Natak Samaysar (Gujarati). Natak Samaysar; Mangalacharan (Hindi Translator's); Mangalacharan (Author's); Gatha: 1,2,3,4,5,6,7,8 (Mangalacharan),9 (Uthanika),10,11,12 (Uthanika),13,14,15 (Uthanika),16,17,18 ; Uthanika.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 24

 

Page -6 of 444
PDF/HTML Page 21 of 471
single page version

background image
XVlll
બનારસીદાસ પોતાના માતા-પિતાના એકના એક પુત્ર હતા તેથી માતાપિતા અને
દાદીમાનો તેમના ઉપર અતિશય પ્રેમ હોવો સ્વાભાવિક છે. અસાધારણ પ્રેમને લીધે
વડીલોનો પુત્ર પર જેટલો ભય હોવો જોઈએ, એટલો બનારસીદાસજીને નહોતો
તેથી-
તજિ કુલકાન લોકકી લાજ, ભયૌ બનારસિ આસિખબાજ.
આપણા ચરિત્રનાયક યુવાવસ્થામાં અનંગના રંગમાં મગ્ન થઈ રહ્યા હતા, તે
વખતે જૌનપુરમાં ખડતર ગચ્છીય યતિ ભાનુચન્દ્રજી (મહાકવિ બાણભટ્ટકૃત
કાદમ્બરીના ટીકાકાર)નું આગમન થયું. યતિ મહાશય સદાચારી અને વિદ્વાન હતા.
તેમની પાસે સેંકડો શ્રાવક આવતા જતા હતા. એક દિવસ બનારસીદાસજી પોતાના
પિતાની સાથે યતિજીની પાસે ગયા. યતિજીએ તેમને સારી રીતે સમજી શકે તેવા
જોઈને સ્નેહ બતાવ્યો. બનારસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી એટલો
સ્નેહ વધી ગયો કે આખો દિવસ યતિની પાસે જ પાઠશાળામાં રહેતા, માત્ર રાત્રે
ધેર જતા હતા. યતિજીની પાસે, પંચસંધિની રચના અષ્ઠૌન, સામાયિક, પ્રતિક્રમણ,
છન્દશાસ્ત્ર, શ્રુતબોધ, કોષ અને અનેક છૂટક શ્લોકો વગેરે વિષયો કંઠસ્થ કર્યા. આઠ
મૂળગુણ પણ ધારણ કર્યા. પણ હજી શૃંગારરસ છૂટયો નહોતો.
કેટલાક સમય પછી બનારસીદાસજીના વિચારોમાં પરિવર્તન થયું,
સમ્યગ્જ્ઞાનની જ્યોત જાગૃત થઈ અને શૃંગારરસ પ્રત્યે અરુચિ થવા લાગી. એક
દિવસ તેઓ પોતાની મિત્રમંડળી સાથે ગોમતીના પુલ ઉપર સંધ્યા સમયે હવા ખાઈ
રહ્યા હતા અને નદીના ચંચળ મોજાંઓને ચિત્તવૃત્તિની ઉપમા આપતાં કાંઈક વિચાર
કરી રહ્યા હતા, પાસે એક પોથી પડી હતી. કવિવર પોતાની મેળે જ ગણગણવા
લાગ્યા, “લોકો પાસેથી સાંભળ્‌યું છે કે જે કોઈ એકવાર પણ જૂઠું બોલે છે, તે નરક-
નિગોદના અનેક દુઃખોમાં પડે છે, પણ મારી કોણ જાણે કેવી દશા થશે, જેણે જૂઠનો
એક સમૂહ બનાવ્યો છે? મેં આ પુસ્તકમાં સ્ત્રીઓના કપોલકલ્પિત નખ-શિખની
રચના કરી છે. હાય! મેં એ સારું નથી કર્યું. હું તો પાપનો ભાગીદાર થઈ જ ગયો
અને હવે બીજા માણસો પણ એ વાંચીને પાપના ભાગીદાર થશે તથા લાંબા સમય
સુધી પાપની પરંપરા વધશે.” બસ, આ ઉચ્ચ વિચારથી તેમનું હૃદય ડગમગવા
માંડયું. તેઓ બીજું કંઈ વિચારી શકયા નહિ અને ન તો કોઈની રજા લીધી,
ચૂપચાપ તે પુસ્તક ગોમતીના અથાહ અને વેગીલા પ્રવાહવાળા જળમાં ફેંકી દીધું. તે
દિવસથી બનારસીદાસજીએ એક નવીન અવસ્થા ધારણ કરી-

Page -5 of 444
PDF/HTML Page 22 of 471
single page version

background image
XlX
તિસ દિનસોં બાનારસી, કરી ધર્મકી ચાહ;
તજી આસિખી ફાસિખી, પકરી કુલકી રાહ.
ખરગસેનજી પુત્રની પરિણતિમાં આ પરિવર્તન જોઈને બહુ જ રાજી થયા
અને કહેવા લાગ્યા-
કહૈં દોષ કોઉ ના તજૈ, તજૈ અવસ્થા પાય;
જૈસે બાલકકી દશા,
તરુણ ભયે મિટ જાય.
અને-
ઉદય હોત શુભ કર્મકે, ભઈ અશુભકી હાનિ;
તાતેં તુરત બનારસી, ગહી ધર્મકી બાનિ.
જે બનારસી સંતાપજન્ય રસના રસિયા હતા, તે હવે જિનેન્દ્રના શાન્તરસમાં
મસ્ત રહેવા લાગ્યા. લોકો જેમને ગલી-કૂંચિયોમાં ભટકતા જોતા હતા, તેમને હવે
જિનમંદિરમાં અષ્ટદ્રવ્ય લઈને જતા જોવા લાગ્યા. બનારસીને જિનદર્શન વિના
ભોજનત્યાગની પ્રતિજ્ઞા હતી. તેઓ ચૌદ નિયમ, વ્રત, સામાયિક પ્રતિક્રમણાદિ અનેક
આચાર-વિચારમાં તન્મય દેખાવા લાગ્યા.
તબ અપજસી બનારસી, અબ જસ ભયો વિખ્યાત.
આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મ-રસના રસિક એક સજ્જન હતા.
કવિવરનો તેમની સાથે વિશેષ સમાગમ રહેતો હતો. તેઓ કવિવરની વિલક્ષણ
કાવ્યશક્તિ જોઈને આનંદિત થયા હતા, પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક-વિદ્યાનો
અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા. એક દિવસ અવસર પામીને
તેમણે કવિવરને પં.રાજમલ્લજીકૃત સમયસાર-ટીકા આપીને કહ્યું કે આપ એકવાર
વાંચો અને સત્યની ખોજ કરો. તેમણે તે ગ્રંથ કેટલીયે વાર વાંચ્યો, પરંતુ ગુરુ વિના
તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝયો નહિ અને તેઓ નિશ્ચયનયમાં એટલા
તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓથી વિરક્ત થવા લાગ્યા-
કરનીકૌ રસ મિટ ગયો, ભયો ન આતમસ્વાદ;
ભઈ બનારસિકી
દશા જથા ઊંટકૌ પાદ.
_________________________________________________________________
૧. પાપકાર્ય

