Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
(સજોદમાં) ભોંયરામાં પ્રવેશીને જિનમુદ્રાના દર્શન કરતાંજ ગુરુદેવ ‘જે ભગવાન’ કહેતાંક
ભગવાનની સામે ઘડીભર આશ્ચર્યથી થીજી ગયા. એ શીતલનાથ ભગવાનની પ્રતિમા અત્યંત સૌમ્ય
વીતરાગ મુદ્રાધારી અને ઘણી પ્રાચીન છે... ગુરુદેવે જીવનમાં ૬૭ વર્ષે પહેલીજ વાર અર્ઘ ચડાવવાની
શરૂઆત અહીંથી કરી. (અંકલેશ્વર)... શ્રુતધર સન્તોની આ પાવન ભૂમિ બહુ વહાલી લાગતી હતી.. જે
ભૂમિમાં શ્રુતનો મહાન ઉત્સવ ઊજવાયો અને જ્યાં મહાન શ્રુતધર સંતમુનિવરો વિચર્યા તે શ્રુતભૂમિમાં
આજે ગુરુદેવ જેવા શ્રુતધર સંતને વિચરતા દેખીને સૌ ભક્તો બહુ આનંદિત થતા હતા.
... મુંબઈનગરીના મુમુક્ષુઓ ઘણા કાળથી ગુરુદેવના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા, તેમની
ભાવના આજે પૂરી થતાં સૌનાં હૃદય ઉલ્લાસથી હાલકડોલક થઈ રહ્યા હતા.. લાખો લોકોએ ગુરુદેવના
દર્શન કર્યા.. જાણે ગુરુદેવના આગમને આખા મુંબઈને આશ્ચર્યથી થંભાવી દીધું હતું. જેમ આત્માની ધૂન
આડે સંસારનો મોહ ઊડી જાય તેમ તીર્થયાત્રાની ધૂન આડે મોહમયી મુંબઈ નગરીનો મોહ ઊડી ગયો.
આખો દિવસ બધા યાત્રિકો યાત્રાની તૈયારીમાં જ ગુંથાઈ ગયા– જેમ ખરા આત્માર્થીનું હૃદય આત્માની
શોધમાં જ ગુંથાઈ જાય તેમ. યાત્રિકોને ભણકાર વાગતા કે જાણે સમ્મેદશિખર ઉપરથી કોઈ સંતો સાદ
પાડીને બોલાવી રહ્યા છે... ને વિપુલાચલના શિખરેથી’ કારધ્વનિના મોજા કાને અથડાઈ રહ્યા છે!
પોષ સુદ પૂર્ણિમા: પૃથ્વી આનંદથી નાચી રહી છે.. ભક્તોના હૈયામાં સિદ્ધિધામના સ્મરણથી
હર્ષનો સાગર ઉલ્લસી રહ્યો છે... ને ગુરુદેવની પાવનમુદ્રા પ્રસન્નતાથી શોભી રહી છે.. અહા!
ભરતક્ષેત્રના શાશ્વત તીર્થધામની મંગલયાત્રા માટે આજે પ્રસ્થાન થાય છે... ભક્તોના હૃદયની ભાવના
આજે પૂરી થાય છે.
તીર્થધામમાં વિચરતા ગુરુદેવને પણ જાણે કે આ બધો દેશ પોતાનો જાણીતો જ હોય એમ લાગે
છે. પ્રવાસ દરમિયાન તેઓ પણ ખૂબ જ પ્રસન્નતાથી યાત્રાસંબંધી ચર્ચા કરે છે, આપણા ધર્મપિતા સંત–
મુનિવરો અહીં વિચર્યા છે ને ગુરુદેવ સાથે આપણા ધર્મપિતાના ધામમાં જ આપણે આવ્યા છીએ– એમ
જ સૌને લાગે છે.
