Gurustutiaadisangrah (Gujarati). 41. MITHA SMARAN NEMINATHANA RE; 42. NEMEESHWAR KEVA HASHE?; 43. BHARATE JANMYA TARANAHAR; 44. LAKHA LAKHA VAR JINRAJANA; 45. DHANYA DIN AAJE UGYO RE; 46. SUNO SIMANDHARJINANI VAN; 47. SURENDRO AAVO...SWADHYAYMANDIRE; 48. SHREE PRANAV-MAHATMYA; 49. SUMATINA 108 NAM; 50. DHANYA DHANYA SHREE UMRALA GAM; 51. AAVO AAVO GAAONE; 52. DHANYA DHANYA DIN AAJ HAI; 53. TUM EK ALAUKIK; 54. YAH SANTOKA DESH HAI; 55. KONA PAGALE PAGALE; 56. AE PRABHAVASHALI AATMA.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 6

 

Page 53 of 95
PDF/HTML Page 61 of 103
single page version

background image
૪૧. મીLાં સ્મરણ નેમિનાથનાં રે
(રાગઃ આજે દિવ્યધ્વનિ છૂટી વીરમુખથી રે)
આજ બાવીસમા નેમિનાથનાં રે,
તીર્થ ગિરનારે દ્રશ્યો દેખાય,
આજ મીઠાં સ્મરણ નેમિનાથનાં રે. ૧.
આજ શિવાદેવીના નંદનાં રે,
ગઢ ગિરનારે દર્શન થાય,
આજ મીઠાં૦...૨.
જેણે ત્યાગ કર્યો રાજપાટનો રે,
વળી ત્યાગી છે રાજુલ નાર,
આજ મીઠાં૦...૩.
સહસાવને સંયમ આદર્યા રે,
પ્રભુ વિવાહપ્રસંગે વૈરાગ્ય,
આજ મીઠાં૦...૪.
સહસાવને શુક્લધ્યાન આદર્યાં રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન,
આજ મીઠાં૦...૫.
ગિરનારે સમોસરણ સોહતા રે,
અહો! સુર-નર-મુનિવરવૃંદ,
આજ મીઠાં૦...૬.
દિવ્યધ્વનિના ધોધ ગિરનારમાં રે,
નભે દેવદુંદુભિ નાદ,
આજ મીઠાં૦...૭.
[ ૫૩ ]

Page 54 of 95
PDF/HTML Page 62 of 103
single page version

background image
પ્રભુ! સ્વપર-પ્રકાશક નાથ છો રે,
ચિન્મૂરત આતમરામ,
આજ મીઠાં૦...૮
દિવ્ય જ્ઞાનસાગર ઊછળી રહ્યા રે,
ગુણ અંતરમાં રમનાર,
આજ મીઠાં૦...૯.
ચક્રધર હલધર સેવા કરે રે,
સુણે જિનેન્દ્રના દિવ્ય નાદ,
આજ મીઠાં૦...૧૦.
દેવેન્દ્રો નરેન્દ્રો પ્રભુ પૂજતા રે,
મુનિરાજો જિનેન્દ્રગુણ ગાય,
આજ મીઠાં૦...૧૧.
પ્રભુમહિમા અહો અદ્ભુત છે રે,
તે મુખથી કેમ કથાય?
આજ મીઠાં૦...૧૨.
કલ્યાણક ત્રણ ગિરનારમાં રે,
તપ કેવળ મોક્ષસ્વરૂપ,
આજ મીઠાં૦...૧૩.
પ્રભુ પરમવૈરાગી તીર્થંકરા રે,
જિનનાથ દેવાધિદેવ,
આજ મીઠાં૦...૧૪.
તીર્થ ગિરનારથી મુક્તિ ગયા રે,
ગયા કોટિ કોટિ કુમાર,
આજ મીઠાં૦...૧૫.
[ ૫૪ ]

Page 55 of 95
PDF/HTML Page 63 of 103
single page version

background image
આજ દેવાધિદેવ નેમિનાથનાં રે,
તીર્થ ગિરનારે દર્શન થાય,
આજ મીઠાં૦...૧૬.
શ્રી કહાનગુરુના પ્રતાપથી રે,
અહો અપૂર્વ યાત્રા થાય,
આજ મીઠાં૦...૧૭.
કહાનગુરુ મળ્યા અહોભાગ્યથી રે,
સમજાવ્યા સત્ય શિવપંથ,
આજ મીઠાં૦...૧૮.
૪૨. નેમિશ્વર કેવા હશે?
(રાગઃ મને કહોને કુંદકુંદપ્રભુ કેવા હશે?)
મને કહોનેનેમીશ્વર કેવા હશે?
ગુરુ કહોનેનેમીશ્વર કેવા હશે?
કેવા હશે? ક્યાં રહેતા હશે?...મને કહોને૦
શિવાદેવીના નંદ કેવા હશે?...મને કહોને૦ ૧.
શંખના નાદે ધરતી ધ્રુજાવનાર,
સૌરાષ્ટ્રદેશની ભૂમિ ઉજાળનાર,
તીર્થંકરદેવ એ કેવા હશે?...મને કહોને૦
ત્રિભુવનપૂજ્ય એ કેવા હશે?...મને કહોને૦ ૨.
પશુડાં તણો પોકાર સુણીને,
પરમ વૈરાગ્ય દિલમાં ધરીને,
રાજુલને ત્યાગનાર કેવા હશે?...મને કહોને૦
વનવિહારી એ કેવા હશે?...મને કહોને૦ ૩.
[ ૫૫ ]