Page -4 of 444
PDF/HTML Page 23 of 471
single page version

background image
XX
તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી,
ત્યાંસુધી કે ભગવાનને ચડાવેલું નૈવૈદ્ય પણ ખાવા લાગ્યા. આ દશા ફકત તેમની જ
નહોતી થઈ પણ તેમના મિત્ર ચન્દ્રભાણ, ઉદયકરણ અને થાનમલ્લજી આદિ પણ
આ જ અંધારામાં પડી ગયા હતા અને નિશ્ચયનયનું એટલા એકાંતરૂપે ગ્રહણ કરી
લીધું હતું કે-
નગન હોંહિં ચારોં જનેં, ફિરહિં કોઠરી માહિં;
કહહિં ભયે મુનિરાજ હમ, કછૂ પરિગ્રહ નાહિં.
સૌભાગ્યવશ પં. રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને
અધ્યાત્મના એકાંત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મટસારરૂપ ઔષધનો ઉપચાર કર્યો.
ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાન સારી રીતે સમજતાં જ તેમની
આંખો ખુલી ગઈ-
તબ બનારસી ઔરહિ ભયો, સ્યાદ્વાદ પરિણતિ પરણયો;
સુનિ સુનિ રૂપચંદકે બૈન, બનારસી ભયો
દ્રિઢ જૈન.
હિરદેમેં કછુ કાલિમા, હુતી સરદહન બીચ;
સોઉ મિટી સમતા ભઈ, રહી ન ઊંચ ન નીચ.
કેટલાક વર્ષોમાં તેમણે સૂક્તિમુક્તાવળી, અધ્યાત્મબત્તીસી, મોક્ષપૈડી, ફાગ,
ધમાલ, સિન્ધુચતુર્દશી, છૂટક કવિત્ત, શિવપચ્ચીસી, ભાવના, સહસ્રનામ, કર્મછત્તીસી,
અષ્ટક ગીત, વચનિકા આદિ કવિતાઓની રચના કરી. આ બધી કવિતાઓ
જિનાગમને અનુકૂળ જ થઈ છે-
સોલહ સૌ બાનવે લૌં, ક્યિો નિયત રસ પાન;
પૈ કવીસુરી સબ ભઈ,
સ્યાદ્વાદ પરમાન.
ગોમ્મટસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયનાં પડ ખુલી ગયાં, ત્યારે
ભગવાન કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પદ્યાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષા-
સાહિત્યમાં આ ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ
જેવા કઠિન વિષયનું વર્ણન કર્યું છે. સંવત્ ૧૬૯૬માં એમનો એકનો એક પ્રિય પુત્ર
પણ આ અસાર સંસારમાંથી વિદાય થઈ ગયો. આ પુત્રશોકનો તેમના હૃદય ઉપર
ઘણો ઊંડો આઘાત થયો. તેમને આ સંસાર ભયાનક દેખાવા લાગ્યો. કારણ કે-

Page -3 of 444
PDF/HTML Page 24 of 471
single page version

background image
XXl
નૌ બાલક હૂએ મુવે, રહે નારિનર દોય;
જ્યોં તરુવર પતઝાર હ્વૈ, રહેં ઠૂઠસે હોય.
તેઓ વિચાર
કરવા લાગ્યા કે–
તત્ત્વદ્રષ્ટિ જોદેખિયે, સત્યારથકી ભાંતિ;
જ્યોં જાકૌ પરિગ્રહ ઘટૈ, ત્યોં તાકો ઉપશાંતિ.
પરંતુ-
સંસારી જાનેં નહીં, સત્યારથકી બાત;
પરિગ્રહસોં માને વિભવ, પરિગ્રહ બિન ઉતપાત.
કમભાગ્યે કવિવરનું પૂર્ણ જીવનચરિત્ર પ્રાપ્ત નથી. શુભોદયથી જે કાંઈ પ્રાપ્ત
છે, તે તેમની પપ વર્ષની અવસ્થા સુધીનું વૃત્તાન્ત છે અને તે પુસ્તક અર્દ્ધકથાનકના
નામથી પ્રસિદ્ધ છે. તેને કવિવરે પોતે પોતાની કલમથી લખ્યું છે. લેખકે ગ્રંથમાં
પોતાના ગુણ અને દોષ બન્નેનું નિષ્પક્ષપણે વર્ણન કર્યું છે. કવિવરના જીવનની
અનેક જનશ્રુતિઓ પ્રચલિત છે, તેમાંથી કેટલીક અહીં અંકિત કરવામાં આવી છે.
કવિવર શેતરંજના મહાન ખેલાડી હતા. શાહજહાં બાદશાહ એમની જ સાથે
શેતરંજ રમ્યા કરતા હતા. બાદશાહ જે વખતે પ્રવાસમાં નીકળતા હતા, તે વખતે
પણ તેઓ કવિવરને સાથે રાખતા હતા. આ કથા સંવત ૧૬૯૮ પછીની છે જ્યારે
કવિવરનું ચરિત્ર નિર્મળ થઈ રહ્યું હતું અને જ્યારે તેઓ અષ્ટાંગ સમ્યકત્વને
પૂર્ણપણે ધારણ કરી રહ્યા હતા. કહેવાય છે કે તે વખતે કવિવરે એક દુર્ધર પ્રતિજ્ઞા
ધારણ કરી હતી. હું જિનેન્દ્રદેવ સિવાય કોઈની પણ આગળ મસ્તક નમાવીશ નહિ.
જ્યારે આ વાત ફેલાતાં ફેલાતાં બાદશાહના કાને પહોંચી ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા
પણ ક્રોધાયમાન ન થયા. તેઓ બનારસીદાસજીના સ્વભાવથી અને ધર્મશ્રદ્ધાથી સારી
રીતે પરિચિત હતા, પરંતુ તે શ્રદ્ધાની સીમા અહીં સુધી પહોંચી ગઈ છે એ તેઓ
જાણતા નહોતા, તેથી જ વિસ્મિત થયા. આ પ્રતિજ્ઞાની પરીક્ષા કરવા માટે બાદશાહને
એક મજાક સૂઝી. પોતે એકએવી જગ્યાએ બેઠા જેનું દ્વાર બહુ નાનું હતું અને જેમાં
માથું નીચું કર્યા વિના કોઈ પ્રવેશ કરી શકે તેમ નહોતું. પછી કવિવરને એક નોકર
દ્વારા બોલાવવામાં આવ્યા. કવિવર બારણા પાસે આવીને અટકી ગયા અને
બાદશાહની ચાલાકી સમજી ગયા અને ઝટ દઈને બેસી

