Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
શાંત થઈને ઊભો રહ્યો; એનું ગાંડપણ મટી ગયું ને મુનિરાજ સામે સૂંઢ નમાવીને બેસી
ગયો.
લોકો તો આશ્ચર્ય પામી ગયા કે અરે! મુનિરાજ પાસે આવતાં જ આ ગાંડો
હાથી એકાએક શાંત કેમ થઈ ગયો? આ બનાવ દેખીને ચારેકોરથી માણસો ત્યાં
મુનિરાજ પાસે દોડ આવ્યા. મુનિરાજે અવધિજ્ઞાન વડે હાથીના પૂર્વભવને જાણી લીધો;
અને શાંત થયેલા હાથીને સંબોધીને કહ્યું: અરે બુદ્ધિમાન! આ પાગલપણું તને નથી
શોભતું. આ પશુતા, અને આ હિંસા તું છોડ! પૂર્વભવમાં તું મરૂભૂતિ હતો; ત્યારે હું
અરવિંદરાજા હતો તે મુનિ થયો છું; અને તું મારો મંત્રી હતો, પણ આત્માનું ભાન
ભૂલીને આર્તધ્યાનથી તું આ પશુપર્યાય પામ્યો...હવે તો તું ચેત...અને આત્માને
ઓળખ.
મુનિરાજનાં મીઠાં વચન સાંભળીને હાથીને ઘણો વૈરાગ્ય થયો, તેને પોતાના
પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના દુષ્કર્મ માટે તેને ઘણો પસ્તાવો થયો; તેની
આંખોમાંથી આંસુની ધાર પડવા લાગી, વિનયથી મુનિરાજનાં ચરણોમાં માથું નમાવીને
તેમની સામે જોઈ રહ્યો....કુદરતી તેનું જ્ઞાન એટલું ઊઘડી ગયું કે તે મનુષ્યની ભાષા
સમજવા લાગ્યો...અને મુનિરાજની વાણી સાંભળવા તેને જિજ્ઞાસા જાગી.
મુનિરાજે જોયું કે આ હાથીના જીવના પરિણામ અત્યારે વિશુદ્ધ થયા છે, તેને
આત્મા સમજવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે.....અને તે એક હોનહાર તીર્થંકર છે....એટલે
અત્યંત પ્રેમથી (વાત્સલ્યથી) તે હાથીને ઉપદેશ દેવા લાગ્યા: અરે હાથી! તું શાંત થા.
આ પશુપર્યાય એ કાંઈ તારું સ્વરૂપ નથી, તું તો દેહથી ભિન્ન ચૈતન્યમય આત્મા છો.
આત્માના જ્ઞાન વગર ઘણા ભવમાં તે ઘણાં દુઃખ ભોગવ્યાં, હવે તો આત્માનું સ્વરૂપ
જાણ અને સમ્યગ્દર્શનને ધારણ કર. સમ્યગ્દર્શન જ જીવને મહાન સુખકર છે. રાગ અને
જ્ઞાનને એકમેક અનુભવવાનો અવિવેક તું છોડ....છોડ! તું પ્રસન્ન થા....સાવધાન
થા....અને સદાય ઉપયોગરૂપ સ્વદ્રવ્ય જ મારું છે એમ તું અનુભવ કર. તેથી તને ઘણો
આનંદ થશે.
હાથી ખૂબ ભક્તિથી સાંભળે છે. મુનિરાજના શ્રીમુખથી આત્માના સ્વરૂપની
અને સમ્યગ્દર્શનની વાત સાંભળતાં તેને ઘણો હર્ષોલ્લાસ થાય છે, તેનાં પરિણામ વધુ ને
વધુ નિર્મળ થતાં જાય છે...તેના અંતરમાં સમ્યગ્દર્શનની તૈયારી ચાલી રહી છે.
મુનિરાજ તેને આત્માનું પરમ શુદ્ધસ્વરૂપ દેખાડે છે : રે જીવ! તારો આત્મા

PDF/HTML Page 22 of 44
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
અનંત ગુણરત્નોનો ખજાનો છે...આ હાથીનું જાડું શરીર તે તો પુદ્ગલ છે, તે કાંઈ તું
નથી. તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારા જ્ઞાનસ્વરૂપમાં પાપ તો નથી ને પુણ્યનો શુભરાગ
પણ નથી; તું તો વીતરાગી આનંદમય છો.–આવા તારા સ્વરૂપને તું અનુભવમાં લે....ને
તેની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન ધારણ કર.
જગતમાં સમ્યગ્દર્શન જ જીવને સારરૂપ છે; તે જ મોક્ષનું પગથિયું છે, તે જ
ધર્મનો પાયો છે. સમ્યગ્દર્શન વગર કોઈ પણ ધર્મક્રિયા હોતી નથી; સમ્યગ્દર્શન વગરની
બધી ક્રિયાઓ નકામી છે. મિથ્યાત્વના દાવાનળમાં આખો સંસાર સળગી રહ્યો છે,
તેમાંથી આ સમ્યગ્દર્શન જ જીવને ઉગારનાર છે. વીતરાગ–સર્વજ્ઞ અરિહંત દેવ,
રત્નત્રયધારક દિગંબર મુનિરાજ ગુરુ અને હિંસા વગરનો વીતરાગભાવરૂપ ધર્મ,–આવા
દેવગુરુધર્મને ઓળખીને તું શ્રદ્ધા કર, અત્યંત ભક્તિથી તેનો આદર કર અને તેમણે
આત્માનું શુદ્ધ સ્વરૂપ જેવું કહ્યું છે તેવું તું જાણ...તેની શ્રદ્ધા કર...આવા સમ્યગ્દર્શનથી
તારું પરમ કલ્યાણ થશે.
–આમ ઘણા પ્રકારે મુનિરાજે સમ્યગ્દર્શનનો ઉપદેશ આપ્યો...તે સાંભળીને
હાથીનાં પરિણામ અંતર્મુખ થયા...અને અંતરમાં પોતાના આત્માનું સાચું સ્વરૂપ દેખીને
તેને સમ્યગ્દર્શન થયું...પરમ આનંદનો અનુભવ થયો...તેને એમ થયું કે– ‘અહા,
અમૃતના દરિયા મારા આત્મામાં ડોલી રહ્યા છે...પરભાવોથી ભિન્ન સાચું સુખ મારા
આત્મામાં અનુભવાય છે. ક્ષણમાત્ર આવા આનંદના અનુભવથી અનંત ભવનો થાક
ઊતરી જાય છે.’ આવા આત્માનો વારંવાર અનુભવ કરવાનું તેને મન થયું...ઉપયોગ
ફરી ફરીને અંતરમાં એકાગ્ર થવા લાગ્યો. આ અનુભવના અચિંત્ય અપાર મહિમાનો
કોઈ પાર ન હતો. વારંવાર તેને એમ થતું કે ‘અહો! આ મુનિરાજે અદ્ભુત ઉપકાર કરી
આત્માનું મૂળ સ્વરૂપ મને સમજાવ્યું. આત્મ ઉપયોગ સહજપણે ઝડપથી પોતાના
સ્વસ્વરૂપ તરફ વળતાં સહજ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાયું.. ચૈતન્યપ્રભુ પોતાના
‘એકત્વ’ માં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા...વાહ! આત્માનું સ્વરૂપ કોઈ અદ્ભુત
છે. પરમ તત્ત્વને પામીને, મારા ચૈતન્યપ્રભુને મેં મારામાં જ દેખ્યા.
–આમ સમ્યગ્દર્શન થતાં હાથીના આનંદનો કોઈ પાર નથી. તેની આનંદમય
ચેષ્ટાઓ, તથા તેની આત્મશાંતિ દેખીને મુનિરાજને પણ ખ્યાલ આવી ગયો કે આ
હાથીનો જીવ આત્મજ્ઞાન પામ્યો છે, ભવનો છેદ કરીને તે મોક્ષના માર્ગમાં આવ્યો છે.
મુનિરાજે પ્રસન્ન થઈને હાથ ઊંચો કરીને હાથીને આશીર્વાદ આપ્યા.

