Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૨૩
પંચપરમેષ્ઠી ભગવંતો અને સર્વે સાધકધર્માત્માઓ
વીતરાગભાવની આરાધનાપૂર્વક આપણને પણ એ જ માર્ગ
બતાવીને પરમ ઉપકાર કરી રહ્યા છે....પરમવત્સલતાથી
તેઓ આપણને ક્રોધ અને આત્માનું પૃથક્કરણ કરાવીને પરમ
ક્ષમાધર્મની આરાધના શીખવે છે.
આવા પરમ ઉપકારી સન્તોનો ઉપકાર શબ્દોમાં
સમાઈ શકે નહીં; આત્માના અસંખ્યપ્રદેશ ખોલીને તેમાં
સન્તોએ બતાવેલા વીતરાગી ક્ષમાભાવને ભરી દઈએ ને
ક્રોધના કોઈ અંશને તેમાં રહેવા ન દઈએ...આવી આરાધના
એજ સાચી ઉત્તમક્ષમા છે. એક જ ધર્મને સાધનારા આપણે
સૌ સાધર્મીઓ પરસ્પર પરમ પ્રીતિથી આવી ક્ષમાના
આરાધક બનીએ.

તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર
સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ ભાદરવો (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૧૧

PDF/HTML Page 2 of 44
single page version

background image
ઉત્તમ ક્ષમા ગ્રહો રે ભાઈ!
ઉત્તમક્ષમાદિ દશધર્મની પરિ–ઉપાસના તેનું નામ પર્યુષણ
૧. પીંડેં દુષ્ટ અનેક, બાંધ–માર બહુવિધિ કરેં, ધરિયે ક્ષમા વિવેક, કોપ ન કીજે જીયરા
૨. માન મહા વિષરૂપ, કરે નીચગતિ જગતમેં, કોમલ સુધા અનૂપ, સુખ પાવે પ્રાણી સદા
૩. કપટ ન કીજે કોય, ચોરનકે પુર ના વસે, સરલ સુભાવી હોય, તાકે ઘર બહુ સંપદા
૪. કઠિન વચન મત બોલ, પરનિંદા અરુ જૂઠ તજ, સાંચ જવાહર ખોલ, સત્વાદી જગમેં સુખી
પ. ધારિ હિરદે સંતોષ, કરો તપસ્યા દેહસોં, શૌચ સદા નિરદોષ, ધરમ બડો સંસારમેં
૬. કાય છહોં પ્રતિપાલ, પંચેન્દ્રિય મન વશ કરો, સંયમ રતન સંભાળ, વિષય ચોર બહુ ફિરતે હૈં
૭. તપ ચાહે સુરરાય, કરમશિખરકો વજ્ર હૈ, દ્વાદશવિધિ સુખદાય, ક્યોં ન કરે નિજશક્તિસમ
૮. દાન ચાર પરકાર, ચાર સંઘકો દીજિયે, ધન બિજલી ઉનહાર નરભવ લાહો લીજિયે
૯. પરિગ્રહ ચોવીસ ભેદ, ત્યાગ કરેં મુનિરાજજી, તૃષ્ણા ભાવ ઉછેદ, ઘટતી જાન ઘટાઈએ
૧૦. શીલ વાડ નૌ રાખ, બ્રહ્મભાવ અંતર લખો, કરિ દોનોં અભિલાષ કરો સફળ નરભવ સદા
દશલક્ષણધર્મધારક રત્નત્રયવંત નિર્ગ્રંથગુરુ મુનિભગવંતોને નમસ્કાર.

PDF/HTML Page 3 of 44
single page version

background image

દીવાળી સુધીનું
વીર સં. ૨૪૯૬
લવાજમ ભાદરવો
ચાર રૂપિયા 1970 Sept.
* વર્ષ ૨૭: અંક ૧૧ *
________________________________________________________________
આનંદપૂર્વક ક્ષમાધર્મની આરાધના
(ભાદરવા સુદ પાંચમના પ્રવચનમાંથી)
આજે દશલક્ષણ ધર્મનું પર્વ શરૂ થાય છે; પહેલો દિવસ ઉત્તમ ક્ષમાનો છે.
ઉત્તમક્ષમા ક્યારે થાય? કે જેણે પર્યાયને અંતરમાં વાળીને આનંદસ્વરૂપ આત્માનો પત્તો
મેળવ્યો છે, તે જીવ તે આનંદધામમાં રમણતા કરે, ત્યારે બહારની ગમે તેવી
પ્રતિકૂળતામાંય ક્રોધભાવ ઉત્પન્ન ન થાય,–આવી ઉત્તમક્ષમા છે. ચારિત્રધર્મમાં
ઉત્તમક્ષમાદિ સમાય છે. દશધર્મની શરૂઆતમાં કહે છે કે–જે રત્નત્રયયુક્ત છે તથા નિત્ય
ક્ષમાદિ ભાવરૂપ પરિણત છે અને સર્વત્ર જેને મધ્યસ્થભાવ છે એવા સાધુ તે પોતે ધર્મ
છે.
ક્રોધ વગરનો શાંત–શાંત સ્વભાવ અનુભવમાં આવ્યા વગર સાચી ક્ષમા પ્રગટે
નહીં. આત્માના અનુભવ ઉપરાંત ચારિત્રમોહનો પણ નાશ કરીને તેમાં એવી લીનતા
પ્રગટે કે–
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
–આવી ઉત્તમક્ષમામાં આત્માનો અતીન્દ્રિય આનંદ છે. આનંદપૂર્વકની આ
ઉત્તમક્ષમા છે, ને તે મોક્ષનું કારણ છે. દશ પ્રકારનો જે ધર્મ છે તે આનંદથી ભરપૂર છે, તે
શુદ્ધ ચેતનારૂપ છે. જે વિકલ્પ ઊઠે તે તો દુઃખ છે, તે કાંઈ ધર્મ નથી. અહીં કહે છે કે હે
જીવ! આત્માનો આનંદ જેમાં છે એવા આ વીતરાગ દશધર્મોને તું પરમ ભક્તિથી જાણ!
આવા ધર્મને જાણીને પરમભક્તિથી તેની આરાધના કર.

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
અહો! આ ઉત્તમક્ષમાદિ મારા આત્માના પરમ હિતકાર છે, તે સુખ દેનાર છે.
મારા સ્વભાવના આ દશ ધર્મો તે મારા આત્માને આનંદ દેનાર છે. –આમ અત્યંત
ધર્માનુરાગથી દશ ધર્મોને જાણવા અને આરાધવા.
પ્રથમ ઉત્તમક્ષમાધર્મની વાત કરે છે–
(કાર્તિકસ્વામીરચિત દ્વાદશઅનુપ્રેક્ષા ગાથા ૩૯૪)
મનુષ્યો–દેવો–પશુઓ કે અચેતનકૃત ગમે તેવા ઘોર ભયાનક ઉપસર્ગ થાય
તોપણ જેમનું ચિત્ત જરાપણ ક્રોધથી તપ્ત થતું નથી તેમને નિર્મળ ક્ષમા હોય છે.
સુકુમારમુનિ, સુકૌશલમુનિ, પાંડવમુનિવરો, પારસનાથ મુનિરાજ વગેરેએ પશુ–મનુષ્ય
કે દેવકૃત ઉપસર્ગ સહન કરીને ક્ષમાધર્મની આરાધના કરી છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ આ દ્વાદશઅનુપ્રેક્ષા વાંચી હતી, તેથી ‘અપૂર્વ અવસર’ માં
પણ કહ્યું કે ‘બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં.’
હું તો જ્ઞાનસ્વભાવ છું, મારા સ્વભાવમાં શાંત અકષાય ચૈતન્યરસ ભર્યો છે;
તેના વેદનસહિત ઉત્તમક્ષમા તે આનંદકારી છે. ‘હું તો આનંદ છું મારા આનંદમાં
પ્રતિકૂળતા કરનાર જગતમાં કોઈ છે નહીં’–આમ આનંદમાં રહેતાં ખેદની ઉત્પત્તિ જ
થતી નથી. ક્રોધ વડે કોઈ જીવ કદાચ શરીરને ઘાતે, પણ મારા ક્ષમાધર્મને કોઈ હણી
શકે નહીં–એમ દેહથી ભિન્ન પોતાના સ્વભાવની ભાવના વડે ધર્માત્માઓને ક્ષમાધર્મ
હોય છે.
આ ક્ષમા મુખ્યપણે મુનિને હોય છે, ને શ્રાવકને પણ તેનો એકદેશ હોય છે.
શ્રાવક પણ ધર્માત્મા છે, ધર્મનો પંથ પકડીને તે આનંદધામના રસ્તે ચાલે છે.
પુરુષાર્થસિદ્ધિ–ઉપાયમાં કહે છે કે જેટલા ધર્મો મુનિના છે તે બધા ધર્મોનો અંશ શ્રાવકને
પણ હોય છે. પણ એમ નથી કે મુનિને જ ધર્મ હોય ને શ્રાવકને ધર્મ ન હોય. શ્રાવકોએ
પણ ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક ઉત્તમક્ષમાદિ ધર્મોની આરાધના કરવી. આ ધર્મની
આરાધના પર્યુષણના દિવસોમાં જ થાય એમ કાંઈ નથી, તે તો ગમે ત્યારે જીવ જ્યારે
કરે ત્યારે થાય છે. કોઈપણ ક્ષણે જીવ ધર્મની આરાધના કરીય શકે છે. આત્માના
આનંદપૂર્વક ગજસુકુમાર આદિ મુનિવરોએ ઉત્તમક્ષમાને આરાધી. દેહ અગ્નિથી ભસ્મ
થતો હતો, પણ તે જ વખતે આત્મા તો શાંતરસના શેરડામાં મગ્ન હતો, ક્ષમામાં દુઃખ
નથી, ક્ષમામાં તો અતીન્દ્રિય આનંદના ઘૂંટડા છે.