Page -2 of 444
PDF/HTML Page 25 of 471
single page version

background image
XXll
ગયા પછી તરત જ બારણામાં પગ નાખીને દાખલ થઈ ગયા. આ ક્રિયાથી તેમને
મસ્તક નમાવવું ન પડયું. બાદશાહ તેમની આ બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને
બોલ્યાઃ કવિરાજ, શું ઈચ્છો છો? આ વખતે જે માગો તે મળશે. કવિવરે ત્રણ વાર
વચનબદ્ધ કરીને કહ્યું, જહાંપનાહ! એ ઈચ્છું છું આજ પછી ફરી કોઈ વાર દરબારમાં
મને બોલાવવામાં ન આવે. બાદશાહ વચનબદ્ધ હોવાથી બહુ દુઃખી થયા અને ઉદાસ
થઈને બોલ્યા, કવિવર આપે સારું ન કર્યું. આટલું કહીને તે અંતઃપુરમાં ચાલ્યા ગયા
અને કેટલાય દિવસો સુધી દરબારમાં ન આવ્યા. કવિવર પોતાના આત્મધ્યાનમાં
લવલીન રહેવા લાગ્યા.
એક વાર ગોસ્વામી તુલસીદાસજી બનારસીદાસની કાવ્ય-પ્રશંસા સાંભળીને
પોતાના કેટલાક શિષ્યો સાથે આગ્રા આવ્યા અને કવિવરને મળ્‌યા. કેટલાક દિવસોના
સમાગમ પછી તેઓ પોતાની બનાવેલી રામાયણની એક પ્રત ભેટ આપીને વિદાય
થઈ ગયા અને પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ બે-ત્રણ કવિતાઓ સહિત જે
બનારસીદાસજીએ ભેટ આપી હતી તે સાથે લેતા ગયા. ત્યાર પછી બે-ત્રણ વર્ષે
જ્યારે બન્ને શ્રેષ્ઠ કવિઓનો ફરીથી મેળાપ થયો, ત્યારે તુલસીદાસજીએ રામાયણના
સૌન્દર્ય વિષે પ્રશ્ન કર્યો, જેના ઉત્તરમાં કવિવરે એક કવિતા તે જ સમયે બનાવીને
સંભળાવી-
વિરાજૈ રામાયણ ઘટમાંહિં;
મરમી હોય મરમ સો જાનૈ,
મૂરખ માનૈ નાહિં;
વિરાજૈરામાયણ
૧.
આતમ રામ જ્ઞાન ગુન લછમન, સીતા સુમતિસમેત;
શુભપયોગ વાનરદલ મંડિત, વર વિવેક રનખેત...વિરાજૈ...૨.
ધ્યાન ધનુષ ટંકાર શોર સુનિ, ગઈ વિષયદિતિ ભાગ;
ભઈ ભસ્મ મિથ્યામત લંકા, ઉઠી ધારણા આગ...વિરાજૈ...૩.
જરે અજ્ઞાન ભાવ રાક્ષસકુલ, લરે નિકાંછિત સૂર;
જૂઝે રાગદ્વેષ સેનાપતિ, સંસૈ ગઢ ચકચૂર...વિરાજૈ...૪.
_________________________________________________________________
૧. સૂર્પનખા સાક્ષસી.

Page -1 of 444
PDF/HTML Page 26 of 471
single page version

background image
XXlll
વિલખતકુંભકરણ ભવ વિભ્રમ, પુલકિત મન દરયાવ;
થક્તિ ઉદાર વીર મહિરાવણ, સેતુબંધ સમભાવ...વિરાજૈ...પ.
મૂર્છિત મંદોદરી દુરાશા, સજગ
ચરન હનુમાન;
ઘટી ચતુર્ગતિ પરણતિ સેના, છુટે છપકગુણ બાન...વિરાજૈ...૬.
નિરખિ
સકતિ ગુન ચક્રસુદર્શન, ઉદય વિભીષણ દીન;
ફિરૈ કબંધ મહી રાવણકી, પ્રાણભાવ શિરહીન...વિરાજૈ...૭.
ઈહ વિધિ સકલ સાધુ ઘટ અંતર, હોય સહજ સંગ્રામ;
યહ વિવહારદ્રષ્ટિ રામાયણ, કેવલ નિશ્ચયરામ...વિરાજૈ..૮.
(બનારસીવિલાસ પૃષ્ઠ
૨૪૨)
તુલસીદાસજી આ અધ્યાત્મચાતુર્ય જોઈને બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા,
“આપની કવિતા મને બહુ જ પ્રિય લાગી છે, હું તેના બદલામાં આપને શું
સંભળાવું? તે દિવસે આપની પાર્શ્વનાથ-સ્તુતિ વાંચીને મેં પણ એક પાર્શ્વનાથ સ્તોત્ર
બનાવ્યું હતું,
તે આપને જ અર્પણ કરું છું.” એમ કહીને “ભક્તિબિરદાવલી” નામની એક
સુંદર કવિતા કવિવરને અર્પણ કરી. કવિવરને તે કાવ્યથી ઘણો સંતોષ થયો અને
પછી ઘણા દિવસો સુધી બન્ને સજ્જનોનો મેળાપ વખતોવખત થતો રહ્યો.
કવિવરના દેહોત્સર્ગનો સમય જાણવામાં નથી. પરંતુ મૃત્યુ સમયની એક
દંતકથા પ્રસિદ્ધ છે કે અંતસમયે કવિવરનો કંઠ રુંધાઈ ગયો હતો, તેથી તેઓ બોલી
શકતા નહોતા. અને પોતાના અંત સમયનો નિશ્ચય કરીને ધ્યાનાવસ્થિત થઈ ગયા
હતા. લોકોને ખાતરી થઈ ગઈ હતી કે એ હવે કલાક બે કલાકથી વધારે જીવતા
નહિ રહે. પરંતુ જ્યારે કલાક બે કલાકમાં કવિવરની ધ્યાનાવસ્થા પૂરી ન થઈ ત્યારે
લોકો જાતજાતના વિચાર કરવા લાગ્યા. મૂર્ખ માણસો કહેવા લાગ્યા કે એમના પ્રાણ
માયા અને કુટુંબીઓમાં અટકી રહ્યા છે, જ્યાં સુધી કુટુંબીજનો એમની સામે નહિ
આવે અને પૈસાની પોટલી એમની સમક્ષ નહિ મૂકવામાં આવે ત્યાંસુધી પ્રાણ જશે
નહિ. આ પ્રસ્તાવમાં બધાએ અનુમતી આપી, કોઈએ પણ વિરોધ ન કર્યો. પરંતુ
લોકોના આ મૂર્ખાઈ ભરેલા વિચારો કવિવર સહન ન કરી શકયા. તેમણે આ
લોકમૂઢતા ટાળવા ઈચ્છા કરી. તેથી એક પાટી અને કલમ લાવવા માટે નજીકના
લોકોને ઈશારો કર્યો. મહામહેનતે લોકો તેમનો આ

