Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
વિષયરૂપ છે. ભાવના કહો, શુદ્ધચૈતન્યપરિણામ કહો, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો,
ઉપશમાદિ ભાવ કહો, કે મોક્ષમાર્ગ વગેરે નામ કહો, તે બધા એકપર્યાયને જ લાગુ પડે છે.
તે પર્યાયે અંતર્મુખ થઈને પોતાના પરમસ્વભાવનું અવલંબન લીધું છે, તે શુદ્ધાત્મઅભિમુખ
થઈ છે. જીવની આવી દશા થાય ત્યારે તે મોક્ષમાર્ગમાં આવ્યો કહેવાય.
અહો, આ તો જૈનધર્મના સ્યાદ્વાદની સુગંધ છે. શુદ્ધદ્રવ્યની ભાવના વડે શુદ્ધપર્યાય
થઈ, એટલે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ થયા. પરમાત્માની ભાવનારૂપ જે
ભાવ છે તેના વડે ચૈતન્ય પરમેશ્વરના દરબારમાં પ્રવેશાય છે; તે ભાવનામાં નિશ્ચયરત્નત્રય
સમાઈ જાય છે, પણ રાગનો પ્રવેશ નથી. ભાઈ, તારી મોક્ષપર્યાયનું કારણ દેહાદિ પરમાં તો
નહીં, રાગાદિ ઉદયભાવમાં પણ નહીં, ધુ્રવસ્વભાવની સન્મુખ જોયે મોક્ષમાર્ગ પ્રગટે છતાં
ધુ્રવસ્વભાવ પોતે મોક્ષના કારણરૂપ થતો નથી, મોક્ષના કારણરૂપ ભાવનાપરિણતિ છે.
ઉત્પાદ–વિનાશ વગરનો, બંધ મોક્ષ વગરનો, પરમઆનંદથી ભરેલો જે સહજ પારિણામિક
પરમભાવ છે તેમાં પર્યાય એકાકાર થતાં અતીન્દ્રિય આનંદનું ઝરણું વહે છે. આવા
નિજસ્વરૂપને ભાવવું–અનુભવવું–તેમાં પરિણમવું તે મોક્ષની સાચી ભાવના છે. આવી
ભાવના વડે ભવનો અભાવ થાય છે.
અરે જીવ! તારા આવા ઉત્તમ તત્ત્વની ભાવના તો કર, આવા તત્ત્વના અનુભવની
તો શી વાત! –એના વિચાર કરે તોપણ શરીર ને રોગ બધું ભૂલાઈ જાય તેવું છે. શરીરની
સંભાળ (મમતા) આડે આત્માને ભૂલી રહ્યો છો, તેને બદલે શરીરને ભૂલીને આત્માની
સંભાળ કરને! શરીર ક્્યાં તારું સાચવ્યું સચવાય છે? તું ગમે તેટલી એની સંભાળ કર
છતાં એ તો કાળે છૂટી જવાનું છે. તેની મમતા કરીને મફતનો તું દુઃખી થઈશ. ક્્યાં
મૃતકકલેવર શરીર, ને ક્્યાં આનંદથી ભરેલો આત્મા! બંને જરાક એકક્ષેત્રે રહ્યા ત્યાં તો
આત્મા પોતાને ભૂલીને શરીરરૂપે જ માની બેઠો. બાપુ! તું શરીર નથી, તું તો અરૂપી
આનંદઘન છો......જાણનારો જાગતો ભાવ તે જ તું છો. –આવા આત્માને લક્ષમાં લે.
આત્માના પાંચ ભાવોમાં કયા ભાવો મોક્ષનું કારણ છે તેનું આ વર્ણન ચાલે છે.
સ્વભાવની ભાવનાથી પ્રગટેલો ઔપશમિકાદિ ત્રણભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે
ભાવો રાગરહિત છે એટલે રાગને (ઔદયિકભાવને) મોક્ષકારણમાં ન લેવો; આ રીતે
અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતથી મોક્ષમાર્ગનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. આવા મોક્ષમાર્ગની શરૂઆત
ચોથા ગુણસ્થાનમાં થઈ ગઈ છે. રાગરહિત એવો ઉપશમાદિભાવ, એટલે કે શુદ્ધઆત્માનું
અવલંબન ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા
છે, ને તે શુદ્ધતાનાં જ ઉપશમાદિ નામો છે,

PDF/HTML Page 22 of 44
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ઉદયભાવો તેનાથી બહાર છે. જેટલું શુદ્ધપરિણમન થયું તેમાં તો રાગ છે જ નહિ. તે કાળે
જે રાગ હોય તે શુદ્ધજ્ઞાનથી જુદાપણે છે, એકપણે નહીં. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધાત્માને
અવલંબીને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સ્વરૂપાચરણ થયું છે તે તો રાગરહિત જ છે.
‘ત્યાં રાગ છે તો ખરો?’
–તે કાળે રાગ હો તેથી શું? આખી દુનિયા છે, પણ તેનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને
કરતું નથી. તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. માટે સમ્યગ્દ્રષ્ટિના
સમ્યક્ત્વાદિ જે નિર્મળભાવો છે તે તો રાગથી મુક્ત જ છે, જુદા જ છે. આત્મા પરથી તો
જુદો હતો જ, ને સ્વસન્મુખ પરિણતિ થતાં તે રાગથી પણ જુદો થયો. રાગ રાગમાં છે પણ
રાગ જ્ઞાનમાં નથી, કેમ કે જ્ઞાને રાગને પકડયો નથી; જ્ઞાનમાં રાગ જણાતાં ‘આ રાગ હું’
એવું વેદન જ્ઞાનમાં નથી થતું, ‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાન તો પોતાને જ્ઞાનપણે જ વેદે છે.
આવા જ્ઞાનવેદનની સાથે આનંદ છે, પણ રાગ તેમાં નથી.
અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળપર્યાય કેવી હોય તેને ઓળખ તો ખરો!
તારી મોક્ષસંપદાને ઓળખીશ તો તેવી દશા પ્રગટ થશે. મોક્ષના કારણરૂપ તે પર્યાય
પરભાવોથી તો શૂન્ય છે, ને પોતાના શુદ્ધસ્વભાવને જ અવલંબનારી છે. અંતરમાં ઝુકેલી તે
પર્યાય જગતના પદાર્થોથી જુદી, દેહથી જુદી, વચનથી જુદી, કર્મોથી જુદી, ને રાગાદિ
ભાવકર્મોથી પણ જુદી છે; પણ તે જ્ઞાનથી ભરપૂર, શ્રદ્ધાથી ભરપૂર, એમ અનંત
નિજભાવોથી ભરપૂર છે. સમ્યગ્દ્રષ્ટિની સંપદા કોઈ અનેરી છે. એની ચૈતન્યસંપદા પાસે
જગતની કોઈ સંપદાની કિંમત નથી. જગતની જડસંપદાઓને ધર્માત્મા પોતાની માનતા
નથી. નિજસંપદાથી ભરપૂર જે ચૈતન્યસ્વભાવ, તેના આશ્રયે પર્યાયમાં રત્નત્રયાદિ
નિર્મળસંપદા પ્રગટે છે, ને તેના વડે સિદ્ધપદ પમાય છે. આ સિવાય પુણ્યની સંપદા વડે
સિદ્ધપદ પામી શકાતું નથી.
* સમયસારની ગાથા ૩૨૦ ઉપરનાં પ્રવચનોનું પુસ્તક રાજકોટમાં
પૂ. ગુરુદેવની મંગલ છત્રછાયામાં પ્રકાશિત થશે; એનું નામ છે ‘જ્ઞાનચક્ષુ’
આત્મધર્મના ગ્રાહકોને તે શ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયા તરફથી ભેટ મળવાનું છે.
*“વીતરાગવિજ્ઞાન” પુસ્તક કુપનવાળા ગ્રાહકોને ભેટ આપવાનું હજી ચાલુ
જ છે; તો તે મેળવી લેશોજી.