PDF/HTML Page 5 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
ક્ષમાનો–ઉપદેશ આપતાં કહે છે કે હે જીવ! બહારમાં પ્રતિકૂળતાનો પ્રસંગ આવે
ને તે તરફ લક્ષ જાય તો તેને ક્રોધનું નિમિત્ત ન બનાવતાં એમ વિચારીને ક્ષમા રાખવી
કે–નિંદા વગેરે કરનાર જે દોષ કહે છે તેવા દોષ જો મારામાં વિદ્યમાન હોય તો તે શું
ખોટું કહે છે?–મારા દોષ મારે ટાળવા જોઈએ; તે દોષ બતાવીને તે ઉપકાર જ કરે છે.
અને મારામાં ન હોય એવા દોષ જો કહેતો હોય તો એ તો એનું અજ્ઞાન થયું; તેમાં મને
શું નુકશાન થયું?–મારે ક્રોધ કરીને શા માટે દુઃખી થવું? કોઈ નિંદે–મારે કે પ્રાણ હરે
તોપણ તે કાંઈ મારા સમ્યક્ત્વાદિ ધર્મનો તો નાશ નથી કરતો. આવી ભાવના વડે
ધર્મી–મુનિવરો પ્રાણ જાય તોપણ ક્ષમાધર્મથી ચ્યુત થતા નથી ને ક્રોધ કરતા નથી, તેમને
ક્ષમાની આરાધના છે.
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવ વસ્તુસ્વરૂપ બતાવતાં કહે છે કે ભાઈ,
નિન્દા–પ્રશંસાના શબ્દો, કે સ્પર્શ–રસ વગેરે પદાર્થો કાંઈ તને રાગ–દ્વેષ કરાવતા
નથી; તે પદાર્થો તને કહેતા નથી કે તું અમારી સામે જોઈને રાગ કે દ્વેષ કર; તેમજ
તારો આત્મા પણ તે પદાર્થોમાં જતો નથી.–આ રીતે અત્યંત ભિન્નતા હોવાથી,
આત્મા પરદ્રવ્યો પ્રત્યે અત્યંત ઉદાસીન છે; તેને જાણતાં રાગ–દ્વેષ કરે એવો
આત્માનો સ્વભાવ નથી. જેમ દિવાના પ્રકાશમાં કોઈ શુભ હો કોઈ અશુભ હો,–પણ
દીવો તો તેના પ્રત્યે રાગ કે દ્વેષ કરતો નથી, તે તો પોતાના પ્રકાશક–સ્વભાવથી
પ્રકાશ્યા જ કરે છે. તેમ જ્ઞાનનો સ્વભાવ–સ્વ–પર પ્રકાશક છે; તેના જ્ઞાનપ્રકાશમાં
નિંદાના શબ્દો પરિણમે કે પ્રશંસાના શબ્દો પરિણમે, પણ જ્ઞાનપ્રકાશનો સ્વભાવ
તેમાં દ્વેષ કે રાગ કરવાનો નથી, તે તો પોતાના પ્રકાશકસ્વભાવમાં જ વર્તે છે.–
આવા જ્ઞાન સ્વભાવને જાણતાં જીવ ઉપશમભાવને પામે છે. આવા ઉપશમભાવનો
અનુભવ થતાં ક્રોધાદિનો અભાવ થઈ ગયો, તે જ ઉત્તમ એટલે કે વીતરાગી ક્ષમા
ધર્મ છે. જ્ઞાનનું જ્ઞાનસ્વરૂપમાં સ્થિર રહેવું ને તેમાં ક્રોધાદિ વિક્રિયા ન થવી તે જ
ક્ષમાધર્મની ઉપાસના છે; ને આવી ક્ષમા તે આનંદની દાતાર છે.
આનંદકારી ક્ષમાધર્મનો જય હો.

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
આત્માના આનંદને કેવી રીતે સાધવો?
આત્માને ધ્યાવવો હોય તો પરની ચિંતાનો બોજો ઉતારી નાંખ,
અને આત્માની વીરતા પ્રગટ કર...ધર્મ સાધવાની આ મોસમ છે.
* [અષ્ટપાહુડ–મોક્ષપ્રાભૃતના પ્રવચનોમાંથી] *
આત્માના સ્વભાવમાં દોષ નથી, આત્માનો અસલ સ્વભાવ અનંત જ્ઞાન–
આનંદ ગુણસંપન્ન છે; પણ પર્યાયમાં દોષ છે, તે દોષનો અભાવ થઈને શુદ્ધદશા
પ્રગટે તેનું નામ સુખ અને તેનું નામ મોક્ષ. આવી મોક્ષદશા કેમ પ્રગટે? કે જીવ–
અજીવની વિભક્તીને એટલે કે ભિન્નતાને જાણીને, શુદ્ધઆત્માના ધ્યાન વડે પુણ્ય–
પાપનો પરિહાર કરતાં ઉત્તમ વીતરાગીસુખ પ્રગટે છે; આત્માનો આનંદ જેને
જોઈતો હોય તેણે ક્રોધાદિ દોષથી રહિત નિર્મળ સ્વભાવને ધ્યાવવો.
જેના મતમાં જીવ–અજીવની ભિન્નતાનું ભાન નથી, તેનાં દ્રવ્ય–ગુણ–
પર્યાયને જે ઓળખતો નથી, તેને આત્માનું ધ્યાન હોતું નથી. વસ્તુની જેને ખબર જ
નથી તેને ધ્યાન કેવું? તેથી કહે છે કે જિનમતઅનુસાર જીવ–અજીવના યથાર્થ
સ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે, અને પછી શુદ્ધ જીવસ્વભાવમાં એકાગ્ર થઈને પુણ્ય–
પાપનો પરિહાર કરે, એ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે સુશોભિત આત્મા
ઉત્તમસુખરૂપ મોક્ષને સાધે છે.
આત્માનું ધ્યાન કોણ કરી શકે? પ્રથમ તો યથાર્થ વસ્તુસ્વરૂપ નક્કી કરીને
જેણે મિથ્યાત્વશલ્ય કાઢી નાંખ્યું છે, તે પરથી વિમુખ અને સ્વની સન્મુખ થઈને
આત્માને ધ્યાવે છે. જેને પરની ચિંતાનો પાર નથી તેને સ્વનું ધ્યાન ક્યાંથી થાય?
જેનો ઉપયોગ જ પરની ચિંતામાં રોકાયેલો છે તેનો ઉપયોગ આત્મા તરફ ક્યાંથી
વળશે? માટે કહે છે કે નિશ્ચિંત અને નિભૃત પુરુષો વડે જ આત્મા સધાય છે. પરની
ચિંતાનો બોજો જેણે જ્ઞાનમાંથી કાઢી નાંખ્યો છે, મારા જ્ઞાનમાં પરનું કામ નથી,
પરનો બોજો નથી, અને ક્રોધાદિ પરભાવો પણ મારા ચૈતન્ય–પિંડમાં નથી,–આમ
જ્ઞાનમાંથી