Page 0 of 444
PDF/HTML Page 27 of 471
single page version

background image
XXlV
સંકેત સમજ્યા. જ્યારે કલમ આવી ત્યારે તેમણે બે શ્લોક રચીને લખી દીધા. તે
વાંચીને લોકો પોતાની ભૂલ સમજી ગયા અને કવિવરને કોઈ પરમ વિદ્વાન અને
ધર્માત્મા સમજીને તેમની સેવામાં લાગી ગયા.
જ્ઞાન કુતક્કા હાથ, મારિ અરિ મોહના;
પ્રગટયૌ રૂપ સ્વરૂપ, અનંત સુ સોહના.
જા પરજૈકો અંત, સત્ય કર માનના;
ચલે બનારસિદાસ, ફેર નહિં આવના.*

દેવરીકલાં (સાગર) સજ્જનોનો સેવક–
કાર્તિક વદ ૧૪ હીરાલાલ નેગી.
વીર સં. ૨૪પ૪






















































_________________________________________________________________
*અહીં શ્રી હીરાલાલજી નેગી દ્વારા લિખિત જીવનચરિત્રનું સંક્ષિપ્ત રૂપ આપવામાં આવ્યું છે.

Page 1 of 444
PDF/HTML Page 28 of 471
single page version

background image






શ્રી પરમાત્મને નમઃ


સ્વ. પં. બનારસીદાસવિરચિત


સમયસાર નાટક


ભાષાટીકાનો ગુજરાતી અનુવાદ

*

હિન્દી ટીકાકારનું મંગલાચરણ


(દોહરા)
નિજ સ્વરૂપકૌ પરમ રસ, જામૈં ભરૌ અપાર;
વન્દૌં પરમાનન્દમય, સમયસાર અવિકાર...૧.
કુંદકુંદ મુનિ–ચન્દવર, અમૃતચન્દ મુનિ–ઈન્દ;
આત્મરસી બનારસી, બન્દૌં પદ અરવિન્દ...૨.

Page 2 of 444
PDF/HTML Page 29 of 471
single page version

background image
૨ સમયસાર નાટક
ગ્રંથકારનું મંગળાચરણ
શ્રી પાર્શ્વનાથજીની સ્તુતિ
(વર્ણ ૩૧ મનહર છંદ. ચાલ–ઝંઝરાની)
करम–भरम जग–तिमिर–हरन खग,
उरग–लखन–पगसिवमगदरसी
निरखत नयन भविक जल बरखत,
हरखत अमितभविकजन–सरसी।।
मदन–कदन–जित परम–धरमहित,
सुमिरत भगति भगति सब डरसी।
सजल–जलद–तन मुकुट सपत फन,
कमठ–दलनजिन नमत बनरसी।। १।।
શબ્દાર્થઃ– ખગ=(ખ=આકાશ, ગ=ગમન) સૂર્ય. કદન=યુદ્ધ. સજલ=પાણી
સહિત. સહિત. જલદ=(જલ=પાણી, દ=આપનાર) વાદળ. સપત=સાત.
અર્થઃ– જે સંસારમાં કર્મના ભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યસમાન છે,
જેમના ચરણમાં સાપનું ચિહ્ન છે, જે મોક્ષનો માર્ગ દેખાડનાર છે, જેમના દર્શન
કરવાથી ભવ્ય જીવોનાં નેત્રોમાંથી આનંદના આંસુ વહે છે અને અનેક ભવ્યરૂપી
સરોવર પ્રસન્ન થઈ જાય છે, જેમણે કામદેવને યુદ્ધમાં હરાવી દીધો છે, જે ઉત્કૃષ્ટ
જૈનધર્મના હિતકારી છે, જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા ભયો દૂર ભાગે
છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા જેવું નીલ (રંગનું) છે, જેમનો મુગટ
સાત ફેણોનો છે, જે કમઠના જીવને અસુર પર્યાયમાં હરાવનારછે; એવા પાર્શ્વનાથ
જિનરાજને (પંડિત) બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧.
_________________________________________________________________
૧. આ છંદમાં અંત વર્ણ સિવાયના બધા અક્ષર લઘુ છે, મનહર છંદમાં ‘અંત ઈક ગુરુ પદ અવશહિં
ધરિકેં’ એવો છંદ શાસ્ત્રનો નિયમ છે.
૨. જ્યારે ભગવાન પાર્શ્વનાથ સ્વામીની મુનિ અવસ્થામાં કમઠના જીવે ઉપસર્ગ કર્યો હતો ત્યારેપ્રભુની
રાજ્ય અવસ્થામાં ઉપદેશ પામેલ નાગ-નાગણીના જીવે ધરણેન્દ્ર પદ્માવતીની પર્યાયમાં ઉપસર્ગનું

