Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
परम आदरणीय,

काठियावाड़र की सुरम्य स्वर्णपुरी
(सोनगढ) में बैठकर आप भगवान कुन्दकुन्दाचार्य के सत्
साहित्य का जिस रोचक ढंग से प्रचार और प्रसार कर रहे हैं वैसा गत कई शताब्दियों में नहीं हुआ
है। अस्तु जसी शान्ति और नरपति जैसी द्रढ़ता के साथ आपके मुखाब्ज–निःसृत ओजस्वी अध्यात्म–
वाणी को सहस्त्रों नर–नारी व आबाल–वृद्ध बडे चाव से सुनते हैं और उसकी मधुरिमा से गद्गद् हो
जाते हैं। आपकी उस अविरल ज्ञान–वर्षा के प्रति हम नतमस्तक हो अपनी पुञ्जीभूत श्रद्धा व्यक्त
करते हैं।
अध्यात्म मूर्ति,

आप वह अगाध पवित्र तीर्थ हृदय हैं जिसमें क्रूर जन्तुओं का निवास नहीं है। आप वह दीप
शिखा हैं जिसमें काजल की कालिमा छू तक नहीं गई है। आप वह माणिक्य महानिधि हैं जिसे सर्पने
स्पर्श तक नहीं किया है। आपकी अध्यात्मरसिकता, आत्मानुभव, प्रखर विद्वत्ता, वस्तुस्वरुप को
न्यायपूर्वक सिद्ध करने की अपूर्व शक्ति, जिनशासन का गम्भीर ज्ञान सभी अवर्णनीय है। अध्यात्म की
सर्वाङ्गपूर्ण और मौलिक व्याख्या करके आपने जो प्रयास किया है, वह अभिनन्दनीय है।
श्रीमान्,

आपने इस नगर में पधार कर हमारे कमल–कोमल अन्तराल में अपनी पवित्र स्मृति की एक
अमिट छाप छोड़ दी है। फाल्गुन कृष्णा द्वितीया की यह शुभ तिथि नगर के इतिहास में एक
चिरस्मरणीय घटना बन कर रहेगी। आपका ज्ञानालोके सदैव हमारे अन्तर में प्रकाशमान होता रहे–इस
भावना के साथ हम एक बार पुनः आपका स्वागत करते हैं।
‘स्वागत तेरा–तुम हो महान।’
हम हैं आपके–
सदस्यगण
महावीर जयन्ती सभा
६ फरवरी १९५७ फीरोजाबाद (उ० प्र०)

PDF/HTML Page 22 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૨૧ :
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૨)
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ત્રીજ: સમાધિશતક ગા. ૨]
આત્માની પૂર્ણ શુદ્ધ જ્ઞાન–આનંદમય દશા તે સિદ્ધપદ છે. અને જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધા–
જ્ઞાનમાં લઈને તેના સંવેદનમાં એકાગ્રતાનો ઉદ્યમ કરવો તે મોક્ષનું અનુષ્ઠાન છે. પૂર્ણ શુદ્ધ પદને પામેલા સિદ્ધ
અને અરહંત પરમાત્મા તે દેવ છે; અને તેને સાધનારા આચાર્ય–ઉપાધ્યાય–મુનિ તે ગુરુ છે, તથા અરહંત
પરમાત્મા વગેરેની વાણી તે શાસ્ત્ર છે.
પહેલા શ્લોકમાં મંગલરૂપે શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા; હવે બીજા શ્લોકમાં સકલ પરમાત્મારૂપ
શ્રી અરહંત ભગવાનને તથા તેમની વાણીને નમસ્કાર કરે છે:–
जयन्ति यस्यावदतोडपि भारती
विभूतयस्तीर्थकृतोडप्यनीहितुः।
शिवाय धात्रे सुगताय विष्णवे
जिनाय तस्मै सकलात्मने नमः।। २।।
સકલ પરમાત્મા શ્રી અરહંતદેવને નમસ્કાર હો. કેવા છે તે પરમાત્મા?–કે જેઓ તાલુ–હોઠ વગેરેથી
બોલતા ન હોવા છતાં જેમની વાણી જયવંત વર્તે છે. ભગવાનની વાણી સર્વાંગેથી ઈચ્છા વગર છૂટે છે. તે
વાણીમાં શ્રેષ્ઠ છે, એવી ભારતી જયવંત વર્તે છે અને તે જીવોને તીર્થ એટલે મોક્ષમાર્ગ બતાવનારી હોવાથી તેને
તીર્થ પણ કહે છે. ભગવાનને ઈચ્છા ન હોવા છતાં તેઓ સમવસરણાદિ વૈભવ સહિત છે અને તીર્થના કર્તા છે.
અરિહંત ભગવાન શરીર સહિત હોય છે તેથી તે સકલ પરમાત્મા છે, ને શરીરરહિત સિદ્ધ પરમાત્મા તે નિકલ
પરમાત્મા છે.
અરહંત ભગવાનનું શરીર મહાસુંદર પરમ ઔદારિક હોય છે,–તેમાં જોનારને પોતાના આગલા–પાછલા
સાત ભવ દેખાય છે. (ભવિષ્યના ભવ જેને હોય તેને દેખાય.)