PDF/HTML Page 7 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : પ :
પરદ્રવ્યોની ચિંતાને અને પરભાવોના બોજાને ખંખેરી નાંખીને, શુદ્ધજ્ઞાન વડે
ધર્મીજીવ આત્માને ધ્યાવે છે, ને ધ્યાનમાં તે અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
જેને ક્રોધ–માન–માયા–લોભની તીવ્રતા હોય, તેમાં જ જેનો ઉપયોગ રોકાઈ
ગયો હોય તે જીવ સ્વભાવનો રસ લગાડયા વિના તેમાં ઉપયોગને કઈ રીતે
જોડશે? અરે, ચિદાનંદસ્વભાવ સર્વ દોષ વગરનો નિર્દોષ ભગવાન, તેમાં જેનો
ઉપયોગ વળે તેને ક્રોધાદિ કષાયોનો રસ કેમ રહે? આવા સ્વભાવનો જેને પ્રેમ છે
તેને ગૃહસ્થપણામાંય ક્્યારેક ક્્યારેક સ્વરૂપમાં ઉપયોગ થંભી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવમાં પરમ આનંદ અનુભવાય છે.
અજ્ઞાની જીવો પોતાના ઉપયોગને ક્રોધાદિ પરભાવોમાં એકાગ્ર કરે છે; ને
જ્ઞાની ક્રોધથી ભિન્ન એવા ચેતનસ્વભાવમાં ઉપયોગને એકાગ્ર કરે છે. શુભરાગમાં
ઉપયોગની એકતાની જેને બુદ્ધિ છે તેને પણ ક્રોધમાં જ એકાગ્રતા છે, ઉપયોગમાં
એકાગ્રતા નથી. જ્ઞાનીને ક્રોધ વખતેય ક્રોધમાં એકતાની બુદ્ધિ નથી, તેનાથી ભિન્ન
એવા ઉપયોગને જ તે સ્વપણે અનુભવે છે. અરે, આવું ભેદજ્ઞાન પણ જે ન કરે ને
પરભાવના અગ્નિમાં શાંતિ માને, તે તેનાથી છૂટીને આત્માને ક્યારે ધ્યાવે? અને
ક્યારે તે સાચી શાંતિને પામે? રૂદ્રપરિણામમાં રોકાયેલો જીવ સિદ્ધિસુખને ક્્યાંથી
દેખે? રાગની ભાવનાવાળો વિષયોમાં મગ્ન જીવ ચૈતન્યગૂફામાં પરમાત્મભાવના
કઈ રીતે કરે? સમકિતી દુનિયામાં ગમે ત્યાં હો પણ તે પોતાના ચિદાનંદ
સ્વભાવમાં જ છે, બહારમાં તે ગયા જ નથી, ને રાગાદિ પરભાવમાંય તે ખરેખર
ગયા નથી કેમકે તેમાં તે એકમેક નથી. ગમે તેવી પ્રતિકૂળતાના પહાડ વચ્ચેય આવા
આત્માની શ્રદ્ધા અને પ્રેમ ન છૂટે ત્યારે સમજીએ કે આત્માનો રસ છે. ભાઈ,
બહારની પ્રતિકૂળતા તારામાં છે જ ક્યાં? કે તને નડતર કરે! અને બહારનાં
અનુકૂળ કાર્યો પણ ક્યાં તારા છે કે તું તેનો બોજો અને ચિંતા રાખ? જે વસ્તુ
પોતાની છે જ નહિ, જે વસ્તુમાં પોતાનું અસ્તિત્વ જ નથી, અને જે વસ્તુનું કાર્ય
આત્માનું નથી, તેની ચિંતામાં કે તેના ભયમાં જ્ઞાની કેમ રોકાય? ચિંતાને તો
ચેતનાથી જુદી કરી નાંખી છે. –આવી જ્ઞાનચેતના ધર્મીના અંતરમાં હોય છે; ને
આવી ચેતના વડે જ આત્માનો આનંદ સધાય છે.

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
ભાઈ! તારે આત્માને સાધવો હોય તો તારી ચેતનાને તારા આત્મામાં
સંકેલ... બહારથી ચેતનાને પાછી વાળીને નિજસ્વરૂપની સન્મુખ
કર...નિજસ્વરૂપમાં ચેતનાને એવી તન્મય કર કે જગતની લાખો પ્રતિકૂળતા આવે
તોય તેમાંથી ચલિત ન થાય. જુઓ, આ પાંડવ ભગવંતો...તેમણે શત્રુંજય પર્વત
પર નિજ ધ્યેયના ધ્યાનમાં ચેતનાને એવી એકાગ્ર કરી છે કે બહારમાં શરીર
સળગી જતું હોવા છતાં ધ્યાનથી ડગતા નથી, ને ત્રણ પાંડવો તો તે જ વખતે
કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામે છે. વાહ! આત્માની વીરતા તો જુઓ! મારા
ધ્યાનમાં બીજી ચીજ છે જ ક્યાં–કે મને વિઘ્ન કરે! અતીન્દ્રિય આનંદના અનુભવમાં
મશગુલ આત્માને વિઘ્ન કેવાં, ને દુઃખ કેવાં? સમ્યગ્દર્શન માટે પણ આત્માનું આવું
નિર્વિકલ્પધ્યાન થાય છે ને તે ધ્યાન વખતે દુનિયાનું લક્ષ છૂટી જાય છે.–પછી ભલે
કોઈ બહારના વિકલ્પો આવે, ચિંતા આવે.–પણ તે ધર્મીના અનુભવમાં વિકલ્પ
અને ચિંતાથી ભિન્ન જે આત્મા આવ્યો છે તેની માન્યતા કદી છૂટતી નથી. વજ્ર
પડે તોપણ ધર્મી પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાથી ડગતો નથી, તે શ્રદ્ધામાં વિકલ્પ
અડ્યો જ નથી, તે શ્રદ્ધામાં કોઈ ભયનો પ્રવેશ નથી; તે તો આત્માના આનંદમાં જ
વ્યાપી ગઈ છે. વાહ, જુઓ આ સમ્યગ્દર્શનનો ધર્મ! ભાઈ! અત્યારે તો આવો
ધર્મ સાધવાની મોસમ છે...ધર્મની સાચી કમાણીનો આ અવસર છે.–આ
અવસરને તું ચુકીશ મા. બીજી ચિન્તામાં અટકીશ મા.
* * *
આત્મા આનંદસ્વરૂપ વસ્તુ છે. ક્રોધ–માન–રાગ–દ્વેષાદિ દોષો છે, તે દુઃખરૂપ
છે, પર્યાયમાં આવા જે દોષો છે તેને દુઃખદાયક જાણીને દૂર કર્યા વગર આત્માનો
આનંદ અનુભવમાં આવે નહીં. મારી ચૈતન્યવસ્તુ આનંદથી ભરેલી, તેમાં ક્રોધાદિ
છે જ નહીં–એમ લક્ષમાં લઈને તેનો અનુભવ કરવાનો ઉદ્યમ કરે તેને ક્રોધાદિ દોષ
ટળ્‌યા વગર રહે નહીં. ક્રોધાદિથી ભિન્ન ઉપયોગ સ્વરૂપ આત્માનું જ્યાંસુધી ભાન
ન કરે ત્યાંસુધી જીવને ક્રોધાદિ ટળે નહીં, કેમકે ક્રોધને જ પોતાનું સ્વરૂપ માનીને
તેમાં વર્તે છે. આ તો મોક્ષ–પ્રાભૃત છે; મોક્ષ કેમ થાય તેની આ વાત છે. ચિદાનંદ
તત્ત્વ પોતે આનંદથી ભરપૂર છે, તેમાં પરવસ્તુની આશારૂપ લોભનો એક અંશ
પણ નથી. લોભનો એક

