Gurustutiaadisangrah (Gujarati). 12. TUJ PADAPANKAJ JYA THAYA; 13. MERA MANADA MANHI GURUDEV; 14. SHASAN UDDHARAK GURU JANMADIVAS; 15. MARA JIVAN TANI SUDDHA SHEREEAE; 16. SHREE SADGURU AATAMARAMEE; 17. BHARATAKHANDAMA EK SANT UGIYO; 18. HO BHAVIYA PAMI AMOOLYA JINAVANEE; 19. GURUNE VANDU VAR HAJAR; 20. GURUNE PRATAH PRANAM; 21. SHREE GURURAJ TERE CHARNOME; 22. VAGE CHHE GYANVAJA; 23. SUKHASHANTIPRADATA; 24. JINANDA-CHAND VANEE; 25. KAHANGURU BIRAJO MANAMANDIRIYE; 26. VIDEHAVASI KAHANGURU BHARATE; 27. GURURAJ PADHARYA AM AANGANE; 28. AAO PADHARO MONGHERA GURURAJAJEE RE; 29. AAJ MOTIDE ME VARASE JO; 30. SHIKHAR SAMMED SOHAMANA; 31. AAVO AAVONE SUR-NARVRUND.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 6

 

Page 13 of 95
PDF/HTML Page 21 of 103
single page version

background image
[ ૧૩ ]
અંતરહૃદયમાં કરુણાનો પિંડ છે,
દ્રઢતાને નહિ પાર. જન્મ્યા૦ ૩.
દર્શનથી સત્ રુચિ જાગે છે,
વાણીથી અંતર પલટાય; જન્મ્યા૦
સદ્ગુરુદેવા અમૃત પીરસતા,
સેવક વારી વારી જાય. જન્મ્યા૦ ૪.
સિંહકેસરીના સિંહનાદેથી,
હલાવ્યું છે આખું હિંદ, જન્મ્યા૦
સુવર્ણપુરીમાં નિત્ય નિત્ય ગાજતા,
આત્મ-બંસી કેરા સુર. જન્મ્યા૦ ૫.
જ્ઞાતા-અકર્તાનું સ્વરૂપ સમજાવે,
સ્વપરનો બતાવે ભેદ, જન્મ્યા૦
કલ્પવૃક્ષ અમ આંગણે ફળિયું,
મનવાંછિત દાતાર. જન્મ્યા૦ ૬.
શ્રી ગુરુદેવની ચરણસેવાથી,
ભવના આવે છે અંત, જન્મ્યા૦
તન-મન-ધન પ્રભુ ચરણે અર્પુ;
તોયે પૂરું નવ થાય, જન્મ્યા૦ ૭.
૧૨. તુજ પાદપંકજ જ્યાં થયાં....
તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે;
એ ગામ
પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્દ્ય છે. ૧.
તારાં કર્યાં દર્શન અરે! તે લોક પણ કૃતપુણ્ય છે;
તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. ૨.

Page 14 of 95
PDF/HTML Page 22 of 103
single page version

background image
[ ૧૪ ]
તારી મતિ, તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે;
આદર્શ સાધક તું થયો, વૈરાગ્ય વચનાતીત છે. ૩.
વૈરાગ્યમૂર્તિ, શાંતમુદ્રા, જ્ઞાનનો અવતાર તું;
ઓ દેવના દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કથું? ૪.
અનુભવ મહીં આનંદતો સાપેક્ષ દ્રષ્ટિ તું ધરે;
દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે. ૫.
તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના;
એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામ ના. ૬.
અધ્યાત્મની વાતો કરે, અધ્યાત્મની દ્રષ્ટિ ધરે;
નિજ દેહ
અણુઅણુમાં અહો! અધ્યાત્મરસ ભાવે ભરે. ૭.
અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો;
કાયા અને વાણી
હૃદય, અધ્યાત્મમાં રેલાવતો. ૮.
જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ, ત્યાં આનંદના ઊભરા વહે;
છાયા છવાયે શાંતિની, તું શાંતમૂર્તે! જ્યાં રહે. ૯.
અધ્યાત્મમૂર્તિ, શાન્તમુદ્રા, જ્ઞાનનો અવતાર તું;
ઓ કહાનદેવ દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કથું? ૧૦.
૧૩. મેરા મનMા માંહી ગુરુદેવ....
મેરા મનડા માંહી ગુરુદેવ રમે;
જગના તારણહારાને મારું દિલ નમે.
ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે;
સ્વાધ્યાયમંદિર સ્થપાયા અમ આંગણિયે.
શાસનતણા સમ્રાટ અમારે આંગણે આવ્યા,
અદ્ભુત યોગિરાજ અમારાં ધામ દીપાવ્યાં;

