Gurustutiaadisangrah (Gujarati). 32. AAJ DEKHYA SHASHVAT TIRTHARAJ; 33. VASUPOOJYA JINANATHANE BHAVE POOJU; 34. AAJE DAIVEE VAJA VAGIYA RE; 35. SAMMEDASHIKHAR....LAKHO PRANAM; 36. AAJE GURUJI MARA SWARNE PADHARYA RE; 37. GURUJINI JOD JAGE NAHI JADE; 38. BAHUBALI-BHAKTI; 39. AAJE GURUJI MARA PONNOOR PADHARIYA; 40. SONERI SADGURUDEV PADHARIYA RE.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 6

 

Page 33 of 95
PDF/HTML Page 41 of 103
single page version

background image
સૌ તીર્થંકર જગનાથ ‘અવધે’ જન્મે રે,
સહુ જીવને શાતા થાય ઘડીભર ભુવને રે. આવો૦ ૫.
મતિ-શ્રુત-અવધિ ધરનાર, અયોધ્યા પધારે રે,
સ્વર્ગે ઇન્દ્રો ગુણ ગાય, મહિમા ગાજે રે. આવો૦ ૬.
પ્રભુ બાળલીલા અદ્ભુત, મન હરનારી રે,
એ દ્રશ્યો આશ્ચર્યકાર, કલ્યાણકારી રે. આવો૦ ૭.
જગદીશ્વર ત્રિભુવનનાથ ભરતે જન્મે રે,
પ્રભુ મહિમા અપરંપાર કેમ કરી કહીએ રે. આવો૦ ૮.
ત્રણ કલ્યાણક ઉજવાય પાવન નગરે રે,
સુરનરવૃંદો ઉભરાય, વિસ્મય પામે રે. આવો૦ ૯.
રત્નત્રયના ધરનાર વાંછિતદાતા રે,
આ યુગના પંચ જિનેશ ‘અવધે’ જન્મ્યા રે. આવો૦ ૧૦.
નભથી દેવોનાં વૃંદ અવધે ઊતરે રે,
જન્મોત્સવ ફરી ફરી થાય, મંગળ નગરે રે. આવો૦ ૧૧.
શ્રી નાભિરાયના નંદ ‘અવધે’ રાજે રે,
પાસે બાહુબલિનાથ ભરત બિરાજે રે. આવો૦ ૧૨.
જિન-જન્મ થકી સુપવિત્ર ‘અવધ’ સુનગરી રે,
જિવનરપદ-સ્પર્શિત ધન્ય મંગલકારી રે. આવો૦ ૧૩.
ધન્ય ભાગ્ય અમારાં આજ, ગુરુવર સાથે રે,
આ પાવન યાત્રા થાય, ગુરુજી પ્રતાપે રે. આવો૦ ૧૪.
[ ૩૩ ]

Page 34 of 95
PDF/HTML Page 42 of 103
single page version

background image
૩૨. આજ દેખ્યા શાશ્વત તીર્થરાજને રે
(રાગઃ આજ દિવ્યધ્વનિ છૂટી વીરમુખથી રે)
આજ દેખ્યા શાશ્વત તીર્થરાજને રે,
દેખી દેખી હૈડું હરખાય,...આજ૦ ૧.
અહો! દર્શન થયાં જિનધામનાં રે,
અનાદિ-અનંત આ ધામ,...આજ૦ ૨.
તીર્થેશો સાક્ષાત આ ભૂમિમાં રે,
અહો! વિચર્યા અનંતાનંત,...આજ૦ ૩.
પ્રભુ પરમેશ્વર પરમાતમા રે,
અહો! ત્રણ ભુવનના નાથ,...આજ૦ ૪.
પ્રભુ જ્ઞાનમંદિરે બિરાજતા રે,
ગુણ અનંતમાં રમનાર,...આજ૦ ૫.
મુનિરાજો અનંત નિજ ધ્યાનમાં રે,
પામ્યા અનંત પૂર્ણાનંદ,...આજ૦ ૬.
રજકણ રજકણ આ ભૂમિના રે,
પુનિત ચરણો થકી પવિત્ર,...આજ૦ ૭.
નંત ચોવીસીનાં સિદ્ધિધામ છે રે,
એની મહિમા તણો નહિ પાર,...આજ૦ ૮.
તીર્થેશો સાક્ષાત્ અહીં આવિયા રે,
સુર-નર-મુનિ તણો નહિ પાર,...આજ૦ ૯.
એવાં દ્રશ્યો પાવન આ ભૂમિમાં રે,
એનાં સ્મરણો અંતર ઉભરાય,...આજ૦ ૧૦.
જિનભૂમિ જિનેશ્વર ભેટિયા રે,
આજ નજરે નિહાળ્યાં જિનધામ,...આજ૦ ૧૧.
[ ૩૪ ]