... પર્વતનું ચઢાણ બહુ અઘરું છે પણ ઉપરનો દેખાવ એટલો બધો રળિયામણો છે કે ચઢાણનો
થાક ભૂલાઈ જાય છે, જેમ નિર્વિકલ્પ વેદન વખતે વિકલ્પનો થાક ભૂલાઈ જાય તેમ. અહા! ગુરુદેવ
સાથે અપૂર્વ યાત્રા થાય છે ને અમને સિદ્ધભગવાન દેખાડે છે– એવા અનંદતરંગથી સૌનાં હૃદય
ઉલ્લસતા હતા. ગુરુદેવ સાથે યાત્રા કરવાની હોંસમાંને હોંસમાં યાત્રિકો વિકટ માર્ગને ઓળંગી જતા,
જેમ મોક્ષાર્થી જીવ મોક્ષ લેવાનાં ઉત્સાહમાં વચ્ચે આવી પડતા વિભાવોને ઓળંગી જાય છે તેમ.
... અહા, ગુરુદેવના પ્રવચનમાં સાધકભાવનો અદ્ભુત પ્રવાહ વહેતો હતો... સાધકભાવની ધારા
ઉલ્લસી–ઉલ્લસીને જાણે કે સિદ્ધપદને અભિનંદતી હતી... સાધકના અંતરમાં સિદ્ધપદની કેવી લગની
હોય છે તે વ્યક્ત થતી હતી... ને મુમુક્ષુ શ્રોતાઓ તો મુગ્ધ બની જતા હતા.
ગુરુદેવ દેરી પાસે જઈને અંદર ઘૂસી ગયા.. ને ભક્તિથી સ્તબ્ધ થઈને કુંદકુંદપ્રભુના ચરણ પાસે
બેસી ગયા... ગુરુશિષ્યના મિલનનું એ દ્રશ્ય અદ્ભુત હતું... મોટા ભગવાનના ચરણ વચ્ચે ઊભેલા
ગુરુદેવ ભગવાનના નાનકડા નંદન જેવા શોભતા હતા... જિનેન્દ્રદેવ અને તેમના લઘુનંદનના મિલનનું
આ ભાવભીનું દ્રશ્ય જોઈને યાત્રિકો હર્ષથી જયજયકાર કરતા હતા.
... સિદ્ધિધામમાં વિચરતા આત્મા ઘણો પ્રસન્ન થાય છે... અહા, જાણે કે સિદ્ધભગવંતોનો દેશ
ગુરુદેવ દેખાડી રહ્યા છે, સાધક સંતો સાથે સિદ્ધભગવંતોની નગરીમાં વિચરતા ભક્તો સંસારને ભૂલી
ગયા છે.. ને તીર્થસ્વરૂપ સંતોની સાથે મંગલ તીર્થયાત્રાનો મહાન લાભ લઈ રહ્યા છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
... ભોંયરા જેવું હતું તેમાં ભગવાન બિરાજતા હતા. જેમ ચિદાનંદ પ્રભુનું દર્શન કરવા માટે
જગતથી જુદા પડીને, અંતરમાં ઊંડા ઊતરવું પડે છે તેમ અહીં પણ, આ ભગવાનના દર્શન કરવા માટે
જગતના વાતાવરણથી જુદા પાડીને, આ ભોંયરામાં ઊંડા ઊતરવું પડતું હતું.. અંદર ઊતરીને મોટા
મોટા ત્રણ ભગવંતોને નીહાળતા જ ગુરુદેવ તો આશ્ચર્ય પામ્યા... અહા! જેમ ચૈતન્યદર્શનથી આનંદ
થાય તેમ ગુરુદેવને આ ભગવાનના દર્શનથી આનંદ થયો. ગુરુદેવ કહે: “અહા! આપણે તો આ બધુ
જીવનમાં પહેલીજવાર જોઈએ છીએ.
ગુરુદેવ સાથે ઉલ્લાસભરી યાત્રા થઈ તેથી બેનશ્રી–બેન વગેરેને બહુજ આનંદ થયો... ને આ
રીતે ગુરુદેવના પગલે પગલે તેમની સાથે યાત્રા કરતા કરતા, ને દેવગુરુની ભક્તિ કરતા કરતા,
ચૈતન્યપદની પૂર્ણતા પામતા સુધી સદાય તેઓની સાથેજ રહીએ એવી ભાવના વ્યક્ત કરી.
