Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 44
single page version

background image
*
ભગવાનને પૂરું જ્ઞાન છે ને રાગ જરાય નથી;
* મારી અવસ્થામાં જ્ઞાન અધૂરું છે ને રાગ છે, પણ મારો સ્વભાવ પૂર્ણ જ્ઞાન–
સ્વભાવી છે, અને આ રાગ તે મારું સ્વરૂપ નથી. રાગ અને જ્ઞાન બંને ભિન્ન–
ભિન્ન છે–આમ પોતામાં ભેદજ્ઞાન થાય છે.
અરિહંત ભગવાનના આત્માને જાણતાં પોતાના આત્મામાં–
જ્ઞાનસ્વભાવનો સ્વીકાર થાય છે, અને
સર્વે શુભાશુભનો નિષેધ થાય છે.
રાગાદિ પરભાવોનું કર્તૃત્વ છૂટે છે, અને
રાગથી રહિત ચૈતન્યભાવરૂપ પરિણમન થાય છે.
–આ રીતે સર્વજ્ઞ–અરિહંતદેવ જેવા પોતાના આત્મસ્વરૂપનો નિર્ણય કરીને
અંતર્મુખ થતાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વડે મોક્ષમાર્ગ ઊઘડે છે.
‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ ‘આત્મા’ ને બતાવે છે.
‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ છે તેનું પણ લક્ષ છોડીને
અભેદ આત્માની અનુભૂતિમાં જવાનું છે.
‘રાગ તે આત્મા’ એમ ન કહ્યું; અથવા–
જ્ઞાન તે રાગ–એમ ન કહ્યું;
જ્ઞાન તે શરીર–એમ ન કહ્યું;
પણ બધા પરભાવોનો નિષેધ કરીને ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને શુદ્ધ
આત્માનું લક્ષ કરાવ્યું છે. જે આવું લક્ષ કરે તે વ્યવહાર દ્વારા પરમાર્થને સમજ્યો
કહેવાય. આ રીતે આચાર્ય ભગવાને શુદ્ધઆત્મવસ્તુનો અનુભવ કરાવ્યો છે.
અંતરમાં નિર્વિકલ્પ આત્મવસ્તુ પોત વિદ્યમાન છે. તેને અનુભવમાં લેવી એટલે કે
પોતે પોતાનો અનેભવ કરવો–તે કાંઈ અશક્્ય નથી. તે અનુભવ કેમ થાય? એ વાત
સમયસારની ૧૧ મી ગાથામાં બતાવી છે. આ ગાથાના ભાવમાં જૈનસિદ્ધાન્તનો પ્રાણ છે;
કેમકે સમ્યગ્દર્શનથી જ જૈનધર્મની શરૂઆત થાય છે અને તેની રીત આમાં બતાવે છે.
વ્યવહારનયનો વિષય અભૂતાર્થ છે;
શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે.

PDF/HTML Page 22 of 44
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેઓ શુદ્ધનયવડે ભૂતાર્થસ્વભાવને એટલે કે શુદ્ધઆત્માને અનુભવે છે તેઓ જ
સમ્યગ્દ્રષ્ટિ છે. શુદ્ધનયની આવી અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે; તે જ સમ્યગ્દર્શન
પામવાની એકમાત્ર રીત છે, બીજી કોઈ રીત નથી.
*
સમ્યગ્દર્શનમાં વ્યવહારનયનો આશ્રય નથી, કેમકે વ્યવહારનય જે બતાવે છે તે
અભૂતાર્થ છે.
* સમ્યગ્દર્શનમાં શુદ્ધનયનો આશ્રય છે, કેમકે ભૂતાર્થસ્વભાવને દેખે છે. ભૂતાર્થ
અને શુદ્ધનય બંનેને અભેદ કરીને તેના આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે.