Page 56 of 95
PDF/HTML Page 64 of 103
single page version

background image
સંયમને સાધનાર, આતમ-આરાધનાર,
કેવળ પ્રગટાવનાર કેવા હશે?...મને કહોને૦ ૪.
દિવ્ય-જ્ઞાનસાગર, ગુણ-રત્નાકર,
મહિમાધારક પ્રભુ કેવા હશે?...મને કહોને૦ ૫.
ગિરનારે (સમોસર્ણે) નેમિનાથ બિરાજતા,
દિવ્યધ્વનિના નાદ વરસાવતા,
વાસુદેવ બળદેવ દિવ્ય નાદ સુણતા,
(સુર-નર-મુનિવર દિવ્ય નાદ સુણતા,)
ધન્ય પ્રસંગ એ કેવા હશે?...મને કહોને૦ ૬.
દેવદુંદુભિનાદ આકાશે ગાજતા,
ઇન્દ્ર નરેન્દ્ર સહુ દર્શને આવતા,
(દેવ-દેવેન્દ્રો જિનવરને પૂજતા,)
પાવન પ્રસંગ એ કેવા હશે?...મને કહોને૦
મુનિઓના નાથ એ કેવા હશે?...મને કહોને૦
ત્રિભુવનનાથ પ્રભુ કેવા હશે?...મને કહોને૦ ૭.
ત્યાગી જીવનની દ્રઢતા દેખાડનાર,
પરમ વૈરાગ્યના આદર્શ બતાવનાર,
શિવાદેવીના નંદ કેવા હશે?...મને કહોને૦
વૈરાગી નાથ એ કેવા હશે?...મને કહોને૦ ૮.
ચિદ્ભગવાન ગુરુ! આપે સમજાવિયા,
ચિદલબ્ધિપંથ ગુરુ! આપે પ્રકાશિયા,
ગિરનારી-નાથ કહો કેવા હશે?...મને કહોને૦ ૯.
[ ૫૬ ]

Page 57 of 95
PDF/HTML Page 65 of 103
single page version

background image
૪૩. જન્મ્યા તારણહાર
ભરતે જન્મ્યા તારણહાર ગુરુવર મંગળકારી,
આજે સોનેરી પ્રભાત ભરતે મંગળકારી;
ગુરુજી પ્રતિષ્ઠા કરવા કાજ વિચરે મંગળકારી;
ગુરુજી તીરથવંદન કાજ વિચરે મંગળકારી. ૧.
ધર્મધુરંધર ગુરુવર કહાન,
ગુરુજીની અખંડ વર્તે આણ,
જાગ્યા ભવદધિ-તારણહાર, ગુરુવર મંગળકારી;
ગુરુજીનો વિહાર મંગળકાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૨.
ભરતે રત્ન અલૌકિક ‘કહાન’,
પ્રગટી શ્રુતસરિતા મહાન,
વરસે વાણી અમૃતધાર, ગુરુવર મંગળકારી;
ભરતે આશ્ચર્ય અપાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૩.
જિનવર મંદિરો બંધાય,
મંગળ પ્રતિષ્ઠાઓ બહુ થાય,
પુર પુર કલ્યાણક ઉજવાય, ગુરુવર મંગળકારી;
જિનવરવૃંદો સ્થાપનહાર, ગુરુવર મંગળકારી...ભરતે૦
જિનવરમાર્ગ પ્રકાશનહાર, ગુરુવર મંગળકારી...ભરતે૦
૪.
ધર્મ-ઉદ્યાનો રોપણહાર,
રોપ્યાં નગર નગર મોઝાર,
(મુખથી) વરસે ચૈતન્યની રસધાર, ગુરુવર મંગળકારી;
ડોલ્યું આખું હિન્દુસ્તાન, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૫.
ધન્ય ધન્ય સીમંધર-લઘુનંદ,
કુંદકુંદ-મુનિવરના ફુલચંદ,
[ ૫૭ ]

Page 58 of 95
PDF/HTML Page 66 of 103
single page version

background image
મળિયા ભાવિના ભગવંત, ગુરુવર મંગળકારી;
જાગ્યા શાસનધોરી સંત, ગુરુવર મંગળકારી;
(પ્રગટ્યા પ્રભાવશાળી સંત, ગુરુવર મંગળકારી.)....ભરતે૦ ૬.
સ્વર્ણે બિરાજ્યા ગુરુવર કહાન,
પરમ પ્રતાપી ગુરુજી મહાન,
અમ ભક્તોના તારણહાર,
ગુરુજીની સેવા મંગળકાર, ગુરુવર મંગળકારી;
(સેવા સંતની મંગળકાર, ગુરુવર મંગળકારી;)
ગુરુજીને વંદન વારંવાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૭.
૪૪. લાખ લાખ વાર જિનરાજનાં વધાામણાં
લાખ લાખ વાર ગુરુરાજનાં વધામણાં,
અંતરિયું હર્ષે ઊભરાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧.
મોતીનો થાળ ભરી ગુરુને વધાવીએ,
માણેક-મોતીના સ્વસ્તિક રચાવીએ;
આનંદથી લઈએ વધાઈ, આજ મારે ગુરુવર પધારિયા. ૨.
ગુરુવર-પ્રતાપથી જિનવર નિહાળિયા,
દર્શનથી દિલડાં અમ હરખાઈયાં;
આનંદ ઉરમાં ન માય, આજ મારે મંગળ વધામણાં. ૩.
સૌરાષ્ટ્રદેશમાં તોરણ બંધાયાં,
જિનેશ્વરદેવનાં મંદિર સ્થપાયાં;
જિનવરપ્રતિષ્ઠા થાય, આજ મારે મંગળ વધામણાં. ૪.
મુક્તિનાં દ્વાર ગુરુરાજે ઉઘાડિયાં,
જિનવરવૃંદોનાં સ્થાપન કરાવિયાં;
[ ૫૮ ]

