Gurustutiaadisangrah (Gujarati). 57. AVANI UDDHARAVA; 58. AEK ADBHUT AATMA; 59. GURUDEV PRATYE KSHAMAPANA; 60. JINVANI JAYAVANT TRANLOKAMA; 61. MARA MANDIRIYAMA TRISHALANAND; 62. AAJE DIVYADHVANI CHHOOTEE RE; 63. VEER PRABHU SIDDHA THAYA CHHE; 64. VIRJINI VANI CHHOOTI RE; 65. VIR NIRVANASTAVAN; 66. SANDESH DEJE GURUDEVANE; 67. VIRJINU SHASAN ZOOLE RE; 68. SONA-SURAJ UGIYO RE; 69. SVARNAMAYI VADHAMANA.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 6

 

Page 73 of 95
PDF/HTML Page 81 of 103
single page version

background image
ગુરુજી ઉપર પ્યાર છે, સાચો તેનો આધાર છે;
નાવિક તારણહાર છે, એ પ્રભાવશાળી આતમા. ૫.
સમયસારને છણનારો, સર્વ દોષને હણનારો;
મુક્તિને તે વરનારો, એ પ્રભાવશાળી આતમા. ૬.
આધ્યાત્મિક એ યોગી છે, આતમરસનો ભોગી છે;
શુદ્ધસ્વરૂપ-સંયોગી છે, એ પ્રભાવશાળી આતમા. ૭.
પૂરવ ભવમાં પામેલો, તે પણ સાથે લાવેલો;
તત્ત્વજ્ઞાનમાં રસઘેલો, એ પ્રભાવશાળી આતમા. ૮.
કુંદ-સીમંધર-વારસ છે, રત્નચિંતામણિ પારસ છે;
અંતર જેનું આરસ છે, એ પ્રભાવશાળી આતમા. ૯.
અંતરમાં ઓળખાણ છે, સર્વ શાસ્ત્રનો જાણ છે;
વાણી અમીરસ-ખાણ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૦.
અંતરમાં ઉજમાળ છે, વ્યાખ્યાન અમૃતથાળ છે;
તે હૃદયનો વિશાળ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૧.
આત્મ-મસ્તીમાં મસ્ત રહે, સઘળાનું એ હિત ચહે;
કર્મશત્રુને નિત્ય દહે, એ પ્રભાવશાળી આતમા. ૧૨.
મિથ્યાત્વનો વિરોધક છે, સત્ય તણો એ સ્થાપક છે;
પરમ શ્રુતનો બોધક છે, એ પ્રભાવશાળી આતમા. ૧૩.
અપૂર્વ શાંતિ વેદક છે, તમામ ગ્રંથિ ભેદક છે;
ચતુર ને વળી ચેતક છે, એ પ્રભાવશાળી આતમા. ૧૪.
મહા પ્રતાપી પુરુષ છે, ભેદજ્ઞાનનો સ્ફુરક છે;
જાણે ઊગતો સૂરજ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૫.
અજબ એની સ્મૃતિ છે, ગજબ એની સ્ફૂર્તિ છે;
કેવળ કરુણામૂર્તિ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૬.
[ ૭૩ ]

Page 74 of 95
PDF/HTML Page 82 of 103
single page version

background image
(એને) આતમજ્યોતિ જાગી છે, પ્રભુમય લગની લાગી છે;
ભ્રમણા સૌની ભાંગી છે, એ પ્રભાવશાળી આતમા. ૧૭.
શ્રીમંત-ધીમંત આવે છે, ચરણે શિર ઝુકાવે છે;
માનીનાં માન મુકાવે છે, એ પ્રભાવશાળી આતમા. ૧૮.
અંતર શોધ કરાવે છે, ભક્તજનોને ભાવે છે;
આતમજ્ઞાને સોહે છે, એ પ્રભાવશાળી આતમા. ૧૯.
અજબ-ગજબની વ્યક્તિ છે, અનોખી એની શક્તિ છે;
નિષ્કામ પ્રભુની ભક્તિ છે, એ પ્રભાવશાળી આતમા. ૨૦.
કરુણા અપરંપાર છે, પુણ્યશાળી પારાવાર છે;
તેને વંદન લાખો વાર છે, એ પ્રભાવશાળી આતમા. ૨૧.
૫૭. અવની ઉદ્ધારવા
અવની ઉદ્ધારવા, ભવ્યોને તારવા, તારો અવતાર;
કહાન તારી બંસીમાં ડોલે નરનાર (૨).
સત્યને સ્થાપવા, અસત્યને ઉથાપવા;
થયો ભરતમાં તારો અવતાર......કહાન૦ ૧.
આત્મ ઉદ્ધારવા, ભવસાગર તારવા;
જિજ્ઞાસુ જીવનો સાચો સરદાર......કહાન૦ ૨.
અજ્ઞાન મિટાવવા, જ્યોતિ પ્રગટાવવાં;
જ્ઞાનામૃત સીંચી જીવન દેનાર.....કહાન૦ ૩.
આત્મદ્રષ્ટિ આપતો, જડતા ઉથાપતો;
અજ્ઞાની અમ પર તારા ઉપકાર.....કહાન૦ ૪.
[ ૭૪ ]

