Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ–સોનગઢ.
શ્રી પ્રમુખશ્રી,
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ–સંઘ
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની શ્રી કાર્યવાહક
કમિટિની મીટીંગ તથા વાર્ષિક સામાન્ય સભા તથા શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક
સામાન્ય સભા નીચે જણાવેલ તારીખે અને સમયે અત્રે શ્રી કુંદકુંદ પ્રવચનમંડપમાં રાખવામાં
આવેલ છે તો આપના ગામના પ્રતિનિધિ સભ્યોને હાજર રહેવા ખબર આપવા મે. કરશોજી.
(૧) શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટીની મીટીંગ
શ્રાવણ વદી૦) તા.૨૩–૮–૬૮ બપોરે ૪–૩૦ વાગે
(૨) શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મીટીંગ
ભાદરવા સુદી ૧ તા.૨૪–૮–૬૮ સવારે ૯–૩૦ વાગે.
(૩) શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની વાર્ષિક સામાન્ય સભા
ભાદરવા સુદી તા.૨૪–૮–૬૮ સવારે ૧૦ વાગે
લિ.
નવનીતલાલ ચુનીલાલ જવેરી નેમીદાસ ખુશાલ શેઠ
પ્રમુખ ઉપ–પ્રમુખ
દિ. જૈન મુમુક્ષુ મહામંડળ–સોનગઢ.
• • •
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ–સોનગઢની વ્યવસ્થાપક કમિટિની મીટીંગ સં.૨૦૨૪ ના ભાદરવા
સુદ–૧ તા. ૨૪–૮–૬૮ ના સવારે ૯–૧પ વાગે તથા જનરલ સભાની મીટીંગ ભાદરવા સુદ–૨
તા.૨પ–૮–૬૮ ના સાંજના ૪–૧પ વાગે સોનગઢ ખાતે પ્રવચનમંડપમાં યોજવામાં આવી છે. તો
સર્વે માનદ સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
મલુકચંદ છોટાલાલ શાહ
મંત્રી
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ

PDF/HTML Page 42 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૯ :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદીર ટ્રસ્ટ
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે ઉપરોક્ત ટ્રસ્ટની વાર્ષિક મીટીંગ ટ્રસ્ટની ઓફિસમાં
નીચેના સમયે મળશે. તો દરેક ટ્રસ્ટીને હાજર રહેવા વિનંતી છે.
ભાદરવા સુદી ૧ ને તા.૨૪–૮–૬૮ બપોરેના ૪–૩૦ વાગ્યે.
ભાદરવા સુદી ૨ ને તા.૨પ–૮–૬૮ બપોરના ૪–૩૦ વાગ્યે.
લી.
નવનીતલાલ ચુનીલાલ જવેરી
પ્રમુખ
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
પ્રશ્નો સાત.............ઉત્તર એક
શુદ્ધ અધ્યાત્મની પ્રેરણા આપતું માસિક ક્યુંંંંંંંંં?
ગુરુદેવનો સન્દેશ ઘેરઘેર પહોંચાડતું માસિક ક્યું?
આત્માર્થિતાને પોષતું અધ્યાત્મ–માસિક ક્યું?
વાત્સલ્યભાવનાને વિસ્તારતું માસિક ક્યું?
દેવ–ગુરુ–ધર્મની સેવાને અપનાવતું માસિક ક્યું?
સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય માસિક ક્યું?
બાળકોને ધર્મનો ઉત્સાહ જગાડતું માસિક ક્યું?
આ સાત પ્રશ્નોના ઉત્તરની સાથે સાથે એક આઠમા પ્રશ્નનો જવાબ આપોજી–
– આપ આત્મધર્મનું લવાજમ દીવાળી પહેલાં ભરી દેશો ?
લવાજમ ચાર રૂપિયા –
આત્મધર્મ કાર્યાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 43 of 45
single page version