Page 59 of 95
PDF/HTML Page 67 of 103
single page version

background image
ચૈતન્યધર્મના પંથ પ્રકાશિયા,
ધર્મવૃક્ષ-રોપણહાર, આજ મારે મંગળ વધામણાં. ૫.
શ્રી ગુરુદેવના પુનિત પ્રતાપે,
વીતરાગી ધર્મના ફાલ રૂડા ફાલે;
નિત નિત વૃદ્ધિ થાય, આજ મારે મંગળ વધામણાં. ૬.
સ્વર્ણપુરે સુવર્ણ ગુરુવર પધારિયા,
સ્વર્ણમય ભૂમિના રંગો રંગાઈયા;
સુવર્ણ દ્રશ્યો દેખાય, આજ મારે મંગળ વધામણાં. ૭.
શોભા બની સુવર્ણની સુવર્ણમય,
જીવન અમારાં બન્યાં સુવર્ણમય;
સુવર્ણ ચરણોની સેવ, આજ મારે મંગળ વધામણાં. ૮.
સુવર્ણપુરે ગુરુ અમૃત વરસાવતા,
સુવર્ણબાગનાં કમળો ખીલવતા;
અદ્ભુત વાણીના નાદ નિત્ય ગાજતા;
ગુરુવાણી-મહિમા અપાર, આજ મારે મંગળ વધામણાં. ૯.
સેવક-આંગણિયે ગુરુજી પધારિયા,
શાં શાં કરું ગુરુરાજનાં વધામણાં;
રોમ રોમ હર્ષ ઊભરાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૦.
કરુણાનિધાન શ્રી સદ્ગુરુદેવા,
નિશદિન ચાહું તુજ દર્શન મેવા;
ભવભવ તાહરી ચાહું હું સેવા;
કેવળલક્ષ્મી પમાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૧.
મીઠાં મીઠાં ગીત ગુરુજીનાં ગજાવીએ,
સેવા-ભક્તિની ધૂન મચાવીએ;
ચરણોમાં રહીએ સદાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૨.
[ ૫૯ ]

Page 60 of 95
PDF/HTML Page 68 of 103
single page version

background image
૪૫. ધાન્ય દિન આજે ©ગ્યો રે
(રાગવીરપ્રભુજી મોક્ષ પધાર્યા)
અપૂર્વ અવસર સુવર્ણપુરીમાં, પધાર્યા સદ્ગુરુદેવ રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે. ૧.
ભવ્ય હૃદયમાં તત્ત્વ રેડીને, પધાર્યા તીરથધામ રે; ધન્ય૦ ૨.
પ્રભાવનાનો ધ્વજ ફરકાવી, ભેટ્યા આજે ભગવાન રે; ધન્ય૦ ૩.
દેશોદેશ જયકાર ગજાવી, પધાર્યા શ્રી ગુરુ કહાન રે; ધન્ય૦ ૪.
મીઠો મહેરામણ આંગણે દીઠો, અહો શ્રી સદ્ગુરુદેવ રે; ધન્ય૦ ૫.
સોળ કળાએ સૂર્ય પ્રકાશ્યો, વરસ્યા અમૃત-મેહ રે; ધન્ય૦ ૬.
સત્ય સ્વભાવને બતાવવા ગુરુ, અજોડ જાગ્યો તું સંત રે; ધન્ય૦ ૭.
અજબ શક્તિ ગુરુ તાહરી દેખી, ઇન્દ્રો અતિ ગુણ ગાય રે; ધન્ય૦ ૮.
શ્રી ગુરુરાજની પધરામણીથી, આનંદ અતિ ઉલસાય રે; ધન્ય૦ ૯.
મન્દિર ને આ ધામો અમારાં, દીસે અતિ રસાળ રે; ધન્ય૦ ૧૦.
વૃક્ષો અને વેલડીઓ ગુરુજીને લળી લળી લાગે પાય રે; ધન્ય૦ ૧૧.
ફળફૂલ આજે નીચાં નમીને, પૂજન કરે ગુરુ-પાય રે; ધન્ય૦ ૧૨.
મોર ને પોપટ સહુ કહેઆવો, આવોને કહાનગુરુદેવ રે; ધન્ય૦ ૧૩.
ગુરુચરણના સ્પર્શથી આજે, ભૂમિ અતિ હરખાય રે; ધન્ય૦ ૧૪.
રંકથી માંડી રાય સહુને આનંદ આનંદ થાય રે; ધન્ય૦ ૧૫.
દેવો આજે વિમાનથી ઊતરી, વધાવે કહાનગુરુદેવ રે; ધન્ય૦ ૧૬.
શ્રી ગુરુરાજનાં પુનિત ચરણથી, સુવર્ણપુરે જયકાર રે; ધન્ય૦ ૧૭.
તીરથધામની શોભા અપાર જ્યાં, બિરાજે દેવ-ગુરુ-શાસ્ત્ર રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે. ૧૮.
[ ૬૦ ]