Page 15 of 95
PDF/HTML Page 23 of 103
single page version

background image
[ ૧૫ ]
મીઠો મહેરામણ આંગણિયે કહાન મહારાજ,
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ. મેરા૦ ૧.
અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે,
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
યુક્તિ-ન્યાયમાં શૂરા છો યોગીરાજ,
નિશ્ચય-વ્યવહારના સાચા છો જાણનહાર. મેરા૦ ૨.
દેહે મઢેલા દેવ છો, ચરિતે સુવર્ણવિશુદ્ધ છો,
ધર્મે ધુરંધર સંત છો, શૌર્યે સિંહણ-પીધ-દૂધ છો;
મુક્તિ વરવાને ચાલ્યા છો યોગિરાજ,
સનાતન ધર્મના સાચા છો ૠષિરાજ. મેરા૦ ૩.
સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે,
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અંતર્ગતના ભાવોને ઓળખનાર,
આત્મિક વીર્યના સાચા સેવનહાર. મેરા૦ ૪.
૧૪. શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ
શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે,
જેને અંતર ઊછળ્યાં આત્મ તણાં નિધાન,
જયજયકાર જગતમાં કહાનગુરુનો ગાજતો રે. શાસન૦ ૧.
(સાખી)
ઉમરાળામાં જનમિયા ઉજમબા કૂખ નંદ,
કહાન તારું નામ છે જગતવંદ્ય અનુપ;
જયજયકાર જગતમાં થાયે તુજનો આજ,
મહિમા તુજ ગુણની હું શી કહું મુખથી સાહિબા રે. શાસન૦ ૨.

Page 16 of 95
PDF/HTML Page 24 of 103
single page version

background image
[ ૧૬ ]
જ્ઞાન-ભાનુ પ્રકાશિયો, ઝળક્યો જગત મોઝાર,
સાગર અનુભવ જ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ.
વિષમકાળે વરસ્યો અમૃતનો વરસાદ,
તારી ભક્તિ તણો આલ્હાદ ઇચ્છે ઇન્દ્રો-પતિ રે. શાસન૦ ૩.
સીમંધર જિનરાજના નંદન રૂડા કહાન,
ઊછળ્યા સાગર શ્રુતના તુજ આતમ મોઝાર;
તારા જન્મે તો હલાવ્યું આખા હિંદને રે,
પંચમ કાળે તારો અદ્વિતીય અવતાર,
સારા ભરતે તારો મહિમા અખંડ વ્યાપી રહ્યો રે. શાસન૦ ૪.
સેવા ચરણકમળતણી ઇચ્છું નિશદિન દેવ,
તુજ ચરણ સમીપ રહી, કરીએ આત્મકલ્યાણ,
તારા ગુણતણો મહિમા છે અપરંપાર;
તારા જન્મે ગગને દેવદુંદુભિ વાગિયાં રે,
ઇંદ્રો ચંદ્રો તારા જન્મદિવસને ઊજવે રે. શાસન૦ ૫.
૧૫. ગુરુ મારા ઘોર આવોને....
મારા જીવન તણી શુદ્ધ શેરીએ ગુરુ આવોને;
હું તો જોઉં વાલમની વાટ, મારા ઘેર આવોને. ૧.
મારા ચંદનના ચિત્ત ચોકમાં ગુરુ આવોને;
મારા આતમ સરોવર ઘાટ, મારા ઘેર આવોને. ૨.
મેં છોડી સ્વચ્છંદતા માહરી ગુરુ આવોને;
ગુરુચરણે કર્યું દિલ ડુલ, મારા ઘેર આવોને. ૩.

Page 17 of 95
PDF/HTML Page 25 of 103
single page version

background image
[ ૧૭ ]
હું જ્યોત જગાવું પ્રેમની ગુરુ આવોને;
ગુરુ વેર્યાં આનંદનાં ફૂલ, મારા ઘેર આવોને. ૪.
મને વ્યાપી વિરહ તણી વેદના ગુરુ આવોને;
મારાથી ખમી ન ખમાય, મારા ઘેર આવોને. ૫.
મારે એક ઘડી એક યુગ થઈ ગુરુ આવોને;
ગુરુ દરશન દેવાને દયાળ, મારા ઘેર આવોને. ૬.
જ્ઞાનનિધિ જ્ઞાન પ્રગટાવવા ગુરુ આવોને;
મને પાવન કરો ધરી પાદ, મારા ઘેર આવોને. ૭.
તમે મારાં નયનના તારલા ગુરુ આવોને;
મારા હૈયાના અણમૂલા હાર, મારા ઘેર આવોને. ૮.
આ ત્રિવિધ તાપને ટાળવા ગુરુ આવોને;
સંત સેવક તણા શણગાર, મારા ઘેર આવોને. ૯.
મારા જીવન તણી શુદ્ધ શેરીએ, ગુરુ આવોને;
હું તો જોઉં ગુરુજીની વાટ, મારા ઘેર આવોને. ૧૦.
૧૬. શ્રી સદ્ગુરુ આતમઆરામી
શ્રી સદ્ગુરુ આતમ-આરામી,
ભાગ્યે મળિયા જગવિશરામી;
અંતર આનંદ અતિ પામી,
તારું નામ રટું પલપલ સ્વામી. ૧.
અનંત કાળે ગુરુ આવી યા,
મારા મનના મનોરથ સકળ ફળ્યા;
ગુરુ શિવરમણીના છો કામી,
તારું નામ રટું પલપલ સ્વામી. ૨.

