Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
ફાગણ વદ બીજની સવારમાં નિર્વાણકલ્યાણક ઉત્સવ થયો; કૈલાસગિરિ ઉપર
ઋષભજિનવરને નીહાળ્‌યા....સિદ્ધિધામ કૈલાસગિરિ નીહાળ્‌યું. આ રીતે જૈનશાસનનો ઉદ્યોત
કરનાર પંચકલ્યાણક મહાપૂજનમહોત્સવ આનંદપૂર્વક પૂર્ણ થયો......ધન્ય બન્યું
રણાસણ...ને ધન્ય બન્યા ત્યાંના ભક્તિો.
પ્રતિષ્ઠિત થયેલા જિનબિંબોને ત્રિશિખરમંડિત નુતન જિનાલયમાં બિરાજમાન
કરવા માટે ધામધૂમથી જિનમંદિરે તેડી ગયા; ને સાડાઆઠ વાગતાં કહાનગુરુના હસ્તે
જિનેન્દ્રભગવંતોની વેદીપ્રતિષ્ઠા થઈ. મૂળનાયક આદિનાથ ભગવાનને બિરાજમાન
કરવાનો લાભ શેઠ શ્રી છોટાલાલ વીરચંદ તથા સોમચંદ પુનમચંદ શાહને મળ્‌યો હતો.
આજુબાજુમાં મહાવીર ભગવાન તથા શીતલનાથ ભગવાનને બિરાજમાન કર્યા હતા.
અગાઉ જુના જિનમંદિરમાં જે પ્રતિમાઓ હતા તેમને પણ નુતન જિનમંદિરમાં બાજુની બે
વેદી ઉપર પુન: બિરાજમાન કર્યા; તથા જિનવાણીની સ્થાપના થઈ. પછી ત્રણ શિખર ઉપર
કળશ અને ધ્વજ ચડતાં જૈનધર્મના જયજયકારથી ગગન ગૂંજી ઊઠ્યું હતું.
આજે ભગવાનના દર્શન કરવા માટે અને જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીહાળવા
ચારેકોરના ગામડાઓમાંથી હજારો લોકો ઊભરાયા હતા; પગપાળા ચાલીને તેમજ
ગાડેગાડાં અને ટ્રેકટરો ભરીભરીને માણસો રણાસણમાં ઠલવાતા હતા.....અને ભીડ તો
એવી જામી હતી કે મુંબઈના ભુલેશ્વરની ભીડનેય ભૂલાવી દ્યે. જિનમંદિર અને ઉત્સવ
સંબંધી પાંચેક લાખનું ખર્ચ અને એથી વધુ ઊપજ થઈ હતી.
ઈન્દોરથી ભૈયાસાહેબ રાજકુમારસિંહજી, ગુલાબચંદજી ટોંગ્યા, દેવકુમારજી તથા
રત્નલાલજી શેઠ, પ્રમુખશ્રી નવનીતભાઈ વગરે પણ આ પ્રસંગે આવ્યા હતા. મક્ષીજીમાં
થયેલા નવીન દિગંબર જિનાલય માટે પાર્શ્વનાથ પ્રભુના સાડાચાર ફૂટ જેવડા ભવ્ય મનોજ્ઞ
પ્રતિમાજી અહીં પ્રતિષ્ઠા માટે આવેલા; આ પ્રતિમાજીની વેદીપ્રતિષ્ઠા વૈશાખ વદ ૭ના રોજ
મક્ષીમાં થવાની છે. તે માટે ત્યાંના ટ્રસ્ટીઓ તેમજ મધ્યપ્રદેશના અનેક મહાનુભાવો સહિત
રાજકુમારસિંહજીએ ગુરુદેવને મક્ષીજી પધારવા વિનતિ કરી–જેનો ગુરુદેવે સ્વીકાર કરવાથી
મધ્યપ્રદેશના મુમુક્ષુઓને ઘણી પ્રસન્નતા થઈ હતી. બપોરના પ્રવચન બાદ ભગવાનની ભવ્ય
રથયાત્રા નીકળી હતી....નગરમાં ફરતી એ રથયાત્રા હજારો દર્શકોને અદ્ભુત આનંદમંગળમાં
ગરકાવ કરતી હતી. જૈનધર્મનો આવો પ્રભાવ દેખીને સૌને હર્ષ થતો હતો. પંડિત શ્રી
બંસીધરજી અને પં. કૈલાસચંદ્રજીએ ગુરુદેવનો આવો પ્રભાવ અને જૈનધર્મની પ્રભાવના
દેખીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બે હજારની વસતીવાળા આ ગામમાં ઉત્સવના અંતિમ
દિવસે વીસહજાર જેટલા દર્શનાર્થીઓનો મળો ભરાયો હોવાનો અંદાજ છે. એ

PDF/HTML Page 42 of 44
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
માનવમહેરામણ વચ્ચે પણ જિનેન્દ્ર ભગવાન એકાકીપણે શોભતા હતા....અને જાણે કે એમ
ઉપદેશતા હતા કે સંસારની બેસુમાર ભીડ વચ્ચે અલિપ્ત રહેલો આત્મા નિજ સ્વરૂપમાં શોભે
છે; ને એવા આત્માના મહિમાનો જ આ મહોત્સવ છે...વીસ હજારની ભીડને કે હાથીના
ટોળાને જોવા કરતાં તેમની વચ્ચે રહેલા એકાકી જિનને જોવા તે આ રથયાત્રાનું રહસ્ય હતું.