Page 61 of 95
PDF/HTML Page 69 of 103
single page version

background image
૪૬. શ્રી સરસ્વતીસ્તવન
સુણો સીમંધરજિનની વાણ, એ ભવોદધિ-તારણહાર,
સુણો કુંદકુંદદેવની વાણ, એ આતમ-તારણહાર,
સુણો કહાનગુરુની વાણ, ચૈતન્ય ઝળકાવણહાર. ૧.
જ્ઞાન વિકસાવનારી વાણી અહો, જડ-ચૈતન્ય ભેદાવનાર વાણી અહો!
તારાં ભાવે પૂજન કરું આજ, જય જિનવાણી અહો!
તારાં ભાવે પૂજન કરું આજ, જય ગુરુવાણી અહો! ૨.
ત્રણ લોકમાં ઉદ્યોત કરનારી અહો, મહા મંગળ મહોત્સવ દેનારી અહો!
તારાં લાલન-પાલન કરું આજ, જય જિન (ગુરુ) વાણી અહો!
૩.
જ્યાં રત્નત્રય-તોરણ ઝૂલે અહો, એવા મુક્તિમંડપ રચનારી અહો!
અનંત આનંદરસ દેનાર, જય જિન (ગુરુ) વાણી અહો! ૪.
ગુરુજ્ઞાનગુંજારવ કાને આવે, આ ચૈતન્યમાં રણકાર જાગી ઊઠે;
મારું હૈયું આનંદે ઊભરાય, જય ગુરુવાણી અહો! ૫.
ગુરુ પર્યાયે પર્યાયે જ્ઞાનદીવડા જાગ્યા, જાણે ગગનેથી ભાનુ આવી મળ્યા;
એવા તેજ-અંબાર છલકાય, જય ગુરુવાણી અહો!
શ્રુતસાગર ઊછળ્યા મહાન, જય ગુરવાણી અહો! ૬.
ધન્ય ધન્ય સીમંધરનંદન અહો, ધન્ય ધન્ય કુંદકેડાયત અહો!
તારાં ચરણોમાં રહીએ સદાય, જય ગુરુવાણી અહો!
સુણો સીમંધરજિનની વાણ, એ ભવોદધિ-તારણહાર.
[ ૬૧ ]

Page 62 of 95
PDF/HTML Page 70 of 103
single page version

background image
૪૭. સુરેન્દ્રો આવો....સ્વાધયાયમંદિરે ©તરો
સુરેન્દ્ર આવો ગગનના સ્વાધ્યાયમંદિરે ઊતરો;
ભગવાન શ્રી કુન્દકુન્દના જયનાદ ગજવો જગતમાં.
અધ્યાત્મમૂર્તિ ‘કહાન’ના જયનાદ ગજવો જગતમાં..... ૧.
ગુરુરાજ આપ પધારીને, સ્વાધ્યાય-દ્વાર ખોલાવિયાં;
કુન્દકુન્દકૃત સમયસારના જયનાદ ગાજ્યા જગતમાં.....સુરેન્દ્ર૦ ૨.
મા! તું અમારી સરસ્વતી, સ્થાપન થયું મા! તાહરું,
શી શી કરું તારી સ્તુતિ, તું જીવનદાત્રી ભગવતી.....સુરેન્દ્ર૦ ૩.
સત્યાર્થ વસ્તુ પ્રકાશકર, શાસન તણા સિંહ-કેસરી;
કુન્દકુન્દકૃત પ્રાભૃત તણી સરિતા વહાવી રાજવી.....સુરેન્દ્ર૦ ૪.
ભગવાન શ્રી કુન્દકુન્દ ને સમયસારજી દાતાર છો;
શાસ્ત્રો તણા મર્મજ્ઞ છો, સાક્ષાત્ શ્રી ગુરુકહાન છો.....સુરેન્દ્ર૦ ૫.
સંગીત મધુર રેલાવવા સ્વર્ગીય વાદ્યો સાથમાં,
આવો ગવૈયા સ્વર્ગના, સુવર્ણના મેદાનમાં.....સુરેન્દ્ર૦ ૬.
રે! આવજો, સહુ આવજો, ગ્રંથાધિપતિ-ગુણગાનમાં;
રે! આવજો, સહુ આવજો, ગુરુકહાનના સ્તુતિગાનમાં;
લઈ ભાગ આજ હોંશથી, જયવંત હોજો જીવનમાં.....સુરેન્દ્ર૦ ૭.
ભાગ્યે પધાર્યા ભરતમાં, (નિત્ય) ગુરુજી બિરાજ્યા સ્વર્ણમાં;
સાંનિધ્ય મળિયાં સંતનાં, અહો! ભવિક-તારણહારનાં.....સુરેન્દ્ર૦ ૮.
અદ્ભુત અનુપમ જ્ઞાન છે, ચિદરસભરી ગુરુવાણ છે;
મહિમાભર્યા ગુરુરાજ છે, ચિંતિત ફળ દાતાર છે.....સુરેન્દ્ર૦ ૯.
[ ૬૨ ]