PDF/HTML Page 9 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
અંશ પણ રહે (મોક્ષ કરું એવી ઈચ્છા તે પણ લોભનો પ્રકાર છે–) ત્યાં સુધી મુક્તિ ન
થાય. જ્યાં સાક્ષાત્ આત્માના અનુભવનો આનંદ પ્રગટે ત્યાં કોઈ ઈચ્છા રહેતી નથી;
આવો અનુભવ જ મોક્ષનું કારણ છે. માટે કહ્યું કે વિષય કષાયોથી વિરક્ત થઈને, અને
ક્રોધ–માન–માયા–લોભને પરિહરિને જે પોતાના નિર્મળસ્વભાવને ધ્યાવે છે તે ઉત્તમ
મોક્ષસુખને પામે છે. શુદ્ધ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કહો કે આત્માના નિર્મળ સ્વભાવનું ધ્યાન
કહો, તે મોક્ષનું કારણ છે.
* શ્રાવણ વદ બીજે ગુરુદેવ ખવડાવે છે–
શ્રાવણ વદ બીજના આનંદકારી પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે આત્મા અખંડ ચૈતન્યજ્યોતિ
આનંદથી પરિપૂર્ણ છે; આવો આત્મા હું છું એમ
પહેલાં જ્ઞાનના બળથી નિર્ણય કરવો, અને પછી
સ્વસન્મુખ થવાના તીવ્ર પ્રયત્નથી તે સ્વભાવના
ઘોલનમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં જ
ચંચળ–વિકલ્પના કલ્લોલો દૂર થાય છે ને
સ્વસંવેદન–પ્રત્યક્ષમાં નિર્વિકલ્પ આનંદના
અનુભવરૂપી હલવાનો સ્વાદ આવે છે. લ્યો, આ
સ્વાનુભવરૂપી શીરો. આનંદના પ્રસંગે લોકો શીરો
જમે છે તેમ અહીં આનંદના પ્રસંગે વીતરાગી સંતો
સ્વાનુભવરૂપી આનંદનો શીરો જમાડે છે,
સ્વાનુભવ કેમ કરવો તે રીત (૭૩ મી ગાથામાં)
બતાવી છે.
હું પોતે જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ
સ્વસંવેદનપ્રત્યક્ષ છું–એવા અનુભવનો સ્વાદ કોઈ
અપૂર્વ, ઈન્દ્રિયાતીત છે. પરભાવોથી પાર આવા
અનુભવનો સ્વાદ લેતાંલેતાં ધર્મી જીવો પૂર્ણ
આનંદને સાધે છે.–એમનું જીવન ધન્ય–ધન્ય છે.

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
. मोक्ष प्राभृत
(ભગવાનશ્રી કુંદકુંદસ્વામીરચિત અષ્ટપ્રાભૃતની મૂળગાથાના
આ અર્થ છે. અગાઉ દર્શનપ્રાભૃત–સૂત્રપ્રાભૃત–ચારિત્રપ્રાભૃત–
બોધપ્રાભૃત એ ચાર પ્રાભૃતનાં અર્થ અંક ૩૨૧માં, તથા પાંચમા
ભાવપ્રાભૃતનાં અર્થ અંક ૩૨૨ માં આવી ગયેલ છે; ભાવપ્રાભૃતના
વૈરાગ્યપ્રેરક ભાવો વાંચીને અનેક જિજ્ઞાસુઓએ પ્રસન્નતા વ્યક્ત કરી
છે. છઠ્ઠું મોક્ષપ્રાભૃત જેની ૧૦૬ ગાથા છે તેના અર્થો અહીં આપવામાં
આવ્યાં છે. અંતિમ બે પ્રાભૃત (લિંગપ્રાભૃત તથા શીલપ્રાભૃત)
આવતા અંકે આપીને અષ્ટપાહુડ સમાપ્ત કરીશું.)
૧. કર્મોને ખેરવીને તથા પરદ્રવ્યને છોડીને, જેમણે જ્ઞાનમય આત્મા ઉપલબ્ધ
કર્યો છે, તે દેવને નમસ્કાર હો, નમસ્કાર હો.
૨. એ રીતે, ઉત્કૃષ્ટ અનંત જ્ઞાન–દર્શનમય અને શુદ્ધ એવા તે દેવને નમસ્કાર
કરીને, પરમ યોગીઓને માટે પરમપદરૂપ પરમાત્માનું કથન કરીશ.
૩. યોગમાં સ્થિત યોગી જેને જાણીને, તથા અનવરતપણે દેખીને–ધ્યાવીને
અવ્યાબાધ અનંત–અનુપમ–નિર્વાણને પામે છે.
૪. –તે આત્મા ત્રણ પ્રકારનો છે–પરમ આત્મા, અંર્તઆત્મા અને બહિરાત્મા.
તેમાં અંતરાત્મારૂપ ઉપાયવડે પરમાત્માને ધ્યાવો અને બહિરાત્માને છોડો.
પ. ઈન્દ્રિયોમાં આત્મસંકલ્પ કરે તે બહિરાત્મા છે; આત્મામાં જ આત્મસંકલ્પ કરે તે
અંતરાત્મા છે; અને કર્મ–કલંકથી સર્વથા મુક્ત તે પરમાત્મા છે, તેમને જ દેવ કહેવાય છે.
૬. મલરહિત, શરીરરહિત, ઈન્દ્રિયરહિત, કેવળ, વિશુદ્ધાત્મા, પરમેષ્ઠી, પરમજિન,
શિવંકર અને શાશ્વત એવા સિદ્ધ પરમાત્મા છે.
૭. ત્રિવિધપણે બહિરાત્માને છોડીને, અંતરાત્મામાં આરૂઢ થઈને પરમાત્માને
ધ્યાવવા યોગ્ય છે, એમ જિનવરદેવોએ ઉપદેશ્યું છે.
૮. જે મૂઢદ્રષ્ટિ એટલે કે બહિરાત્મા છે તેનું મન ઈન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થોના
ગ્રહણમાં તત્પર છે, તે નિજસ્વરૂપથી

PDF/HTML Page 11 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
ચ્યુત છે અને નિજદેહને જ આત્મા માને છે.
૯. તે બહિરાત્મા, પોતાના દેહની જેમ બીજાના શરીરને દેખીને, તે અચેતન
હોવા છતાં પ્રયત્નથી તેને પણ પરમભાવે (એટલે કે આત્મારૂપે) ગ્રહણ કરીને ધ્યાવે છે.
૧૦. એ રીતે આત્મસ્વરૂપના અજાણ એવા મનુષ્યો, સ્વના તેમજ પરના
શરીરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન કરે છે અને તેથી સ્ત્રી–પુત્રાદિ પ્રત્યે તેમને મોહની
વૃદ્ધિ થાય છે.
૧૧. જે મિથ્યાજ્ઞાનમાં રત છે અને જેણે મિથ્યાભાવોને ભાવ્યા છે એવો તે
મનુષ્ય (બહિરાત્મા જીવ) મોહના ઉદયથી ફરી ફરીને પણ શરીરને પોતાનું માને છે.
૧૨. જે દેહથી નિરપેક્ષ છે, નિર્દ્વન્દ છે, નિર્મમ છે, નિરારંભ છે અને
આત્મસ્વભાવમાં અત્યંત રત છે, તે યોગી નિર્વાણને પામે છે.
૧૩. પરદ્રવ્યમાં રત જીવ વિવિધ કર્મોથી બંધાય છે અને વિરક્ત જીવ તેનાથી
મુક્ત થાય છે;–આ પ્રમાણે સંક્ષેપથી બંધ અને મોક્ષના કારણનો જિનોપદેશ છે.
૧૪–૧પ. સ્વદ્રવ્યમાં રત શ્રમણ નિયમથી સમ્યગ્દ્રષ્ટિ છે, તે પ્રશંસનીય છે, અને
સમ્યક્ત્વ–પરિણત તે જીવ દુષ્ટ–અષ્ટ કર્મોનો ક્ષય કરે છે.
–પણ જે શ્રમણ પરદ્રવ્યમાં રત છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને મિથ્યાત્વરૂપ
પરિણમતો થકો તે અષ્ટદુષ્ટકર્મોથી બંધાય છે.
૧૬. પરદ્રવ્યમાં રતિથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યમાં રતિથી સુગતિ થાય છે;–
આમ જાણીને હે જીવ! તું સ્વદ્રવ્યમાં રતિ કર, અને અન્યદ્રવ્યોથી વિરત થા.
૧૭–૧૮. આત્મસ્વભાવથી અન્ય જે કોઈ સચિત્ત, અચિત્ત કે મિશ્રિત વસ્તુ છે તે
પરદ્રવ્ય છે,–એવું સત્યસ્વરૂપ સર્વદર્શી ભગવંતોએ કહ્યું છે.
જે અષ્ટ–દુષ્ટકર્મોથી રહિત, અનુપમ, જ્ઞાનશરીરી, નિત્ય અને શુદ્ધ એવો આત્મા
તે સ્વદ્રવ્ય છે,–એમ જિનભગવંતોએ કહ્યું છે.
૧૯. જેઓ સ્વદ્રવ્યને ધ્યાવે છે અને પરદ્રવ્યથી પરાડ–મુખ છે તે ઉત્તમ ચરિત્રવંત
જીવો, જિનવરોના માર્ગમાં અનુલગ્ન છે અને નિર્વાણને પામે છે.
૨૦–૨૧–૨૨. યોગીઓ જિનવરમત–અનુસાર શુદ્ધઆત્માને ધ્યાનમાં ધ્યાવે છે
અને તેના વડે નિર્વાણને પામે છે; જેના વડે નિર્વાણને પામે તેના વડે સુરલોક કેમ ન
પમાય?
જે જીવ ઘણા ભાર સહિત એક

