Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭પ
૬૯શેઠ ફૂલચંદ ગુલાબચંદલીંબડી૬૯હેમકુંવરબેન લક્ષ્મીચંદ
૬૯શેઠ મનસુખલાલ ગુલાબચંદના ધર્મપત્નીલીંબડી(હા. વિનોદલાલ દેવચંદ)રાજકોટ
૬૯દોશી હરગોવિંદ ગફલભાઈસુરેન્દ્રનગરવોરા અમૃતલાલ દેવકરણજામનગર
૬૯શેઠ જીવણલાલ મૂળજીભાઈસુરેન્દ્રનગરચંચળબેન જગજીવનવઢવાણ
૬૯શેઠ ધીરજલાલ હરજીવન (ફાવાભાઈ)સુરતશાહ રતિલાલ સુખલાલ (હા.
ધનજીભાઈ)વઢવાણ
૬૯શેઠ મણિલાલ હરખચંદવઢવાણશાંતાબેન ટોળીઆસુરેન્દ્રનગર
૬૯શેઠ મોહનલાલ ડોસાભાઈરાજકોટવસંતલાલ વૃજલાલ પારેખરાજકોટ
૬૯સુરજબેન પાંડવરાવાળા
૬૯શા. કાન્તિલાલ દેવસીભાઈથાન
૬૯શેઠ કુંવરજી જાદવજીપાલેજ
૬૯મદ્રાસ મુમુક્ષુ મંડળમદ્રાસ
૧૯ાાજુદી જુદી વ્યક્તિઓ તરફથી ૬૯ નીચેની
રકમો. (ભાયાણી હરિલાલ જીવરાજ;
મોહનલાલ કિરચંદ; કાનજી જેઠાભાઈ; કસ્તુરચંદ
પ્રાણજીવન; લાભુબેન શીવવાળા; રમણિકલાલ
એન. મહેતા)
૬૯વકીલ મણિલાલ ઓઘડભાઈસુરેન્દ્રનગર ––––
૬૯શેઠ ભોગીલાલ પોપટલાલઅમદાવાદ
૬૯શેઠ શીવલાલ વીરચંદબોટાદપપ૦૩ાા
(પાંચ હજાર, પાંચસો ને સાડાત્રણ રૂપિઆ)
૬૯શાહ વૃજલાલ જેઠાલાલ (ઈજનેર)વાંકાનેર(–વૈશાખ સુદ સાતમ સુધી)
* * * * *
મુંબઈ શહેરમાં શ્રી સીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતોની પધરામણી
હર્ષઘેલી જનતાએ કરેલું ભાવભીનું સ્વાગત
પૂજ્યશ્રી કહાનગુરુદેવના પ્રતાપે ભારતના અગ્રગણ્ય મુંબઈ શહેરમાં ઘણી ધર્મપ્રભાવના થઈ રહી છે, અનેક
ઉત્સાહી મુમુક્ષુ ભક્તો ત્યાં વસી રહ્યા છે ને ચારેક લાખ રૂા. ના ખર્ચે ઝવેરીબજારના લત્તામાં મમ્માદેવી પ્લોટની સામે
વિશાળ જિનમંદિર તૈયાર થઈ ગયું છે. આ જિનમંદિરમાં બિરાજમાન કરવા માટે શ્રી સીમંધરાદિ જિનેન્દ્રભગવંતોની
પંચકલ્યાણક પ્રતિષ્ઠા રાજકોટ શહેરમાં સં. ૨૦૦૬માં થયેલી હતી, ને તે ભગવંતો અત્યાર સુધી રાજકોટ જિનમંદિરમાં
બિરાજતા હતા. આ ચૈત્ર સુદ દસમના મંગલદિને તે ભગવંતોને ઘણા જ ભવ્ય સ્વાગતપૂર્વક મુંબઈ પધરાવવામાં
આવ્યા છે.