Page 18 of 95
PDF/HTML Page 26 of 103
single page version

background image
[ ૧૮ ]
સીમંધર ગણધર સત્સંગી,
તારાં દર્શને પાપ જાવે નાસી;
અક્ષય ગુણગણ રત્નધામી,
તારું નામ રટું પલપલ સ્વામી. ૩.
એ ગુરુવરનો મહિમા મોટો,
જેનો જગમાં જડે ન કદી જોટો;
મહાભાગ્યે ગુરુદર્શન પામી,
તારું નામ રટું પલપલ સ્વામી. ૪.
મારા મન-ઘરમાં તમે આવી વસો,
પછી ખામી શાની ગુરુ મારે કહો;
લહે હર્ષ સેવક અંતરજામી,
તારું નામ રટું પલપલ સ્વામી. ૫.
૧૭. ભારતખંMમાં એક સંત ©ગિયો
ભારતખંડમાં સંત એક ઊગિયો,
ભાગ્યવાન આંગણે કહાન એ પાકિયો;
ચૈતન્ય જ્યોતિ અખંડ,
સંત એવા પૂજવા પધારજો. ૧.
જાગિયા એ સંત આજ, જગતને જગાડવા;
મુક્તિમંત્ર આપિયો, સ્વતંત્રતાને પામવા;
શક્તિ એની છે પ્રચંડ....સંત૦ ૨.
સીમંધરદેવના ચરણ-ઉપાસક,
પૂર્ણાનંદ સ્વરૂપ તણો ગ્રાહક;
જાગ્યો એ સંત એકાએક....સંત૦ ૩.

Page 19 of 95
PDF/HTML Page 27 of 103
single page version

background image
[ ૧૯ ]
કુંદકુંદગુરુનો કેડાયત સંત એ,
સમયસાર શાસ્ત્રનો પચાવનાર સંત એ;
ખોલ્યાં રહસ્ય અણમૂલ... .સંત૦ ૪.
અજ્ઞાન અંધારાં નશાડવા એ શૂરવીર,
જ્ઞાનપ્રકાશ પ્રકાશવા એ ભડવીર;
ભવ્યનો ઉદ્ધારનાર વીર....સંત૦ ૫.
નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત એ,
આત્મ અખંડમાં થયા અલમસ્ત એ;
વાણીએ ઝરે અમીરસ....સંત૦ ૬.
ઉત્તમ ભાગ્યથી સંત એ સેવિયા,
સેવકનાં સર્વ કાર્ય સુધરિયાં,
વંદન હોજો અનંત....સંત૦ ૭.
૧૮. અમૂલ્ય જિન વાણી
હો ભવિયા પામી અમૂલ્ય જિનવાણી,
હો ભવિયા પામી અમૂલ્ય ૐવાણી,
હો ભવિયા પામી અમૂલ્ય ગુરુવાણી,
તું ઊતરજે અંતરમાંહી....હો૦ ૧.
ત્રિભુવનદીપક જિનની સેવા,
અખૂટ ગુણના મેવા લેવા;
સેવીએ આ સત્-ધર્મવાણી....હો૦ ૨.
દીપક જ્ઞાનનો ઘટમાં જગાવી,
દર્શનશુદ્ધિ નિર્મળ પામી;
સુણીએ એ દિવ્ય જિનવાણી....હો૦ ૩.

Page 20 of 95
PDF/HTML Page 28 of 103
single page version

background image
[ ૨૦ ]
વિશ્વવિલોચન તારણહારી,
કલ્પવયણ છે ચમકત તારી;
અહો મનવાંછિત દેનારી....હો૦ ૪.
રહસ્ય ભરેલી એ પુનિત વાણી,
ગુણગણગંગ પ્રવાહ નિશાની;
અહો ઉજમબા-માત-સુતવાણી...હો૦ ૫.
અમૂલ્ય રહસ્ય પરમાગમનાં,
જ્ઞાન-કપાટ ખોલીને બતાવ્યાં;
ગુરુ કહાને અમૃત રેલાવિયા...હો૦ ૬.
ચૈતન્યદેવના હાર્દ તપાસનારી,
ગુણના સૂક્ષ્મ ભાવો જણાવનારી;
એ અદ્ભુત ગુરુ કહાન વાણી....હો૦ ૭.
ચોબાજુ સૂક્ષ્મ પટ ખોલનારી,
નિત નિત આનંદ મંગળકારી;
ગુરુકહાન-વાણી ભવતારી....હો૦ ૮.
૧૯. ગુરુને વંદું વાર હજાર
પ્યારા સદ્ગુરુદેવ, ગુરુને વંદું વાર હજાર;
ગુરુને વંદું વાર હજાર,
ચંદ્ર-સૂરજ સમ કાંતિ સોહે, ભવિજનનાં મનડાંને મોહે;
દર્શન આનંદકાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૧.
ભવ્યજનોના ભવ હરનારા, ભરતભૂમિમાં સુખ કરનારા;
ભવજલ-તારણહાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૨.
મંગલ મૂરતિની બલિહારી, હર્ષથી વંદે સહુ નરનારી;
વાણી આનંદકાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૩.