PDF/HTML Page 23 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
ભગવાન મહાવીર......તેમનો વીરમાર્ગ
(સોનગઢ પરિવર્તનધામમાં ચૈત્ર સુદ તેરસે ગુરુદેવનું પ્રવચન)
આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મનો કલ્યાણક દિવસ છે. ઈદ્રો
પણ તેનો ઉત્સવ ઊજવે છે. ભગવાનનો જન્મ ઘણા જીવોને તરવાનું કારણ છે. તેથી તે
કલ્યાણક છે. તે આત્મા પોતે આત્મભાન કરીને ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં પૂર્ણાનંદદશાને
આ ભવમાં પામવાનો છે. પૂર્વભવમાં આત્માનું ભાન કરીને વીરતા પ્રગટ કરી, પણ હજી
પૂર્ણતા થઈ ન હતી ત્યારે ધર્મની પૂર્ણતા પ્રાપ્ત કરવાની ભાવનામાં વચ્ચે વિકલ્પથી
તીર્થંકરનામકર્મ બંધાયું. ચૈતન્યના અતીન્દ્રિયસ્વભાવની કિંમત કરીને અંતરમાં તેનું વેદન
કરતાં કરતાં આ અવતાર થયો છે. પહેલાં સ્વભાવની કિંમત ભૂલીને અજ્ઞાનથી સંયોગની
કિંમત કરતો, પછી ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને તેની કિંમત ને મહિમા આવતાં
ભગવાનનો આત્મા તેના વેદન તરફ વળ્‌યો....અહો, આ ભવમાં ભગવાને આત્માની
સાધના પૂરી કરી. ઈંદ્રો ભગવાનને આજે મેરૂપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ ગયા
હતા. ચૈતન્યવજ્રમાં જેમ વિભાવ ન પ્રવેશે, તેમ ભગવાનનું શરીર પણ વજ્રકાય હતું.
મણિરત્નના મોટા મોટા ઘડા ભરીને પાણી મસ્તક ઉપર ઈંદ્રો રેડે–છતાં ભગવાનને જરાય
આંચ નથી આવતી. અંદરમાં રાગની આંચ નથી આવતી, રાગથી અલિપ્ત રહે છે. અંતરમાં
ચિદાનંદ તત્ત્વને દેહથી પાર ને રાગથી પાર દેખ્યું છે, –એને જોતાં ઈન્દ્ર ને ઈંદ્રાણી પણ
ભક્તિથી નાચી ઊઠે છે. અહા, અનાદિના સંસારનો અંત કરીને ભગવાન હવે આ ભવમાં
સાદિ–અનંત એવી સિદ્ધદશાને સાધશે. રાગ અને સ્વભાવની એકતારૂપ બેડીના બંધન તો
અમે પણ તોડી નાખ્યા છે –એવા ભાનસહિત, જેમ માતા પાસે કે પિતા પાસે બાળક
થનગન નાચે, તેમ ભગવાન પાસે ઈંદ્રો નાચી ઊઠે છે. હજી તો ભગવાન પણ ચોથા
ગુણસ્થાને છે, ને ઈંદ્ર પણ ચોથા ગુણસ્થાને છે છતાં તે ઈંદ્ર ભગવાન પાસે ભક્તિથી નાચી
ઊઠે છે કે અહા! આ ભરતક્ષેત્રની ધન્ય પળ છે; વીરતા પ્રગટ કરીને પોતે તો પૂર્ણ
પરમાત્મા થશે, ને જગતના ઘણા જીવોને પણ ભવથી તરવાનું નિમિત્ત–બનશે. ધન્ય છે
ભગવાનનો અવતાર! એના જન્મની ધન્ય ઘડી, ધન્ય પળ ને ધન્ય દિવસ છે. ભગવાને
અમૃતના સાગરને ઊછાળીને મુનિદશા અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, પછી પાવાપુરીથી
મોક્ષધામ પામ્યા.

PDF/HTML Page 24 of 44
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
આ રીતે ભગવાન આત્માનું પરિવર્તન થયું; અનાદિનો સંસારભાવ છૂટીને અપૂર્વ
સિદ્ધભાવ પ્રગટ થયો. એવા પરિવર્તનનો આજનો દિવસ છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવને મહાવીરપરમાત્માનો સીધો પ્રત્યક્ષ સંબંધ થયો ન હતો,
પરોક્ષભક્તિ હતી ને સીમંધરપરમાત્માનો તો સાક્ષાત્ પ્રત્યક્ષયોગ થયો હતો. અહો,
પંચમકાળે આ ક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના તીર્થંકરનો સાક્ષાત્ ભેટો થાય એ પાત્રતા
કેટલી! ને કેટલા પુણ્ય! એવા આચાર્યભગવાને તીર્થંકરપરમાત્માની વાણી ઝીલીને આ
શાસ્ત્ર રચ્યું છે. તેમાં આત્માનું સ્વસંવેદન કેમ થાય તે વાત આ ૧૭૨ મી ગાથામાં
અલૌકિક રીતે બતાવી છે. અલિંગગ્રહણના વીસ બોલમાંથી આજે છઠ્ઠો બોલ ચાલે છે.
અતીન્દ્રિય ચિદાનંદમૂર્તિ ભગવાન આત્મા ઈંદ્રિયોથી જાણનારો નથી, તેમ જ તે
ઈંદ્રિયોવડે જણાય તેવો નથી; ઈદ્રિયગમ્ય ચિહ્નો વડે પણ તે જણાતો નથી, એકલા
અનુમાનવડે પણ તે જણાતો નથી, તેમ જ પોતે એકલા અનુમાનવડે બીજાને જાણે–એવો
પણ નથી. લિંગથી એટલે ઈંદ્રિયોથી–વિકલ્પોથી કે એકલા અનુમાનથી નહિ પણ પ્રત્યક્ષ
સ્વસંવેદનથી જાણનાર એવો પ્રત્યક્ષજ્ઞાતા આત્મા છે, પહેલાં પાંચ બોલમાં ઈંદ્રિયો કે એકલું
અનુમાન વગેરે વ્યવહાર કાઢી નાખ્યો, ને આ છઠ્ઠા બોલમાં હવે પ્રત્યક્ષજ્ઞાતા કહીને
અસ્તિથી વાત કરી છે.
વર્તમાન પર્યાયની સ્ફુરણામાં સ્વભાવના નિર્ણયનું જોર ન આવે ત્યાંસુધી તે
અંતર્મુખ થઈ શકે નહિ. સ્વસંવેદનથી સ્વયં પ્રકાશે એવો સ્વયંપ્રકાશી આત્મા છે. ભાઈ,
ચૈતન્યનો મહિમા ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે કે અહો! મારી આ વસ્તુ જ
સ્વયં પરિપૂર્ણ–જ્ઞાનાનંદસ્વરૂપ છે,–આવા નિર્ણયથી અંતર્મુખ થતાં સ્વસંવેદનવડે આત્મા
પ્રત્યક્ષજ્ઞાતા થઈ જાય છે;–એનું નામ સમ્યગ્દર્શન છે, તે પૂર્ણતાના પંથે ચડયો, તેણે
પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીરના માર્ગે વળ્‌યો, આ છે ભગવાન મહાવીરનો સન્દેશ!
ભાઈ, બહારનું બધું એકવાર ભૂલી, અંતરવસ્તુનો નિર્ણય કરવામાં એવું જોર લાવ
કે દ્રષ્ટિ અંતરમાં વળેેે...સ્વભાવનું ઘણું ઘણું માહાત્મ્ય અને અધિકાઈ લક્ષમાં લેતાં તે
અનુભવમાં આવે–એનું નામ ધર્મ છે. આ સિવાય બીજા ઝગડામાં રૂકાવટ થાય તે
મોક્ષપંથમાં આડખીલીરૂપ છે. તારા જ્ઞાન ને આનંદનું તને પ્રત્યક્ષ વેદન થાય–તે ન જણાય
એવું નથી, પ્રત્યક્ષજ્ઞાતા થઈને આત્મા પોતે સ્વસંવેદનથી પોતાને જાણે છે. પહેલા બોલમાં
ઈંદ્રિયો વગેરેનો નિષેધ કરીને છઠ્ઠા બોલમાં સ્વભાવવડે આત્મા જાણે–એમ

PDF/HTML Page 25 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
કહીને તેને પ્રત્યક્ષજ્ઞાતા કહ્યા. આત્મા પોતે ઈંદ્રિયોની અપેક્ષા વગર, મનના કે વિકલ્પના
અવલંબન વગર સ્વભાવથી જ સ્વસંવેદનવડે પોતાને જાણે છે.
ઉપયોગ તે આત્માનું ચિહ્ન છે. તે ઉપયોગ નામના લક્ષણમાં જ્ઞેયોનું અવલંબન
નથી, પણ તે ઉપયોગ આત્માને જ અવલંબીને કામ કરે એવો તેનો સ્વભાવ છે.
ઉપયોગવડે બહારનું ઘણું જાણ્યું કે ઘણા શાસ્ત્રો વાંચ્યા માટે હવે ઉપયોગને અંતરમાં
વાળવાનું સહેલું પડશે–એમ નથી. ઉપયોગને આત્માનું જ અવલંબન છે; એકલા શાસ્ત્રના
અવલંબનવાળો ઉપયોગ તે ખરો ઉપયોગ નથી. તેમાં પરાવલંબન છે, તેમાં ઉપયોગની
હાની છે. ઉપયોગ પોતાનો ને અવલંબન કરે પરનું–તો એવા ઉપયોગને આત્માનો ઉપયોગ
કોણ કહે? ઉપયોગ અંતરમાં વાળીને આત્મદ્રવ્યનું અવલંબન કરે તે જ ખરો ઉપયોગ છે.
તેમાં જ આત્માનું ગ્રહણ છે. આત્માનું ઘર છોડીને એકલા પરઘરમાં જ ફરે–તો એવી
પરિણતિને શાસ્ત્રો બાહ્ય બુદ્ધિ કહે છે. ભાઈ, ઉપયોગને અંતરમાં વાળ્‌યા વગર ત્રણ કાળમાં
સમ્યગ્દર્શન થતું નથી, પણ એકલા શાસ્ત્રના અભ્યાસથી જે ધર્મ માની લેતો હોય, –ને
ઉપયોગને અંતરમાં વાળવાનો ઉદ્યમ ન કરતો હોય–તો તેને કહે છે કે ઊભો રહે, –એમ
એકલા શાસ્ત્ર તરફના ઉપયોગથી ધર્મ નહિ થાય; ઉપયોગને અંતરમાં વાળીને આત્માને
લક્ષમાં લીધા વગર કદી ધર્મ થાય નહીં. ઉપયોગને અંતરમાં પણ ન વાળે ને શાસ્ત્રનો
અભ્યાસ પણ છોડી દ્યે તો તો સ્વચ્છંદી થઈને અશુભમાં જશે. ભલે એકલા શાસ્ત્રથી અંતરમાં
નથી જવાતું પણ જેને આત્માના અનુભવનો પ્રેમ હોય તેને તેના અભ્યાસ માટે શાસ્ત્રાભ્યાસ,
ઉપદેશશ્રવણ વગેરેનો પણ પ્રેમ આવે છે. બન્ને પડખાંનો વિવેક કરવો જોઈએ.
ઉપયોગને પરાલંબનથી છોડાવીને, અંતરમાં ચૈતન્યના અવલંબને પૂર્ણતા સાધી.
ભગવાન વીરે આ કામ કર્યું ને જગતને પણ એ જ સન્દેશ આપ્યો. અહો, અનાદિના વિકારનો
અંત કરી નાખ્યો; ને અપ્રતિહત નિર્મળ દશા પ્રગટ કરી. જે સદાકાળ સ્વાલંબને એમ ને એમ
અનંત–અનંતકાળ ટકી રહેશે. આવું ભગવાન વીરે કર્યું ને તેનો જ ઉપદેશ આપ્યો. આ રીતે
મોક્ષને સાધીને મોક્ષનો પંથ બતાવ્યો તેથી ભગવાનનો ઉત્સવ ઉજવાય છે.
વીરપ્રભુએ ઉપયોગને અંતર્મુખ કરીને, આત્મિક વીરતા વડે મોક્ષદશા સાધી, અને
ઉપદેશમાં પણ એ જ માર્ગની હાકલ કરી, કે હે જીવો! તમારા ઉપયોગને અંતરમાં વાળીને
આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કરો. આ જ વીરનો માર્ગ છે.
जय महावीर