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
દિવસમાં સો યોજન જાય, તે શું પૃથ્વીતળ પર માત્ર અર્ધો ગાઉ જવા સમર્થ નથી?
જે સુભટ યુદ્ધને વિષે યુદ્ધ કરનારા જે કરોડો યોદ્ધાઓ તે સર્વે વડે પણ ન
જીતાય, તે સુભટ એક મનુષ્ય વડે કેમ જીતાય?
૨૩. તપ વડે તો બધા સ્વર્ગ પામે છે, પણ જે ધ્યાનયોગ વડે સ્વર્ગ પામે છે તે
પરલોકમાં એટલે કે અન્યભવમાં શાશ્વત સુખને પામે છે.
૨૪. જેમ અતિશય શોધનયોગથી સોનું શુદ્ધ થાય છે તેમ કાલાદિ લબ્ધિઅનુસાર
અતિશય શોધનયોગથી આત્મા પરમાત્મા થાય છે.
૨પ. વ્રત–તપ વડે સ્વર્ગની પ્રાપ્તિ થવી તે ઉત્તમ છે, પરંતુ અવ્રતાદિ વડે નરકના
દુઃખોની પ્રાપ્તિ થવી–તે ઠીક નથી; –છાયા અને તડકામાં ઊભેલા વટેમાર્ગુની માફક
તેમનામાં મોટો ભેદ જાણો.
૨૬. ભયંકર સંસારમહાર્ણવમાંથી જે બહાર નીકળવા ઈચ્છે છે. તે કર્મઈંધનને
દહન કરવા માટે શુદ્ધ આત્માને ધ્યાવે છે.
૨૭. સર્વે કષાયોને તેમજ મોટાઈ–મદ–રાગ–દ્વેષ–વ્યામોહને છોડીને, અને
લોકવ્યવહારથી વિરક્ત થઈને, ધ્યાનસ્થ યોગીઓ આત્માને ધ્યાવે છે.
૨૮. મિથ્યાત્વ–અજ્ઞાન–પાપ અને પુણ્ય તેમને ત્રિવિધે છોડીને, મૌન–વ્રત સહિત
યોગમાં સ્થિત યોગીઓ આત્માને ધ્યાવે છે.
૨૯. જે રૂપ મને દેખાય છે તે તો કાંઈ જાણતું નથી, અને જે જાણનારો છે તે તો
દેખાતો નથી, તો પછી હું કોની સાથે બોલું?
૩૦. યોગમાં સ્થિત યોગી જિનદેવે કહેલા વસ્તુસ્વરૂપને જાણે છે અને
સર્વઆસ્રવના નિરોધપૂર્વક પૂર્વસંચિત કર્મોને ખપાવે છે.
૩૧. જે યોગી વ્યવહારમાં સુતેલા છે તે સ્વકાર્યમાં જાગતા છે; અને જે
વ્યવહારમાં જાગતા છે તે આત્મકાર્ય માટે ઊંઘતા છે.
૩૨. –આ જાણીને યોગી સર્વ વ્યવહારને સર્વથા છોડે છે અને જિનવરદેવે કહેલા
પરમાત્મસ્વરૂપને ધ્યાવે છે.
૩૩. હે મુનિ! પાંચમહાવ્રત પાંચસમિતિ ને ત્રણગુપ્તિયુક્ત, તેમજ રત્નત્રયસંયુક્ત
થઈને સદા ધ્યાન–અધ્યયન કરો.
૩૪. રત્નત્રયની આરાધના કરનાર જીવને આરાધક જાણવો, અને તેની
આરાધનાના વિધાનનું ફળ કેવળજ્ઞાન છે.
૩પ. સિદ્ધ શુદ્ધ સર્વજ્ઞ સર્વલોકદર્શી અને

PDF/HTML Page 13 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
કેવળજ્ઞાનરૂપ એવો આત્મા જિનવરદેવે કહ્યો છે, તેને હે ભવ્ય! તું જાણ.
૩૬. જે યોગી જિનવરમત–અનુસાર રત્નત્રયને આરાધે છે તે પોતાના આત્માને
ધ્યાવે છે અને પરદ્રવ્યને પરિહરે છે–એમાં સંદેહ નથી.
૩૭. જે જાણે છે તે જ્ઞાન છે; જે દેખે છે તે દર્શન જાણવું; અને પુણ્ય–પાપનો
પરિહાર તે ચારિત્ર કહેવામાં આવ્યું છે.
૩૮. તત્ત્વરુચિ તે સમ્યક્ત્વ છે, તત્ત્વનું ગ્રહણ તે સમ્યગ્જ્ઞાન છે, અને પુણ્ય–
પાપનો પરિહાર તે ચારિત્ર છે–એમ જિનવરેન્દ્રે કહ્યું છે.
૩૯. દર્શનથી જે શુદ્ધ છે તે શુદ્ધ છે; દર્શનશુદ્ધિવાળો જીવ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
દર્શનવિહીન પુરુષ તે ઈષ્ટ લાભને પામતો નથી.
૪૦. જન્મ–મરણનું હરણ કરનાર. અને સારભૂત એવા આ ઉપદેશને જે
યથાર્થપણે માને છે તે શ્રમણોને તેમ જ શ્રાવકોને પણ સમ્યક્ત્વ કહ્યું છે.
૪૧. યોગીઓ જિનવરમતઅનુસાર જીવાજીવવિભક્તિને (એટલે કે જીવ–
અજીવની ભિન્નતાને) જાણે છે. તેને સર્વદર્શી ભગવંતો યથાર્થ સમ્યગ્જ્ઞાન કહે છે.
૪૨. જેને (–જીવાજીવવિભક્તિને) જાણીને યોગીઓ પુણ્ય–પાપનો પરિહાર કરે
છે તે ચારિત્ર છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે, તે ચારિત્ર વિકલ્પ વગરનું છે અને કર્મરહિત
એવા મોક્ષનું કારણ છે.
૪૩. જે રત્નત્રયયુક્ત સંયમી–મુનિ–સ્વશક્તિ પ્રમાણે તપ કરે છે તે આત્માને
શુદ્ધપણે ધ્યાવતા થકા પરમપદને પ્રાપ્ત કરે છે.
૪૪. તે ત્રણને (રત્નત્રયને) ત્રિવિધે ધારણ કરીને, ત્રણથી રહિત અને ત્રણથી
પરિમંડિત એવા યોગી, દ્વિવિધ દોષરહિત પરમ આત્માને ધ્યાવે છે.
૪પ. જે જીવ મદ–માયા–ક્રોધથી રહિત છે, તેમ જ લોભથી પણ રહિત છે અને
નિર્મલ–સ્વભાવથી યુક્ત છે તે ઉત્તમ સુખને પામે છે.
૪૬. જેનું મન વિષય–કષાયોથી યુક્ત છે, રૂદ્રપરિણામી છે, અને
પરમાત્મભાવનાથી રહિત છે, એવો જિનમુદ્રાથી વિમુખ જીવ સિદ્ધિસુખને પામતો નથી.
૪૭. જિનવરઉપદિષ્ટ જિનમુદ્રાવડે નિયમથી સિદ્ધિસુખ થાય છે. એવી જિનમુદ્રા
સ્વપ્નમાં પણ જેને નથી રુચતી તે જીવો ભવસમુદ્રમાં જ ડુબે છે.
૪૮. જિનવરેન્દ્રે ઉપદેશેલા પરમ–આત્માને ધ્યાવતા થકા યોગી લોભાદિ મલિન
ભાવોથી મુક્ત થાય છે અને તેમને નવાં કર્મોનો આસ્રવ થતો નથી.
૪૯. જેની મતિ દ્રઢસમ્યક્ત્વ વડે ભાવિત છે–નિર્મળ છે એવા યોગી દ્રઢચારિત્ર–