નૌકાવિહારનો નવીન પ્રસંગ આવતાં સૌ હર્ષિત થયા.. જાણેકે ભક્તિનૌકામાં બેસીને ગુરુદેવ
સાથે સિદ્ધિધામમાં જતા હોઈએ એવા ઉમંગથી ભક્તો ભક્તિ કરવા લાગ્યા. ‘અહા, અનેક જીવોના
તારણહારને આજે હું તારી રહી છું, એવા ગૌરવથી એ જડમતિ નૌકા ડોલતી હતી, પરંતુ એ બિચારીને
ક્યાંથી ખબર હોય કે તે પોતે પણ આ સંતપુરુષના પુણ્ય–પ્રભાવે તરી રહી છે! અરે, ભેદજ્ઞાનનૌકાવડે
અનંત સંસારસમુદ્રને તરી જનારા સાધકોને એક નાની નદી પાર કવી તો શા હિસાબમાં છે? ખરેખર
જ્ઞાનીઓની નૌકા નીરાળી છે.
સંતો કેરી છાંયડી.......... એવી મારી નાવડી..........
કહાનગુરુ સાથમાં.......... જાય સિદ્ધિધામમાં..........
‘અહા, જીવનનો એ એક સોનેરી પ્રસંગ હતો... એ પ્રસંગનું આહલાદકારી વાતાવરણ સૌ
યાત્રિકોના હૃદયમાં કોતરાઈ ગયું છે. અહા, સિદ્ધપદની ભૂમિ પ્રત્યેક પણ સાધકોને આવો ઊમંગ ઉછળે
છે, તો સાક્ષાત્ સિદ્ધપદ પ્રત્યેના સાધકોના અંતરંગ... રંગની શી વાત! ખરેખર સાધકના ભાવ અચિંત્ય
છે.
સિદ્ધક્ષેત્રના એકાંત વાતાવરણમાં એકલા એકલા ટહેલતા ગુરુદેવ ઘણા ભાવથી મુનિવરોનું આ
ધામ એકીટસે ટગટગ નીહાળી રહ્યા છે, ને એમના હૃદયમાં ઉપશાંત ભાવની ઊર્મિઓ જાગે છે. જાણે
સાક્ષાત્ મુનિ ભગવંતોના ટોળે ટોળા નજર સમક્ષ તરવરતા હોય એવો પ્રમોદ તેમની મુદ્રા ઉપર વર્તી
રહ્યો છે. અંતરની ઉર્મિઓ વ્યક્ત કરતાં ગુરુદેવે કહ્યું: અહા હું તો આ ક્ષેત્રમાં મુનિઓને જ દેખું છું;
આસપાસ જાણે મુનિઓ ધ્યાન ધરી રહ્યા હોય એવું અહીંનું વાતાવરણ છે. કેવું સરસ. શાંતિનું ધામ
છે! ભક્તોના ઉલ્લાસનું પણ શું વર્ણન કરવું!
શ્રી રાજેન્દ્રકુમારસિંહજીએ એક સરસ ભાવભીનું ને વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કર્યું. મહારાજશ્રીએ
અહીં પધારીને ચાર દિવસ સુધી જે ઉપદેશ દીધો તેમાં ઘણું જ અમૃત પીવડાવી દીધું છે અને આપણે
પણ તે ખૂબ પીધું છે–હૃદયમાં ભરી લીધું છે; હવે આ જે ઉપદેશામૃત આપણે ભરી લીધું છે તે આપણી
પાસેજ રહેશે ને સંસારમાં સુખદુઃખ પ્રસંગે તે આપણને શાંતિ આપશે, આ પર્યાય રહે ત્યાં સુધી ને
નવીન પર્યાયમાં પણ આ ઉપદેશનું મનન કરવાથી ઘણો લાભ થશે. મહારાજ અપની બાત નહીં કહતે,
મહારાજ તો જિનેન્દ્રદેવને જો કહા વહી કહતે હૈ, પોતાને જિનભક્ત કહેવડાવનારા, મહારાજનાં
વચનનો (કે જે જિનેન્દ્રદેવના વચન છે તેનો) વિરોધ કઈ રીતે કરી શકે?