Page 35 of 95
PDF/HTML Page 43 of 103
single page version

background image
આજ ઘંટાવાજિંત્રો વાગતાં રે,
નભ માંહી દુંદુભિનાદ,...આજ૦ ૧૨.
ધન્ય ભૂમિ અને ધન્ય ધૂળ છે રે,
ધન્ય પાવન જિનેશ્વરધામ,...આજ૦ ૧૩.
જગતારક ગુરુજી જાગિયા રે,
માત ‘ઉજમ’બા કેરા નંદ,...આજ૦ ૧૪.
ભારતનાં ભાગ્ય અહો જાગિયાં રે,
ગુરુરાજ પધાર્યા તીર્થધામ,...આજ૦ ૧૫.
અહો! યાત્રા ગુરુજી સાથમાં રે,
અંતરમાં આનંદ ઉભરાય,...આજ૦
તે વાણીથી કેમ કથાય,...આજ૦ ૧૬.
ધન્ય ભાગ્ય સેવકનાં જાગિયાં રે,
મળ્યો સદ્ગુરુદેવ સંઘાત,...આજ૦ ૧૭.
ગુરુદેવનો સાથ નિત્યે હજો રે,
નિત્ય હોજો ચરણની સેવ,...આજ૦ ૧૮.
૩૩. વાસુપૂજ્ય જિનનાથને ભાવે પૂજું
(રાગપાર્શ્વજિણંદને ભાવથી નિત્ય વંદું)
વાસુપૂજ્ય જિનનાથને ભાવે પૂજું,
હાં રે ભાવે પૂજું રે ભાવે પૂજું,
હાં રે પ્રભુ તીર્થપતિના ગુણ ગાઉં,
હાં રે થયાં દર્શન આજ, વાસુપૂજ્ય૦
હાં રે જિનવર-મહિમા અપાર,...વાસુપૂજ્ય૦ ૧.
[ ૩૫ ]

Page 36 of 95
PDF/HTML Page 44 of 103
single page version

background image
ચંપાપુરી નગરી બહુ બહુ શોભે,
હાં રે તિહાં વાસુપૂજ્યજી બિરાજે,
હાં રે પંચકલ્યાણક મહોત્સવ ઉજવાયે,
હાં રે સુર-નર-મુનિવરનાં વૃન્દ ઉભરાયે,
હાં રે ધન્ય માત ને તાત,...વાસુપૂજ્ય૦ ૨.
બાળબ્રહ્મચારી વાસુપૂજ્યસ્વામી,
હાં રે પ્રભુ તીર્થપતિપદધારી,
હાં રે મુનિનાથના અંતરયામી,
હાં રે ત્રણ-ભુવન-શણગાર,...વાસુપૂજ્ય૦
હાં રે અમ આતમ-આધાર,...વાસુપૂજ્ય૦ ૩.
ચંપાપુરી નગરી અતિ પાવનકારી,
હાં રે પ્રભુનાં પંચકલ્યાણક ભારી,
હાં રે ગર્ભ-જન્મ-દીક્ષા મંગળકારી,
હાં રે એ તો પાવન દ્રશ્ય,...વાસુપૂજ્ય૦ ૪.
કેવળકલ્યાણકે દેવેન્દ્રો અહીં ઊતરે,
હાં રે પ્રભુનાં સમવસરણ રચાયે,
હાં રે પ્રભુના દિવ્યધ્વનિનાદ ગાજે,
હાં રે સૌને આનંદ ઉભરાય,...વાસુપૂજ્ય૦ ૫.
શૈલેશીકરણે પ્રભુજી અહો વળિયા,
હાં રે સમશ્રેણીએ પ્રભુજી ચડિયા,
હાં રે પ્રભુજી સિદ્ધિધામને વરિયા,
હાં રે (આજે) દેખ્યાં તીરથધામ,....વાસુપૂજ્ય૦ ૬.
જિનવરમહિમા ત્રિજગમાંહી ગાજે,
હાં રે પ્રભુ ગુણરત્નાકર બિરાજે,
[ ૩૬ ]

Page 37 of 95
PDF/HTML Page 45 of 103
single page version

background image
હાં રે પંચકલ્યાણકો અહીં ઉજવાયે,
હાં રે ધન્ય તીરથધામ,...વાસુપૂજ્ય૦
હાં રે ધન્ય પાવન ધામ,....વાસુપૂજ્ય૦ ૭.
પંચમ કાળે ગુરુજી અહો જાગ્યા,
હાં રે જ્ઞાયકદેવનાં સ્વરૂપ પ્રકાશ્યાં,
હાં રે ગુરુજી સાથે તીરથ નીહાળ્યાં,
હોં રે નિત્યે હોજો સંઘાત,....વાસુપૂજ્ય૦
હાં રે યાત્રા મંગળકાર,....વાસુપૂજ્ય૦
હાં રે ગુરુવર-મહિમા મહાન,....વાસુપૂજ્ય૦ ૮.
૩૪. આજે દૈવી વાજાં વાગિયાં રે
(રાગમેં તો કોડે પગરણ આદર્યાં રે)
ભરતભૂમિમાં સોના સૂરજ ઊગિયો રે,
તીરથયાત્રા પધારે ગુરુદેવ;
આજે દૈવી વાજાં વાગિયાં રે.
સમ્મેદાચલ પધારે ગુરુદેવ,
આજે મંગલ વાજાં વાગિયાં રે. ૧.
સમ્મેદાચલ ઉત્તમ તીરથ રાજ છે રે,
અનંતાનંત તીર્થંકરનાં ધામ,
(અનંતાનંત જિનેશ્વરનાં ધામ)....આજે દૈવી૦ ૨.
દક્ષિણ દેશમાં મુનીશ્વરનાં ધામ છે રે,
અપૂર્વ દર્શન બાહુબલિદેવનાં થાય,...આજે મંગલ૦ ૩.
હિન્દુસ્તાનમાં મંગલ યાત્રા થાય છે રે,
મોંઘેરા મારે સદ્ગુરુદેવના વિહાર,...આજે દૈવી૦ ૪.
[ ૩૭ ]