PDF/HTML Page 26 of 44
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
પં. બુધજનરચિત છહઢાળા! બીજી ઢાળ: (સંસારદુઃખ વર્ણન)
(જોગીરાસા)
સુન રે! જીવ કહત હૂં તુઝસે તેરે હિતકે કાજે,
હો નિશ્ચલ મન જો તૂ ધારે તો કુછ ઈક તોહિ લાજે;
જિસ દુઃખસે થાવર તન પાયા વરણ સકોં સો નાહીં,
અઠદસવાર મરા ઔર જન્મા એક શ્વાસકે માહીં. (૧)
કાલ અનંતાનંત રહો યોં પુન વિકલત્રય હૂવો,
બહુરિ અસૈની નિપટ અજ્ઞાની ક્ષણક્ષણ જન્મો મૂવો;
પુણ્ય ઉદય સૈની પશુ હૂવો બહુત જ્ઞાન નહિં ભાલો,
ઐસે જન્મ ગયે કર્મોંવશ તેરા જોર ન ચાલો. (૨)
જબર મિલો તબ તોહિ સતાયો, નિબલ મિલો તેં ખાયો,
માત તિયાસમ ભોગી પાપી તાતેં નર્ક સિધાયો;
કોટિક બિચ્છૂ કાટેં જૈસે ઐસી ભૂમિ જહાં હૈ,
રુધિરરાધિજલછાર વહે જહાં દુર્ગંધિ નિપટ તહાં હૈ (૩)
ઘાવ કરે અસિપત્ર અંગમે શીત–ઉષ્ણ તન ગાલેં,
કોઈ કાટેં કર ગહિ કેઈ પાવકમેં પરજાલે;
યથાયોગ્ય સાગરસ્થિતિ ભુગતેં દુઃખકા અંત ન આવે,
કર્મવિપાક ઐસા હી હોવે માનુષગતિ તબ પાવે. (૪)
માત ઉદરમેં રહે ગેંદ હો નિકસત હી બિલ લાવે,
ડાવા ડાંક કલાં વિસ્ફોટક ડાંકનસે બચ જાવે;
તો યૌવનમેં ભામિનકે સંગ નિશદિન ભોગ રચાવે,
અન્ધા હો ધન્ધા દિન ખોવે બૂઢા નાડિ હલાવે. (પ)
યમ પકડે તબ જોર ન ચાલે સેનહી સેન બતાવે,
મન્દ કષાય હોય તો ભાઈ ભવનત્રિક પદ પાવે;
પરકી સમ્પત્તિ લખિ અતિ ઝૂરે કે રતિ કાલ ગમાવે,
આયુઅન્ત માલા મુરઝાવે તબ લખ લખ પછતાવે. (૬)
તહાંસે ચલકે થાવર હોવે રુલતા કાલ અનંતા,
યા વિધિ પંચ પરાવર્તન કે દુઃખકા નાહીં અન્તા;
કાલલબ્ધિ જિન ગુરુકૃપાસે આપ આપકો જાનેં;
તબહીં
बुधजन ભવોદધિ તરકે પહુંચ જાય નિર્વાણે. (૭)
(અર્થ માટે સામું પાનું જુઓ)

PDF/HTML Page 27 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
પં. બુધજનરચિત છહઢાળા! બીજી ઢાળ: (સંસારદુઃખ વર્ણન)
(પં. શ્રી દૌલતરામજીની છહઢાળા–કે જેનો હાલમાં ખૂબ પ્રચાર છે, તે તેમણે
પં. બુદ્ધજનરચિત છહઢાળાને અનુસરીને લખી છે. સંસારભ્રમણના દુઃખનું
કથન પં. દૌલતરામજીએ પહેલી ઢાળમાં કર્યું છે ને બુદ્ધજનજીએ બીજીમાં.)
(૧) સંભાળ, રે જીવ! તારા હિતને માટે તને કહું છું. જો આ હિતની વાત સ્થિર
ચિત્ત થઈને તું અવધારીશ તો, તને લજ્જા આવશે કે અરે! અત્યાર સુધી આ મેં શું કર્યું?
અજ્ઞાનથી હું કેટલો બધો દુઃખી થયો! સ્થાવર શરીર પામીને તું જે દુઃખ પામ્યો તે વર્ણવી
શકાય તેમ નથી. એકશ્વાસમાં અઢારવાર તો તું જન્મ્યો ને મર્યો.
(૨) એ પ્રમાણે એકેન્દ્રિયપર્યાયમાં અનંતાનંતકાળ વીતાવીને ક્્યારેક વિકલત્રય
થયો; ક્યારેક પંચેન્દ્રિ થયો તોપણ અસંજ્ઞી મહા અજ્ઞાની રહ્યો ને ક્ષણે ક્ષણે જન્મ–મરણ
કર્યા. કોઈકવાર પુણ્યઉદયથી સંજ્ઞી પશુ થયો તોપણ વિશેષજ્ઞાન ન પામ્યો; એ પ્રમાણે
અજ્ઞાનથી કર્મોને વશ થઈને તેં અનંત જન્મ ગુમાવ્યા, પણ જ્ઞાન વગર તારું જોર ન ચાલ્યું.
(૩) તારાથી બળવાન પશુઓએ તને સતાવ્યો– દુઃખી કર્યો, અને નિર્બળ મળ્‌યા
તેને મારીને તું ખાઈ ગયો; પશુપણે માતાને સ્ત્રીસમાન ભોગવી; આ રીતે પાપી થઈને
નરકમાં જઈ પડ્યો; જ્યાંની કર્કશભૂમિ એવી છે કે તેનો સ્પર્શ થતાં જ જાણે કરોડો વીંછી
કરડતા હોય–એવું દુઃખ થાય છે. જ્યાં અત્યંત દુર્ગંધી લોહી પરુ ને ખારા જળ જેવી વૈતરણી
નદી વહે છે.
(૪) તે નરકમાં તલવાર જેવા સેમલનાં પાન શરીરને છેદી નાંખે છે, ઠંડી અને
ગરમી દેહને ગાળી નાંખે છે; કોઈ નારકી તેને પકડીને કાપે છે ને અગ્નિમાં બાળે છે.
બંધઅનુસાર સાગરોપમ સુધી એવા તીવ્ર દુઃખો ભોગવતાં પાર આવતો નથી. ક્્યારેક
મંદકષાયઅનુસાર શુભકર્મનો વિપાક થતાં તે નરકમાંથી નીકળીને મનુષ્યગતિ પામે છે.
(પ) ત્યાં પણ પ્રથમ તો માતાના ઉદરમાં સંકોચાઈને (દડાની માફક) નવમાસ
પુરાઈ રહે છે, અને પછી જન્મતી વખતે ત્રાસથી રડે છે. બાળપણમાં અનેક પ્રકારનાં રોગ
ચેચક વગેરેથી કદાચ બચી જાય તો યુવાનીમાં નિશદિન ભામિની સાથેના ભોગવિલાસમાં
જ રાચે છે, ને વેપાર ધંધામાં અંધ થઈને જીંદગી ખોઈ નાખે છે, જ્યારે બૂઢો થાય