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
ભગવાનના સમવસરણનો અચિંત્ય વૈભવ હોય છે; ઉપર ત્રણ છત્ર ફરતા હોય છે, મોતીના બનેલા ઉત્કૃષ્ટ છત્ર
હોય છે, તેમજ ભામંડળ વગેરે હોય છે. આ રીતે દિવ્યવાણી અને છત્રાદિ વૈભવસહિત જેઓ જયવંત વર્તે છે
એવા અરહંતદેવને નમસ્કાર હો.
અરહંત કેવા છે? શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલ આત્મા છે,–કઈ રીતે? તે કહે છે––
શિવ એટલે આત્માનું કલ્યાણ, તેને પોતે પામેલા છે અને દિવ્યવાણીના ઉપદેશવડે ભવ્ય જીવોને
શિવમાર્ગ–મોક્ષમાર્ગના પ્રણેતા હોવાથી શ્રી અરહંત ભગવાન જ શિવ છે, કલ્યાણરૂપ છે; એનાથી વિરુદ્ધ બીજા
કોઈ ખરેખર શિવ નથી.
ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં ધારી રાખનાર હોવાથી તેઓજ ધાતા છે. યથાર્થ ઉપદેશ વડે ભવ્ય જીવોને
સન્માર્ગમાં ધારી રાખે છે તેથી તેઓ જ વિધાતા છે. જેમ વિધાતા લેખ લખે છે એમ લૌકિકમાં કહેવાય છે, તેમ
ભગવાનના કેવળજ્ઞાનમાં બધા જીવોના ત્રણે કાળના લેખ લખાઈ ગયા છે–તેથી તે જ ખરા વિધાતા છે.
શોભાયમાન એવા દિવ્ય જ્ઞાનને પામેલા હોવાથી અરહંત ભગવાનને સુગત કહે છે. ગત એટલે જ્ઞાન;
કેવળજ્ઞાન–વડે જ આત્માની શોભા છે, તેથી જેઓ એવા કેવળજ્ઞાનને પામ્યા છે તેઓ જ સુગત છે. અથવા
સુગત એટલે સમ્યગ્ગતિ; પુનરાવર્તન રહિત એવી જે મોક્ષગતિ તેને પામેલા હોવાથી ભગવાન જ સુગત છે.
સંસારની ચારે ગતિ તો કુગતિ છે, ને સિદ્ધગતિ તે જ ખરી સુગતિ છે, એવી સુગતિને પામેલા હોવાથી અરહંત
ભગવાન જ સુગત છે. અથવા ‘સુગત’નો ત્રીજો અર્થ આ પ્રમાણે પણ છે : ‘સુ’ એટલે સમ્પૂર્ણરૂપ એવા
અનંતચતુષ્ટય તેને ‘ગત’ એટલે પામેલા એવા સર્વજ્ઞ દેવ તે સુગત છે.
સર્વજ્ઞદેવ કેવળજ્ઞાનવડે સમસ્ત વસ્તુમાં વ્યાપક હોવાથી–જ્ઞાયક હોવાથી–વિષ્ણુ છે.
અનેક ભવભ્રમણના કારણરૂપ એવા જે મોહાદિ કર્મો (ભાવ તેમજ દ્રવ્ય) તેના વિજેતા હોવાથી
અરહંતદેવ ‘જિન’ છે. ચૈતન્યસ્વભાવની અધિકતાવડે મોહાદિને જેણે જીતી લીધા છે–નષ્ટ કર્યા છે તે જિન છે.
અને સકલ એટલે શરીર સહિત છે.
આવા અરહંત પરમાત્માને નમસ્કાર હો.
