Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
૧૮ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
રહે છે. જ્ઞાનની ઊર્ધ્વતા છે. જ્ઞેયો જણાય છે તે જ્ઞાનના અસ્તિત્વને પ્રસિદ્ધ કરે છે.
જ્ઞાનની અસ્તિ વગર જ્ઞેયને જાણ્યું કોણે? પરજ્ઞેયને જાણતી વખતે પણ જ્ઞાનનું
અસ્તિત્વ તો જ્ઞેયથી ભિન્ન જ જ્ઞાની અનુભવે છે. એટલે વિશેષની પ્રસિદ્ધિ વખતેય (–
પરને જાણતી વખતેય) જ્ઞાની જ્ઞાનને જ સ્વપણે અનુભવે છે. રાગને જાણતી વખતે ‘હું
રાગ છું’ એમ જ્ઞાની નથી અનુભવતા, પણ ‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાની અનુભવે છે.
આવી જ્ઞાનની પ્રસિદ્ધિ, જ્ઞાનની અનુભૂતિ તે જૈનશાસન છે. તેમાં રાગનો અભાવ છે.
જ્ઞાનને જ્ઞાનપણે દેખવું–અનુભવવું ને રાગને તેમાં ભેળસેળ ન કરવો તે
ભેદજ્ઞાનની કળા છે. તેમાં ચૈતન્યનું વેદન છે, તેમાં ચૈતન્યની જ મુખ્યતા ને ઊર્ધ્વતા છે.
જાણનારો પોતાની વિદ્યમાનતા વગર કોઈને જાણે એમ કદી બની શકે નહિ. જ્ઞેયને
જાણ્યું એમ કહેવું ને જાણનાર જ્ઞાનની નાસ્તિ કહેવી –એ કદી સંભવે નહિ.
જ્ઞાનની મુખ્યતા કહો કે જ્ઞાનની જ્ઞાનપણે પ્રસિદ્ધિ કહો; જ્ઞાનને જ્ઞાનપણે પ્રસિદ્ધ
કરવું (અનુભવવું) ને જ્ઞાનમાં રાગાદિ જ્ઞેયોને ભેળવવા નહિ, એવા અનુભવનું નામ
જિનશાસન છે; તેમાં શાંતિ છે, તેમાં આનંદ છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
આવી અનુભૂતિવાળા આત્માને જ પરમાર્થઆત્મા કહે છે. જેમ છઠ્ઠી ગાથામાં કહ્યું કે
પરદ્રવ્યોથી ને પરભાવોથી ભિન્નપણે ‘ઉપાસવામાં આવતો’ આત્મા તે ‘શુદ્ધ’ કહેવાય
છે, એટલે નિર્મળ પર્યાયરૂપે તે પરિણમ્યો છે. તેમ અહીં સામાન્યજ્ઞાનની પ્રસિદ્ધિ કહેતાં
જ્ઞાનપર્યાય અંતરમાં ઢળી ગઈ છે તેની વાત છે. પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને
એટલે કે તેમનાથી ભિન્ન જ્ઞાનને અનુભવતાં જે કેવળ એકલા શુદ્ધ આત્માનો અનુભવ
થાય છે તેમાં આત્મા સર્વત : વિજ્ઞાનઘન પણે સ્વાદમાં આવે છે. –આવો અનુભવ તે
ધર્મ છે, તેમાં અતીન્દ્રિય આનંદ છે, તે જ મોક્ષમાર્ગ અને જિનશાસન છે; અનંતા
તીર્થંકરભગવંતોના ઉપદેશનો તે સાર છે.

PDF/HTML Page 22 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯
જીવના પાંચ ભાવો
(તેમાંથી મોક્ષના કારણરૂપ ભાવ કયા?)
[રાજકોટ શહેરમાં આ વખતે સમયસાર ગા. ૧પ ઉપર
પ્રવચનો પૂર્ણ થયા પછી સમયસાર ગા.૩૨૦ ઉપરની જયસેનાચાર્ય
રચિત ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા ઉપર પ્રવચનો થયા હતા.
પ્રવચનમાં અનુકૂળતા રહે તે માટે તે ગાથાનો ગુજરાતી અનુવાદ
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે કરેલ તે છપાવેલ હતો. એના ઉપરનાં
પ્રવચનો છપાવીને ‘આત્મધર્મ’ ના ગ્રાહકોને ભેટ આપવાની
જાહેરાત રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયા તરફથી
કરવામાં આવી છે; એટલે અહીં તે પ્રવચનોમાંથી થોડોક નમૂનો
આપીએ છીએ.
]
*
જ્ઞાનસ્વભાવી આત્મા પરનો અકર્તા ને અવેદક છે, તેને ભૂલીને પરના કર્તૃત્વની
ને ભોકતૃત્વની બુદ્ધિથી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે; તેથી અહીં આચાર્યદેવ
આત્માનો પરથી ભિન્ન અકર્તા–અભોક્તા જ્ઞાનમાત્ર સ્વભાવ બતાવે છે :–
दिठ्ठी संयपि णाणं अकारयं तह अवेदयं चेव ।
जाणदि य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ।। ३२०।।
જેમ આંખ અગ્નિને કરતી નથી કે તેની ઉષ્ણતાને વેદતી નથી; જો આંખ
અગ્નિને કરે કે ભોગવે તો તો આંખ બળી જાય. –પણ આંખ તો દેખનારી જ છે;
સંધુકરણ કરનારને આંખ દેખે છે ને અગ્નિથી ઉષ્ણ થયેલ લોખંડના ગોળાને પણ આંખ
દેખે જ છે, પણ તેને આંખ કરતી કે ભોગવતી નથી, આંખ તો દેખનાર જ રહે છે, તેમ
જ્ઞાન અને દર્શન જેની આંખ છે એવો આત્મા પણ બાહ્યપદાર્થોને કે કર્મના બંધ–મોક્ષને
કરતો નથી ને ભોગવતો નથી, તેનો દ્રષ્ટા–જ્ઞાતા જ રહે છે. –આત્માનો દ્રષ્ટા–જ્ઞાતા
સ્વભાવ અનુભવમાં લેવો તે ધર્મ છે.

PDF/HTML Page 23 of 45
single page version

background image
૨૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારું ચૈતન્યનેત્ર જગતનું સાક્ષી છે, પણ પોતાથી બાહ્ય
એવા રાગાદિને કે જડની ક્રિયાને તે કરનાર નથી. શુદ્ધ જ્ઞાનમાં પરનું કર્તા–ભોક્તાપણું સમાતું
નથી. જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું માનવું તે તો આંખ પાસે પથરા ઉપડાવવા જેવું છે.
જ્ઞાનભાવની મૂર્તિ આત્મા છે, તે જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાની રાગાદિના કર્તા–ભોક્તાપણે
પરિણમતા નથી. જ્ઞાનના પરિણમનમાં રાગનું પરિણમન નથી. શુદ્ધપરિણતિમાં અશુદ્ધ
પરિણતિનું કર્તૃત્વ કેમ હોય ? શુદ્ધપરિણતિરૂપે પરિણમેલો જીવ પણ રાગાદિ અશુદ્ધતાનો
કર્તા–ભોક્તા નથી. તેનું ઉપાદાન શુદ્ધપણે પરિણમી રહ્યું છે. શુદ્ધ ઉપાદાનરૂપે પરિણમતો તે
જીવ શુદ્ધભાવનો જ કર્તા–ભોક્તા છે, તે અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. આવી શુદ્ધતારૂપે
પરિણમેલો આત્મા તે શુદ્ધઆત્મા છે.
અરે જીવ! તારી ચૈતન્યજાત કેવી છે? તારી ચૈતન્યઆંખ કેવી છે. તેની આ વાત છે.
જગતનું પ્રકાશક પણ જગતથી જુદું એવું જ્ઞાનનેત્ર તે તારું સ્વરૂપ છે. આવા જ્ઞાનસ્વરૂપની
શ્રદ્ધા ને અનુભવ કરવો તે કરવાનું છે. પરભાવનું કર્તૃત્વ–ભોક્તૃત્વ જ્ઞાનને સોંપવું તે તો
બોજો છે. કોઈ આંખ પાસે રેતી ઉપડાવવા માંગે તો તે આંખનો નાશ કરવા જેવું છે; તેમ
જડનું ને પુણ્ય–પાપનું કાર્ય જ્ઞાન પાસે કરાવવા માગે છે તેને જ્ઞાનની શ્રદ્ધા જ નથી. ધર્મી તો
વિકાર વગરના જ્ઞાનમાત્રભાવે પોતાને અનુભવે છે. શુદ્ધદ્રષ્ટિની જેમ શુદ્ધજ્ઞાન (ક્ષાયિકજ્ઞાન)
પણ રાગાદિનું અકર્તા–અભોક્તા છે. ક્ષાયિકજ્ઞાન કહેતાં તેરમા ગુણસ્થાનની જ વાત ન
સમજવી; ચોથા ગુણસ્થાનથી પણ જે શુદ્ધ જ્ઞાનપરિણમન થયું છે તે પણ ક્ષાયિકજ્ઞાનની જેમ
જ રાગાદિનું અકર્તા ને અભોક્તા છે. જ્ઞાનનો સ્વભાવ જ રાગાદિનો અકર્તા–અભોક્તા છે.
અહો! મિથ્યાત્વ છૂટતાં જીવ સિદ્ધસદ્રશ છે. જેમ કેવળજ્ઞાન થતાં રાગાદિનું કર્તા–ભોક્તાપણું
જરાપણ રહેતું નથી તેમ અહીં પણ જ્ઞાનનો એવો જ સ્વભાવ છે–એમ ધર્મીજીવ જાણે છે.
અહો! જેમ કેવળજ્ઞાનમાં રાગનું કે પરનું કર્તા–ભોક્તાપણું નથી, તેમ જ્ઞાનના કોઈ
અંશમાં પરનું કે રાગનું કર્તા–ભોક્તાપણું નથી. આત્મા આવા જ્ઞાનસ્વભાવથી ભરપૂર છે.
જ્ઞાનમાં એવું કોઈ બળ નથી કે પરને કરી દ્યે. કેવળજ્ઞાન થતાં જ્ઞાનનું જોર ઘણું વધી ગયું તેથી
જ્ઞાન પરમાં કાંઈ કરે–એમ બનતું નથી. ભાઈ, તારું જ્ઞાન તો પોતાના આનંદને ભોગવનારું
છે, એ સિવાય પરને તો તે કરતું–ભોગવતું નથી. જ્ઞાનની અનંતી તાકાત પ્રગટી–પણ તે
તાકાત શું કરે? પોતાના પૂરા આનંદને તે વેદે, પણ પરમાં કાંઈ કરે નહિ. ભાઈ! અનંત
વીર્યસહિત એવું જે ક્ષાયિકજ્ઞાન તેમાં પણ પરને કરવા–ભોગવવાની તાકાત નથી તો તારામાં
એ વાત ક્યાંથી લાવ્યો? તને ક્ષાયિકજ્ઞાનની ખબર નથી એટલે તારા જ્ઞાનસ્વભાવનીયે તને
ખબર નથી.
આવા જ્ઞાનસ્વભાવને ઓળખીને જે શુદ્ધ જ્ઞાનપરિણતિરૂપે પરિણમ્યો તે જીવ શું કરે
છે? –કે બંધમોક્ષને તેમજ ઉદય–નિર્જરાને જાણે જ છે. કર્મની બંધ–મોક્ષ કે

