Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 31
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૧૯૯
પૂ. ગુરુદેવ
દક્ષિણ
તીર્થયાત્રામાં
પધાર્યા
ત્યારે ત્યાંના
દિગંબર જૈન
સમાજ
તરફથી
તામીલ
ભાષામાં
પણ અનેક
અભિનંદન–
પત્રો મળ્‌યા
હતા; તેમાંથી
એક નમુનો
અહીં રજું
કર્યો છે. એનું
ગુજરાતી
ભાષાંતર
સામે પાને
આપ્યું છે.

PDF/HTML Page 22 of 31
single page version

background image
સામે પાને પ્રસિદ્ધ થયેલ તામીલ અભિનંદન પત્રનું ગુજરાતી ભાષાંતર
સદ્ ધર્મની વૃદ્ધિ હો!
“સ મ ય સા ર”
નામના મહાન તત્ત્વગં્રથ ઉપર વિસ્તૃત પ્રવચનો કરતા થકા
સારા દેશમાં સદ્ધર્મનો પ્રચાર કરનાર
શ્રી કાનજીસ્વામીજી
નાં કર કમળોમાં
જિનકાંચીના જૈન સમાજદ્વારા તા. ૧૪–૩–પ૯ ના રોજ સાદર સમર્પિત
* સ્વાગત પ ત્ર *
જૈન મતના ગૌરવને માટે અલંકારભૂત શ્રી કાનજીસ્વામીજી!
આપના દ્વારા જૈનધર્મની વૃદ્ધિ થઈ રહી છે તે દેખીને અમે–જિનકાંચીના જૈનો મહાન
ખુશીની સાથે આપનું સ્વાગત કરીએ છીએ.
જ્ઞાનના પ્રકાશ સ્વરૂપ!
“સંસારની પ્રીતિનો વિચ્છેદ કરીને અરહંત ભગવાન ઉપર પ્રીતિ કરો, કેમ કે તે પ્રીતિ
પણ સંસારપ્રીતિનો વિનાશ કરનાર છે.” –(तिरु क्कुरल तामिल काव्य)
એલાચાર્ય (કુન્દકુન્દ આચાર્ય) ના ઉપરોક્ત વચનાનુસાર શિક્ષા ધારણ કરીને આપ
અહિંસા અને સત્યના મૂળરૂપ જિનધર્મને યથાવત સિદ્ધ કરો છો. આત્મલાભની જિજ્ઞાસુ પ્રજા
આપના ઉપદેશનો સાર સમજીને ઘણો લાભ મેળવી રહી છે. આપનો જ્ઞાનપ્રકાશ માત્ર
સૌરાષ્ટ્રપ્રાન્તમાં જ નહીં પરંતુ આખા દેશમાં પ્રકાશીત થઈ રહ્યો છે. શ્રી મહાવીર ભગવાનના
શાસનના સાચા પ્રતિનિધિસ્વરૂપ શ્રી કુંદકુંદાચાર્યના સદ્વચનને સારી રીતે સમજીને, આજે બે
હજાર વર્ષ બાદ આપ લાખો જીવોને સાચા માર્ગે દોરવા માટે માર્ગદર્શી બન્યા છો. આપને
દેખીને અપરિમિત સંતોષપૂર્વક અને હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ.
હે આત્મવશી, અહિંસા સ્વરૂપી!
જ્યાં આપનું આગમન થયું છે એવું આ કાંજીનગર એક જમાનામાં વિશ્વવિદ્યાલય
અને ધર્મશાળા વગેરેથી ઘણું ઉન્નતિના માર્ગ પર હતું. જૈનોની તે ખ્યાતિને આજકાલ પણ
ઈતિહાસ સ્પષ્ટ બતાવી રહ્યો છે. આજે પણ આ શહેર દક્ષિણ ભારતના જેનોને માટે
સમ્મેદશિખર જેવું ગણાય છે. આવા આ શહેરમાં ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતથી
આવનારા યાત્રિકો માટે અને વિદ્યાધ્યયન કરનારા છાત્રો માટે એક ધર્મશાળાની ખાસ
આવશ્યકતા છે. આપના કાંચીનગર પધાર્યાની યાદીરૂપે આ કમી પૂરી થાય તો તે ઘણી
ચિરસ્મરણીય અને પ્રશંસનીય બનશે. અંતમાં નમસ્કારપૂર્વક સ્વાગત કરીને વિરમીએ છીએ.
નમસ્કાર.
કાંચીપુરમ્ આપના
૧૪–૩–પ૯ કાંચી જૈન સાહિત્યસંઘ