તેઓ દિવ્ય ભારતીવડે હિતના ઉપદેષ્ટા છે. ભગવાનની ભારતી કેવી છે?–સર્વે જીવોને હિતરૂપ છે, વર્ણ
સહિત નથી એટલે કે નિરક્ષરી છે, જેમાં બે હોઠ ચાલતા નથી. વાંછારૂપી કલંક નથી, કોઈ દોષરૂપ મલિનતા નથી,
શ્વાસના રૂંધન રહિત હોવાથી જેમાં ક્રમ નથી, શાંતમૂર્તિ ઋષિવરોની સાથે સાથે પશુગણોએ પણ પોતપોતાની
ભાષામાં જેનું શ્રવણ કર્યું છે, એવી સર્વજ્ઞદેવની અપૂર્વવાણી અમારી રક્ષા કરો ને વિપદા હરો.
સર્વજ્ઞ ભગવાન શરીર સહિત હોવા છતાં આહારાદિ દોષથી રહિત છે. આત્માના અનંત આનંદનો
ભોગવટો પ્રગટી ગયો છે ત્યાં ક્ષુધાદિ દોષ હોતા નથી ને આહારાદિ પણ હોતા નથી. ભગવાનને રાગ–દ્વેષાદિ
દોષો પણ નથી. આ સિવાય અન્ય કુદેવ તો રાગાદિ સહિત છે, ક્ષુધાદિ દોષ સહિત છે, એટલે તે આત્માનું ઈષ્ટ
નથી. અતીન્દ્રિય આનંદ સહિત એવું સર્વજ્ઞપદ જ આત્માનું પરમ ઈષ્ટ છે તેથી તેનો આદર કરો તેને નમસ્કાર
કરીએ છીએ.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ આત્માના હિતનું કારણ છે. સંગથી પાર થઈને આત્માના સ્વભાવ સન્મુખ
થા, તે જ હિતનો ઉપાય છે,–એમ ભગવાનનો ઉપદેશ છે. અરહંત ભગવાન જ સર્વજ્ઞ–હિતોપદેશી છે, તે જ
ઈષ્ટદેવ છે. આ સિવાય બુદ્ધ વગેરે તો વસ્તુસ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાની ગૃહીત–મિથ્યાદ્રષ્ટિ છે, તેઓ
હિતોપદેશી નથી. આત્માના હિતનો વાસ્તવિક ઉપાય શું છે તે જેણે પોતે જ જાણ્યો નથી, તે હિતોપદેશી ક્યાંથી
હોય? જગતમાં તો અજ્ઞાની જીવોનો મોટો ભાગ એવા કુદેવાદિને માને છે, પણ તે કોઈ આત્માના હિતોપદેશક
નથી. સર્વજ્ઞ–વીતરાગ–અરહંત પરમાત્મા જ જગતમાં હિતોપદેશક છે. તેઓ કહે છે કે “આત્મા પોતે જ પોતાનો
પ્રભુ છે, હું પ્રભુ મારો, ને તું પ્રભુ તારો: મારી પ્રભુતા મારામાં ને તારી પ્રભુતા તારામાં.–માટે તારા આત્માની
ઓળખાણ કરીને તેની સન્મુખ થા, તેમાં જ તારું હિત છે.”–આમ સર્વજ્ઞદેવ અરહંતપરમાત્મા જ ખરા
હિતોપદેશી છે, તેઓ જ ઈષ્ટ દેવ છે, તેથી તેમને અહીં નમસ્કાર કર્યા છે.
આ રીતે પરમ હિતોપદેશી એવા તીર્થંકર અરહંત પરમાત્માને તથા તેમની દિવ્ય વાણીરૂપી ભારતીને
નમસ્કાર કર્યા. ।। ।।