Page 3 of 444
PDF/HTML Page 30 of 471
single page version

background image
મંગલાચરણ ૩
છંદ છપ્પા (આ છંદમાં બધા વર્ણ લઘુ છે.)
सकल–करम–खल–दलन,
कमठ–सठ–पवन कनक–नग।
धवल परम–पद–रमन,
जगत–जन–अमल–कमल–खग।।
परमत–जलधर–पवन,
सजल–घन–सम–तन समकर।
पर–अघ–रजहर जलद,
सकल–जन–नत–भव–भय–हर।।
जमदलन नरकपद–छयकरन,
अगम अतट भवजलतरन।
वर–सबल–मदन–वन–हरदहन,
जय जय परम अभयकरन।। २।।
શબ્દાર્થઃ– કનક-નગ=(કનક=સોનું, નગ=પહાડ) સુમેરુ. પરમત= જૈનમત
સિવાયના બીજા બધા મિથ્યામત. નત=વંદનીય. હર દહન=રુદ્રની અગ્નિ.
અર્થઃ– જે સંપૂર્ણ દુષ્ટકર્મોનો નાશ કરનાર છે, કમઠના (ઉપસર્ગરૂપ) પવનની
સામે મેરુ સમાન છે અર્થાત્ કમઠના જીવે ચલાવેલા ઉગ્ર આંધીના ઉપસર્ગથી ચલિત
થનાર નથી, નિર્વિકાર સિદ્ધપદમાં રમણ કરે છે, સંસારી જીવો રૂપ કમળોને પ્રફુલ્લિત
કરવા માટે સૂર્ય સમાન છે, મિથ્યામતરૂપ વાદળાંને ઉડાડી મૂકવા માટે પ્રચંડ વાયુરૂપ
છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા સમાન નીલવર્ણનું છે, જે જીવોને સમતા
દેનાર છે, અશુભ કર્મોની ધૂળ ધોવા માટે વાદળ
_________________________________________________________________
નિવારણ કર્યું હતું અને સાત ફેણવાળા સાપ બનીને પ્રભુની ઉપર છાયા કરીને અખંડ જળવૃષ્ટિથી
રક્ષણ કર્યું હતુ, તે જ હેતુથી આ ભગવાનની પ્રતિમા ઉપર સાત ફેણોનું ચિહ્ન પ્રચલિત છે અને
તેથી જ કવિએ મુગટની ઉપમા આપી છે.

Page 4 of 444
PDF/HTML Page 31 of 471
single page version

background image
૪ સમયસાર નાટક
સમાન છે, સમસ્ત જીવો દ્વારા વંદનીય છે, જન્મ-મરણનો ભય દૂર કરનાર છે,
જેમણે મૃત્યુને જીત્યું છે, જે નરકગતિથી બચાવનાર છે, જે મહાન અને ગંભીર
સંસાર-સાગરથી તારનાર છે, અત્યંત બળવાન કામદેવના વનને બાળવા માટે
રુદ્રની
અગ્નિ સમાન છે, જે જીવોને બિલકુલ નીડર બનાવનાર છે, તે (પાર્શ્વનાથ ભગવાન)
નો જય હો! જય હો!! ૨.
(સવૈયા એકત્રીસા)
जिन्हिके वचन उर धारत जुगल नाग,
भए धरनिंद पदुमावति पलकमैं।
जाकी नाममहिमासौं कुधातु कनक करै,
पारस पखान नामी भयौ हैखलकमैं।।
जिन्हकी जनमपुरी–नामके प्रभाव हम,
अपनौ स्वरुप लख्यौ भानुसौ भलकमैं।
तेई प्रभु पारस महारसके दाता अब,
दीजै मोहि साता द्रगलीलाकी ललकमैं।। ३।।
શબ્દાર્થઃ– કુધાતુ=લોઢું. પારસ પખાન=પારસ પથ્થર. ખલક=જગત.
ભલક=તેજ. મહારસ=અનુભવનો સ્વાદ. સાતા=શાંતિ.
અર્થઃ– જેમની વાણી હૃદયમાં ધારણ કરીને સર્પનું જોડું ક્ષણમાત્રમાં ધરણેન્દ્ર
અને પદ્માવતી થયું, જેમના નામના પ્રતાપથી જગતમાં પથ્થર પણ પારસના નામથી
પ્રસિદ્ધ છે કે જે લોઢાને સોનું બનાવી દે છે, જેમની જન્મભૂમિના નામના પ્રભાવથી
અમે અમારું આત્મસ્વરૂપ જોયું છે-જાણે કે સૂર્યની જ્યોતિ જ પ્રગટ થઈ છે, તે
અનુભવ-રસનો સ્વાદ આપનાર પાર્શ્વનાથ જિનરાજ પોતાની પ્રિય દ્રષ્ટિથી અમને
શાંતિ આપો. ૩.
_________________________________________________________________
૧. આ વૈષ્ણવમતનું દ્રષ્ટાંત છે, તેમના મતમાં કથન છે કે મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને
કામદેવને ભસ્મ કરી નાખ્યો. જોકે જૈનમતમાં આ વાર્તા પ્રમાણભૂત નથી તો પણ દ્રષ્ટાંત માત્ર
પ્રમાણ છે.

Page 5 of 444
PDF/HTML Page 32 of 471
single page version

background image
મંગલાચરણ પ
(શ્રી સિદ્ધની સ્તુતિ. અડિલ્લ છંદ)
अविनासी अविकार परमरसधाम हैं।
समाधान सरवंग सहज अभिराम हैं।।
सुद्ध बुद्ध अविरुद्ध अनादिअनंत हैं।
जगत शिरोमनि सिद्ध सदा जयवंत हैं।। ४।।
શબ્દાર્થઃ– સરવંગ (સર્વાંગ)=સર્વ આત્મપ્રદેશે. પરમરસ=આત્મસુખ.
અભિરામ=પ્રિય.
અર્થઃ– જે નિત્ય અને નિર્વિકાર છે, ઉત્કૃષ્ટ સુખનું સ્થાન છે, સહજ શાંતિથી
સર્વાંગે સુંદર છે. નિર્દોષ છે, પૂર્ણજ્ઞાની છે, વિરોધરહિત છે, અનાદિ અનંત છે; તે
લોકના શિખામણિ સિદ્ધ ભગવાન સદા જયવન્ત હો! ૪.
(શ્રી સાધુ સ્તુતિ. સવૈયા એકત્રીસા)
ग्यानकौ उजागर सहज–सुखसागर,
सुगुन–रतनागर विराग–रस र्भयौ है।
सरनकी रीति हरै मरनकौ न भै करै,
करनसौंपीठि दे चरन अनुर्सयौ है।।
धरमकौ मंडन भरमको विहंडन है,
परम नरम ह्वैकै करमसौं र्लयो है।
ऐसौ मुनिराज भुवलोकमैं विराजमान,
निरखि बनारसी नमस्कार र्कयौ है।। ५।।
શબ્દાર્થઃ– ઉજાગર=પ્રકાશક. રતનાગર=(રત્નાકર) =મણિઓની ખાણ. ભૈ
(ભય)= ડર. કરન (કરણ) = ઈન્દ્રિય. ચરન (ચરણ) = ચારિત્ર. વિહંડન =
વિનાશ કરનાર. નરમ = કોમળ અર્થાત્ કષાયરહિત. ભુવ (ભૂ) =પૃથ્વી.
_________________________________________________________________
૧. જેમનો પ્રત્યેક આત્મપ્રદેશ વિલક્ષણ શાંતિથી ભરપૂર છે.