PDF/HTML Page 28 of 44
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ત્યારે માથું કંપવા લાગે છે–જાણે કે શરીર કંઈ કામ કરવાની ના પાડતું હોય! (આ રીતે મૂઢ
જીવ આત્માના હિતનો ઉપાય કર્યા વગર મનુષ્યભવ ગુમાવે છે.)
(૬) જ્યારે મરણ આવે ત્યારે જોર ચાલતું નથી, બોલી પણ શકતો નથી, એટલે
મનની વાત સંજ્ઞા કરી કરીને બતાવે છે. એમ કુમરણે મરીને જો મંદકષાય હોય તો
ભવનવાસી–વ્યંતર કે જ્યોતિષી એવા હલકા દેવમાં ઊપજે છે; ત્યાં બીજા મોટા દેવની
સંપદા દેખીને ખૂબ ઝૂરે છે અથવા વિષયોની રતિમાં જ કાળ ગુમાવે છે. આયુષના અંતમાં
તેની મંદારમાળા કરમાઈ જાય છે તે દેખીને જીવ ઘણો જ પસ્તાય છે. ને આર્ત્તધ્યાનપૂર્વક
દેવલોકમાંથી ચવીને સ્થાવર (–એકેન્દ્રિય) થાય છે.
(૭) એ પ્રમાણે અજ્ઞાનથી સંસારમાં રખડતાં જીવે અનંતકાળ સુધી પંચપરાવર્તન
કર્યા ને અનંત દુઃખ પામ્યો. તેમાં કાળલબ્ધિથી જિન....ગુરુઓની કૃપાથી જ્યારે આત્મા
પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે તે બુધજન ભવસમુદ્રને તરીને નિર્વાણરૂપ સિદ્ધપદમાં
પહોંચી જાય છે.

અહો, આ તો ખરેખરી પ્રયોજનભૂત,
સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી
સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે,
ને એ અનુભવદશાની તો શી વાત!
મોક્ષમાર્ગનું ઉદ્ઘાટન નિર્વિકલ્પ–સ્વાનુભવ
વડે થાય છે.
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ
કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક જાણે છે કે આત્માનો
આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્‌યો છું,
સ્વાનુભવ થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે
આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. –આમ
અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર
કરતો જવાબ આપે.

PDF/HTML Page 29 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
તારા પગલે પગલે નાથ! ઝરે છે આતમરસની ધાર
(૨)
પૂ. ગુરુદેવ સાથેના મંગલ પ્રવાસનાં મધુર સંભારણા અહીં રજુ
થાય છે. અહા! જ્યારે તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને તેમની સાથે
અનેક સાધકોનો સંઘ વિહરતો હતો–એ દ્રશ્યો ને એ ભાવો કેવા હશે! એની
મધુરી યાદી ગુરુદેવ સાથેના વિહારમાં જાગે છે. માહ વદ છઠ્ઠે સોનગઢથી
મંગલ પ્રસ્થાન કર્યા પછી રાણપુર થઈને અમદાવાદ પધાર્યા ને ત્યાં
અત્યંત આનંદકારી પંચકલ્યાણક–મહોત્સવ થયો. તેનું કેટલુંક વર્ણન
ગતાંકમાં આવ્યું છે. ત્યાર પછીનું અમદાવાદનું તેમજ રણાસણ વગેરેનું
વર્ણન અહીં રજુ થાય છે. –બ્ર. હ. જૈન
અમદાવાદ શહેર.....ગુજરાતનું પાટનગર......સવાલાખ જેટલા જૈનોથી
શોભતી આ નગરી જિનેન્દ્રભગવાનના કલ્યાણકો વડે વિશેષ શોભી ઊઠી. અને
પાટનગરનું આ જિનાલય પણ અદ્ભુત છે, તેમાંય વિશાળ જિનબિંબોની વીતરાગી
પ્રભા જિનાલયની ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે. આવા જિનમંદિરની શુદ્ધિ
ધર્માત્માઓના સુહસ્તે ફાગણ સુદ એકમે થઈ.
ફાગણ સુદ બીજ: આજના સુપ્રભાતમાં સૌધર્મસભામાં એકાએક સિંહાસન
ધૂ્રજી ઊઠયું, મંગલ ઘંટનાદ થવા લાગ્યા, શંખ ગાજવા માંડયા ને વાજિંત્રો વાગવા
માંડયા......આમ અનેકવિધ મંગલચિહ્નો થતાં શ્રી નેમિતીર્થંકરનો જન્મ થવાનું
જાણીને સૌધર્મેન્દ્ર ઐરાવત હાથી પર દેવ–દેવીઓ સહિત આવી પહોંચ્યા, નગરીને
પ્રદક્ષિણા કરી....સર્વત્ર આનંદ છવાઈ ગયો. બીજી તરફ સમુદ્રવિજય મહારાજાના
દરબારમાં આનંદ છવાઈ ગયો. અમદાવાદનગરી આજ ભગવાનનો જન્મોત્સવ
નીહાળીને હર્ષવિભોર બની.....માતાજીની ગોદમાંથી નાનકડા નેમકુંવરને તેડીને
ઈન્દ્રાણીએ ઈન્દ્રના હાથમાં આપ્યા......ને ધામધૂમપૂર્વક પ્રભુજીના જન્મોત્સવની
સવારી મેરૂપર્વત તરફ ચાલી....નગરીના હજારો–લાખો માણસો આર્શ્ચયથી જોઈ રહ્યા
કે અહા, આપણી નગરીમાં આ શું બની રહ્યું છે! આ શેનો આનંદ છવાઈ રહ્યો છે!
આમ નગરીને આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ કરતી પ્રભુજીની સવારી મેરુ પર્વતે
આવી પહોંચી (મેરુની રચના પ્રોપાયટરી સ્કૂલના મેદાનમાં હતી.) મેરુ પર

PDF/HTML Page 30 of 44
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
પ્રભુજીનો જન્માભિષેક નીરખીને સૌ ધન્ય બન્યા.....વાહ પ્રભુ! આપનો આ અંતિમ
અવતાર!! હજી કેવળજ્ઞાન તો ૩૦૦ વર્ષ પછી પામશો, પણ અત્યારે જ આપ જન્મથી
તો રહિત થઈ ગયા! જન્મ રહિતનો જન્માભિષેક કેવો આશ્ચર્યકારી છે!! એ
જન્માભિષેક ઊજવીને નગરીમાં પાછા આવ્યા ને ઈન્દ્રોએ તાંડવનૃત્ય દ્વારા પોતાનો
આનંદ વ્યક્ત કરીને માતા–પિતાનું બહુમાન કર્યું: ધન્ય રત્નકુખધારિણી માતા! તેં
જગતને મોક્ષનો માર્ગ દેખાડનારો દીવો આપ્યો.’ શિવાદેવી માતાજી પણ પોતાના
બાલકુંવરને ગોદમાં તેડીને પરમ પ્રસન્ન થયા. સભાજનો એ દ્રશ્ય નીહાળીને આનંદથી
બોલી ઊઠ્યા: ધન્ય માતા....ધન્ય પુત્ર!
બપોરે પ્રવચન પછી પ્રભુનું પારણાઝૂલન થયું....ભગવાનને ઝુલાવનારા
હજારો હાથો પાવન બન્યા.....જગતના નાથ મારી ગોદમાં બિરાજે છે–એવા હર્ષથી
પારણીયું પણ આનંદથી ઝૂલતું હતું. રાત્રે રાજસભામાં સેંકડો રાજાઓ આવીને ભેટ
ધરતા હતા...શ્રી કૃષ્ણ અને બલભદ્ર જેવા પણ આનંદથી નાચી ઊઠ્યા હતા....એક
યુરોપિયન મુસાફર આવેલા તે તો આ બધું દેખીને અચંબામાં પડી ગયા. રાજુલદેવી
સાથે નેમનાથના વિવાહની તૈયારી ચાલતી હતી....જાન અને રથમાં નેમિનાથનું દ્રશ્ય
દૂરદૂરથી રાજુલ નીહાળતી હતી....એકબાજુ પશુડાં કરુણ ચિત્કાર કરતાં હતાં....એ
કરુણચિત્કાર સાંભળતાં નેમનાથે રથ થંભાવી દીધો ને સંસારથી વિરક્ત થયા. એ
પ્રસંગનો સારથી સાથેનો સંવાદ, રાજુલની મનોદશા, નિર્મોહી નેમપ્રભુની અડગતા–
વગેરેનું વાતાવરણ અનેરું હતું. દસપંદર હજાર માણસો જોઈ રહેતા કે હવે શું બનશે!
ફાગણ સુદ ત્રીજની સવાર પડી.....લૌકાંતિક દેવો આવી પહોંચ્યા, ભગવાનના
વૈરાગ્યની સ્તુતિ અને અનુમોદના કરી....પ્રભુજીનો વનવિહાર શરૂ થયો.....વૈરાગ્ય પ્રસંગની
દીક્ષાયાત્રા અદ્ભુત હતી..... ગુજરાત–સૌરાષ્ટ્રમાં ૮પ૦૦૦ વર્ષો પૂર્વે થયેલા એ
કલ્યાણકપ્રસંગો ફરીને ગુજરાતના પાટનગરમાં નીહાળીને ગુજરાત ધન્ય
બન્યું......દીક્ષાવનમાં (કાંકરીયાના કિનારે વ્યાયામ મંદિરના ચોકમાં) પ્રભુએ દીક્ષા અંગીકાર
કરી....સંસાર છોડ્યો ને શુદ્ધોપયોગમાં લીન થઈને સાક્ષાત્ મોક્ષમાર્ગરૂપ પરિણમ્યા.... ધન્ય
એ મુનિરાજ! ધન્ય એ રત્નત્રય–ચારજ્ઞાનધારી સંતને! એ નેમમુનિરાજના દર્શન કરીને સૌ
પાવન થયા. મુનિરાજની પૂજા કરી.....ને પછી તો મુનિરાજ વનમાં અંતર્ધાન થઈ ગયા.
એ દીક્ષાવનમાં ભગવાનની મુનિદશાનું સ્વરૂપ સમજાવતું, અદ્ભુત
વૈરાગ્યરસભીનું પ્રવચન ગુરુદેવે કર્યું,...ને એ મુનિદશાની ભાવના ભાવી....અહા, આ
તો ધમાલીયા અમદાવાદ શહેરમાં બેઠા છીએ–કે ગીરનાર વચ્ચે સહેસાવનના શાંત
વાતાવરણમાં બેઠા છીએ! –એમ પ્રવચન વખતે અમદાવાદને ભૂલીને સહેસાવન યાદ
આવતું હતું. ગુરુદેવ ભાવભીની શૈલીથી કહેતા હતા કે જુઓ, ભગવાને આજે દીક્ષા
અંગીકાર કરીને મુનિદશા પ્રગટ કરી. આ ભવમાં જ પૂર્ણાનંદની પ્રાપ્તિ