Page 38 of 95
PDF/HTML Page 46 of 103
single page version

background image
હિન્દુસ્તાનમાં પાવન પગલાં ગુરુદેવનાં રે,
હિન્દ જીવોનાં જાગ્યાં સુલટાં ભાગ્ય,....આજે મંગલ૦ ૫.
ભરતભૂમિમાં આનંદ મંગલ થાય છે રે,
આવ્યા આવ્યા ભારત-તારણહાર,...આજે દૈવી૦ ૬.
અનુપમ મૂર્તિ ગુરુજી મારા શોભતા રે,
અનુપમ કાર્યો થાયે જીવન માંહી,...આજે મંગલ૦ ૭.
ભારત (ભૂમિમાં) આંગણે તોરણો બંધાય છે રે,
ભવ્ય જીવોનાં વૃંદો ઊછળી જાય,...આજે દૈવી૦ ૮.
શાશ્વત તીર્થ દર્શને ગુરુજી સંચરે રે,
હૈડા માંહી જિનેશ્વરનો વાસ,...આજે મંગલ૦ ૯.
સંતજનોનાં સાંનિધ્ય બહુ દોહ્યલાં રે,
(મંગલ ગુરુવર-સાથ બહુ બહુ દોહ્યલો રે,)
મહા ભાગ્યે મળિયો ગુરુજીનો સાથ....આજે દૈવી૦ ૧૦.
તીરથયાત્રા ગુરુજી સંગે થશે રે,
સેવકના જન્મ સફળ થાય,...આજે મંગલ૦ ૧૧.
કુમકુમપગલે ગુરુજી પધારતા રે,
આકાશે બહુ દેવદુંદુભિનાદ,...આજે દૈવી૦ ૧૨.
ભારતરત્ન ગુરુજી મારા જાગિયા રે,
પંચમ કાળે અધ્યાત્મ-અવતાર,...આજે મંગલ૦ ૧૩.
ચૈતન્યદેવના સત્યપંથ પ્રકાશતા રે,
ગુરુવાણીમાં આશ્ચર્ય અપાર,...આજે દૈવી૦ ૧૪.
વીતરાગદેવનો મારગ ગુરુજી સ્થાપતા રે,
જિનશાસનમાં વર્તો જયજયકાર,...આજે મંગલ૦
ગુરુદેવનો વર્તો જયજયકાર,...આજે મંગલ૦ ૧૫.
[ ૩૮ ]

Page 39 of 95
PDF/HTML Page 47 of 103
single page version

background image
મંગલકારી સ્વસ્તિક રચાવું આંગણે રે,
હીરલેથી વધાવું ગુરુદેવ,...આજે દૈવી૦ ૧૬.
દેશોદેશમાં થાશે ગુરુજી વધામણાં રે,
ભક્તિભાવે સ્વાગત રૂડાં થાય,...આજે મંગલ૦ ૧૭.
તીર્થંકરનાં (જિનેશ્વરનાં) પાવન તીરથધામ છે રે,
મુનીશ્વરોનાં પાવન તીરથધામ છે રે,
ગુરુજી પધારે તીરથવંદન-કાજ,...આજે દૈવી૦ ૧૮.
મંગળ યાત્રા શાશ્વત તીરથરાજની રે,
શાશ્વત હોજો ગુરુદેવનો સાથ,...આજે મંગલ૦ ૧૯.
૩૫. સંમેદશિખર....પ્રભુજીને લાખો પ્રણામ
સંમેદ સિદ્ધિધામ, પ્રભુજીને લાખો પ્રણામ;
અનંત જિનેશ્વરનાથ, પ્રભુજીને લાખો પ્રણામ;
પ્રભુજીને ક્રોડો પ્રણામ.
ચોવીસો ભગવાન, પ્રભુજીને ક્રોડો પ્રણામ;
શાશ્વત તીરથધામ, તીરથને લાખો પ્રણામ;
તીરથને ક્રોડો પ્રણામ. ૧.
અનંત જિનેશ્વર મુક્તિ પધાર્યા,
સમશ્રેણીએ સિદ્ધ બિરાજ્યા;
પ્રગટ્યાં પૂર્ણ નિધાન.....પ્રભુજીને૦ ૨.
અનંત ગુણોના સાગર ઊછળ્યા,
અપૂર્વ સિદ્ધપરિણતિએ પ્રણમ્યા;
તનવિરહિત ભગવાન.....પ્રભુજીને૦
જ્ઞાનશરીર ભગવાન....પ્રભુજીને૦ ૩.
[ ૩૯ ]