Page 21 of 95
PDF/HTML Page 29 of 103
single page version

background image
[ ૨૧ ]
શાસનનાયક તું જગદીવો, જગજનજીવન ચિરંજીવો;
આતમને હિતકાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૪.
આપ ચરણની સેવા માગું, દીનબંધુ તુમ ચરણે લાગું;
ભક્ત કરો ઉદ્ધાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૫.
૨૦. ગુરુને પ્રાત: પ્રણામ
ઉજમબાના નંદન ગુરુને પ્રાતઃ પ્રણામ....ગુરુને૦
દુષમકાળે દર્શન દીઠાં, લાગે અમીરસથી પણ મીઠાં;
અવર અનિઠ તમામ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૧.
તુજ વાણીની માયા લાગી, અંતર આતમની જ્યોત જાગી;
સમરું સદા તુજ નામ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૨.
કૃપા ભરેલાં નેત્ર તમારાં, દેખી હરખે હૈયાં હમારાં;
ફળિયો સુરતરુ આજ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૩.
ઝળહળ જ્યોતિ દીપે તમારી, ભવિજન તિમિરની હરનારી;
અભિનવ ભાનુ સ્વામ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૪.
સદ્ગુરુ અલબેલા સ્વામી, મંગલકારી જગહિતકામી;
જ્ઞાન-દર્શન-ગુણધામ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૫.
તુજ દર્શન-અમૃતરસ પીધું, ભવોભવનું અમ કારજ સીધ્યું;
અવરશું મુજ ન કામ, ગુરુને પ્રાતઃ પ્રણામ. ૬.
૨૧. ગુરુરાજ તેરે ચરણાxમx
શ્રી ગુરુરાજ તેરે ચરણોમેં શિર નમાવું,
મૈં ભક્તિ ભેટ અપની બલિદાનમેં ચઢાઊં;

Page 22 of 95
PDF/HTML Page 30 of 103
single page version

background image
[ ૨૨ ]
બ્રહ્માંડ માંહી ભાનુ તેરી આરતી ઉતારે,
શ્રી ગુરુદેવ તેરી મહિમા દિગન્ત ગાજે. ૧.
કુંદકુંદે કુંદન રોપ્યાં, અમૃતે અમૃત રેડ્યાં,
કહાન ગુરુએ ઘાટ ઘડિયા, અચિંત્ય કાજ સરિયાં;
કુંદકુંદ મુખારવિંદતેં પ્રગટી એ દિવ્ય વાણી,
ગુરુજી ઘટ વ્યાપી, પરમ પ્રકાશ પામી. ૨.
મંગળ તરુ ધરનારી, ભવજળ તારનારી,
બંધ-વિદારણહારી, મુક્તિની એ નિસરણી;
શ્રી સમયસારવાણી ત્રિજગહિતકારી,
મહિમા કરું શી તેરી, અલ્પ મતિ છે મેરી. ૩.
હે સદ્ગુરુદેવા, સુરરાજ સારે સેવા,
મોક્ષમાર્ગ એવા, સમયસાર આપ્યા મેવા;
હે જય જગતત્રાતા, હે જય જગતભ્રાતા,
હે સુખશાંતિ દાતા, સેવક દાન દાતા. ૪.
પ્રભુ જય મંગળકારી, છો મહા ઉપકારી,
પૂર્ણ સ્વરૂપનો હું પ્યાસી, આશ પૂરજો હે સ્વામી;
પરભાવના વિસામે, શરણે આવ્યો હું તારે,
વ્યવહારમાં વિભક્તે, સ્વભાવમાં એકત્વે. ૫.
તેરે હી કામ આવું, તેરા હી મંત્ર ગાઊં,
મન ઔર દેહ તેરે બલિદાનમેં ચઢાઊં;
સેવામેં તેરી સારી, તનકો મૈં ભૂલ જાઊં,
મૈં ભક્તિ ભેટ અપની બલિદાનમેં ચઢાઊં. ૬.