PDF/HTML Page 23 of 31
single page version

background image
पूज्यश्री कानजी स्वामीनः करकमलयोः समर्पितम्
अभिनन्दनपत्रम्
शार्दुलविक्रीडित छन्द–
स्वामीन् सर्वजगत्प्रसिद्धमहिमन्नध्यात्मविधारवे।
मिथ्यामोह तमस्विनीविघटनप्रोद्भासि बोधोदय।।
यात्राया; क्रमतो विहृत्य सकलंतीर्थ जिनेशाम् पुनः।
सौभाग्यान्मम देशमागतवतस्ते स्वागतम् स्वागतम्।।
आत्मभ्रान्तिमुपेयुषीह जगति मार्ग समुधोतयन्।
सर्वस्यापि हिताय पक्षरहितं दत्त्वोपदेशं खलु।।
योऽज्ञानादपसारयत्यविरतं जिज्ञासमानाञ्जनान्।
सोऽयं सर्वजनानुकम्पिहृदयः सेव्यः सतामादरात्।।
अस्मिन् भारतवर्षपश्चिमिदिशि श्रीकच्छदेशे शुभे।
श्रेष्ठं सोनगढं विशालनगरं या भूषयंस्तिष्ठति।।
पूर्व श्वेतपटानुयाय्यपि परं श्रीकुन्दकुन्दः कृतम्।
ग्रन्थं सारमधीत्य निश्चयनयाज्जाग्रद्विवेकोदयः।। ३।।
शुद्धं जैनमतं निधाय मनसि प्रोद्भावयन् सर्वतः।
धारावाहिगभीरभाषणपटुप्रागल्भ्यमासादयन्।।
सद्धर्मामृतवर्षणेन नितरामध्यात्मविधाकृषिम्।
संपन्ना कुर्वन्नशेषवलतो मेऽनुग्रहादागतः।। ४।।
कान्जी स्फाटित चिज्जेडैकधिषण क्षीराम्बुवद्भेदकः।
भेदज्ञानकुठारखण्डितमहामिथ्यात्वकक्षः सताम्।।
चितारोपितशुद्धभावविभवश्चिद्रूपचिन्तामाण।
स्फूर्जज्ज्योतिरपास्तमोहममतानिष्यूसदुःखानलः।। ५।।
मयि पुनाश्चिरदर्शनलालसे भवति च स्वयमेव समागते।
अहह मे सृकृतं सफलं प्रभो खलु पुरातनकल्मषहानितः।। ६।।
अनुष्टुप् श्लोक
एव तुच्छोपहारोऽयं श्रद्धापुष्पसमन्वितः।
भवत्सवार्पितो नूनं गृह्यतां ग्रह्यतामिति।।
रचयिता– श्रीमतां वशंवदः–
पं० श्रुतसागरो जैनः न्यायकाव्यतीर्थः सकल दि० जैनसमाजः
शाहपुरवास्तव्यः
(આ સંસ્કૃત અભિનંદનપત્રના ગુજરાતી ભાવાર્થ માટે સામે પાને જુઓ.)

