Page 93 of 95
PDF/HTML Page 101 of 103
single page version
જિનવર-પ્રતિમા જિનવર સરખાં જાણીએ રે, (૨)
સદ્ભક્તોને ભવથી પાર ઉતારતાં;
આશ્ચર્યકારી મુદ્રા પ્રભુની શોભતી રે, (૨)
ભક્તજનોને આશ્ચર્ય ઉપજાવતી;
કહાનગુરુને આશ્ચર્ય ઉપજાવતી....સ્વર્ણ૦ ૧૦.
અનિમિષ નયને નિરખું જિનવરદેવને રે, (૨)
જિનદર્શનમાં અંતરિયા થંભી રહ્યાં;
નિરખ્યા કરું હું નિશદિન શ્રી જિનનાથને રે, (૨)
જિનદર્શનમાં મનડાં અમ લાગી રહ્યાં....સ્વર્ણ૦ ૧૧.
કઈ વિધ વંદું, કઈ વિધ પૂજું નાથને રે, (૨)
તૃપ્તિ ન થાયે, અંતરિયાં ઉલસી રહ્યાં;
વિધવિધનાં પૂજન રચાવો આંગણે રે, (૨)
માણેક-મોતીનાં મંડલ મંડાવો મંદિરે....સ્વર્ણ૦ ૧૨.
રત્નચિંતામણિ નાથ પધાર્યા આંગણે રે, (૨)
જિનજી મારા સર્વ સિદ્ધિ દાતાર છે;
હીરા-મોતીના સ્વસ્તિક રચાવો આંગણે રે, (૨)
ત્રિભુવનતારક દેવ પધાર્યા આંગણે....સ્વર્ણ૦ ૧૩.
મહાભાગ્યેથી જિનવરદર્શન પામિયા રે, (૨)
પ્રભુજી મારા! નિયે દર્શન આપજો;
જિનજી મારા! નિત્યે સેવા આપજો રે, (૨)
અમ સેવકની વિનતડી સ્વીકારજો;
અમ સેવકને નિત્યે શરણે રાખજો....સ્વર્ણ૦ ૧૪.
ગુરુજી-પ્રતાપે જિનવરદર્શન પામિયા રે, (૨)
ગુરુવરજીનાં કૃપામૃત વરસી રહ્યાં;
[ ૯૩ ]