ચૈત્ર સુદ દસમ ને રવિવારે મુંબઈ નગરીના આંગણે જિનેન્દ્ર ભગવંતો પધારતાં ત્યાંના ભક્તોનો ઉમંગ
અંતરમાં સમાતો ન હતો...હજારો મુમુક્ષુઓ આતુરનયને ભગવાનની રાહ જોતાં રસ્તા ઉપર ઊભા હતા ને ભગવાન
પધારતાં ઘણાં જ હર્ષનાદથી વધાવ્યા હતા..બેન્ડ વાજાંઓ મધુર સુરથી ભગવાનનું સ્વાગત કરી રહ્યા હતા. ભગવાનના
સ્વાગતમાં ત્રણ હજાર ઉપરાંત માણસોએ ઉત્સાહથી ભાગ લીધો હતો–જેમાં મુંબઈનગરીના દિગંબર જૈનસમાજ ઉપરાંત
શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજના પણ ઘણા ભાઈઓએ સાથ પૂરાવ્યો હતો. આ સીમંધરાદિ ભગવંતોની મુદ્રા
અતિશય ભવ્ય ઉપશાંત રસઝરતી છે; ભગવાનની મુદ્રાનું અદભુત દ્રશ્ય જોઈને નગરીના લોકો છક થઈ જતા હતા,
અને ઘણા ભક્તો કહેતા કેઃ અહા! આવા ભવ્ય ભગવંતો અમે ક્યાંય જોયા નથી. ભગવાન પધારતાં ભક્તો તો ખુશ
થાય, પરંતુ નગરીની જનતા પણ ભગવાનને દેખીને ખુશી થતી હતી, અને હર્ષઘેલી જનતાના ટોળેટોળાં ઠેઠ રાતના દસ
વાગ્યા સુધી ભગવાનના દર્શન કરવા માટે ઉમટી રહ્યા હતા. મુંબઈની મધ્યમાં
અને જૈનોની વસતીથી ભરચક
લત્તામાં જ આ દિગંબર જિનમંદિર આવેલું છે અને આ પ્રસંગે રોશની વગેરેથી શણગારેલા મંદિરની શોભા કોઈ
અદ્ભુત હતી; જિન–

PDF/HTML Page 22 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૨૧ઃ
મંદિરની આવી શોભા અને ભગવંતોની ભવ્ય મુદ્રાના દર્શનથી, હજારો લોકો હર્ષઘેલા બની જતા હતા. મુંબઈના
જિનમંદિરનું ઉદ્ઘાટન ત્યાંના પ્રમુખશ્રી મણિલાલ જેઠાલાલ શેઠના હસ્તે થયું હતું, અને આવું મહામંગલકાર્ય
પોતાના હસ્તે થતાં તેમણે ઘણો જ ઉત્સાહ બતાવ્યો હતો અને પોતાના કુટુંબ તરફથી રૂા. ૨પ૦૧) જિનમંદિરને
અર્પણ કર્યા હતા, તે ઉપરાંત બીજા અનેક ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક આ પ્રસંગે રકમો જાહેર કરી હતી, જેમાં
એકંદર રૂા. છ હજાર લગભગ થયા હતા. આ ઉપરાંત ભગવંતોને વધાવવામાં તથા અભિષેક અને આરતિમાં
લગભગ રૂા. એક હજાર થયા હતા. આમ મુંબઈના ભક્તજનોએ ઘણા જ ઉલ્લાસપૂર્વક આ પ્રસંગને શોભાવ્યો
હતો, અને આવતી સાલે ગુરુદેવના સાન્નિધ્યમાં ભગવાનની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવવાની મુંબઈના
ભક્તો ભાવના ભાવી રહ્યા છે.
મુંબઈ નગરીમાં ભગવાન પધાર્યા તે બદલ ત્યાંના ભક્તજનોને અભિનંદન! અને મુંબઈના ઉત્સાહી મંડળને
હાર્દિક ધન્યવાદ!