PDF/HTML Page 24 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧
ઉદય–નિર્જરારૂપ અવસ્થાને જ્ઞાન જાણે જ છે. જેમ કેવળજ્ઞાન સાતા વગેરેના પરમાણુ આવે કે
જાય તેને માત્ર જાણે જ છે, તેમ સર્વજ્ઞસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મીજીવ પણ કર્મના બંધ–મોક્ષને
કે ઉદય–નિર્જરાને જાણે જ છે. રાગાદિને પણ તે જાણે જ છે, પણ તેનું જ્ઞાન તે અશુદ્ધતા સાથે
ભળી જતું નથી, જુદું જ રહે છે.
દ્રવ્યસ્વભાવમાં તો પરનું કર્તા–ભોક્તાપણું નથી, અને તે સ્વભાવની દ્રષ્ટિરૂપ જે
નિર્મળપરિણતિ થઈ તેમાં પણ પરનું કર્તા–ભોક્તાપણું નથી. મેં રાગ કરીને પુણ્યકર્મ બાંધ્યા,
ને તે પુણ્યના ફળને હું ભોગવું છું–એમ ધર્મી માનતા નથી, હું તો જ્ઞાન જ છું–એમ ધર્મી
પોતાને જ્ઞાનરૂપે જ અનુભવે છે.
વળી કોઈ અશુભકર્મનો ઉદય આવી પડે (–જેમકે શ્રેણિકને નરકમાં પાપકર્મનો ઉદય
છે–) ત્યાં પણ ધર્મીજીવ તે અશુભકર્મના ફળરૂપે પોતાને નથી અનુભવતા, તે તો તેનાથી
ભિન્ન જ્ઞાનપણે જ પોતાને અનુભવે છે, પોતાના આત્મિક આનંદને જ અનુભવે છે. જે
શુભાશુભ છે તેના વેદનને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે. જેમ સૂર્ય જગતના અનેક
શુભાશુભ પદાર્થોને રાગ–દ્વેષ વગર પ્રકાશે જ છે, પણ તેને કરતો કે ભોગવતો નથી, એવો જ
એનો પ્રકાશકસ્વભાવ છે; તેમ જ્ઞાનસૂર્ય આત્મા પણ પોતાના ચૈતન્યકિરણો વડે
શુભાશુભકર્મના ઉદયને કે નિર્જરાને, બંધને કે મોક્ષને જાણે જ છે, પણ તેને કરવા–
ભોગવવાનો તેનો સ્વભાવ નથી. જ્ઞાન તો જ્ઞાનપણે જ રહે છે. જ્ઞાનનું જ્ઞાનપણું પોતાથી જ
છે. કર્મની જે અવસ્થા થાય તેને તે જાણે છે. આવો જ્ઞાનસ્વભાવી આત્મા છે–તેને જાણીને તે
જ્ઞાનસ્વભાવની ભાવના કરવી એવો ઉપદેશ છે.
જ્ઞાનસ્વભાવી આત્મા તે જીવતત્ત્વ છે.
બંધ–મોક્ષ કે ઉદય–નિર્જરારૂપ પુદ્ગલકર્મ તે અજીવતત્ત્વ છે. એ બંનેની ભિન્નતા
છે. અહો, આવી ભિન્નતાનું ભાન કરીને જે જ્ઞાનસ્વભાવમાં ઊતર્યા તે અતીન્દ્રિય
આનંદનું મહા સુખ માણે છે (માંહી પડ્યા તે મહા સુખ માણે.)
[ફાગણ સુદ ૧૧]
સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધ આત્મા કેવો છે? તેનું આ વર્ણન છે. તે આત્મા કર્મના
બંધ–મોક્ષનો કે ઉદય–નિર્જરાનો કર્તા–ભોક્તા નથી.
“द्रव्यात्मलाभ” તે પારિણામિકભાવનું લક્ષણ કહ્યું છે; એટલે દ્રવ્યનું નિજસ્વરૂપે
અસ્તિત્વ તે દ્રવ્ય–આત્મલાભ છે; પારિણામિકભાવે દ્રવ્ય સદા નિજસ્વરૂપે એકરૂપ
અસ્તિત્વવાળું છે, ધ્રુવદ્રષ્ટિથી જોતાં વસ્તુ ધ્રુવ છે, તે ધ્રુવદ્રષ્ટિમાં પરિણમન દેખાતું નથી;
પરિણમન તે પર્યાયનયનો વિષય છે.

PDF/HTML Page 25 of 45
single page version

background image
૨૨ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
દ્રવ્ય–પર્યાય બંનેને ભાવશ્રુતજ્ઞાનપ્રમાણ જાણે છે. સ્વસંવેદનરૂપ ભાવશ્રુતજ્ઞાનમાં
દ્રવ્ય–પર્યાય જેમ છે તેમ જણાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બંને તે ભાવશ્રુતના અંશો
છે– અવયવો છે–નય છે.
ધ્રુવભાવ છે તે પર્યાયને કરતો નથી; પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. શુદ્ધ–દ્રવ્યાર્થિકનય
કેવો છે? કે સર્વવિશુદ્ધ એવા પરમ પારિણામિક પરમભાવનો ગ્રાહક છે, શુદ્ધ ઉપાદાનભૂત છે.
રાગાદિનું કર્તૃત્વ–ભોક્તૃત્વ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જીવમાં નથી. નિર્મળપર્યાય કે મલિનપર્યાય તે
દ્રવ્યાર્થિકનયમાં ન આવે. દ્રવ્યાર્થિકનયમાં તો એકલું દ્રવ્ય જ આવે; એ અપેક્ષાએ
દ્રવ્યાર્થિકનયમાં તો જીવને પરિણામથી શૂન્ય કહેવાય છે. શુદ્ધપર્યાય તે વખતે છે ખરી પણ
દ્રવ્યદ્રષ્ટિમાં તે આવતી નથી.
મોક્ષમાર્ગ કે મોક્ષ તે નિર્મળપરિણામ છે, તે દ્રવ્યરૂપ નથી. દ્રવ્યને દેખનારી દ્રષ્ટિમાં
પર્યાય ન આવે. પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આવા દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુ છે–એમ
આગળ કહેશે. પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયદ્વય તે આત્મપદાર્થ છે.
બંધ ને મોક્ષનાં કારણ તે બંને પર્યાય છે; દ્રવ્યરૂપ એવો પારિણામિક પરમભાવ તો
બંધ–મોક્ષનું કારણ નથી. પારિણામિકભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો તો પર્યાયની
સાથે તે પણ નાશ પામી જાય.
જ્ઞાનીનો અનાદર, દેવ–ગુરુની નિંદા વગેરે કારણોથી તીવ્ર દર્શનમોહ બંધાય છે. આવા
જે બંધકારણો તે શુદ્ધજીવમાં નથી. આવા શુદ્ધજીવને સમ્યગ્દ્રષ્ટિ દેખે છે. તેથી અહીં કહ્યું કે
‘સર્વવિશુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ–
ભોક્તૃત્વથી તથા બંધ–મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે.
આઠ કર્મ કે તેના બંધનના કારણરૂપ અશુદ્ધ પરિણામો તે શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જીવમાં
નથી. અને સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શનાદિ મોક્ષકારણરૂપે પરિણમે છે તે પર્યાય પણ
શુદ્ધદ્રવ્યદ્રષ્ટિમાં આવતી નથી, તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે. બંને નયોના વિષય ભિન્નભિન્ન
છે. પરસ્પર સાપેક્ષ આવા દ્રવ્ય–પર્યાયનું જોડકું તે આત્મવસ્તુ છે.
મોક્ષનું કારણ કે મોક્ષ, બંધનું કારણ કે બંધ, એ બધી અવસ્થાઓ વખતે ધ્રુવદ્રવ્ય તો
એકરૂપ એવું ને એવું છે; પર્યાય અનિત્ય છે, દ્રવ્ય–નિત્ય છે, –એ બંનેની સાપેક્ષતાવડે વસ્તુ
સિદ્ધ થાય છે, એટલે કે બે નયોનો વિરોધ રહેતો નથી.
જુઓ, આ આત્મવસ્તુને જાણવાની રીત.
આત્માના પાંચ ભાવો બતાવીને તેમાં ક્યા ભાવો બંધ–મોક્ષના કારણરૂપ છે એ વાત
પછી સમજાવશે. એક ક્ષણિક અંશમાં બંધન હતું ને ટળ્‌યું તેથી આખો પુરુષ તો તે બંધ કે
મોક્ષ જેટલો નથી–એ વાત દ્રવ્યસંગ્રહમાં પણ બતાવી છે.

