Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૦૯
જામનગરના આંગણે ઉજવાયેલો ભવ્ય
પંચકલ્યાણક જિનબિમ્બ પ્રતિષ્ઠા મહામહોત્સવ
પરમ પ્રભાવક પ.પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના સદઉપદેશથી શ્રી ચુનીલાલ હઠીસીંગ શેઠ વગેરે
તથા ઈસ્ટ આફ્રિકામાં વ્યાપાર અર્થે ગયેલા શ્રી ફુલચંદભાઈ, શ્રી ભગવાનજીભાઈ વગેરે દિ.જૈન મુમુક્ષુ મંડળ
દ્વારા જામનગરમાં આશરે બે લાખના ખર્ચથી ઉત્તમ અને છેલ્લી ઢબની કળાથી સુંદર જિનમંદિર તૈયાર થયું છે.
તા. ૧૩–૧–૬૧ પૂ. ગુરુદેવ જામનગરમાં પધાર્યા તે પહેલાં આ ઉત્સવ, પ્રભાવના, ભક્તિ માટે ઈસ્ટ
આફ્રિકાથી મુમુક્ષુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા, જામનગરના મુમુક્ષુઓનો અપૂર્વ ઉત્સાહ હતો, તેમણે આ
મહોત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી.
તા. ૧૩–૧–૬૧ ની સવારે પૂ. ગુરુદેવનું સ્વાગત ખૂબ ઠાઠમાઠથી મોટા સમૂહ દ્વારા થયું, તેમાં
હજારોની સંખ્યા હતી, ઉત્સવ મંડપ પાસે વિશાળ સભા મંડપમાં ગુરુદેવે માંગલિક પ્રવચન કર્યું, ત્યાર બાદ
હંમેશા બે વખત પૂ. ગુરુદેવના પ્રવચનો થયાં હતાં. સવારે શ્રી સમયસારજી શાસ્ત્રનો કર્તા કર્મ અધિકાર તથા
બપોરે શ્રી પદ્મનંદી પંચવિંશતિમાંથી દાન અધિકાર વંચાતો હતો.
દિલ્હી, જયપુર, અજમેર, ઉદેપુર, ઈન્દોર, ખંડવા, સનાવદ; ભોપાળ, ઉજ્જૈન, ગુના,કોટા, કલકત્તા
આદિ સ્થળેથી ૩૦૦ ઉપરાન્ત ભાઈ બહેનો આવ્યાહતા. ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મુંબઈથી પણ મોટી સંખ્યામાં
મુમુક્ષુઓ આવ્યા હતા. બધાને માટે ભોજન આદિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં પૂ.
બહેનશ્રી બહેનો તરફથી સંપૂર્ણ માર્ગદર્શન મળ્‌યું હતું.
પ્રતિષ્ઠાચાર્ય શ્રી નાથુલાલજી શાસ્ત્રી (ઈન્દોર) દ્વારા આ વખતે પણ ઉત્તમ પ્રકારે શ્રી જિનેન્દ્ર
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનું મહાન કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થયું.
અજમેરથી આવેલ ડો. સૌભાગ્યમલજી આદિ ભજન મંડળીના ભક્ત કલાકારોએ છ દિવસ સુધી
ભક્તિનો વિવિક કાર્યક્રમ રજૂ કરીને હાર્દિક ઉત્સાહ બતાવ્યો હતો.
જામનગરનું જિનમંદિર ઘણું આકર્ષક અને વિશાળ છે, આધુનિક પદ્ધતિથી બન્યું હોવાથી ભારતવર્ષ
માંહેનું એક સુંદર જિનમંદિર ગણી શકાય એવું છે. તેની ઉત્તમ પ્રકારે રચના કરનાર દરબાર સાહેબ શ્રી
અગરસિંહજી મોટા કોન્ટ્રાકટર છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સાંભળીને તેઓ પણ પ્રભાવિત થયા, તેમણે
જિનમંદિર ઉપર મોટો સુવર્ણ કલશ ચડાવવામાં પાંચ હજાર રૂપિયા દઈને હૃદયથી ભકિતભાવ પ્રગટ કર્યો,
અને શીખર ઉપર કળશ ચડાવ્યો.