શુદ્ધનયનો વિષય એવો નથી કે ન સમજાય! તેને કદાચ વચનાતીત કહેવાય, પણ
તે કાંઈ જ્ઞાનાતીત નથી, જ્ઞાનગમ્ય છે. જેને ધર્મ કરવો હોય, આત્માનું સ્વરૂપ સમજવું હોય
તેને અંતરમાં રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ અનુભવમાં આવી શકે છે, અને તે જ શુદ્ધનય
છે. અહીં તેને ભૂતાર્થ કહીને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે. જેટલા ભેદભંગના
વિકલ્પો છે તે કોઈ સમ્યગ્દર્શનમાં નથી, સમ્યગ્દર્શનમાં તે બધાયનો નિષેધ છે.
વ્યવહારના જેટલા પ્રકારો છે તે બધાય આત્માના શુદ્ધસ્વભાવને નથી બતાવતા
પણ અભૂતાર્થ ભાવને બતાવે છે, તેથી તે નયને અભૂતાર્થ કહ્યો છે, ને તેના બતાવેલા
અભૂતાર્થભાવોના અનુભવ વડે શુદ્ધઆત્મા પ્રતીતમાં આવતો નથી એટલે સમ્યગ્દર્શન
થતું નથી. સમ્યગ્દર્શન તો આત્માના શુદ્ધસ્વભાવના અનુભવથી જ થાય છે, ને તે
શુદ્ધસ્વભાવને તો શુદ્ધનય દેખે છે. માટે શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે ને તેના જ આશ્રયે
સમ્યગ્દર્શન કહ્યું છે.
આત્માને પરના સંબંધવાળો બતાવે, રાગાદિ અશુદ્ધભાવવાળો બતાવે, કે
પર્યાયભેદ કે ગુણગુણીભેદ પાડીને આત્મા બતાવે–તે બધાય પ્રકારના વ્યવહારનો આશ્રય
કરતાં શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો, વિકલ્પો જ અનુભવમાં આવે છે, માટે તે
બધાય વ્યવહાર અભૂતાર્થ છે; –એક શુદ્ધનય જ ભૂતાર્થ છે; તે શુદ્ધઆત્માને ગુણ–
પર્યાયના ભેદ વગરનો, રાગ વગરનો ને પરના સંબંધ વગરનો અનુભવ કરાવે છે.
સમ્યગ્દર્શન પામવાની રીત શું છે તેની આ વાત છે. સમ્યગ્દર્શન તો અબંધ–ભાવ
છે, મોક્ષનું કારણ છે; તેણે અંતરમાં રાગથી પાર વીતરાગી અમૃતસાગર દેખ્યો છે, એના
સિવાય બીજે ક્યાંય એને પ્રેમ નથી,–આત્મબુદ્ધિ નથી. સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ

PDF/HTML Page 23 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૧ :
ઘણી ગંભીર છે; બહારના સંયોગ અને શુભાશુભ ભાવો હોવા છતાં એના ધ્યેયમાં તો
અખંડ શુદ્ધઆત્મા જ વર્તે છે. નિર્વિકલ્પ–અનુભૂતિનો આનંદ એણે વેદી લીધો છે. અહો,
આવું ચૈતન્યતત્ત્વ! અંતરમાં આવા તત્ત્વને દેખવું તે સમ્યક્દર્શન છે. તેની રીત
કુંદકુંદાચાર્યદેવે આ સૂત્રમાં બતાવી છે; જૈનદર્શનના ગંભીરભાવો આ ગાથામાં ભર્યા છે.
* * *
આ પ્રવચનસારની ૧૩ મી ગાથા વંચાય છે.
આત્માના પરમ સુખને માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કર્તવ્ય છે. તે માટે
રાગાદિ સાથેની એકતા તોડીને જ્ઞાનાનંદસ્વરૂપમાં પરિણતિ જોડવી તે પહેલું કર્તવ્ય છે.
તે કરતાં જ અંતરમાંથી પરમ શાંતિનું ઝરણું આવે છે.
સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રદશામાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગ, તે અનંત આનંદરૂપ
કેવળજ્ઞાનનું કારણ છે. અહો, શુદ્ધોપયોગ વડે જેઓને કેવળજ્ઞાન પ્રસિદ્ધ થયું છે તેમના
પરમસુખની શી વાત? તે સુખ આત્મામાંથી જ ઉત્પન્ન છે, ઈંદ્રિયોથી પાર છે, અનુપમ
છે, અનંત છે, અને વિચ્છેદ વગરનું છે. અહો, આત્માના આવા સુખની પ્રતીત કરતાં
આત્માના સ્વભાવની પ્રતીત થાય છે, ને બહારમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે.