PDF/HTML Page 26 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩
અહીં દ્રવ્યદ્રષ્થિી જે શુદ્ધદ્રવ્ય છે તેને દેખવું–જાણવું–અનુભવવું તે મોક્ષમાર્ગ છે.
શુદ્ધદ્રવ્યદ્રષ્ટિમાં બંધ–મોક્ષપર્યાય ન આવે; આ અપેક્ષાએ શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવને પરિણામથી
શૂન્ય કહ્યો. પણ જીવ સર્વથા પરિણામથી શૂન્ય નથી. દ્રવ્ય ને પર્યાય કથંચિત્ ભિન્ન છે, સર્વથા
ભિન્ન નથી.
દ્રવ્ય શું, પર્યાય શું, ધ્યાન શું, ધ્યેય શું તેને જાણ્યા વગર કેટલાક કહે છે કે શૂન્યનું
ધ્યાન કરવું. પણ ભાઈ! કોનું ધ્યાન કરીશ? સર્વથા શૂન્યનું ધ્યાન હોઈ ન શકે. સત્નું ધ્યાન
હોય. સત્ કેવું છે તેની ઓળખાણ વગર ધ્યાન ન હોય.
જયસેનાચાર્યરચિત આ ટીકાનું નામ “તાત્પર્યવૃત્તિ’ છે; તેમાં શાસ્ત્રનું તાત્પર્ય શું?
જ્ઞાનનું તાત્પર્ય શું? તે બતાવે છે. આત્માનો સારભૂત સ્વભાવ શું–કે જેને લક્ષમાં લેતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદ થાય. એવા તાત્પર્યભૂત સારરૂપ આત્મસ્વરૂપનું આ વર્ણન છે.
કદાચ ઝીણું પડે તોપણ, આ આત્માના હિત માટેની પ્રયોજનભૂત વાત છે–એમ લક્ષમાં
મહિમા લાવી પ્રયત્ન કરવો, તો જરૂર સમજાય તેવું છે. જીવમાં તો કેવળજ્ઞાન લેવાની તાકાત
છે, તો પોતાની વાત એને ન સમજાય એ કેમ બને? પણ તે માટે અંતરમાં ઊંડી લગની ને
આત્માની દરકાર જોઈએ.
આત્માનો કાયમ ટકતો સ્વભાવ શું ને તેની નિર્મળ પર્યાય શું? વિકાર શું ને પર શું?
–એ બધા પ્રકારોને જેમ છે તેમ ઓળખીને, તેમાંથી પોતાના હિતનું કારણ કોણ છે–એટલે કે
મોક્ષનું કારણ કોણ છે? તેની આ વાત છે. આત્માને સમજવા માટે ને અનુભવમાં લેવા માટે
તેની ખુમારી ચડવી જોઈએ. જેમ બંધાણીને અફીણ વગેરેની ખુમારી ચડે છે તેમ આત્માના
હિત માટે તેના અનુભવની એવી ખુમારી ચડે કે દુનિયાનો રસ ઊડી જાય.–
લાગી લગન હમારી જિનરાજ લાગી લગન હમારી;
કાહુકે કહે કબહું ન છૂટે લોકલાજ સબ ડારી;
જૈસે અમલી અમલ કરત સમે લાગ રહી ખુમારી...
લાગી લગન હમારી...
ભગવાન આત્માની જેને લગની લાગી તેને તેની ખુમારી ઊતરે નહિ, દુનિયા શું
કહેશે તે જોવા તે રોકાય નહિ. પોતાના આનંદકંદ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં જે સમ્યગ્દર્શનાદિ
નિર્મળપર્યાય જન્મી તે હવે પાછી ફરે નહિ. ...તે તો કેવળજ્ઞાન લીધે જ છૂટકો.
જુઓ ભાઈ, લોકોને પરદેશની વિદ્યાના ભણતરનો મહિમા આવે છે, પણ એ તો
નાસ્તિક છે. આત્માના હિતની સાચી અધ્યાત્મવિદ્યા આપણા ભારતદેશમાં જ છે, એનો જ
સાચો મહિમા છે. આત્માની આવી વાત કાને પડવી પણ બહુ મોંઘી છે.

PDF/HTML Page 27 of 45
single page version

background image
૨૪ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
મોંઘી છે પણ મધુરી મીઠી અમૃત જેવી વાત છે. –‘અમૃત ઝર્યા રે પ્રભુ! પંચમકાળમાં.’
–આ સમજતાં આત્મામાં અતીન્દ્રિય આનંદનાં અમૃત ઝરે છે.
આત્માને શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં તે પરમ પારિણામિકભાવરૂપ દેખાય છે. નય તે
ભાવશ્રુતજ્ઞાનનો અંશ છે. તે નય ઉપયોગાત્મક છે, એટલે શું? કે શુદ્ધદ્રવ્યને લક્ષમાં લઈને
તેેને ધ્યેય કરનાર શુદ્ધનયનો ઉપયોગ તે શુદ્ધદ્રવ્ય તરફ ઢળેલો છે, અને તે પર્યાય છે.
ત્રિકાળદ્રવ્યનો નિર્ણય ત્રિકાળ વડે ન થાય, ત્રિકાળનો નિર્ણય વર્તમાન વડે થાય છે.
અનંત ગુણો સહજ પારિણામિકભાવે જેમાં વર્તે છે એવા શુદ્ધ જીવને જોનારી પર્યાય
તે શુદ્ધનય છે. પ્રગટેલા ભાવશ્રુતજ્ઞાનનો જે ઉપયોગ વર્તે છે તે નય છે. ધ્રુવ વસ્તુનું લક્ષ તો
પલટતું જ્ઞાન કરે છે, કંઈ ધ્રુવ પોતે ધ્રુવનું લક્ષ નથી કરતું; અંદરના શુદ્ધનયના દરવાજામાં
પેસીને મોક્ષનો અનુભવ કરવાની આ વાત છે.
શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ સત્ છે; પણ ‘છે’ તેની હયાતીનો નિર્ણય કોણે કર્યો? ધ્રુવ તો
કાર્યરૂપ નથી, કાયરૂપ તો પર્યાય છે, ને તે પર્યાય ઉપશમાદિ ભાવરૂપ છે. ધ્રુવસ્વભાવ તે
પારિણામિક પરમભાવ છે. દ્રવ્યાત્મલાભરૂપ જે પારિણામિકભાવ છે તેનો કોઈ હેતુ નથી. –
આવા દ્રવ્ય તરફનો જે જ્ઞાનનો વેપાર એટલે કે અંતર્મુખ ઉપયોગ તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે.
‘નય’ એ ભાવશ્રુતજ્ઞાનનો વેપાર છે.
કર્તાપણું–ભોક્તાપણું તે પર્યાયનું કાર્ય છે, દ્રવ્યદ્રષ્ટિમાં તે કર્તાપણું–ભોક્તાપણું નથી,
આત્મામાં પરનું તો કર્તા–ભોક્તાપણું નથી, રાગનુંય કર્તા–ભોક્તાપણું આત્માના સ્વભાવમાં
નથી, ને નિર્મળપરિણામનું જે કર્તા–ભોક્તાપણું પર્યાયમાં છે તે પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયની
દ્રષ્ટિમાં આવતું નથી. કેમકે બંને નયના બે વિષયો છે. તે પરસ્પર સાપેક્ષ છે. શુદ્ધદ્રવ્યને
દેખનાર નય તે તો નિર્મળપર્યાય છે. તેમાં આનંદનું કર્તા–ભોક્તાપણું છે. બંધ ને બંધનું કારણ,
મોક્ષ ને મોક્ષનું કારણ–એ બધું પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી, એ અપેક્ષાએ જીવને તેનાથી શૂન્ય
કહ્યો છે. જીવમાં બંધપણું કે મોક્ષપણું એ ત્રિકાળી નથી પણ ક્ષણિક પર્યાયરૂપ છે.
શુદ્ધનું લક્ષ કરનાર નિર્મળ પરિણામ છે તે કાંઈ શૂન્ય નથી, તે તો વીતરાગી શાંતિની
અસ્તિરૂપ છે, તેનો કાંઈ અનુભવમાં અભાવ નથી થતો. વિકલ્પનો અભાવ છે, ખેદનો
અભાવ છે, પણ નિર્મળપર્યાય છે તેમાં આનંદનો અભાવ નથી. ત્રિકાળનું લક્ષ કરનાર
વર્તમાન પર્યાય છે, તેનો અનુભવ છે. અનુભવની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધસ્વભાવ તરફ
ઢળી છે; શુદ્ર દ્રવ્યના લક્ષે તે પરિણામ થયા છે, તે પરિણામ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં નથી, એ
અપેક્ષાએ શુદ્ધજીવને બંધ–મોક્ષના પરિણામથી શૂન્ય કહ્યો; અને આવા શુદ્ધસ્વભાવના લક્ષે જે
નિર્મળપર્યાય પ્રગટી તેમાં વિકલ્પની–ખેદની શૂન્યતા છે. શુદ્ધનયવડે આવા શુદ્ધજીવનો
અનુભવ તે મોક્ષમાર્ગ છે.
* * *