background image
સાં....ભ...ળો....!
જો તમે પોતાનું હિત ચાહતા હો તો હે ભવ્ય જીવો! શ્રીગુરુના આ હિતોપદેશને મન સ્થિર
કરીને તમે સાંભળો. ‘હે ભવ્ય જીવો ! હે મોક્ષના લાયક પ્રાણીઓ!’ –આમ ઉત્તમ સંબોધન
કરીને ભલામણ કરે છે કે વીતરાગવિજ્ઞાનનો આ ઉપદેશ તમે ધ્યાનપૂર્વક સાંભળો; દુઃખથી છૂટવા
ને મોક્ષસુખ પામવા માટેનો આ ઉપદેશ ઉપયોગ લગાવીને તમે સાંભળો. તેનાથી જરૂર તમારું
હિત થશે. બીજેથી ઉપયોગ હઠાવીને આ તમારા હિતની વાત પ્રેમથી–ઉત્સાહથી સાંભળો.
શ્રી
ગુણધર આચાર્યદેવે कषायप्राभृत ૧૦મી ગાથામાં सुण એવો શબ્દ મુક્યો છે, તેનો
અર્થ કરતાં जयधवला ટીકામાં શ્રી વીરસેનસ્વામી લખે છે કે ‘શિષ્યને સાવધાન કરવા માટે
ગાથાસૂત્રમાં જે ‘सुण એટલે કે સાંભળ’ –એવું પદ છે તે એમ બતાવવા માટે છે કે અણસમજું
શિષ્યને વ્યાખ્યાન કરવું નિરર્થક છે. (પૃ. ૧૭૧) જેને સમજવાની દરકાર નથી એવા જીવને માટે
ઉપદેશ નથી દેતા, પણ જે સમજવાની ધગશવાળા છે એવા શિષ્યોને કહે છે કે તમે સાંભળો. જેમ
પાણી જોઈએ તો તે માટે ઘરના ગાય વગેરે પશુને તે નથી કહેતા કે પાણી આપ; કેમકે તેનામાં
તેવી શક્તિ નથી. પણ સમજદાર આઠ વર્ષના બાળકને પાણી લાવવાનું કહેતાં તે સમજી જાય છે;
તેમ આત્માનું સ્વરૂપ સમજવાની જેનામાં તાકાત છે, જેનામાં તેવી જિજ્ઞાસા જાગી છે એવા
જીવોને સન્તો તેની વાત સંભળાવે છે ને કહે છે કે સુણ! એટલે કે અમે જે ભાવ કહીએ છીએ તે
તું લક્ષમાં લે. ભાવ સમજે તો જ ખરું સાંભળ્‌યું કહેવાય.
અહીં છઢાળાની બીજી ગાથામાં પણ કહે છે કે તમારા હિતની વાત સાંભળો ‘‘सुनो भवि
मन थिर आन’’ હે ભાઈ! દુઃખથી છૂટવાની ને સુખને પામવાની એવી તારા હિતની વાત તને
કહીએ છીએ, તો તારા હિત માટે સાવધાન થઈને તું સાંભળ. આડી અવળી બીજીવાત ને બીજા
વિકલ્પો છોડીને, આ વીતરાગવિજ્ઞાનની વાત લક્ષપૂર્વક સાંભળો. બીજા રસ છોડીને આ
ચૈતન્યના વીતરાગવિજ્ઞાનમાં તત્પર થાઓ.
જુઓ તો ખરા, સાંભળનાર શ્રોતાને પણ કેવી ભલામણ કરી છે! અરે જીવો ! તમે
તમારું કલ્યાણ ચાહતા હો, હિત ચાહતા હો, સુખ અને મોક્ષ ચાહતા હો તો તેેને માટે આ
વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ અમારી પાસે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. બાકી સંસારમાં પૈસા વગેરે
કેમ મળે કે રોગાદિ કેમ મટે–એનો ઉપદેશ અમારી પાસે નથી; અમારી પાસે તો સુખનો પોષક
એવો વીતરાગવિજ્ઞાનનો જ ઉપદેશ છે. તેની જેને ગરજ હોય તે સાંભળો.
માત્ર ‘સાંભળો’ એમ નહિ પણ સ્થિર ચિત્ત થઈને સાંભળો, ને હિતના અભિલાષી થઈને
સાંભળો કે અહો, આ મારા હિતની કોઈ અપૂર્વ વાત છે.
(–છઢાળા–પ્રવચનોમાંથી)