PDF/HTML Page 24 of 25
single page version

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૨૩ :
વૈરાગ્યમય હિત વચનો


૧. સુખ આત્માના સ્વભાવમાં છે, સંયોગમાં નથી. પણ પોતાના સ્વભાવને ભૂલેલો અજ્ઞાની જીવ
બહારમાં સુખ માને છે.
૨. અજ્ઞાની જીવને આ સંસાર સંબંધી જે દુઃખ છે તે તો વાસ્તવિક, દુઃખ જ છે; પરંતુ ઇંદ્રિય વિષયોમાં તે
જે સુખ માને છે તે તો માત્ર કલ્પના જ છે.
૩. મૂઢ પ્રાણી લક્ષ્મી વધે છે એને દેખે છે, પણ આયુષ્ય ઘટે છે–તે નથી દેખતો; ને લક્ષ્મી વગેરે મેળવવા
પાછળ મોંઘુ માનવ–જીવન ગૂમાવી દે છે.
૪. સંયોગની સગવડતામાં અજ્ઞાની જીવ એવો મૂર્છાઈ ગયો છે કે, માથે અનંત જન્મ–મરણના દુઃખનો
ભય ઝઝૂમી રહ્યો છે–તેને તે દેખતો નથી.
પ. અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર, કે સંયોગો વધવાથી તારા આત્મામાં શું વધ્યું? ભાઈ રે!
સંયોગના વધવાથી આત્માનું વધવાપણું માનવું–તે તો મનુષ્ય દેહને હારી જવા જેવું છે.
૬. હે જીવ! તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી; કાં તો તારા જીવતાં જ તને
છોડીને એ ચાલ્યા જશે, અને કાં તો મરણ ટાણે તું તેને છોડીને ચાલ્યો જઈશ.–માટે તેનાથી ભિન્નતાનું ભાન કર.
૭. અંતરમાં સંયોગથી ભિન્નતાનો વિચાર કર કે મારો આત્મા બધાયથી જુદો, એકલો જન્મ્યો ને એકલો
મરશે, સંસારમાં પણ એકલો જ રખડે છે ને સિદ્ધિ પણ એકલો જ પામે છે. આમ ભિન્નતાનું ભાન કરીને હે જીવ!
તારા હિતનો ઉપાય વિચાર.
૮. અરેરે! મારો આત્મા મૃત્યુના મુખમાં ઊભો છે, મૃત્યુના મુખમાં પડેલા આ જીવને જગતમાં અન્ય
કોઈ શરણભૂત નથી; મારા આત્માના શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં સ્થિર રહું તે જ મને મૃત્યુના મુખમાંથી ઊગારનાર
છે, ને તે જ એક શરણભૂત છે.
૯. જેમ સંયોગોની અનુકૂળતામાં મારું સુખ નથી, તેમ ગમે તેવા પ્રતિકૂળ સંયોગો મને દુઃખનું કારણ
નથી. જેણે અનુકૂળ સંયોગમાં સુખ માન્યું છે તે પ્રતિકૂળતામાં દુઃખી થયા વગર રહેશે નહિ, કેમ કે તેનું વલણ જ
સંયોગ તરફ છે. સંયોગ તો એક ક્ષણમાત્રમાં પલટી જશે, માટે તેના આશ્રયે આત્માની શાંતિ નથી. આત્માનો
સ્વભાવ પોતે સુખસ્વરૂપ છે, ને તે નિરંતર રહેનાર છે, માટે તેના આશ્રયે જ આત્માનું હિત અને શાંતિ છે–આમ
પહેલાંં હિતના ઉપાયની ખોજ કરીને તેનો નિર્ણય કરવો જોઈએ––આવો સંતોનો હિતમાર્ગનો ઉપદેશ
(ઈષ્ટોપદેશ) છે.
૧૦. અરે, અત્યાર સુધી મેં મારું હિત ન કર્યું, અહિતમાં જ જીવન નકામું વીતાવ્યું. હવે મારું હિત કેમ
થાય–તેનો ઉપાય કરું. –આમ અંતરમાંથી હિત માટેની જિજ્ઞાસા જાગવી જોઈએ. ભાઈ! જ્યાં મરણના ટાણાં
આવશે ત્યાં લક્ષ્મી શરણરૂપ નહિ થાય, વૈદો બચાવી નહિ શકે, કુટુંબી કોઈ એક પગલુંય સાથે નહિ આવે.–એ
વખતે શરણભૂત તો તને તારો આત્મા જ થશે; માટે આત્મા શું ચીજ છે તેની ઓળખાણ અને પ્રીતિ કર.

PDF/HTML Page 25 of 25
single page version

background image
મુદ્રક:– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ. ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશક:– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર (સૌરાષ્ટ્ર)
ATMADHARMA Regd. No. B. 4787
મહાશરણ
સર્વજ્ઞદેવો સમસ્ત કર્મને અવિશેષપણે બંધનું સાધન
કહે છે તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) સમસ્ત કર્મને
નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
––જો સમસ્ત કર્મને નિષેધવામાં આવ્યું છે તો પછી
મુનિઓને શરણ કોનું રહ્યું? તે કહે છે:–
શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ
કર્મ–એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં, અને એ
નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં મુનિઓ કાંઈ અશરણ નથી;
કારણ કે જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં
આચરણ કરતું–રમણ કરતું–પરિણમતું જ્ઞાન જ તે
મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ
અમૃતને પોતે અનુભવે છે–આસ્વાદે છે.
[જુઓ સમયસાર, કલશ ૧૦૩–૧૦૪]
રાજા... ભીખ માગે છે!
પોતાના આનંદનિધાનને ભૂલેલું...આત્માના
અતીન્દ્રિય–આનંદને નહિ પામેલું આખું જગત ભીખારી છે,
કેમકે ઇંદ્રિય–વિષયો પાસે આનંદની ભીખ માંગી રહ્યું છે...
તેને સર્વજ્ઞદેવ અને સંતો સંબોધે છે કે–
અરે વિષયોના ભીખારી! તું તો ચૈતન્ય રાજા!!
રાજા થઈને તું ભીખ કાં માંગ? તારામાં તો
અતીન્દ્રિય–આનંદના નિધાન ભરેલા છે તેને ભૂલીને તું
ઇંદ્રિય–વિષયો પાસેથી આનંદની ભીખ કાં માગ!! એ
ભીખારીપણું છોડ...ને તારા આનંદ નિધાનને સંભાળીને
અતીન્દ્રિય આનંદને ભોગવ.
–પૂ. ગુરુદેવ.