Natak Samaysar (Gujarati). Introduction; Thanks & our request; Edition Information; Publisher's Note; Contents; Jiv Dvar Contents; Ajiv Dvar Contents; Karta Karma Kriya Dvar Contents; Punya Pap Ekatva Dvar Contents; Asrav Adhikar Contents; Samvar Dvar Contents; Nirjara Dvar Contents; Bandh Dvar Contents; Moksha Dvar Contents; Sarva Vishuddhi Dvar Contents; Syadvad Dvar Contents; Sadhya Sadhak Dvar Contents; Chaud Gunsthan Adhikar Contents; Biography - Kavivar Banaarasidasji.

Next Page >


Combined PDF/HTML Page 1 of 24

 

Page -26 of 444
PDF/HTML Page 1 of 471
single page version

background image
નમઃ સર્વજ્ઞાય
શ્રીમદ્મૃતચન્દ્રસૂરિવિરચિત
સંસ્કૃત કળશ સહિત
કવિવર બનારસીદાસજી રચિત
નાટક સમયસાર
(સરળ ટીકા સહિત)
ટીકાકાર
દેવરી (સાગર) નિવાસી બુદ્ધિલાલ શ્રાવક




અનુવાદક
શ્રી બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ
બી.એ.ઓનર્સ, એસ.ટી.સી., રાષ્ટ્રભાષારત્ન




પ્રકાશક
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -25 of 444
PDF/HTML Page 2 of 471
single page version

background image
Thanks & our Request
This shastra has been kindly donated by Sanjeev Madhubhai Shah,
London, UK who has paid for it to be "electronised" and made
available on the internet in memory of Mrs Hiruben Rajpar Shah
and Mrs Savitaben Jivraj Shah.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of
the Gujarati Shree Naatak Samaysaar is a faithful copy of the
paper version. However if you find any errors please inform us on
rajesh at AtmaDharma.com so that we can make this beautiful work
even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that
if corrections have been made you can replace your copy with the
corrected one.

Page -24 of 444
PDF/HTML Page 3 of 471
single page version

background image
પ્રથમાવૃતિઃ પ્રત ૨૧૦૦
વીર સંવત્ ૨૪૯૯
દ્વિતીયવૃતિઃ પ્રત ૧૧૦૦
વીર સંવત્ ૨પ૦૨
તૃતીયાવૃતિઃ પ્રત ૨૦૦૦
વીર સંવત્ ૨પ૨૩
*

Page -23 of 444
PDF/HTML Page 4 of 471
single page version

background image
l
પ્રકાશકીય નિવેદન
શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારજી શાસ્ત્રની રચના કરીને જૈન સમાજ ઉપર
મહાન ઉપકાર કર્યો છે, શ્રી અમૃતચંદ્રાચાર્યે આ શાસ્ત્રની આત્મખ્યાતિ નામની
સંસ્કૃત ટીકા કરીને ગહન વિષયને પણ સરળ કર્યો છે તથા તેમણે આ શાસ્ત્રના
કળશો સંસ્કૃત પદ્યોમાં રચ્યા છે. વિદ્વદ્વર્ય શ્રી પાંડે રાજમલજીએ કળશો ઉપર
બાલબોધિની ટીકા કરી છે અને તેના ઉપરથી વિદ્વાન પં. કવિવર શ્રી
બનારસીદાસજીએ આ સમયસાર નાટકની રચના કરી છે. આ ગ્રંથ અધ્યાત્મનું એક
ઉજ્જવલ રત્ન છે અને પઠન-પાઠન માટે અત્યુપયોગી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર પોતાની સચોટ અને સુબોધ શૈલીથી રોચક પ્રવચન
કર્યાં છે. તેથી આ સર્વ આત્માનુભવી મહાત્માઓનો જૈન જગત ઉપર પરમ ઉપકાર
છે.
શ્રી બુદ્ધિલાલજી શ્રાવક દ્વારા સંપાદિત સમયસાર નાટકનો આધાર લઈને આ
સંસ્થા તરફથી આ ગ્રંથ હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેનો ગુજરાતી
અનુવાદ વઢવાણ નિવાસી સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે
જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્ન નિઃસ્પૃહ ભાવે કરી આપ્યો
છે. તે બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.