Page 23 of 95
PDF/HTML Page 31 of 103
single page version

background image
[ ૨૩ ]
૨૨. વાગે છે જ્ઞાનવાજાં
વાગે છે જ્ઞાનવાજાં ગુરુરાજના મંદિરિયે;
ગુરુરાજના મંદિરિયે, સ્વાધ્યાયમંદિરિયે,
વાગે છે જ્ઞાનવાજાં, ગુરુદેવના મંદિરિયે. ૧.
જ્ઞાની ગુરુજી બિરાજ્યા, સ્વાધ્યાયમંદિર શોભાવ્યા;
ઉપદેશ રૂડા આપ્યા, ભવ્ય જીવને ઉદ્ધાર્યા.....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૨.
પ્રભુ સુવર્ણપુરી માંહી, અચિંત્ય જ્ઞાન ખીલવી;
સૂક્ષ્મ ન્યાયો પ્રકાશી, જ્ઞાનજ્યોતિને જગાવી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૩.
મુખથી છૂટે છે ધ્વનિ, અમૃત સમી એ વાણી;
સુણતાં આનંદ થાયે, હૃદય વિકસિત થાયે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૪.
દિવ્યધ્વનિનો નાદ છૂટ્યો, ચારે દિશાએ પ્રસર્યો;
મહિમા કરું શી તેરી? અલ્પ મતિ છે મેરી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૫.
શ્રી તીર્થધામ માંહી, જયકાર નાદ ગાજે;
અનુભવ પ્રકાશી આજે, સત્ વસ્તુને બતાવે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૬.
શુદ્ધ જ્ઞાન જ્ઞાતા માંહી, શ્રદ્ધા પ્રતીત કરાવે;
અકર્તાપણું છે તારું, એ વાતને મલાવે...
વાગે છે જ્ઞાનવાજાં૦ ૭.
પ્રભુ સુવર્ણપુરી માંહી જ્ઞાનસરિતા વહાવી;
ઝણકાર ગાજે ગગને, દેવેન્દ્રને સુણાવે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૮.

Page 24 of 95
PDF/HTML Page 32 of 103
single page version

background image
[ ૨૪ ]
ભગવાન કુંદકુંદનું શાસન વર્તે છે જયવંત;
તુજ કુળને દિપાવ્યું, ગુરુ કહાનદેવ વિજયવંત....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૯.
જગતશિરોમણિ છો, જગપૂજ્ય વંદનિક છો;
વીતરાગદેવ વીરના, ગુરુ આપ લઘુનંદન છો...
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૦.
ઇન્દ્રો અને નરેન્દ્રો, માંહો માંહે વાત કરતા;
આ ભરતક્ષેત્ર માંહી, એ વીર કોણ જાગ્યો.....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૧.
ચાલો સહુ મળીને, સુવર્ણપુરી જઈએ;
જ્ઞાયકસ્વરૂપ સુણીને, જીવન કૃતાર્થ કરીએ....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૨.
ભક્તિ કરવાને તારી, શરણે આવ્યો હું વારી;
દીન-હાથ ગ્રહો કૃપાળુ, મુજ રંકને ઉગારી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૩.
૨૩. સુખશાંતિપ્રદાતા
સુખશાંતિપ્રદાતા, જગના ત્રાતા, કહાનગુરુ મહારાજ;
જનભ્રાંતિવિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરું છું આજ....૧.
જડતાનો આ ધરણી ઉપર, હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ! તેં, પ્રકાશ્યા શાસ્ત્ર ઉદાર રે...સુખ૦ ૨.
વરસાવી નિજ વચનસુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રે...સુખ૦ ૩.

Page 25 of 95
PDF/HTML Page 33 of 103
single page version

background image
[ ૨૫ ]
ગુરુવાણીનું મનન કરીને, પામું અલૌકિક ભાન;
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક સમરું, પામું કેવળજ્ઞાન રે...સુખ૦ ૪.
તારું હૃદય ગુરુ! જ્ઞાન-સમતાનું, રહ્યું નિરંતર ધામ;
ઉપકારોની વિમલ યાદીમાં, લાખો વાર પ્રણામ રે...સુખ૦ ૫.
૨૪. જિણંદ-ચંદ-વાણી
જિણંદ-ચંદ-વાણી, અનુપમ અમી સમી છે;
ગુણરત્ન કેરી ખાણી, બુધમાનસે રમી છે.
ગુરુ કહાન કેરી વાણી, અનુપમ અમી સમી છે;
ગુણરત્નની એ ખાણી, બુધમાનસે રમી છે.
મીઠાશ જેની જાણી, ગર્વો બધા ગળે છે;
જસ પાન કાને કરતાં, ભવવ્યાધિઓ ટળે છે...જિણંદ૦ ૧.
પશુઓ જે ચાવે તરણાં, સાકર શરણ ધરે છે;
શરમાઈ મીઠી દ્રાક્ષો, વનવાસને કરે છે...જિણંદ૦ ૨.
પીલુમાં પીલાઈ ઇક્ષુ, અભિમાનને તજે છે;
અભિનંદનીય તે છે, અભિવંદનીય જે છે...જિણંદ૦ ૩.
કૃપાળુ ગુરુચરણે, શરણે રહી ભણે છે;
જિનવાણી-નાવ સંગે ભવતીર દાસ લે છે;
ગુરુવાણી-નાવ સંગે ભવતીર દાસ લે છે...જિણંદ૦ ૪.