* * * *
મુંબઈ નગરીમાં ચૈત્ર સુદ તેરસે મહાવીર પ્રભુના જન્મકલ્યાણકનો ઉત્સવ પણ ખૂબ ઉલ્લાસ અને ધામધૂમથી
ઊજવાયો હતો. ભગવંતો પધાર્યા હોવાથી અને શ્રી જિનમંદિરમાં આ પહેલો જ ઉત્સવ હોવાથી ઘણી હોંસપૂર્વક સૌએ
ભાગ લીધો હતો. આ પ્રસંગે ભગવાનની આરતિ–અભિષેક વગેરેમાં ત્રણેક હજાર રૂા. થયા હતા.
* * * *
ગુરુદેવના વિહાર વર્તમાન
લીંબડી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂ. શ્રી કહાનગુરુદેવ સૌરાષ્ટ્રમાં મંગલવિહાર કરી
રહ્યા છે. રાજકોટમાં પંદર દિવસ રહ્યા બાદ તેઓશ્રી વાંકાનેર પધાર્યા હતા; ચૈત્ર સુદ તેરસે વાંકાનેર જિનમંદિરમાં
શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ તથા શ્રી મહાવીર પ્રભુનો જન્મકલ્યાણક ઉત્સવ ત્યાં આનંદથી
ઉજવાયો હતો અને તે નિમિત્તે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. વાંકાનેર બાદ ગુરુદેવ મોરબી પધાર્યા
હતા, અને ચૈત્ર વદ પાંચમે શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિદિન હોવાથી શ્રીમદ્ના અંતરંગ જીવન ઉપર ખાસ પ્રવચન
કર્યું હતું. મોરબી બાદ પૂ. ગુરુદેવ ધ્રાંગધ્રા પધાર્યા હતા. ત્યાંથી જોરાવરનગર થઈને સુરેન્દ્રનગર પધાર્યા હતા.
ગુરુદેવનો ૬૯મો જન્મોત્સવ ત્યાં ઊજવાયો હતો. તેમજ વૈશાખ સુદ ત્રીજે સુરેન્દ્રનગરના જિનમંદિરમાં શાંતિનાથ
પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો અને તે નિમિત્તે ભગવાનની રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ
ગુરુદેવ વઢવાણ શહેર પધાર્યા હતા. અને વૈશાખ સુદ નોમે લીંબડી શહેર પધાર્યા છે. ગુરુદેવની છાયામાં જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે. મહોત્સવના વિગતવાર સમાચાર આવતા અંકે
પ્રસિદ્ધ થશે.
લીંબડી શહેરના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પૂ. ગુરુદેવ ચૂડા, રાણપુર, બોટાદ, વીંછીયા, ગઢડા અને ઉમરાળા થઈને
સોનગઢ જેઠ સુદ છઠ્ઠ લગભગમાં પધારશે.
સંયોગ તે સંયોગ જ છે
એક માણસ એક વાર એકલો મુંબઈ ગયો..ત્યાં જઈને વેપાર કર્યો, લાખો રૂપિયા કમાયો, સ્ત્રી પરણ્યો
છોકરાં થયા, છોકરાંને પણ પરણાવ્યા..કુલ બાર માણસો થયા, મકાન પણ થયા..અમુક વર્ષો બાદ એક પછી એક
બધાય મરી ગયા, મકાન ચાલ્યા ગયા, લક્ષ્મી પણ બધી ખલાસ થઈ ગઈ, ને ભાઈસાહેબ જેવા ગયા હતા તેવા
ને તેવા એકલા પાછા આવ્યા..જુઓ, આ સંયોગ! ઇન્દ્રપદ કે ચક્રવર્તીપદના સંયોગની પણ આ જ સ્થિતિ છે,
માટે હે જીવ! સંયોગમાંથી સુખ મળવાની આશા છોડીને, પોતાના નિજસ્વભાવની ભાવના કર. આત્માના
સ્વભાવમાં સુખ છે, ને તે સ્વભાવની ભાવનાથી પ્રગટેલું સુખ સદાય આત્માની સાથે જ રહે છે, કોઈ સંયોગમાં
તે સુખનો વિયોગ થતો નથી. સંયોગમાં માનેલું સુખ તે સંયોગના વિયોગમાં નહીં ટકી શકે. સ્વભાવમાંથી
આવેલું સુખ સંયોગ વિના પણ સદા ટકી રહેશે.