Page 6 of 444
PDF/HTML Page 33 of 471
single page version

background image
૬ સમયસાર નાટક
અર્થઃ– જે જ્ઞાનના પ્રકાશક છે, સહજ આત્મસુખના સમુદ્ર છે, સમ્યકત્વાદિ
ગુણરત્નોની ખાણ છે, વૈરાગ્યરસથી પરિપૂર્ણ છે, કોઈનો આશ્રય ઈચ્છતા નથી,
મૃત્યુથી ડરતા નથી, ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થઈને ચારિત્રનું પાલન કરે છે,
જેમનાથી ધર્મની શોભા છે, જે મિથ્યાત્વનો નાશ કરનાર છે, જે કર્મો સાથે અત્યંત
શાંતિથી
લડે છે; એવા સાધુ મહાત્મા જે પૃથ્વી ઉપર શોભાયમાન છે તેમનાં દર્શન
કરને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ.
સમ્યગ્દ્રષ્ટિની સ્તુતિ. સવૈયા છંદ (૮ ભગણ)
भेदविज्ञान जग्यौ जिन्हके घट,
सीतल चित भयौ जिम चंदन।
केलि करै सिव मारगमैं,
जग माहिंजिनेसुरके लघु नंदन।।
सत्यसरूप सदा जिन्हकै,
प्रगटयौ अवदात मिथ्यातनिकंदन।
सांतदसा तिन्हकी पहिचानि,
करैकर जोरि बनारसि वंदन।। ६।।
શબ્દાર્થઃ– ભેદજ્ઞાન=નિજ અને પરનો વિવેક. કેલિ=મોજ. લઘુનંદન=નાના
પુત્ર. અવદાત = સ્વચ્છ. મિથ્યાત-નિકંદન = મિથ્યાત્વનો નાશ કરનાર.
અર્થઃ– જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન
સમાન શીતળ છે અર્થાત્ કષાયોનો આતાપ નથી અને નિજ-પર વિવેક થવાથી જે
મોક્ષમાર્ગમાં મોજ કરે છે, જે સંસારમાં અરહંતદેવના લઘુપુત્ર છે અર્થાત્ થોડા જ
સમયમાં અરહંતપદ પ્રાપ્ત કરનાર છે, જેમને મિથ્યાદર્શનનો નાશ કરનાર નિર્મળ
સમ્યગ્દર્શન પ્રગટ થયું છે; તે સમ્યગ્દ્રષ્ટિ જીવોની આનંદમય અવસ્થાનો નિશ્ચય કરીને
પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૬.
_________________________________________________________________
૧. જે આત્મજનિત છે, કોઈ દ્વારા ઉત્પન્ન થતું નથી. ૨. આ કર્મોની લડાઈ ક્રોધ આદિ કષાયોના ઉદ્વેગ
રહિત હોય છે. ૩. હૃદયમાં દર્શન કરવાનો અભિપ્રાય છે.

Page 7 of 444
PDF/HTML Page 34 of 471
single page version

background image
મંગલાચરણ ૭
(સવૈયા એકત્રીસા)
स्वारथके साचे परमारथके साचे चित,
साचे साचे बैन कहैं साचेजैनमती हैं।
काहूके विरुद्धि नाहि परजाय–बुद्धि नाहि,
आतमगवेषी न गृहस्थ हैं न जती हैं।।
सिद्धि रिद्धि वृद्धि दीसे घटमैं प्रगट सदा,
अंतरकी लच्छिसौं अजाची लच्छपती हैं।
दास भगवन्तके उदास रहैं जगतसौं,
सुखियासदैव ऐसे जीव समकिती हैं।। ७।।
શબ્દાર્થઃ– સ્વારથ=(સ્વાર્થ, સ્વ= આત્મા, અર્થ=પદાર્થ) આત્મપદાર્થ.
પરમારથ (પરમાર્થ) = પરમ અર્થ અર્થાત્ મોક્ષ. પરજાય (પર્યાય) =શરીર.
લચ્છિ = લક્ષ્મી. અજાચી = ન માગનાર
અર્થઃ– જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે અને મોક્ષ પદાર્થ ઉપર સાચો
પ્રેમ છે, જે હૃદયના સાચા છે અને સત્ય વચન બોલે છે તથા સાચા જૈની છે,
કોઈની સાથે જેમને
વિરોધ નથી, શરીરમાં જેમને અહંબુદ્ધિ નથી, જે આત્મસ્વરૂપના શોધક છે,
અણુવ્રતી નથી કે મહાવ્રતી નથી, જેમને સદૈવ પોતાના જ હૃદયમાં આત્મહિતની
સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે, જે અંતરંગ
લક્ષ્મીથી અયાચી લક્ષપતિ અર્થાત્ સંપન્ન છે, જે જિનરાજના સેવક છે, સંસારથી
ઉદાસીન છે, જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે, એ ગુણોના ધારક
સમ્યગ્દ્રષ્ટિ જીવ હોય છે. ૭.
_________________________________________________________________
૧. જૈનધર્મમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ-એ ચાર પદાર્થ કહ્યા છે, તેમાં મોક્ષ પરમ પદાર્થ છે.
૨. જિનવરનાં વચનો પર જેમનો અટલ વિશ્વાસ છે.
૩. સમસ્ત નયોના જ્ઞાતા હોવાથી એમના જ્ઞાનમાં કોઈ પણ સમ્યક્ વિવક્ષાનો વિરોધ ભાસતો નથી.
૪. અહીં અસંયત સમ્યગ્દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે જેમને “ચરિતમોહવશ લેશ ન સંયમ, પૈ
સુરનાથ જજૈ હૈં.”

Page 8 of 444
PDF/HTML Page 35 of 471
single page version

background image
૮ સમયસાર નાટક
(સવૈયા એકત્રીસા)
जाकै घट प्रगट विवेक गणधरकौसौ,
हिरदै हरखि महामोहकौं हरतु है।
साचौ सुख मानै निजमहिमा अडौल जाने,
आपुहीमैं आपनौ सुभाउ ले धरतु हैं।।
जैसैं जल–कर्दम कतकफल भिन्न करै,
तैसैं जीव अजीवविलछनु करतु है।
आतम सकति साधै ग्यानकौ उदौ आराधै,
सोईसमकिती भवसागर तरतु है।। ८।।
શબ્દાર્થઃ– કર્દમ=કીચડ. કતકફળ=નિર્મળી. વિલછનુ= પૃથ્થકરણ.
સકતિ=શક્તિ.
અર્થઃ– જેના હૃદયમાં ગણધર જેવો સ્વ-પરનો વિવેક પ્રગટ થયો છે, જે
આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વને નષ્ટ કરે છે, સાચા સ્વાધીન સુખને
સુખ માને છે. પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે, પોતાના
સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે, જે અનાદિના મળેલ જીવ
અને અજીવનું પૃથ્થકરણ
કીચડથી પાણીનું પૃથ્થકરણ કતકફળની જેમ કરે છે, જે
આત્મબળ વધારવામાં પ્રયત્ન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે, તે જ સમ્યગ્દ્રષ્ટિ
સંસાર-સમુદ્રથી પાર થાય છે. ૮.
(મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ. સવૈયા એકત્રીસા)
धरम न जानत बखानत भरमरूप,
ठौर ठौर ठानत लराई पच्छपातकी।
भूल्यो अभिमानमैं न पाउ धरै धरनीमें,
हिरदैमें करनी विचारैउतपातकी।।
_________________________________________________________________
૧. ગંદા પાણીમાં નિર્મળી (ફટકડી) નાખવાથી કીચડ નીચે બેસી જાય છે અને પાણી ચોખ્ખું થઈ જાય
છે.