અહા! સિદ્ધિધામના શાંત વાતાવરણમાં મુનિવરોની ભક્તિનો ખૂબ રંગ જામ્યો હતો; ભક્તિની
એવી ધૂન મચાવતા કે, આ ક્ષેત્રમાં અત્યારે મુનિવરોનો વિરહ છે એ વાત પણ ત્યારે

PDF/HTML Page 23 of 25
single page version

background image
ભૂલાઈ જતી હતી. સિદ્ધક્ષેત્રમાં તો ભક્તિ ખૂબજ ખીલી નીકળતી, સિદ્ધિના સાધકોને સિદ્ધક્ષેત્ર મલી
જાય પછી એમની ભક્તિમાં શું બાકી રહે?
ગુરુદેવ પણ અધ્યાત્મની મસ્તીથી જાણે કે સિદ્ધભગવંતો સાથે વાતો કરતા હોય.. કે
સિદ્ધભગવંતોને સાદ પાડીને બોલાવતા હોય એ રીતે ઉપર નજર કરીને હાથ વડે સિદ્ધાલય તરફ નિર્દેષ
કરતા થકા કહે છે; જુઓ આ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધભગવંતોનું સ્મરણ કરીએ છીએ... આપણને યાદ રહી
જશે કે જાત્રા વખતે સિદ્ધક્ષેત્રમાં આ રીતે સિદ્ધ ભગવંતોને યાદ કર્યા હતા.
મંગલ તીર્થયાત્રા દરમિયાન સિદ્ધક્ષેત્રમાં ગુરુદેવનાં આવા ભાવભીનાં પ્રવચનો સાંભળતા
આત્માર્થી જીવોને ચૈતન્યના પ્રદેશે પ્રદેશે પ્રમોદ ઉલ્લસતો ને તેઓના હૈયામાંથી એવો ઉદ્ગારો છૂટતા કે
જયવંત વર્તો ગુરુદેવ સાથેની આ આત્મવૃદ્ધિકર મંગલ તીર્થયાત્રા!
યાત્રાનું ધ્યેય હોવાને લીધે યાત્રિકોને આનંદ અને ઉલ્લાસ રહેતો હતો. બધા સાધર્મીઓ સાથે
હોવાથી, ક્્યારેક રાતે જંગલમાં અટકી જવું પડે તો પણ મુશ્કેલીને બદલે એક જાતની મજા આવતી, ને
મુશ્કેલીના પ્રસંગ વખતેય નવી નવી ભક્તિ વગેરેનાં પ્રસંગથી વાતાવરણ આનંદમય બની જતું ને
મુશ્કેલીઓ ભૂલાઈ જતી. આ રીતે યાત્રાપ્રવાસ આનંદથી ચાલતો હતો.
જેમ, રત્નત્રયરૂપ ધર્મતીર્થમાં જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેમ તેનો આનંદ
વધતો જાય છે, તેમ ગુરુદેવ સાથે તીર્થયાત્રામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ
યાત્રિકોને આનંદ વધતો જાય છે.
આપને પણ એ આનંદનું રસાસ્વાદન કરવાનું દિલ થાય છે નેો તો “મં... ગ... લ... તી... ર્થ...
યા... ત્રા...” પુસ્તક આપને એ આનંદનું થોડુંક રસાસ્વાદન કરાવશે.
તીર્થભક્તિથી ભરપૂર અને તીર્થભૂમિના સેંકડો ચિત્રોથી સુશોભિત
“મંગલતીર્થયાત્રા” પુસ્તક થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. અહીં તે પુસ્તકમાંથી
થોડાક અવતરણો આપ્યા છે. વિશેષ માટે “આત્મધર્મ” જોતા રહો.
આત્મધર્મ
આપે છે વૈશાખ સુદ બીજની મંગલવધાઈ!
વૈશાખ સુદ બીજની મંગલ વધાઈ લઈને ‘આત્મધર્મ’ નવા રંગઢંગમાં, નવી જ
શૈલિથી આવી રહ્યું છે. વૈશાખ માસનો પૂ. ગુરુદેવની જન્મજયંતિનો ખાસ અંક વૈશાખ
સુદ બીજ પહેલાં મેળવવા માટે આપ અત્યારથી જ આત્મધર્મના ગ્રાહક બનો. અમને
જણાવતાં આનંદ થાય છે કે આત્મધર્મની લેખનવ્યવસ્થા બ્ર. હરિભાઈ જૈન પુન:
સંભાળી રહ્યા છે વૈશાખ માસનો અંક જિજ્ઞાસુઓને જરૂર આહ્લાદિત કરશે.