PDF/HTML Page 24 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૨૧:
પૂજ્ય શ્રી કાનજીસ્વામીના કરકમળમાં સમર્પિત
* અભિનન્દન પત્ર *
(સામે પાને છપાયેલા સંસ્કૃત અભિનંદન–કાવ્યનો ગુજરાતી ભાવાર્થ)
સર્વ જગતમાં પ્રસિદ્ધ મહિમાવંત, અધ્યાત્મવિદ્યામાં સૂર્યસમાન, અને
મિથ્યાત્વરૂપી મોહાંધકારને વિખેરી નાખવા માટે ઉદયમાન જ્ઞાનભાનુ, એવા હે સ્વામી!
સકલ જૈનતીર્થોની યાત્રા કરતાં કરતાં ક્રમેક્રમે, મારા સૌભાગ્યથી આપ મારા દેશમાં
પધાર્યા....આપનું સ્વાગત હો....સ્વાગત હો. (૧)
આ જગતમાં આત્મભ્રાંતિથી ભૂલેલા જીવોને માટે જેઓ માર્ગના સમુદ્યોતક છે,
સર્વના હિતને માટે નિષ્પક્ષ ઉપદેશ દઈને જેઓ જિજ્ઞાસુજીવોનો અજ્ઞાનમાંથી સતતપણે
ઉદ્ધાર કરે છે, અને જેઓ સર્વેજનો પ્રત્યે અનુકમ્પાવાળા છે એવા આ સત્પુરુષ
સજ્જનોવડે આદરપૂર્વક સેવવા યોગ્ય છે. (૨)
આ ભારતવર્ષની પશ્ચિમદિશામાં આવેલા કચ્છદેશ (ખરેખર કચ્છ નહિ પણ
કચ્છની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર દેશ) માં સોનગઢ નામના શ્રેષ્ઠ વિશાળ નગરને જેઓ
શોભવી રહ્યા છે પહેલાં જેઓ શ્વેતામ્બરઅનુયાયી હતા પરંતુ પછી શ્રી કુંદકુંદસ્વામીકૃત
નિશ્ચયનયપ્રધાન સમયસારદ્વારા જેમને આત્મવિવેક જાગૃત થયો (૩)
.... અને તેથી શુદ્ધ જૈનમતને (દિગંબર જૈનધર્મને) હૃદયમાં ધારણ કરીને,
ધારાવાહી ગંભીર ભાષણવડે સર્વત: તેનો ઉદ્યોત કરવામાં કુશળ, તથા સદ્ધર્મામૃતની
વર્ષા કરીને અધ્યાત્મવિદ્યારૂપી કૃષિને મહાન પ્રતિભાદ્વારા અતિશય પ્રફુલ્લિત કરનાર
એવા શ્રી કાનજીસ્વામી મારા ઉપર અનુગ્રહ કરીને અહીં પધાર્યા. (૪)
હે કાનજીસ્વામી! આપ જડ–ચેતનની એકત્વબુદ્ધિને ક્ષીર–નીરવત સ્પષ્ટ ભેદી
નાખનાર છો અને ભેદજ્ઞાનરૂપી કુહાડા વડે મહામિથ્યાત્વરૂપ વેલને છેદી નાખનાર છો;
આપનું ચિત્ત શુદ્ધભાવરૂપ વિભવથી અલંકૃત છે, આપ ચૈતન્યચિંતામણિની ઝળહળતી
પ્રભા વડે મોહના નાશક છો અને મમતાજન્ય દુઃખને દગ્ધ કરવા માટે દાવાનળ સમાન
છો. (પ)
ચિરકાળથી જેનું ચિત્ત આપના દર્શન માટે તલસતું હતું એવા મને સ્વયંમેવ
આપનો સમાગમ થયો–આપ સામેથી મારા આંગણે પધાર્યા....અહા પ્રભો! ખરેખર
મારાં પુરાતન પાપો નષ્ટ થઈને સુકૃત્ય સફળ થયાં છે. (૬)
આ રીતે શ્રદ્ધાપુષ્પોથી ગુંથિત આ તુચ્છ ઉપહાર આપની સેવામાં અર્પણ કરું છું,
રચયિતા:
આપશ્રીના વિનીત
પં. શ્રુતસાગર જૈન, સકલ દિગંબર જૈન સમાજ
ન્યાયકાવ્યતીર્થ શાહપુર

PDF/HTML Page 25 of 31
single page version

background image
Welcome address Presented to
THE SAINT SHRI KANJISWAMIJI
BY
The jain community of south India
ON THE OCCASION OF HIS VISIT TO WANDIWASH ON 14-3-59
YOUR GREAT HOLINESS,
You were born in a remote place in North india and you have deigned
to come in our midst in South india. Profound in the learning of the holy
books of jain Siddhantas, you have realised that Digambara Dharma alone
is the way to salvation of Atma. You are spreading the light emanating from
your heart to all of us, the jains. Thus you are sowing the seeds of Dharma
in the soil of human hearts. No doubt you are the incarnation of God
Himself.
O THE ANGEL OF JAIN SIDDHANTAS¦
Your Holiness and your disciples have devoted your life to the cause
of spreading Dharma and are living for the sake of ennobling the heart of
the mass. You are dispelling the darkness of ignorance of our community just
as the morning sun casts away the darkness from the face of the earth.
O THE LIGHT OF DIGAMBARAS,
The many acts of bountis you have done for the cause of spreading
jainism fill us with gratitude and wonder.
O THE APOSTLE OF NIRVANA,
We have great pleasure in extending you a warm welcome in our
midst O the great Holy saint? You are heartily welcomed once again and
requested to grant us your paternal and gracious blessings.
WANDIWASH We beg to remain,
14-3-59 Your most faithful sons,
THE JAINS OF SOUTH INDIA.
(આ ઈંગ્લીશ અભિનંદનપત્રના ગુજરાતી ભાષાંતર માટે સામું પાનું જુઓ)