PDF/HTML Page 23 of 44
single page version

background image
ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
સંઘના હજારો લોકો આ દ્રશ્ય દેખીને બહુ ખુશી થયા. એક ક્ષણમાં આ બધું શું
બની રહ્યું છે તે સૌ આશ્ચર્યથી જોવા લાગ્યા.
આત્માનું જ્ઞાન થતાં હાથી તો ઘણા જ ભક્તિભાવથી મુનિરાજનો ઉપકાર
માનવા લાગ્યો.......અરે, પૂર્વે આત્માના ભાન વિના આર્તધ્યાન કરવાથી હું પશુદશાને
પામ્યો, પણ હવે આ મુનિરાજના પ્રતાપે મને આત્મભાન થયું છે, ને તે આત્માના ધ્યાન
વડે હવે હું પરમાત્મા થઈશ.–એમ વિચારીને તે હાથી સૂંઢ નમાવીને મુનિરાજને
નમસ્કાર કરતો હતો..
(જુઓ તો ખરા, બંધુઓ! આપણો જૈનધર્મ કેવો મહાન છે કે તેના સેવન વડે
એક પશુ પણ આત્મજ્ઞાન કરીને પરમાત્મા બની શકે છે! દરેક આત્મામાં પરમાત્મા
થવાની તાકાત છે–એમ આપણો જૈનધર્મ બતાવે છે. વાહ...જૈનધર્મ...વાહ!)
મુનિરાજ પાસેથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીને, હાથીની સાથે સાથે બીજા પણ
ઘણાય જીવો સમ્યગ્દર્શન પામ્યા. જેમ તીર્થંકર એકલા મોક્ષમાં ન જાય, બીજા ઘણાય
જીવો પણ તેમની સાથે મોક્ષ પામે, તેમ અહીં તીર્થંકરનો આત્મા સમ્યગ્દર્શન પામતાં,
બીજા ઘણાય જીવો પણ તેમની સાથે સમ્યગ્દર્શન પામ્યા; અને ચારેકોર ધર્મનો
જયજયકાર થઈ ગયો. થોડીવાર પહેલાં જે હાથી ગાંડો થઈને હિંસા કરતો હતો, તે જ
હાથી હવે આત્મજ્ઞાની થઈને શાંત અહિંસક બની ગયો; અને મુનિરાજ પાસેથી ફરી ફરી
ધર્મ સાંભળવા માટે આતુરતાથી તેમની સામે જોઈ રહ્યો. ઘણા શ્રાવકો પણ ઉપદેશ
સાંભળવા બેઠા હતા.
શ્રી મુનિરાજે મુનિધર્મનો તથા શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો: સમ્યગ્દર્શન અને
આત્મજ્ઞાન ઉપરાંત જ્યારે ચારિત્રદશા થાય એટલે કે આત્માનો ઘણો અનુભવ થાય
ત્યારે જીવને મુક્તિદશા થાય છે. તે મુનિઓ ઉત્તમક્ષમા વગેરે દશ ધર્મોને પાળે છે, અને
હિંસાદિક પાંચ પાપો તેમને જરાય હોતાં નથી એટલે અહિંસા વગેરે પાંચ મહાવ્રત તેમને
હોય છે.
–અને સમ્યગ્દર્શન થવા છતાં જે જીવો મુનિ ન થઈ શકે તેઓ શ્રાવકધર્મ પાળે
છે; તેને આત્માના જ્ઞાનસહિત અહિંસા વગેરે પાંચ અણુવ્રત હોય છે. તિર્યંચગતિમાં પણ
શ્રાવકધર્મનું પાલન થઈ શકે છે. માટે હે ગજરાજ! તમે શ્રાવકધર્મને અંગીકાર કરો.

PDF/HTML Page 24 of 44
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
મુનિરાજ પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળીને ઘણા જીવોએ વ્રત ધારણ કર્યા.
હાથીને પણ ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ ઉત્તમ મુનિધર્મને અંગીકાર
કરત; આમ મુનિધર્મની ભાવના સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો, એટલે
મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને તેણે પાંચ અણુવ્રત ધારણ કર્યા......તે શ્રાવક
બન્યો.
સમ્યગ્દર્શન પામીને વ્રતધારી થયેલો તે વજ્રઘોષ હાથી વારંવાર મસ્તક નમાવીને
અરવિંદ મુનિરાજને નમસ્કાર કરવા લાગ્યો, સૂંઢ ઊંચી–નીચી કરીને ઉપકાર માનવા
લાગ્યો. હાથીની આવી ધર્મચેષ્ટા દેખીને શ્રાવકો બહુ રાજી થયા, અને જ્યારે મુનિરાજે
પ્રસિદ્ધ કર્યું કે–આ હાથીનો જીવ આત્માની ઉન્નત્તિ કરતો કરતો ભરતક્ષેત્રમાં ૨૩ માં
તીર્થંકર થશે,–ત્યારે તો સૌના હર્ષનો પાર ન રહ્યો; હાથીને ધર્માત્મા જાણીને ઘણા પ્રેમથી
શ્રાવકો તેને નિર્દોષ આહાર દેવા લાગ્યા.
યાત્રાસંઘ થોડો વખત તે વનમાં રોકાઈને પછી સમ્મેદશિખર તરફ ચાલ્યો;
હાથીનો જીવ થોડા ભવ પછી આ જ સમ્મેદશિખર ઉપરથી મોક્ષ પામવાનો છે. તેની
યાત્રા કરવા સંઘ જાય છે. અરવિંદ મુનિરાજ પણ સંઘની સાથે વિહાર કરવા લાગ્યા.
ત્યારે હાથી પણ અત્યંત વિનયપૂર્વક પોતાના ગુરુને વોળાવવા માટે થોડે દૂર સુધી
પાછળ પાછળ ગયો........અંતે ફરીફરીને મુનિરાજને નમસ્કાર કરીને ગદગદભાવે
પોતાના વનમાં પાછો આવ્યો.
હાથી હવે પાંચવ્રત સહિત નિર્દોષ જીવન જીવે છે; પોતે જે શુદ્ધઆત્મા અનુભવ્યો
છે તેની ફરીફરીને ભાવના કરે છે. કોઈ પણ જીવને તે હેરાન કરતો નથી, ત્રસહિંસા
થાય તેવો ખોરાક ખાતો નથી; શાંતભાવથી રહે છે, ને સુકાઈ ગયેલા ઘાસ પાન ખાય
છે; કોઈવાર ઉપવાસ પણ કરે છે. ચાલતી વખતે પગ પણ જોઈજોઈને મુકે છે.
હાથિણીનો સંગ તેણે છોડી દીધો છે. મોટા શરીરને લીધે બીજા જીવોને દુઃખ ન થાય–તે
માટે શરીરને તે બહુ હલાવતો નથી, વનના પ્રાણીઓ સાથે શાંતિથી રહે છે ને ગુરુના
ઉપકારને વારંવાર યાદ કરે છે. હાથીની આવી શાંત ચેષ્ટા દેખીને વનના વાંદરા અને
બીજાં પશુઓ પણ તેના ઉપર પ્રેમ રાખે છે ને સુકાં ઘાસપાન લાવીને તેને ખવડાવે છે.
પૂર્વભવનો તેનો ભાઈ કમઠ,–કે જે ક્રોધથી મરીને ઝેરી સર્પ થયો છે તે આ
વનમાં જ રહે છે, જીવજંતુઓને મારી ખાય છે ને નવાં પાપ બાંધે છે.

PDF/HTML Page 25 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
એક દિવસ હાથીને તરસ
લાગી એટલે પાણી પીવા માટે
સરોવર પાસે આવ્યો; તળાવના
કિનારે ઝાડ ઉપર ઘણા વાંદરા રહેતા
હતા, તે આ હાથીને જોઈને ખુશી
થયા. તળાવમાં ચોક્ખુ પાણી જોઈને
તે પીવા માટે હાથી સરોવરમાં
ઊતર્યો; પણ તેનો પગ ઊંડા કાદવમાં
ખૂચી ગયો...તે કાઢવાની મહેનત
કરવા છતાં નીકળી ન શક્યો. આથી
તે હાથીએ આહાર–પાણીનો ત્યાગ
કરીને સમાધિમરણની તૈયારી કરી; તે
પંચપરમેષ્ઠીને યાદ કરીને આત્માનું
ચિંતન કરવા લાગ્યો.
હાથીને કાદવમાં ખૂંચી ગયેલો
જોઈને તેને બચાવવા વનના વાંદરા
ઘણી કિકિયારી કરવા લાગ્યા....પણ
એ નાનકડા વાંદરા મોટા હાથીને કઈ રીતે બહાર કાઢી શકે? એવામાં સર્પ થયેલો
કમઠનો જીવ ફૂંફાડા મારતો ત્યાં આવ્યો; હાથીને દેખતાં જ પૂર્વભવના વેરના સંસ્કારને
લીધે તેને ઘણો ક્રોધ ચડયો ને દોડીને હાથીને કરડયો. કાળકૂટ ઝેરવાળો સર્પ કરડવાથી
હાથીને ઝેર ચડયું અને થોડા વખતમાં તેનું મરણ થયું. પરંતુ આ વખતે તેણે પહેલાંની
જેમ આર્ત્તધ્યાન ન કર્યું, આ વખતે તો આત્માના જ્ઞાનસહિત ધર્મની ઉત્તમ ભાવના
ભાવતાં–ભાવતાં તેણે સમાધિમરણ કર્યું...અને દેહ છોડીને તે બારમા સ્વર્ગમાં દેવ થયો.
સર્પ હાથીને કરડયો તે દેખીને એક વાંદરીને ઘણી ચીજ ચડી અને તેણે તે સર્પને
મારી નાંખ્યો; પાપી સર્પ આર્ત્તધ્યાનથી મરીને પાંચમી નરકમાં ગયો. એક વખતના બે
સગા ભાઈ, તેમાં પુણ્ય–પાપના ફળ અનુસાર એક તો સ્વર્ગમાં ગયો ને બીજો નરકમાં
ગયો.
(–પછી શું થયું? તે આવતા અંકમાં વાંચશો.)