(–પૂ. ગુરુદેવ.)

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭પ
જન્મ
અને તે જન્મોત્સવ ઉજવવાની રીત
ચૈત્ર સુદ ૧૩ મહાવીર જન્મકલ્યાણક મંગલ દિને
વાંકાનેર શહેરમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
ભગવાન મહાવીર પ્રભુના જન્મકલ્યાણકનો આજે દિવસ છે. ભગવાનનો આત્મા તો અનાદિઅનંત છે, તેનો
કાંઈ નવો જન્મ નથી થયો. ભગવાન મહાવીરનો આત્મા પણ, ભગવાન થયા પહેલાં અજ્ઞાનદશાથી સંસારમાં રખડતો
હતો; પણ પછી આત્માનું ભાન કરીને તેને સાધતાં સાધતાં છેલ્લા અવતારમાં પૂર્ણ પરમાત્મા થયા, ને નિમિત્ત તરીકે
અનેક જીવોના તારણહાર તીર્થંકર થયા તેથી તેમનો આ જન્મ ‘કલ્યાણક’ છે.
જગતમાં અનેક જીવો જન્મે છે, પણ તેમના જન્મને ‘કલ્યાણક’ નથી કહેવાતો; “જન્મજયંતિ” તો લૌકિક છે,
ને “જન્મકલ્યાણક” તે અલૌકિક છે. ભગવાનના જન્મદિવસને ‘જન્મજયંતિ’ નહિ પણ ‘જન્મકલ્યાણક’ કહેવાય છે.
જે જન્મમાં પૂર્ણાનંદરૂપ કલ્યાણ સાધ્યું તે જન્મ પણ ‘કલ્યાણક’ છે, અને નિમિત્ત તરીકે જગતના બીજા જીવોને પણ તે
કલ્યાણકારી છે.
પૂર્વે આત્માનું જ્ઞાન કરવા છતાં હજી રાગ બાકી રહ્યો હતો તેથી ભગવાનને પૂર્વે સાધકદશામાં તે રાગને લીધે
ઉત્તમ પુણ્ય બંધાયા..તીર્થંકરનામકર્મ બંધાયું. ત્યાંથી સ્વર્ગમાં ગયા..ને ત્યાંથી છેલ્લા અવતારમાં ત્રિશલામાતાની કૂખે
અવતર્યા..અને આ ચૈત્ર સુદ તેરસે ભગવાન જન્મ્યા. ઇન્દ્રોએ તેનો મહોત્સવ કર્યો. દેહના સંયોગ અપેક્ષાએ જન્મ કહ્યો;
બાકી ભગવાનનો આત્મા તો ક્ષણે ક્ષણે નિર્મળ પર્યાયની શાંતિમાં ઊપજતો હતો. માતાની કૂખમાં હતા ત્યારે પણ
ભગવાનને આત્માનું ભાન હતું, દેહનો સંયોગ તે હું નહિ, હું તો અનાદિઅનંત ચૈતન્યતત્ત્વ છું–આવા સમ્યગ્જ્ઞાન
ઉપરાંત અવધિજ્ઞાન પણ ભગવાનને હતું.–આવા આત્મભાન સહિત અને ત્રણ જ્ઞાન સહિત ભગવાન આજે જન્મ્યા.–
આ રીતે ભગવાનને ઓળખવા જોઈએ.