Page 9 of 444
PDF/HTML Page 36 of 471
single page version

background image
મંગલાચરણ ૯
फिरै डांवाडोलसौ करमके कलोलिनिमैं,
व्है रही अवस्था सु बधूलेकैसे पातकी।
जाकी छाती ताती कारी कुटिल कुवाती भारी,
ऐसौ ब्रह्मघाती है मिथ्याती महापातकी।। ९।।
શબ્દાર્થઃ– ધરમ (ધર્મ) = વસ્તુસ્વભાવ. ઉતપાત = ઉપદ્રવ.
અર્થઃ– જે વસ્તુસ્વભાવથી અજાણ છે, જેનું કથન મિથ્યાત્વમય છે અને જે
એકાંતનો પક્ષ લઈ ઠેકઠેકાણે લડાઈ કરે છે, પોતાના મિથ્યાજ્ઞાનના અહંકારમાં
ભૂલીને ધરતી પર પગ ટેકવતો નથી અને ચિત્તમાં ઉપદ્રવનો જ વિચાર કરે છે,
કર્મનાં કલ્લોલોથી સંસારમાં ડામાડોળ થઈને ફરે છે અર્થાત્ વિશ્રામ પામતો નથી.
તેથી તેની દશા વંટોળિયાનાં પાંદડા જેવી થઈ રહી છે, જે હૃદયમાં (ક્રોધથી) તપ્ત
રહે છે, (લોભથી) મલિન રહે છે, (માયાથી) કુટિલ છે, (માનથી) ભારે કુવચન
બોલે છે આવો આત્મઘાતી અને મહાપાપી મિથ્યાદ્રષ્ટિ છે. ૯.
(દોહા)
बंदौ सिव अवगाहना, अरु बंदौ सिव पंथ।
जसु प्रसाद भाषा करौं, नाटकनाम गरंथ।। १०।।
શબ્દાર્થઃ– અવગાહના=આકૃતિ.
અર્થઃ– હું સિદ્ધ ભગવાનને અને મોક્ષમાર્ગ (રત્નત્રય)ને નમસ્કાર કરું છું,
જેમના પ્રસાદથી દેશભાષામાં નાટક સમયસાર ગ્રંથ રચું છું. ૧૦.
કવિ સ્વરૂપનું વર્ણન (સવૈયા મત્તગયન્દ વર્ણ ૨૩)
चेतनरूप अनूप अमूरति,
सिद्धसमान सदा पद मेरौ
मोह महातम आतम अंग,
कियौ परसंग महा तम घेरौ।।
_________________________________________________________________
૧. અહીં નિશ્ચયનયની અપેક્ષાએ કથન છે. ૨ અહીં વ્યવહારનયની અપેક્ષાએ કથન છે.

Page 10 of 444
PDF/HTML Page 37 of 471
single page version

background image
૧૦ સમયસાર નાટક
ग्यानकला उपजी अब मोहि,
कहौं गुन नाटक आगमकेरौ।
जासु प्रसाद सधै सिवमारग,
वेगि मिटै भववासबसेरौ।। ११।।
શબ્દાર્થઃ– અમૂરતિ (અમૂર્તિ)=નિરાકાર. પરસંગ = (પ્રસંગ) = સંબંધ.
અર્થઃ– મારું સ્વરૂપ સદૈવ ચૈતન્યસ્વરૂપ, ઉપમારહિત અને નિરાકાર સિદ્ધ
સમાન છે. પરંતુ મોહના મહા અંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો.
હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે તેથી હું નાટક સમયસાર ગ્રંથ કહું છું, જેના
પ્રસાદથી મોક્ષમાર્ગથી સિદ્ધિ થાય છે અને જલદી સંસારનો નિવાસ અર્થાત્ જન્મ-
મરણ છૂટી જાય છે. ૧૧.
કવિની લઘુતાનું વર્ણન (છન્દ મનહર. વર્ણ ૩૧)
जैसैं कोऊ मूरख महा समुद्र तिरिवेकौं,
भुजानिसौं उद्यतभयौ है तजि नावरौ।
जैसैं गिरि ऊपर विरखफल तोरिवेकौं,
बावनु पुरुषकोऊ उमगै उतावरौ।
जैसैं जलकुंडमैं निरखि ससि–प्रतिबिम्ब,
ताके गहिबेकौं कर नीचौ करै टाबरौ।
तैसैं मैं अलपबुद्धि नाटक आरंभ कीनौ,
गुनी मोहिहसैंगे कहैंगे कोऊ बावरौ।। १२।।
શબ્દાર્થઃ– વિરખ (વૃક્ષ) = ઝાડ. બાવનુ (બામન) =બહુ નીચા કદનો
મનુષ્ય ૧ ટાબરો = બાળક. બાવરૌ = પાગલ.
અર્થઃ– જેવી રીતે મૂર્ખ મનુષ્ય પોતાના બાહુબળથી ઘણા મોટા સમુદ્રને
તરવાનો પ્રયત્ન કરે અથવા કોઈ ઠીંગણો માણસ પર્વત ઉપરના વૃક્ષમાં લાગેલું ફળ
તોડવા માટે જલદીથી ઊછળે, જેવી રીતે કોઈ બાળક પાણીમાં પડેલા ચંદ્રના
_________________________________________________________________
૧. આ શબ્દ મારવાડી ભાષાનો છે.