PDF/HTML Page 26 of 44
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
જ્ઞાનચેતનાનો
મહિમા
હે જીવ! જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનના ઊંડા પાયા
નાંખ. જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને તેનું ઊંડું ઘોલન કર, –ઉપરછલું
નહીં પણ ઊંડું ઘોલન કર, તો અંતરમાં તેનો પત્તો લાગશે, ને અપૂર્વ
આનંદ સહિત જ્ઞાનચેતના પ્રગટશે. તે રાગદ્વેષ વગરની છે.
આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, જ્ઞેયોને જાણતાં રાગ–દ્વેષરૂપ વિક્રિયા પામે એવો
તેનો સ્વભાવ નથી; પોતાના સ્વરૂપથી ચ્યુત થયા વગર જ્ઞેયોને જાણવાનો તેનો
સ્વભાવ છે. અને જ્ઞેયોમાં પણ એવો સ્વભાવ નથી કે જ્ઞાનમાં રાગ–દ્વેષ કરાવે.
જગતમાં પ્રશંસાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી રાગ કરે એવો
જ્ઞાનનો સ્વભાવ નથી; તેમજ જગતમાં નિંદાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી
દ્વેષ કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી; તેમજ તે પ્રશંસા કે નિંદાના શબ્દો જીવને એમ
નથી કહેતાં કે તું અમારી સામે જોઈને રાગ–દ્વેષ કર.
જીવનો જ્ઞાનસ્વભાવ પણ એવો નથી કે જ્ઞેયોની સન્મુખ થઈને તેને જાણે કે
રાગ–દ્વેષ કરે. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન રહીને, એટલે કે નિજસ્વરૂપમાં જ અચલ
રહીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. આવું જ્ઞાન તે જ આત્માનો મહિમા છે.
આવા પોતાના જ્ઞાનમહિમાને જે નથી જાણતો તે જ અજ્ઞાનથી રાગ–દ્વેષ કરે છે,
અને પદાર્થો મને રાગ–દ્વેષ કરાવે છે એમ અજ્ઞાનથી માને છે. વસ્તુસ્વભાવની સાચી
સ્થિતિને તે જાણતો નથી.
ભાઈ! જગતના કોઈ શુભ–અશુભ પદાર્થમાં એવી તાકાત નથી કે તારા જ્ઞાનમાં
રાગ–દ્વેષ કરાવે. અને તારા સહજ જ્ઞાનનું પણ એવું સ્વરૂપ નથી કે રાગ–દ્વેષ કરે.
પુત્રનો સંયોગ કે વિયોગ, ધનનો સંયોગ કે વિયોગ, નિરોગ શરીર કે ભયંકર
રોગ, સુંવાળો સ્પર્શ કે અગ્નિનો સ્પર્શ, મધુર રસ કે કડવો રસ, સુગંધ કે દુર્ગંધ, સુંદર
રૂપ કે બેડોળ રૂપ, પ્રશંસાના શબ્દો કે નિંદાના શબ્દો, ધર્માત્માના ગુણો કે પાપી

PDF/HTML Page 27 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨પ :
જીવના દોષો,–તે કોઈ પદાર્થો આ જીવને રાગ–દ્વેષ કરવાનું કહેતાં નથી, તે તો ભિન્ન
જ્ઞેયમાત્ર છે. ભગવાન આત્માનો મહિમાવંત જ્ઞાનસ્વભાવ પોતાથી પૂર્ણ છે, નિર્વિકાર
છે. સહજ ઉદાસીન છે; જ્ઞાની તો આવા સ્વભાવને જાણતા થકા પોતાની
જ્ઞાનચેતનાને અનુભવે છે; તે જ્ઞાનચેતનાનો અદ્ભુત વૈભવ છે, તે આનંદથી ભરેલી
છે, અને જ્ઞેયોમાં તન્મય થયા વગર જ તેને જાણી લેનારી છે, જાણવા છતાં તેમાં
રાગ–દ્વેષ કરનારી નથી.
અજ્ઞાની આવી જ્ઞાનચેતનાને જાણતો નથી ને જ્ઞેય પદાર્થોને રાગ–દ્વેષનું કારણ
માનતો થકો તે પોતાના સહજજ્ઞાનથી ચ્યુત થાય છે.–આવું અજ્ઞાન જ રાગ–દ્વેષનું
કારણ છે.
સિદ્ધભગવાન કે અરિહંત ભગવાન આ આત્માના જ્ઞેય છે, તેને જાણતાં જ્ઞાન
રાગ કરે એવો આત્માનો સ્વભાવ નથી, ને સિદ્ધભગવાન પણ કાંઈ રાગ કરાવતા
નથી. અને નિગોદનો કે નરકનો જીવ તે પણ જ્ઞેય છે, તેને જાણતાં દ્વેષ કરે એવો
આત્માનો સ્વભાવ નથી, ને તે જીવો પણ દ્વેષ કરાવતા નથી. જ્ઞાનઉપયોગનો
સ્વભાવ પર તરફ ઝુકવાનો નથી પણ નિજસ્વરૂપમાં જ સ્થિર રહેવાનો તેનો
સ્વભાવ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ ઉપયોગની તન્મયતા થઈ ત્યાં રાગ–દ્વેષ
રહેતા નથી. કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકના સમસ્ત જ્ઞેયો જણાતા હોવા છતાં
જરાપણ રાગ–દ્વેષ થતા નથી.–આવી જ્ઞાનની વીરતા છે.
ભાઈ, તું જ્ઞાન છો.......જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. જ્ઞાનસ્વભાવનો નિર્ણય
કરીને જ્ઞાનના ઊંડા પાયા નાંખ, તો તે નિર્ણયનું ઘોલન કરતાં કરતાં જ્ઞાનનો
અનુભવ થશે ને રાગનો રસ છૂટી જશે. જ્ઞાનમાં રાગ છે જ ક્યાં? આવા
જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને તેનું ઊંડું (ઉપરછલું નહીં પણ ઊંડું) ઘોલન કરવું
જોઈએ, તો અંતરમાં સ્વભાવનો પત્તો લાગે, ને આનંદ સહિત અપૂર્વ જ્ઞાનચેતના
પ્રગટે, તે રાગ–દ્વેષ વગરની છે. જુઓ, આવી જ્ઞાનચેતનારૂપ ઉપશમભાવ તે મોક્ષનું
કારણ છે.
કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાને
સ્વસંવેદન વડે ધર્મી જીવો જાણે છે. જ્યારે અંતરના સ્વસંવેદનથી જ્ઞાનચેતના પ્રગટી
ત્યારે જ ધર્મીપણું થયું એટલે કે સમ્યગ્દર્શન થયું. આવી જ્ઞાનચેતના પછી જ
શુદ્ધોપયોગ રૂપ ચારિત્રના બળથી મુનિદશા પ્રગટે છે. ચોથે પાંચમે ગુણસ્થાને પણ
ધ્યાન–ધ્યેયના

PDF/HTML Page 28 of 44
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
વિકલ્પો તૂટીને નિર્વિકલ્પ ધ્યાનરૂપ શુદ્ધોપયોગ કોઈક–કોઈકવાર આવે છે; પણ મુનિને
તો વારંવાર નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થયા કરે છે. જ્ઞાનચેતનાનો ઉપયોગ વારંવાર
અંતરમાં એકાગ્ર થાય છે; ત્યારે છઠ્ઠા–સાતમા ગુણસ્થાનરૂપ ચારિત્રદશા થાય છે. આવી
ચારિત્ર દશામાં શરીર તદ્ન દિગંબર હોય છે. પંચમહાવ્રતાદિ વ્યવહાર હોય છે. પણ
મહાવ્રતાદિના વિકલ્પોથી જ્ઞાનચેતના તો જુદી છે. આ કાળેય આવી જ્ઞાનચેતના અને
મુનિદશા પ્રગટી શકે છે, આ કાળે કાંઈ મુનિદશાનો નિષેધ નથી.
–પણ મુનિદશા પહેલાં ધર્મીને સમ્યગ્દર્શન અને જ્ઞાનચેતના હોય છે. તેને
પોતાના ચૈતન્યના આનંદ સિવાય બીજે ક્યાંય ચેન પડતું નથી. નાના રાજકુમારો માતા
પાસે જઈને કહે છે કે હે માતા! અમારી જ્ઞાનચેતના સિવાય આ સંસારમાં અમને ક્યાંય
ચેન નથી, રાગમાં અમને ચેન નથી; અમારા ચૈતન્યનો જે આનંદ–ભંડાર અમે જોયો છે
તેમાં જ અમને ચેન છે; તે આનંદને સાધવા માટે મુનિ થયા માંગીએ છીએ.–માટે હે
માતા! તમે અમને રજા આપો.–આવી મુનિદશા આ પંચમકાળમાં પણ થઈ શકે છે.
પરંતુ હજી જેને તત્ત્વનું ભાન નથી, જ્ઞાનચેતના પ્રગટી નથી, ને રાગમાં જેને ચેન છે (–
રાગને મોક્ષનું કારણ માને છે) તેને તો મુનિદશા કેવી? ને સમ્યગ્દર્શન પણ કેવું? તે તો
મિથ્યાત્વમાં ઊભા છે. અહીં તો અંતરના અનુભવ–સહિત સમ્યગ્દર્શન જેને થયું છે ને
જ્ઞાનચેતના પ્રગટી છે, તેને વિશેષ એકાગ્રતા વડે ચારિત્રનો વૈભવ પ્રગટે છે, ને તે
સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આવી ચારિત્રદશા વગર કોઈને મોક્ષ થાય નહીં; ને
સમ્યગ્દર્શન વગર આવી ચારિત્રદશા કોઈને થાય નહીં.
માટે પહેલાં તો, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી એવી જ્ઞાનચેતના પ્રગટ
કરવા માટે, આગમપ્રમાણથી, જ્ઞાનના અનુમાનપ્રમાણથી તથા અનુભવરૂપ સ્વસંવેદન
પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું; આ રીતે ચોથા ગુણસ્થાને જે જ્ઞાનચેતના પ્રગટી તે
નિરંતર રહે છે. –પણ તેનો ઉપયોગ સ્વમાં ક્્યારેક હોય છે. પછી વારંવાર તે
જ્ઞાનચેતનાના અભ્યાસ વડે એકાગ્રતા થતાં મુનિદશા થાય છે; પછી ઉપયોગ
નિજસ્વરૂપમાં એકાગ્ર કરીને શ્રેણી માંડતાં સાક્ષાત્ પૂર્ણ જ્ઞાનચેતનારૂપ કેવળજ્ઞાન થાય
છે. આવી આનંદમય જ્ઞાનચેતના વડે આત્માનો મહિમા છે, તે જ આત્માનો વૈભવ છે.
જ્ઞાનચેતના રાગને જાણે છતાં પોતે રાગથી મુક્ત છે. અહો, જ્ઞાનચેતનાનો
મહિમા તો જુઓ! તે નિજસ્વભાવના આનંદને સ્પર્શનારી–અનુભવનારી છે, ને રાગ–
દ્વેષ વગરની