Page 63 of 95
PDF/HTML Page 71 of 103
single page version

background image
૪૮. શ્રી પ્રણવ-માહાત્મ્ય
ૐકારં બિન્દુસંયુક્તં, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ
કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમો નમઃ ।।
(ધનાક્ષરી)
‘ૐકાર’ શબદ વિશદ યાકે ઉભયરૂપ,
એક આતમીક ભાવ એક પુદગલકો;
શુદ્ધતા સ્વભાવ લિયે ઉઠ્યો રાય ચિદાનંદ,
અશુદ્ધ વિભાવ લૈ પ્રભાવ જડબલકો;
ત્રિગુણ ત્રિકાળ તાતૈં વ્યય-ધ્રુવ-ઉતપાત,
જ્ઞાતાકો સુહાત બાત નહીં લાગ ખલકો;
બનારસિદાસજૂકે હૃદય ‘ૐકાર’ વાસ,
જૈસો પરકાશ શશિ પક્ષકે શુકલકો. ૧.
નિરમલ જ્ઞાનકે પ્રકાર પંચ નરલોક,
તામેં શ્રુતજ્ઞાન પરધાન કરી પાયો હૈ;
તાકે મૂલ દોષરૂપ અક્ષર અનક્ષરમેં,
અનક્ષર અગ્ર પિંડ, સૈનમેં બતાયો હૈ;
બાવન વરણ જાકે અસંખ્યાત સન્નિપાત,
તિનિમેં નૃપ ‘ૐકાર’ સજ્જન સુહાયો હૈ;
બનારસિદાસ અંગ દ્વાદશ વિચાર યામેં;
ઐસો ‘ૐકાર’ કંઠ પાઠ તોહિ આયો હૈ. ૨.
મહામંત્ર ‘ગાયત્રી’કે મુખ બ્રહ્મરૂપ મંડ્યો,
આતમપ્રદેશ કોઈ પરમ પ્રકાશ હૈ;
તા પર અશોક વૃક્ષ છત્ર ધ્વજ ચામર સો,
પવન અગનિ જલ વસૈ એક વાસ હૈ;
[ ૬૩ ]

Page 64 of 95
PDF/HTML Page 72 of 103
single page version

background image
સારીકે અકાર તામેં રુદ્રરૂપ ચિંતવત,
મહાતમ મહાવૃત તામેં બહુ ભાસ હૈ;
ઐસો ‘ૐકાર’કો અમૂલ ચૂલ મૂલરસ,
બનારસિદાસજૂકે વદન વિલાસ હૈ. ૩.
૪૯. સુમતિનાં દૈવીરુપ ૧૦૮ નામ
(રાગજો અતિ એકીભાવ ભયો માનો અનિવારી)
(દોહા)
નમૌં સિદ્ધિસાધક પુરુષ, નમૌં આતમારામ;
વરણોં દેવી સુમતિકે, અષ્ટોત્તરશત નામ. ૧.
(રોડક છંદ)
સુમતિ સુબુદ્ધિ સુધી સુબોધનિધિસુતા પુનીતા,
શશિવદની સેમુષી શિવમતિ ધિષણા સીતા;
સિદ્ધા સંજમવતી સ્યાદવાદિની વિનીતા,
નિર્દોષા નીરજા નિર્મલા જગત-અતીતા.
શીલવતી શોભાવતી, શુચિધર્મા રુચિરીતિ;
શિવા સુભદ્રા શંકરી, મેધા દ્રઢપરતીતિ. ૨.
બ્રહ્માણી બ્રહ્મજા બ્રહ્મરતિ બ્રહ્મઅધીતા,
પદમા પદ્માવતી વીતરાગા ગુણમીતા;
શિવદાયિનિ શીતલા રાધિકા રમા અજીતા,
સમતા સિદ્ધેશ્વરી સત્યભામા નિરનીતા.
[ ૬૪ ]

Page 65 of 95
PDF/HTML Page 73 of 103
single page version

background image
કલ્યાણી કમલા કુશલિ, ભવભંજની ભવનિ;
લીલાવતી મનોરમા આનંદી સુખખાનિ. ૩.
પરમા પરમેશ્વરી પરમમંડિતા અનંતા,
અસહાયા આમોદવતી અભયા અઘહંતા;
જ્ઞાનવતી ગુણવતી ગૌતમી ગૌરી ગંગા,
લક્ષ્મી વિદ્યાધરી આદિસુંદરી અસંગા.
ચન્દ્રાભા ચિંતાહરણિ, ચિદ્દવિદ્યા ચિદ્વેલિ;
ચેતનવતી નિરાકુલા, શિવમુદ્રા શિવકેલિ. ૪.
ચિદ્વદની ચિદ્રૂપકલા વસુમતી વિચિત્રા,
અર્ધંગી અક્ષરા જગતજનની જગમિત્રા;
અવિકારા ચેતના ચમત્કારિણી ચિદંકા,
દુર્ગા દર્શનવતી દુરિતહરણી નિકલંકા.
ધર્મધરા ધીરજધરનિ, મોહનાશિની વામ;
જગતવિકાશિની ભગવતી, ભરમભેદની નામ. ૫.
( ધત્તા છંદ )
નિપુણનવનીતા, વિતથવિતીતા, સુજસા ભવસાગરતરણી;
નિગમા નિરબાનિ, દયાનિધાની, યહ સુબુદ્ધિદેવી વરણી. ૬.
(બનારસીવિલાસ)
[ ૬૫ ]