Page 40 of 95
PDF/HTML Page 48 of 103
single page version

background image
ચૈતન્યમંદિરે નિત્ય વિચરતા,
અનુપમ આનંદે જિન રમતા;
ગુણોનાં નિધાન.....પ્રભુજીને૦ ૪.
ત્રિભુવન-તારણહાર પધાર્યા,
સુરનરમુનિના નાથ બિરાજ્યા;
દિવ્યામૃત આ વિશ્વે વરસ્યાં;
ભારતના ભગવાન.....પ્રભુજીને૦ ૫.
વિચર્યા નંત તીર્થંકરદેવા,
કણ કણ પાવન થયા શિખરના;
મંગળકારી મહાન.....પ્રભુજીને૦ ૬.
ચારણૠદ્ધિધારી પધાર્યા,
ગણધરમુનિનાં વૃંદ પધાર્યા;
ધ્યાન કર્યાં આ ધામ.....પ્રભુજીને૦ ૭.
અનંત સંતે સ્વરૂપ સાધ્યા,
ક્ષપકશ્રેણીએ અનંત ચડિયા;
પ્રગટ્યાં કેવળજ્ઞાન.....પ્રભુજીને૦
પામ્યા સિદ્ધિ મહાન...પ્રભુજીને૦ ૮.
ઇન્દ્ર-નૃપતિવર-વૃંદો ઊતરે,
પ્રભુજી-ચરણે શીશ ઝુકાવે;
શ્રી ગિરિરાજ મહાન.....પ્રભુજીને૦ ૯.
વનવૃક્ષોની ઘટાથી સોહે,
મનહર ચૈતન્યધામ બતાવે;
સર્વ ગિરિ શિરતાજ.....પ્રભુજીને૦ ૧૦.
અનંત તીર્થંકર સ્મરણે આવે,
અનંત મુનિનાં ધ્યાનો સ્ફુરે;
પાવન સંમેદધામ.....પ્રભુજીને૦ ૧૧.
[ ૪૦ ]

Page 41 of 95
PDF/HTML Page 49 of 103
single page version

background image
ભરતભૂમિમાં અનંત ચોવીસી,
શિખરજીથી પામ્યા સિદ્ધિ;
મહિમાવંત મહાન.....પ્રભુજીને૦ ૧૨.
વંદન સિદ્ધભગવાન.....પ્રભુજીને૦ ૧૨.
દેવ-દેવેન્દ્રો તુજને પૂજે,
આનંદ-મંગળ નિત્યે વર્તે;
ઉન્નત શિખરધામ.....પ્રભુજીને૦ ૧૩.
અપૂર્વ યાત્રા ગુરુજી સાથે,
અંતરમાં કોઈ આનંદ ઊલસે;
વંદન હો ગુરુરાજ.....પ્રભુજીને૦ ૧૪.
આવાં ધામ પવિત્ર નિહાળ્યે,
અંતરમાં આનંદ બહુ ઊછળે;
વંદન વારંવાર, તીરથને લાખો પ્રણામ;
વંદન હો અનંત, તીરથને ક્રોડો પ્રણામ. ૫.
૩૬. આજે ગુરુજી મારા સ્વર્ણે પધાાર્યા રે
(રાગઃ વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે)
આજે સોનેરી મંગળ દિન ઊગ્યો રે,
આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે,
આજે ગુરુજી મારા સ્વર્ણે પધાર્યા રે,
સુવર્ણપુરીમાં આજે આનંદ છવાયા રે...આજે૦ ૧.
[ ૪૧ ]

Page 42 of 95
PDF/HTML Page 50 of 103
single page version

background image
યાત્રા કરીને આજે ગુરુજી પધાર્યા;
સ્વર્ણપુરીના સંત સ્વર્ણે બિરાજ્યા (પધાર્યા).
સ્વર્ણપુરીમાં આજે ફૂલડાં પથરાવો રે,
(અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,)
ઘર-ઘરમાં આજે દીવડા પ્રગટાવો રે...આજે૦ ૨.
આવો પધારો ગુરુજી અમ આંગણિયે;
આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે.
માણેક-મોતીના સાથિયા પુરાવું રે,
વિધવિધ રત્નોથી ગુરુને વધાવું રે...આજે૦ ૩.
ભારતભૂમિમાં ગુરુજી પધાર્યા;
નગરનગરમાં ગુરુજી પધાર્યા.
તારણહારી વાણીથી હિંદ આખું ડોલે રે,
ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે.
(ભવ્ય જીવોનો આતમ જાગે રે.)...આજે૦ ૪.
સમ્મેદશિખરની યાત્રા કરીને;
શાશ્વત ધામની વંદના કરીને;
ભારતમાં ધર્મધ્વજ લહરાવ્યા રે,
પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે...આજે૦ ૫.
સીમંધરસભાના રાજપુત્ર વિદેહે;
સતધર્મ-પ્રવર્તક સંત ભરતે.
પરમ-પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે,
(ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,)
ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે,
નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે...આજે૦ ૬.
[ ૪૨ ]