જામનગરના શ્વેતામ્બર જૈન ભાઈઓ ઉપરાંત અનેક અન્ય ભાઈઓ તરફથી પણ આ મહોત્સવ
પ્રસંગે અનેકવિધ સગવડો મળી, આ બધો પૂજ્ય ગુરુદેવનો પૂણ્ય પ્રભાવ જ છે.
મંડપની વેદીમાં જામનગરના તથા અન્ય શહેરોના મળી કુલ ૩૧ જિન પ્રતિમાજી હતા. (તેમાં ઉંચી
જાતના ગુલાબી આરસના ખાસ પ્રતિમાજી છે તે અમદાવાદમાં થનાર નવા જિનમંદિર માટે હતા.)
દિક્ષા કલ્યાણક અવસરે પૂજ્ય ગુરુદેવ પાસે જામનગરના મુખ્ય બે મુમુક્ષુ ભાઈઓએ સજોડે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી.
મુંબઈથી દિ. જૈન મુમુક્ષુમંડળના પ્રમુખ મણિભાઈ

PDF/HTML Page 22 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૨૧ :
સાથે ૧પ૦ ઉપરાંત ભાઈ બહેનો આવેલા, મુંબઈ દિગમ્બર જૈનમંદિરની ત્રીજી વરસગાંઠ મહા સુદી ૬ની હતી
તે દિવસે મુંબઈ મંડળના સભ્યો વહેલી સવારે સરઘસ રૂપમાં પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા આવ્યા હતા અને
મુંબઈમાં ફરીથી જિનેન્દ્ર પંચકલ્યાણક મહોત્સવ ઉજવાય એવી ભાવના વ્યક્ત કરી. મુંબઈ મુમુક્ષુમંડળને ખૂબ
ઉત્સાહ છે એમ તે ઉપરથી સ્પષ્ટ જણાયું હતું.
(ગિરનારજી યાત્રા સંઘ પૂ. ગુરુદેવ સાથે જૂનાગઢ જાય તે પ્રસંગે મુંબઈ મંડળ તરફથી સમૂહ
ભોજનના રૂા. ૧પ૦૧) આવ્યા છે ઉપરાંત શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તરફથી એ રીતે રૂા. ૧પ૦૧ તથા શ્રી
શાન્તિલાલ જોબાળીયા તરફથી રૂા. ૧પ૦૧) તથા પોરબંદરના શ્રી ભૂરાભાઈના સુપુત્રો તરફથી રૂા. ૧પ૦૧
તે ખાતે આવ્યા છે.)
જામનગરમાં ઉત્સવના માંગલિક પ્રસંગો
ઈન્દ્રધ્વજ, ધજાઆરોપણ વિધિ, જાપ, નાંદિવિધાન, ઈન્દ્રપ્રતિષ્ઠા અને વરઘોડો, જિનસહસ્ત્રનામ
મંડલવિધાનમહાપૂજા, યાગમંડળવિધાન મહાપૂજા, ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયા, માતાના સોળ સ્વપ્ન વગેરેનું
ભાવપ્રદર્શન, ગર્ભકલ્યાણક, અજમેરની ભજનમંડલીનો ભક્તિ કાર્યક્રમ તા. ૧૭થી તા. ૧૯–૧–૬૧ સુધી
તા. ૨૦–૧–૬૧ પ્રતિષ્ઠા મંડપમાં વિધિનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનું ભાવ પ્રદર્શન,
મેરુપર્વત ઉપર જન્માભિષેક માટે ઐરાવત હાથી ઉપર ભગવાનનો વરઘોડો, રસ્તામાં ભજન મંડલીનો ખાસ
આકર્ષક કાર્યક્રમ હોવાથી દરેક રસ્તા પર અસાધારણ ભીડ જામતી હતી. મેરુપર્વત પર જિનાભિષેક વિધિ
અને ઉત્સવ પછી પ્રતિષ્ઠા મંડપમાં ઈન્દ્રોદ્વારા નૃત્ય, પછી પારણા ઝૂલન, પછી શ્રી પાર્શ્વનાથનો વનવિહાર
અને તાપસ કમઠના ભાવોનું પ્રદર્શન.