પછી ત્રીસ વર્ષની વયે, કુમારાવસ્થામાં જ બાલબ્રહ્મચારીપણે ભગવાને દીક્ષા લીધી, “દીક્ષા લીધી” એટલે
ચૈતન્યના આનંદમાં લીન થયા. અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં ઝૂલતાં સર્વજ્ઞપદને સાધ્યું. સાડાબાર વર્ષ સુધી ચૈતન્યના
આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ચારિત્ર દશામાં રહ્યા. ભગવાનને મુનિદશામાં દુઃખ ન હતું, કષ્ટ ન હતું પણ આનંદની ધારા
ઉલ્લસતી હતી. ધર્મ કરતાં અંતરમાં સુખનો અનુભવ થાય છે. ધર્મમાં અને ચારિત્રમાં સુખ હોય કે દુઃખ? અજ્ઞાની
જીવો ચારિત્રને કષ્ટરૂપ–દુઃખરૂપ માને છે; અરે ભાઈ! દુઃખરૂપ અને કષ્ટરૂપ તો આસ્રવ છે, ને સંવર–નિર્જરારૂપ ધર્મ તો
આનંદરૂપ છે–સુખરૂપ છે. ધર્મીને આત્મ–

PDF/HTML Page 24 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૨૩ઃ
જ્ઞાન થયું ત્યારથી જ ચૈતન્યના અને રાગના પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન હોય છે. ધર્મીને ય હજી રાગ તો હોય, પરંતુ
રાગના સ્વાદને ચૈતન્યના સ્વાદથી ભિન્ન જાણે છે, અને રાગ વખતે ય રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદનું અંશ
વેદન તેને વર્તતું હોય છે.–આવી દશામાં આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન મહાવીરે આ છેલ્લા જન્મમાં સર્વજ્ઞપદ સાધ્યું.
સર્વજ્ઞ થયા પછી ધર્મસભામાં ભગવાનનો ધ્વનિ નીકળ્‌યો..તેમાં ભગવાને એમ ઉપદેશ્યું કે હે જીવો! તમારા
ચૈતન્યનો સ્વાદ અને રાગનો સ્વાદ ભિન્ન ભિન્ન છે, રાગનો સ્વાદ તે ખરેખર ચૈતન્યનો સ્વાદ નથી, માટે તેને
આત્માથી ભિન્ન જાણો..ને તે રાગથી ભિન્ન એવા નિજ ચૈતન્યના સ્વાદને આસ્વાદો. આત્માના આવા અતીન્દ્રિય
આનંદનું અનુભવન કરવું તે ધર્મ છે. ભગવાને આ અવતારમાં પોતાનું પૂર્ણ કલ્યાણ સાધ્યું ને જગતના જીવોને
કલ્યાણનો માર્ગ દર્શાવ્યો તેવા ભગવાનનો આ અવતાર તે ‘જન્મકલ્યાણક’ છે.
ભગવાને જે પૂર્ણાનંદ દશા પ્રગટ કરી અને તેનો ઉપાય દર્શાવ્યો તેને ઓળખીને પોતામાં તેવો ઉપાય પ્રગટ
કરવો તે ભગવાનનો જન્મકલ્યાણક ઊજવવાનો ખરો હેતુ છે. ભગવાનની ખરી ઓળખાણ વગર ભગવાનના
જન્મકલ્યાણકનો ખરો લાભ પોતાને મળે નહિ.
ભગવાન મહાવીર પ્રભુનો આજે જન્મદિવસ છે; ભગવાનના જન્મને મંગળ કહેવાય છે, કેમ કે આત્માની
પૂર્ણાનંદરૂપ પરમાત્મદશા ભગવાને આ જન્મમાં પ્રગટ કરી. આવા પરમાત્માને ઓળખીને તેમના જેવો જ પોતાનો
આત્મસ્વભાવ પ્રતીતમાં લેવો તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપ મંગળ ધર્મ છે.