PDF/HTML Page 28 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૫
પાંચ ભાવ સંબંધી વિશેષ ખુલાસો
ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક ઔદયિક અને પારિણામિક–એ પાંચ ભાવો જીવના
છે, તેમાંથી કયો ભાવ મોક્ષનું કારણ છે તે વિચારવામાં આવે છે :–
આત્મદ્રવ્ય કેવું છે, તેની ભૂલદશા કેવી છે ને ભૂલ ટળતાં આનંદદશા થાય તે કેવી છે?
એ બધું પાંચ ભાવોમાં આવી જાય છે.
પાંચ ભાવમાં અહીં પહેલો ઉપશમભાવ લીધો છે. અનાદિના અજ્ઞાની જીવને સૌથી
પહેલી ધર્મદશા ને અપૂર્વ શાંતિ ઉપશમભાવ વડે શરૂ થાય છે. મિથ્યાત્વરૂપી ઝેરી સર્પ
ઉપશમભાવરૂપી અમૃત વડે શાંત થાય છે. મોક્ષના પંથે જતા જીવને સૌથી પહેલાં
ઉપશમસમ્યકત્વ થાય છે. ચૈતન્યને પહેલવહેલો પકડીને તેની અનુભૂતિ કરતાં મિથ્યાત્વનો
ઉપશમ થઈ જાય છે. આ ઉપશમભાવમાં ઉદયનો અભાવ છે; ને આ ઉપશમભાવ તે
પર્યાયરૂપ છે, મોક્ષના કારણરૂપ છે. ઉપશમભાવમાં ચૈતન્યની શાંતિ છે. ‘ઉપશમરસ વરસે રે
પ્રભુ તારા નયનમાં.....’ ચૈતન્યના ઉપશમરસનો અનુભવ સૌથી પહેલાં ઉપશમભાવ વડે
થાય છે.
મોક્ષમાર્ગમાં ક્ષાયોપશમિકભાવ પણ છે. અહીં અનાદિથી અજ્ઞાનદશામાં પણ
જ્ઞાનાદિનો જે ક્ષયોપશમભાવ છે તે ન લેવો; પણ ઉપશમભાવપૂર્વક સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રાદિમાં ક્ષયોપશમભાવરૂપ જે પર્યાય થાય છે તે મોક્ષમાર્ગરૂપ છે. મોક્ષમાર્ગી જીવને
આવા ક્ષાયોપશમિકભાવરૂપ નિર્મળપર્યાય પણ આવ્યા વિના રહેતી નથી. આ ભાવ પણ
પર્યાયરૂપ છે.
ક્ષાયિકભાવ તે સર્વથા કર્મના ક્ષયરૂપ સંપૂર્ણ શુદ્ધદશા છે. તે પણ દ્રવ્યરૂપ નથી પણ
નિર્મળ પર્યાયરૂપ છે. આ ભાવ મોક્ષના કારણરૂપ તેમ જ મોક્ષરૂપ છે.
ઔદયિકભાવ તે કર્મના ઉદય સહિત એવા મલિન પરિણામ છે. રાગ–દ્વેષ–
મિથ્યાત્વાદિભાવો તે ઔદયિક છે.
પાંચમો ભાવ શુદ્ધપારિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે ને ચાર ભાવો પર્યાયરૂપ છે.
આમ પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્ય–પર્યાયદ્વય તે આત્મપદાર્થ છે. પર્યાયને દ્રવ્યની
અપેક્ષા છે, ને દ્રવ્યને પર્યાયની અપેક્ષા છે. આમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય–પર્યાય બંનેરૂપ
આત્મવસ્તુ છે.
પહેલાં દ્રવ્યદ્રષ્ટિમાં જીવને પરિણામથી શૂન્ય કહ્યો ને અહીં પર્યાયસાપેક્ષ કહ્યો. –એવું
જ વસ્તુસ્વરૂપ છે. દ્રવ્ય–પર્યાય બંને વગર જીવવસ્તુ સિદ્ધ થાય નહિ. દ્રવ્ય અને પર્યાયની
જોડી તે આત્મપદાર્થ છે. દ્રવ્યરૂપ જીવ, પર્યાયરૂપ જીવ–એ બંને એકરૂપ થઈને જીવવસ્તુ છે.

PDF/HTML Page 29 of 45
single page version

background image
૨૬ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
રાગાદિને અનાત્મા કહ્યો છે. શુદ્ધજીવમાં રાગાદિ નથી, ને શુદ્ધજીવને વિષય કરનાર
નિર્મળપર્યાયમાં પણ રાગાદિ નથી. આવી પર્યાય તે મોક્ષમાર્ગ છે; ને વસ્તુ પારિણામિકભાવે
ત્રિકાળ છે.
મોક્ષમાર્ગમાં ઉપશમિક, ક્ષાયિક કે ક્ષાયોપશમિકભાવ આવે, પારિણામિકભાવ કે
ઔદયિકભાવ તે મોક્ષમાર્ગરૂપ નથી. ઔદિયિકભાવ તે બંધરૂપ છે. પારિણામિકભાવ બંધ–
મોક્ષની અપેક્ષા વગરનો ત્રિકાળ એકરૂપ છે. પાંચ ભાવોનું આવું સ્વરૂપ ઓળખે તો
ત્રિકાળશુદ્ધભાવને આધારે ઔપશમિકાદિ ભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. આ રીતે દ્રવ્ય–
પર્યાયના જોડકારૂપ આત્મવસ્તુ છે.
જીવના પાંચ ભાવોની વાત ચાલે છે.–
ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના
પારિણામિકભાવો છે; તેમાં શુદ્ધજીવત્વશક્તિલક્ષણરૂપ પારિણામિકપણું તે તો
શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિકભાવ’ એવી સંજ્ઞાવાળું
જાણવું; તે તો બંધ–મોક્ષપરિણતિથી રહિત છે.
–આવા સ્વભાવને અનુસરતાં શુદ્ધતા થાય છે, તે મોક્ષમાર્ગ છે. પણ મોક્ષમાર્ગ તે
શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય નથી. શુદ્ધપારિણામિકભાવ તે સહજભાવ છે; તે કોઈ કર્મથી બંધાય
નહિ, ને તેને છૂટવાપણું પણ ન હોય. બંધન અને છૂટવું તે બંને પર્યાયમાં છે.
શુદ્ધ ચૈતન્યપ્રાણરૂપ જીવત્વ તે શુદ્ધજીવત્વ છે.
અશુદ્ધ દશ પ્રાણોથી જીવવારૂપ જીવત્વ તે અશુદ્ધજીવત્વ છે, તેમજ ભવ્યત્વ તથા
અભવ્યત્વ એ બંને પણ પર્યાયાર્થિકનયાશ્રિત છે,–આ ત્રણે પ્રકારોને ‘અશુદ્ધ
પારિણામિકભાવ’ની સંજ્ઞા છે. શુદ્ધનયના વિષયમાં તે આવતા નથી. સિદ્ધોને તેનો અભાવ
છે, ને શુદ્ધનયથી સર્વે જીવોને તેનો અભાવ છે. –એટલે શુદ્ધજીવનો સ્વભાવ ન હોવાથી તેને
અશુદ્ધ કહ્યા છે.
જડરૂપ પ્રાણથી તો આત્મા ત્રિકાળ જુદો છે; ને અંદર જીવની પર્યાયમાં દશ પ્રાણ
ધારણ કરવારૂપ જે યોગ્યતા–તે પણ જીવનું શુદ્ધ જીવન નથી. એકરૂપ સહજ જીવત્વસ્વભાવ તે
શુદ્ધપારિણામિકભાવ છે. મોક્ષ થવાની યોગ્યતા અથવા મોક્ષ થવાની અયોગ્યતા–એ બંને
ભાવો પર્યાયરૂપ છે; ને પર્યાયરૂપ હોવાથી તેને ‘અશુદ્ધપારિણામિક’ કહ્યા છે. શુદ્ધદ્રવ્યરૂપે
એવો જે પરમસ્વભાવ તે શુદ્ધનયનો વિષય છે ને તેને શુદ્ધપારિણામિકભાવ કહ્યો છે. –આવા
લક્ષણવાળા નિજપરમાત્મદ્રવ્યના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–અનુસરણ તે મોક્ષમાર્ગ છે, તે
ઔપશમિકાદિ ત્રણ ભાવરૂપ છે.

PDF/HTML Page 30 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭
જીવને નથી કંઈ જીવસ્થાનો; માર્ગણાસ્થાનો પણ શુદ્ધ જીવને નથી. ગતિ, ઈંદ્રિય વગેરે
૧૪ માર્ગણાવડે જીવને ઓળખાવવો તે વ્યવહારજીવ છે; પરમાર્થભૂત શુદ્ધજીવસ્વભાવ
માર્ગણાથી પાર છે.
શુદ્ધનયથી જોતાં બધાય જીવો અશુદ્ધપ્રાણોથી રહિત છે; ને સિદ્ધભગવંતોને તો
પર્યાયમાં પણ અશુદ્ધભાવો રહ્યા નથી. સંસારી જીવોને પર્યાયમાં અશુદ્ધભાવો છે પણ
શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિથી જોતાં તેનામાં અશુદ્ધભાવોનો અભાવ છે. બધાય જીવો પરમપારિણામિક
શુદ્ધભાવરૂપ છે.
ત્રણ પ્રકારના જે અશુદ્ધ પારિણામિકભાવ કહ્યા, તેમાં ભવ્યત્વપારિણામિકભાવને તો
યથાસંભવ સમ્યકત્વાદિ જીવગુણોનું ઘાતક દેશઘાતી અને સર્વઘાતીકર્મ પર્યાયાર્થિકનયે ઢાંકે છે
એમ જાણવું. સમ્યકત્વાદિરૂપ મોક્ષમાર્ગ પ્રગટે ત્યારે ભવ્યત્વશક્તિ વ્યક્ત થઈ કહેવાય છે.
મોક્ષદશા થઈ ગયા પછી મોક્ષની યોગ્યતારૂપ વ્યવહાર રહેતો નથી.
અનંત ચૈતન્યશક્તિથી ભરેલો આત્મા ચમત્કારિક વસ્તુ છે–અલૌકિક ધર્મો આત્મામાં
છે, પણ જીવોને તેની ખબર નથી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–ચૈતન્યનો ગુપ્ત ચમત્કાર
સૃષ્ટિના લક્ષમાં નથી. ભાઈ! તારી પરમશક્તિ સંતો તને ઓળખાવે છે.
પરમ પારિણામિકભાવરૂપ જે પરમાત્મસ્વભાવ તેની સન્મુખ પરિણમતાં જે શુદ્ધભાવ
પ્રગટે છે તેને ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ અથવા શુદ્ધોપયોગ કહેવાય છે; તેને મોક્ષમાર્ગ
કહેવાય છે; તે પરિણામ ઔપશમિક–ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવરૂપ છે.
પાંચ ભાવમાં પારિણામિકભાવને તો બંધ–મોક્ષ રહિત કહ્યો, બંધ–મોક્ષની ક્રિયા તેમાં
ન હોવાથી તેને નિષ્ક્રિય પણ કહેવાય.
બાકીના ચાર ભાવો પર્યાયરૂપ છે; ઔપશમિકાદિ ભાવો મોક્ષના કારણરૂપ છે;
ઔદયિકભાવ તે બંધના કારણરૂપ છે. આમ પાંચ ભાવોને જાણીને શુદ્ધપારિણામિક–ભાવની
ભાવના કરવા જેવી છે. ‘ભાવના’ તે મોક્ષમાર્ગ પર્યાય છે.
ધ્યાન કહો, પરમાત્મતત્ત્વની ભાવના કહો, રાગ વગરનો ભાવ કહો, શુદ્ધ ઉપાદાન
કહો, જાણવારૂપ ભાવ કહો, ઔપશમિક–ક્ષાયોપશમિક–ક્ષાયિકભાવ કહો, શુદ્ધાત્મ–અભિમુખ
પરિણામ કહો, શુદ્ધોપયોગ કહો, ધર્મ કહો, રત્નત્રય કહો–એ બધાં મોક્ષમાર્ગનાં નામો છે.
આમાં ક્યાંય રાગ નથી આવતો; પરાશ્રય નથી આવતો. સ્વાધીન થઈને સ્વસન્મુખપણે
નિજનિધાનને પ્રગટ કરે એવો આત્મા છે.
નિજાધીન નિધાનથી ભરેલો આત્મા, તેને દ્રષ્ટિમાં લેતાં નિધાન ખૂલે છે...ને
મોક્ષમાર્ગ પ્રગટે છે.
મોક્ષમાર્ગ છે તે શુદ્ધાત્માની અભિમુખ પરિણામ છે, ને શુભાશુભરાગથી તે વિમુખ છે.
જે શુભરાગ છે તે નિજાત્મસન્મુખ પરિણામ નથી પણ વિમુખ છે. હજી તો