જુઓ, આવા સુખનું સાધન શુદ્ધોપયોગ જ છે, બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગમાં પોતાના જ્ઞાનસ્વભાવનું જ આલંબન છે; તેથી પોતાના અસાધારણ
જ્ઞાન–સ્વભાવને જ કારણપણે અંગીકાર કરતાં કેવળજ્ઞાન અને પરમસુખ થાય છે.
આત્માના સ્વભાવ સિવાય બીજા કોઈને સુખનું કારણ માનવું તે તો સંસાર–
તત્ત્વ છે. મિથ્યાત્વ તે સંસારતત્ત્વ જ છે. કોઈ જીવ ભલે પંચમહાવ્રતાદિ પાળે તોપણ
જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસારતત્ત્વ જ છે; ને તે જીવ દુઃખી જ છે.
આત્માનું અતીન્દ્રિયસુખ તે જ સાચું સુખ છે; ને શુભાશુભ ઉપયોગ છોડીને
આવું સુખ પમાય છે. શુભાશુભને જે કર્તવ્ય માને તે કદી આત્માનું સુખ પામી શકે નહિ.
શુભાશુભને છોડીને અને શુદ્ધોપયોગને આત્મસાત્ કરીને કેવળીભગવંતો અનંત
આત્મસુખને પામ્યા છે. તે શુદ્ધોપયોગના ફળની પ્રશંસા કરીને આચાર્યદેવ ભવ્ય જીવોને
તેમાં પ્રોત્સાહિત કરે છે....અહો, આવા સુખની વાત સાંભળતાં પણ ભવ્ય જીવને
પ્રોત્સાહન ચડે છે કે વાહ! આવા સુખના કારણરૂપ શુદ્ધોપયોગ જ મારે કર્તવ્ય છે.

PDF/HTML Page 24 of 44
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
શુદ્ધોપયોગ વડે થતું આવું અતીન્દ્રિય સુખ જ મારે સર્વથા પ્રાર્થનીય છે; એ સિવાય
સંસારમાં બીજું કાંઈ, પુણ્ય કે તેના ફળરૂપ સ્વર્ગાદિ પણ ઈચ્છવા યોગ્ય નથી, કેમકે તેમાં
કાંઈ આત્માનું સુખ નથી; પુણ્યમાં લીન થયેલા જીવો પણ આકુળતાની અગ્નિમાં બળી
રહ્યા છે, ને દુઃખી છે. સુખી તો શુદ્ધોપયોગી જીવો છે.
શુદ્ધોપયોગરૂપ થયેલો આત્મા તે જ ધર્મ છે; તે જ સુખી છે; તે જ કેવળજ્ઞાન
અને મોક્ષને સાધે છે. તેની પ્રાપ્તિ માટે ચેતનાથી ભિન્ન એવા અશુભ અને શુભ બધાય
કષાયભાવો અપાસ્ત કરવા જેવા છે, છોડવા જેવા છે.
“હું તો જગતનો સાક્ષી, સ્વયં સુખનો પિંડલો છું. તેમાં આકુળતા કેવી? મારા
સુખના અનુભવ માટે હું કોઈ બીજાને ગ્રહણ કરું કે કોઈને છોડું–એવું મારા સ્વરૂપમાં છે
જ નહિ. બહારના પદાર્થો સદા મારાથી છૂટેલા જુદા જ છે, તેનું ગ્રહણ કે ત્યાગ મારામાં
નથી. જ્ઞાન અને સુખસ્વરૂપ મારો આત્મા છે, તેમાં ઉપયોગની એકાગ્રતા થઈ ત્યાં
શુભાશુભ પણ છૂટી ગયા ને પરમ વીતરાગસુખનો અનુભવ રહ્યો. અહો, આવી
શુદ્ધોપયોગદશા જ પરમ પ્રશંસનીય છે.
