૭ વર્ષમાં તો એની ઊંચાઈમાં ૩૭ ફૂટ
જેટલો વધારો થયો...જો કે ભગવાન તો એવડા ને એવડા જ રહ્યા....મંદિરની ઊંચાઈ
પહેલાં ૪૧ ફૂટ જેટલી હતી. –જે વધીને અત્યારે લગભગ ૭૮ ફૂટ જેટલી છે. સેંકડો
ભક્તોએ તનતોડ મહેનત કરીને હાથોહાથ આ ભવ્ય મંદિરના પાયા અને છત ભરેલ, –એ
પ્રસંગ આજેય યાદ આવે છે. અરે સૌ ભક્તો છત ભરવા રોકાયેલા હોવાથી બે દિવસ તો
પ્રવચન પણ બંધ રહેલ. –આ ઉપરથી જિનમંદિરના મહાન કાર્યમાં ભક્તોના ઉલ્લાસનો
ખ્યાલ આવશે. (તેના વર્ણન માટે જુઓ, આત્મધર્મ અંક–૧પ૪ કે ૧પપ)
(૪) આજે દોડતી મોટર અને ઊડતા એરોપ્લેનના ઝડપી પ્રવાસના જમાનામાં
ગાડાના ધીરજભર્યા પ્રવાસનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. આપણા બાલસભ્યોમાંથી ઘણાય
સભ્યો તો એવા હશે કે જેઓ કદી ગાડામાં બેઠા નહિ હોય, અરે! બેસવાનું તો ઠીક પણ
કદાચ મુંબઈ જેવા શહેરમાં એવાય સભ્યો હશે કે જેમણે ગાડું જોયું પણ નહિ હોય!
મુંબઈના કેટલાક બાલ સભ્યો જ્યારે સોનગઢ આવે છે ત્યારે ઘેટાં–બકરાં એ તેમને
આશ્ચર્યની વસ્તુ લાગે છે! એવું જ આ ગાડાનું કદાચ લાગશે. પણ આ કાંઈ ૧૦૦–૨૦૦
વર્ષ પહેલાંનું દ્રશ્ય નથી; આ તો માત્ર ૧પ વર્ષ વર્ષ પહેલાંનું એક દ્રશ્ય છે. ગાડું કુંડલપુરીથી
ગુણાવા તરફ જઈ રહ્યું છે, ને તેમાં યાત્રિકો બેઠા છે. કોણ છે એ યાત્રિક ખબર છે? એ તો
છે પૂ. બેનશ્રી, પૂ. બેન વગેરે. અત્યારના જેવો મોટર–બસ વ્યવહાર તે વખતે ન હતો...

PDF/HTML Page 44 of 45
single page version

background image
માનસ્તંભ–ઉત્સવના મંગલ સંભારણા
ચૈત્ર સુદ ૯ ના રોજ નેમિનાથ મુનિરાજના આહારદાનનો પ્રસંગ
[પૂ. બેનશ્રી–બેન આહારદાન દઈ રહ્યા છે; ગુરુદેવ અનુમોદી રહ્યા છે.]
જિનેન્દ્રભગવાનની રથયાત્રાનું
* *
સોનગઢમાં માનસ્તંભપ્રતિષ્ઠા વખતે
તેમજ મોરબી અને વાંકાનેરમાં
પંચકલ્યાણકપ્રતિષ્ઠા વખતે આવા આનંદકારી
પ્રસંગો બન્યા હતા.
(ત્રણે પ્રસંગો ચૈત્ર માસમાં બન્યા હતા.)

PDF/HTML Page 45 of 45
single page version

background image
આત્મધર્મ Regd. No. G. 182
(આ ચાર ચિત્રોના પરિચય માટે જુઓ પાનું ૪૦)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