PDF/HTML Page 44 of 45
single page version

background image
દશ પ્રશ્ન.......દશ ઉત્તર
(૧) પ્રશ્ન :– અમને આનંદ ક્યાંય ગોત્યો
જડતો નથી!
ઉત્તર :– દુઃખ તો દેખાય છે ને? –હા! તો એ
દુઃખની પાછળ જ આનંદ રહેલો છે.
દુઃખ એ આનંદની વિકૃતિ છે એટલે
જ્યાં દુઃખ છે ત્યાં તે જ વખતે
આનંદશક્તિ વિદ્યમાન જ છે.
આનંદશક્તિ ન હોય તો દુઃખ પણ ન
હોય (જેમકે જડમાં.) –આ રીતે દુઃખ
એ આનંદના અસ્તિત્વની પ્રસિદ્ધિ કરી
રહ્યું છે!
(૨) પ્રશ્ન :– હું કોણ?
ઉત્તર : શુદ્ધ ચૈતન્યવસ્તુ તે હું.
(૩) પ્રશ્ન :– વન્દનયોગ્ય કોણ?
ઉત્તર :– આત્માના જ્ઞાન–દર્શન–ચારિત્રની
શુદ્ધતા જેને પ્રગટી છે તે.
(૪) પ્રશ્ન :– વન્દન કરનાર કોણ?
ઉત્તર :– શુદ્ધતાને ઓળખીને તેને પ્રગટ કરવા
ચાહતો હોય તે.
(પ) પ્રશ્ન :– વન્દનની વૃત્તિ કયાં સુધી?
ઉત્તર :– છઠ્ઠા ગુણસ્થાન સુધી જ.
(૬) પ્રશ્ન :– અરિહંત પ્રભુ કેવળી પરમાત્મા
કોઈને વંદન કરે?
ઉત્તર :– ના. તેઓ વંદ્ય છે, વંદક નથી.
(૭) પ્રશ્ન :– જગતમાં ભાવેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અનંત.
(૮) પ્રશ્ન :– જગતમાં દ્રવ્યેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અસંખ્યાત.
(૯) પ્રશ્ન :– જીવ શુભરાગથી શોભે છે?
ઉત્તર:– ના; જીવની શોભા રાગથી નથી જીવની
શોભા તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી
છે.
(૧૦) પ્રશ્ન :– શુભરાગ તે સિદ્ધિનો ઉપાય
છે?
ઉત્તર :– ના; ઉપેય અને ઉપાય (સાધ્ય અને
સાધન) એ બંનેરૂપે જ્ઞાન જ પરિણમે
છે. જ્ઞાનનું અધૂરું પરિણમન તે
સાધન, અને જ્ઞાનનું પૂરું પરિણમન તે
સાધ્ય, એ રીતે બંનેમાં જ્ઞાનનું જ
પરિણમન છે, તેમાં રાગ નથી. રાગનું
ભવન તે કાંઈ સાધન નથી, તે તો
બાધક છે; જ્ઞાનનું ભવન તે જ સાધન
છે. સાધ્ય અને સાધન બંનેની એક
જાત છે. સાધ્ય તો શુદ્ધ જ્ઞાન અને તેનું
સાધન રાગ–એમ સાધ્ય–સાધનમાં
વિરુદ્ધતા નથી. વિરુદ્ધ સાધન માને તે
સિદ્ધિને સાધી શકતો નથી, તે
સંસારમાં જ રખડે છે.
રાગને જે મોક્ષનું સાધન માને છે તે
ઉપાય અને ઉપેય બંનેથી ભ્રષ્ટ છે;
નથી તો તેઓ મોક્ષ પામતા, કે નથી
મોક્ષના માર્ગને જાણતા; તેઓ તો
મિથ્યાત્વથી સંસારમાં જ રખડે છે.

PDF/HTML Page 45 of 45
single page version

background image
અરે હો વીરા! રામજીસું કહિયો યું બાત,
લોક નિંદાતેં હમકો છાંડી, ધરમ ન છોડો ગાત......અરે૦
પાપ કમાયે સો હમ પાયે, તુમ સુખી રહો દિનરાત,
‘દ્યાનત’ સીતા થિર મન કીનો મંત્ર જપે અવદાત.......અરે૦
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨પ૦૦)