Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 44
single page version

background image
* આત્માનું અસ્તિત્વ *
(સોનગઢમાં પંચાસ્તિકાયના પ્રવચનમાંથી)
આત્માનો સ્વભાવ એટલે કે આત્માનું અસ્તિત્વ જ્ઞાનથી રચાયેલું છે; આત્માનું
અસ્તિત્વ દેહથી કે રાગથી રચાયેલું નથી.
જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ છે એટલે કે જ્ઞાન સાથે તેને એકરૂપતા છે; દેહ સાથે
કે પુણ્ય–પાપ સાથે આત્માને એકરૂપતા નથી, તેના વગર પણ આત્માનું અસ્તિત્વ ટકી
રહે છે.
જ્ઞાન તે આત્મા છે–એમ લક્ષમાં લઈને એકાગ્ર થતાં આત્મામાં એકાગ્ર થવાય છે,
કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પરંતુ દેહ તે આત્મા, કે રાગ તે આત્મા–એમ લક્ષમાં લ્યે
તો આત્મામાં એકાગ્ર થવાતું નથી કેમકે તે ખરેખર આત્મા નથી.
એક જ્ઞાનનું અસ્તિત્વ, ને બીજું આત્માનું અસ્તિત્વ, એમ કાંઈ બે ભિન્ન ભિન્ન
અસ્તિત્વ નથી, બંનેનું એક અસ્તિત્વ છે, બંને અભિન્નપ્રદેશી છે, તેમજ બંનેને
એકભાવપણું છે.
જ્ઞાન અને આત્માનો એક ભાવ છે, પણ રાગ અને આત્માનો એક ભાવ નથી,
તેમનો તો ભિન્ન ભાવ છે; તેમજ દેહ અને આત્માનો એક ભાવ નથી, તેમને ભિન્ન
ભાવ છે. અહો! આવું ભેદજ્ઞાન કરીને જ્ઞાનવડે જાણનારને જાણવો–તેમાં મહાન આનંદ
છે. રાગ અને રોગ વગરનો આત્મા મહાન આનંદનું ધામ છે.
દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી કે ભાવથી આત્માને અને જ્ઞાનને ભિન્નપણું નથી, પણ
એકપણું છે. પોતાના આવા જ્ઞાનમય અસ્તિત્વને જાણવું, એટલે જ્ઞાનથી પોતાની જરાય
ભિન્નતા ન માનવી, ને પોતાના જ્ઞાનમય અસ્તિત્વમાં રાગાદિ પરભાવોને જરાય
એકમેક ન કરવા,–આવું સમ્યક્ ભેદજ્ઞાન, એટલે કે સ્વમાં એકતા ને પરથી ભિન્નતાનું
ભાન, તે મોક્ષનો ઉપાય છે.
જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને સામાન્યપણે એકરૂપપણું હોવા છતાં વિશેષ
અપેક્ષાએ જ્ઞાનના અનેક પ્રકારો હોવામાં કોઈ વિરોધ નથી. મતિ–શ્રુત વગેરે જ્ઞાનના
ભેદો છે તેઓ કાંઈ સામાન્યજ્ઞાનની એકતાને તોડતા નથી પણ ઉલટા તેને અભિનંદે છે–
ભેટે છે, એ વાત સમયસારની ૨૦૪ ગાથામાં કરી છે. સર્વજ્ઞદેવે સાક્ષાત્ જોયેલો આવો
જ્ઞાનસ્વરૂપ આત્મા, તે અજ્ઞાનીઓએ કદી જોયો નથી. એકપણું ને અનેકપણું બંને સાથે
રહે એવો તો વસ્તુનો સ્વભાવ જ છે.
અનંત ગુણનો આધાર એક દ્રવ્ય છે, તે એકમાં એકાગ્ર થતાં અનંત ગુણોનો
વિકાસ થઈ જાય છે; પણ એકેક ગુણનો ભેદ પાડીને લક્ષમાં લેવા જાય તો વિકલ્પ જ
થાય છે ને એકપણ ગુણનો વિકાસ નથી થતો. માટે અનંત ગુણ–પર્યાયના આધારરૂપ
એવા એક દ્રવ્યને અનુભવમાં લેતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણો ખીલે છે.