PDF/HTML Page 29 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
છે. આવી જ્ઞાનચેતનાવંત જ્ઞાની સદા પોતાના સ્વભાવને જ સ્પર્શે છે–એટલે તેને જ
તન્મયપણે અનુભવે છે; રાગને જાણવા છતાં તેમાં કદી તન્મય થતા નથી. હજારો સૂર્યનાં
તેજ કરતાં પણ અનંતગુણું ચૈતન્યતેજ જેમાં પ્રકાશે છે–એવી જ્ઞાનચેતના અપાર
વૈભવથી ભરેલી છે, રાગાદિ વિભાવોથી તે અત્યંત મુક્ત છે, ત્રણેકાળનાં કર્મોથી તે જુદી
છે. આવી ચેતનાનો ચમકાર થયો તે જ આત્માનો ચમત્કાર છે.
(સમયસાર કળશ ૨૨૨–૨૨૩ પ્રવચનમાંથી)
* * *
* * * * * *
* * *
અડોલ સાધક
જગતમાં પ્રતિકૂળતા ના ડુંગરા તૂટી પડતા
હોય, અજ્ઞાનીઓ સત્યધર્મનો વિરોધ
કરતા હોય, અન્યાય થતો હોય, છતાં
જ્ઞાનમાં વિકલ્પ કરવાનો કે આકુળતા
કરવાનો સ્વભાવ નથી; શું સિદ્ધભગવંતો
આકુળતા કરે છે?–ના, પ્રતિકૂળતાના
વાયરામાં એવી તાકાત નથી કે જ્ઞાનના
પહાડને ડગાવી દ્યે. અનાકુળપણે રહેવાનો
જ્ઞાનનો સ્વભાવ છે. આવા બેહદ વીતરાગ
શાંતસ્વભાવથી આત્મા ભરેલો છે. અહા,
આત્મસ્વભાવ તો વીતરાગી નિર્મળ કાર્ય
ને જ કરનારો ને આનંદનો જ દેનારો છે.–
આવી આત્મસાધનાના પંથે ચડેલા
સાધકને જગતની કોઈ પ્રતિકૂળતા ડગાવી
શકતી નથી કે મુંઝવી શકતી નથી.
આત્મ–શાંતિ
ભાઈ, તારો આત્મસ્વભાવ એવો
છે કે એની સન્મુખ પરિણમતાં
આનંદસહિત નિર્મળ સમ્યક્ત્વાદિનો
ઉત્પાદ થાય છે. જગતના કોલાહલથી શાંત
થઈ, તારા સ્વભાવને લક્ષમાં લે. જગત શું
કરે છે ને જગત શું બોલે છે–તેની સાથે
તારા તત્ત્વને સંબંધ નથી. કેમકે તારો
ઉત્પાદ તારામાંથી આવે છે, બીજામાંથી
નથી આવતો.
સ્વભાવનું ભાન થયા છતાં કાંઈક રાગદ્વેષ
થાય તો તે કાંઈ જ્ઞાનભાવનું કાર્ય નથી–
એમ ધર્મીને ભિન્નતાનું ભાન છે, એટલે તે
વખતે પોતાનો જ્ઞાનભાવ ચુકાતો નથી.
“આત્મવૈભવ” માંથી

PDF/HTML Page 30 of 44
single page version

background image
ગુજરાતી સાહિત્યની યાદી
સોનગઢ સંસ્થાના વેચાણ વિભાગમાં જે ગુજરાતી પુસ્તકો હાલ મળી શકે છે તેની
યાદી નીચે મુજબ છે. પુસ્તકો મંગાવનારે પોતાનું પૂરું સરનામું તથા રેલ્વે સ્ટેશન જણાવવું.
આત્મવૈભવ ૩–પ૦ સમયસાર પદ્યાનુવાદ ૦–૩૧
સમયસાર પ્રવચન ભાગ–૧ ૪–૦૦ સમયસાર ગુટકો ૦–૭પ
જિનેન્દ્ર સ્તવનમાળા ૧–૧૨ પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૩૧
જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦૦ જૈન બાળપોથી ભાગ–૧ ૦–૨પ
સમવસરણ સ્તુતિ તથા શ્રી કુંદકુંદ–સ્તવનો ૦–૨પ જૈન બાળપોથી ભાગ–૨ ૦–૪૦
જૈન સિદ્ધાંત પ્રવેશિકા ૦–૧૬ આલોચના ૦–૧૩
જૈન સિદ્ધાંત પ્રશ્નોતરમાળા ભાગ ૧–૨ ૧–૧૨ જિન પૂજાપાઠ (નાનું) ૦–૧૩
લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા ૦–૩પ જિનેન્દ્ર પૂજાપલ્લવ ૦–પ૦
અનુભવપ્રકાશ અને સત્તાસ્વરૂપ ૧–૦૦ ચિદ્દવિલાસ ૦–૭પ
અનુભવપ્રકાશ પ્રવચનો ૨–પ૦ પંચકલ્યાણક પ્રવચનો ૨–૨પ
આત્મસિદ્ધિ ગુટકો ૦–૬૦ પુરુષાર્થસિદ્ધિ ઉપાય ૨–૦૦
દ્રવ્યસંગ્રહ ૧–૦૦ સમાધિતંત્ર હરિગીત ૦–૧પ
મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ૧–૬૩ સમ્યગ્જ્ઞાન દીપિકા ૧–પ૦
મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦૦ ઈષ્ટોપદેશ ૨–૦૦
મોક્ષશાસ્ત્ર તત્ત્વાર્થસૂત્ર (ટીકા) ૪–૦૦ મંગલ તીર્થયાત્રા ૬–૦૦
સર્વસામાન્ય પ્રતિક્રમણ ૦–પ૦ વીતરાગ વિજ્ઞાન (છઢાળા પ્રવચન) ભાગ–ર ૦–પ૦
સામાયિક પાઠ સાર્થ ૦–૩૦ સમયસાર કલશ–ટીકા ૨–પ૦
યોગસાર દોહા ૦–૧પ પૂ. શ્રી કાનજીસ્વામીનો જીવનપરિચય ૧–૦૦
પ્રવચનસાર પ–પ૦ સમ્યક્ત્વપ્રેરક અષ્ટ પ્રવચન (૧) ૧–૦૦
પંચાસ્તિકાય–સંગ્રહ ૩–૦૦
પુસ્તકો મંગાવવાનું સરનામું
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)
માનનીય પ્રમુખ સાહેબ તરફથી સૂચવવામાં આવે છે કે સંસ્થા પાસે ‘અનેકાન્ત’
માસિકની કેટલીક ફાઈલો સ્ટોકમાં છે, તે જિજ્ઞાસુઓને તેમજ લાઈબ્રેરી વગેરે સંસ્થાઓને
ભેટ આપવાની છે; તો તે મંગાવવા ઈચ્છા હોય તેમણે ઉપરના સરનામે લખવું.

PDF/HTML Page 31 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
સ્વભાવના
મહિમાની
મધુરી પ્રસાદી
લેખાંક (૨)
સ. ગા. ૩૨૦ નાં પ્રવચનોનો એક ભાગ ગતાંકમાં આપેલ
છે, તેનો બીજો ભાગ અહીં આપવામાં આવ્યો છે. જ્ઞાનસ્વભાવનો
કોઈ અપૂર્વ ઉલ્લાસ લાવીને ફરી ફરીને તેના મહિમાનું ઊંડું ઘોલન
કરવું તે આ પ્રવચનનો સાર છે, ને તે જ અનુભવની રીત છે.
આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છો?–કે જેને લક્ષમાં લેતાં સમ્યગ્દર્શન થાય? તેની
આ વાત છે. બધા સમુદ્રોમાં સ્વયંભૂરમણ–સમુદ્ર સૌથી મોટો છે, તે સ્વયંભૂરમણ સમુદ્ર
કરતાં પણ મહાન જેનો મહિમા છે એવો જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા છે. શરીરાદિ
સંયોગ તો આત્માથી તદ્ન બહાર છે, કર્મ પણ જડ છે–આત્માથી ભિન્ન છે, રાગ પણ
આત્માનું સ્વરૂપ નથી, ને એક પર્યાય જેટલો પણ આખો આત્મા નથી; એક સમયમાં
પરમ જ્ઞાનસ્વભાવે પૂરો આત્મા છે; તે આત્મા જ્યારે સ્વસન્મુખ થઈને શુદ્ધજ્ઞાનરૂપે
પરિણમે છે ત્યારે તે રાગાદિનો કર્તા–ભોકતા થતો નથી.–આવું અકર્તાપણું તે ધર્મ અને
મોક્ષમાર્ગ છે.
જીવાદિ સાતતત્ત્વોમાંથી પણ પોતાનો શુદ્ધ આત્મા જ ખરેખર ઉપાદેય છે.
પરવસ્તુ ક્યાંય બહાર રહી ગઈ, પરભાવ રાગાદિ ક્યાંય રહ્યા, ને નિર્મળ પર્યાયના
ભેદોનો પણ ધર્મીને આશ્રય નથી; નિર્મળપર્યાયના ભેદો ઉપાદેય નથી; આત્માને
નિર્ણય અને ઓળખાણ કરવી જોઈએ; પછી વારંવાર અંતરમાં તેનું ઘોલન કરતાં
અનુભવ અને સમ્યગ્દર્શન થાય છે. આ તો પોતાના ઘરની વસ્તુ છે; પોતાના
અસ્તિત્વમાં જે છે તે જ પોતાને સમજવાનું છે. પોતાના સ્વભાવને ભૂલીને અત્યારસુધી
બહારમાં નજર કરી છે ને ત્યાં જ પોતાનું અસ્તિપણું માન્યું છે; તેને બદલે અંતરમાં
પોતાનો જે સ્વભાવ છે તેમાં નજર કરવાની આ વાત છે.
જે અખંડ કારણ પરમાત્મારૂપ આત્મા છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને ઉપાદેય છે;
આવો આત્મસ્વભાવ તો બધા જીવોમાં છે, પણ તેને સમ્યગ્દ્રષ્ટિ જ ઉપાદેય કરે છે, તે