આપ ગ્રાહક ન હો તો વૈશાખ માસથી પણ આપ ‘આત્મધર્મ’ મંગાવી શકો છો,
માત્ર એક રૂપીઓ લવાજમ ભરીને આપ વૈશાખથી આસો સુધીના છ માસના અંકો
મેળવી શકો છો.
વૈશાખ સુદ બીજની વધાઈ મેળવવા તરત જ આત્મધર્મના ગ્રાહક બનો. ફાગણ
સુદ પૂર્ણિમા સુધીમાં ગ્રાહકલીસ્ટમાં આપનું નામ લખાવી દેવા વિનંતિ છે. જેથી અંકોની
કેટલી નકલ છપાવવી તે નક્કી થઈ શકે. ‘આત્મધર્મ’ ના વિકાસ માટે સર્વે
જિજ્ઞાસુઓના સહકાર તથા સલાહસુચનાની આશા રાખીએ છીએ.
નવનીતલાલ સી. ઝવેરી (પ્રમુખ)

PDF/HTML Page 24 of 25
single page version

background image
સ.ચ.પ.ત્ર
શ્રી સમયસારજી ૬–૦૦
૨ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક ૩–પ૦
શ્રી મોક્ષશાસ્ત્રજી ૩–પ૦
૪ શ્રીમદ્રાજચંદ્રજી કૃત અપૂર્વ અવસર
કાવ્યના પ્રવચનો તથા શ્રી કુન્દકુન્દા–
ચાર્ય દ્વાદશાનું પ્રેક્ષા વગેરે ૦–પ૦
શ્રી નિયમસારજી ૩–પ૦
૬ શ્રી પંચાધ્યાય ભાગ–૧ ૩–૦૦
૭ શ્રી પંચાધ્યાય ભાગ–ર ૩–૦૦
શ્રી પંચાસ્તિકાય ૩–૦૦
૯ શ્રી સમયસાર પ્રવચન ભા–૧ છપાય છે
૧૦ શ્રી સમયસાર પ્રવચન ભા–૨ ૧–પ૦
૧૧ શ્રી સમયસાર પ્રવચન ભા–૩ ૩–૦૦
૧૨ શ્રી સમયસાર પ્રવચન ભા–૪ ૩–૦૦
૧૩ શ્રી સમયસાર પ્રવચન ભા–પ ૩–૦૦
૧૪ શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી છપાય છે
૧પ શ્રી પ્રશ્નોત્તરમાળા પાકું પુઠું ૧–૧૨
૧૬ શ્રી નિયમસાર પ્રવચન ભા–૧ ૧–પ૦
૧૭ શ્રી નિયમસાર પ્રવચન ભા–૨ ૧–૬૩
૧૮ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૧ ૦–૭પ
૧૯ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૨ ૧–૬૩
૨૦ શ્રી પ્રશ્નોત્તરમાળા કાચું પુઠું ૧–૧૨
૨૧ શ્રી ધર્મની ક્રિયા ૧–પ૦
૨૨ શ્રી ભેદવિજ્ઞાનસાર ૧–૨પ
૨૩ શ્રી સમ્યગ્દર્શન ભા–૧ ૧–૨પ
૨૪ શ્રી સમ્યગ્દર્શન ભા–૨ ૧–૨પ
૨પ શ્રી મૂળમાં ભૂલ ૧–૦૦
૨૬ શ્રી અનુભવ પ્રકાશ, સતાસ્વરૂપ ૧–૦૦
૨૭ શ્રી છહઢાળા ૦–૮૦
૨૮ શ્રી ચિદ્દવિલાસ ૦–૭પ
ર૯ શ્રી જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦
૩૦ શ્રી દસલક્ષણ ધર્મ ૦–૬૦
૩૧ શ્રી મુક્તિનો માર્ગ ૦–૭પ
૩૨ શ્રી દ્રવ્ય સંગ્રહ નવું વિસ્તારથી ૦–૮૩
૩૩ શ્રી જિનેન્દ્રપૂજાપલ્લવ ૦–પ૦