Page 66 of 95
PDF/HTML Page 74 of 103
single page version

background image
૫૦. ધાન્ય ધાન્ય શ્રી ઉમરાળા ગામ.....
ધન્ય ધન્ય શ્રી ઉમરાળા ગામ, પ્રગટ્યા ધર્મધુરંધર કહાન;
તારાં શાં શાં કરું સન્માન, જગમાં સત્ય પ્રકાશનહાર.
ઓગણીસ છેંતાલીસ વર્ષે, વૈશાખ બીજ રવિવારે;
ઝળહળ જગમાં ભાનુપ્રકાશ, જન્મ્યા કહાનકુંવર ગુરુરાજ.
માતા ઉજમબા કૂખ નંદ, જન્મ્યા ભારતના આ ચંદ. ધન્ય૦ ૧.
પ્રભુ નિર્મળ બાળ લીલાએ, તું વધિયો વિવેકભાવે;
રહેતો અંતરથી ઉદાસ, અદ્ભુત એવી તારી વાત. ધન્ય૦ ૨.
કુંદામૃત પાન પીધાં, નિજ આતમકાજ કીધાં;
જિનની સાચી રાખી ટેક, જાગ્યો સત્ય સુકાની એક.
તારી મહિમા અપરંપાર, તારાં શાં કરીએ સન્માન. ધન્ય૦ ૩.
પ્રભુ જ્ઞાન ખજાના ખીલ્યા, તુજ આતમ માંહી પ્રકાશ્યા;
દીપે બાહ્યાંતર ગુરુરાજ, જગમાં સત્ય પ્રકાશનહાર.
શોભે જન્મભૂમિનાં સ્થાન, જન્મ્યા લાડીલા ગુરુકહાન;
ધન્ય ધન્ય માત-પિતા કુળ જાત, જન્મ્યા જગના તારણહાર.
મારા આતમના આધાર, જન્મ્યા જગના તારણહાર. ધન્ય૦ ૪.
સીમંધર-સુત જન્મ્યા, ગગને વાજિંત્રો વાગ્યાં;
ઇન્દ્રો આનંદ-મંગલ ગાય, જન્મ્યા કહાનકુંવર ગુરુરાજ.
માતા ઉજમબાના લાલ, જયજયકાર જગતમાં આજ. ધન્ય૦ ૫.
જગમાં બહુ હતાં અંધારાં, સૂઝે નહિ માર્ગ લગારા;
સાથી સાચો જાગ્યો કહાન, જગમાં સત્ય પ્રકાશનહાર. ધન્ય૦ ૬.
પ્રભુ મંગલમૂર્તિ તમારી, તુજ દર્શને હર્ષ અપારી;
વંદન હોજો અગણિત વાર, જગમાં સત્ય પ્રકાશનહાર. ધન્ય૦ ૭.
[ ૬૬ ]

Page 67 of 95
PDF/HTML Page 75 of 103
single page version

background image
૫૧. આવો આવો ગાઓને
આવો આવો, ગાઓને નરનાર, વંદન જિનને કરીએ,
જોડો જોડો હૈયાના તારેતાર, વંદન જિનને કરીએ.
તનનો હું તંબૂર બનાવું, પ્રભુભક્તિએ ધૂન મચાવું;
ઊઠે ઊઠે રોમે રોમે રણકાર, વંદન જિનને કરીએ. આવો૦ ૧.
મન-પુષ્પોનો અર્ઘ રચશું, પૂજન મારા પ્રભુનાં કરશું;
ગાશું ગાશું અંતરના આધાર, વંદન જિનને કરીએ. આવો૦ ૨.
અલખ નિરંજન દેવ સમરવા, જ્યોતિ તારી જીવન ભરવા;
વાગે વાગે સેવકની સતાર, વંદન જિનને કરીએ. આવો૦ ૩.
આવો આવો, ગાઓને સહુ નરનાર, વંદન ગુરુને કરીએ;
જોડો જોડો હૈયાના તારેતાર, વંદન ગુરુને કરીએ.
તનનો હું તંબૂર બનાવું, વાણીની હું વીણા બજાવું;
વાગે વાગે ગુરુગુણ તણા રણકાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૪.
બે કરનાં હું ઝાંઝ બનાવું, તાલે તાલે નાચ નચાવું;
ગાજે ગાજે ગુરુજીના જયકાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૫.
મન-પુષ્પોનો અર્ઘ રચશું, પૂજન મારા ગુરુનાં કરશું;
ગાશું ગાશું અંતરના આધાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૬.
અલખ નિરંજન દેવ સમરવા, જ્યોતિ તારી જીવન ભરવા;
વાગે વાગે સેવકની સતાર, વંદન ગુરુને કરીએ.
ગાજે ગાજે વીરના લઘુનંદન આજ, વંદન ગુરુને કરીએ.
જયવંત વર્તો સેવકના વ્હાલા ગુરુદેવ, વંદન ગુરુને કરીએ. આવો૦ ૭.
[ ૬૭ ]