PDF/HTML Page 32 of 44
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
જ તેને ઓળખે છે, અજ્ઞાની તેને ઓળખતો નથી, એટલે ઉપાદેય ક્્યાંથી કરે માટે કહ્યું
છે કે સમ્યગ્દ્રષ્ટિ જ તેને ઉપાદેય કરે છે. પોતાના આવા શુદ્ધપરમાત્મા સિવાય
સમ્યગ્દ્રષ્ટિને બીજું કાંઈ ઉપાદેય નથી. આવા શુદ્ધદ્રવ્યને ધ્યેય કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટે
છે. એ સિવાય બીજી રીતે ત્રણકાળ ત્રણલોકમાં સમ્યગ્દર્શનાદિ થતાં નથી. આત્મા જ્યારે
પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખ થયો ત્યારે તેને અમૃતનું ઉત્તમમાં ઉત્તમ ચોઘડીયું છે.
અંતરમાં આનંદનો અનુભવ થાય–એના જેવું મંગલ ચોઘડીયું બીજું કોઈ નથી.
કોઈ કહે કે અત્યારે જે કલાસ (શિક્ષણવર્ગ) ચાલે છે તેમાં આ કયા કલાસની
વાત છે? તો કહે છે કે આત્માના કલાસની આ વાત છે. આત્મા સૌથી ઉત્તમ છે, તે જેને
સમજવો હોય તેને માટે આ વાત છે. આને ધર્મનો પહેલો કલાસ કહો કે ઊંચામાં ઊંચો
કલાસ કહો; પણ સત્ય સ્વરૂપ સમજવું હોય તેણે આ સમજવું પડશે.
શ્રી ગુરુએ આત્માનું આવું સ્વરૂપ સમજાવ્યું, ને શિષ્ય ગુરુગમથી આત્માનું
આવું સ્વરૂપ સમજ્યો, ત્યારે વિનયથી તે કહે છે કે અહો! શ્રીગુરુનો મહાન ઉપકાર
થયો, શ્રીગુરુએ જ મને આવો આત્મ સમજાવ્યો. આ રીતે ધર્માત્મા–સત્પુરુષો ઉપકારનું
જ્ઞાન ભૂલતા નથી–‘
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति!’ છતાં તે જાણે છે અને
શ્રીગુરુએ પણ એમ જ સમજાવ્યું છે કે પર તરફનો આ વિકલ્પ છે તે આત્મા નથી,
વિકલ્પ તરફનું જે જ્ઞાન છે તેટલો પણ ખરેખર આત્મા નથી.–અંતર્મુખ થઈને પોતે
આવો આત્મા સમજ્યો ત્યારે શ્રીગુરુનો ઉપકાર થયો.–પણ ‘સમજ્યા વણ ઉપકાર
શો?’
અનુભવતાં તો વિકલ્પોનો જ અનુભવ થાય છે ને તે વિકલ્પના અનુભવમાં અટકવું તે
મિથ્યાત્વ છે; શુદ્ધઆત્માના એકપણાનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. સાચા દેવ–ગુરુ–
શાસ્ત્ર તરફના બહુમાન વગેરેનો ભાવ તે શુભરાગ છે, તે શુભરાગ પોતે મિથ્યાત્વ
નથી, પણ તે શુભરાગને જો ધર્મ માને, કે તેને મોક્ષનું સાધન માને, તો મિથ્યાત્વ થાય
છે. ઉદયભાવ કદિ મોક્ષનું કારણ થાય નહીં, ઔપશમિકાદિ ત્રણભાવો–કે જે
શુદ્ધઆત્માના આશ્રયે જ પ્રગટે છે–તે મોક્ષનું કારણ છે; ને જે પારિણામિક સ્વભાવ છે તે
તો બંધ–મોક્ષ વગરનો છે; બંધન થવું ને મુક્ત થવું તે પર્યાયમાં છે, ત્રિકાળ સ્વભાવને
બંધન–મોક્ષ થવાપણું નથી.
ઉપશમાદિ ત્રણ ભાવો મોક્ષમાર્ગ છે, પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને
શુદ્ધોપયોગ થયા વગર તે ભાવ પ્રગટ થાય નહિ. સ્વસન્મુખ નિજવેપારને શુદ્ધોપયોગ

PDF/HTML Page 33 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
કહે છે. તે વખતે રાગ અબુદ્ધિપૂર્વક ભલે હો પણ શુદ્ધઉપયોગપૂર્વક જ સમ્યગ્દર્શન થાય
છે ને મોક્ષમાર્ગ ખુલે છે. પછી નિર્વિકલ્પશુદ્ધોપયોગ ક્યારેક–ક્યારેક થાય છે, સદાય નથી
રહેતો; છતાં, શુદ્ધોપયોગ ખસી જાય ત્યારે પણ સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિ તો સળંગ રહે
છે, અને તે સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે. આત્મા પોતે ઈન્દ્રિયાતીત રાગાતીત
શુદ્ધોપયોગસ્વભાવી હોવાથી શુદ્ધોપયોગ વડે જ તે અનુભવમાં આવે છે.–આવો
વીતરાગનો અલૌકિક માર્ગ છે.
‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્તં સત્’–એમ ભગવાને કહ્યું છે, તેમાં ધ્રુવ તે તો પરમ–
પારિણામિકભાવરૂપ છે, અને ઉત્પાદ–વ્યયમાં ઉદય–ઉપશમાદિ ભાવો હોય છે. મોક્ષમાર્ગ
તે ઉત્પાદ–વ્યયરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં આખી વસ્તુ આવી ગઈ. એક સમયમાં
ઉત્પાદ–વ્યય–ધ્રુવનું જે સૂક્ષ્મસ્વરૂપ સર્વજ્ઞભગવાને જોયું છે તેવું સ્વરૂપ બીજા કોઈએ
જોયું નથી. સર્વજ્ઞે કહેલું યથાર્થ આત્મસ્વરૂપ જાણ્યા વગર સાચો અનુભવ થાય નહિ.
સમયસારમાં શુદ્ધાત્માની સન્મુખ થયેલ ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભૂતિને આત્મા કહ્યો છે;
ભાવશ્રુત એટલે ઉપયોગની સ્વસન્મુખ એકાગ્રતારૂપ વીતરાગી પર્યાય;–તેને અભેદપણે
આત્મા કહ્યો છે; અને અહીં કહે છે કે દ્રવ્ય અને પર્યાય ‘કથંચિત્ ભિન્ન’ છે; તેમાં
બંનેમાં કાંઈ વિરોધ નથી.
વર્તમાન પર્યાય એક સમયની સત્ છે; તેને દ્રવ્યથી અભિન્નપણું પણ છે ને
કથંચિત્ ભિન્ન પણ છે. પર્યાયનો ભેદ પાડવો તે વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય,
ને પર્યાય તે વ્યવહાર, તે અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયને કથંચિત્ ભિન્નપણું છે. આત્માને
ભેદ પાડીને લક્ષમાં લેવો તે વ્યવહાર છે, તેના આશ્રયે રાગ છે; અને અભેદ આત્માને
લક્ષમાં લેવો તે નિશ્ચય છે, તેના આશ્રયે નિર્વિકલ્પ સમ્યક્ત્વાદિ થાય છે. સ્વસન્મુખ
એકાગ્ર થઈને અભેદ થયેલી એક સમયની તે પર્યાય દ્રવ્યથી અભિન્ન છે, પણ દ્રવ્યની
જેમ તે ત્રિકાળ નથી માટે તે કથંચિત્ ભિન્ન છે.–આમ બંને વિવક્ષા સમજવી જોઈએ.
દ્રવ્ય અને પર્યાયનું કથંચિત્ ભિન્નપણું ને કથંચિત્ અભિન્નપણું જેમ છે તેમ જાણતાં
પર્યાયબુદ્ધિ છૂટી જાય છે, ને દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ જાય છે. દ્રવ્યસન્મુખ થયેલી પર્યાય પોતે
શુદ્ધ છે, એકસમયનું તેનું જે અસ્તિત્વ છે તે સ્વયં પોતાથી શુદ્ધ છે; દ્રવ્યથી અનાલિઢ છે
તે અપેક્ષાએ આ શુદ્ધપર્યાયને (અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં) આત્મા કહ્યો કેમકે
આત્મા તે પર્યાયમાં અભેદપણે તે સમયે પરિણમ્યો છે, માટે તે શુદ્ધપર્યાયને આત્મા
કહ્યો. અલિંગગ્રહણના વીસ અર્થમાં આચાર્યદેવે અલૌકિક વાત કરી છે.