Page 75 of 95
PDF/HTML Page 83 of 103
single page version

background image
આત્મસ્વરૂપે લીન, જગથી ઉદાસીન;
સાચું પવિત્ર તું જીવન જીવનાર......કહાન૦ ૫.
જિનશાસન કાજ, ધર્મ ઉદ્ધારવા જ;
ડંકો વગાડ્યો તેં ભરત મોઝાર....કહાન૦ ૬.
૫૮. એક અદ્ભુત આતમા
એક અદ્ભુત આતમા, વીરનો મારગ જાણતા;
મુમુક્ષુઓ વખાણતા, એ પ્રભાવશાળી આતમા. ૧.
ભાવિકને સંભાળે છે, આતમલક્ષે વાળે છે;
સંશય સૌના ટાળે છે, એ પ્રભાવશાળી આતમા.
આત્મજ્ઞાનનો રસિયો છે, અમ અંતરમાં વસિયો છે;
સંસારથી દૂર ખસિયો છે, એ પ્રભાવશાળી આતમા. ૩.
કર્મશત્રુને હણનારો, સાચો અનુભવ કરનારો;
બિરૂદ ધર્યું તારણહારો, એ પ્રભાવશાળી આતમા. ૪.
સુંવાળી એની કાયા છે, શીતળ જેની છાયા છે;
તે ઉજમબાના જાયા છે, એ પ્રભાવશાળી આતમા. ૫.
રોકાયો નહિ માયામાં, જેને મોહ નથી આ કાયામાં;
રહેવું એની છાયામાં, એ પ્રભાવશાળી આતમા. ૬.
(એને) નહીં ઓળખે તે પસ્તાશે, ભવ રખડી ખત્તા ખાશે;
જાણનારા ફાવી જાશે, એ પ્રભાવશાળી આતમા. ૭.
તેને કદી ન વિસારીએ, આજ્ઞા એની શિર ધરીએ;
ભવસાગર સ્હેજે તરીએ, એ પ્રભાવશાળી આતમા. ૮.
સુવર્ણપુરી મોઝાર છે, પુણ્યશાળી પારાવાર છે;
શ્રદ્ધાથી બેડો પાર છે, એ પ્રભાવશાળી આતમા. ૯.
[ ૭૫ ]

Page 76 of 95
PDF/HTML Page 84 of 103
single page version

background image
કરુણા અપરંપાર છે, અનંત ગુણ ભંડાર છે;
તેને વંદન લાખો વાર છે, એ પ્રભાવશાળી આતમા. ૧૦.
સદ્ગુરુ નાવિક તું સાચો, ઉતારું પ્રભુ હું કાચો;
મનમંદિરમાં કર વાસો, એ પ્રભાવશાળી આતમા. ૧૧.
ગુરુદેવને પાયે લાગું છું, અવિનયની માફી માગું છું;
સેવા-ભક્તિ યાચું છું, એ પ્રભાવશાળી આતમા. ૧૨.
આત્મલક્ષ્મીથી શોભે છે, જ્ઞાનગુણથી ઓપે છે;
મુક્તિના મંડપ રોપે છે, એ પ્રભાવશાળી આતમા. ૧૩.
સત્શાસ્ત્રોનો જાણ છે, કુંદવાણી પ્રમાણ છે;
તેનાં વચનો અમૃતખાણ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૪.
એ ભારતની વિભૂતિ છે, સિદ્ધપદની સમજૂતી છે;
કેવળ કરુણામૂર્તિ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૫.
સદ્ગુરુ બાળબ્રહ્મચારી છે, અંતરમાં અમૃત-ક્યારી છે;
એના જીવનની બલિહારી છે, એ પ્રભાવશાળી આતમા. ૧૬.
આત્મજ્ઞાનથી પંકાયા, ભારતભરમાં ઓળખાયા;
એ સુવર્ણપુરીના મહારાયા, એ પ્રભાવશાળી આતમા. ૧૭.
વિનવે પ્રભુને સર્વ સમાજ, શિવપુરીમાં રાખજો સાથ;
અમર તપો તમે હે ગુરુરાજ ! એ પ્રભાવશાળી આતમા. ૧૮.
[ ૭૬ ]