તા. ૨૧મી ભગવાનના વૈરાગ્યનું ભાવ પ્રદર્શન, લેકાન્તિક દેવોનું આગમન, જિનદિક્ષા માટે
ભગવાનની વનયાત્રા તથા હાથી–પાલખી વગેરે સહિત વરઘોડો અને તપકલ્યાણક પ્રસંગે ગુરુદેવશ્રીનું
વૈરાગ્ય પ્રેરક પ્રવચન, તપકલ્યાણક પ્રસંગે ગુરુદેવશ્રીનું વૈરાગ્ય પ્રેરક પ્રવચન, રાત્રે પાર્શ્વનાથ ભગવાનના
પૂર્વભવોનું ભાવ પ્રદર્શન તથા ભક્તિ તા.૨૨–૧–૬૧ વિધિ નાયક મુનિરાજ શ્રી પાર્શ્વનાથ ભગવાનને
આહારદાન, પૂ. ગુરુદેવના પાવન કરકમળ દ્વારા જિનપ્રતિમાજી ઉપર અંકન્યાસ વિધિ, કેવળજ્ઞાન કલ્યાણક,
સમવસરણ રચના તથા દિવ્યધ્વનિ પ્રસંગનું પ્રવચન, રાત્રે ભજન મંડલીનો કાર્યક્રમ તા. ૨૩–૧–૬૧ સવારે
જિનમંદિરમાં ભગવાનની વિશાળ પ્રતિમાઓ લઈ જવા વખતે તથા વેદીમાં બિરાજમાન કરવા ટાણે તથા
મંદિરના શિખર ઉપર કલશ ધ્વજારોહણ વખતે ઉત્સાહ અને દર્શકોની ભારે ભીડ હતી. આનંદથી જય
જયકારના નાદો ગૂંજતા હતા.
તા. ૨૩–૧–૬૧ સવારે ૮ાા થી ૧૧ શાન્તિયજ્ઞ વિધિ ખૂબ શાન્તિપૂર્વક થઈ. તેમાં જાપમાં બેઠેલા ૧૪
ભાઈઓ તથા ઈન્દ્ર ઈન્દ્રાણી ૧૬ એ બધાની વચ્ચે અનેક અગ્નિકૂંડ તેમાં કેવળજ્ઞાન જ્યોતિના મહિમા પૂર્વક
શાસ્ત્રીજી દ્વારા મધુર મંત્રોચ્ચાર તથા સ્વાહા ઉચ્ચાર સહિત આહૂતિ થતા હતાં. આ દ્રશ્ય ભવ્ય હતું. દરેક
કાર્યક્રમમાં દર્શકોની મોટી સંખ્યાની હાજરી રહેતી. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન એ જ મુખ્ય આકર્ષણ હોવાથી
જિજ્ઞાસુની ઘણી મોટી સંખ્યા વ્યાખ્યાનમાં જોવામાં આવતી હતી.
બપોર વિશેષ ઠાઠમાઠથી જિનેન્દ્રબિમ્બ રથયાત્રા નીકળી હતી; હાથી ઉપર ધર્મધ્વજા ફરકતી હતી
શણગારેલા પાટવાળી મોટી ઊંટગાડીમાં અજમેર ભજનમંડળીનો નૃત્ય–ગાનનો કાર્યક્રમ હતો. અપૂર્વ ઉત્સાહ
પૂર્વક આખા શહેરમાં વરઘોડો ફર્યો હતો. આ બધી વિશેષતા જોઈને શહેરમાં આનંદમય ખળભળાટ મચી
રહ્યો હતો.
રાત્રે જિનમંદિરમાં પૂજ્ય બહેનો દ્વારા ભકિત થઈ, ત્યાર પછી ભજનમંડલી દ્વારા ભક્તિ થઈ. આ
મહાન ઉત્સવ ચિરસ્મરણીય રહેશે. અને આ બધા માટે ખરેખર જામનગરના મુમુક્ષુ મંડળને અત્યંત ધન્યવાદ.

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૦૯
ગિરનારજી યાત્રા સમાચાર
પૂજ્ય ગુરુદેવ તા. ૨૬ થી તા. ૨૯–૧–૬૧ સંઘ સહિત ગિરનારજી
યાત્રાર્થે પધાર્યા તે શુભ પ્રસંગે ૧૨૦૦, ઉપરાંત ભાઈ બહેનો આવ્યા હતા.
જુનાગઢ શહેરમાં પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સ્વાગત, બપોરે ટાઉન હોલમાં
જાહેર વ્યાખ્યાન, સાંજે ગિરનારજી સિદ્ધક્ષેત્રની તળેટીમાં સહુ પહોંચી ગયા
ત્યાં રાત્રે ધર્મશાલાના દિ. જિનમંદિરમાં અજમેર ભજન મંડલી દ્વારા
ભક્તિનો ઉત્સાહ દાયક કાર્યક્રમ હતો.