PDF/HTML Page 34 of 44
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
જુઓ, આ વીતરાગનો માર્ગ! આવો આત્મા સર્વજ્ઞદેવે જોયો છે અને આવો
આત્મા અનુભવીને સંતો મોક્ષ પામ્યા છે. અહો, સમ્યગ્દર્શનનું જે ધ્રુવધ્યેય છે તેનાથી
મોક્ષમાર્ગની પર્યાય તે સમયે અભિન્ન છે, પણ તે કાયમ દ્રવ્ય સાથે રહેતી નથી માટે તે
કથંચિત્ ભિન્ન છે. આ રીતે જો કથંચિત ભિન્ન ન હોય (ને સર્વથા અભિન્ન હોય) તો
પર્યાયનો બીજે સમયે અભાવ થતાં દ્રવ્યનો પણ નાશ જ થઈ જાય.–પણ એમ નથી.
શુદ્ધદ્રવ્યમાં એકમાં અગ્રતા–એવી જે એકાગ્રતા–તેનું નામ શુદ્ધાત્માની ભાવના છે, તે
મોક્ષમાર્ગ છે. ત્રિકાળસ્વભાવ છે તે પોતે ભાવનારૂપ નથી, તે ધ્રુવધ્યેયરૂપ છે; તેમાં
એકાગ્ર થઈને પર્યાય તેને ધ્યાવે છે. આવો મોક્ષમાર્ગ છે. આમાં તો પોતાના શુદ્ધદ્રવ્ય ને
શુદ્ધપર્યાય વચ્ચે જ રમત છે; વચ્ચે રાગની તો વાત જ નથી. તે તો મોક્ષમાર્ગની બહાર
રહી ગયો.
ભાઈ, તારી વીતરાગી જ્ઞાનપર્યાય કેવી છે ને તે કેવા ધ્યેયે અંતરમાં પ્રગટે તેની
આ વાત છે. તારી પર્યાયના બાણનું નિશાન તારા ધ્રુવસ્વભાવને બનાવ. તેને ધ્યેય
બનાવીને તેમાં પર્યાય અભેદ થઈ, ત્યાં ‘આ શુદ્ધપર્યાયને હું કરું’ એમ ભેદ રહેતો નથી;
ત્યાં શુદ્ધપર્યાય તો સત્ છે જ,–પછી તેને કરૂં એવો વિકલ્પ રહેતો નથી. આવી
શુદ્ધપર્યાયરૂપે પરિણમેલા શુદ્ધઆત્માને જ આત્મા કહ્યો છે. ‘શુદ્ધપર્યાય હું કરૂં’ એવા લક્ષે
શુદ્ધપર્યાય થતી નથી પણ રાગ થાય છે. ને તે રાગમાં તન્મય વર્તે તો મિથ્યાત્વ થાય છે.
રાગથી ભિન્ન ને સ્વભાવથી અભિન્ન એવી શુદ્ધપરિણતિ તે મોક્ષમાર્ગ છે.
ધ્રુવસ્વભાવનો સાગર તો એવો ને એવો ભરપૂર પૂર્ણ છે, તેમાં પર્યાયના તરંગમાં વધ–
ઘટ છે. ચૈતન્યસમુદ્ર આત્મા તે દ્રવ્યઅપેક્ષાએ એકરૂપ સદા પૂરો સ્થિર છે, ને
પર્યાયઅપેક્ષાએ તે તરંગરૂપ થાય છે, તેમાં પરિવર્તન થાય છે. ‘આ શુદ્ધપર્યાય છે ને તે
દ્રવ્યનું આલંબન લ્યે છે’–એવા ભેદ ખરેખર નથી. પર્યાયને અંદરમાં ઢાળું–એ પણ
વિકલ્પ છે, જ્યાં એવો વિકલ્પ છે ત્યાં પર્યાય અંતરમાં ઢળેલી નથી. અને જે નિર્મળ
પર્યાય છે તે અંતરમાં ઝુકીને શુદ્ધ થયેલી જ છે એટલે શુદ્ધપર્યાય સ્વયમેવ સત્ છે. જેમ
તે વખતે દ્રવ્ય સત્ છે તેમ તેની સન્મુખ અભેદ થયેલી શુદ્ધપર્યાય પણ સત્ છે.
‘અલિંગગ્રહણ’ ના અર્થમાં તેનું સરસ વર્ણન કર્યું છે. આવા સત્ આત્માને સમ્યગ્દ્રષ્ટિ
અનુભવે છે. દેડકું (એટલે દેડકાનું શરીર નહીં પણ અંદરનો આત્મા) પણ અંતરમાં ધ્રુવ
સાથે પર્યાયનો ભેટો કરીને આવા શુદ્ધ આત્માને અનુભવે છે. ‘દ્રવ્યના આશ્રયે
શુદ્ધપર્યાય પ્રગટી’ એમ લક્ષમાં લેવું તે પણ વ્યવહાર

PDF/HTML Page 35 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
છે; પણ સમજાવવા માટે ઉપદેશમાં ભેદ આવ્યા વગર રહેતો નથી. તે ભેદના લક્ષે ન
સમજાય. અભેદના લક્ષે જ સત્ સમજાય. કાર્ય તો પર્યાય કરે છે એટલે પર્યાયથી કથન
કરીને સમજાવાય કે પર્યાયને અંતરમાં વાળો.....પર્યાયમાં ધ્રુવનું અવલંબન
લ્યો...પર્યાયને સ્વભાવસન્મુખ કરો.–પણ અનુભવ વખતે કાંઈ એવો ભેદ નથી કે આ
પર્યાય અને આ તેનો વિષય. શુદ્ધનયના વિષયની સાથે જ્યાં પર્યાય અભેદ થઈ ત્યાં તે
અભેદઆત્માને જ ‘શુદ્ધનય’ કહી દીધો (–શુદ્ધનય ભૂતાર્થ છે–); પણ કાંઈ શુદ્ધનયની
પર્યાય પોતે પર્યાય સામે નથી જોતી, તે તો અંતરમાં અભેદ થઈને શુદ્ધ અખંડ આત્માને
દેખે છે.–આવી પર્યાય તે મોક્ષનું કારણ છે. અભેદપણે એમ પણ કહેવાય છે કે આવી
પર્યાયરૂપે પરિણમેલો આત્મા તે મોક્ષનું કારણ છે. એક આત્મા જ સાધક અને સાધ્ય
એવી બે પર્યાયોરૂપે પોતે પરિણમે છે, બીજું કોઈ તે પર્યાયનું કારણ નથી. અને
સાધકપર્યાયને સાધ્યપર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. પર્યાયના ભેદનો આશ્રય
સાધકને નથી, એટલે કે વ્યવહારનો આશ્રય નથી માટે તેને વ્યવહારથી મુક્ત કહ્યો છે.
અભેદ આત્માના આશ્રયે સમ્યગ્દ્રષ્ટિને આનંદના ઝરણાં ઝરે છે. અનેક ગુણોવડે ગુરુ
જેમ જેમ આત્માનું સ્વરૂપ સમજાવે છે તેમ તેમ તે સમજીને શિષ્યને આનંદ આવે છે,
આત્માના વૈભવનો પરમ મહિમા આવે છે. જેમ વેપારીમાં કહેવાય છે કે પાનું ફરે ને
મોતી ઝરે...તેમ ધર્મીને શુદ્ધસ્વભાવ તરફ એકાગ્ર થઈને જ્ઞાનપર્યાય ફરે છે ને આનંદનાં
મોતી ઝરે છે. જેમાં આનંદ ન ઝરે તે જ્ઞાન સાચું નહીં. આત્માનું જ્ઞાન સાથે અતીન્દ્રિય
આનંદને લેતું પ્રગટે છે.
પ્રશ્ન:– ધર્મીનેય બહારના વિકલ્પો તો આવે છે?
ઉત્તર:– તે વિકલ્પના સમયે પણ તેનાથી જુદું એવું સાચું જ્ઞાન ને સ્વભાવની
દ્રષ્ટિ તો ધર્મીને વર્તે જ છે, ને તે શ્રદ્ધા–જ્ઞાનની શુદ્ધિના બળે નિર્જરા પણ થતી જાય છે;
ધ્રુવના ધ્યેયે એકાગ્ર થયેલી પર્યાય નિર્મળ થતી જાય છે. તે પર્યાયમાં અનંતા ગુણોની
શુદ્ધિનો અંશ એક સાથે પરિણમે છે. આ રીતે રાગ વખતે ધર્મીને એકલો રાગ નથી પણ
તે જ વખતે નિર્મળપર્યાય પણ કામ કરી જ રહી છે, ને નિર્મળ પર્યાયના કાર્યમાં રાગનો
અભાવ છે. વિકલ્પનું કાર્ય તેનાથી જુદું છે. વાહ! પર્યાયમાં બે ધારા જુદી પડી ગઈ. એક
વિકલ્પની રાગધારા–તે ગઈ પરસન્મુખ! ને એક સ્વભાવ તરફની નિર્મળ ધારા, તેમાં
રાગનો અભાવ. આનું નામ ભેદજ્ઞાન–પરિણતિ; તેમાં રાગનું જરાય અવલંબન નથી;
એકલા સ્વભાવનું અવલંબન લઈને તે કાર્ય કરે છે.