PDF/HTML Page 26 of 31
single page version

background image
તા. ૧૪–૩–૬૯ ના રોજ વાંદેવાસમાં સન્તપુરુષ શ્રી કાનજીસ્વામીના પદાર્પણ
પ્રસંગે દક્ષિણ ભારતના જૈન સમાજ તરફથી સમર્પિત
સ્વાગત–સંબોધન
(સામે પાને અંગ્રજીમાં છપાયેલ સ્વાગત–પત્રિકાનું ગુજરાતી ભાષાંતર)
આપનો જન્મ ઉત્તર ભારતમાં એક દૂર પ્રદેશમાં થયો હતો. અને આપે દક્ષિણ
ભારતમાં અમારા વચ્ચે પધારીને અમને ઉપકૃત કર્યા છે. જૈન સિદ્ધાંતોના પવિત્ર
શાસ્ત્રોના જ્ઞાનમાં આપ ઊંડા ઉતરેલા છો. દિગમ્બર ધર્મ જ એકલો આત્માની મુક્તિનો
માર્ગ છે–એવું સત્યજ્ઞાન આપને પ્રાપ્ત થયું છે. આપ આપના આત્મામાંથી પ્રગટ થતાં
પ્રકાશને અમ સૌ જૈનો પ્રત્યે ફેલાવો છો. આ રીતે આપ, માનવોની હૃદયભૂમિમાં
ધર્મનાં બીજ રોપી રહ્યા છો, નિઃસંદેહપણે આપ સ્વયં પરમાત્માના પ્રતિનિધિ છો.
હે જૈન સિદ્ધાંતના દિવ્ય દૂત!
પવિત્ર સ્વરૂપ એવા આપે અને આપના શિષ્યોએ ધર્મના પ્રચારાર્થે નિજ જીવન
સમર્પિત કર્યું છે અને જનતાના હૃદયને વિશુદ્ધ બનાવવાના હેતુએ આપ આપનું જીવન
વીતવી રહ્યા છો. જેવી રીતે પ્રાતઃકાળનો સૂર્ય પૃથ્વીતળના અંધકારને દૂર કરી દે છે તેવી
રીતે આપ અમારા સમાજના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો.
હે દિગમ્બરોના દિવ્ય તેજ!
જૈન ધર્મના પ્રચારના હેતુએ આપે કરેલાં પુષ્કળ ઉદારતાભર્યા કાર્યો અમને
આભાર અને આશ્ચર્યથી તરબોળ કરી દે છે.
હે મુક્તિદૂત!
અમારા મધ્યમાં આપનું ભાવભીનું સ્વાગત કરતાં અમને અત્યાનંદ થાય છે. હે
મહાન પવિત્ર સંત! એક વાર ફરીને પણ અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ
અને આપ આપના–ધર્મપિતા તરીકેના અને કૃપાપૂર્ણ–આશીર્વાદ આપો એવી વિનંતિ
કરીએ છીએ.