PDF/HTML Page 31 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
કરવાનો છું, તે માટેની ભાવના હતી....ને આજે ભગવાન મુનિ થયા....ગીરનારના
સહસ્રામ્રવનમાં ભગવાન “નમો સિદ્ધાણં” એમ સિદ્ધને નમસ્કાર કરીને
આત્મધ્યાનમાં લીન થયા.....તે જ વખતે ધ્યાનમાં શુદ્ધોપયોગ સહિત સાતમું ગુણસ્થાન
થયું ને ચોથું મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. દેહથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન તો પહેલેથી
હતું....અનુભવ પણ હતો, પણ આજે તો સાક્ષાત્ ચારિત્રરૂપ મુનિદશા પ્રગટ કરી.
દીક્ષાકલ્યાણકના આ પ્રસંગે કુદરતનું વાતાવરણ પણ ઘેરા વૈરાગ્યથી જાણે કે
મુનિદશાને અનુમોદી રહ્યું હતું. આ ઉત્સવ પ્રસંગે ત્રણચાર ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. દીક્ષા પછી કેશક્ષેપણ કાંકરીયાના ક્ષીરોદધિમાં થયું....રાત્રે
ભક્તિ–ભજન–નાટકનો કાર્યક્રમ હતો.
ફાગણસુદ ૪ ની સવારે પ્રવચન પછી, નેમમુનિરાજ વનમાંથી નગરીમાં
પધાર્યા....વરદત્તરાજા તરીકે રોમેશચંદ્ર–બાબુભાઈ ગોપાલદાસે પ્રભુને પડગાહન
કરીને નવધાભક્તિપૂર્વક આહારદાન કર્યું...... પોતાના આંગણે આવો ઉત્તમ અવસર
દેખીને તેઓને ઘણી પ્રસન્નતા થઈ. પ્રભુજીના આહારદાનનો પ્રસંગ નીહાળીને ચારે
બાજું આનંદ આનંદ છવાઈ ગયો હતો.....જીવનનો એ ધન્ય અવસર કે જ્યારે
તીર્થંકરને મુનિદશામાં આહારદાન દેવાતું હોય! બપોરે શ્રી વીતરાગીજિનબિંબો ઉપર
અંકન્યાસવિધાન થયું. કહાનગુરુએ એ વીતરાગ જિનબિંબોને ધ્યાવીને, મંત્રાક્ષર વડે
પૂજિત બનાવ્યા. ઈંદોરના વિદ્વાન પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી નાથુલાલજી બધી વિધિ સૌને
સમજાય તે રીતે શાસ્ત્રાનુસાર કરતા હતા. પ્રતિષ્ઠામહોત્સવમાં જનતાનો ઉલ્લાસ
નીહાળીને વારંવાર તેઓ પ્રમોદ બતાવતા.....ને કહેતા કે અત્યારસુધી મેં કેટલીયે
પ્રતિષ્ઠાઓ કરાવી, પણ જેટલા ઈંદ્રો અહીંના ઉત્સવમાં ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે
એટલા ઈંદ્રો બીજે ક્યાંય હજી સુધી થયા નથી. ખરેખર, કહાનગુરુનો પ્રભાવ અનેરો છે.
અંકન્યાસ પછી થોડી વારમાં ભગવંતોને કેવળજ્ઞાન થયું.....જ્ઞાનદીવડા અને
સમવસરણથી વેદી શોભી ઊઠી. ઈંદ્રોએ ભગવાનના કેવળજ્ઞાનનું પૂજન કર્યું.
ત્યારબાદ દિવ્યધ્વનિના સારરૂપ પ્રવચન થયું. પ્રવચન પછી બીજા દિવસની ભવ્ય
રથયાત્રા સંબંધી જે ઊછામણી થઈ તે એક જ કલાકની ઊછામણીમાં એકલાખ રૂા.
જેટલી બોલી થઈ....આ ઉપરથી ઉત્સવના વાતાવરણનો ખ્યાલ આવશે. રાત્રે
કિસનગઢની ભજન મંડળીએ સીતાજીનો વનવાસ અને અગ્નિપરીક્ષાનું ભવ્ય નાટક
ચાર કલાક સુધી રજુ કર્યું હતું–જે ઘણું સુંદર કળામય અને ભાવભીનું હતું. પંદર હજાર
ઉપરાંતની જનતા મુગ્ધ બનીને તે નીહાળી રહી હતી.
ફાગણ સુદ પાંચમ: સવારમાં નિર્વાણકલ્યાણક થયું. આ તરફ ભવ્ય
જિનાલયમાં મોટું કમળ હજાર હજાર પાંખડી ફેલાવીને આતુરતાથી રાહ જોતું હતું

PDF/HTML Page 32 of 44
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
કે ક્યારે મારા પ્રભુજી પધારે ને ક્યારે મને પાવન કરે! એવામાં તો ભગવાન આવી
પહોંચ્યા ને કમળાસન ઉપર બિરાજમાન થયા....કમળ આનંદથી ખીલી ઊઠ્યું.....માત્ર
કમળ જ નહિ–હજારો ભક્તોનાં હૃદય કમળ પણ હર્ષથી ખીલી ઊઠ્યા......જિનમંદિર
શોભી ઊઠ્યું, માત્ર જિનમંદિર નહિ આખી નગરી શોભી ઊઠી. આવા મહાન
જિનાલયથી ગુજરાત ગૌરવવંતુ બન્યું.
બરાબર ૧૧–૪૯ મિનિટે જિનમંદિરમાં મહાન ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવંતોની
સ્થાપના થઈ.... કહાનગુરુ પરમ ભક્તિપૂર્વક ભગવંતોની સ્થાપના કરતા
હતા....વચલામાળે વેદીમાં મૂળનાયક પારસનાથ ભગવાનની સ્થાપના ભાઈ શ્રી
પુનમચંદ મલુકચંદ છોટાલાલે કરી હતી, આજુબાજુમાં મહાવીરભગવાન અને
સીમંધરભગવાન બિરાજમાન હતા. કમળ ઉપર આદિનાથ ભગવાનની સ્થાપના
ભાઈશ્રી હરિલાલ શિવલાલ મનજીભાઈ (લખતરવાળા) ના પરિવારે કરી હતી.
આમ આનંદપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની સ્થાપનાથી મંદિર શોભી ઊઠ્યું. અમદાવાદના
ભક્તજનોની લાંબા વખતની ભાવના પૂરી થઈ..... અમદાવાદના દરેકેદરેક મુમુક્ષુ
ભાઈ–બહેનો આજ અંતરમાં ખુશી અનુભવતા હતા. સૌએ ખૂબજ ઉલ્લાસથી જે રીતે
આ ઉત્સવ શોભાવ્યો છે તે બદલ સમસ્ત મુમુક્ષુમંડળ, તેમજ પ્રમુખશ્રી કલ્યાણજી
લાલભાઈ પણ ધન્યવાદને પાત્ર છે.
અમદાવાદનું આ જિનાલય ખરેખર ભવ્ય–છે જેને જોતા ફિરોઝાબાદનું જિનાલય
યાદ આવી જાય છે. (જિનમંદિરનું કામ જોકે હજી ચાલુ છે, પણ જે ભાગ તૈયાર થયો છે
જોતાં પાટનગરના આ જિનાલયની અદ્ભુત ભવ્યતા દેખાઈ આવે છે. આ જિનાલય થતાં
અમદાવાદમાં કુલ ૮ દિ. જિનાલય થયા છે; કેટલાક મંદિર વિશેષ પ્રાચીન છે. પરંતુ આ
મંદિરની ભવ્યતાને લીધે અમદાવાદનું ગૌરવ ભારતમાં વિશેષ પ્રસિદ્ધ થશે.
સવાલાખ જેટલા જૈનોથી ભરેલા ગુજરાતના પાટનગરનું ને જૈનસમાજનું
ગૌરવ વધારનારી બીજી એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે:– દિગંબર જૈન
સમાજનો આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ હોવા છતાં, અમદાવાદના શ્વેતાંબર
જૈનસમાજે અત્યંત મધ્યસ્થતા રાખીને અને શક્્ય એટલો સહકાર આપીને આખા
જૈનસમાજનું ગૌરવ વધાર્યું છે; જરાય વિખવાદ ફેલાય એવું પરસ્પર ક્્યાંય બન્યું
નથી. અમદાવાદ માટે આ શોભાની વાત છે; ને સારાય ભારતભરમાં આ પ્રકારે
પરસ્પર મિત્રતાનું સહકારનું વાતાવરણ ફેલાય તે હવે ભગવાનના અઢી હજારમાં
નિર્વાણોત્સવ પ્રસંગે અત્યંત જરૂરી છે.
પ્રતિષ્ઠા ઉત્સવ પછી બપોરે શાંતિવિધાન અને સાંજે ભગવાનની ભવ્ય
રથયાત્રા નીકળી હતી.