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
વંત થઈને, આત્માને ધ્યાવતા થકા પરમપદને પ્રાપ્ત કરે છે.
૫૦. ચારિત્ર છે તે સ્વ–ધર્મ છે; ધર્મ છે તે આત્માનો સમભાવ છે; અને તે
(સમભાવરૂપ ધર્મ) રાગ–દ્વેષરહિત જીવનાં અનન્ય પરિણામ છે.
પ૧. જેમ સ્ફટિકમણિ વિશુદ્ધ છે તોપણ પરદ્રવ્યથી યુક્ત થતાં અન્યરૂપ થાય છે,
તેમ જીવ પણ વિશુદ્ધ સ્વભાવવાળો હોવા છતાં રાગાદિથી યુક્ત થતાં અન્ય–અન્યરૂપ
થાય છે.
પ૨. જે દેવ–ગુરુ પ્રત્યે ભક્તિવંત છે, સાધર્મિક–સંયતો પ્રત્યે અનુરક્ત છે અને
સમ્યક્ત્વનું ઉદ્વહન કરનાર છે તે યોગી ધ્યાનમાં રત થાય છે.
પ૩. અજ્ઞાની ઉગ્ર તપવડે ઘણાં ભવોમાં જેટલાં કર્મોને ખપાવે છે, તેટલાં કર્મોને
ત્રણ ગુપ્તિવંતજ્ઞાની અંતર્મુહૂર્તમાં જ ખપાવે છે.
પ૪. પરદ્રવ્યમાં રાગ વડે શુભયોગમાં જે પ્રીતિ કરે છે તે અજ્ઞાની છે, અને જ્ઞાની
એનાથી વિપરીત છે.
૫૫. પરદ્રવ્યની જેમ, મોક્ષને માટે કરવામાં આવતો રાગભાવ પણ આસ્રવનો
હેતુ છે; જે ભાવ આસ્રવહેતુ છે તે ભાવને તે મોક્ષનું કારણ માને છે, તેથી તે અજ્ઞાની છે,
અને આત્મસ્વભાવથી વિપરીત છે.
પ૬. જેની મતિ કર્મ આશ્રિત છે, તે સ્વભાવજ્ઞાનને ખંડિત અને દુષિત કરનાર
છે, તેથી તે અજ્ઞાની છે અને જિનશાસનને દુષણ લગાડનાર છે–એમ કહેવામાં આવ્યું છે.
પ૭. જેનું જ્ઞાન ચારિત્રહીન છે, તથા તપસંયુક્ત હોવા છતાં જે દર્શનહીન છે,
અને બીજા કાર્યોમાં પણ જે ભાવરહિત છે–એવા જીવને લિંગગ્રહણ વડે શું સુખ છે?
પ૮. જે અચેતનને પણ ચેતન માને છે તે અજ્ઞાની છે, અને જે ચેતનમાં જ
ચેતનપણું માને છે તેને જ્ઞાની કહેલ છે.
પ૯. તપ વગરનું જે જ્ઞાન છે તે (મોક્ષને માટે) અકૃતાર્થ છે, તેમ જ જ્ઞાન
વગરનું જે તપ છે તે પણ અકૃતાર્થ છે; માટે જ્ઞાન–તપથી સંયુક્ત જીવ નિર્વાણને પામે
છે.
૬૦. જેમને ચોક્કસપણે સિદ્ધિ થવાની છે અને જેઓ ચાર જ્ઞાનસહિત છે એવા
તીર્થંકર પણ તપશ્ચરણ કરે છે.–ધ્રુવપણે આમ જાણીને હે ભવ્ય! તમે જ્ઞાન સહિત હોવા
છતાં તપશ્ચરણ કરો.
૬૧. પરિકર્મયુક્ત જે સાધુ બાહ્ય–મુનિલિંગ સહિત છે પણ અંતરંગ લિંગથી
રહિત છે ત સ્વકીય–ચારિત્રથી ભ્રષ્ટ છે અને મોક્ષપથનો વિનાશક છે.
૬૨. સુખે–સુખે ભાવેલું જ્ઞાન દુઃખપ્રસંગે

PDF/HTML Page 15 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
વિનાશ પામી જાય છે, માટે હે યોગી! તમે યથાશક્તિ કષ્ટપૂર્વક આત્માને ભાવો.
૬૩. આહાર આસન અને નિદ્રાને જીતીને, જિનવરમતઅનુસાર ગુરુપ્રસાદથી
નિજાત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન કરવું.
૬૪. આત્મા ચારિત્રવંત છે, અને આત્મા દર્શન–જ્ઞાનથી સંયુક્ત છે;–તે
ગુરુપ્રસાદથી જાણીને નિત્ય ધ્યાતવ્ય છે.
૬પ. પ્રથમ તો, દુષ્કરપણે આત્માનું જ્ઞાન થાય છે; આત્માને જાણીને પછી તેની
ભાવના કરવી તે દુષ્કર છે, અને સ્વભાવની ભાવના ભાવી હોવા છતાં જીવને વિષયોથી
વિરક્ત થવું તે દુષ્કર છે.
૬૬. જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી તે આત્માને જાણી શક્તો
નથી; જેમનું ચિત્ત વિષયોથી વિરક્ત છે એવા યોગી આત્માને જાણે છે.
૬૭–૬૮. આત્માને જાણીને પણ, વિષયોમાં વિમોહિત એવા કોઈ મૂઢ જીવો
સ્વભાવભાવથી અત્યંત ભ્રષ્ટ થઈને ચારગતિરૂપ સંસારમાં રખડે છે.
–અને જેઓ વિષયોથી વિરક્ત થઈ, આત્માને જાણીને તેની ભાવનાસહિત છે
એવા તપોગુણયુક્ત મુનિવરો ચારગતિરૂપ સંસારને છોડે છે,–એમાં સંદેહ નથી.
૬૯. જેને મોહથી પરદ્રવ્યમાં પરમાણુમાત્ર પણ રતિ થાય છે તે મૂઢ છે, અજ્ઞાની
છે અને આત્મસ્વભાવથી વિપરીત છે.
૭૦. જેઓ દર્શનશુદ્ધી સહિત છે, દ્રઢચારિત્રવંત છે, આત્માને ધ્યાવે છે, અને
વિષયોથી વિરક્તચિત્ત છે, એવા જીવોને ધ્રુવપણે નિર્વાણ થાય છે.
૭૧. કેમકે, પરદ્રવ્યમાં રાગ તે સંસારનું જ કારણ છે, માટે યોગીજનો સદાય
આત્મામાં જ ભાવના કરો.
૭૨. નિંદામાં કે પ્રશંસામાં, દુઃખમાં કે સુખમાં, શત્રુમાં કે બંધુમાં,–સર્વત્ર સમભાવ
વડે ચારિત્ર હોય છે.
૭૩. જેઓ મુનિચર્યારૂપ વૃત્તિથી તથા વ્રત સમિતિથી રહિત છે, અને શુદ્ધભાવથી
તદ્ન ભ્રષ્ટ છે, એવા કોઈ મનુષ્યો કહે છે કે અત્યારે ધ્યાનયોગનો આ કાળ નથી.
૭૪. સમ્યક્ત્વ–જ્ઞાનથી રહિત તથા મોક્ષથી પરાંગ્મુખઅને સંસારસુખમાં અત્યંત
આસક્ત એવો અભવ્ય કહે છે કે અત્યારે ધ્યાનનો આ કાળ નથી.
૭પ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ–તેના વિષે જે મૂઢ છે–અજ્ઞાની છે
તે કહે છે કે અત્યારે ધ્યાનનો આ કાળ નથી.
૭૬. ભરતક્ષેત્રમાં આ દુઃષમકાળમાં પણ આત્મસ્વભાવમાં સ્થિત સાધુને ધર્મ–