Page -22 of 444
PDF/HTML Page 5 of 471
single page version

background image
ll
આ ગ્રંથનું મુદ્રણકાર્ય અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને
કર્યુ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
“નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ” પંડિતજીના આ કથનાનુસાર જે કોઈ
ભવ્ય જીવ આ ગ્રંથના ઉચ્ચ આશયને અંતરમાં પરિણમાવશે તેનાં હૃદય-કબાટ ખૂલી
જશે અને તેમનું આત્મકલ્યાણ અવશ્ય થશે.
સોનગઢ
સાહિત્યપ્રકાશન
સમિતિ
વિ.સં ૨૦૨૯ વૈશાખ સુદ ૨
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
શ્રી કાનજીસ્વામીની ૮૪ મી
સોનગઢ(સૌરાષ્ટ્ર)
જન્મજયંતી














Page -8 of 444
PDF/HTML Page 19 of 471
single page version

background image
XVl
કવિવર બનારસીદાસજી
(સંક્ષિપ્ત જીવન-પરિચય)
જો કે જૈન ધર્મના ધારક અનેક વિદ્વાનો ભારત-ભૂમિને પવિત્ર બનાવી ગયા
છે તો પણ કોઈએ પોતાનું જીવન-ચરિત્ર લખીને આપણી અભિલાષા તૃપ્ત કરી
નથી. પરંતુ આ ગ્રંથના નિર્માતા સ્વર્ગીય પંડિત બનારસીદાસજી આ દોષથી મુક્ત
છે. તેમણે પોતે પોતાની કલમથી પંચાવન વર્ષ સુધીનું અંતર્બાહ્ય સત્ય ચરિત્ર લખીને
જૈનસાહિત્યને પવિત્ર કર્યું છે અને એક ઘણી મોટી ત્રુટિને પૂરી કરી છે.
શ્રીમાન્નું પવિત્ર ચરિત્ર ‘બનારસીવિલાસ’ માં જૈન ઈતિહાસના આધુનિક
શોધક શ્રીમાન્ પં. નાથૂરામજી પ્રેમીએ છપાવ્યું હતું, તેના આધારે સંક્ષિપ્તરૂપે અહીં
ઉદ્ધૃત કરીએ છીએ.
મધ્ય ભારતમાં રોહતકપુર પાસે બિહોલી નામનું એક ગામ છે. ત્યાં
રજપૂતોની વસ્તી છે. એક વખતે બિહોલીમાં જૈનમુનિનું શુભાગમન થયું. મુનિરાજના
વિદ્વત્તાપૂર્ણ ઉપદેશ અને પવિત્ર ચારિત્રથી મુગ્ધ થઈને ત્યાંના બધા રજપૂતો જૈન
થઈ ગયા. અને-
પહિરી માલા મંત્રકી, પાયો કુલ શ્રીમાલ;
થાપ્યો ગોત બિહોલિયા, બીહોલી–રખપાલ.
નવકારમંત્રની માળા પહેરીને શ્રીમાળ કુળની સ્થાપના કરી અને બિહોલીયા
ગોત્ર રાખ્યું. બિહોલીયા કુળે ખૂબ વૃદ્ધિ પ્રાપ્ત કરી અને દૂર દૂર સુધી ફેલાઈ ગયું.
આ કુળમાં પરંપરાગત સંવત્ ૧૬૪૩ ના મહા મહિનામાં શ્રી બનારસીદાસજીનો જન્મ
થયો.
બાલ્યકાળ
હરષિત કહૈ કુટુંબ સબ, સ્વામી પાસ સુપાસ;
દુહુંકો જનમ બનારસી, યહ બનારસીદાસ.
બાળક ખૂબ લાડકોડથી મોટો થવા લાગ્યો. માતા-પિતાનો પુત્ર ઉપર અસીમ
પ્રેમ હતો. એક ઉપર પુત્ર કોને પ્રેમ ન હોય? સંવત ૧૬૪૮માં પુત્ર સંગ્રહણી નામના