તા. ૨૭–૧–૬૧ પ્રાતઃસમય તીર્થ વંદના માટે પૂજ્ય ગુરુદેવ
પધારવાના હતા.આ યાત્રાનો વિરલ અને ભવ્ય પ્રસંગ હોવાથી હજારો
મુમુક્ષુ ભક્તો ભક્તિની ધુન સહિત સવારે પાા વાગ્યે રવાના થયા, ઉપર
પહેલી ટૂંકે દિગમ્બર જૈન મંદિરમાં પૂજ્ય ગુરુદેવ સહિત સહુએ વંદના –પૂજા
કર્યા પછી મંદિરના ખુલ્લા ચોકમાં ભક્તિનો કાર્યક્રમ રાખેલો તેમાં અજમેર
ભજન મંડલી દ્વારા ભકિતરસની જમાવટ કરતી ભક્તિ હતી બાદ બપોરે
સહસ્ત્રઆમ્રવન કે જ્યાં ભગવાન શ્રી નેમિનાથનાં દિક્ષા કલ્યાણક અને
કેવળજ્ઞાન કલ્યાણક થયેલ. ત્યાં પૂ.ગુરુદેવ સંઘ સહિત પધાર્યા.
સસ્ત્રામ્રવનમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણે ચિન્હ છે.
તેમની વીતરાગતા અને તેમનું સ્મરણ, તેમના પ્રત્યે બહુમાન વ્યક્ત
કરવામાં પ્રથમ તો વંદન અને પૂજા થયું પછી પૂજ્ય ગુરુદેવ અપૂર્વ ભક્તિ
કરાવી, તથા વીતરાગતાના સ્મરણરૂપે થોડું વક્તવ્ય કર્યું. આ પ્રસંગ ઘણો
ભવ્ય અને ધન્ય ઘડી–ધન્ય ભાગ્ય સમાન હતો. સાંજે પૂ. ગુરુદેવ પહેલી
ટૂંકે પાછા પધાર્યા,રાત્રે ૭ થી ૮ાા દિ. જૈન મંદિરના ચોકમાં ભક્તિ હતી
તેમાં સતી રાજુલ તથા તેમના પિતાજીનો સંવાદ બહુ રોચક અને
વૈરાગ્યમય હોઈને સંવાદ કરનાર તથા સર્વ શ્રોતાઓ ગદગદ થઈ જતાં
જોવામાં આવતા હતા.
તા. ૨૮–૧–૬૧ સવારે ગિરનારજીની પાંચમી ટૂંકે જતાં રસ્તામાં
અપૂર્વ ઉત્સાહમય ભક્તિ દ્વારા જયકાર અને ભક્તિ–ભજન કરતાં કરતાં
સૌ ચાલતા હતા.
પાંચમી ટૂંક–ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ છે ત્યાં
ઈન્દ્રો દ્વારા સ્થાપિત ભગવાનનાં ચરણ ચિન્હ છે. તેમની પરમ હર્ષ સહિત
વંદના–પૂજા થયા પછી

PDF/HTML Page 24 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૨૩ :
ગુરુદેવે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે’ એ પદ બોલીને વીતરાગતાની
ભાવના ભાવી હતી. ત્યાર બાદ તેમણે સિદ્ધપદને પામ્યા છે એવા વીતરાગ
ભગવાનના સ્મરણનો હેતુ સમજાવીને વીતરાગી મોક્ષમાર્ગ અને મોક્ષપદનું
ટુંકામાં સ્વરૂપ અને માહાત્મ્ય દર્શાવ્યું હતું. પછી પૂ. બહેનોએ ભક્તિ કરી
હતી બાદ ગુરુદેવ સાથે જયનાદ સહિત ભક્તિના પદ ગાતાં ગાતાં પહેલી ટૂંકે
સૌ પાછા આવ્યા ત્યાં શ્વેતામ્બર જૈન પેઢીના મુખ્ય મુનિમ (ઈન્સપેકટર
સાહેબ) ની ખાસ વિનંતીથી બપોરના ગુરુદેવનું પ્રવચન થયું. ત્યારબાદ
ઈન્સપેકટર શ્રી ભાનુભાઈએ ગદગદ થઈને કહ્યું કે ‘આપના ચરણ સમીપ જ
મારો જન્મ થાય ને મારૂં જીવન સફળ બને એમ કહીને પ્રેમ બતાવ્યો હતો.