PDF/HTML Page 36 of 44
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
અજ્ઞાનીને એકલો રાગ દેખાય છે, ને રાગથી જુદી જ્ઞાનધારા તેને દેખાતી નથી; કેમકે
તેને પોતાને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન જ નથી, તેથી બીજામાં પણ તે રાગ અને
જ્ઞાનધારાને જુદા દેખી શકતો નથી. સ્વભાવના અવલંબને કામ કરનારી જ્ઞાનધારા,
રાગ વગરની શુદ્ધ છે, અને તે મોક્ષનું કારણ છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, અને પર્યાય પણ
તેના અવલંબને શુદ્ધ,–આવા દ્રવ્ય પર્યાય અભેદ છે. સમ્યગ્દ્રષ્ટિ ધ્રુવના ધ્યેયે નિર્મળ
પર્યાયરૂપે પરિણમ્યો ત્યાં રાગ તેના વિષયમાં ન રહ્યો. ધ્રુવના અવલંબને થયેલી
નિર્મળપર્યાય રાગરહિત જ કાર્ય કરે છે. સ્વપરિણતિ છે તે પરપરિણતિથી રહિત જ છે.
ચોથા ગુણસ્થાનથી પણ જેટલી સ્વભાવમાં એકાગ્રતારૂપ સ્વપરિણતિ છે તેમાં સમસ્ત
રાગાદિ પરપરિણતિનો અત્યંત અભાવ છે. શુદ્ધતામાં અશુદ્ધતા કેવી? વીતરાગ
મોક્ષમાર્ગમાં રાગ કેવો? રાગમાં રાગ છે, તે સમયે જ ધર્મીની સ્વપરિણતિ તો રાગ
વગરની જ છે. રાગ હોવા છતાં તેને અભૂતાર્થ કરીને, ભૂતાર્થ સ્વભાવના અવલંબને
ધર્મીની સમ્યગ્દર્શનાદિ નિર્મળપરિણતિ રાગનો અભાવ કરતી મોક્ષ તરફ દોડી જાય છે.
(जय हो....)
જુઓ ભાઈ, આ વાત સમજીને અંતરમાં અનુભવ કરવા જેવી છે. જિનાગમનું
જ્ઞાન તેને કહેવાય કે શુદ્ધાત્માને ધ્યેય બનાવીને તેમાં શ્રુતજ્ઞાનનું લક્ષ એકાગ્ર થાય.
આવા જ્ઞાન વગર એકલી શાસ્ત્રભાષાથી ચર્ચા કરવા જાય તો પાર નહીં આવે; અંદરમાં
અનુભવગમ્ય કરી લ્યે તો જ પત્તો ખાય તેમ છે. ભાષાવડે પત્તો ન ખાય. ભાષાજ્ઞાન તે
જ્ઞાન નથી, અંતરની જ્ઞાનચેતનાથી પ્રગટેલું જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે.
ભરતક્ષેત્રમાં અત્યારે જ્ઞાન કેટલું?–એમ એકવાર ચર્ચા થયેલી, ત્યારે કહ્યું કે–
અંતરની જ્ઞાનચેતના વડે જ્ઞાનસ્વભાવને જાણનાર જીવને ઊંચામાં ઊંચી જેટલી
જ્ઞાનપર્યાય હોય તેટલું જ જ્ઞાન વિદ્યમાન છે; બાકીનું વિચ્છેદ છે. ભલે શબ્દોમાં લખેલું
પડ્યું હોય પણ તેનો ભાવ જાણનારા જીવો ન હોય તો તે જ્ઞાનને વિદ્યમાન કહેતા નથી.
જ્ઞાન તો આત્માના આશ્રયે છે, કાંઈ શબ્દોના આશ્રયે નથી.
શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ પારિણામિકભાવની દ્રષ્ટિથી ચારગતિમાં
ઊપજવું ને મરવું–તે જીવને નથી. જીવનો જે ધ્રુવસ્વભાવ છે તે કાંઈ ઊપજતો કે મરતો
નથી; તેને બંધ–મોક્ષ પણ નથી. બંધ–મોક્ષ પર્યાયમાં છે, આખો જીવસ્વભાવ બંધ–
મોક્ષરૂપ નથી.

PDF/HTML Page 37 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩પ :
સ્વાનુભૂતિરૂપ આનંદના અભાવમાં જીવ જન્મ–મરણાદિને કરે છે તથા કર્મોને
બાંધે છે. જો પોતાના ચિદાનંદ સ્વભાવની સ્વાનુભૂતિરૂપ પરિણામ હોય તો તેને
શુભાશુભભાવ થતા નથી, ને જન્મ–મરણ પણ થતા નથી. આવું શુદ્ધોપયોગરૂપ
સ્વાનુભૂતિનું પરિણમન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. નિજઘરમાં આવેલો આત્મા,
જેને અનુભૂતિ થઈ, સમ્યગ્દર્શન થયું તે શુદ્ધોપયોગ પરિણતિ વડે મોક્ષને કરે છે.–પણ
આ કરવાપણું પર્યાયમાં છે, દ્રવ્યપણે તો જીવ શાશ્વત છે, તેને કરવાપણું નથી. આવો
શુદ્ધજીવ જેણે સ્વાનુભૂતિ વડે ઉપાદેય જાણ્યો તે શુદ્ધોપયોગવડે પર્યાયમાં મોક્ષને કરે છે.
પરમાત્મપ્રકાશ ૬૮ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે–યદ્યપિ શુદ્ધાત્મઅનુભૂતિના
અભાવમાં આત્મા શુભાશુભ ઉપયોગરૂપ પરિણમતો થકો જીવન–મરણને તથા
શુભાશુભકર્મબંધને કરે છે, તથા શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ થતાં તે શુદ્ધોપયોગરૂપ
પરિણમતો થકો મોક્ષને કરે છે; તોપણ શુદ્ધપારિણામિક પરમભાવગ્રાહક એવા
શુદ્ધદ્રવ્યાર્થિક નય વડે તે બંધ–મોક્ષનો કર્તા નથી. આ સાંભળીને શિષ્ય પૂછે છે કે હે
પ્રભો! શુદ્ધદ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધ નિશ્ચયવડે જીવ મોક્ષનો પણ કર્તા નથી, એટલે
શુદ્ધનયથી મોક્ષ નથી, અને જો મોક્ષ નથી તો તેનું અનુષ્ઠાન (યત્ન) પણ વૃથા છે તેનું
સમાધાન:– મોક્ષ છે તે બંધપૂર્વક છે; શુદ્ધનિશ્ચયથી જીવને બંધન નથી એટલે બંધથી
છૂટવારૂપ મોક્ષ શુદ્ધનિશ્ચયથી નથી. જો શુદ્ધનિશ્ચયથી પણ જીવને બંધન હોય તો તો
સદાય બંધન જ રહે, બંધનનો અભાવ કદી થાય જ નહીં. આ અર્થનું દ્રષ્ટાંત કહે છે: એક
પુરુષ સાંકળથી બંધાયેલો છે, અને બીજો એક પુરુષ બંધનરહિત છે; તેમાં જે પહેલાં
બંધાયેલો છે તેને તો ‘તમે છૂટયા’ એવો વ્યવહાર લાગુ પડે છે; પણ બીજો પુરુષ–કે જેને
બંધન હતું જ નહીં–તેને, ‘તમે છૂટયા’ એમ કહેવું તે ઠીક નથી.–ઊલ્ટો તે કોપ કરે કે
ભાઈ! હું બંધાયો’ તો જ ક્યારે?–કે તું મને છૂટો થવાનું કહે છે! તેમ જીવને પર્યાયમાં
સ્વાનુભૂતિના અભાવે બંધન છે, અને પર્યાયમાં સ્વાનુભૂતિવડે બંધનથી છૂટીને મોક્ષ
થાય છે;–આ રીતે પર્યાયમાં બંધ–મોક્ષ તથા મોક્ષનો પ્રયત્ન ઘટે છે; પણ શુદ્ધનિશ્ચયથી
જોતાં જીવને બંધન નથી, એટલે બંધથી છૂટવારૂપ મોક્ષ પણ શુદ્ધનિશ્ચયનયમાં નથી. આ
રીતે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત જીવને મુક્તજીવસમાન પોતાનો શુદ્ધઆત્મા
ઉપાદેય છે, એમ ભાવાર્થ છે.
ઉપાદેય કરવો એટલે તેમાં તન્મય થઈને અનુભવ કરવો. માત્ર ધારણાથી કે
વિકલ્પથી કહે તેની વાત નથી; સમયસારની છઠ્ઠી ગાથામાં પણ કહ્યું છે કે જ્ઞાયક–