PDF/HTML Page 31 of 45
single page version

background image
૨૮ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
આત્માથી વિમુખ એવા રાગને જે મોક્ષમાર્ગ માને તે પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ કયારે
થાય? ને તેને મોક્ષમાર્ગ કયાંથી પ્રગટે?
અહીં તો કહે છે કે જે મોક્ષમાર્ગ છે તે પર્યાયરૂપ છે, ભાવનારૂપ છે. તે પર્યાય,
શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સર્વથા ભિન્ન નથી કહ્યું પણ
કથંચિત્ ભિન્ન કહ્યું છે, કેમકે તે પર્યાયરૂપે આત્માનું પરિણમન છે. પણ તે ભાવનારૂપ
હોવાથી, એટલે કે પર્યાયરૂપ હોવાથી, પર્યાયાર્થિકનયનો વિષય છે, દ્રવ્યાર્થિકનયનો વિષય તે
નથી. આ અપેક્ષાએ શુદ્ધાત્મદ્રવ્યથી તે પરિણામને ‘કથંચિત્’ ભિન્ન કહ્યા છે. દ્રવ્ય અને
પર્યાયને એકબીજા સાથે કાંઈ સંબંધ નથી–એમ નથી, દ્રવ્ય અને પર્યાયને એકબીજા સાથે
સંબંધ છે, પણ પર્યાય જેટલું જ દ્રવ્ય નથી; જો પર્યાય જેટલું જ દ્રવ્ય હોય તો પર્યાયનો નાશ
થતાં દ્રવ્યનોય નાશ થઈ જાય. વસ્તુ દ્રવ્ય–પર્યાય બંને રૂપ છે. તેમાં ધ્રુવદ્રવ્ય તે
દ્રવ્યાર્થિકનયનો વિષય છે ને પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે.
વસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે; તેના સ્વીકાર વગર સાચો તત્ત્વનિર્ણય કે સમ્યગ્દર્શન
થાય નહિ, તેમજ ધ્રુવશક્તિમાં સુખ ન હોય તો સુખનું પરિણમન ક્યાંથી થાય? આમ
ઉત્પાદ–વ્યય ને ધ્રુવ, અથવા દ્રવ્ય–પર્યાય તે–રૂપ વસ્તુ છે.
ધ્રુવ વગર એકલા ઉત્પાદ–વ્યય ન હોઈ શકે; ને ઉત્પાદ–વ્યય વગર એકલું ધ્રુવ કાર્ય
કરી શકે નહિ. ધુ્રવ તો પારિણામિકભાવે ત્રિકાળ સ્વભાવ છે; ને પર્યાયમાં ચાર ભાવો સંભવે
છે; તેમાંથી ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે. સ્વશક્તિની પ્રતીતરૂપે પરિણમતાં
ઉપશમસમ્યકત્વાદિ પ્રગટે છે, તે પર્યાયમાં કાળલબ્ધિ, પુરુષાર્થ વગેરે આવી જાય છે.
પર્યાય પોતે એકાગ્ર થઈને પોતાના પરમાનંદસ્વરૂપને ભેટે છે; તેને આગમભાષાથી
ઔપશમિક–ક્ષાયોપશમિક–ક્ષાયિકભાવ કહેવાય છે : અધ્યાત્મશૈલિથી તેને ધ્યાન કહો,
શુદ્ધાત્મસન્મુખ પરિણામ કહો કે શુદ્ધોપયોગ વગેરે અનેક નામોથી કહેવાય છે. ઔપશમિકાદિ
ત્રણે ભાવો શુદ્ધાત્માની અભિમુખ છે. એકલા પર સન્મુખ અજ્ઞાનીના ક્ષયોપશમભાવની વાત
અહીં મોક્ષમાર્ગમાં નથી. મોક્ષમાર્ગઅવસ્થાના ૬પ જેટલા નામ તો દ્રવ્યસંગ્રહમાં કહ્યા છે;
બીજા પણ અનેક નામોથી તે ઓળખાય છે.
જે પર્યાયદ્વારા વસ્તુમાં ઉપયોગનું જોડાણ થાય છે તે ઉપશમાદિ ત્રણ ભાવરૂપ છે, ને
તે મોક્ષમાર્ગ છે.
હવે આ જે મોક્ષમાર્ગરૂપ પર્યાય છે તે શુદ્ધાત્મદ્રવ્યથી સર્વથા જુદી નથી, પણ કથંચિત્
ભિન્ન છે. કેમકે શુદ્ધપારિણામિકભાવરૂપ દ્રવ્ય તો અવિનાશી છે ને પર્યાય તો વિનાશીક છે;
જો તે બંને સર્વથા એક હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. અંશ તે જ
આખો અંશી નથી. એક પર્યાય તે આખું દ્રવ્ય નથી, તે અપેક્ષાએ દ્રવ્ય–પર્યાયને કથંચિત્
ભિન્ન કહ્યા.

PDF/HTML Page 32 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯
જો અવસ્થાને ન માને તો, સમજવાનું કે મોક્ષમાર્ગ પ્રગટ કરવાનું રહેતું નથી. પર્યાય
આત્મામાં સર્વથા છે જ નહિ–એમ નથી, દ્રવ્ય–પર્યાયરૂપ આત્મવસ્તુ છે, આવા આત્માને
ઓળખે તો સાચો નિર્ણય કહેવાય.
ઔપશમિકાદિ ભાવો છે તે ભાવનારૂપ છે–પર્યાયરૂપ છે; અને
પરમપારિણામિકભાવરૂપ દ્રવ્ય તે ભાવનારૂપ નથી, પર્યાયરૂપ નથી. આ જે ‘ભાવના’ કહી તે
ત્રણ નિર્મળભાવરૂપ છે, તે મોક્ષમાર્ગરૂપ છે; તેમાં વિકલ્પ નથી, રાગ નથી. શુદ્ધસ્વભાવમા
જેટલી એકાગ્રતા તેટલી ‘ભાવના’ છે. આ ભાવના–પર્યાય પલટીને પૂર્ણ શુદ્ધ મોક્ષદશા પ્રગટે
છે, પણ શુદ્ધદ્રવ્ય પારિણામિકભાવે છે તે કદી નાશ થતું નથી, તે અવિનાશી એકરૂપ છે. તે
દ્રવ્ય પોતે મોક્ષના કારણરૂપ કે મોક્ષરૂપ થતું નથી, મોક્ષ અને મોક્ષનું કારણ એ બંને તો
પર્યાયમાં છે. દ્રવ્યસ્વભાવ છે તે તો શક્તિપણે મોક્ષસ્વરૂપ જ છે; તેની સન્મુખતા વડે
પર્યાયમાં વ્યક્તિરૂપ મોક્ષ થાય છે, તેની આ વાત છે. વ્યક્તિરૂપ મોક્ષ તે સંપૂર્ણક્ષાયિકભાવ
છે, ને શુદ્ધાત્મસન્મુખ એવા ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષના કારણરૂપ છે.
જ્ઞાનીના અંતરના ઘર ઊંડા છે. વસ્તુનું સ્વરૂપ જ એવું ઊંડું ગહન છે કે બહારની
સ્થૂળતા વડે તે પકડાય તેવું નથી, શુભ વિકલ્પો વડે પણ પકડાય તેવું નથી. અંર્તમુખ
શુદ્ધઉપયોગવડે પકડાય તેવું છે.
ધ્યેયરૂપ જે શુદ્ધઆત્મા, તેનું ધ્યાન કરનાર પર્યાય છે; તે પર્યાય અપૂર્વ છે, પણ તે
કાયમ ટકતી નથી, બદલતી છે. પલટવાનો સ્વભાવ અનાદિ–અનંત છે, પણ અજ્ઞાનને લીધે
અનાદિથી વિકારીપણે પલટી રહ્યો છે; પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં અપૂર્વ નિર્મળદશાપણે
પલટે છે. “આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય.” ધ્રુવ ટકીને ક્ષણેક્ષણે પર્યાય બદલાય એવો
વસ્તુસ્વભાવ છે. પર્યાયની મીટ ધુ્રવસ્વભાવ ચિદાનંદભગવાન ઉપર છે. જેણે ધ્યાન કરવું છે
તેણે કોનું ધ્યાન કરવું તે વાત છે.
જે સત્ હોય તેનું ધ્યાન થાય. સત્વસ્તુ શું તેની ઓળખાણ વગર ધ્યાન કરવા માંગે
તો તો તેનું શૂન્ય જેવું થઈ જશે.
ભાવનારૂપ ભાવશ્રુતજ્ઞાન પર્યાય છે તે અંતર્મુખ થતાં તેમાં વસ્તુ યથાર્થ પરિણમી
જાય છે, તેમાં અપૂર્વ આનંદ ને અપૂર્વ શાંતિ છે. આનું નામ ધ્યાન છે ને આ મોક્ષમાર્ગ છે.
મોક્ષમાર્ગ એટલે કે મોક્ષનું કારણ પાંચમાંથી કયા ભાવ છે–તે અહીં બતાવ્યું છે. કયો ભાવ
મોક્ષનું કારણ નક્ક્ી થયો તે કહે છે–
“શુદ્ધપારિણામિકભાવની ભાવનારૂપ છે ઔપશમિકાદિ ત્રણ ભાવો છે તે સમસ્ત
રાગાદિ રહિત શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનાં કારણ છે–એમ નક્ક્ી થયું.”