એ લાંબી રથયાત્રાની શરૂઆતનો કે અંતનો છેડો જોવા માટે ઘણીવાર સુધી મહેનત કરવા
છતાં, ઊંચા સ્થાન પરથીયે એનો છેડો દેખાતો ન હતો. જ્યારે શરૂનો ભાગ ગામમાં ફરીને
પ્રતિષ્ઠા–મંડપમાં પાછો આવતો હતો ત્યારે અંતિમ ભાગ હજી મંડપની બહાર નીકળતો હતો.
ગામના ઝરૂખાઓ ને છાપરાઓ પણ પ્રેક્ષકોથી ભરચક હતા.....નાનાં બચ્ચાંઓને આ બધું
બતાડવા માટે ગ્રામ્યજનો ખભે ચડાવીને રથયાત્રામાં સાથે ફરતા હતા......ને ક્્યાંક સમજીને
તો ક્યાંક વગર સમજ્યે, ચારેકોર ભક્તિની રમઝટ ચાલતી હતી. પંદર હજાર જેટલા
માણસોએ પ્રતિષ્ઠાની પ્રસાદીરૂપ લાડુ ખાધા હશે...સાંજ પડી ત્યાં તો વાહનોના વાહનો
ભરીભરીને માણસો પ્રસ્થાન કરવા લાગ્યા. પ્રતિષ્ઠા મહોત્સવની ખુશાલીમાં રણાસણના
ભક્તોના હૈયાં નાચી રહ્યા હતા. આખોય દિવસ જિનમંદિરમાં દર્શકોની ભીડ ચાલુ જ હતી.
રણાસણ ગામમાં જૈનશ્રાવકોની સંખ્યા કરતાં જિનબિંબોની સંખ્યા વધારે છે.
ફાગણ વદ ત્રીજની પહેલી સવારમાં ગુરુદેવ જિનમંદિરે પધાર્યા, ને ભાવપૂર્વક
જિનભગવંતોના દર્શન કરીને ભક્તિ ગવડાવી....એ રીતે રણાસણમાં મહાન મંગલકારી
પંચકલ્યાણકપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા કરીને હિંમતનગર તરફ પ્રસ્થાન કર્યું.
શ્રી જિનેન્દ્ર–પંચકલ્યાણક મહોત્સવનો જય હો!
* * * * *
હિંમતનગરમાં ભાવભીના મંગલપૂર્વક સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન
રણાસણમાં પંચકલ્યાણક કરીને ફાગણ સુદ ત્રીજના રોજ ગુરુદેવ હિંમતનગર
પધારતાં ભવ્ય ધામધૂમથી સ્વાગત થયું. બે વર્ષ પહેલાં જ્યાં પંચકલ્યાણક ઉત્સવ
ઉજવાયેલ ત્યાંના જિનાલયમાં મહાવીર ભગવાન અને શાંતિનાથ વગેરે ભગવંતોના
ભાવથી દર્શન કર્યા. ને પછી ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિકવિધાનપૂર્વક ઈંદોરના શેઠશ્રી
રાજકુમારસિંહજીના હસ્તે નુતન સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થયું. ગુરુદેવના મંગલાચરણ
વખતે અત્યંત ઉલ્લાસભર્યું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તીર્થંકરભગવંતોએ અને
કુંદકુંદાચાર્યદેવાદિ સન્તોએ જે વીતરાગમાર્ગ કહ્યો તે જ માર્ગનું ઉદ્ઘાટન

PDF/HTML Page 43 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
કરનાર ગુરુદેવે કહ્યું કે આત્માને ઉપયોગ એવા અપ્રતિહત સ્વભાવવાળો છે કે કોઈથી
હણાય નહિ.....અંતર સ્વભાવમાં ઉપયોગ વળ્‌યો તે કદી પાછો ફરે નહિ.....આત્માનો જે રંગ
લાગ્યો તે રંગમાં ભંગ પડ્યા વગર કેવળજ્ઞાન લ્યે એવો આત્માનો ‘અલિંગગ્રહણ’