PDF/HTML Page 38 of 44
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
સ્વભાવને પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે જ્યારે ઉપાસ્યો એટલે કે અનુભવમાં લીધો
ત્યારે તે આત્માને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે. જ્ઞાયકસ્વભાવને ‘શુદ્ધ’ કહ્યો,–પણ કિસકો?
સબકો નહીં; જેણે અંતરની સ્વાનુભૂતિવડે તેને ઉપાસ્યો તેને જ શુદ્ધ કહ્યો.
દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધ છે પણ જ્યારે તે દ્રવ્યસ્વભાવનું લક્ષ કર્યું ત્યારે ‘આ શુદ્ધ છે’ એમ
અનુભવમાં આવ્યું, તેને જ શુદ્ધાત્માની ઉપાસના કહેવાય છે, અને તેણે જ
સ્વાનુભૂતિવડે શુદ્ધાત્માને ઉપાદેય કર્યો છે. ગુરુએ કહ્યું કે શાસ્ત્રમાં કહ્યું માટે માની લીધું–
એ યથાર્થ નથી, પોતે અંતર્મુખ થઈને પોતાના વેદનમાં આવ્યા વગર ‘શુદ્ધ છું’ એમ કઈ
રીતે માન્યું? પોતે સ્વાનુભૂતિ વડે ત્રિકાળ સ્વભાવને દ્રષ્ટિમાં લઈને શુદ્ધનો અનુભવ
કર્યો ત્યારે આત્માને અભેદપણે શુદ્ધ કહ્યો. માત્ર શુદ્ધની કે ધ્રુવની વાત કરે કે સાંભળીને
ધારી લ્યે તેથી તેને શુદ્ધ નથી કહેતા. જેણે સ્વસન્મુખ થઈને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરી
તે શુદ્ધના અનુભવ દ્વારા ‘આખું દ્રવ્ય આવું શુદ્ધ છે’ એમ શુદ્ધને પ્રતીતમાં લ્યે છે. આવી
સ્વાનુભવ સહિતની પ્રતીત તે જ સાચી પ્રતીત છે. બધા જીવો શુદ્ધ સિદ્ધસમાન છે,–પણ
તે જાણ્યું કોણે?–જે પોતે શુદ્ધપર્યાયરૂપે પરિણમ્યો તેણે આત્માને શુદ્ધ જાણ્યો; ને તેને જ
ખરેખર ‘શુદ્ધ’ કહેવાય છે.
શુદ્ધદ્રવ્યસ્વભાવ છે–એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ તે શુદ્ધતા પ્રગટી,
એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ થયા. તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે
પર્યાયને આત્મારૂપ કહ્યા છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયની ગાથા ૨૨, ૩પ તથા ૩૯ માં
અમૃતચંદ્રસ્વામીએ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્ર ત્રણેને આત્મારૂપ કહ્યા
છે. એટલે વિકલ્પરૂપ શ્રદ્ધા વગેરેને ખરેખર સમ્યગ્દર્શનાદિ કહેતાં નથી; પણ
‘આત્મારૂપ’ એટલે કે આત્માની સન્મુખ થઈને પ્રગટેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ
યથાર્થ છે; તે જ મોક્ષનું કારણ છે.
(– વિશેષ આવતા અંકમાં વાંચશોજી)
રાક્ષસ એ દેવ છે
રાક્ષસ, ભૂત વગેરે નામ સાંભળતાં સામાન્યપણે
ભયાનકતાનો આભાસ થાય છે; વાસ્તવમાં તો રાક્ષસ ને ભુત એ
દેવો છે. વ્યન્તરજાતના દેવોમાં રાક્ષસ અને ભૂત વગેરે આઠ પ્રકાર છે.
આ રાક્ષસો કે ભૂત કદી માંસ ખાતા નથી. રાવણ પણ મનુષ્ય
હતો, તે માંસાહારી ન હતો.

PDF/HTML Page 39 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
સાચા દેવ–ગુરુ પાસે
આવીને જીવે શું કરવું?
સમ્યક્ત્વ વડે આત્માના આનંદના
અનુભવ વિના તારું દુઃખ મટશે નહીં.
જીવના કલ્યાણને માટે જ્ઞાની ઉપદેશ આપે છે કે આત્મ–હિતના અભિલાષી
મુમુક્ષુ જીવો ગૃહીત–અગૃહીત મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડીને, અને શુદ્ધ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અંગીકાર કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગો;
પરાશ્રયભાવરૂપ આ સંસારમાં ભટકવાનું છોડો, મિથ્યાત્વાદિ ભાવોનું સેવન
છોડો......સાવધાન થઈને આત્માને રત્નત્રય ધર્મની આરાધનામાં જોડો.
કુંદકુંદસ્વામી નિયમસારમાં કહે છે કે–
મિથ્યાત્વ–આદિક ભાવ રે! ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. (૯૦)
અરે જીવ! હવે એવા મિથ્યાત્વાદિ દુઃખદાયી ભાવોને છોડ, ને આત્માના
કલ્યાણના માર્ગમાં લાગી જા. અરે, હું તો દેહથી ને રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છું–
એમ શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરીને આત્મહિતમાં લાગી જા. ભાઈ! આવું મનુષ્યપણું
પામીને તેં આત્માને મેળવ્યો કે નહીં? તારા આત્માનો ઉદય તેં કર્યો કે નહીં? કે પારકી
ચિન્તામાં જ જીવન વીતાવ્યું? અરે, અત્યાર સુધી આત્માને ભૂલીને મિથ્યાભાવોના
સેવન વડે પોતે પોતાનું અહિત કર્યું; અને તેમાંય કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી તો
આત્માનું ઘણું જ અહિત થયું ને દુઃખ ભોગવ્યું. માટે હે જીવ! તું સાચા દેવ–ગુરુ–ધર્મને
ઓળખીને સમ્યક્ત્વાદિ ભાવો પ્રગટ કર.–એમ કરવાથી તારું પરમ હિત થશે.
અરે, ઘણા જીવો તો એવા છે કે ભગવાને કહેલા વીતરાગ વિજ્ઞાનને તો
ઓળખતા નથી, અને મૂઢતાને લીધે એમ સમજે છે કે અમે કંઈક તત્ત્વજ્ઞાન કરીએ
છીએ,–પણ ઊલ્ટું કુગુરુઓના નિમિત્તથી વિપરીત વિચારમાં જ શક્તિ ગુમાવીને
મિથ્યાત્વને પુષ્ટ કરે છે. એવા જીવોને તો સમ્યગ્દર્શન વગેરેની પ્રાપ્તિનો અવકાશ જ
નથી.

PDF/HTML Page 40 of 44
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
હવે કદાચિત્ થોડીક વિવેકબુદ્ધિ પ્રગટ કરે ને કુદેવ–કુગુરુ–કુધર્મ પાસેથી પણ
છૂટીને સાચા વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પાસે આવે, તો ત્યાં પણ તે દેવ–ગુરુ શુદ્ધાત્માના
અનુભવનો જે નિશ્ચય ઉપદેશ આપે છે તેને તો તે ઓળખતો નથી, ને માત્ર
વ્યવહારશ્રદ્ધા કરીને, ખરેખર અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે, જોકે તેને મિથ્યાત્વાદિની મંદતા
થઈ છે તે અપેક્ષાએ દુઃખ પણ મંદ છે, પણ સમ્યગ્દર્શન વડે આત્માના આનંદનો
અનુભવ થયા વગર દુઃખ કદી મટે નહિ; મંદ તીવ્ર થયા કરે પણ તેનો અભાવ ન થાય;
માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સિવાય જીવ બીજા જે ઉપાય કરે તે બધા જુઠ્ઠા છે. સાચો
ઉપાય શું છે? કે વીતરાગ–વિજ્ઞાન, એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
અરે, જીવને પોતાને પ્રત્યક્ષ જે દુઃખ વેદાઈ રહ્યું છે તે પોતાનું દુઃખ પણ જેને ન
ભાસે, તો બીજા તેને કઈ રીતે બતાવશે? પોતાના પરિણામ જોવા જેટલી ધીરજ ને
વિશુદ્ધતા હોવી જોઈએ. ભાઈ, જરાક ધીરો થઈને અંતરમાં વિચાર કે શાસ્ત્રો જે દુઃખોનું
વર્ણન કરે છે એવું દુઃખ તારામાં વેદાય છે કે નહિ? તારાં દુઃખને અને દુઃખનાં કારણોને
જાણ, અને તેનાથી છૂટવા આ મનુષ્યજીવનને ધર્મસાધનામાં લગાવ, તો તને મોક્ષસુખ
મળશે. મોક્ષસુખ મનુષ્યપણામાં જ સાધી શકાય છે; પણ જો મોક્ષસાધનને બદલે
વિષયોમાં જ મનુષ્યપણું ગુમાવી દઈશ તો તું પસ્તાઈશ.
અરે, શ્રીગુરુ વારંવાર સમજાવે છે પણ જીવ સમ્યક્ પરિણમન કરતો નથી, અંદર
ઊંડો વિચાર જ કરતો નથી. ભાઈ, નિજહિત કેમ થાય તેની તું વિચારણા કર.
મોક્ષમાર્ગપ્રકાશકમાં પં. ટોડરમલ્લજી કહે છે કે–‘ભલું થવા યોગ્ય હોવાથી જીવને એવો
વિચાર આવે છે કે હું કોણ છું? ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે? મરીને ક્્યાં જઈશ?
મારું સ્વરૂપ શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને જે આ ભાવો થાય છે તેનું ફળ
શું આવશે? તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે?
આટલી વાતનો નિર્ણય કરીને જેથી પોતાનું હિત થાય તે જ કરવું’–આમ વિચારપૂર્વક તે
જીવ ઉદ્યમવંત થાય છે. અતિ પ્રીતિપૂર્વક શ્રવણ કરીને ગુરુએ કહેલા વસ્તુસ્વરૂપને
પોતાના અંતરમાં વારંવાર વિચારે છે; અને સત્ય સ્વરૂપનો નિશ્ચય કરીને તેમાં ઉદ્યમી
થાય છે.....ને આ રીતે વીતરાગવિજ્ઞાન વડે પોતાનું કલ્યાણ સાધે છે. માટે હે જીવો!
વીતરાગી દેવ–ગુરુનો ઉપદેશ પામીને, પોતાના કલ્યાણ માટે સાચા આત્મતત્ત્વનો
નિર્ણય કરો.