PDF/HTML Page 33 of 45
single page version

background image
૩૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
‘ભાવના’ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે; તે રાગ વગરની છે, વિકલ્પ વગરની
છે, કેમકે રાગ અને વિકલ્પ તો ઉદયભાવ છે, ને આ શુદ્ધાત્મભાવના તો ઔપશમિકાદિ
નિર્મળભાવરૂપ છે. –તે મોક્ષમાર્ગ છે. શુભરાગ તો ઉદયભાવ છે, તે મોક્ષનું કારણ નથી, તે તો
બંધનું કારણ છે. ભાવનાનો વીતરાગભાવ તો અમૃતનું ઝરણું છે, ને રાગ તો ઝેરભાવ છે.
આ ઉપશમિકાદિભાવ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. શુદ્ધાત્માની ભાવનારૂપ જે મોક્ષમાર્ગ
તેમાં રાગનું જરાય આલંબન નથી, તે તો પરમાત્મસ્વરૂપને જ ભાવે છે. આવો ભાવ તે
મોક્ષનું કારણ છે. રાગ મોક્ષનું કારણ નથી, તેમજ પારિણામિકભાવ મોક્ષનું કારણ નથી, કેમકે
કારણ–કાર્યભાવરૂપ પરિણમન પારિણામિકભાવમાં નથી, એટલે તેમાં ક્રિયારૂપ પરિણતિ નથી;
એ તો કારણ–કાર્ય વગરનો, બંધ–મોક્ષ વગરનો સહજ એકરૂપ છે. તેમાં પર્યાય એકાકાર થતાં
અતીન્દ્રિય આનંદનું ઝરણું વહે છે.
અહીં મોક્ષનાં કારણ–કાર્ય બંને પર્યાયમાં બતાવવા છે. અભેદપણે શુદ્ધદ્રવ્યને પણ
મોક્ષનું કારણ કહેવાય છે કેમકે તેમાં એકાકાર થઈને મોક્ષપર્યાય પ્રગટે છે. પણ
પર્યાયઅપેક્ષાએ શુદ્ધાત્માની ભાવનારૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તે મોક્ષકારણ છે.
પારિણામિકભાવ પોતે કારણ–કાર્યપણા વગરનો છે, તે અપેક્ષાએ તેને નિષ્ક્રિય કહે છે. જે
શુદ્ધપર્યાય પરિણમી તે સત્ છે, તેનેય ‘આત્મા’ કહ્યો છે.
બંધપર્યાય વખતે, મોક્ષમાર્ગ પ્રગટ તે વખતે કે મોક્ષદશા પ્રગટે તે વખતે, પરમ
પારિણામિકભાવ તો એવો ને એવો એકરૂપે રહ્યો છે, તેમાં ઘટ–વધ થઈ નથી. મતિ–શ્રુતજ્ઞાન
વખતે કે કેવળજ્ઞાન વખતે જ્ઞાનગુણ તો પારિણામિકસ્વભાવે એવડો ને એવડો જ છે. (એમ
આનંદ, શ્રદ્ધા વગેરે સર્વગુણોમાં પારિણામિકભાવે એકરૂપતા છે.) પર્યાયધર્મ પરિણમવાનો
છે, ને ધ્રુવધર્મથી જોતાં વસ્તુ અપરિણામી છે. –આવી વસ્તુ છે.
આત્મતત્ત્વ દેહાદિથી તો ભિન્ન છે; રાગથી પણ તેનું સ્વરૂપ ભિન્ન છે; ને એક
સમયની પર્યાય જેટલું પણ આખું તત્ત્વ નથી. અભેદપણે મોક્ષપર્યાયનું કારણ આત્મા જ છે;
પર્યાય તરીકે ઔપશમિકાદિ નિર્મળપર્યાય તેનું કારણ છે. દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે વાત છે,
પરચીજ કે રાગાદિ તો મોક્ષનું કારણ નથી. વ્યવહારમાં (ભેદથી) જુઓ તો પૂર્વપર્યાય કારણ,
ને અભેદથી જુઓ તો તે કાળનું દ્રવ્ય જ કારણ છે.
અહીં પાંચ ભાવમાં પારિણામિકભાવને કારણ–કાર્ય વગરનો નિષ્ક્રિય કહેવો છે; તેને
અવલંબનારી પર્યાયરૂપ જે પરમાત્મભાવના છે તે મોક્ષમાર્ગ છે, તે ભાવના ઔપશમિકાદિ
ભાવરૂપ છે.
એકલા ધ્રુવમાં કારણ–કાર્ય ન હોય;
એકલા ક્ષણિકમાં કારણ–કાર્ય ન હોય.

PDF/HTML Page 34 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧
ધ્રુવધામને અવલંબીને પરિણમતી પર્યાય તે મોક્ષકારણ છે. મોક્ષકારણ પોતાની
પર્યાયમાં જ છે.
શક્તિરૂપ મોક્ષ એટલે શુદ્ધદ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ છે; ને પર્યાયની શુદ્ધતા એટલે
વ્યકિતરૂપ મોક્ષ–તેની આ વાત છે. તે વ્યક્તિરૂપ મોક્ષનું કારણ ઔપશમિકાદિ ભાવ છે, અને
શક્તિરૂપ મોક્ષ તે પારિણામિક ભાવ છે.
વસ્તુમાં બે અંશ છે–એક ધ્રુવ અંશ, બીજો ઉત્પાદ–વ્યયરૂપ અંશ; આમ દ્રવ્ય ને પર્યાય
બંનેરૂપ સ્વતંત્ર વસ્તુ છે. પર્યાયઅંશ છે તે ત્રિકાળ નથી, તે પલટતો અંશ છે, ને ધ્રુવઅંશ તે
સ્થિર ટકતો અંશ છે. ટકનાર ને ફરનાર, એટલે દ્રવ્ય ને પર્યાય, એવા સ્વરૂપે વસ્તુનું
અસ્તિત્વ છે.
આત્મામાં ક્રિયા હોય?
હા; આત્માની પર્યાયમાં મોક્ષની ક્રિયા છે, શુદ્ધભાવનારૂપ મોક્ષક્રિયા તે જ ધર્મની
ક્રિયા છે, એ સિવાય બહારમાં ધર્મની ક્રિયા નથી. શુદ્ધભાવનારૂપ પરિણતિ તે જ ધર્મની ક્રિયા,
તે જ મોક્ષનું કારણ; તેમાં રાગ ન આવે. ધ્રુવ તે સામાન્ય, પર્યાય તે વિશેષ, –એમ સામાન્ય
વિશેષરૂપ વસ્તુને સાબિત કરી છે.
આ વાત ઘણીવાર પ્રવચનમાં આવે છે તો ખરી, ઘણી વાત સાથે ગંભીરપણે અંદર
બધું આવતું હોય છે–પણ સાંભળનાર તેની ગંભીરતાને પકડી લ્યે તો ખ્યાલમાં આવે. બાકી
એમ ને એમ કહી દેવાથી તો શ્રોતાને માત્ર ઉપરટપકે સાંભળીને ધારણા થઈ જાય અને
અંદરની ગંભીરતાનો ખ્યાલ ન આવે. શ્રોતા પોતે અંદર મહેનત કરીને ગંભીરતા પકડે ત્યારે
ખરું રહસ્ય લક્ષમાં આવે.
ધ્રુવસ્વભાવમાં રાગ કે બંધન નથી, એટલે રાગથી કે બંધનથી છૂટવાપણું પણ નથી;
એ તો સદા મુક્ત જ છે. ને અવસ્થામાં જે બંધન છે તેને ટાળીને મુક્તદશા વ્યક્ત કરવી, તેનું
કારણ ઔપશમિકાદિ ભાવ છે. પર્યાયનું કારણકાર્યપણું પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. –દ્રવ્ય ને
પર્યાય–બંને છે પોતામાં, પણ બંનેના સ્વરૂપમાં કથંચિત્ ભિન્નતા છે.
દ્રવ્ય ને પર્યાય બંને વસ્તુમાં છે. બેમાંથી એકને કાઢી નાંખે તો વસ્તુ સિદ્ધ નહિ થાય.
કાર્ય તો પર્યાયવડે થાય છે; ધ્રુવનો સ્વીકાર પણ પર્યાયવડે થાય છે. પર્યાય કાઢી નાંખો તો
ધ્રુવની પ્રતીત કરી કોણે? પ્રતીત કરનારી પર્યાય તે મોક્ષમાર્ગ છે, ધ્રુવમાં મોક્ષમાર્ગ ન આવે.
રાગાદિભાવો તે બંધના કારણરૂપ ક્રિયા છે, ને શુદ્ધઆત્માની ભાવના તે મોક્ષના
કારણરૂપ ક્રિયા છે; આમાં બંધના કારણરૂપ ક્રિયા તે ઔદયિક–