Page 43 of 95
PDF/HTML Page 51 of 103
single page version

background image
નગરે નગરે જિન-મંદિર સ્થપાયાં;
ગુરુજી-પ્રતાપે કલ્યાણક ઉજવાયાં.
અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે,
ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે.
(સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.)...આજે૦ ૭.
નભમંડળમાંથી પુષ્પોની વર્ષા;
આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા.
અનુપમ (અગણિત) ગુણવંતા ગુરુજી અમારા રે,
સાતિશય શ્રુતધારી, તારણહારા રે,
ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે...આજે૦ ૮.
સૂરો મધુરા ગુરુવાણીના ગાજે;
સુવર્ણપુરે નિત્ય ચિદ્-રસ વરસે.
જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે,
શાસ્ત્રોનાં ઊંડાં રહસ્યો ઉકેલે રે...આજે૦ ૯.
મંગલમૂરતિ ગુરુજી પધાર્યા;
અમ આંગણિયે ગુરુજી બિરાજ્યા.
મહાભાગ્યે મળિયા ભવહરનારા રે,
અહોભાગ્યે મળિયા આનંદદાતારા રે,
પંચમ કાળે પધાર્યા ગુરુદેવા રે,
નિત્યે હોજો ગુરુચરણોની સેવા રે...આજે૦ ૧૦.
[ ૪૩ ]

Page 44 of 95
PDF/HTML Page 52 of 103
single page version

background image
૩૭. ગુરુજીની જોM જગે નહિ જMે
સોનેરી સૂર્ય સ્વર્ણપુરીમાં રે લાલ,
પધાર્યા કહાનગુરુદેવ જો,
ગુરુજીની જોડ જગે નહિ જડે રે લાલ. ૧.
ગુણો ગહન ગુરુદેવના રે લાલ,
અદ્વિતીય અવતાર જો. ગુરુજીની૦ ૨.
દિવ્ય મહિમા ગુરુદેવની રે લાલ,
દિવ્યતા-ભરેલી ગુરુવાણ જો. ગુરુજીની૦ ૩.
દર્શનથી આત્મરુચિ જાગતી રે લાલ,
વાણીથી આતમ પલટાય જો. ગુરુજીની૦ ૪.
ગુરુજીની મહિમા હું શું કથું રે લાલ,
અપૂર્વ શ્રુત-અવતાર જો. ગુરુજીની૦ ૫.
ભારતખંડમાં વિચર્યા રે લાલ,
યાત્રા કરી અદ્ભુત જો. ગુરુજીની૦ ૬.
પાવન યાત્રાએ ગુરુ સંચર્યા રે લાલ,
પાવન થયો હિન્દ દેશ જો. ગુરુજીની૦ ૭.
પુર પુર ગુરુજી પધારિયા રે લાલ,
વાણીમાં ચિતચમત્કાર જો. ગુરુજીની૦
વાણી ચૈતન્યરસધાર જો. ગુરુજીની૦ ૮.
ભવ્યવૃન્દ ગુરુને વધાવતા રે લાલ,
પગલે પગલે પુષ્પમેઘ જો. ગુરુજીની૦ ૯.
સસંઘ ગુરુજી સંચર્યા રે લાલ,
દાસને દેખાડ્યા તીર્થધામ જો. ગુરુજીની૦ ૧૦.
[ ૪૪ ]

Page 45 of 95
PDF/HTML Page 53 of 103
single page version

background image
શાશ્વતધામનાં દર્શન કર્યાં રે લાલ,
સમ્મેદશિખરનાં દર્શન કર્યાં રે લાલ,
ભાવે પધાર્યા તીર્થધામ જો. ગુરુજીની૦ ૧૧.
સિદ્ધપ્રભુનાં દર્શન કર્યાં રે લાલ,
પામવાને સિદ્ધસ્વરૂપ જો. ગુરુજીની૦ ૧૨.
તીર્થંકરદેવનાં દર્શન કર્યાં રે લાલ,
ત્રણ ભુવનના નાથ જો. ગુરુજીની૦
સાક્ષાત્ ભેટ્યા ભગવાન જો. ગુરુજીની૦ ૧૩.
રાજગૃહી સમોસરણ સોહતા રે લાલ,
વીરધ્વનિના છૂટ્યા નાદ જો. ગુરુજીની૦ ૧૪.
પાવાપુરી રળિયામણી રે લાલ,
વીર પ્રભુના સિદ્ધિધામ જો. ગુરુજીની૦ ૧૫.
બહુ બહુ તીરથ દર્શન કર્યાં રે લાલ,
નગરે નગરે વધાઈ જો. ગુરુજીની૦ ૧૬.
જ્ઞાયકદેવ સમજાવિયા રે લાલ,
ખોલ્યા અપૂર્વ શિવપંથ જો. ગુરુજીની૦ ૧૭.
આંબા રોપ્યા સત્ધર્મના રે લાલ,
ફાલ્યા ભરતમાં ફાલ જો. ગુરુજીની૦ ૧૮.
જય વિજય ગુરુદેવનો રે લાલ,
જીવોનાં જૂથ ઉભરાય જો. ગુરુજીની૦ ૧૯.
યાત્રા અપૂર્વ ગુરુ સાથમાં રે લાલ,
મંગલ પ્રતિષ્ઠા અનેક જો. ગુરુજીની૦ ૨૦.
આદર્શ કાર્ય ગુરુદેવનાં રે લાલ,
પરમ પ્રતાપી ગુરુદેવ જો. ગુરુજીની૦ ૨૧.
[ ૪૫ ]