આત્માની પૂર્ણાનંદદશા પામેલા સર્વજ્ઞ તે દેવ છે, તે દશાના સાધક સંત તે ગુરુ છે; ને પૂર્ણાનંદ પ્રગટ
કરવાનો ઉપાય બતાવનારી તેઓની વીતરાગી વાણી તે શાસ્ત્ર છે. આવા દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રથમ જિજ્ઞાસુએ
ઓળખવા જોઈએ. જેઓ બહારના સાધનથી કે રાગભાવથી ધર્મ થવાનું મનાવે તેઓ સાચા દેવ–ગુરુ કે શાસ્ત્ર
નથી પણ વિપરીત છે.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો સંયોગ મળવો તે પણ અનંતકાળમાં મહાદુર્લભ છે; અને દેવ–ગુરુ–શાસ્ત્રનો સંયોગ
મળ્‌યા પછી પણ તેને ઓળખીને શ્રદ્ધા થવી તે અતિ દુર્લભ છે; અને તે દેવ–ગુરુ–શાસ્ત્રે કહેલા ચિદાનંદસ્વરૂપ આત્માની
અંતર્મુખ શ્રદ્ધા થવી તે તો અનંતકાળમાં કદી નહિ કરેલ એવો અપૂર્વ ધર્મ છે. સમકિતીધર્માત્મા જાણે છે કે પરમાર્થે
મહાન દેવ તો મારો આત્મા જ છે, આત્મામાંથી જ પરમાત્મદશા આવશે, માટે મારો આત્મા જ મારો દેવ છે.
‘અરે
આત્મા! “શિવરમણી રમનાર તું તુંહી દેવનો દેવ”–એમ અંદરથી ભણકાર આવવા જોઈએ. એકવાર પણ
અંર્તસ્વભાવની અપૂર્વ પ્રતીત કરે તો આત્મામાંથી મુક્તિના ભણકારા આવી જાય, કે હવે અલ્પકાળમાં જ આત્મામાંથી
મુક્તદશા પ્રગટી જશે.
છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર આજે છેલ્લા અવતારમાં જન્મ્યા, અને અહીંના (–વાંકાનેરના) જિન
મંદિરમાં તેમની સ્થાપના પણ આજે જ થઈ. તે ભગવાને શું કહ્યું છે તેની આ વાત છે. ભગવાને જિનશાસનમાં એમ
કહ્યું છે કે અરે જીવો! પરમાત્મદશાની તાકાત તમારા સ્વભાવમાં જ ભરેલી છે, તેને ચૂકીને જે ક્ષણિક વિકાર (–રાગ–
દ્વેષ–અજ્ઞાન) થાય છે તે સંસાર છે, એ સિવાય બહારના સંયોગમાં તમારો સંસાર નથી. સંયોગથી ગુણ કે અવગુણ
નથી; સધનતા તે કાંઈ ગુણ નથી ને નિર્ધનતા તે કાંઈ દોષ નથી. પણ સંયોગમાં આત્મબુદ્ધિ તે દોષ છે, ને સંયોગથી
પાર ચિદાનંદતત્ત્વમાં દ્રષ્ટિ અને એકાગ્રતા કરવી તે ગુણ છે.
સમ્યગ્દર્શન એટલે આત્માનો સ્વાદ. તે સ્વાદ કેવો? શું દુધપાક જેવો?–ના; દૂધપાકનો સ્વાદ તો જડ છે. અંદર
રાગનો સ્વાદ આવે તે પણ વિકારી છે, પણ જડથી ને રાગના સ્વાદથી પાર, ચૈતન્યના આનંદનો અતીન્દ્રિયસ્વાદ
આવે,–તે સમ્યગ્દર્શન છે, ને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આવા સમ્યગ્દર્શન વગર શુભરાગથી વ્રત–તપ વગેરે બધા
સાધન કર્યા.–અનંતવાર કર્યા, પરંતુ ચૈતન્યની શાંતિ ન મળી, તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
વહ સાધન વાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પડયો;
અબ કયોં ન વિચારત હૈ મનસે
કછુ ઓર રહા ઉન સાધનસેં.