PDF/HTML Page 27 of 31
single page version

background image
श्री वितरागाय नमः
પરમશ્રધ્ધેય, પરમાત્મતત્ત્વવેત્તા, ભારતની ભવ્યવિભૂતિ
આધ્યાત્મિકસંત આત્માર્થી નરપુંગવ
શ્રીમત્ માનનીય પૂજ્ય કાનજી સ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પરમશ્રધ્ધેય,
અમારા પરમ સૌભાગ્ય અને ગૌરવની વાત છે કે ઘણા લાંબા
સમયથી અમો આપના આગમનની અને અધ્યાત્મમયી અમૃતવાણીને
સૂણવાની ચાતકવત્ રાહ જોઈ રહ્યા હતા તે પુણ્યપ્રસંગરૂપ કલ્પવૃક્ષ આજે
અમારા આંગણે ફળ્‌યુંં છે. અમારા મનના મનોરથ સફળ બન્યા છે. આજ
અમો ફત્તેપુરવાસી તથા અમારૂં ગુજરાત ધન્ય ધન્ય બન્યું છે. આજે
અમારા હૃદયમાં આનંદસાગર ઉછળી રહ્યો છે. તેથી અમે સૌ ભક્તિભાવથી
આપના પ્રતિ શ્રદ્ધાપુષ્પ સમર્પિત કરીએ છીએ.
પરમાત્મતત્ત્વવેત્તા,
જ્યાં જુઓ ત્યાં વિષયકષાયનાં વાદળ છવાઈ રહ્યા છે. ચારેકોર
રાગદ્વેષની એકાંતે રમઝટ રમાઈ રહી છે. પરદ્રવ્યની કર્તાબુદ્ધિના
કાવાદાવાની કુકળાઓ ખદબદાટ કરી રહી છે. એવા એ કપરાકાળમાં આપે
આપની અધ્યાત્મ, ચમત્કારી, વીતરાગી વિજ્ઞાનની દિવ્ય અમૃતમયી
ઉપદેશધારા વડે ભયંકર મિથ્યાત્વના પંજામાંથી ઘણા જીવોને બચાવી લીધા
છે. અને હજારો જીવોને આપે ભેદવિજ્ઞાનની સંજીવની મંત્રમોહિની દ્વારા
પરમતત્ત્વની ઓળખ કરાવી નિજસ્વરૂપને નિહાળતા કરી ભવભયમાંથી
અને સંસારના અતિ દુઃખદ ત્રાસમાંથી ઉગારી લીધા છે.
આધ્યાત્મિક સંત,
“વર્તમાનકાળમાં આધ્યાત્મ તત્ત્વ તો આત્મા છે,”
દુઃખમય સંસારની સ્થિતિનું અવલોકન કરી આપે છ દ્રવ્ય,
સાતતત્ત્વ, નવપદાર્થ, દ્રવ્ય–ગુણ–પર્યાય,, ઉત્પાદ–વ્યય–ધૈ્રાવ્ય, નિશ્ચય–
વ્યવહાર, ઉપાદાન નિમિત્ત આદિનું ગૂઢ અધ્યયન અને ચિંતન કરી
જગતમાં આત્મતત્ત્વની મુખ્યતા કરી અધ્યાત્મના ધોધ વહેવડાવ્યા છે.

PDF/HTML Page 28 of 31
single page version

background image
આત્માર્થી નરપુંગવ,

આ ભારતવર્ષમાં વીતરાગ વિજ્ઞાનસ્વરૂપ સુરત્નત્રયની સાધનાવંત અનેક જ્ઞાની
ધ્યાની થઈ ગયા. આપે પણ આ જન્મ બાલબ્રહ્મચારી રહી ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય આદિ
દિગંબર મુનિવરો દ્વારા રચિત સમયસારાદિ ગ્રંથોનું અધ્યયન કરી અંર્તદ્રષ્ટિ પ્રાપ્ત કરી આપે
ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય અને બીજા આચાર્યોનું હૃદય પારખી લીધું અને
જિનાગમોના રહસ્યોને જાણી જૈન ધર્મના શાસનને શોભાવ્યું.
ભારતની ભવ્ય વિભૂતિ
જેમ ૧૦૦૮ ત્રિલોકનાથ, ધર્મપિતા, ધર્મતીર્થનાયક ભગવાનશ્રી મહાવીરસ્વામીના
સમોસરણ સહિત વિહાર અને દિવ્યધ્વની દ્વારા સારીયે દુનિયાને મોક્ષમાર્ગનો સત્ય ઉપદેશ
મળ્‌યો હતો અને તેથી અનેક ભવ્યજીવો બૂઝયા હતા. તેમ આપના પ્રતાપથી છેલ્લા વીસ
વરસથી સૌરાષ્ટ્રમાં કરેલ વિહારથી અને આપના સંઘસહિત ૨૦૧૩માં કરેલ શાશ્વત તીર્થધામ
શ્રીસમ્મેદશિખરજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને ૨૦૧પની સાલમાં શ્રી
બાહુબલીજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને સ્થળે સ્થળે થતા અપૂર્વ દિવ્ય
ઉપદેશથી આખું ભારત ડોલી ઊઠ્યું. હજારો ભવ્યજનો આપની અધ્યાત્મબંસરીમાં મસ્ત
બન્યા, અજ્ઞાન અને એકાંત ભાગવા લાગ્યું, સમકિતસૂરજનો ઉદય થયો, ઠેરઠેર જિનમંદિર,
પંચકલ્યાણક પ્રતિષ્ઠા, સ્વાધ્યાય મંદિરો બન્યાં. શાસનપ્રભાવના અદ્્ભૂત રીતે કૂદકે અને
ભૂસકે વૃદ્ધિગત થવા લાગી અને હજારોની સંખ્યામાં જિનાગમોના અનુવાદો પ્રકાશિત થયા.
વીતરાગમાર્ગપ્રતિ હજારોની સંખ્યામાં ધર્મજિજ્ઞાસુઓનાં વૃંદો ઉમટ્યાં. એટલું જ નહિ પરંતુ
સુવર્ણગઢમાં પ્રતિષ્ઠિત જિનેંન્દ્રદરબાર જિનમંદિરો, માનસ્થંભ, ધર્મસભા, પ્રવચનમંડપ, બોર્ડીંગ
અને મુમુક્ષુઓના બ્રહ્મચર્યાશ્રમ, મોક્ષમાર્ગી મકાનોની હારમાળા અને નિત્ય નિયમિત પણે થતું
દર્શન–પૂજન–ભક્તિ અને સ્વામીજીનું પ્રવચન જોતાં ખરેખર આજે નાનકડું વિદેહ અને
ધર્મસભા નજરે પડે છે.
અંતમાં અમે અંતઃકરણપૂર્વક અમારા ભાવોથી ગુંથેલી પુષ્પમાળાને અભિનંદન પત્રના
રૂપમાં સમર્પિત કરીએ છીએ. અને શ્રી ૧૦૦૮ ભગવાન શ્રીમદ્્ જિનેન્દ્રદેવ શ્રી શીતલનાથને
પ્રાર્થના કરીએ છીએ કે આપ શત શત જીવો અને આપના દ્વારા જિનશાસનની પ્રભાવનાની
પતાકા અણનમ ફરકતી રહો.
વિનયાવનત
શ્રી દિગમ્બર જૈન સંઘ
ફત્તેપુર.
ફત્તેપુર
તા. ૯–પ–પ૯ (વૈશાખ સુદ બીજ)