PDF/HTML Page 35 of 45
single page version

background image
૩૨ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
ભાવ છે. ને મોક્ષના કારણરૂપ ક્રિયા તે ઉપશમાદિભાવ છે, પારિણામિકભાવ બંધ–મોક્ષના
કારણરૂપ ક્રિયાથી રહિત છે, તેથી નિષ્ક્રિય છે.
આમ હોવાથી શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ધ્યાન પોતે પર્યાય
છે. તે ધ્યેયમાં એકાગ્ર થાય તેનું નામ મોક્ષમાર્ગ છે. પરમાત્મતત્ત્વની ભાવનારૂપ શુદ્ધપરિણતિ
તે મોક્ષકારણ છે, તે જ મોક્ષની ક્રિયા છે, તે જ મોક્ષમાર્ગ છે; તે ધર્મ છે; તેને શુદ્ધોપયોગ કહો,
ઔપશમિક વગેરે ભાવ કહો;– બીજા અનેક નામોથી પણ તે ઓળખાય છે.
પરમ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.
ઔપશમિકાદિ ૩ ભાવ ધ્યાનરૂપ છે, મોક્ષકારણ છે.
ઔદયિકભાવ તે પરભાવ છે, તે બંધકારણ છે.
ધ્રુવસ્વરૂપ ઉપજતું–વિનશતું નથી.
ઉપજવું ને વિનશવું–તે પર્યાયમાં છે.
એ બંને ધર્મો ન હોય તો દુઃખ ટળીને સુખ થાય નહિ.
આ રીતે ધ્રુવને ન ઓળખે તેને ધ્રુવનું લક્ષ કરાવે છે, ને પર્યાયને ન માને તેને પર્યાય
બતાવે છે. બે થઈને વસ્તુસ્વરૂપ છે. બંનેને જાણ્યા વગર સાચી રુચિ થાય નહિ ને મોક્ષમાર્ગ
સધાય નહિ.
મોક્ષના કારણરૂપ જે ભાવના છે તે એકદેશ શુદ્ધનયનો વિષય છે; તેમાં નિર્વિકાર
સ્વસંવેદનલક્ષણરૂપ ભાવશ્રુત છે. આત્માની એકદેશ શુદ્ધતારૂપ આ ભાવના છે, તે મોક્ષમાર્ગ
છે; ને પૂર્ણ શુદ્ધતા થતાં મોક્ષદશા થાય છે, ત્યારે ‘ભાવના’ દશા રહેતી નથી. વિકલ્પમાં
રાગનું વેદન છે, તેનાથી રહિત એવું નિર્વિકારસ્વસંવેદન છે. મોક્ષના કારણરૂપ એવી આ
‘ભાવના’ માં શું ભાવે છે?–કે ‘જે સકલનિરાવરણ અખંડ એક પ્રતિભાસમય અવિનશ્વર
શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું’ –એમ જ્ઞાની ભાવશ્રુતવડે
ભાવે છે; પરંતુ ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ એમ જ્ઞાની ભાવતો નથી. આ પ્રકારે શુદ્ધાત્માની ભાવના
કરવી તે તાત્પર્યવૃત્તિનું તાત્પર્ય છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ–અધ્યાત્મના, તેમ જ દ્રવ્યાર્થિક–
પર્યાયાર્થિક બંને નયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે–એમ
વિવેકીઓએ જાણવું.
(जयजिनेन्द्र)

PDF/HTML Page 36 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩
: સંપાદકીય :
તીર્થંકર ભગવાન...એટલે માત્ર ભારતની જ નહિ પણ આખા વિશ્વની મહાન
વિભૂતિ. –ઈન્દ્રો અને ચક્રવર્તીઓની વિભૂતિ પણ જેમના ચરણમાં ઝૂકી જાય, એવા ૨૪–
૨૪ તીર્થંકર ભગવંતોને અવતાર આપવાનું ગૌરવ આપણી આ ભારત માતાને જ પ્રાપ્ત છે.
તીર્થંકરોના વિહારથી પાવન આપણા આ ભારતદેશની ધાર્મિકસમૃદ્ધિ બધા દેશોમાં સર્વોચ્ચ
છે. હજી અઢી હજાર વર્ષ પણ પૂરા નથી થયા ત્યારપહેલાં ભગવાન વર્દ્ધમાનતીર્થંકર આ
ભરતભૂમિમાં સાક્ષાત્ વિચરતા હતા; ને શ્રેણીકરાજા જેવા અનેક રાજા–મહારાજાઓ
તેમના ઉપદેશથી પોતાના આત્માને પવિત્ર કરતા હતા. રાજગૃહી જેવી ભૂમિનાં રજકણો
પણ એ તીર્થંકરના સ્પર્શે તીર્થરૂપ બની ગયા. ને ભાવશ્રુતવડે જેમણે તીર્થંકર ભગવાનનો
ભાવસ્પર્શ કર્યો તે જીવો રત્નત્રય પામીને ભાવતીર્થરૂપ બની ગયા.
ભગવાન શ્રી વર્દ્ધમાન તીર્થંકર આપણા સૌરાષ્ટ્રમાં પણ પધારેલા...ને તેમના નામ
ઉપરથી ‘वड्ढमाण’ વર્દ્ધમાન નામની નગરી બની, તે ‘वड्ढमाण’ નું અપભ્રંશ એ જ આજનું
‘વઢવાણ’. વર્દ્ધમાનપ્રભુની વાણીના નાદ આજેય સૌરાષ્ટ્રમાં ગૂંજે છે ને ભારતભરને
ડોલાવે છે. વર્દ્ધમાનપ્રભુની ખરી મહત્તા ત્યારે જ સમજાય કે જ્યારે તેમના કહેલા ઉપદેશનું
રહસ્ય આત્મામાં સમજાય. મહાવીર એ કોઈ સામાન્ય મનુષ્ય ન હતા, મહામાનવ કહીને
તેમને ઓળખાવવા તે પણ બરાબર નથી, તેઓ તો સર્વજ્ઞતાને પામેલા પરમાત્મા હતા.
એમને સર્વજ્ઞ–વીતરાગ તરીકે ઓળખવા એ જ એમની સાચી ઓળખાણ છે.
આવા મહાવીર ૨પ૬૬ વર્ષ પહેલાં કુંડગ્રામ–વૈશાલીમાં મહારાજા સિદ્ધાર્થ અને
ત્રિશલામાતાને ત્યાં સર્વજ્ઞપદને સાધવા માટે ચૈત્ર સુદ તેરસે અવતર્યા...૭૨ વર્ષના આયુમાં
આત્મસાધના પૂર્ણ કરવાની હતી...તેઓ ન તો રાજમાં રોકાયા કે ન તો લગ્ન કર્યું. જીવંત
માતા–પિતાના મોહને પણ છોડીને તેઓ આત્મસાધક સાધુ થયા. ત્રિશલામાતાનો
એકનોએક લાડકવાયો નંદન, પોતાની માતાની રજા લઈને વીતરાગમાર્ગે કેવળજ્ઞાન લેવા
ચાલ્યો...સાધુ થઈને તેમણે મૌનપણે આત્મસાધનામાં જ પોતાનું ચિત્ત જોડ્યું ...સર્વજ્ઞ
થયા પહેલાં અધુરી દશામાં તેમણે કોઈ ઉપદેશ ન આપ્યો...તીર્થંકરો મુનિદશામાં મૌન જ
રહે છે. –કેવો ઉત્તમ આદર્શ!
સાડાબાર વર્ષની આત્મસાધના બાદ, એટલે કે ૪૨ વર્ષની વયે પ્રભુ કેવળજ્ઞાન
પ્રગટ કરી અરહંત થયા; ને પછી વિપુલાચલ પર સમવસરણમાં દિવ્યધ્વનિની વર્ષા કરીને,

PDF/HTML Page 37 of 45
single page version

background image
૩૪ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
રત્નત્રયપુષ્પોથી ભારતને નવપલ્લવિત કર્યું. ત્રીસ વર્ષ સુધી ધર્મના ધોધ વહેવડાવીને અંતે
પાવાપુરીથી પ્રભુજી સિદ્ધાલયમાં પધાર્યા...મોક્ષ પામ્યા....છ વર્ષ પછી એમના નિર્વાણને
અઢી હજાર વર્ષ થશે.
પ્રભો! આજે અઢી હજાર વર્ષેય ભારત આપને ભૂલ્યું નથી....અનેક મુશ્કેલીઓ
વચ્ચે પણ આપનું ધર્મશાસન વિજયવંત વર્તી રહ્યું છે.....આપે વહાવેલા ધર્મપ્રવાહને
વીતરાગી સંતોએ સુકાવા દીધો નથી. એ વીતરાગી અમૃત આજેય ભારતના હજારો–લાખો
જીવોને આનંદ આપે છે...ને આપના પરમ ઉપકારને ભારતના ભવ્યજીવો બહુ બહુ
ભક્તિથી યાદ કરે છે.
ભારતના સાધર્મી બંધુઓ! આવો, આપણે સૌ હળીમળીને આપણા વીરપ્રભુના
શાસનને ઉન્નત બનાવીએ...આપણે સૌ વીરનાં સન્તાન છીએ..., વીરપ્રભુએ દર્શાવેલા
રત્નત્રય માર્ગને ઓળખીને આપણે તે માર્ગને ઉપાસીએ.
મહાવીરપ્રભુના જન્મોત્સવને એવી ઉત્તમ ભાવનાથી ઉજવીએ કે જૈન–જૈન વચ્ચે
ક્યાંય વિખવાદ ન રહે ને ભારત આખુંય જૈનશાસનના ગૌરવથી ગૂંજી ઊઠે.
મહાવીરભગવાન આજે પણ જાણે કે આપણી સમક્ષ જ બિરાજતા હોય ને આપણે સૌ
તેમની પરમ છત્રછાયામાં ધર્મ સાધના કરતા હોઈએ–એ રીતે એમનો મંગલ જન્મોત્સવ
ઉજવીએ....ને એ તીર્થંકરદેવના જન્મકાળે ભારતમાં ધર્મીની જેવી જાહોજલાલી હતી તેવી
ધર્મજાહોજલાલીથી ભારતદેશે ફરીને શોભી ઊઠે એવો યથાશક્ત ઉદ્યમ કરીએ....સૌ પોતાને
મહાવીરના સન્તાન સમજીએ.
અમે તો વીરતણા સન્તાન.... जय महावीर!
અમારું નામ... અમારું ધામ
પુસ્તક વગેરેમાં હસ્તાક્ષર તરીકે ગુરુદેવ લખે છે. ગત ફાગણ વદ એકમે
રાજકોટમાં છેલ્લે દિવસે (વિહારની આગલી રાતે) એક ભાઈ હસ્તાક્ષર કરાવવા
આવ્યા, પદ્ધતિ મુજબ ગુરુદેવે
કરી આપ્યો. તે ભાઈએ નામ લખી આપવા કહ્યું
ત્યારે ગુરુદેવે કહ્યું કે આ
સર્વજ્ઞભગવાનની વાણી છે, એ જ અમારું નામ છે ને
એ જ અમારું ધામ છે.
અમારું નામ–ને અમારું ધામ; માં બધું સમાય છે.
જે દિવસે આ વાત થઈ તે દિવસે (ફાગણ વદ એકમે) સોનગઢ
સ્વાધ્યાયમંદિરમાં ની સ્થાપના થયેલી છે.)