Page 77 of 95
PDF/HTML Page 85 of 103
single page version

background image
૫૯. ગુરુદેવ પ્રત્યે ક્ષમાપનાસ્તુતિ
ગુરુદેવ! તારાં ચરણમાં ફરી ફરી કરું હું વંદના,
સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં. ૧.
કરીને કૃપાદ્રષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં,
રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં. ૨.
ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા,
કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના. ૩.
મન - વચન - કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે,
કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને. ૪.
તારી ચરણસેવા થકી સૌ દોષ સહેજે જાય છે,
ક્રોધાદિ ભાવ દૂરે થઈ ભાવો ક્ષમાદિક થાય છે. ૫.
ગુરુવર! નમું હું આપને, અમ જીવનના આધારને,
વૈરાગ્યપૂરિત જ્ઞાન - અમૃત સીંચનારા મેઘને. ૬.
મિથ્યાત્વભાવે મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે!
આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે. ૭.
સમ્યક્ત્વ - આદિક ધર્મ પામું, તુજ ચરણ - આશ્રય વડે;
જય જય થજો પ્રભુ! આપનો, સૌ ભક્ત શાસનના ચહે. ૮.
[ ૭૭ ]

Page 78 of 95
PDF/HTML Page 86 of 103
single page version

background image
૬૦. જિનવાણી જયવંત ત્રણ લોકમાં રે
ધન્ય દિવ્ય વાણી ૐકારને રે,
જેણે પ્રગટ કર્યો આત્મદેવ,
જિનવાણી જયવંત ત્રણ લોકમાં રે. ૧.
દ્વાદશાંગ વાણી મહાપાવની રે,
ત્રૈલોક્ય ઉજાળનહાર....જિનવાણી૦ ૨.
સ્યાદવાદ-અંકિત શાસ્ત્રો મહા રે,
સમયસાર પ્રવચનસાર....જિનવાણી૦
નિયમસાર પંચાસ્તિકાય....જિનવાણી૦ ૩.
સર્વાંગેથી દિવ્યધ્વનિ છૂટતી રે,
જેમાં આશય અનંત સમાય....જિનવાણી૦ ૪.
સુવિમલ વાણી વીતરાગની રે,
દર્શાવે શુદ્ધાત્મસાર....જિનવાણી૦ ૫.
શુદ્ધામૃત-પૂરિત સરિતા વહે રે,
વહે પૂર અનાદિ-અનંત....જિનવાણી૦ ૬.
માત! રત્નત્રયી દાતાર છો રે,
છો ભવસાગરની નાવ....જિનવાણી૦ ૭.
શિવમાર્ગ-પ્રકાશક ભારતી રે,
કરે કેવળજ્ઞાન-વિકાસ....જિનવાણી૦ ૮.
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનાં રે,
ગુરુ કહાન વરતાવે જયકાર....જિનવાણી૦ ૯.
જિન-ઉત્સવ અહો! વિધવિધના રે,
ગુરુકહાન-પ્રતાપે ઉજવાય....જિનવાણી૦
અમ અંતરિયાં ઉલસિત થાય....જિનવાણી૦ ૧૦.
[ ૭૮ ]

Page 79 of 95
PDF/HTML Page 87 of 103
single page version

background image
જિનવાણી-પ્રસંગ વિધવિધના રે,
ગુરુ ‘કહાન’ પ્રતાપે નિરખાય....જિનવાણી૦
ગુરુ ‘કહાન’ મહિમા છે મહાન....જિનવાણી૦ ૧૧.
મહામંગળમૂર્તિ ગુરુ માહરા રે,
અહો! મંગળ કાર્યો કરનાર....જિનવાણી૦
દેવ-શાસ્ત્ર-ગુરુ જયકાર....જિનવાણી૦ ૧૨.
૬૧. શ્રી વીરજિનેન્દ્ર સ્તવન
મારા મંદિરિયામાં ત્રિશલાનંદ પધારિયા રે,
મારા હૈડામાંહી હર્ષ અતિ ઉભરાય,
રૂડા શ્રુતમંદિરિયે વીરપ્રભુજી પધારિયા રે...મારા૦ ૧.
ભારતના તીરથપતિ, ચોવીશમાં જિનરાય
ભરતે પધાર્યા ભાગ્યથી, ત્રણ ભુવનના નાથ.
જેને નીરખતાં જ ટળ્યા સંશય મુનિરાજના રે,
જેણે બાળવયે ફણીધર સહ ખેલ્યા ખેલ,
એવા સન્મતિદેવા આજ પધાર્યા આંગણે રે;
એવા મહાવીરદેવા આજ પધાર્યા આંગણે રે...મારા૦ ૨.
ઉગ્ર તપસ્યા આદરી, વનમાંહી જિનરાજ;
ઉપસર્ગે નિશ્ચળ રહી, સાધ્યાં આત્મનિધાન.
વંદો વીરપ્રભુ અતિવીરપ્રભુ મહાવીરને રે,
જેની વીરતાના દેવેન્દ્રો ગુણ ગાય,
એવા વર્ધમાન જિનેન્દ્ર પધાર્યા આંગણે રે;
એવા ત્રિલોકી ભગવાન પધાર્યા આંગણે રે...મારા૦ ૩.
[ ૭૯ ]