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
ધ્યાન હોય છે. તેને જે નથી માનતો તે પણ અજ્ઞાની છે.
૭૭. અત્યારે પણ ત્રિરત્ન વડે શુદ્ધ એવા સાધુઓ આત્માને ધ્યાવીને ઈન્દ્રપણું
તથા લોકાંતિકદેવપણું પામે છે, અને પછી ત્યાંથી ચ્યવીને નિર્વાણ પામે છે.
૭૮. પાપથી મોહિત મતિવાળા જેઓ મુનિલિંગને ધારણ કરીને પણ પાપ કરે છે
તે પાપી જીવો મોક્ષમાર્ગથી ચ્યુત છે.
૭૯. જેઓ પંચવિધ વસ્ત્રમાં આસક્ત છે, પરિગ્રહરૂપ ગ્રંથને ગ્રહણ કરનારા છે.
યાચનાશીલ છે અને અધઃકર્મમાં રત છે તેઓ મોક્ષમાર્ગમાંથી ચ્યુત છે.
૮૦. જેઓ નિર્ગ્રંથ છે, મોહરહિત છે, બાવીસ પરીષહને સહનારા છે, કષાયને
જીતનારા છે અને પાપારંભથી મુક્ત છે–તેઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં આવ્યા છે.
(અર્થાત્ તેઓએ મોક્ષમાર્ગને ગ્રહણ કર્યો છે.)
૮૧. જેઓ દેવ–ગુરુના ભક્ત છે, નિર્વેદની પરંપરાનું વિશેષ ચિંતન કરનારા છે,
ધ્યાનમાં રત છે અને ઉત્તમ ચારિત્રવંત છે–તેઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં આવ્યા છે.
૮૨. ઊર્ધ્વ–મધ્ય–અધોલોકમાં કંઈ પણ મારું નથી, હું એકાકી છું–આવી ભાવના
વડે યોગીઓ શાશ્વત સુખસ્થાનને પ્રાપ્ત કરે છે.
૮૩. એ રીતે નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ જાણીને, જે આત્મા આત્માને માટે
આત્મામાં જ અતિશય રત છે તે પ્રગટપણે સમ્યક્ ચારિત્ર છે; અને એવા ચારિત્રવંત
યોગી નિર્વાણને પામે છે.
૮૪. પુરુષાકાર, યોગી અને ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ–એવા આત્માને જે
ધ્યાવે છે તે યોગી પાપને હરનારા છે અને નિર્દ્વંદ્વ થાય છે.
૮પ. આ પ્રમાણે જિનવરકથિત શ્રમણધર્મનો ઉપદેશ કહ્યો; હવે શ્રાવકધર્મનો
ઉપદેશ સાંભળો,–કે જે સંસારનો વિનાશ કરનાર છે અને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમ
કારણ છે.
૮૬. હે શ્રાવક! અત્યંત નિર્મળ અને મેરુગિરિ જેવા નિષ્કંપ સમ્યક્ત્વને ગ્રહણ
કરીને, દુઃખના ક્ષયને અર્થે તેને ધ્યાનમાં ધ્યાવો.
૮૭. સમ્યક્ત્વને જે ધ્યાવે છે તે જીવ સમ્યકદ્રષ્ટિ છે, અને સમ્યક્ત્વપરિણત તે
જીવ અષ્ટ– દુષ્ટકર્મોનો ક્ષય કરે છે.
૮૮. બહુ કહેવાથી શું?–જે ઉત્તમ પુરુષો ગતકાળમાં સિદ્ધ થયા છે અને
ભવિષ્યમાં જે કોઈ ભવ્યો સિદ્ધિને પામશે, તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય છે–એમ જાણો.
૮૯. જે મનુષ્યે સિદ્ધિકર એવા સમ્યક્ત્વને

PDF/HTML Page 17 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧પ :
સ્વપ્નમાં પણ મલિન કર્યુ નથી તે ધન્ય છે, તે સુકૃતાર્થ છે, તે શૂર છે, અને તે જ પંડિત
છે.
૯૦. હિંસારહિત ધર્મ, અઢાર દોષરહિત દેવ, નિર્ગ્રંથ સાધુ તથા નિર્ગ્રંથ પ્રવચન–
તેમનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે.
૯૧. યથાજાતરૂપ જેનું રૂપ છે, જે સમ્યક્ સંયમ સહિત છે, સર્વસંગનો જેમાં
પરિત્યાગ છે અને પરની અપેક્ષા જેને નથી–એવા મુનિલિંગને જે માને છે તેને સમ્યક્ત્વ
છે.
૯૨. લજ્જાથી, ભયથી કે મોટાઈથી જે કુત્સિત દેવને, કુત્સિત ધર્મને કે કુત્સિત
લિંગને વંદન કરે છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
૯૩. પરની અપેક્ષા સહિત લિંગને, રાગીદેવને કે અસંયતને જે વંદે છે,–માને છે
તે પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે; શુદ્ધ સમ્યક્દ્રષ્ટિ તેને કદી વંદતા કે માનતા નથી.
૯૪. સમ્યગ્દ્રષ્ટિ–શ્રાવક જિનવરદેવે ઉપદેશેલા ધર્મને કરે છે; જે તેનાથી વિપરીત
કરે છે તેને મિથ્યાદ્રષ્ટિ જાણવો.
૯પ. જે જીવ મિથ્યાદ્રષ્ટિ છે તે હજારો દુઃખોથી વ્યાકુળ વર્તતો થકો, જન્મ–જરા–
મરણથી ભરપૂર એવા સંસારમાં સુખરહિત સંસરણ કરે છે.
૯૬. હે જીવ! એ પ્રમાણે સમ્યક્ત્વનાં ગુણ અને મિથ્યાત્વનાં દોષ તેને સર્વપ્રકારે
મનમાં ચિંતવ, અને જે તારા મનમાં રુચે તે તું કર.–અધિક પ્રલાપનું શું કામ છે?
૯૭. જે નિર્ગ્રંથ બાહ્યસંગથી તો વિમુક્ત છે પણ મિથ્યાભાવથી મુક્ત નથી, તેમ
જ આત્માના સમભાવને જાણતો નથી, તે સાધુને સ્થાન અને મૌન શું કરે?
૯૮. જે સાધુ મૂળગુણોને છેદીને બાહ્યકર્મ કરે છે તે સિદ્ધિસુખને પામતો નથી, તે
તો નિયમથી જિનલિંગનો વિરાધક છે.
૯૯. આત્મસ્વભાવથી જે વિપરીત છે તેને બાહ્યકર્મકાંડ શું કરશે? અનેકવિધ
ક્ષમણ (ઉપવાસાદિ) પણ તેને શું કરશે? અને આતાપન વગેરે તપશ્ચર્યા પણ તેને શું
કરશે? (અર્થાત્ તેનું બધું નિષ્ફળ છે.)
૧૦૦. ભલે ઘણાં શ્રુતનું પઠન કરે, અને બહુવિધ ચારિત્રને આચરે, પણ
આત્માથી જે વિપરીત છે તેને તે બધુંય બાલ–શ્રુત અને બાલ–ચરણ છે.
૧૦૧–૧૦૨. જે સાધુ વૈરાગ્યપરાયણ છે અને પરદ્રવ્યથી પરાંગ્મુખ છે, તે
સંસારસુખથી વિરક્ત છે અને સ્વકીય શુદ્ધસુખમાં અનુરક્ત છે.
વળી, ગુણગણથી વિભૂષિત જેનું અંગ છે, હેય–ઉપાદેયનો જેણે નિશ્ચય