જે ભાવથી સંસારમાં રખડયો તેનાથી જુદી જાતનો મોક્ષનો ઉપાય છે. જે ભાવથી સંસારમાં રખડયો તેનો જો
આદર થાય (એટલે કે રાગનો જો આદર થાય) તો તે જીવને સંસારનો થાક નથી લાગ્યો, તેને ચૈતન્યની
(અનુસંધાન ટાઈટલ પેજ બીજા પર)

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
જરૂરી કામ
મોક્ષાર્થી જીવને જરૂરી કામ એટલે કે ચોક્કસ કરવા જેવું કાર્ય શું છે, કે જેનાથી
મુક્તિ થાય–તે અહીં બતાવે છેઃ અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ આત્માને વશ થવું–
સ્વવશ થવું, ને અન્યને વશ ન થવું–એવું આવશ્યક કર્તવ્ય મોક્ષાર્થી યોગીઓને જરૂર
હોય છે ને તે જ અશરીરી–સિદ્ધ થવાનો ઉપાય છે.
અંતર્મુખ થવું તે જ ધર્મી જીવનું જરૂર કર્તવ્ય છે. અંતર્મુખ થવું એટલે શું? કે
ઉપયોગનું બાહ્ય પદાર્થો સાથેનું જોડાણ તોડવું ને અંતર સ્વભાવ સાથે જોડાણ કરવું
તેનું નામ ‘અંતર્મુખ’ છે, તેમાં સ્વવશપણું હોવાથી સ્વતંત્રતા છે, તેમાં પરવશપણાનો
અભાવ છે. તેથી સ્વતંત્ર થવાના કામીએ એટલે કે મોક્ષાર્થીએ આવું સ્વવશપણું જ
જરૂરી કર્તવ્ય છે, તેના વડે મોક્ષ પમાય છે. વચ્ચે રાગ આવી જાય તો તે જરૂરી કર્તવ્ય
નથી, તે મોક્ષનો ઉપાય નથી.
જે જીવ રાગને કર્તવ્ય માને કે રાગને મોક્ષનું સાધન માને તે પોતાના જરૂરી
કર્તવ્યને ભૂલી જાય છે એટલે કે મોક્ષમાર્ગને ભૂલી જાય છે. મોક્ષ માટેનું જરૂરી કામ તો
આત્માના આશ્રયે જ થાય છે, રાગના આશ્રયે થતું નથી. રાગ તો બંધનું કારણ છે, તે
મોક્ષનું કારણ નથી. તો તે મોક્ષાર્થીનું કર્તવ્ય કેમ હોય? અજ્ઞાનીઓ તેને કર્તવ્ય માને
છે તે તેઓની ભ્રમણા છે.
મોક્ષાર્થી જીવનું જરૂરી કામ કહો, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો, અંતર્મુખપણું
કહો, સ્વવશપણું કહો, અવશ (એટલે કે અન્યને વશ નહિ)–એમ કહો,
નિશ્ચયધર્મધ્યાન કહો કે પરમ આવશ્યકકર્મ કહો, તે જ મોક્ષમાર્ગ છે, તે જ અશરીરી
થવાની યુક્તિ છે, તે જ મોક્ષનો ઉપાય છે. ધર્મી જીવ આવા કાર્યવડે મુક્તિ પામે છે. આ
જ મુક્તિની યુક્તિ છે.
પરવશ એવો રાગાદિભાવ તે તો પરવશ થવાનું કારણ છે, એટલે કે તેનાથી તો
કર્મબંધન થાય છે ને શરીર મળે છે. તેનાથી કાંઈ અશરીરી નથી થવાતું સ્વવશ એવો
જે શુદ્ધરત્નત્રયભાવ તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેણે
મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય એવા મુમુક્ષુજીવોએ તો આ જ જરૂર કરવા જેવું કાર્ય
છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવા
જેવું છે, તેના વડે નિયમથી મુક્તિ થાય છે. જેના વડે નિયમથી મુક્તિ થાય તે જ
નિયમથી કર્તવ્ય છે; નિશ્ચયરત્નત્રયવડે જ નિયમથી મુક્તિ પમાય છે,–તેથી મોક્ષને
માટે તે જ નિયમથી કર્તવ્ય છે, ને તે જ મોક્ષાર્થી જીવોનું જરૂરી કામ છે.
(–નિયમસાર ગા. ૧૪૨ના પ્રવચનમાંથી)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, ટ્રસ્ટી વતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.