Page 68 of 95
PDF/HTML Page 76 of 103
single page version

background image
૫૨. ધાન્ય ધાન્ય દિન આજ હૈ
ધન્ય ધન્ય દિન આજ હૈ, મંગલમય સુપ્રભાત હૈ,
ઉજમબાકે રાજદુલારેકા મંગલ અવતાર હૈ;
હાં આનંદ આજ અપાર હૈ.
ઉમરાલાકે દ્વાર દ્વાર પર બાજ રહી શહનાઇયાં,
મોતી રાજા ઉજમબા ઘર, મંગલ ગીત વધાઇયાં;
દેવદેવિયાં સબ મિલ આજે જન્મોત્સવ મના રહે,
બાલસુલભ લીલાકો દેખે, સબ ચિત્તમેં હરિયાલિયાં;
પૂર્ણ ચંદ્ર સમ મુખડા તેરા જગ-આકર્ષણહાર હૈ,
સૂર્યપ્રભાસે ભી અધિકા યે અનુપમ તુમ દેદાર હૈ.
ધન્ય ધન્ય૦ ૧.
જનમ-જનમકા અંત કરે તૂ ઐસા મહિમાવંત હૈ,
કરુણામય વાત્સલ્યમૂર્તિ પ્રભુ અનુપમ શક્તિવંત હૈ;
જિનશાસનકો અખિલ વિશ્વમેં ફૈલાને પ્રભુ તૂ આયા,
બચપનસે હી ધર્મરસિક તુજ મુદ્રા ઉપશમવંત હૈ;
તૂ અજોડ હૈ વિશ્વવિભૂતિ, તેરી ચાલ નિરાલી હૈ,
નિરાલંબી દુનિયાસે તેરી જ્ઞાનદશા મતવાલી હૈ.
ધન્ય ધન્ય૦ ૨.
ચૈતન્યપ્રભુકા અજબ-ગજબકા રંગ સાથમેં લાયા હૈ,
આતા હૈ જો તુજ દર્શનકો, ઉસ રંગમેં રંગ જાતા હૈ;
પાવન જૈસે નીર નદીકા, નિર્મલ તેરા યહ મન હૈ,
તુમ ચરણોંકો પાકર હમકો અંતર હર્ષ ન માતા હૈ;
જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિકા ગુરુમેં સંગમ મંગલકાર હૈ,
કહાન-ગુરુવર શાશ્વત ચમકો, વંદન વારંવાર હૈ.
ધન્ય ધન્ય૦ ૩.
[ ૬૮ ]

Page 69 of 95
PDF/HTML Page 77 of 103
single page version

background image
ભક્તવત્સલ ગુરુવરકા જગમેં મંગલમય અવતાર હૈ,
જીવનશિલ્પી નાથ અહો અમ આતમકે આધાર હૈં;
મીઠી મધુરી વાણી તેરી વિશ્વગગનમેં ગુંજ ઉઠી,
મંગલ સ્વરકો સુન જગમેં હોતા તેરા જયકાર હૈ;
મહિમા ગુરુકી કરતા જા, અંતર ઇન્હેં બિઠાતા જા,
ગુરુવરકે ચરણોં પર ચલને ગીત રંગીલે ગાતા જા.
ધન્ય ધન્ય૦ ૪.
૫૩. તુમ એક અલૌકિક
તુમ એક અલૌકિક હો ભગવન્!
ત્રિભુવનમેં સચમુચ લાખોંમેં;
હૈ મધુર શાંતરસ ભરા હુઆ,
ભરપૂર તુમ્હારી આંખોંમેં. ૧.
તુમ જગસે બિલકુલ ન્યારે હો,
જીવન-આધાર હમારે હો;
તુમ ભૂલ ગયે હો પાપોંકો,
હૈ ધર્મ તુમ્હારી આંખોંમેં. ૨.
શુભ સહનશીલતા પાઠ પઢા,
મનમેં વિરાગકા રંગ ચઢા;
દિખલાઈ પડતા હૈ અતિશય,
અધ્યાત્મ તુમ્હારી આંખોંમેં. ૩.
મમતાકા ગલા દબાયા હૈ,
જગવર્દ્ધક લોભ હટાયા હૈ;
ઉપશમ સમતાદિ ગુણોંકા હૈ,
ભંડાર તુમ્હારી આંખોંમેં. ૪.
[ ૬૯ ]