PDF/HTML Page 42 of 44
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
સોનગઢ સંસ્થાના માનનીય ટ્રસ્ટી શ્રી મગનલાલ સુરેન્દ્રનગરથી ગુરુદેવ પ્રત્યે
ભક્તિપૂર્વક લખે છે કે–આત્મધર્મના ૩૨૨ મા અંકમાં ‘જૈનમત એટલે વસ્તુસ્વરૂપ’ એ
લેખમાં પૂજ્ય ગુરુદેવશ્રી તરફથી જણાવવામાં આવેલા ખુલાસા વાંચી ઘણો સંતોષ થયો,
હાલમાં જે કેટલીક ગેરસમજુતીઓ વર્તી રહી છે તે આ ખુલાસાઓ વાંચતાં જરૂર દૂર
થશે; સાચી સમજ થશે, વિખવાદ દૂર થશે, અને એકબીજા પ્રત્યે વાત્સલ્યભાવ પેદા થશે.
કોઈ પુણ્યયોગે પૂજ્ય ગુરુદેવશ્રીનો જોગ મળ્‌યો, સત્ય સાંભળવા મળ્‌યું. આ લેખ વાંચીને
મને ઘણી પ્રસન્નતા થઈ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો મહાન ઉપકાર છે.
વિશેષમાં તેઓ લખે છે કે તે અંકમાં ‘સ્વભાવના મહિમાની મધુરી પ્રસાદી’
મોરબીના ભાઈશ્રી કાન્તિલાલ પ્રેમચન્દ ઘડિયાળીના ધર્મપત્ની શ્રી કાન્તાબેન
તા. ૨૭–૮–૭૦ ના રોજ હેમરેજની બિમારીથી સ્વર્ગવાસ પામી ગયા છે. તેમની
અસ્વસ્થ તબીયત વખતે પણ તેઓ ઘરે ધર્મશ્રમણ કરતા હતા; તેઓ ભદ્રિક હતા, ને
અવારનવાર સત્સંગનો લાભ લેતા હતા.
ઘાટકોપર મુકામે વસંતબેન નગીનદાસના સુપુત્રી રંજનબાળા નગીનદાસ કપાસી
તા. ૨૧–૮–૭૦ નારોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવગુરુધર્મની ઉપાસના વડે આત્મહિત પામો.
(આ વિભાગમાં શરતચુકથી કોઈ સમાચાર બાકી રહી ગયા હોય તો ફરીને
લખી મોકલવા સૂચના છે.)
* * *
બાલવિભાગના નવા સભ્યોનાં નામ આવતા અંકમાં આપીશું.
કેટલાક જિજ્ઞાસુઓનાં પત્રો આવેલ છે, તેમના જવાબ હવે પછી આપીશું.
* * *
આત્મધર્મના જિજ્ઞાસુ ગ્રાહકો નવા વર્ષનું લવાજમ રૂા. ચાર વેલાસર (જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, સૌરાષ્ટ્ર) એ સરનામે મોકલી આપે અથવા પોતાના
ગામના મુમુક્ષુ મંડળમાં ભરી આપે, એવી સૂચના છે સેંકડો ગ્રાહકોનું લવાજમ આવી
ગયું છે; બાકીનાં સૌ દીવાળી પહેલાં લવાજમ મોકલી આપશોજી.

PDF/HTML Page 43 of 44
single page version

background image
સાધક.............................
‘તારું દર્શન પણ આનંદકારી છે’
હે સાધક! જગતની સર્વશ્રેષ્ઠ આનંદનિધિને પ્રાપ્ત કરીને તારામાં
તેને તું સાધી રહ્યો છે...તારી સાધના તારામાં જ સમાય છે ને તારું
સાધ્ય પણ તારામાં છે. પછી કોની તાકાત છે કે તારી સાધનામાં બાધના
કરે? સાધના એટલે જ આનંદ...તે આનંદસાધનામાં કોઈ સંયોગો નથી
તો અનુકૂળ, કે નથી પ્રતિકૂળ. સાધનાની પાડોશમાં રહેલા ક્રોધાદિ
પરભાવો તે પણ સાધનાને બાધા કરી નથી શકતા, કેમકે સાધના તો
તેનાથી પણ ક્યાંય ઊંડી છે. તે ઊંડાણમાં સાધક સિવાય બીજું કોઈ
પહોંચી શકતું નથી.–પરભાવો તેમાં પહોંચી શકતા નથી કે પરદ્રવ્યો તો
ક્યાંય દૂર છે. આવી ઊંડી આત્મસાધનામાં તત્પર હે સાધક! તું જ આ
જગતમાં ધન્ય છો...અનંતાનંત જીવોમાં તું જ મહાન છો, તેં મહાન
ચૈતન્યનિધાન પ્રાપ્ત કરી લીધા છે. તું સ્વયં તો આનંદરૂપ છો...ને તારું
દર્શન પણ આનંદકારી છે. તને દેખી–દેખીને જગતના જીવો આત્માના
આનંદની પ્રેરણા મેળવે છે ને દુઃખોને ભૂલી જાય છે. કુંદકુંદસ્વામી પણ
કહે છે કે હે સાધક! તું ધન્ય છો...તું કૃતકૃત્ય છો...તું શૂરવીર છો...તું
પંડિત છો.
અહા! તું જ સાચો આત્માર્થી અને તું જ સાચો મુમુક્ષુ થયો છે.
તારા જે મહાન ધ્યેય ઉપર તેં મીટ માંડી છે તે ધ્યેયના લક્ષે તું આગળ ને
આગળ જઈ રહ્યો છે; વચ્ચે પ્રતિકૂળતાના પહાડ આવે તોપણ તારા
ઉત્તમ માર્ગને રોકી શકવાના નથી. કેવા મહાન છે તારા દેવ! કેવા મહાન
તારા ગુરુ! કેવો ઉત્તમ તારો ધર્મ! ને કેવો મજાનો તારો માર્ગ! આવા
દેવ–ગુરુ–ધર્મ તારા હૃદયમાં બિરાજમાન છે અને માર્ગને સાધવામાં તેઓ
સદાય તારી સાથે જ છે, તોપછી તને કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી.
અહા! તને દેખીને અમારો આત્મા પણ અત્યંતપણે ચાહે છે કે તારા
માર્ગે આવીએ......ને તારા જેવા થઈએ.

