Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૫૯ :
ન હતા, એ તો ચૈતન્યની શીતળતાને અનુભવતા થકા આનંદમાં ઠર્યા હતા. ચૈતન્યમાં
રાગનો આતાપ પણ નથી ત્યાં બહારનો આતાપ કેવો? રાગાદિમાં ચૈતન્ય નથી,
ચૈતન્યમાં રાગાદિ નથી, એમ બંનેની તદ્ન ભિન્નતા છે.
અરે જીવ! તું બાહ્ય વ્યવહારની, શુભરાગની હોંશ કરે છે તેને બદલે આવા તારા
ચૈતન્યની હોંશ કર. એકવાર ચૈતન્યનો એવો ઉલ્લાસ કર કે આત્મા રાગથી જુદો પડી
જાય. રાગનું વેદન અનંતકાળ કર્યું, એકવાર રાગથી જુદો પડીને ચૈતન્યની પરમ શાંતિનું
વેદન કર. રાગ તો તારા આત્માની શાંતિનો ઘાતક છે, તો તે રાગનાસેવનવડે શાંતિ
તને ક્્યાંથી મળશે? રાગને જુદો પાડીને ચૈતન્યનું સેવન કર તો જ તને આત્માની
સાચી શાંતિ વેદનમાં આવે.
રાગથી જુદું ચૈતન્યસ્વરૂપ સ્વદ્રવ્ય છે તેને હે જીવ! તું ત્વરાથી ગ્રહણ કર.... ને
તેનાથી વિરુદ્ધ એવા રાગાદિના ગ્રહણને છોડ–એ વાત શ્રીમદ્ રાજચંદ્રજીએ દશ
અધ્યાત્મબોલમાં કરી છે. કલ્યાણના પંથની સૂઝ રાગવડે પડતી નથી, રાગથી જુદા
પડેલા જ્ઞાનવડે જ કલ્યાણનો પંથ સૂઝે છે.
વૈશાખ સુદ છઠ્ઠની સવારે બામણવાડાના નુતન જિનમંદિરમાં ભગવાનશ્રી
આદિનાથપ્રભુની મંગલપ્રતિષ્ઠા થઈ. ગુરુદેવના પ્રતાપે રોજરોજ મંગલ કાર્ય થઈ રહ્યા
છે. બે દિવસ પહેલાંં ફત્તેપુરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી, કાલે (પાંચમે) રામપુરમાં પ્રભુની
પ્રતિષ્ઠા કરી, અને આજે (છઠ્ઠે) બામણવાડામાં પ્રભુની પ્રતિષ્ઠા કરી...... એ રીતે ચાર
દિવસમાં ત્રણ ઠેકાણે જિનબિંબભગવંતોને બિરાજમાન કરીને વૈશાખ સુદ સાતમે ઉદેપુર
તરફ પ્રસ્થાન કર્યું.
આ આ અંક વાંચતા હશો ત્યારે અમે મંદસૌર (રાજસ્થાન) માંઈ હઈશું. ત્યાર
પછી પ્રતાપગઢ, રતલામ, બડનગર, ઈન્દોર, મુંબઈ અને ભાવનગર થઈને તા. ૧૪
મીએ સોનગઢ પહોંચશું. સોનગઢના પ્રવચનોની મંગલપ્રસાદી લઈને આવતા અંકમાં
આપને મળીશું.
जय जिनेन्द्र

PDF/HTML Page 62 of 64
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
વૈરાગ્ય સમાચાર–
બોટાદના ભાઈશ્રી નાગરદાસ સુખલાલના ધર્મપત્ની બાલુબેન (ઉ. વ. ૬૮) તા.
૨૪–૩–૭૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વાંકાનેર ડૉ. શ્રી હાકેમચંદ સંઘવી (ઉ. વ. ૬૯ લગભગ) ગત માસમાં હદયરોગના
હૂમલાથી સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ સમયે પણ ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવથી
તેમણે ટેપરેકર્ડ મશીન દ્ધારા ગુરુદેવની વાણી સાંભળી હતી.
વાંકાનેરના શ્રી નંદકુંવરબેન તલકચંદ ગત માસમાં મુંબઈમુકામે હાર્ટફેલથી સ્વર્ગવાસ
પામ્યા છે. ચૈત્ર માસમાં ગુરુદેવ વાંકાનેર પધાર્યા ત્યારે તેમણે પોતાની નબળી
તબીયત છતાં ઘણા ઉલ્લાસથી પ્રવચનાદિનો લાભ લીધો હતો, ને ભક્તિાવ પ્રદર્શિત
કર્યો હતો. વાંકાનેર મુમુક્ષુમંડળના તેઓ એક ઉત્સાહી સભ્ય હતા.
કલકત્તાથી શ્રી છોટાલાલ શાહ તા. ૧૧–પ–૭૨ ના પત્રમાં લખે છે–બહોત હી બડે
દુઃખકે સાથ લિખતે હૈ કિ આજરોજ સબેરે સવાપાંચ બજે Red Road પર
વસંતલાલજી ઝંઝરીકા કોઈ બાદમાશને છૂરી મારકર ખૂન કર દિયા હૈ. તે બદમાશે
વસંતીલાલજી પાસેની ઘડીયાળ તથા સોનાનો પટ્ટો માંગ્યો, પણ તેમણે આપ્યો નહિ,
એકબીજા સાથે ખેંચાતાણી થતાં બદમાશ તેમના ગળામાં છરી મારીને ભાગી ગયો.
અરે, સંસાર તો આવો છે. જીવે જે વસ્તુને શોભાનું કારણ માન્યું હોય તે જ
વસ્તુ મૃત્યુનું કારણ થતાં વાર લાગતી નથી. અને મુમુક્ષુ જીવ તો પ્રતિકૂળ પ્રસંગને
પણ વૈરાગ્ય નિમિત્ત બનાવીને આત્મહિત તરફ જ વળે છે. વસંતીલાલજી સોનગઢ
રહીને અવારનવાર લાભ લેતા હતા. તેઓ ભદ્રિક અને ઉત્સાહી હતા. આવો કરુણ
બનાવ દેખી, મુમુક્ષુએ સંસારનું સ્વરૂપ વિચારી વૈરાગ્યથી જ્ઞાનભાવના કરવા જેવું
છે. સંસારના દરેક જીવને આ રીતે બીજી રીતે દેહનો વિયોગ થવાનો જ છે; તેમાં
જ્ઞાનભાવના કરનારને કદી દુઃખ નથી.
* આગ્રામાં જૈનસિદ્ધાંત શિક્ષણ શિબિર તા. ૪ જુનથી શરૂ કરીને વીસ દિવસ સુધી
ચાલશે.
* બાળકોને રજા ચાલે છે. આપના ગામમાં બાળકો માટે ધાર્મિક શિક્ષણવર્ગ જરૂર
ચલાવો. બાળકોને ધાર્મિક પ્રોત્સાહન મળે તેવા વિવિધ કાર્યક્રમો યોજો.