Page 80 of 95
PDF/HTML Page 88 of 103
single page version

background image
કેવળ જ્યોતિ ઝળહળે, છૂટે મધુરા નાદ;
અંતર-બાહિર લક્ષ્મીથી, સુશોભિત જિનરાજ.
આજે વીરપ્રભુને રત્નોથી વધાવીએ રે,
પ્રભુને પૂજવાને આવે સુરનાં વૃંદ,
એવા વિશ્વદિવાકર દેવ પધાર્યા આંગણે રે...મારા૦ ૪.
આવો વીરજિનેન્દ્ર પધારો મારે મંદિરે રે,
પંચ-પરમશ્રુત-અક્ષરરત્ન જડ્યાં મુજ મંદિરે રે.
જેમાં ગુંજી રહ્યા છે મુક્તિ કેરા માર્ગ,
(જેમાં ગુંજી રહ્યા છે ૐધ્વનિના નાદ,)
એવાં પરમાગમ-મંદિર સ્થપાયાં આંગણે રે;
પાવન શોભી રહ્યાં જ્યાં કુંદચરણ અભિરામ,
એવાં મહિમાયુત શ્રુતમંદિર મારે આંગણે રે....મારા૦ ૫.
ભરતે વીરપ્રભુનું શાસન જયવંત શોભતું રે,
પ્રગટ્યા કુંદકુંદ-અમૃત-પદ્માદિક ગુરુકહાન,
જેણે વીરશાસનને અનેરા રંગ ચડાવિયા રે...મારા૦ ૬.
કુંદામૃત શાસ્ત્રો રચ્યાં, અણમૂલાં એ રત્ન;
ગુરુકહાને સમજાવિયાં, ખોલ્યા ઊંડા મર્મ.
કહાનગુરુએ આખા ભારતને ડોલાવિયું રે,
ગુરુને અંતર ઉલસ્યાં શ્રુત તણાં નિધાન,
જેના વદનકમળથી અમૃતરસ વરસી રહ્યા રે;
એવા સંતજનોની મહિમા કેમ કથાય,
નિત્યે દેવ-ગુરુ ને શાસ્ત્ર વસો મનમંદિરે રે...મારા૦ ૭.
[ ૮૦ ]

Page 81 of 95
PDF/HTML Page 89 of 103
single page version

background image
૬૨. આજ દિવ્યધવનિ છૂટી
(રાગપ્રભુ પાવન કરોને મારું આંગણું રે)
આજ દિવ્યધ્વનિ છૂટી વીરમુખથી રે,
આજ ૐધ્વનિ છૂટી વીર મુખથી રે,
અનંત જીવોના તારણહાર.....આજ
સહુ મહોત્સવ કરીએ આજ.....આજ ૧.
આજ ઇંદ્રોના ટોળાં ઊતર્યાં રે,
આજ ભરતક્ષેત્રની માંહી.....આજ ૨.
ૠજુવાલિકાએ શુક્લધ્યાન આદર્યું રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન.....આજ ૩.
પ્રભુ સમોસરણ-રચના બની રે,
ભવ્યો જુએ ધ્વનિની વાટ.....આજ ૪.
આજ પાત્ર ગૌતમજી પધારિયા રે,
પ્રભુ દિવ્યધ્વનિના છૂટ્યા ધોધ.....આજ ૫.
વિપુલાચલે સમોસરણ જામિયા રે,
શ્રેણિક-રાજાની રાજધાની માંહી.....આજ
રૂડી રાજગૃહી નગરી માંહી.....આજ ૬.
પ્રભુ! ગગને વાજિંત્રો વાગિયાં રે,
ગાજ્યા ત્રણ ભુવનમાં નાદ.....આજ ૭.
આજ દિવ્યધ્વનિના ધોધ ઉછળ્યા રે,
આજ ૐકાર નાદો ગાજિયા રે,
જાણે ઊછળ્યો સમુદ્ર અગાધ.....આજ ૮.
[ ૮૧ ]

