Pravach Ratno Part 1 (Gujarati). Prastavna.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 238

 

પ્રાસ્તાવિક

પ્રવચન રત્નો-૧ પુસ્તક પરમ ઉપકારી અધ્યાત્મ યુગ સ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર ઉપરના ૧૯ મી વારના- અંતિમ વારના અંતરના ઊંડાણમાંથી અંદરમાંથી આવેલા ભાવોને ભાષામાં વ્યક્ત કરતા પ્રવચનો છે. ધન્ય પળે રચાઈ ગયેલ અને ભારતના અતિ નિકટ ભવિજનો માટે જળવાઈ રહેલ આ અદ્વિતીય અધ્યાત્મ શાસ્ત્રની ગાથા-ર, ૬, અને ૭પ ઉપરના પૂજ્યશ્રીના પ્રવચનો કેસેટોમાંથી અક્ષરસઃ આ પુસ્તકમાં ઉતારવામાં આવેલ છે.

જીવ અનાદિકાળથી પોતાના સ્વસમયરૂપ સ્વરૂપને યથાર્થપણે સમજ્યો નથી તે સમજાવીને તેનું પરપ્રદેશે સ્થિતપણું કેમ છૂટે એ દર્શાવવાનો પ્રયત્ન ગાથા-ર ઉપરના પ્રવચનોમાં કરવામાં આવ્યો છે.

ગાથા ૬, ૭પ તથા પરિશિષ્ટરૂપે પાંચ પ્રવચનોનું સંકલન વર્તમાનમાં બહુચર્ચિત જ્ઞ સ્વભાવ, જ્ઞાનનું સ્વ-પર પ્રકાશક સામર્થ્ય તથા જ્ઞાનની સ્વજ્ઞેય- પરજ્ઞેયની જાણવાની રીત સંબંધી સ્પષ્ટીકરણ પૂ. ગુરુદેવશ્રીના સ્વમુખેથી થયું છે તે દર્શાવે છે.

સ્વ-પર પ્રકાશકપણાની શક્તિનું અર્થઘટન જ્ઞાન સ્વને જાણે તેમજ પરને જાણે એમ જે કરવામાં આવે છે તેમાં કાંઈક માર્મિક વાત આત્માર્થી જીવોના ચિંતનના બાકી રહી ગઈ હોય તેમ લાગે છે. પૂ. ગુરુદેવશ્રી જ્યારે વારંવાર તેઓશ્રીના મંગલ પ્રવચનોમાં એમ સ્પષ્ટ રીતે ફરમાવતા હોય કે જ્ઞાન પરને ખરેખર જાણતું નથી પરંતુ જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. ખરેખર તો સ્વ સંબંધી અને પરસંબંધીનું જ્ઞાન જ જ્ઞાનમાં નિરંતર જાણવામાં આવી રહ્યુ છે. આ સ્પષ્ટ ભાષાના સૂચિતાર્થને શ્રી બનારસીદાસજી જેવા અનુભવી પુરુષના આ કથન સાથે મેળવતાં મર્મ ઉપર લક્ષ ગયા વિના રહેતું નથી. તેઓ શ્રી ફરમાવે છે કે “સ્વપર પકાશક શક્તિ હમારી, તા તૈ વચન ભેદ ભ્રમ ભારી”. આ કથનમાં કાંઈક રહસ્ય પઽયું છે એમ લાગે છે. સ્વપર પ્રકાશતાનો અર્થ જ્ઞાન સ્વને જાણે તેમજ પરને જાણે એવો જો ખરેખર થતો હોત તો “તા તૈ વચન ભેદ ભ્રમ ભારી” લખવાની આવશ્યક્તા જ ન રહેત. પરંતુ સ્વ પર પ્રકાશક શક્તિનો અર્થ જ્ઞાન સ્વને જાણે તેમજ પરને જાણે એમ કરતાં ભારે ભ્રમ પેદા થાય છે એ શબ્દો એવું સૂચવતાં જણાય છે કે અનંત સામર્થ્ય સંપન્ન ભગવાન આત્માના અખંડ અમૂર્તિક અસંખ્ય આત્મ પ્રદેશોમાં જ્ઞાનની જાણનક્રિયા સાથે સહવર્તીપણે સ્વપરને પ્રકાશતી કોઈ અદ્ભૂત પ્રક્રિયા નિરંતર વર્ત્યા કરે છે જે સ્વપર પ્રકાશકતાની આત્માની એક શક્તિને જાહેર કરે છે અને આ શક્તિની અભિવ્યકિત થતી રહેતી હોવાથી સ્વજ્ઞેય - પરજ્ઞેય બંને સંબંધીનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય જણાંતા સહજપણે થયા કરે છે. મંથનની ભૂમિકામાં આ પ્રક્રિયા સંબંધી ઊંડાણથી વિચારતાં એવું સ્પષ્ટ સ્વીકૃત થાયછે કે જાણવાની પ્રક્રિયારૂપે જ્ઞાનની પર્યાયમાં પર્યાય જ જણાય છે એ પણ સદ્ભૂત વ્યવહારનું કથન છે તો જ્ઞાનમાં જ્ઞાન જ નિરંતર જાણવામાં આવી રહેલ છે, પર નહી. વળી બીજો ન્યાય પૂજ્યશ્રીએ દર્શાવી રહ્યા છે કે જ્ઞાનની પર્યાય જેમાં તન્મય થાય તેને જ જાણે છે. હવે પર્યાય ભિન્ન સત્તાવાળા પરપદાર્થોમાં તો તન્મય થઈ શકે નહિ તેથી ખરેખર પરને જ્ઞાનની પર્યાય જાણી શકે