વિશેષમાં પહાડ ઉપર રાજુલની ગુફાથી દક્ષિણ દિશામાં આશરે ૬૦૦
ડગલા દૂર ચંદ્રગુફા નામે સુંદર ગુફા છે, તેમાં બહુ જ પ્રાચીન પગલા છે (–
દિગમ્બર જૈન આમ્નાયાનુસાર ચરણ ચિન્હ છે.) ઘણા ભાઈઓ ત્યાં જઈ
બહુ પ્રસન્નતા વ્યકત કરતા હતા)
બપોરે પૂ. ગુરુદેવ સાથે ભક્તો જયનાદપૂર્વક ભક્તિના પદ ગાતાં
ગાતાં પરમ હર્ષ પ્રગટ કરતાં નીચે તળેટીની ધર્મશાળામાં આવ્યા. ત્યાં રાત્રે
જિનમંદિરમાં ભક્તિ થઈ
તા. ૨૯–૧–૬૧ જૂનાગઢ શહેરમાં આવ્યા. પૂજ્ય ગુરુદેવ સાથેની આ
અપૂર્વયાત્રા મોટા સમૂદાય સહિત નિર્વિઘ્ને પૂર્ણ થઈ તેથી સર્વેએ પ્રસન્નતા
વ્યકત કરી હતી.
યાત્રાની સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થામાં વાંકાનેર, મોરબી, મુંબઈ
અને સોનગઢના મુમુક્ષુ મંડળનો મોટો ફાળો હતો, તેમણે બજાવેલી સેવા
પ્રશંસનીય હતી, વળી જૂનાગઢની દિગમ્બર તથા શ્વેતામ્બર જૈન
પેઢીવાળાઓનો ઘણો સાથ હતો. તેમણે યાત્રા સંઘની ઘણી સેવા કરી છે.
તેમાં જૈન વીશાશ્રીમાળી નુતન મિત્ર મંડળે પણ ઘણી સુંદર સેવા આપી છે.
સ્થાનકવાસી જૈન સંઘ તરફથી પણ મદદ મળી છે. તેઓને બધાને ધન્યવાદ.
બપોરે જૂનાગઢ શહેરમાં ટાઉન હોલમાં પૂજ્ય ગુરુદેવનું જાહેર
વ્યાખ્યાન હતું. શ્રોતા સમૂહ મોટી સંખ્યામાં હાજર રહીને બધા. જિનેન્દ્ર
રથયાત્રા ઉત્સવમાં જોડાયા હતા. મહાન યાત્રાના ઉત્સવ નિમિત્તે શહેરમાં
જિનેન્દ્ર રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સમવસરણ જેની વેદીમાં
શ્રીજી (ભગવાન) ને બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહીં પણ અજમેર
ભજન મંડલીના સભ્યોએ અથક પ્રેમ ઉત્સાહ સહિત ભકિતદ્વારા પોતાનો
ભક્તિભર્યો કાર્યક્રમ રજૂ કરી જિનેન્દ્ર રથયાત્રામાં ભારે ઉત્સાહ પ્રગટ કર્યો
હતો. આ રીતે ધર્મપ્રભાવનાના પ્રણેતા પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે ધર્મ
પ્રભાવનામય આ અપૂર્વ યાત્રા બધાને માટે આનંદમય હતી અને તે
ચિરસ્મરણીય રહેશે.