Page 11 of 444
PDF/HTML Page 38 of 471
single page version

background image
ઉત્થાનિકા ૧૧
બિંબને હાથથી પકડે છે, તેવી જ રીતે મંદબુદ્ધિવાળા મેં નાટક સમયસાર (મહાકાર્ય)
નો પ્રારંભ કર્યો છે, વિદ્વાનો મશ્કરી કરશે અને કહેશે કે કોઈ પાગલ હશે. ૧૨
(સવૈયા એકત્રીસા)
जैसैं काहू रतनसौं बींध्यौ है रतन कोऊ,
तामैं सूत रेसमकी डोरी पोई गई है।
तैसैं बुध टीकाकरि नाटक सुगम कीनौ,
तापरि अलपबुद्धि सूधी परिनई है।।
जैसैं काहू देसके पुरुष जैसी भाषा कहैं,
तैसी तिनिहुंकेबालकनि सीख लई है।
तैसैं ज्यौं गरंथकौ अरथ कह्यौ गुरु त्योंहि,
हमारी मति कहिवेकौं सावधान भई है।। १३।।
શબ્દાર્થઃ– બુધ=વિદ્વાન. પરનઈ (પરણઈ) = થઈ છે.
અર્થઃ– જેવી રીતે હીરાની કણીથી કોઈ રત્નમાં છિદ્ર પાડી રાખ્યું હોય તો
તેમાં રેશમનો દોરો નાખી દેવાય છે, તેવી જ રીતે વિદ્વાન સ્વામી અમૃતચંદ્ર
આચાર્યદેવે ટીકા કરીને સમયસાર સરલ કરી દીધું છે, તેથી અલ્પબુદ્ધિવાળા મને
સમજવામાં આવી ગયું. અથવા જેવી રીતે કોઈ દેશના રહેવાસી જેવી ભાષા બોલે છે
તેવી તેના બાલકો શીખી લે છે; તેવી જ રીતે મને ગુરુ-પરંપરાથી જેવું અર્થજ્ઞાન
થયું છે તેવું જ કહેવા માટે મારી બુદ્ધિ તત્પર થઈ છે. ૧૩.
હવે કવિ કહે છે કે ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબળ પ્રાપ્ત થયું છે
(સવૈયા એકત્રીસા)
कबहू सुमति व्है कुमतिकौ विनास करै,
कबहू विमल जोति अंतर जगति है।
कबहू दया व्है चित्त करत दयालरूप,
कबहू सुलालसा व्है लोचन लगति है।।

Page 12 of 444
PDF/HTML Page 39 of 471
single page version

background image
૧૨ સમયસાર નાટક
कबहू आरती व्है कै प्रभु सनमुख आवै,
कबहू सुभारती व्है बाहरि बगति है।
धरै दसा जैसी तब करै रीति तैसी ऐसी,
हिरदै हमारै भगवंतकी भगति है।। १४।।
શબ્દાર્થઃ– સુભારતી = સુંદર વાણી. લાલસા= અભિલાષા. લોચન=નેત્ર.
અર્થઃ– અમારા હૃદયમાં ભગવાનની એવી ભક્તિ છે કે કોઈ વાર તો
સુબુદ્ધિરૂપ થઈને કુબુદ્ધિને દૂર કરે છે, કોઈ વાર નિર્મળ જ્યોત થઈને હૃદયમાં પ્રકાશ
આપે છે, કોઈ વાર દયાળુ થઈને ચિત્તને દયાળુ બનાવે છે, કોઈ વાર અનુભવની
પિપાસારૂપ થઈને આંખો સ્થિર કરે છે, કોઈ વાર આરતીરૂપ થઈને પ્રભુની સન્મુખ
આવે છે, કોઈ વાર સુંદર વચનોથી સ્તોત્ર બોલે છે, જ્યારે જેવી અવસ્થા થાય છે
ત્યારે તેવી ક્રિયા કરે છે. ૧૪.
હવે નાટક સમયસારના મહિમાનું વર્ણન કરે છે. (સવૈયા એકત્રીસા)
मोख चलिवेकौ सौन करमकौ करै बौन,
जाके रस–भौन बुध लौन ज्यौं घुलत है।
गुनको गरन्थ निरगुनकौ सुगम पंथ,
जाकौजसु कहत सुरेश अकुलत है।।
याहीकै जु पच्छी ते उड़त ग्यानगगनमैं,
याहीके विपच्छी जगजालमैं रुलत है।
हाटकसौ विमल विराटकसौ विसतार,
नाटक सुनत हिये फाटक खुलतहै।। १५।।
શબ્દાર્થઃ– સૌન= સીડી. બૌન=વમન. હાટક=સુવર્ણ. ભૌન (ભવન) =
જળ.
અર્થઃ– આ નાટક મોક્ષમાં જવાને માટે સીડી સ્વરૂપ છે, કર્મરૂપી વિકારનું
વમન કરે છે, એના રસરૂપ જળમાં વિદ્વાનો મીઠાની જેમ ઓગળી જાય છે, એ

Page 13 of 444
PDF/HTML Page 40 of 471
single page version

background image
ઉત્થાનિકા ૧૩
સમ્યગ્દર્શનાદિ ગુણોનો પિંડ છે, સરળ રસ્તો છે, એના મહિમાનું વર્ણન કરતાં ઈન્દ્રો
પણ લજ્જિત થાય છે, જેમને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો પ્રાપ્ત થઈ છે તેઓ જ્ઞાનરૂપી
આકાશમાં વિહાર કરે છે, અને જેને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો નથી તેઓ જગતની
જંજાળમાં ફસાય છે. આ ગ્રંથ શુદ્ધ સુવર્ણ જેવો નિર્મળ છે, વિષ્ણુના વિરાટરૂપ જેવો
વિસ્તૃત છે, આ ગં્રથ સાંભળવાથી હૃદયનાં દ્વાર ખૂલી જાય છે. ૧પ.
અનુભવનું વર્ણન (દોહરા)
कहौं शुद्ध निहचै कथा, कहौं शुद्ध विवहार।
मुकतिपंथकारन कहौं
अनुभौको अधिकार।। १६।।
અર્થઃ– શુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ વ્યવહારનય અને મોક્ષમાર્ગમાં કારણભૂત
આત્માનુભવની ચર્ચાનું હું વર્ણન કરું છું. ૧૬.
અનુભવનું લક્ષણ (દોહરા)
वस्तु विचारत ध्यावतैं, मन पावै विश्राम।
रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम।। १७।।
અર્થઃ– આત્મપદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે
તથા આત્મિકરસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે.
૧૭.
અનુભવનો મહિમા (દોહરા)
अनुभव चिंतामनिरतन, अनुभव हे रसकूप।
अनुभव मारग मोखकौ, अनुभव मोख सरूप।। १८।।
શબ્દાર્થઃ– ચિંતામણિ=મનોવાંછિત પદાર્થ આપનાર.
અર્થઃ– અનુભવ ચિંતામણિ રત્ન છે, શાંતિરસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે
અને મોક્ષસ્વરૂપ છે. ૧૮.