Page 26 of 95
PDF/HTML Page 34 of 103
single page version

background image
[ ૨૬ ]
૨૫. કહાનગુરુસ્તુતિ
(રાગઃ ધર્મધ્વજ ફરકે છે)
[ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અંતરમાંથી વહેલી ભાવભીની ભક્તિ]
કહાનગુરુ બિરાજો મનમંદિરિયે;
વસો વિદેહી ગુરુ અમ અંતરિયે;
કલ્પવૃક્ષ ફળ્યાં અમ આંગણિયે.
શી શી કરું તુજ પૂજના, શી શી કરું તુજ વંદના;
ગુરુજી પધાર્યા આંગણે, અમ હૃદય ઉલસિત થઈ રહ્યાં.
પંચમ કાળે પધાર્યા ગુરુ તારણહાર;
સ્વર્ણે બિરાજ્યા સત્ય પ્રકાશનહાર....કહાનગુરુ૦ ૧.
દિવ્ય તારું દ્રવ્ય છે ને દિવ્ય તારું જ્ઞાન છે;
દિવ્ય તારી વાણી છે ને અમ જીવન-આધાર છે.
ચૈતન્યદેવ પ્રકાશ્યા ગુરુ-અંતરમાં;
અમૃતધારા વરસી સારા ભારતમાં....કહાનગુરુ૦ ૨.
સૂર્ય-ચંદ્રો ગગનમાં ગુણગાન તુજ કરતા અહો!
મહિમાભર્યા ગુરુદેવ છો, શાસન તણા શણગાર છો.
નિત્યે શુદ્ધાત્મદેવ-આરાધનહાર;
જ્ઞાયકદેવના સાચા સ્થાપનહાર....કહાનગુરુ૦ ૩.
શ્રુત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો;
અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગત-તારણહાર છો.
સૂક્ષ્મ તત્ત્વના ભાવો જાણનહાર;
મુક્તિપંથના સાચા પ્રકાશનહાર....કહાનગુરુ૦ ૪.
ભરી અર્ઘના થાળો વધાવું ભાવથી ગુરુરાજને;
ભગવંત ભાવિના પધાર્યા, સેવક તારણહાર છે.

Page 27 of 95
PDF/HTML Page 35 of 103
single page version

background image
[ ૨૭ ]
કૃપાનાથને અંતરની અરદાસ,
ગુરુચરણોમાં નિત્યે હોજો નિવાસ...કહાનગુરુ૦ ૫.
૨૬. ગુરુદેવ-સ્તુતિ
(ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અંતરમાંથી વહેલી ભાવભીની ભક્તિ)
વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે,
સુવર્ણપુરીમાં નિત્યે ચૈતન્યરસ વરસ્યા રે;
ઉજમબાને દ્વાર અતિ આનંદ છવાયા રે.
આવો પધારો મારા સદ્ગુરુદેવા;
શી શી કરું તુજ ચરણોની સેવા.
વિધવિધ રત્નોના થાળ ભરાવું રે,
વિધવિધ ભક્તિથી ગુરુને વધાવું રે.....વિદેહ૦ ૧.
દિવ્ય અચરજકારી ગુરુ અહો! જાગ્યા;
પ્રભાવશાળી સંત અજોડ પધાર્યા.
વાણીની બંસરીથી બ્રહ્માંડ ડોલે રે,
ગુરુ
ગુણગીતો ગગનમાંહી ગાજે રે.....વિદેહ૦ ૨.
શ્રુતાવતારી અહો! ગુરુજી અમારા;
અગણિત જીવોનાં અંતર ઉજાળ્યાં.
સત્ય ધરમના આંબા રૂડા રોપ્યા રે,
સાતિશય ગુણધારી ગુરુ ગુણવંતા રે.....વિદેહ૦ ૩.
કામધેનુ કલ્પવૃક્ષ અહો! ફળિયાં;
ભાવિ તણા ભગવંત મુજ મળિયા.
અનુપમ ધર્મધોરી ગુરુ ભગવંતા રે,
નિશદિન હોજો તુજ ચરણોની સેવા રે.....વિદેહ૦ ૪.

Page 28 of 95
PDF/HTML Page 36 of 103
single page version

background image
[ ૨૮ ]
નિશદિન ગુરુજીની વાટ અમે જોતા;
અમ અંતરિયામાં દર્શનની આશા.
સુવર્ણે પધારો પુનઃ કૃપાળુદેવા રે,
અનુભવવાણી ને દર્શન દેવા રે;
ભવભવ હોજો ગુરુચરણોની સેવા રે.....વિદેહ૦ ૫.
૨૭. ગુરુરાજ પધાાર્યા અમ આંગણે રે લાલ
(રાગઃ વિદેહી જિણંદજી સોહામણા રે લાલ)
ગુરુરાજ પધાર્યા અમ આંગણે રે લાલ,
ભક્તિ કરું હું તારી ભાવથી રે લાલ,
રત્ને વધાવું ગુરુદેવને લાલ.
(મોતીડે વધાવું ગુરુદેવને રે લાલ.) ૧.
અમૃત ભર્યાં તુજ વાણીએ રે લાલ,
ચૈતન્યરસ વરસી રહ્યા રે લાલ...રત્ને૦ ૨.
ભરતે અજોડ ગુરુદેવ છે રે લાલ,
મહિમા તણા ભંડાર છે રે લાલ...રત્ને૦ ૩.
શ્રુત તણા અવતાર છે રે લાલ,
સરસ્વતી-માત મુખે સોહતા રે લાલ...રત્ને૦ ૪.
દિવ્યતા ભરેલું તુજ દ્રવ્ય છે રે લાલ,
ભાવી તણા ભગવંત છે રે લાલ...રત્ને૦ ૫.
તુજ વાણીમાં આશ્ચર્ય અપાર છે રે લાલ,
દૈવી ગુણોથી ગુરુ શોભતા રે લાલ...રત્ને૦ ૬.
ચંદ્ર-સૂરજ પાય પૂજતા રે લાલ,
સર્વ વસ્તુ ચરણે નમે રે લાલ.....રત્ને૦ ૭.