Page 82 of 95
PDF/HTML Page 90 of 103
single page version

background image
ચાર તીર્થ ધ્વનિરસે તરબોળ થયાં રે,
ગણધરમુનિશ્રાવકનાં થયાં વૃંદ.....આજ
આત્મ-આનંદમાં નાચી ઊઠ્યા આજ.....આજ ૯.
સાક્ષાત્ જિનેન્દ્ર ભરતમાં બિરાજતા રે;
દિવ્ય ધ્વનિની વર્ષા થાય.....આજ
ધન્ય ધન્ય તે દિન ને રાત.....આજ ૧૦.
વીરપુત્ર એવા કહાનગુરુ પાકિયા રે,
જેણે સુણાવ્યા ૐનાં સ્વરૂપ.....આજ ૧૧.
અદ્ભુત રચના રચી કહાનગુરુએ રે,
ખોલ્યા દિવ્યધ્વનિનાં રહસ્ય.....આજ ૧૨.
દેવ-ગુરુની સેવા હૃદયે વસો રે,
વસો વસો પ્રભુ! એ ત્રિકાળ આજ ૧૩.
૬૩. વીરપ્રભુ સિદ્ધ થયા છે
(રાગભેટે ઝૂલે છે તલવાર)
નિર્વાણમહોત્સવ દિન આજ,
વીરપ્રભુ સિદ્ધ થયા છે;
વીર જિનેશ્વર સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન,...વીર ૧.
સમશ્રેણી પ્રભુ પાવાપુરીમાં,
મુક્તિમાં બિરાજ્યાં નાથ,...વીર ૨.
અનાદિ દેહનો સંબંધ છૂટીને,
ચૈતન્યગોળો છૂટ્યો આજ,...વીર ૩.
[ ૮૨ ]

Page 83 of 95
PDF/HTML Page 91 of 103
single page version

background image
યોગ-વિભાવનું કંપન છૂટ્યું,
અનંત અકંપતા આજ,...વીર ૪.
અનંત અનંત ગુણપર્યાયે પરિણમ્યા,
પ્રગટ્યો અગુરુલઘુ મહાન,...વીર ૫.
પુનિત પગલાં કાલ હતાં ભરતમાં,
આજે થયા ચિદ્દબિંબ,...વીર ૬.
કાલે વીરજી અરિહંત હતા,
આજે સિદ્ધ ભગવાન,...વીર ૭.
ભરતક્ષેત્રે પાવાપુરીમાં,
સ્મરણ વીરનાં થાય,...વીર ૮.
દેવદેવેંદ્રો પાવાપુરીમાં ઊતર્યા;
નિર્વાણમહોત્સવ કાજ,...વીર ૯.
વિરહ પડ્યા આ ભરતક્ષેત્રમાં,
ત્રિલોકીનાથના આજ,...વીર ૧૦.
હે વીર! હે વીર! ભરતક્ષેત્રમાં,
સેવક કરે તને સાદ,...વીર ૧૧.
સિદ્ધમંદિરે નાથ બિરાજ્યા,
શાસનમાં જાગ્યા કોઈ સંત,..વીર ૧૨.
સાદ સાંભળ્યો સેવક તણો એ,
જાગ્યા કુંદ - કહાન સંત,...વીર ૧૩.
કુંદકુંદ-અમૃતાદિ-કહાનગુરુ પાકિયા
શાસનના રક્ષણહાર,...વીર ૧૪.
[ ૮૩ ]

Page 84 of 95
PDF/HTML Page 92 of 103
single page version

background image
કહાનગુરુને શ્રુતસાગર ઊછળ્યા,
અમૃત વરસ્યા મેહ,....વીર ૧૫.
આતમ-આધાર એ અમ સેવકના,
શિવપુરનો એ સાથ,....વીર ૧૬.
૬૪. વીરજીની વાણી છૂટી રે
વીર સભામાં આજ ગૌતમ પધાર્યા, અમૃત વરસ્યા મેહ રે;
વીરજીની વાણી છૂટી રે.
વૈશાખ માસથી વાદળ ચડ્યાં, આજ આષાઢે વરસ્યો મેહ રે;
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૧.
દેવ દુંદુભીનાદ ગગડિયા, ઇંદ્ર-ઇંદ્રાણી હરખાય રે;
વીરજીની વાણી છૂટી રે;
રત્ન અમોલખ ગણધરદેવશ્રી, શોભાવ્યાં શાસન રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૨.
તરસ્યાં-ચાતકદેવ-માનવ-તિર્યંચની, તત્ત્વપિપાસા છિપાય રે,
વીરજીની વાણી છૂટી રે;
સંસારતાપના દુઃખદાવાનળ, એકીક્ષણે બુઝાય રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૩.
દર્શન-જ્ઞાન ને ચારિત્ર કેરા, મોંઘેરા ફાલ્યા ફાલ રે,
વીરજીની વાણી છૂટી રે;
મોંઘો મારગ જ્યાં મુક્તિ તણો ત્યાં, જીવોનાં જૂથ ઉભરાય રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૪.
[ ૮૪ ]