PDF/HTML Page 33 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
જિનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણક જગતનું કલ્યાણ કરો.
જય પારસનાથ.....જય આદિનાથ.....જય નેમિનાથ...
(નોંધ: અત્યંત ટૂંકા સમયમાં આ સમાચારો લખી મોકલવાના હોવાથી
ટૂંકામાં જ લખી શકાયા છે. તેમજ પ્રસંગોચિત ચિત્રો આપવાની ભાવના હોવા છતાં
તે પ્રાપ્ત થઈ શક્્યા ન હોવાથી આપી શકાયા નથી, શક્્ય હશે તો હવે પછી આપીશું.
અમદાવાદના મહાન ઉત્સવ પછી દહેગામ રખિયાલ તલોદ મુનાઈ અને ભીલોડા
થઈને ગુરુદેવ નાનકડા રણાસણ ગામે પધાર્યા ને ત્યાં પણ અમદાવાદ જેવો જ મોટો
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવ થયો. જેનું આનંદકારી વિવેચન હવે પછીના પાનામાં
આપ વાંચશો.)
‘“ अं नमः

PDF/HTML Page 34 of 44
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
તારા પગલે નાથ! ઝરે છે આતમરસની ધાર
(૩)
ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં આનંદપૂર્વક ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ ઊજવાયો, ને ભગવાનના બિરાજમાન થવાથી જિનાલય શોભી ઊઠ્યું, જિનાલય
વડે અમદાવાદ શોભી ઊઠ્યું. ફાગણ સુદ છઠ્ઠની સવારમાં ભગવાનશ્રી આદિનાથ વગેરે
ભગવંતોને સ્તવીને અને અર્ઘવડે પૂજીને પૂ. ગુરુદેવે અમદાવાદથી દહેગામ તરફ મંગલ
પ્રસ્થાન કર્યું.
ફાગણ સુદ સાતમના રોજ દહેગામથી રખિયાલ–સ્ટેશન પધાર્યા. આજે જ અહીંના
જિનમંદિરની પ્રતિષ્ઠાનો દિવસ હતો; ગુરુદેવના હસ્તે જિનેન્દ્રભગવાનની વેદીપ્રતિષ્ઠા થઈ;
તેમજ મંદિર ઉપર નુતન ધ્વજારોહણ થયું.

PDF/HTML Page 35 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
ફાગણ સુદ ૮–૯ (તા. ૨૪–૨પ, ૨, ૬૯) બે દિવસ તલોદ પધાર્યા. ફાગણ સુદ
દસમે તલોદથી બામણવાડા થઈને મુનાઈ ગામે પધાર્યા.....મુનાઈજતાં વચ્ચે ચારેક
માઈલનો રસ્તો ઘણો વિકટ હતો, પણ મહાપુરુષને આંગણે પધરાવવાની ભાવનાથી
ગામની જનતાએ ઉત્સાહપૂર્વક આખો માર્ગ સરખો કરી નાંખ્યો..... ને એ રસ્તે પસાર
થઈને જ્યારે ગુરુદેવે મુનાઈ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે આખા ગામની જનતાએ ખૂબ
ઉમળકાથી સ્વાગત કર્યું. અહીંનું જિનમંદિર સુંદર અને પ્રાચીન છે. પાર્શ્વનાથ વગેરેના
મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. હાલમાં મંદિરની બાજુમાં નવું સ્વાધ્યાયમંદિર બંધાયું છે તેનું
ઉદ્ઘાટન ગુરુદેવની છાયામાં બાબુભાઈના હસ્તે થયું. પ્રવચનમાં ગામની સમસ્ત જનતા
ઉપરાંત આસપાસના ગામોથી પણ મોટી સંખ્યામાં માણસો આવ્યા હતા....ને મોટા મેળા
જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બાલિકાઓ વડે સ્વાગત ગીત, તથા નગરજનો તરફથી
અભિનંદન પત્ર અર્પણ થયેલ હતું. ભાઈશ્રી મણિલાલભાઈએ હાર્દિક ઉલ્લાસની
લાગણીઓથી નાનકડા ગામડામાં મહાન સન્તોનું સ્વાગત કર્યું હતું. સાંજે મુનાઈથી
ભીલોડા આવ્યા હતા.
ભીલોડા જુનું પ્રાચીન નગર છે. અગાઉના વખતમાં આ નગરીની ધાર્મિક
જાહોજલાલી કેવી મહાન હશે! તેનો ખ્યાલ અહીંના એક અત્યંત ભવ્ય પ્રાચીન દિ.
જિનાલયને જોતાં આવે છે. આ જિનમંદિરનો જીર્ણોદ્ધારા ૪૦૦ વર્ષ પહેલાં થયેલ છે; ને ૮૦૦–
૯૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે. પ્રાચીન પ્રતિમાઓ મનોજ્ઞ છે. વિશાળ જિનાલયને
ફરતી બાવન જેટલી દેરીઓ છે–જેમાં ભગવંતો બિરાજમાન છે. મંદિરના પ્રાંગણમાં સોએક ફૂટ
ઊંચો કારીગરીમય એક ધર્મસ્તંભ છે–જેની અંદરના ભાગમાં ઉપર જવા માટેના પગથિયાં છે.
જિનમંદિરમાં ભરત–બાહુબલીની પ્રાચીન મૂર્તિઓ, તેમજ વીસ વિહરમાન તીર્થંકરોની પ્રાચીન
ચરણપાદૂકા બિરાજમાન છે. થોડા વખત પહેલાં મંદિર નીચેના ભંડકિયામાંથી ચાલીસેક
પ્રાચીન પ્રતિમાઓ નીકળ્‌યા છે. અષ્ટાહ્નિકાના દિવસોમાં નંદીશ્વરને યાદ કરાવે એવું આ ભવ્ય
જિનાલય જોતાં સૌને આનંદ થયો. આવા ધર્મસ્થાનોમાં ગુરુદેવ સાથે દર્શન–ભક્તિ કરતાં
ભક્તોને ઘણી પ્રસન્નતા થાય છે. કહાનગુરુ સાથેનો પ્રવાસ ને કહાનગુરુ સાથેની યાત્રા એટલે
તો મોક્ષમાર્ગના એક નાયકની સાથેનો મુક્તિપુરીનો પ્રવાસ...તે મુમુક્ષુને મહા આનંદ ઉપજાવે
છે. ભીલોડાના ભવ્ય જિનાલયમાં ગુરુદેવ સાથે દર્શન કરીને પૂ. બેનશ્રીબેને ભાવભીની ભક્તિ
કરાવી....ને સૌેને તીર્થયાત્રા જેવો આનંદ આવ્યો. રાત્રે ભીલોડા રોકાઈને ફાગણ સુદ ૧૧ ની
સવારમાં રણાસણ તરફ પધાર્યાં.