Page 29 of 95
PDF/HTML Page 37 of 103
single page version

background image
[ ૨૯ ]
ગુણરત્નાકર પધારિયા રે લાલ,
કલ્પવૃક્ષ ચિંતામણિ રે લાલ...રત્ને૦ ૮.
ગુરુરાજ પધાર્યા અમ આંગણે રે લાલ,
વંદન સ્તવન શાં શાં કરું રે લાલ...રત્ને૦ ૯.
સેવકે શરણ ગ્રહ્યું ભાવથી રે લાલ,
આત્મકલ્યાણ અમ આપજો રે લાલ,
(શાશ્વતા સુખ આપજો રે લાલ,)
રત્ને વધાવું ગુરુદેવને રે લાલ. ૧૦.
૨૮. આવો પધાારો માxઘોરા ગુરુરાજજી રે
(રાગઃ આવો આવો સીમંધર જિનરાજજી રે)
આવો પધારો મોંઘેરા ગુરુરાજજી રે, (૨)
વિધવિધ ભાવે વધાવું ગુરુદેવને. ૧.
ગુરુજી મારા ભારત-તારણહાર છે રે, (૨)
વિષમ કાળે ધર્મવૃદ્ધિકર સંત છે. ૨.
વિદેહક્ષેત્રે સીમંધરસભાના રાજવી રે, (૨)
સીમંધરનાથે કૃપામૃત વરસાવિયા. ૩.
મંગળમૂર્તિ ગુરુજી પધાર્યા આંગણે રે, (૨)
ભરતભૂમિમાં મંગળતા પ્રસરી રહી. ૪.
ગુરુજી મારા અનુપમ ગુણે શોભતા રે, (૨)
વદનકમળથી અમૃતરસ વરસી રહ્યા. ૫.
ગુરુવરસેવા કલ્પવૃક્ષ ચિંતામણિ રે, (૨)
સેવકને અહો વાંછિત ફળ દાતાર છે. ૬.

Page 30 of 95
PDF/HTML Page 38 of 103
single page version

background image
[ ૩૦ ]
૨૯. આજ...મોતીMે મે વરસે જો
આજ સારી હિંદભૂમિમાં મોતીડે મે વરસે જો;
કહાનગુરુનો વિહાર થાતાં ભારત આખું ડોલે જો;
ગગને દેવદુંદુભિ વાગે, સુર વીણાના ગાજે જો...આજ૦ ૧.
સ્વર્ણપુરીના સંત પધારે ભારતતારણહાર જો;
કુમકુમ પગલે ગુરુજી પધારે, ગગને દેવ વધાવે જો...આજ૦ ૨.
તીર્થભૂમિમાં ગુરુજી પધારે, આનંદ મંગળ થાય જો;
મંગળમૂર્તિ ગુરુજી પધારે, ઘર ઘર મંગળમાળ જો...આજ૦ ૩.
દૈવી મહિમાધારી પધારે, અધ્યાતમ-અવતાર જો;
ચૈતન્ય કેરા પંથ બતાવે, આવે ભવના અંત જો...આજ૦
અનુપમ વાણી નિત્યે વરસે, આવે ભવના અંત જો...આજ૦ ૪.
તીરથયાત્રા ગુરુજી પધાર્યા, હિંદનો એ હીરો જો;
સેવક (ભવ્ય) તારણહાર પધાર્યા, કલ્યાણકારી સંત જો...આજ૦ ૫.
અપૂર્વ કાર્યો ગુરુ-જીવનમાં, શ્રુત તણો અવતાર જો;
ગગને દેવો ગુરુગુણ ગાતા, ઘંટનાદ ગજાવે જો.
(જયજયનાદ ગજાવે જો.)...આજ૦ ૬.
ગંધર્વોની ધ્વનિ ગાજે, મીઠાં ગીત ઉચ્ચારે જો;
સેવકનાં આજ હૈયાં ઊછળે, ગુરુજી મહિમા ગાજે જો...આજે૦ ૭.
ગુરુવર મહિમા શી શી કરીએ, વાણીએ ન કથાય જો;
તીરથયાત્રા ગુરુજી પધારે, તીરથવંદન કાજ જો...આજ૦ ૮.