Page 85 of 95
PDF/HTML Page 93 of 103
single page version

background image
ધન્ય નગર, ધન્ય સમવસરણ, ધન્ય ધન્ય સભા-નરનાર રે,
વીરજીની વાણી છૂટી રે;
દિવ્યધ્વનિના વહ્યા પ્રવાહ, એ ધન્ય દિવસ ધન્ય રાત રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૫.
દિવ્યધ્વનિની થોડી-શી વાનગી, પરમાગમમાં જણાય રે;
વીરજીની વાણી છૂટી રે;
ધન્ય આચાર્ય, ધન્ય ઉપાધ્યાય, ધન્ય કૃપાળુ ગુરુરાજ રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં ૬.
સાક્ષાત્ સુણવા એ દિવ્યધ્વનિને, મન મારું તલસાય રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં. ૭.
૬૫. વીર નિર્વાણસ્તવન
(રાગઆજે પાટણપુરમાં)
આજે વીરપ્રભુજી નિર્વાણપદને પામિયા રે,
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન,
સુરનર આવે નિર્વાણ-કલ્યાણકને ઊજવવા રે. આજે૦ ૧.
(સાખી)
ચરમ તીર્થંકર વીરપ્રભુ, ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી, વિરહ પડ્યા દુઃખદાય.
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે,
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત,
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે. આજે૦ ૨.
[ ૮૫ ]

Page 86 of 95
PDF/HTML Page 94 of 103
single page version

background image
ત્રીશ વર્ષે તપ આદર્યાં, લીધાં કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારીને, પામ્યા પદ નિર્વાણ.
પ્રભુજી! આપે તો પોતાનો સ્વારથ સાધિયો રે,
અમ બાળકની આપે લીધી નહીં સંભાળ;
અમને કેવળના વિરહમાં મૂકી ચાલિયા રે. આજે૦ ૩.
તોપણ તુજ શાસનમહીં, પાક્યાં અમોલખ રત્ન,
કુંદામૃત-ગુરુકહાન છે, શાસનધોરી નાથ!
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવિયા રે,
જે છે અમ સેવકના આતમ-રક્ષણહાર,
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપિયાં રે. આજે૦ ૪.
ભરતે વીરપ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે,
તે છે કહાનગુરુનો પરમ પરમ પ્રતાપ,
જેણે વીરપ્રભુનો મુક્તિમાર્ગ શોભાવિયો રે,
જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે. આજે૦ ૫.
૬૬. સંદેશ દેજે ગુરુદેવને
[પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના ભક્તિપૂર્ણ હૃદયમાંથી વહેલું]
(રાગઅપૂર્વ અવસર એવો...)
ચાંદલિયા! સંદેશ દેજે ગુરુદેવને,
(શશિયર! સંદેશો દેજે ગુરુદેવને,)
વસી રહ્યા છે સ્વર્ગપુરીને ધામ જો;
વૈમાનિક સ્વર્ગે મુજ ગુરુજી બિરાજતા,
ઇન્દ્ર સરીખા શોભી રહ્યા એ દેવ જો....ચાંદલિયા! ૧.
[ ૮૬ ]

Page 87 of 95
PDF/HTML Page 95 of 103
single page version

background image
વિદેહમાં સ્વર્ગેથી ગુરુજી પધારતા,
સીમંધરદર્શનથી તૃપ્તિ અપાર જો;
વૈમાનિક-પરિષદમાં ગુરુવર-બેસણાં;
ભાવભીના ઝીલે ધ્વનિ અમૃતધાર જો....ચાંદલિયા! ૨.
સ્વર્ણપુરીનાં ધામો આ સૂનાં થયાં,
ભરતક્ષેત્રને છોડી ચાલ્યા નાથ જો;
(સ્વર્ણપુરીને છોડી ચાલ્યા નાથ જો;)
તુજ વિરહે હૃદયો ભક્તોનાં રડી રહ્યાં,
ટળવળતા જ્યમ માતવિહૂણાં બાળ જો....ચાંદલિયા! ૩.
વિદેહક્ષેત્રે ગુરુજી જેમ પધારતા,
તેમ પધારો સ્વર્ણપુરી મોઝાર જો;
સ્વર્ણપુરે ભક્તો તુજ દર્શન ઝંખતા,
દર્શન દો, વાણી વરસાવો, નાથ! જો....ચાંદલિયા! ૪.
તુજ ચરણોમાં મનડું મુજ લાગી રહ્યું,
અંતરમાંહી લાગ્યો રંગ મજીઠ જો;
તુજ દર્શનની સેવકને નિત ઝંખના,
શ્રવણ કરાવો ચિદ્રસઝરતા નાદ જો....ચાંદલિયા! ૫.
વિમાનવાસી, દિવ્ય શક્તિધર દેવ છો,
વિધવિધ કાર્યે સમર્થ છો ગુરુદેવ! જો;
આશા પૂર્ણ કરોને ગુરુજી! દાસની,
સ્વર્ણે પધારી વર્તાવો જયકાર જો,
(આનંદમંગળ વર્તાવો ગુરુરાજ! જો.)....ચાંદલિયા! ૬.
ભરતે એક અજોડ રતન ગુરુજી! તમે,
અંતર ઊછળ્યાં શ્રુતસાગરનાં પૂર જો;
[ ૮૭ ]