૩૪ શ્રી સર્વમાન્ય પ્રતિક્રમણ ૦–પ૦
૩પ શ્રી લઘુ જૈન સિદ્ધાંતપ્રવેશિકા. ૦–૩પ
૩૬ શ્રી આત્મસિદ્ધિ ગુટકો ૦–પ૦
૩૭ શ્રી સમયસાર ગુટકો ૦–૭પ
૩૮ શ્રી પ્રવચનસાર ગુટકો ૦–૩૧
૩૯ શ્રી નિયમસાર પદ્યાનુવાદ ૦–૩૧
૪૦ શ્રી પંચાસ્તિકાય પદ્યાનુવાદ ૦–૩૧
૪૧ શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૩૧
૪૨ શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૩૧
૪૩ શ્રી સમવસરણ સ્તુતિ. ૦–૨પ
૪૪ શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૨પ
૪પ શ્રી સામાયિક પાઠ ૦–૨પ
૪૬ શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા છપાય છે ૦–પ૦
૪૭ શ્રી બાળપોથી ૦–૨પ
૪૮ શ્રી યોગસાર ઉપાદાન ૦–૧પ
૪૯ શ્રી આત્મસિદ્ધિ ગાથા. ૦–૧૩
પ૦ શ્રી સિદ્ધાંતપ્રવેશિકા ભા–૧ ૦–૧૬
પ૧ શ્રી આલોચના(મોટા અક્ષરમાં) ૦–૧૩
પ૨ શ્રી આત્મધર્મ લવાજમ ૪–૦૦
પ૩ શ્રી આત્મસિદ્ધિ ૩–૭પ
પ૪ શ્રી સન્મતી સંદેશ ૧–૦૦
પપ શ્રી પંચકલ્યાણક પ્રવચનો ૨–૨પ
પ૬ શ્રી લઘુ જીનેન્દ્ર પૂજા ૦–૧૩
નવાં પ્રકાશનો મુલ્ય
૧ મોક્ષમાર્ગ પ્રકાશક ૨–૦૦
૨ જિનેન્દ્ર પૂજાસંગ્રહ ૨–૨પ
૩ પ્રશ્નોત્તરમાળા–બીજી આવૃત્તિ ૧–૧૨
૪ જૈન તત્ત્વમીમાંસા હિન્દી ૦–૭પ
પ જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦
૬ પ્રવચનસારજી મહાન શાસ્ત્ર સંસ્કૃતમાં
૭ બે ટીકા સહિત ગુજરાતી અનુવાદ
છપાય છે.
૮ આત્મપ્રસિદ્ધિ (સમયસારજીમાંથી ૪૭
શક્તિઓ ઉપર પૂ. કાનજીસ્વામીના
વિસ્તારથી પ્રવચનો ૩–૭પ
પોસ્ટેજ વગેરે અલગ
પ્રાપ્તિસ્થાન
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMA DHARMA Reg. No. G 82
નિશ્ચય – વ્યવહારનયનું પ્રયોજન
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગા. ૪માં કહ્યું છે કે–
मुख्योपचार विवरण निरस्तढुस्तक वेनेयदुर्बोधाः ।
व्यवहार निश्चयज्ञाः प्रवर्तयन्ते जगति तीर्थम् ।। ४।।
અર્થ–નિશ્ચય અને વ્યવહારના જાણનારા આચાર્ય આ લોકમાં ધર્મતીર્થને પ્રવર્ત્તાવે છે. આચાર્ય
કેવા હોય છે કે મુખ્ય (–નિશ્ચય) અને ઉપચાર (–વ્યવહાર) નિરૂપણવડે શિષ્યોના દુર્નિવાર અજ્ઞાનને
નષ્ટ કરેલ છે એવા ઉપદેશદાતા હોય છે.