Page 31 of 95
PDF/HTML Page 39 of 103
single page version

background image
૩૦. શિખર સંમેદ સોહામણા
(રાગઃ ધન્ય દિવસ ધન્ય આજનો...)
શિખર સંમેદ સોહામણા, મંગળ તીરથધામ;
નભસ્પર્શી ઉન્નત અતિ, સુખકર રમણીય ધામ...શિખર૦ ૧.
શિખર સંમેદ વન-વૃક્ષની, શોભા અતિ મનહાર;
નિત્ય અનાદિ અનંત જે, પાવન તીરથરાજ...શિખર૦ ૨.
આ યુગના જિન વીસ જે, અજિતાદિક જિનનાથ;
મુક્ત થયા ગિરિશિખરથી, ધન્ય ધન્ય આ ધામ....શિખર૦ ૩.
અનંત તીર્થંકર આ ભૂમિમાં, સિદ્ધ થયા ભગવાન;
થાશે અનંતા ભાવિમાં, શાશ્વત તીર્થ મહાન...શિખર૦ ૪.
જ્ઞાન પૂરણ, દર્શન પૂરણ, પૂરણ ચારિત્રાનંદ;
દિવ્ય અનંત ગુણ પરિણમ્યા, વિશ્વવંદ્ય ભગવંત....શિખર૦ ૫.
પાવન જિનચરણો થકી, પાવન છે તીર્થરાજ;
અણુ-અણુ પાવન શિખરના, વિચર્યા જ્યાં જિનરાજ...શિખર૦ ૬.
જિનવંદનના કારણે, આવે ચારણ ૠષિરાજ;
ધ્યાન ધરે ગિરિશિખરમાં, પામે શિવપુરરાજ...શિખર૦ ૭.
ગણધર શ્રુતધર મુનિવરા, ધ્યાવે આતમધ્યાન;
આતમલીન સિદ્ધિ વર્યા, પામી કેવળજ્ઞાન....શિખર૦ ૮.
પ્રત્યક્ષ જિનદર્શન કરે, વાણી સુણે અમીધાર;
નયણે નિરખે કલ્યાણકો, ધન્ય ધન્ય મહાભાગ....શિખર૦ ૯.
શાશ્વત તીરથરાજની, મહિમા મેરુ સમાન;
અંતાતીત તીર્થેશના, ગુણો કેમ ગવાય....શિખર૦ ૧૦.
ગણધર-મુનિ-સુરનર સંગમાં જિનચોવીસી અનંત;
પુનિત પ્રસંગો તીર્થ પર, સ્મરણો હૃદયે સ્ફુરંત...શિખર૦ ૧૧.
[ ૩૧ ]

Page 32 of 95
PDF/HTML Page 40 of 103
single page version

background image
ધન્ય ભૂમિ, ધન્ય ધૂળ ને, ધન્ય અહો અમ ભાગ્ય;
ગુરુવર સાથે દર્શન થયાં, નિરખ્યાં પાવન ધામ...શિખર૦ ૧૨.
સાક્ષાત્ જિનદર્શન થયાં, શાશ્વત જિનનાં ધામ;
સાક્ષાત્ સિદ્ધને નિરખ્યા, એવો આનંદ અપાર....શિખર૦ ૧૩.
સંમેદશિખરની સેવા કરે, દેવગણનાં રે વૃંદ;
પાવન પાવન ધામ જે, શિખર મંગલકાર...શિખર૦ ૧૪.
ગુરુજી યાત્રા પધારિયા, ભારત-તારણહાર;
નગર નગર ગુરુ વિચર્યા, વાણી વર્ષે અમીધાર....શિખર૦ ૧૫.
સુવર્ણ-અવસર યાત્રા તણા, મળિયા ગુરુજીના સાથ;
જ્ઞાયકદેવ સમજાવિયા, શરણે રાખો નાથ....શિખર૦
ગુરુજી મંગલકાર...શિખર૦ ૧૬.
૩૧. અહ{ જન્મ્યા ત્રિભુવનનાથ
(રાગઃ આવો આવો સીમંધરનાથ)
આવો આવોને સુરનરવૃંદ પુલકિત હૃદયે રે,
અહીં જન્મ્યા ત્રિભુવનનાથ અયોધ્યા નગરે રે. આવો૦ ૧.
આ નગરી અયોધ્યા ધામ અતિ અતિ સોહે રે,
એની શોભા વરણી ન જાય, મનડું મોહે રે. આવો૦ ૨.
ત્રૈકાલિક ત્રિભુવનનાથ અયોધ્યા જન્મે રે,
શાશ્વત એ તીરથધામ, સ્તવું શું વયણે રે. આવો૦ ૩.
જન્મોત્સવ જિનના થાય મંગલ નગરે રે,
આ પાવન તીરથધામ, અંતર ઊછળે રે. આવો૦ ૪.
[ ૩૨ ]