PDF/HTML Page 44 of 44
single page version

background image
ફોન નં : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
બાર ભાવના *
(પં. જયચંદજી રચિત)
(દોહા)
(૧) દ્રવ્યરૂપ કરિ સર્વ થિર, પરજય થિર હૈ કૌન? દ્રવ્યદ્રષ્ટિ આપા લખો પર્યયનય કરિ ગૌન.
(૨) શુદ્ધાતમ અરુ પંચગુરુ જગમેં શરના દોય,
મોહ ઉદય જીયકે વૃથા આન કલ્યના હોય.
(૩) પરદ્રવ્યનતેં પ્રીતિ જો હૈ સંસાર અબોધ, તાકો ફલ ગતિ ચારમેં ભ્રમણ કહ્યો શ્રુત શોધ.
(૪) પરમારથતેં આતમા એકરૂપ હી જોય, કર્મનિમિત્ત વિકલપ ઘને, તિન નાશે શિવ હોય.
(પ) અમને અપને સત્ત્વકું સર્વ વસ્તુ વિલસાય, એસે ચિંતવે જીવ તબ, પરમેં મમત ન થાય.
(૬) નિર્મલ અપની આતમા દેહ અપાવન ગેહ, જાની ભવ્ય નિજ ભાવકો, યાસોં તજો સનેહ.
(૭) આતમ કેવલ જ્ઞાનમય નિશ્ચયદ્રષ્ટિ નિહાર, સબ વિભાવ પરિણામમય આસ્રવભાવ વિદાર.
(૮) નિજસ્વરૂપમેં લીનતા નિશ્ચય સંવર જાન, સમિતિ ગુપ્તિ સંયમ ધરમ ધરેં પાપકી હાન.
(૯) સંવરમય હૈ આતમા પૂર્વકર્મ ઝડ જાય, નિજસ્વરૂપકો પાયકર લોકશિખર જબ થાય.
(૧૦) લોકસ્વરૂપ વિચારિકે આતમરૂપ નિહાળ, પરમારથ વ્યવહાર મુણિ મિથ્યાભાવ નિવાર.
(૧૧) બોધિ આપકા ભાવ હૈ, નિશ્ચય દુર્લભ નાંહી, ભવમેં પ્રાપ્તિ કઠિન હૈ યહ વ્યવહાર કહાહિં.
(૧૨) દર્શન–જ્ઞાનમય ચેતના, આતમધર્મ વખાણ, દયા–ક્ષમાદિક–રત્નત્રય યામેં ગર્ભિત જાણ.
* * *
ક્ષ મા ભા વ ના
આત્મધર્મનું સંપાદન શ્રી પરમપૂજ્ય દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે સંપૂર્ણ બહુમાન અને
ભક્તિપૂર્વક, તેમની આમન્યાનું પાલન કરીને, અને આત્મધર્મને જિનવાણીતુલ્ય
સમજીને હૃદયના ભાવથી કરવામાં આવે છે; આત્મધર્મ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
હજારો સાધર્મીજનોનો સંપર્ક થાય છે...અને અરસપરસ હાર્દિક વાત્સલ્યધર્મપ્રેમ વધે તે
રીતે સંપાદન કરવામાં આવે છે. આમાં કોઈ પ્રકારે મારી ભૂલચૂક થઈ હોય, કોઈને પણ
મારાથી દુઃખ થયું હોય તો નિર્મળ અંતઃકરણપૂર્વક ક્ષમાભાવના ભાવું છું.
–બ્ર. હરિલાલ
પ્રકાશક: (સૌરાષ્ટ્ર)
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