PDF/HTML Page 36 of 44
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
રણાસણ (ગુજરાત) માં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ
* ગુજરાતમાં ગાજેલા જૈનશાસનના જયજયકાર*

ફાગણ સુદ ૧૧ નો મંગલદિન.....સવારમાં જિનેન્દ્ર ભગવાનને પ્રતિષ્ઠામંડપમાં
બિરાજમાન કરીને, શાંતિજાપ વગેરે વિધિનો પ્રારંભ થયો; અને ગુરુદેવ પધારતાં ભવ્ય
સ્વાગત થયું. પૂ. ગુરુદેવનું ભવ્યસ્વાગત અતિશય શોભતું હતું. શરૂમાં ચાર હાથી ઉપર
ધર્મધ્વજ ફરકતા હતા. સ્વાગતનો રથ સુંદર હતો. ઈન્દોરના પં. શ્રી બંસીધરજી
સિદ્ધાંતશાસ્ત્રી, વારાણસીનાં પં. શ્રી કૈલાસચંદજી સિદ્ધાંતશાસ્ત્રી તેમજ પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી
નાથુલાલજી શાસ્ત્રી વગેરે વિદ્વાનો પણ આ ઉત્સવ પ્રસંગે આવી પહોંચ્યા હતા. ગુરુદેવના
મંગલપ્રવચન બાદ આદિનાથનગર (પ્રતિષ્ઠામંડપ) માં જૈનઝંડારોપણ થયું હતું.
આ મંગલ ધર્મોત્સવપ્રસંગે રણાસણ ગામ જ જાણે આખું બદલાઈ ગયું હોય–એમ તેની
નવરચના થઈ ગઈ હતી. રસ્તાઓ નવા, પ્રકાશ અને પાણીની વ્યવસ્થા નવી, મંડપની રચના ખૂબ
જ આકર્ષક અને ચારે બાજુ ધરસેનદ્વાર, કુંદકુંદદ્વારા, ટોડરમલ્લજીદ્વાર, વગેરેથી શોભતી ડેરાતંબુની
વસ્તી હતી; ભગવાન આદિનાથના જન્મની પૂર્વ તૈયારીરૂપે રચાયેલી આ આદિનાથનગરીના
આંગણે ચાર હાથી ઝૂલતા હતા, મંગલવાજાં વાગતા હતા, રથ જેવી સુંદર ગાડીઓ શોભતી હતી.
અને એ બધુંય જેને લીધે શોભતું હતું એવા ગુરુદેવની વાણીવડે જિનમાર્ગના ઉપદેશની અમૃતધારા
સવાર–બપોર વહેતી હતી.....હજારો જીવો એ અમૃતનું પાન કરતા હતા.
ફાગણ સુદ ૧૨ ની સવારમાં નાંદીવિધાન અને ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ; જેમાં ૧૬ ઈન્દ્રો
હતા. સૌધર્મેન્દ્ર તરીકે ગાંધી છોટાલાલ વીરચંદ (રણાસણ) તથા ઐશાનેન્દ્ર તરીકે શાહ
સોમચંદ પુનમચંદ (રણાસણ) હતા; માતા–પિતાની સ્થાપનાનું સૌભાગ્ય શેઠશ્રી મીઠાલાલ
જગજીવનદાસ (સોનાસણ) તથા ચુનીબેનને પ્રાપ્ત થયું હતું. ગુરુદેવનો ઉપકાર પ્રસિદ્ધ
કરીને અને તેમના મંગલઆશીષ લઈને ઈન્દ્રોનું સરઘસ જિનપૂજન માટે ચાલ્યું. નગરજનો
આશ્ચર્યથી ઈન્દ્રસવારી નીહાળી રહ્યા. ઈન્દ્રોએ આવીને ૬૪ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજનકર્યું.
રણાસણ (તલોદથી પંદર માઈલ દૂર આવેલું) તદ્ન નાનું જુનું ગામ છે, જ્યાં રેલ્વે
સ્ટેશન પણ નથી, અને આખા ગામની વસ્તી બે હજાર જેટલી છે; તેમાં જૈનોના દસેક ઘર
છે, –જેમાં દિગંબર જૈનોના ઘર પાંચ–છ છે. અહીં એક પ્રાચીન દિગંબર જૈનમંદિર હતું પણ
તે જીર્ણ થઈ ગયું હોવાથી તેને બદલે નવું જ જિન મંદિર બંધાવ્યું છે. માત્ર પાંચ ઘરની
વસ્તી છતાં, લગભગ ડોઢ લાખ રૂા. ના ખર્ચે

PDF/HTML Page 37 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
રત્નત્રય જેવા ત્રણ શિખરોથી શોભતું ભવ્ય જિનમંદિર તૈયાર થયું, તેમજ પંચ કલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવ ઉજવાયો–એ ગુરુદેવ દ્વારા થતી જૈનશાસનની પ્રભાવનાનો જ પ્રતાપ છે.
આવા નાના ગામમાં મોટું કામ–તે ગુજરાતભરના સાધર્મીઓના સહકારને લીધે, અને
ગુજરાતના બાબુભાઈના અથાગ પ્રયત્નને લીધે સફળ બન્યું છે.
સવાર–બપોરે ગુરુદેવના સુંદર પ્રવચનો થતા હતા–જેમાં નિશ્ચયવ્યવહારની સંધિપૂર્વક
સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ સમજાવતા હતા. સવારે સમયસાર ગા. ૭૩ તથા બપોરે
પદ્મનંદીપચ્ચીસીમાંથી આદિનાથસ્તોત્ર ઉપર પ્રવચનો થતા હતા. ફાગણ સુદ ૧૨ ના રોજ
મૃત્તિકાનયન તથા અંકુરારોપણ થયા હતા. રાત્રે ભક્તિ થઈ હતી. ફા. સુદ ૧૩ સવારે પ્રવચન
પછી યાગમંડલવિધાન મહાપૂજા થઈ હતી. ને સાંજે જલયાત્રા થઈ હતી. રાત્રે ભગવાન
આદિનાથના ગર્ભકલ્યાણકની પૂર્વતૈયારીનાં દ્રશ્યો થયા હતા. શરૂમાં કુમારિકાદેવીઓ દ્વારા
આદિનાથપ્રભુના મંગલાચરણ પછી સર્વાર્થસિદ્ધિવિમાનમાં ઋષભદેવના જીવનું દ્રશ્ય થયું હતું.
ત્યારબાદ સૌધર્મેન્દ્રની સભા, ગર્ભકલ્યાણકની પૂર્વતૈયારીરૂપે અયોધ્યાનગરીની અદ્ભુત
રચના, માતા–પિતાની સેવા, મરુદેવી માતાજીને ૧૬ મંગલસ્વપ્નો વગેરે દ્રશ્યો થયા હતા.
ફા. સુ. બીજી તેરસે–સવારમાં માતાજીના ૧૬ મંગલસ્વપ્નોના ઉત્તમફળરૂપ તીર્થંકરના
અવતરણની આગાહી, ૮ કુમારી દેવીઓ દ્વારા માતાજીની સેવા–સ્તુતિ તેમજ માતાજી સાથે
તત્ત્વચર્ચા વગેરે થયા હતા. બપોરે જિનમંદિર–વેદી–કળશ–ધ્વજ શુદ્ધિ થઈ હતી. રાત્રે ભરત–
બાહુબલીનું ધાર્મિક નાટક ફતેપુર પાઠશાળાની નાની બાળાઓએ કર્યું હતું.
આ ઉત્સવ દરમિયાન હજારો માણસોના આનંદમય કોલાહલથી ગાજતા આદિનાથ
નગરનું વાતાવરણ જોતાં કોઈને એમ ન લાગે કે આ બે હજાર વસ્તીનું નાનકડું ગામડું
છે....આ તો જાણે લાખો–કરોડો માણસોથી ભરેલી અયોધ્યાનગરી હોય–એમ લાગતું હતું.
ચારેકોરથી ગાડાં તેમ જ મોટર–ટ્રક વગેરે ભરીભરીને “જયજયકાર” ને ‘વાહ વા જી
વાહવા’ કરતા ભક્તજનો આવ્યા જ કરતા હતા....ગામડાની જનતા આ આનંદકારી ઉત્સવ
નીહાળવા ચારેબાજુથી આ નગરીમાં ઊભરાણી હતી. મહાત્માઓના પ્રતાપે ‘જંગલમાં
મંગલનું’ નું સાચું દશ્ય અહીં નજરે પડતું હતી. ફાગણના પહેલા અઠવાડિયામાં પાટનગર
અમદાવાદ કે જ્યાં ૧૬ લાખની વસ્તી ને તેમાં સવા લાખ જેટલા જૈનો–ત્યાં પંચકલ્યાણક
ઉત્સવ થયો અને બીજા જ અઠવાડિયે રણાસણ કે જ્યાં બે હજારની વસ્તી ને તેમાં માંડ
એકસો જેટલા જૈનો–ત્યાં પંચકલ્યાણક ઉત્સવ થયો;–બંનેની વસ્તી વચ્ચે હજારગણો ફેર,–
છતાં ઉત્સવ બંનેનો સરખો, એકબીજાની સ્મૃતિ કરાવે તેવો હતો.