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
કર્યો છે, અને ધ્યાન–અધ્યયનમાં જે લીન છે તે સાધુ ઉત્તમ સ્થાનને પામે છે.
૧૦૩. હે ભવ્ય જીવો! નમસ્કાર કરવા યોગ્ય પુરુષો વડે પણ જે નિરંતર જે
નમાય છે, ધ્યાવવા યોગ્ય પુરુષો વડે પણ જે નિરંતર ધ્યાવાય છે, અને સ્તુતિ કરવા
યોગ્ય પુરુષો વડે નિરંતર જેની સ્તુતિ કરાય છે,–એવું જે કોઈ પરમ તત્ત્વ દેહમાં સ્થિત
છે તેને તમે જાણો.
૧૦૪. અર્હંત–સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય સાધુ–એ પાંચે પરમેષ્ઠી આત્મામાં જ
સ્થિત છે, તેથી આત્મા જ ખરેખર મારું શરણ છે.
૧૦પ. સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન, સમ્યકચારિત્ર અને સમ્યકતપ–એ ચારેય
આરાધના આત્મામાં જ સ્થિત છે, તેથી આત્મા જ ખરેખર મારું શરણ છે.
૧૦૬. આ રીતે જિનપ્રણીત મોક્ષ અને તેનું કારણ આ મોક્ષપ્રાભૃતમાં કહ્યું, તેને
સુભક્તિપૂર્વક, જે ભવ્ય જીવ પઢશે–સાંભળશે–ભાવશે તે શાશ્વત સુખને પામશે.
(છઠ્ઠું મોક્ષપ્રાભૃત પૂર્ણ)
* * *
જિન પ્રણીત છે આ મોક્ષનું પ્રાભૃત, અહો! સુભક્તિથી–
જે પઢે–સુણશે–ભાવશે તે સુખ શાશ્વત પામશે.
*
–: ભદ્ર :–
તારું પરમેશ્વરપણું તારામાં છે એમ સંતો બતાવે છે–તેનો વિશ્વાસથી
સ્વીકાર કર. એકવાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ ભરવાડ લોકોમાં
અનુકરણની જિજ્ઞાસાબુદ્ધિ દેખીને તેઓને કહ્યું કે ‘ભાઈઓ! આંખો મીંચી
જાઓ, ને અંદર હું પરમેશ્વર છું–એમ વિચાર કરો.’ તે ભરવાડ ભદ્ર હતા,
તેમણે એ વાતમાં શંકા કે પ્રતિકાર ન કર્યો, પણ વિશ્વાસથી એમ વિચાર્યું કે
આ કોઈ મહાત્મા છે ને અમને અમારા હિતની કંઈક અપૂર્વ વાત કહે છે,
જગતના જીવો કરતાં આમની ચેષ્ટા કંઈક જુદી લાગે છે. તેમ હે ભદ્ર! અહીં
કુંદકુંદસ્વામી જેવા પરમહિતકારી સન્તો તને તારું સિદ્ધપણું બતાવે છે, તો તું
ઉલ્લાસથી તેની હા પાડ, ને હું સિદ્ધ છું–એમ તારા આત્માને ચિંતનમાં લે.

PDF/HTML Page 19 of 44
single page version

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
भगवान पारसनाथ
[૨]
હાથીના ભવમાં
સમ્યક્ત્વની પ્રાપ્તિ
* * * * *
[મરૂભૂતિ–હાથી અને કમઠ–સર્પ]
(આપણા ત્રેવીસમાં તીર્થંકર પારસનાથ ભગવાનની આ કથા ચાલે છે.
મરૂભૂતિ અને કમઠ એ બંને ભાઈ હતા, કમઠે ક્રોધથી મરૂભૂતિને મારી નાંખ્યો;
મરૂભૂતિ મરીને હાથી થયો છે; ને કમઠનો જીવ સર્પ થયો છે. તેના રાજા
અરવિંદ વૈરાગ્યથી મુનિ થયા છે...મુનિરાજ અનેક તીર્થોની યાત્રા કરતા કરતા
દેશોદેશ વિચરે છે ને ભવ્ય જીવોને પ્રતિબોધે છે.–તે વાત ગતાંકમાં આપે વાંચી.
હવે હાથીનો જીવ સમ્યક્ત્વ પામે છે તેનું આનંદકારી વર્ણન આ અંકમાં વાંચો)
સમ્મેદશિખર.....એ આપણા જેનધર્મનું મહાન તીર્થ છે, અનંતા જીવો ત્યાંથી
સિદ્ધપદ પામ્યા છે; તેની યાત્રા કરતાં સિદ્ધપદનું સ્મરણ થાય છે. અનેક મુનિઓ ત્યાં
આત્માનું ધ્યાન કરે છે.
આવા સમ્મેદશિખર મહાન તીર્થની યાત્રા કરવા માટે એક મોટો સંઘ ચાલ્યો
જાય છે. એ યાત્રાસંઘમાં હજારો શ્રાવકો છે, કેટલાય નાનાં બાળકો પણ હોંશે હોંશે જાત્રા
કરવા જઈ રહ્યા છે, કેટલાક દિગંબર મુનિરાજ પણ સંઘની સાથે વિહાર કરી રહ્યા છે.
રત્નત્રયધારી તે મુનિરાજ કોઈક વાર ધર્મકથા કરે છે તો કોઈવાર આત્માનું સ્વરૂપ
સમજાવે છે. તે સાંભળીને સૌને ઘણો આનંદ થાય છે; કોઈકવાર ભક્તિપૂર્વક મુનિરાજને
આહારદાન દેવાનો લાભ મળતાં શ્રાવકોને ઘણો હર્ષ થાય છે; અરસપરસ સૌ
સાધર્મીઓ ધર્મચર્ચા કરે છે, પંચપરમેષ્ઠીનાં ગુણ ગાય છે;–આમ બહુજ આનંદપૂર્વક
મોટો સંઘ સમ્મેદશિખરની યાત્રા કરવા માટે જઈ રહ્યો છે.
જે અરવિંદ–રાજા દીક્ષા લઈને મુનિ થયા છે તે અરવિંદમુનિરાજ પણ આ

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
સંઘની સાથે જ છે. ચાલતાં–ચાલતાં સંઘે એક વનમાં પડાવ નાખ્યો. શાંત વન
હજારો મનુષ્યોના કોલાહલથી ગાજી ઊઠયું...જંગલમાં જાણે નગરી વસી ગઈ.
અરવિંદ મુનિરાજ એક ઝાડ નીચે આત્માના ધ્યાનમાં બેઠા છે. એવામાં અચાનક
એક ઘટના બની......શું બન્યું? તે સાંભળો.
એક મોટો હાથી ગાંડો થઈને ચારેકોર દોડાદોડ કરવા લાગ્યો, ને લોકો
નાસભાગ કરવા લાગ્યા. કોણ છે એ હાથી? થોડાક ભવ પછી તો એ હાથી
પારસનાથભગવાન થવાનો છે. જે પૂર્વભવમાં મરૂભૂતિ હતો ને મરીને હાથી થયો
છે, તે જ હાથી આ છે. એનું નામ વજ્રઘોષ છે; તે હાથી આ વનનો રાજા છે, ને
ભાન વગર જંગલમાં ભટકી રહ્યો છે. પૂર્વભવની તેની ભાભી (કમઠની સ્ત્રી) પણ
મરીને આ જંગલમાં હાથણી થઈ છે. સુંદર વનમાં એક મોટું સરોવર છે; તેમાં હાથી
રોજ નહાય છે, વનમાં મીઠાં ફળફૂલ ખાય છે, ને હાથણીઓ સાથે રમે છે. નિર્જર
વનમાં માણસો ક્્યારેક જ દેખાય છે.
જે વનમાં આ હાથી રહેતો હતો તે જ વનમાં યાત્રાસંઘે પડાવ નાખ્યો એટલે
ત્યાં મોટો કોલાહલ થવા લાગ્યો. નિર્જન વનમાં આટલા બધા માણસો ને વાહનો
હાથીએ કદી જોયા ન હતા; તેથી માણસોને દેખીને હાથી રઘવાયો બન્યો ને ગાંડો
થઈને ચારેકોર ઘૂમવા લાગ્યો, જે હડફેટમાં આવે તેને મારવા લાગ્યો. લોકો તો
ચીસેચીસ પાડીને ચારેકોર ભાગવા લાગ્યા. હાથીએ કોઈને પગ નીચે છૂંદી નાંખ્યા
તો કોઈને સૂંઢથી પકડીને ઊંચે ઊલાળ્‌યા; રથને ભાંગી નાંખ્યા ને ઝાડને ઊખેડી
નાંખ્યા. ઘણા માણસો ભયભીત થઈને મુનિરાજના શરણમાં પહોંચી ગયા.
ગાંડો હાથી ચારે કોર ફરતો ફરતો, જ્યાં અરવિંદ મુનિરાજ બિરાજતા હતા
તે તરફ કિકિયારી કરતો દોડ્યો. લોકોને બીક લાગી કે અરે, આ હાથી મુનિરાજને
શું કરી નાંખશે?
મુનિરાજ તો શાંત થઈને બેઠા છે એમને જોતાં જ સૂંઢ ઊંચી કરીને હાથી
તેમના તરફ દોડ્યો......પણ......
–પણ અરવિંદ મુનિરાજની છાતીમાં એક ચિહ્ન જોતાં જ તે હાથી એકદમ
શાંત થઈ ગયો.....તેને થયું કે અરે! આમને તો મેં ક્યાંક જોયા છે...આ મારા કોઈ
ઓળખીતા ને હિતસ્વી હોય એમ મને લાગે છે.–આવા વિચારમાં હાથી તો એકદમ