Page 88 of 95
PDF/HTML Page 96 of 103
single page version

background image
સ્વર્ણે નિત ગુરુમુખથી અમીવર્ષા થતી,
પંચમ કાળે પરાક્રમી ભડવીર જો....ચાંદલિયા! ૭.
ગુણમૂર્તિ અદ્ભુત શ્રુતધર ગુરુદેવ! છો,
ચિંતામણિ સમ ચિંતિત ફળ દાતાર જો;
મંગળતામય શીતળ તારી છાંયડી,
સત્ય ધરમના આંબા રોપ્યા નાથ! જો....ચાંદલિયા! ૮.
ગુરુજી! તારા પડ્યા વિરહ વસમા ઘણા,
તારણહાર થયા નયનોથી દૂર જો;
સેવકને છોડી ગુરુજી ચાલ્યા ગયા,
અંતરમાં તો નિત્ય બિરાજો નાથ! જો....ચાંદલિયા! ૯.
ભવભવમાં હો તુજ ચરણોની સેવના,
અનંત-ઉપકારી ભાવી ભગવંત જો;
શુદ્ધાત્માના શરણે સાધી સાધના,
નિત્યે રહેશું દેવ-ગુરુની સાથ જો....ચાંદલિયા! ૧૦.
૬૭. વીરજીનું શાસન Iૂલે રે
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા, ગૌતમ કેવળજ્ઞાન રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૧.
દેવદેવેન્દ્ર મહોત્સવ કરે જ્યાં, દિન દિવાળી ઉજવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૨.
શૈલેશીકરણે ચડ્યા પ્રભુજી, અયોગીપદ ધર્યું આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૩.
[ ૮૮ ]

Page 89 of 95
PDF/HTML Page 97 of 103
single page version

background image
સર્વ કરમનો ક્ષય કરીને, સિદ્ધપદ પ્રાપ્તિ થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૪.
પાવાપુરી સિદ્ધક્ષેત્ર પ્રભુજી, સમશ્રેણી કહેવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૫.
નિર્વાણકલ્યાણક સુરપતિ ઊજવે સ્વર્ગેથી ઊતરી આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૬.
અખંડાનંદસ્વરૂપ પ્રગટાવી પહોંચ્યા શિવપુરધામ રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૭.
દેવદુંદુભિ વાજિંત્ર વાગે, નિર્વાણમહોત્સવ થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૮.
ત્રીશ વર્ષ પ્રભુ દિવ્યધ્વનિનો અપૂર્વ છૂટ્યો ધોધ રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૯.
ધ્વનિ સુણીને ભવ્ય જીવોનાં હૃદયપટ પલટાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૧૦.
વીરના વારસ કહાનગુરુજી વર્તાવે જયજયકાર રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૧૧.
૬૮. સોનાસૂરજ ©ગિયો રે
સુવર્ણપુરીમાં સોના-સૂરજ ઊગિયો રે જિનજી,
પૂર્યા પૂર્યા મોતીના ચોક,
સુરનર, આવો આવો પ્રતિમાજીને પૂજવા રે જિનજી૦ ૧.
સીમંધર પ્રભુજી આવ્યા છે અમ આંગણે રે જિનજી,
નેમજિણંદ પ્રભુ આવ્યા જયજયકાર, સુરનર૦ ૨.
[ ૮૯ ]

Page 90 of 95
PDF/HTML Page 98 of 103
single page version

background image
ભરતભૂમિમાં સત-સાગર ઊછળી રહ્યા રે જિનજી,
આવ્યા છે મારા ત્રણ ભુવનના નાથ, સુરનર૦ ૩.
પ્રથમ જિણંદ પ્રભુ ૠષભદેવને વંદશું રે જિનજી,
વંદું વંદું મહાવીર પ્રભુ દેવ, સુરનર૦ ૪.
નંદી-મેરુ શાશ્વત જિનને વંદશું રે જિનજી,
વંદું વંદું ભાવીના ભગવંત, સુરનર૦
વંદું વંદું જિનેશ્વરનાં વૃંદ, સુરનર૦ ૫.
કુંદકુંદ આદિ આચાર્યપ્રભુને વંદશું રે જિનજી,
વંદું વંદું સદ્ગુરુના હું પાય, સુરનર૦ ૬.
ઇન્દ્ર-નરેન્દ્રો આવે પ્રભુજીને ભેટવા રે જિનજી,
ઇન્દ્રાણી કાંઈ પૂરે મોતીના ચોક, સુરનર૦ ૭.
દેવદુંદુભિ વાજાં વાગે આંગણે રે જિનજી,
ભકતજનો સહુ આવે સ્વર્ણ મોઝાર, સુરનર૦ ૮.
જૈનશાસનના જયજયકાર ગવાય છે રે જિનજી,
શુદ્ધ ચૈતન્યના ગાજે છે એ નાદ, સુરનર૦ ૯.
સત્ય તણાં પૂર આવ્યાં છે અમ આંગણે રે જિનજી,
પ્રગટ્યાં પ્રગટ્યાં શુદ્ધસ્વરૂપનાં તેજ, સુરનર૦ ૧૦.
[ ૯૦ ]