Page 46 of 95
PDF/HTML Page 54 of 103
single page version

background image
ગુરુજી પધાર્યા આજ સ્વર્ણમાં રે લાલ,
પાવન કર્યું સ્વર્ણધામ જો. ગુરુજીની૦ ૨૨.
વિધવિધ સ્વાગત ગુરુદેવનાં રે લાલ,
રત્ને વધાવું ગુરુરાજ જો. ગુરુજીની૦
(હૈડે આનંદ ઉભરાય જો. ગુરુજીની૦) ૨૩.
મીઠાં સ્મરણો યાત્રા તણાં રે લાલ,
મીઠા જીવનના પ્રસંગ જો. ગુરુજીની૦ ૨૪.
નિત્યે ગુરુની ચરણસેવના રે લાલ,
નિત્ય હોજો ગુરુજીનો સાથ જો. ગુરુજીની૦ ૨૫.
ધન્ય મંગળ દિન ઊગિયો રે લાલ,
સ્વર્ણે પધાર્યા ગુરુદેવ જો. ગુરુજીની૦ ૨૬.
૩૮. બાહુબલીભકિત
(રાગઆવો! આવો! સીમંધર જિનરાજજી રે)
દેખ્યા દેખ્યા બાહુબલી મુનિરાજને રે, બાહુ
દેખ્યા દેખ્યા ૠષભનંદન મુનિરાજને રે, ૠષભ
મુનિવર મહિમાથી વાંછિત કારજ પામીએ.
મનહર મુદ્રા સોહે બાહુબલીદેવની રે, સોહે
તુજ દર્શનથી અંતર અમ ઊછલી રહ્યાં,
બાર બાર માસની તપશ્ચર્યા આદરી રે, તપ
આવી ઊભા વન-જંગલ ઘનઘોરમાં.
નિશ્ચલ ઊભા મુનિવર આતમધ્યાનમાં રે, મુનિ
વેલડિયું વીંટાણી આખા દેહમાં.
[ ૪૬ ]

Page 47 of 95
PDF/HTML Page 55 of 103
single page version

background image
ભરતચક્રી ત્યાં મુનિવરદર્શન સંચર્યા રે, મુનિ
ભક્તિભાવથી બાહુબલી-પદ પૂજિયા,
બાહુબલીજી શ્રેણીઆરોહણ આદર્યાં રે, શ્રેણી
કેવળલક્ષ્મી ક્ષણમાં મુનિવર પામિયા.
પૂર્ણચતુષ્ટય બાહુબલીજિન શોભતા રે, બાહુ
અનંત ગુણઆનંદ મુનિવર પામિયા.
અનંત જ્ઞાને બાહુબલીજિન સોહતા રે, બાહુ
અનુપમ શાશ્વત પૂર્ણાનંદને પામિયા.
દૈવી મુદ્રા બાહુબલીની દીપતી રે, બાહુ
ચૈતન્યદેવની દિવ્યતા દર્શાવતી.
મુનિવરમુદ્રા જિનમુદ્રા સમ જાણીએ રે, જિન
અપૂર્વ શાંતિ ઉપશમરસ વરસી રહ્યા.
મુનિવરસેવા મહાભાગ્યેથી પામીએ રે, મહા
ભવ્યોને અહો! ભવથી પાર ઉતારતી.
મુનિવરસેવા કલ્પવૃક્ષચિંતામણિ રે, કલ્પ
સેવકને અહો! મનવાંછિત ફલ આપતી.
મહાભાગ્ય અમગુરુજી યાત્રા પધારિયા રે, ગુરુજી
ગુરુજી સાથે મુનિવરદર્શન પામિયા.
ગુરુજીપ્રતાપે આનંદરસ વરસી રહ્યા રે,
દેવગુરુજી નિત્ય રહો મનમંદિરે....દેખ્યા. દેખ્યા
[ ૪૭ ]