મુનિધર્મ તો શુદ્ધોપયોગરૂપ છે; રાગરૂપ કાંઈ મુનિધર્મ નથી. પં. શ્રી ટોડરમલ્લજી
મુનિનું સ્વરૂપ બતાવતાં લખે છે કે जो विरागी होकर, समस्त परिग्रहका त्याग
करके शुद्धोपयोगरूप मुनिधर्म अंगीकार करके, अंतरमें शुद्धोपयोग द्वारा अपनेको
आपरूप अनुभव करते हैं
– આવી મુનિદશા છે; આવી મુનિદશા વગર મોક્ષ થતો નથી.
અહા, ધન્ય એનો અવતાર! ધન્ય એનું જીવન! તે મુનિઓ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારણ
કરતા નથી એટલે શરીરાદિ પરની ક્રિયાને પોતાની માનતા નથી, પોતાના
જ્ઞાનાદિકસ્વભાવને જ પોતાના માને છે. રાગાદિ પરભાવોમાં મમત્વ કરતા નથી
શુભરાગ થાય છે તેને પણ હેય જાણીને છોડવા માંગે છે. અશુભમાં ને શુભમાં બંનેમાં
આકુળતાના અંગારા છે; ચૈતન્યની શાંતિ તો શુદ્ધોપયોગમાં જ છે.
અહો, આત્માનું સુખ જે રાગથી પાર છે તેનો સ્વાદ જીવે પૂર્વે કદી અનાદિ–
સંસારમાં ચાખ્યો ન હતો. સમ્યગ્દર્શન થયું ત્યારે આત્માના અનુભવમાં તે અપૂર્વ
આહ્લાદરૂપ સુખનો સ્વાદ પહેલીવાર આવ્યો. ને પછી તેમાં લીનતા વડે શુદ્ધોપયોગથી
કેવળજ્ઞાન થતાં તો તે સુખ અતિશયપણે અનુભવમાં આવ્યું, આખો સુખનો દરિયો

PDF/HTML Page 25 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૩ :
જ ઉલ્લસ્યો. એ સુખની શી વાત? કુંદકુંદસ્વામી જેવા જેની અત્યંત પ્રશંસા કરે છે, તેવું
સુખ આત્માના સ્વભાવમાં ભર્યું છે. અરે, પ્રસન્નતાથી તેની પ્રતીત તો કરો. પ્રતીત
કરતાં તે પ્રગટ થશે. નાસ્તિમાંથી અસ્તિ ક્યાંથી આવશે? સત્ છે–તેની અસ્તિનો
સ્વીકાર કરતાં તે અનુભવમાં આવશે.
ધર્માત્મા આવા પોતાના સ્વભાવસુખની પ્રતીત કરીને તેમાં એવા ઘૂસી ગયા કે
તેમાંથી હવે બહાર આવવું ગમતું નથી; શુભમાં આવવું પડે તોપણ દુઃખ લાગે છે, ત્યાં
અશુભની તો શી વાત? અરે, ક્યાં ચૈતન્યના પરમ આહ્લાદની શાંતિ, ને ક્યાં
શુભાશુભરાગની આકુળતા! અતીન્દ્રિય આનંદના પાક આત્માના ખેતરમાં જ પાકે છે.
અતીન્દ્રિય આનંદ પાકવાનું સ્થાન આ ચૈતન્યક્ષેત્ર જ છે, બીજે ક્યાંય તે પાકે નહીં.
પહેલાં એની શ્રદ્ધાનાં બીજ વાવ તો પરમ આનંદનાં પાક પાકશે.–ભાઈ, આ બધું
તારામાં જ છે. તારો આત્મા જ આવો સુખસ્વરૂપ છે....પરમશાંતિના પિંડરૂપે તું પોતાને
દેખ...અનુભવ કર...એજ સાચું સુખ છે, એ જ પ્રશંસનીય ને પ્રાર્થનીય છે.
–જયપુર–પ્રવચનો આવતા અંકે પૂર્ણ થશે.
* * * * *
જિ ન ભા વ ના
જે શુદ્ધઆત્માની ભાવના ભાવીને જીવ
જિન થાય છે, તે શુદ્ધાત્માને ઓળખીને તેની
ભાવના ભાવવી તે જિનભાવના છે; આવી
જિનભાવના ભાવનાર જીવ સિદ્ધ થાય છે.