Page 91 of 95
PDF/HTML Page 99 of 103
single page version

background image
૬૯. સ્વર્ણમયી વધામણાં
(રાગઆવો આવો સીમંધર જિનરાજજી રે)
સ્વર્ણપુરીમાં સ્વર્ણમયી વધામણાં રે, (૨)
સીમંધર ભગવંત (આજ) પધાર્યા મંદિરે.
આવો પધારો વિદેહી જિનરાજજી રે,
સીમંધર જિનરાજજી રે,
મણિરત્ને વધાવું ત્રિભુવનનાથને....સ્વર્ણ૦ ૧.
વિદેહક્ષેત્રે સીમંધરનાથ બિરાજતા રે, (૨)
આજ પધાર્યા સ્વર્ણપુરીના મંદિરે;
આજ પધાર્યા ભરતભૂમિના આંગણે;
દેવ-દેવેન્દ્રો આવે જિનવર પૂજવા રે, (૨)
વિધવિધ રત્ને વધાવે જિનવરદેવને....સ્વર્ણ૦ ૨.
પંચકલ્યાણક સ્વર્ણપુરીમાં શોભતાં રે, (૨)
દૈવી દ્રશ્યો નજરે નિહાળ્યાં નાથનાં;
પુનિત પ્રસંગો મહિમાવંત ભગવંતનાં;
આકાશે બહુ દેવદુંદુભિ વાગતાં રે, (૨)
ગંધર્વોનાં ગીત મધુરાં ગાજતાં;
કુમકુમ-કેશર સ્વર્ણપુરે વરસી રહ્યાં રે, (૨)
આકાશે બહુ રંગ અનેરા શોભતા....સ્વર્ણ૦ ૩.
શ્રેયાંસરાયા-સત્યમાતાના નંદ છો રે, (૨)
પુંડરપુરમાં જન્મ પ્રભુના શોભતા;
સમવસરણમાં વિદેહીનાથ બિરાજતા રે, (૨)
દિવ્યધ્વનિના અમૃતરસ વરસી રહ્યા....સ્વર્ણ૦ ૪.
[ ૯૧ ]

Page 92 of 95
PDF/HTML Page 100 of 103
single page version

background image
અશોક તરુવર ઉન્નત અતિ સોહામણાં રે, (૨)
ભવ્ય હૃદયને આનંદરસ ઉપજાવતાં;
જિનજી-પ્રતાપે આનંદરસ વરસી રહ્યા;
જિનજી મારા, રત્નસિંહાસન શોભતા રે, (૨)
દિવ્ય કમળમાં અંતરીક્ષ બિરાજતા....સ્વર્ણ૦ ૫.
જિનજી મારા વીતરાગી પદ પામિયા રે, (૨)
અનંતગુણોના બાગ અહો! ખીલી રહ્યા;
જિનજી મારા કેવળજ્ઞાને શોભતા રે, (૨)
સ્વપરપ્રકાશક જ્ઞાન અહો! ઝળકી રહ્યાં ....સ્વર્ણ૦ ૬.
દિવ્ય ગુણાકર દેવ પધાર્યા આંગણે રે, (૨)
દિવ્ય રવિનાં તેજ અહો! પ્રસરી રહ્યાં;
જિનમુદ્રામાં ઉપશમરસ વરસી રહ્યા રે, (૨)
અનુપમ આનંદપૂર્ણ સ્વરૂપને પામિયા....સ્વર્ણ૦ ૭.
ત્રણ ભુવનના નાથ પધાર્યા આંગણે રે, (૨)
વિશ્વવંદ્ય ભગવંત અમારે મંદિરે;
ઇન્દ્ર-નરેન્દ્રો જિનચરણોને પૂજતા રે, (૨)
ત્રણ ભુવનમાં જિનવરગુણ ગાજી રહ્યા;
જિનેન્દ્રભવને જિનસ્તવનો ગુંજી રહ્યાં....સ્વર્ણ૦ ૮.
પંચમ કાળે જિનવરદર્શન દોહ્યલાં રે, (૨)
વિચરંતા ભગવંત પધાર્યા આંગણે;
ભરતભૂમિમાં વિરહ હતા વીતરાગના રે, (૨)
સૌરાષ્ટ્રદેશે વિરહ હતા વીતરાગના રે, (૨)
આજ પધાર્યા જિનવર મારે મંદિરે....સ્વર્ણ૦ ૯.
[ ૯૨ ]