Page 48 of 95
PDF/HTML Page 56 of 103
single page version

background image
૩૯. આજે ગુરુજી મારા પોન્નૂર પધાાર્યા રે
(રાગઃ સ્વર્ણપુરે ભાવી ભગવંત પધાર્યા રે)
આજે ગુરુજી મારા પોન્નૂર પધાર્યા રે,
ગુરુ-ઉર વસિયા પોન્નૂર-ૠષિરાયા રે.
કુંદકુંદદેવા! તારી શી શી કરું સેવા,
મહાભાગ્યે મળિયા મુનિવરદેવા;
ધન્ય ધન્ય મહામુનિ મંગળકારા રે,
પંચમ કાળે આદર્શ મુનિરાયા રે.....આજે૦ ૧.
શાસનશિરોમણિ કુંદકુંદસ્વામી,
રત્નત્રયધારી ચૈતન્ય-આરાધી;
જિનશાસનસ્તંભ! તારી બલિહારી રે,
અનુપમ જ્ઞાનધારી આત્મવિહારી રે.....આજે૦ ૨.
પોન્નૂર પર તુજ પદચિહ્ન સોહે,
દર્શન કરી યાત્રી પાવન થાયે;
અધ્યાતમ-અધિપતિ કુંદકુંદદેવા રે,
અધ્યાત્મ-ધોધ તેં વિશ્વે વહાવ્યા રે.....આજે૦ ૩.
પોન્નૂરગિરિ! પૂછું, ઉત્તર તું દેજે,
અમ સંવેદન હૈયે તું ધરજે;
કુંદપ્રભુની મીઠી વાર્તા સુણાવો રે,
કુંદપ્રભુના મીઠા સંદેશા આપો રે.....આજે૦ ૪.
કેવા હતા મારા કુંદકુંદસ્વામી?
વસતા’તા ક્યાં અહો આતમ-આરામી?
કોણ ભૂમિમાં વન-શિખરે બિરાજ્યા રે,
કોણ ભૂમિમાં ઊંડા આત્મધ્યાન સાધ્યાં રે.....આજે૦ ૫.
[ ૪૮ ]

Page 49 of 95
PDF/HTML Page 57 of 103
single page version

background image
ગિરિરાજ કહેઃ કુંદસ્વામી પધાર્યા,
પરમ વૈરાગી મુનિ અહીં બહુ વિચર્યા;
અમારે વન-પર્વત માંહી બિરાજ્યા રે,
અમ ભૂમિમાં ઊંડાં આત્મધ્યાન સાધ્યાં રે.....આજે૦ ૬.
કુંદપ્રભુએ ઊંડાં આત્મધ્યાન સાધ્યાં,
નિશદિન આતમદેવ આરાધ્યા;
સાતિશય શ્રુતધારી, જિનમુદ્રાધારી રે,
સ્વાનુભૂતિમાં ઝૂલે મુનિ વીતરાગી રે.....આજે૦ ૭.
કુંદદેવને લાગી પ્રભુદર્શનની લગની,
અંતર માંહી સીમંધર-રઢ જાગી;
(અંતર માંહી જપે જિનવરસ્વામી;)
કેમ દેખું સાક્ષાત સીમંધરદેવા રે,
વિદેહક્ષેત્રે બિરાજે જિનવરરાયા રે.....આજે૦ ૮.
મુનિધ્યાન ફળિયાં ને પ્રભુજી ઉચ્ચરિયા,
વિદેહીનાથનાં કૃપામૃત વરસ્યાં;
સીમંધરનાથે આશીર્વાદ આપ્યા રે,
સમોસર્ણે સભાજનો આશ્ચર્ય પામ્યા રે.....આજે૦ ૯.
જંબૂ-ભરતમાંથી ઊપડ્યા વિદેહે,
પંચમ કાળે પહોંચ્યા પ્રભુજીની પાસે;
સાક્ષાત્ પ્રભુજીનાં દર્શન લાધ્યાં રે,
ઊંચી ઊંચી ભાવનાનાં ફળ રૂડાં પામ્યા રે.....આજે૦ ૧૦.
ભારતના મુનીશ્વર વિદેહયાત્રા પામ્યા,
સીમંધરનાથને નજરે નિહાળ્યા;
ૠદ્ધિધારી આશ્ચર્યકારી આત્મવિકાસી રે,
કહાનગુરુએ કુંદમહિમા પ્રકાશી રે.....આજે૦ ૧૧.
[ ૪૯ ]

Page 50 of 95
PDF/HTML Page 58 of 103
single page version

background image
સીમંધરનાથના નાદને ઝીલી,
અંતર આતમમાં ઊંડા ઉતારી;
પરમાગમ-શાસ્ત્રોમાં ભાવો ભરી દીધા રે,
સ્વાનુભૂતિના સત્ય પંથ પ્રકાશ્યા રે;
કુંદકુંદ-ગુણગીતો શાસ્ત્રોમાં ગાયા રે,
કુંદકુંદનાં ગુણગીતો મુનિઓએ ગાયા રે.....આજે૦ ૧૨.
પંચમ કાળના અચિંત્ય ઉપકારી,
અગણિત ગુણધારી કુંદકુંદસ્વામી;
જ્ઞાનેશ્વરી તપેશ્વરી ગગનવિહારી રે,
ચિદનિધિધારી, અપૂર્વ મહિમાધારી રે,
નિત્ય હોજો કુંદકુંદસેવા (મુનિવરસેવા)
મંગલકારી રે.....આજે૦ ૧૩.
તુજ પરમ ભક્ત મારા કહાનગુરુ પાક્યા,
અમ સેવકના આતમ ઉજાળ્યા;
તુજ વાણી-અમૃત ઘોળી ઘોળી પીધાં રે,
તુજ વાણી-અમૃત ભરતે વહાવ્યાં રે.....આજે૦ ૧૪.
અપૂર્વ યાત્રા ગુરુદેવે કરાવી,
અમ સેવક પર કૃપા વરસાવી;
નિત્ય હોજો ગુરુજીનો સાથ મંગળકારી રે,
નિત્ય હોજો ગુરુજીની સેવા મંગળકારી રે.....આજે૦ ૧૫.
[ ૫૦ ]

