Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 43
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ : ૮૯
ધન્ય નિહાળું સિમંધરનાથને રે!
(ભેટે ઝૂલે છે તલવાર... એ રાગ)
આજ પધાર્યા જિનનાથ... જિનધામ સોહે સોહામણા...
આજ પધાર્યા સીમંધરનાથ... સુવર્ણધામ સોહે સોહામણા..
જિનમંદિરે વાજિંત્રો છવાયાં.. જિનદ્વારે તોરણ બંધાય... જિનધામ...
સાક્ષાત્ સીમંધરનાથ અહો આંગણે... ચિતડું હરખી જાય... જિનધામ..
મનહર મૂરત જિનેશ્વરદેવની... પ્રશાંતકારી દેદાર... જિનધામ...
જિનેશ્વરદેવને નયને નિરખતાં.. આતમને નિરખાય... જિનધામ..
રગરગમાં જિનભક્તિ પ્રગટતાં... સહુ સિદ્ધિ ચૈતન્યમાં થાય... જિનધામ..
સ્વયંભુ વિભુ સ્વયંપ્રકાશ છો... જ્ઞાનેશ્વર ભગવાન... જિનધામ...
અશેષનાણી કલ્યાણકારી... સર્વ વિભાવ વિમુક્ત... જિનધામ...
સરવંગે સરવ જ્યોત જાગી... યિદ્ રમે ચિદ્માંહી... જિનધામ...
નવ પરમ કેવલ લબ્ધિ મંડીત... નિરાહાર નિરંજનદેવ... જિનધામ...
સ્થિવર મહેશ્વર જ્યેષ્ટ જિનનાથ છો... અગ્રેસર અર્હંત... જિનધામ...
ચૈતન્યનાથ દેખું અહો આંગણે... ચૌદ બ્રહ્માંડ આધાર... જિનધામ...
ભરતક્ષેત્રમાં વિરહ હતા જિનના... આજે ભેટ્યા ભગવાન... જિનધામ...
કઈ વિધ પૂજું સ્તવું હું તુજને... આંગણે પધાર્યા જિનનાથ... જિનધામ...
નાચું ગાઉં ને શું રે કરું હું... નજરે નિહાળું સીમંધરનાથ... જિનધામ...
ગુરુ પ્રતાપે જિનેંદ્રદેવ દેખ્યા... મન વાંછિત સિદ્ધયા આજ... જિનધામ...
ગુરુદેવે જિનસ્વરૂપ બતાવ્યા... બતાવ્યા આત્મસ્વરૂપ... જિનધામ...
દેવગુરુની મહિમા અપાર છે... તુજ ભક્તિ હો દિનરાત... જિનધામ...
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 42 of 43
single page version

background image
આજ મારા હૃદયમાં આનંદસાગર ઉચ્છલે....
જિનચન્દ્રના દર્શન વડે, સંતાપ સવિ સ્હેજે ટલે।। ।।રામનો સંગમ થયે જે હર્ષ પામે જાનકી...
કળીકાળમાં જિનદેવનું દર્શન જીવન આધાર છે.... તેવી જ રીતે ભવિકને, જિનદેવના દર્શન થકી।। ।।
પામશે જે શુદ્ધ ભાવે, તરી જશે સંસાર તે.।। ।।શ્રી ગુરુ વચનામૃત સુણી જાણ્યું અમે જિનદર્શને...
ભવ વને ભમતાં થકાં ભૂલા પડેલા માર્ગમાં... આત્મ જાગે, પાપ ભાગે, સિદ્ધની પદવી મળે।। ।।
દર્શનરૂપી દીપક લઈ, જાશું અમે અપવર્ગમાં.।। ।।

PDF/HTML Page 43 of 43
single page version

background image
આત્માર્થીના મનોરથ ગર્ભિત
શ્રી સદ્ગુરુ સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર–વીર–કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ–ગુણ–પર્યાય વિલસે;
નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો, વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દુલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છુટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તુટે;
–રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાનમહિમાં હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર તને નમું હું,
કરૂણા અકારણ સમુદ્ર તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેધ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું
(સગ્ધર)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્ય વહુંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર–અનુભવના સૂક્ષ્મભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,–મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
– આત્માર્થી વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે વ્યક્ત કરેલ ભાવના, માગસર વદ ૧૩