લી. ગુલાબચંદ જૈન

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA REGD. NO. 5669
સ.ચ.પ.ત્ર
શ્રી સમયસારજી ૬–૦
૨ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક ૩–પ૦
શ્રી મોક્ષશાસ્ત્રજી ૩–પ૦
૪ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ૩–પ૦
શ્રી નિયમસારજી ૩–પ૦
૬ શ્રી પંચાધ્યાય ભાગ–૧ ૩–૦
૭ શ્રી પંચાધ્યાય ભાગ–ર ૩–૦
શ્રી પંચાસ્તિકાય ૩–૦
૯ શ્રી સમયસાર પ્રવચન ભા–૧ ૩–૦
૧૦ શ્રી સમયસાર પ્રવચન ભા–૩ ૩–૦
૧૧ શ્રી સમયસાર પ્રવચન ભા–૪ ૩–૦
૧૨ શ્રી સમયસાર પ્રવચન ભા–પ ૩–૦
૧૩ શ્રી પંકલ્યાણિક પ્રવચન
૨–૨પ
૧૪ શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦
૧પ શ્રી પ્રશ્નોત્તરમાળા પાકું પુઠું ૧–૭પ
૧૬ શ્રી નિયમસાર પ્રવચન ભા–૨ ૧–૬૩
૧૭ શ્રી મોક્ષમાર્ગ કિરણ ભા–૨
૧–૬૩
૧૮ શ્રી પ્રશ્નોત્તરમાળા કાચું પુઠું ૧–૧૨
૧૯ શ્રી નિયમસાર પ્રવચન ભાગ–૧ ૧–પ૦
૨૦ શ્રી સમયસાર પ્રવચન ભા–૨ ૧–પ૦
૨૧ શ્રી ધર્મની ક્રિયા
૧–પ૦
૨૨ શ્રી ભેદવિજ્ઞાનસાર ૧–૨પ
૨૩ શ્રી સમ્યગ્દર્શન ૧–૨પ
૨૪ શ્રી મૂળમાં ભૂલ ૧–૦
૨પ શ્રી અનુભવ પ્રકાશ, સતાસ્વરૂપ ૧–૦
૨૬
શ્રી છહઢાળા ૦–૮૧
૨૭ શ્રી ચિદ્દવિલાસ ૦–૭પ
૨૮ શ્રી મોક્ષમાર્ગ કિરણ ભા–૧ ૦–૭પ
ર૯ શ્રી જિનેન્દ્રભજનમાળા ૧–૦
૩૦ શ્રી દસલક્ષણ ધર્મ ૦–૬૦
૩૧ શ્રી મુક્તિનો માર્ગ ૦–પ૬
૩૨ શ્રી દ્રવ્ય સંગ્રહ નવું વિસ્તારથી ૦–૮૩
૩૩ શ્રી જિનેન્દ્રપૂજાપલ્લવ
૦–પ૦
૩૪ શ્રી સર્વમાન્ય પ્રતિક્રમણ ૦–પ૦
૩પ શ્રી સિદ્ધાંતપ્રવેશિકા. ૦–પ૦
૩૬ શ્રી આત્મસિદ્ધિ ગુટકો ૦–પ૦
૩૭ શ્રી સમયસાર ગુટકો ૦–પ૦
૩૮ શ્રી પ્રવચનસાર ગુટકો ૦–૩૧
૩૯ શ્રી નિયમસાર પદ્યાનુવાદ ૦–૩૧
૪૦ શ્રી પંચાસ્તિકાય પદ્યાનુવાદ ૦–૩૧
૪૧ શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૨પ
૪૨ શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૨પ
૪૩ શ્રી સમવસરણ સ્તુતિ. ૦–૨પ
૪૪ શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૨પ
૪પ શ્રી સામાયક પાઠ ૦–૨પ
૪૬ શ્રી આત્મસિદ્ધિ ગુટકો– ૦–પ૦
૪૭ શ્રી બાળપોથી ૦–૧૯
૪૮ શ્રી યોગસાર ઉપાદાન ૦–૧૯
૪૯ શ્રી આત્મસિદ્ધિ ગાથા. ૦–૧૩
પ૦ શ્રી સિદ્ધાંતપ્રવેશિકા ભા–૧ ૦–૧૩
પ૧ શ્રી આલોચના ૦–૧૩
પ૨ શ્રી આત્મધર્મ લવાજમ ૪–૦
નવાં પ્રકાશનો
૧ ગુજરાતી દ્રવ્યસંગ્રહ ૦–૮૩
આત્મ પ્રસિદ્ધિ ૩–૭પ
પ્રશ્નોત્તરમાળા ૧–૧૨
૪ સમ્યગ્દર્શન ભાગ–૨ ૧–૦
પ અપૂર્વ અવસર પ્રવચનો ૦–પ૦
૬ શ્રી જૈનતત્ત્વ મીમાંસા હિંદી ૧–૦
૭ મોક્ષમાર્ગ પ્રકાશક (છપાય છે.) ૩–પ૦
આશરે
પોસ્ટેજ વગેરે અલગ
પ્રાપ્તિસ્થાન
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રેસ–ભાવનગર.