સ્વભાવ છે, ને તે મંગળરૂપ છે. આત્માનો જે રંગ લાગ્યો તેમાં વચ્ચે રાગનો રંગ લાગવા
ન દઈએ; આત્માના રંગમાં ભંગ પડે નહિ–આવી તીર્થંકરોના કૂળની ટેક છે ભાવથી ગુરુદેવ
કહે છે કે અનંતા તીર્થંકરો થયા તેના કુળના અને તેની જાતના જ અમે છીએ...આત્માના
આવા સ્વભાવને સાધવા જાગ્યા તેમાં વચ્ચે ભંગ પડે નહિ તે અમારા તીર્થંકરોના કૂળનો
વટ છે, ને તે અમારી ટેક છે. –આમ ભાવભીના ચિત્તે ગુરુદેવે અત્યંત આનંદકારી મંગલ
પ્રવચન કર્યું. સાક્ષાત્ ભગવાનને ભેટીને ભરતે આવેલા ગુરુદેવના શ્રીમુખેથી ઉલ્લાસપૂર્ણ
મંગલ સાંભળીને સભાજનો આનંદથી ઝૂમી ઊઠતા ને વારંવાર સ્વાધ્યાયમંદિરને હર્ષનાદથી
ગજાવી મૂકતા. ત્યારપછી સ્વાધ્યાયમંદિરમાં કુંદકુંદાચાર્યદેવ વગેરેના ચિત્રપટોનું ઉદ્ઘાટન
શેઠશ્રી રાજકુમારસિંહજી, પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ વગેરેના સુહસ્તે થયું હતું આમ
ઉદ્ઘાટન–સમારોહ આનંદપૂર્વક ઉજવાયો હતો.
હિંમતનગર બે દિવસ રહીને ગુરુદેવ નરસિંહપુરા–જહર ગામે પધાર્યા હતા; નાનું
ગામ છતાં લોકોનો ઉત્સાહ સારો હતો. ત્યારપછી બે દિવસ ફતેપુર અને એક દિવસ
અમદાવાદ થઈને ફાગણ વદ દસમના સુદિને ગુરુદેવ સોનગઢ પધારતાં એ પાવનભૂમિ
પુનઃનવપલ્લવિત બની. ગુરુદેવને માત્ર ઉધરસને કારણે થોડા દિવસ આરામ લેવાની જરૂર
હતી તેથી વચ્ચે બરવાળા અને સાવરકુંડલા કાર્યક્રમો થઈ શક્્યા ન હતાં, ને ગુરુદેવ
સોનગઢ પધાર્યા હતા. સોનગઢના શાંત વાતાવરણમાં આવતાં જ ગુરુદેવની તબીયતમાં
એકદમ આરામ થઈ ગયો છે, અને રવિવાર તા. ૨૩–૩–૬૯ ના રોજ રાજકોટ પધાર્યા છે.
રાજકોટમાં પ્રવચન વગેરે કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ છે. ગુરુદેવ ચૈત્ર સુદ ૧૩ સુધી
રાજકોટ બિરાજશે અને ત્યારપછી વચ્ચેના શહેરો થઈ મુંબઈનગરીમાં ચૈત્ર વદ ૧૧ તા. ૧૨
એપ્રીલ શનિવારે પ્રવેશ કરશે. મુંબઈનગરીમાં ૮૦ મી જન્મજયંતીનો રત્નચિંતામણિ–
મહોત્સવ (વૈ. શુ. બીજ તા. ૧૮), જિનેન્દ્ર પંચકલ્યાણક–મહોત્સવ તથા ઘાટકોપર અને
મલાડના જિનમંદિરોમાં વેદીપ્રતિષ્ઠામહોત્સવ (વૈશાખ સુદ ૧૧ તથા ૧૨ના રોજ) છાપેલા
કાર્યક્રમ મુજબ થશે.
* * * * *

PDF/HTML Page 44 of 44
single page version

background image
ફોન નં : ૩૪ “આત્મધર્મ” Regd. no. G 182
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ગુરુદેવ લખે છે–આત્મભાવનારૂપ પાંચ બોલ–
આત્મચિંતનપૂર્વક ગુરુદેવે સ્વહસ્તાક્ષરમાં નીચેના
પાંચ બોલ લખ્યા હતા–
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય સોનગઢ (પ્રત: ૨પ૦૦)