Page 51 of 95
PDF/HTML Page 59 of 103
single page version

background image
૪૦. સોનેરી સદ્ગુરુદેવ પધાારિયા રે
(રાગમંદિરના સુવર્ણ કળશો જળે ભર્યા રે)
આજે આનંદમંગળ વરતી રહ્યાં રે;
મંગલ યાત્રા કરી ગુરુદેવે કે,
સુંદર સ્વર્ણપુરીમાં પધારિયા રે,
આજે સોનેરી સૂરજ ઊગિયો રે;
સુંદર સોહી રહ્યાં સ્વર્ણધામ કે.
સોનેરી સદ્ગુરુદેવ પધારિયા રે. ૧.
રત્ન-પુષ્પોથી ગુરુજી વધાવીએ રે;
ભક્તિભાવે પૂજું ગુરુ-પાય કે...સોનેરી૦ ૨.
ગુરુદેવ (દક્ષિણ) બાહુબલીયાત્રા પધારિયા રે;
સાથે સેવકસંઘ અપાર કે...સોનેરી૦ ૩.
ભારતમાં ધર્મધ્વજ ફરકાવિયા રે;
સાચો બતાવ્યો મુક્તિનો રાહ કે...સોનેરી૦ ૪.
ભારતમાંહી અદ્વિતીય અવતાર છો રે;
જેની જોડ નહીં જગમાંય કે...સોનેરી૦ ૫.
દેશોદેશના સજ્જનો વધાવતા રે;
ગુરુજીનાં સ્વાગત અપૂર્વ (અદ્ભુત) થાય કે...સોનેરી૦ ૬.
અદ્ભુત જ્ઞાનવૈરાગ્યે ગુરુ શોભતા રે;
અનુપમ વાણીમાં આશ્ચર્ય અપાર કે...સોનેરી૦
દિવ્યવાણી બતાવે શિવપંથ કે...સોનેરી૦ ૭.
ગુરુજી સંઘ સહિત બહુ વિચર્યા રે;
(બહુ બહુ દેશ-વિદેશ ગુરુ વિચર્યા રે,)
બહુ બહુ યાત્રા કરાવી ગુરુદેવ કે...સોનેરી૦ ૮.
[ ૫૧ ]

Page 52 of 95
PDF/HTML Page 60 of 103
single page version

background image
જિનવરપૂજન અપૂર્વ ગુરુદેવનાં રે;
(જિનવરપૂજન ગુરુજીનાં શોભતાં રે;)
અપૂર્વ ભક્તિ કરાવી ગુરુદેવે કે....સોનેરી૦ ૯.
જિનવર-અભિષેક ગુરુજીના શોભતા રે;
અંતર ઊછળી ઊછળી જાય કે...સોનેરી૦ ૧૦.
અપૂર્વ યાત્રા કરી ગુરુ સાથમાં રે;
ભારતના મહાપ્રભાવી સંત કે...સોનેરી૦ ૧૧.
આજે યાત્રા કરીને પધારિયા રે;
સુંદર સ્વર્ણપુરી મોઝાર કે...સોનેરી૦
(સુંદર સોહી રહ્યા સ્વર્ણધામ કે...સોનેરી૦) ૧૨.
દેવો-દેવેન્દ્રો પુષ્પે વધાવતા રે;
અમીદ્રષ્ટિ કરે કુંદદેવ કે...સોનેરી૦
(અમીદ્રષ્ટિ કરે જિનદેવ કે....સોનેરી૦) ૧૩.
ગગને દેવદુંદુભી વાગતા રે;
ઘેર ઘેર આનંદ-મંગળ આજ કે...સોનેરી૦ ૧૪.
ધજા-મંડપ-દુંદુભિ સ્વાગત કરે રે;
આવો પધારો સુવર્ણના નાથ કે...સોનેરી૦ ૧૫.
શાં શાં સ્વાગત કરું ગુરુદેવનાં રે;
આજે હીરલે વધાવું ગુરુદેવ કે...સોનેરી૦ ૧૬.
ઘેર ઘેર સ્વાગત-બંસરી બજી રહી રે;
આજે અંતર ઊછળી જાય કે...સોનેરી૦
(આજે અમૃતવર્ષા થાય કે...સોનેરી૦)
નિશદિન તુજ ચરણોની સેવા કે...સોનેરી૦ ૧૭.
[ ૫૨ ]