Page 70 of 95
PDF/HTML Page 78 of 103
single page version

background image
યે વચન તુમ્હારે સુધાભરે,
જગભરકા સબ સંતાપ હરે;
અતિ કૂટ-કૂટ કર ભરી હુઈ,
સ્વદયા તુમ્હારી આંખોંમેં. ૫.
તુમ જીવન-માર્ગ દિખાતે હો,
ચહું ગતિસે હમેં બચાતે હો;
લખ તુમ્હેં હર્ષ ઉભરાતા હૈ,
હે નાથ! હમારી આખોંમેં. ૬.
૫૪. યહ સંતાxકા દેશ હૈ
યહ સંતોકા દેશ હૈ, દુખકા નહીં પ્રવેશ હૈ,
સ્વર્ણપુરી હૈ નામ અહો! યહાં નહીં કીટકા લેશ હૈ;
યહ સંતોકા૦
ઉમરાલાકે શુભ પ્રાંગણમેં શ્રેષ્ઠી ‘મોતી’ તાત હૈં,
‘ઉજમબા’કે રાજદુલારેકા મંગલ અવતાર હૈ;
તીર્થસમા પાવન મન હૈ, ખિલા હુઆ નંદનવન હૈ,
મનમોહક ગુરુમુદ્રા પર યહ ન્યોછાવર સબ જગજન હૈં;
યહ સંતોકા૦ ૧.
ગુરુવરકે પાવન ચરણોંસે ફૈલી હૈં હરિયાલિયાં,
શાંતિપંથકા માર્ગ દિખાતે છાઈ હૈં ખુશિયાલિયાં;
મુક્તિકે દાતાર હૈં, જગકે તારણહાર હૈં,
જગત શિરોમણિ ‘કહાનગુરુવર’ શાસનકે શણગાર હૈં;
યહ સંતોકા૦ ૨.
[ ૭૦ ]

Page 71 of 95
PDF/HTML Page 79 of 103
single page version

background image
દિવ્યવિભૂતિ ‘કહાનગુરુજી’ સિંહકેસરી હૈં જાગે,
ધર્મચક્રીકી અમર પતાકા દેશોદેશમેં ફહરાયે;
વાણી અમૃત ઘોલી હૈ, સારી દુનિયા ડોલી હૈ,
વીતરાગકે ગુપ્તહૃદયકી અંતર ગ્રંથિ ખોલી હૈ;
યહ સંતોકા૦ ૩.
ચૈતન્યપ્રભુકા અજબ-ગજબકા રંગ ગુરુમેં છાયા હૈ,
ઔર ઉસે હી ભક્તોંકે અંતસ્તલમેં ફૈલાયા હૈ;
કલ્પવૃક્ષ ચિંતામણિ સમ ગુરુ વાંછિત-ફલ-દાતાર હૈં,
કહાનગુરુ! તવ ચરણોંમેં મમ વંદન અગણિત વાર હૈ;
યહ સંતોકા૦ ૪.
શાશ્વત શરણ તુમ્હારા હો, ચાહેં જગત કિનારા હો,
ભવભવમેં તવ દાસ રહેં, બસ તૂ આદર્શ હમારા હો;
યહ સંતોકા ધામ હૈ, સાધકકા વિશ્રામ હૈ,
સ્વર્ણપુરીમેં મસ્ત વિચરતે, ગુરુવર આતમરામ હૈં;
યહ સંતોકા૦ ૫.
૫૫. કોના પગલે પગલે
(રાગઃ કોઈના લાડકવાયા)
કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર,
કોના સાદે જાગે સર્વે આત્માર્થી નરનાર;
અપાર મુક્તિગામી જીવોનો તું સાચો સરદાર,
ઓ કહાનગુરુ! તુજ ચરણકમળમાં વંદન વારંવાર. ૧.
સ્વતંત્રતાનો શંખ ફૂંકીને કર્યો અસત્-સંહાર,
સાચો મુક્તિપંથ બતાવી દૂર કર્યો અંધાર;
[ ૭૧ ]

Page 72 of 95
PDF/HTML Page 80 of 103
single page version

background image
કેવળી પ્રભુના વિરહ ભુલાવી, વર્ષાવી શ્રુતધાર,
જૈનધર્મ-જયનાદ ગજાવી, વર્તાવ્યો જયકાર. ૨.
વીતરાગી વાણી છે તારી ત્રિકાળ નહીં ફરનાર,
સુપાત્ર જીવને અંતર સ્પર્શી ખોલે આતમદ્વાર;
સિંહ બનીને ઝઝુમ્યો જગમાં કોઈથી ના ડરનાર,
રાય-રંકનો ભેદ ન જેને, ધન્ય ધન્ય અવતાર. ૩.
અનંત ભવના અમ દુખિયાનો તું છો તારણહાર,
પામર અમને પ્રભુતા આપી, દીધો આતમસાર;
સત્ય અહિંસક પવિત્રતાનું આત્મજીવન જીવનાર,
કહાનગુરુનો જોટો જગમાં ક્યાંય નહીં જડનાર. ૪.
જેની કીર્તિ ગાજે આજે ભારતદેશ મોઝાર,
જય જય હોજો કહાનગુરુજી અનંતગુણ-ભંડાર;
એ ગુરુ સમીપે જીવન જેહનાં ધન્ય તે નરનાર,
અલ્પ કાળમાં ધર્મ પામીને વરશે તે શિવનાર. ૫.
૫૬. એ પ્રભાવશાળી આતમા
એક અદ્ભુત આતમા, વીરનો મારગ જાણતા;
મુમુક્ષુઓ વખાણતા, એ પ્રભાવશાળી આતમા. ૧.
ઉમરાળાનો રહેવાસી, નામ પડ્યું મિથુન રાશિ;
શિવરમણીને છે પ્યાસી, એ પ્રભાવશાળી આતમા. ૨.
પાલેજથી તે ઓળખાયો, અનેકના દિલને ભાયો;
સુવર્ણપુરીનો મહારાયો, એ પ્રભાવશાળી આતમા. ૩.
કાનજીસ્વામી નામ છે, ભવ તરવાનું કામ છે;
આનંદી આતમરામ છે, એ પ્રભાવશાળી આતમા. ૪.
[ ૭૨ ]