PDF/HTML Page 38 of 44
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ભગવાન આદિનાથના કલ્યાણકો થતા હતા, તે જ વખતે પ્રવચનમાં પણ આદિનાથ
સ્તોત્રમાંથી આદિનાથપ્રભુના કલ્યાણકોનું અદ્ભુત આધ્યાત્મિક વર્ણન ગુરુદેવ ભાવભીની
શૈલિથી કરતા હતા. ભગવાન જ્યારે સર્વાર્થસિદ્ધિ વિમાન છોડીને અયોધ્યાપુરીમાં અવતર્યા
ત્યારે સર્વાર્થસિદ્ધિની શોભા પણ ભગવાનની સાથે જ અયોધ્યામાં આવી ગઈ, એટલે જે
સર્વાર્થસિદ્ધિવિમાન ભગવાનને લીધે શોભતું હતું તેની શોભા હવે ઝાંખી પડી ગઈ ને
અયોધ્યાની શોભા વધી ગઈ!–આમ અલંકાર કરીને આચાર્યદેવ કહે છે કે પુણ્યની શોભા
નથી, પણ ધર્મની શોભા છે. પ્રભો! આપના વગરની સર્વાર્થસિદ્ધિ પણ સુનીસુની લાગે છે.
અને આપના પધારવાથી આ પૃથ્વી ‘સનાથ’ થઈને નવાંકુર વડે પુલકિત બની ગઈ–અર્થાત્
આપના નિમિત્તે આત્મામાં ધર્મના અંકુરા ફુટયા.....આમ અનેક પ્રકારે આત્મા સાથે સંધિપૂર્વક
આદિનાથપ્રભુની સ્તુતિ થતી હતી. તેથી ઉત્સવનું વાતાવરણ અદ્ભુત સુમેળવાળું બન્યું હતું.
ફાગણ સુદ ૧૪ ની વહેલીસવારમાં ભગવાન આદિનાથના જન્મવડે અયોધ્યા નગરી
પાવનતીર્થ બની ગઈ....મરુદેવી માતા જગતની માતા બન્યા....ધન્ય એ રત્નકુંખધારિણી માતા!
ઈંદ્રોના ઈંદ્રાસન ફરી ડોલી ઊઠ્યા....ઘંટનાદ થવા માંડ્યા.....અને મંગલસૂચક ચિહ્નો વડે
તીર્થંકરનો જન્મોત્સવ જાણીને ઈંદ્ર ઐરાવત સહિત આવી પહોંચ્યા....બીજી તરફ અયોધ્યાપુરીમાં
નાભિરાજાના દરબારમાં ઋષભઅવતારની મંગલ વધાઈ આવી ને આનંદ–આનંદ છવાઈ
ગયો......દેવીઓ આનંદથી નૃત્ય ને મંગલગાન કરવા લાગી.....શી એ જન્મોત્સવની શોભા! ને
કેવી અદ્ભુત એ સવારી! જાણે નગરી નાની ને સવારી મોટી! મેરુ પર્વત ઉપર સવારી આવી
ને ઈંદ્રોએ આદિ–તીર્થંકરનો જન્માભિષેક કર્યો......અરે, હજારો મનુષ્યો પણ મેરુ ઉપર પહોંચી–
પહોંચીને એ જન્માભિષેકમાં ભાગ લેવા લાગ્યા. પછી સવારી પાછી આવી ને માતા–પિતાને
એનો પુત્ર સોંપીને હરિએ તાંડવનૃત્ય દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કર્યો. આખી નગરી આજે
આનંદમય બની હતી.
બપોરના પ્રવચન પછી પારણાઝૂલન થયું. ઋષભકુંવરને મરુદેવીમાતા ઉપરાંત
ઈન્દ્રાણી પણ ભક્તિથી ઝુલાવતી હતી. અનેક કુમારી બાળાઓ રાસ વગેરે દ્વારા ભક્તિ
કરીને ઋષભકુમારને પ્રસન્ન કરતી હતી. રાત્રે ઋષભદેવનો રાજ્યાભિષેક અને રાજસભાનાં
દ્રશ્યો થયા હતા. સેંકડો રાજાઓ ભેટ ધરતા હતા. કલ્પવૃક્ષનો પણ દેખાવ થયો હતો.
ફાગણ સુદ પૂર્ણિમા: ભગવાન ઋષભદેવ રાજસભામાં બિરાજમાન છે; ઈન્દ્રદ્વારા
નાટક થાય છે...... નીલંજસાદેવી નૃત્ય કરતાં કરતાં તેનું આયુષ પૂરુ થઈ જાય છે.
સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને, જાતિસ્મરણપૂર્વક ભગવાન વૈરાગ્ય પામે છે; ભરત–
બાહુબલીને રાજ સોંપે છે....લૌકાંતિકદેવો આવીને સ્તુતિ કરે છે ને

PDF/HTML Page 39 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
ઈન્દ્રો દીક્ષાકલ્યાણક માટે આવે છે. એકબાજુ ભરતના રાજ્યાભિષેકનો ઉત્સવ છે, તો બીજી
બાજુ ભગવાનની દીક્ષાનો વીતરાગી ઉત્સવ છે. એ અપૂર્વ વીતરાગી ઉત્સવ નીહાળવા.
એને અનુમોદવા ને એની ભાવના કરતા ઘણા લોકો ભગવાનની સાથે વન તરફ જઈ રહ્યા
છે. અયોધ્યાના એ ભોળાભદ્ર જીવોને ખબરેય નથી કે ભગવાન ક્યાં જઈ રહ્યા છે? ને શા
માટે જઈ રહ્યા છે! તેમને તો એમ છે કે ભગવાન પોતાનું કોઈ ઉત્તમ કાર્ય કરીને થોડા
દિવસમાં પાછા આવશે! ભગવાને તો વનમાં જઈને વસ્ત્રો ઉતાર્યા ને દીક્ષા લીધી....આ
ચોવીસીમાં દીક્ષાનો આ પહેલો જ પ્રસંગ હતો, ઋષભદેવ જ પહેલવહેલા મુનિ
હતા.....અહા! આજે ભરતક્ષેત્રમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ ખુલ્લો થયો. જન્મતિથિના
મંગલદિવસે જ ભગવાન દીક્ષિત થયા.....ધન્ય એ મુનિદશા! નદી કિનારે દીક્ષાવનનું
વાતાવરણ અનેરું હતું. બાજુમાં જ સરયું જેવી નદી વહેતી હતી. સામે જ વટવૃક્ષ હતું. હજારો
માણસો આતુરનયને ઋષભદેવને નીહાળી રહ્યા હતા. નદી જાણે કે ભગવાનના વિરહમાં
કલરવ કરતી હતી; વાયરાઓ જોસથી વહેતા થકા મધુર ગીતથી સ્તુતિ કરતા હતા; વટવૃક્ષ
પ્રસન્નતાથી ઝૂલતું હતું કે અહા, ત્રણલોકના નાથ ઉપર છાયા કરવાનું મને મહા ભાગ્ય મળ્‌યું.
આવા વનમાં બિરાજમાન ઋષભમુનિરાજને જોતાં ત્રીજો આરો યાદ આવતો હતો.
વનના વૈરાગ્ય વાતાવરણ વચ્ચે કહાનગુરુએ અમીરસધારા વહેવડાવીને એ ધન્ય
મુનિદશાનો અપાર મહિમા કર્યો ને એ દશાની ભાવના ભાવી. સૌ મુગ્ધ બનીને સાંભળી
રહ્યા....પછી મુનિરાજની ભક્તિ કરતા સૌ આદિનાથનગરમાં પાછા આવ્યા. (ભગવાનનો
જન્મ અને દીક્ષા બંને ફાગણ વદ ૯ ના છે) સાંજે મુનિરાજની ખૂબ ભક્તિ થઈ....રાત્રે
ભગવાન આદિનાથના દશપૂર્વભવોનું વર્ણન થયું.
ફાગણ વદ એકમે સવારમાં દેવ–ગુરુપૂજન થયું. વનના વાતાવરણમાં બિરાજમાન આદિનાથ
મુનિરાજના સમૂહપૂજનનું ભાવભીનું દ્રશ્ય અનેરું હતું. પ્રવચન પછી, રત્નત્રયધારી ભગવાન
ઋષભમુનિરાજ હસ્તિનાપુરી નગરીમાં પધાર્યા અને શ્રેયાંસકુમાર તરીકે તેમને પ્રથમ
આહારદાન દઈને દાનતીર્થ પ્રવર્તનનું મહદ્ભાગ્ય શેઠશ્રી સોમચંદભાઈ પુનમચંદને પ્રાપ્ત થયું
હતું. આહારદાનનો પ્રસંગ એ અદ્ભૂત પ્રસંગ હતો. શ્રેયાંસરાજા આદિનાથમુનિરાજને ઈક્ષુરસનું
આહારદાન કરી રહ્યા હતા ને બીજા હજારો જીવો અત્યંત ભક્તિથી એનું અનુમોદન કરી રહ્યા
હતા. મુનિરાજને આહારદાન આપતાં સૌનું ચિત્ત અતિ પ્રસન્ન થતું હતું. આ ચોવીસીમાં
દાનતીર્થપ્રવર્તનનો એ પ્રસંગ ફરીને તાજો થતો હતો. શ્રેયાંસકુમારને આદિનાથ સાથેનો નવ
ભવનો સંબંધ, અને પ્રભુને જોતાં જ એનું જાતિસ્મરણજ્ઞાન–વગેરે રોમાંચકારી પ્રસંગો નજરે
તરવરતા હતા. આહારદાન પછી આખી નગરીમાં જયજયકાર અને પુષ્પવૃષ્ટિ થતી હતી. અને
ભીડ તો એટલી હતી કે, શ્રેયાંસકુમારને અભિનંદવા માટે સૈન્ય સહિત ભરતરાજા આવી
પહોચ્યાં કે શું! ઈક્ષુરસના આહારદાન બાદ ચારેકોર ઈક્ષરુસમાંથી

PDF/HTML Page 40 of 44
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
બનેલી સાકર વહેંચાતી હતી. મુનિરાજ આદિનાથને નીહાળી નીહાળીને ભક્તોએ ઉમંગથી
જે ભક્તિ કરી છે તે દેખીને ઘણા કહેતા કે અહો, કેવી અદ્ભુત મુનિભક્તિ છે!

બપોરે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ થઈ. અને પછી થોડીવારમાં આદિનાથ
પ્રભુને કેવળજ્ઞાન થતાં સમવસરણની રચના થઈ. ઈન્દ્રોએ કેવળજ્ઞાનનું પૂજન કર્યું. પ્રવચન
પછી ભક્તિ થઈ.