PDF/HTML Page 41 of 44
single page version
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩૯ :
“દેખોજી, યહ જિનશાસન હૈ! ”
શુદ્ધાત્મસન્મુખ થયેલી ભાવશ્રુતપર્યાય તે અતીન્દ્રિય છે, તે રાગ વગરની છે, તેને
જૈનશાસન કહ્યું છે ને તેને જ આત્મા કહ્યો છે. જ્ઞાનસ્વરૂપ આત્માને અનુસરીને જે
જ્ઞાનદશા થઈ તેને આત્મા કહ્યો. આવા જ્ઞાનની અનુભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે,
કેમકે જ્ઞાન અને આત્મા કાંઈ જુદા નથી. આવા અભેદ જ્ઞાયકસ્વભાવ તરફ જે જ્ઞાનપર્યાય
ઝુકી તે જ્ઞાનમાં સામાન્યનો આવિર્ભાવ છે; તે જ્ઞાને અંતર્મુખ થઈને સામાન્યનું અવલંબન
કર્યું છે; તેમાં બીજા કોઈની રાગની કે વિકલ્પની ભેળસેળ નથી; તેમજ આ સામાન્ય અને
આ તેનું અવલંબન લેનારી પર્યાય–એવા ભેદ પણ તે અનુભૂતિમાં નથી. અનુભૂતિના
નિર્વિકલ્પરસમાં આખો આત્મા પરમ ચૈતન્યભાવે ઉલ્લસે છે. આવા એકલા જ્ઞાનમાત્રનો
અનુભવ કરનાર જીવે સમસ્ત જિનશાસનને દેખી લીધું.
(–અમદાવાદ : સ. ગા. ૧૫ ના પ્રવચનમાંથી)
* રામગઢ (सीकर–राजस्थान)થી પંડિત શ્રી ઈન્દ્રચંદ્રજી શાસ્ત્રી બે હજાર રૂ.ના
ડ્રાફ સાથે લખે છે કે–કોઈ તીર્થંકર ભગવાનનું જીવનચરિત્ર છપાવીને આત્મધર્મ–
બાલવિભાગના બાળકોને ભેટ આપવા માટે આ રકમ મોકલી છે. તેઓ બાલ–
સાહિત્ય પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે. અગાઉ પણ તેમણે ભગવાન ઋષભદેવનું
જીવનચરિત્ર બાળકોને ભેટ આપવા રૂ. ૧૨૦૦ મોકલ્યા હતા. ધાર્મિક
બાલસાહિત્યના પ્રચારની ઉત્તમ ભાવના માટે તેમને ધન્યવાદ!
* અજમેરથી કવિ मूला (વિમલ પ્રકાશ જૈન) લખે છે કે જૈનબાલપોથી દૂસરા ભાગ
મિલા; રચનાશૈલી ઔર જૈનધર્મકે પ્રચારકે તરીકે સચમુચ હી પ્રશંસનીય હૈ.
* સોનગઢમાં શિક્ષણવર્ગ ઉલ્લાસભર્યા વાતાવરણમાં ચાલી રહ્યો છે. આખો દિવસ
અધ્યાત્મચર્ચા અને ધાર્મિકપ્રવૃત્તિનું વાતાવરણ રહે છે. પ્ર્રવચનોમાં પણ શાંત–
રસની ધારા વરસે છે. સવારે નિયમસાર અને બપોરે સમયસારનાટક વંચાય છે.
શિક્ષણવર્ગ પૂરો થયા બાદ શ્રાવણ વદ ૧૩ ને બુધવારથી શરૂ કરીને
ખાસ પ્રવચનના આઠ દિવસો, અને ત્યારબાદ ગુરુવાર (ભાદરવા સુદ પાંચમ)
થી પર્યુષણવર્ષ–દશ લક્ષણીધર્મના દિવસોનો પ્રારંભ થશે.
* આત્મધર્મનું નવું વર્ષ કારતક માસથી શરૂ થશે. પર્યુષણ દરમિયાન આપનું નવું
લવાજમ (ચાર રૂપિયા) મોકલી આપશોજી. વહેલું લવાજમ ભરવાથી
વ્યવસ્થામાં ઘણી સુગમતા રહે છે.