Page -7 of 444
PDF/HTML Page 20 of 471
single page version

background image
XVll
રોગથી પીડાયો. માતા-પિતાના શોકનો પાર ન રહ્યો. જેમતેમ કરીને મંત્ર-તંત્રના
પ્રયોગથી સંગ્રહણીનો રોગ શાંત થયો ત્યાં શીતળાએ ઘેરી લીધો. આ રીતે લગભગ
એક વર્ષ સુધી બાળકને અત્યંત કષ્ટ પડયું. સંવત ૧૬પ૦ માં બાળકે પાઠશાળામાં
જઈને
*પાંડે રૂપચન્દજીની પાસે વિદ્યા મેળવવાનું શરૂ કર્યું. બાળકની બુદ્ધિ ઘણી
તીક્ષ્ણ હતી, તે બે-ત્રણ વર્ષમાં જ સારી રીતે હોશિયાર બની ગયો.
જે વખતનો આ ઈતિહાસ છે તે વખતે દેશમાં મુસલમાનોની પ્રબળતા હતી.
તેમના અત્યાચારોના ભયથી બાળ-વિવાહનો વિશેષ પ્રચાર હતો. તેથી ૯ વર્ષની
ઉંમરે જે ખૈરાબાદના શેઠ કલ્યાણમલજીની કન્યા સાથે બાળક બનારસીદાસજીની
સગાઈ કરી દેવામાં આવી, અને બે વર્ષ પછી સં. ૧૬પ૪ માં મહા સુદ ૧૨ ને દિવસે
વિવાહ થઈ ગયા. જે દિવસે વહૂ ધરમાં આવી તે જ દિવસે ખરગસેનજીને ત્યાં એક
પુત્રીનો જન્મ થયો અને તે જ દિવસે તેમની વૃદ્ધ દાદીમાં મુત્યુ પામ્યાં. આ
બાબતમાં કવિ કહે છેઃ-
નાની મરન સુતા જનમ, પુત્રવધૂ આગૌન;
તીનોં કારજ એક દિન, ભયે એક હી ભૌન.
યહ સંસાર વિડંબના, દેખ પ્રગટ દુઃખ ખેદ;
ચતુર–ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાનહિં ભેદ.
બનારસીદાસજીની ઉંમર આ વખતે ૧૪ વર્ષની થઈ ગઈ હતી, બાલ્યકાળ
વીતી ગયો હતો અને યુવાવસ્થાની શરૂઆત હતી. આ વખતે પંડિત દેવદત્તજી પાસે
ભણવું એ જ તેમનું એક માત્ર કામ હતું. ધનંજયનામમાળા આદિ કેટલાંક પુસ્તકો
તેઓ શીખી ગયા હતા. જેમ કે-
પઢી નામમાલા શત દોય, ઔર અનેકારથ અવલોય;
જ્યોતિષ અંલકાર લઘુલોક ખંડસ્કુટ શત ચાર શ્લોક.
યૌવનકાળ
યુવાવસ્થાની શરૂઆત ખરાબ હોય છે. ઘણા માણસો આ અવસ્થામાં
શરીરના મદથી ઉન્મત થઈને કુળની પ્રતિષ્ઠા, સંપત્તિ, સંતતિ વગેરે સર્વનો નાશ કરી
નાખે છે. આ અવસ્થામાં વડીલોનો પ્રયત્ન જ રક્ષણ કરી શકે છે, નહિ તો કુશળતા
રહેતી નથી.
_________________________________________________________________
* જિનેન્દ્ર-પંચકલ્યાણકના રચયિતા પાંડે રૂપચંદજી અધ્યાત્મના વિદ્વાન અને પ્રસિદ્ધ કવિ હતા.