PDF/HTML Page 63 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૬૧ :
* ધર્મી *
* ધર્મી જાણે છે કે જૈનધર્મ એટલે એકલી વીતરાગતાનો
માર્ગ. પરમ આનંદની પ્રાપ્તિનો આ માર્ગ
વીતરાગતાથી જ શોભે છે. તે માર્ગે હું જઈ રહ્યો છું.
* ધર્મીને પોતાનો રત્નત્રયધર્મ અતિશય વહાલો છે.
* ધર્મીજાણે છે કે મારા ગુણ મારામાં છે, મારી
અનુભૂતિમાં મારો આત્મા પ્રસિદ્ધ થયો છે. તે
આત્માના સ્વસંવેદનમાં પરમ નિઃશંકતા છે.
* ધર્મીનું ધર્મીપણું પોતાના આત્મામાંથી જ આવ્યું છે, તે
કાંઈ જગત પાસેથી નથી આવ્યું; તેથી જગત પ્રત્યે
ધર્મી ઉદાસ છે, ને નિજગુણોમાં નિઃશંક છે.
* ધર્મી કહે છે કે અત્યારે તો આત્માના આનંદને
સાધવાનો અવસર આવ્યો છે. હે જીવ! આનંદના
આવા અવસરને તું ચૂકીશ મા.
* અમને આત્મા મળતો નથી–એમ કોઈ કહે તો –ધર્મી
કહે છે કે અરે ભાઈ! આત્મા જ્યાં છે ત્યાં તું ગોતતો
જ નથી તો પછી તે ક્્યાંથી જડે? આત્મા કાંઈ
શરીરમાં કે રાગમાં નથી; આત્મા તો જ્ઞાનભાવમાં છે;
અંતર્મુખ થઈને જ્ઞાનભાવમાં શોધ તો તને આત્મા
જરૂર મળશે, એટલે કે સ્વયં અનુભવમાં આવશે.
પરભાવમાં શોધ્યે આત્મા નહીં જડે.
* ધર્મીએ ચેતનાલક્ષણ દ્ધારા આત્મપ્રાપ્તિ કરી છે.

PDF/HTML Page 64 of 64
single page version

background image
પંચ પરમેષ્ઠીનો પ્રસાદ
પંચપરમેષ્ઠીના આત્મામાં પરમ આનંદની છોળો
ઉછળે છે. એ પંચપરમેષ્ઠીને ઓળખીને નમસ્કાર કરતાં
આત્માના ભાવમાં પવિત્રતા પ્રગટે છે..... આનંદ થાય
છે...... મંગળ થાય છે. એ પંચપરમેષ્ઠીનો પ્રસાદ છે.
પંચપરમેષ્ઠીના પ્રસાદથી સમ્યક્ત્વાદિ થતાં
ચૈતન્ય–સુખડી ચાખી ને ભવની ભૂખડી ભાંગી.
અહા, ચૈતન્યસુખના અનુભવની શી વાત! એવો
અનુભવ પંચપરમેષ્ઠી પ્રભુના માર્ગે પરમા ય છે.
સાધકને સ્વરૂપના એક વિકલ્પથી જે પુણ્ય બંધાય
એ પુણ્ય જગતને વિસ્મય પમાડે, તો એના નિર્વિકલ્પ
સાધકભાવના મહિમાની શી વાત! તે પંચરમેષ્ઠીના
પ્રસાદથી પમાય છે.
વીતરાગ પ્રભુનો વીરમાર્ગ એ શૂરવીરનો માર્ગ છે.
અહા, આવો વીતરાગમાર્ગ સાધવો એ તો વીરનાં કામ
છે, એ કાયરનાં કામ નથી. વીર તો તેને કહેવાય કે જે
રાગનાં બંધન તોડીને મોક્ષમાર્ગને સાધે.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૦૦૦
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : દ્ધિતીય વૈશાખ (૩૪૩)