PDF/HTML Page 38 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫
ચ્ ચ્ ત્ત્ચ્ચ્ર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
(ચાર–પાંચ વર્ષ અગાઉના કેટલાક પ્રશ્નો અમારી પાસે પડ્યા હતા,
તેનો પણ આ વિભાગમાં સમાવેશ કરીએ છીએ.)
પ્રશ્ન :– અમને આત્માનું જ્ઞાન કરવાનું મન થાય છે પણ બાહ્ય આકર્ષણો
ભૂલાતા નથી, તેનું શું કારણ? –અને જેઓ સિદ્ધ થયા તેઓને બાહ્ય આકર્ષણ નહિ
હોય? –હોય તો તેને કેવી રીતે દૂર કર્યા હશે? ( M.k. JAIN. વેડચ, ભરૂચ)
ઉત્તર :– ભાઈ, સામાન્યપણે આત્માને જાણવાનું મન તો બધાને થાય; શું કોઈ
એમ કહે કે મારે આત્માને નથી જાણવો?– પરંતુ આત્માને જાણવાની અંતરથી ખરેખરી
જિજ્ઞાસા અને લગની થાય તે કોઈ જુદી જ ચીજ છે. અને એવી લગની જેને થાય તે
જીવ બાહ્ય આકર્ષણોમાં રોકાય નહિ. બાહ્ય આકર્ષણમાં રોકાઈને આત્માને ભૂલી જાય
તો તેનો અર્થ એ થયો કે તેને બાહ્યચીજ જેટલી વહાલી છે તેટલો આત્મા વહાલો નથી.
જેને આત્માની મહત્તા લાગે તેને બહારની ચીજની મહત્તા છૂટી જાય, ને મહત્તા છૂટે
એટલે આકર્ષણ પણ છૂટે. તેનો એક દાખલો –બાળકને પોતાની માતાપ્રત્યે ખરેખરું
આકર્ષણ છે; તેની માતાના વિરહમાં તે માતાને એવો ઝંખે છે કે તમે ગમે તે ચીજનું
આકર્ષણ આપશો તોપણ તે બાળક તેના પ્રત્યે આકર્ષાશે નહીં. અને માતાને દૂરથી
દેખતાં જ બધા આકર્ષણો પડતા મુકીને માતાના ભેટવા સ્નેહથી દોડશે. તેમ જેના
અંતરમાં ચૈતન્યનું ખરું વહાલ જાગ્યું–તે જગતના કોઈ પદાર્થના આકર્ષણમાં રોકાશે
નહીં. ‘મારું સુખ તો મારા આત્મામાં છે, બાહ્ય કોઈ આકર્ષણોમાં (સોનામાં–મહેલમાં
સ્ત્રીમાં–મોટરમાં– ફીલ્મમાં કે જગતના કોઈ પદાર્થમાં) મારું સુખ છે જ નહિ’ –એમ
જેને ખરેખરું લક્ષમાં લીધું હોય તે બહારના આકર્ષણોમાં કેમ રોકાય? તેનું જ્ઞાન
અંતરમાં આત્મા તરફ વળે જ. – આ માટે ધર્માત્માઓના સત્સંગમાં રહીને ઘણો જ
પ્રયાસ કરવો જોઈએ. આપણે ચૈતન્યનો ખરેખરો રસ લગાડીને તેના શ્રદ્ધા–જ્ઞાન–
એકાગ્રતા કરીએ તો કાંઈ બાહ્ય આકર્ષણો આપણને રોકતા નથી. ધ્યાનસ્થ મુનિવરો
ઉપર ઘોર ઉપદ્રવ આવે કે દેવીઓ આવીને આકર્ષણ કરે–તોપણ તેઓ ધ્યાનથી ચલિત
થતા નથી. એ જ રીતે જે સિદ્ધભગવંતો થયા તેઓએ પણ ચૈતન્યસ્વભાવની ઉત્તમ
આરાધના કરીને, પોતાનો ઉપયોગ બહારના આકર્ષણોથી પાછો હઠાવી લીધો ને
નિજસ્વરૂપમાં ઉપયોગને

PDF/HTML Page 39 of 45
single page version

background image
૩૬ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
લીન કર્યો. પછી વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં, આખા જગતના બધાય પદાર્થોનું
જ્ઞાન થતું હોવા છતાં કોઈ પદાર્થનું આકર્ષણ રહ્યું નથી. બહારના પદાર્થો કાંઈ જીવને
કહેતા નથી કે તું અમારા તરફ આકર્ષા! જીવ જ પોતાના ઉપયોગને તે તરફ દોડાવીને
રાગ–દ્વેષ કરે છે; એટલે, બાહ્ય પદાર્થોનું આકર્ષણ મટાડવાનો ઉપાય એ છે કે પોતાના
ઉપયોગને આત્મા તરફ વાળવો. ઉપયોગ અંતરમાં વળે તો બાહ્ય પદાર્થનું આકર્ષણ ટળે.
એક કવિ કહે છે કે :–
જબ નિજ આતમ અનુભવ આવે.....
ઔર કછુ ન સુહાવે......જબ નિજ આતમ અનુભવ આવે.




પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિપૂર્વક સૌરાષ્ટ્રમાં વિચરી રહ્યા છે. સોનગઢથી લાઠી
થઈને રાજકોટ પધાર્યા....ત્યાં ૧૩ દિવસ દરમિયાન (સમયસાર ગા.૧પ, પ્રવચનસાર
ગા.૧૭૨ તથા સમયસાર–જયસેનાચાર્યની ટીકા ગા.૩૨૦ ઉપર) સુંદર પ્રવચનો થયા.
રાજકોટથી વડાલ ગામે પધાર્યા, સાંજે નેમપ્રભુની પવિત્ર વિહારભૂમિ ગીરનારતીર્થના
દર્શન જઈ આવ્યા; ત્યાં “મારા નેમ પ્રભુ ગીરનારી ચાલ્યા...” એ વૈરાગ્ય સ્તવન
ગુરુદેવે ગવડાવ્યું. વડાલ પછી પોરબંદર પધાર્યા...ત્યાં આઠ દિવસ સમયસાર
ગા.૧૭,૧૮,૭૨ તથા ગા. ૯૭ ઉપર પ્રવચનો થયા. પોરબંદરથી ચાર દિવસ જેતપુર
પધાર્યા; ત્યારબાદ ગોંડલ અને વડીઆ થઈને, (આપ જ્યારે આ આત્મધર્મ વાંચતા
હશો ત્યારે) ગુરુદેવ મોરબીમાં બિરાજતા હશે. ત્યાર પછી કાર્યક્રમ નીચે મુજબ છે–
વાંકાનેર (ચૈત્ર સુદ ૧૨ થી ૧પ) ચોટીલા (ચૈત્ર વદ ૨) સુરેન્દ્રનગર (ચૈત્ર
વદ–૩ થી ૬) વઢવાણ (ચૈત્ર વદ ૭ થી ૧૦) જોરાવરનગર (ચૈત્ર વદ ૧૧ થી ૧૩)
વીંછીયા (ચૈત્ર વદ ૧૪ થી વૈ.સુ. ૬ ) ઉમરાળા (વૈશાખ સુ.૭–૮) લીંબડી (વૈ.સુ.૯ થી
૧૪) સોનગઢ પ્રવેશ વૈશાખ સુદ ૧પ.

PDF/HTML Page 40 of 45
single page version

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭
* બાલવિભાગના સભ્યો માટેની આ યોજનામાં ૭૯ બાળકોને દરેકને એક રૂા.ના પુસ્તકો
ઈનામ તરીકે મોકલાશે. તે ઉપરાંત ત્રણ બાળકોની વચ્ચે ૨૨ રૂા.નાં બીજા ઈનામો
અપાશે. એમ કુલ ૧૦૧ રૂા. નાં ઈનામો વહેંચાશે. આમાંથી પ૧) રૂા. આપણા
બાલવિભાગના સ્વ૦ સભ્ય રીટાબેનની સ્મૃતિમાં તેમના પિતાજી છબીલભાઈ સંઘવી
તરફથી આવ્યા છે. ને બીજા પ૦) રૂા.બાલવિભાગ તરફથી અપાશે.
* આ માટે તમારે શું કરવાનું છે? –નીચેમાંથી તમને જે આવડે તે લખી મોકલો:–
(૧) ધાર્મિક કોયડા, –ઉખાણા, –ટૂચકા કે જોડકણા.
(૨) “એકડે એક...ધર્મની લ્યે ટેક” આ પ્રકારના આંકની રચના (એકથી સો સુધીમાં
ગમે તેટલા આંકડાની રચના મોકલો શકો છો.)
(૩) કક્કના પહેલા અક્ષરથી શરૂ થતું એકેક વાક્ય લખી મોકલો; જેમકે–કલ્યાણનું
મૂળ સમ્યગ્દર્શન છે. ખરૂં સુખ આત્મામાં છે. –એ પ્રમાણે કોઈ પણ અક્ષરથી શરૂ
થતા વાકયો લખી શકો છો.)
(૪) તમને ચિત્રકળાનો શોખ હોય તો કોઈ પણ ચિત્ર (ધાર્મિક વિષયનું) જેવું
આવડે તેવું.
(પ) “બાલવિભાગથી અમને લાભ” એ વિષય ઉપર ટૂંકમાં લખાણ. (આ પાંચમો
વિષય કોલેજીયન સભ્યો માટે છે.)
* ઉપરમાંથી તમારી પસંદગી મુજબનું લખાણ લખીને મોકલો.
* વૈશાખ સુદ પુનમ સુધીમાં મળેલ લખાણ સ્વીકારીશું. પણ જો વૈશાખ સુદ બીજથી વહેલું
મોકલશો તો કદાચ વૈશાખ માસના આત્મધર્મમાં પણ તમારું લખાણ છપાશે. (ભારત
બહારના સભ્યો ગમે ત્યારે લખાણ મોકલી શકે છે.) તમે વધારે સંખ્યામાં ઉત્સાહથી
ભાગ લેશો તો ઈનામની રકમમાં વધારો કરીશું.
* તમે સભ્ય ન હો તો સભ્ય બનવા માટે નામ, સરનામું, ઉંમર, અભ્યાસ ને જન્મ–
દિવસ લખી મોકલો, ને આ ઈનામી યોજનામાં ઉત્સાહથી ભાગ લ્યો.
લખાણ નીચેના સરનામે મોકલવું–
સંપાદક–આત્મધર્મ બાલવિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)