PDF/HTML Page 29 of 31
single page version

background image
श्री पूज्यसद्गुरु श्री कानजीस्वामी
के करकमलोमें सादर समर्पित
अभिनन्दन–पत्र
हे सोनगढ के सन्त–
तीर्थयात्रा के प्रसंगसे आपने संघसहित हमारे इस लघुतम ग्राममें पधारकर जो हम
लोगोंको दर्शन देकर कृतार्थ किया है, उसके लिये हम आपके अत्यन्त आभारी हैं। हे
अध्यात्मगगनके प्रकाशमान सूर्य–
अनेक प्रकारके मिथ्यात्वरूपी अन्धकार के आच्छन्न जगतमें आपने जो अपूर्व स्थायी
प्रकाश दिया है, उसके प्रति हम आपके अतिशय कृतज्ञ हैं।
हे समयसार–सरोवर के राजहंस–
आपने जो जडचेतनमें एकत्वकी भ्रांतिको अपने प्रवचनोंसे विध्वस्त किया है तथा
जगतमें सर्वत्र व्याप्त अशांतिमय एवं भौतिकतावादी युगमें जो अध्यात्मवादकी धारा
प्रवाहीत की है उससे संपूर्ण देशका पापपंक अवश्य धुलेगा, ऐसा हमारा विश्वास है।
हे गुजरातकी अद्भुत निधि–
आपने हमारे प्रांतमें आकर जो आत्महितका मार्ग प्रदर्शन किया है, उसके लिये
धन्यवाद
हे जैनजगतके अतिथि–
साधनाभावसे हम आपकी यथोचित सेवा या अतिथिसत्कार न कर सके, इसके
लिये हमारा नवयुवकमंडल क्षमाप्रार्थी है।
स्वामीजी–
आपके आध्यात्मिक एवं गंभीर विवेचनों से शाहपुरका जैनसमाज अत्यन्त प्रभावित
है, संसारमें इस समय भवसंसार में डुबते हुए जीवोंको पार पहुंचानेकेलिये आप सच्चे
नाविक हैं। हम आशा रखते है कि आप हमलोगोंको पुनः एकबार सेवा करनेका अवसर
प्रदान करेंगे।
–आपका उपदेशामृतपिपासु
चैत्र शु. ८ गुरुवार श्री दि० जैन वीर सेवादल
वी. नि. सं. २४८५ शाहपुर [म० प्र०]

PDF/HTML Page 30 of 31
single page version

background image
શ્રી ગિરનાર તીર્થ યાત્રાનું પુનિતસ્મરણ
પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધચિદાનંદસ્વરૂપની ભક્તિ :–
‘‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારૂં જરી પરમાણુ માત્ર નથી અરે!’’

PDF/HTML Page 31 of 31
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીગ પ્રેસ –ભાવનગર