ભાવાર્થ– ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણ હોવા જોઈએ પરંતુ નિશ્ચય અને વ્યવહારનું
જાણપણું મુખ્ય જોઈએ. કેમકે જીવોને અનાદિકાળથી અજ્ઞાનભાવ છે તે મુખ્ય અને ઉપચાર કથનના
જાણપણાથી દૂર થાય છે તેમાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે તે જ બતાવવામાં આવે છે–
સ્વાશ્રિત તે નિશ્ચય –જે પોતાને જ આશ્રિત હોય તે નિશ્ચય કહેવામાં આવે છે. જે દ્રવ્યના અસ્તિત્વમાં
જે ભાવ હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, તેમાં પરમાણુંમાત્ર પણ – જરાપણ બીજાની કલ્પના ન
કરવી તેને સ્વાશ્રિત એટલે તેનું કહેવું તે મુખ્ય (–નિશ્ચય) કથન કહેવામાં આવે છે. તેને જાણીને
અનાદિ શરીરાદિક પરદ્રવ્યોથી એકપણાની શ્રદ્ધારૂપ અજ્ઞાનભાવનો અભાવ અને નિર્મળ ભેદજ્ઞાનની
પ્રાપ્તિ થાય છે, સર્વ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યારે (આ
જીવ) રમ આનંદદશામાં મગ્ન થઈ કેવળદશાને (શુદ્ધ પરમાત્મદશાને) પ્રાપ્ત થાય છે.
જે અજ્ઞાની અને (નિશ્ચયને) જાણ્યા વિના ધર્મ કરવા લાગે છે (હું પણ આત્મહિતરૂપ ધર્મ કરું
છું એમ માને છે) તે શરીર આશ્રિત ક્રિયાકાન્ડને ઉપાદેય (–હિતકર; કર્તવ્ય) જાણીને શુભોપયોગ જે
સંસારનું જ કારણ છે તેને જ મુક્તિનું કારણ માની સ્વરૂપથી ભ્રષ્ટ (સ્વરૂપના નિર્મળ શ્રદ્ધાન, જ્ઞાન
અને અનુભવથી ભ્રષ્ટ) થયેલો તે સંસારમાં જ ભમતો રહે છે. માટે મુખ્ય કથનનું (નિશ્ચયનયના
વિષયનું) જાણપણું જરૂર જોઈએ. તે જાણપણું નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયનો
જાણવાવાળો હોવો જોઈએ. કેમકે જો પોતે જ મુખ્ય વસ્તુને ન જાણે તો શિષ્યોને કેવી રીતે સમજાવે?
+પરાશ્રિત વ્યવહાર એટલે જે પરદ્રવ્યને આશ્રિત હોય તે વ્યવહાર કહેવાય છે. પરાશ્રિત
ઉપચાર કથન કહેવાય છે. તેને જાણી શરીરાદિકથી સંબંધરૂપ સંસારદશાને જાણી, સંસારના કારણ જે
આસ્રવ (મિથ્યાત્વાદિક) અને બંધ તેને ઓળખી મુક્તિનો ઉપાય જે સંવર–નિર્જરા તેમાં પ્રવર્તે પણ
અજ્ઞાની તેને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા માગે છે તે કાંતો પ્રથમ જ વ્યવહાર સાધનને છોડી
પાપાચરણમાં લાગી નરકાદિ દુઃખ સંકટોમાં પડે છે માટે ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે
ઉપચાર કથન વ્યવહારનયને આધીન છે. તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઈએ. આ રીતે
બેઉ નયોને જાણવાવાળા આચાર્ય ધર્મતીર્થના પ્રવર્ત્તક છે, બીજા નહીં. (સ્વ. પં. ટોડરમલજી કૃત ટીકા)
(છપાયેલા પુસ્તકન ફૂટનોટ– જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ હોય તે જ દ્રવ્યમાં તેનું સ્થાપન
કરે, કિંચિત્માત્ર અન્ય કલ્પના ન કરે તેને સ્વાશ્રિત નિશ્ચયનય કહે છે અને કિંચિત્માત્ર કારણ પામીને
કોઈ દ્રવ્યના ભાવ કોઈ દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત વ્યવહારનય કહે છે)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ – ભાવનગર.