સ્વભાવને ભૂલીને પરભાવની ભાવના
(–દેહ હું–રાગ હું એવી ભાવના) તે
સંસારદુઃખનું કારણ છે અને નિજસ્વભાવની
ભાવનારૂપ જિનભાવના તે પરમ સિદ્ધિસુખનું
કારણ છે.
માટે હે જીવ! તું જિનભાવના ભાવ.

PDF/HTML Page 26 of 44
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સ્વસત્તાની નિર્વિકલ્પ અનુભૂતિનું વર્ણન
[સમયસારનાટક મોક્ષદ્વાર ૨૩–૨૪]

સમ્યગ્દર્શન માટે આત્મસત્તાનો નિર્વિકલ્પ અનુભવ કરવાની અલૌકિક રીત
સમયસારમાં આચાર્યદેવે બતાવી છે. અહા, ચૈતન્યસત્તા તો આત્મા પોતે છે. જ્ઞાનનો
સૂર્ય આત્મસત્તામાં છે, તે જ્ઞાનસૂર્ય સ્વયમેવ પ્રકાશમાન છે; તે જ્ઞાનપ્રકાશમાં પોતાની
સ્વસત્તા સિવાય બીજું કોઈ સાધન નથી. કોઈ શાસ્ત્રમાંથી, કોઈ ગુરુકૃપામાંથી કોઈ
ઉપદેશમાંથી કે બીજે ક્્યાંયથી પણ જ્ઞાન આવશે. એમ જે માને છે તે સ્વસત્તાના
ચૈતન્યસૂર્યને દેખતો નથી. બાપુ! તારી સ્વસત્તાને તો જો. જ્ઞાનનો પ્રકાશ ને અમૃત જેવું
અતીન્દ્રિયસુખ તારી સત્તામાં ભર્યું છે, ક્યાંય બહારથી લાવવાનું નથી.
અશુભ કે શુભ બધાય કષાયોથી પાર અંદર આનંદનો સાગર ઉછળી રહ્યો છે, તે જ
તારી સ્વસત્તા છે, આવી પોતાની સ્વસત્તાનો વિશ્વાસ કરતાં સમ્યગ્દર્શન થાય છે; તે
સમ્યગ્દર્શન થતાં સમ્યગ્જ્ઞાન સહિત સાચા આનંદનો નમૂનો આત્મામાં આવી જાય છે. પણ
સ્વસત્તાની પ્રતીત કર્યા વગર, પરસત્તામાંથી કંઈ પણ લેવા માગે તે તો બિચારા
પરાધીનપણે અશુભ કે શુભ કલ્પનાઓ વડે દુઃખી છે. અરે, વિકલ્પોથી પરાઙમુખ થયા વિના
અને સ્વસત્તાની સન્મુખ થયા વગર સમ્યગ્દર્શન ક્યાંથી થાય? ત્રણ લોકના નાથ કહે છે કે
તારી સ્વસત્તાની સન્મુખ તું થયા વગર તને સમ્યગ્દર્શન કરાવવા અમે કોઈ સમર્થ નથી.
સંભાળ રે સાંભળ પ્રભુ! તારા નિધાન તારી પાસે જ છે. તારી ચૈતન્ય–સ્વાધીન સત્તામાં
દેવ–ગુરુ–શાસ્ત્ર પાસે કાંઈ પણ કરાવવા માંગીશ તો તારી ચૈતન્યસત્તાને તું ભૂલીશ; ને
પરસત્તાનો તું ચોર બનીશ. કેમકે પરની જે સત્તા તારામાં નથી તેને તેં ગ્રહણ કરી.....પારકી
વસ્તુ ગ્રહે તો ચોર કહેવાય. ‘सत्ताते निकसी और ग्रहे सोई चोर है।
અને જે પરદ્રવ્યને જરાપણ ગ્રહતો નથી ને સ્વસત્તાની સમાધિમાં જ રહે છે તે
સાધુપુરુષ છે, તે સજ્જન ધર્માત્મા છે, તે સમ્યગ્દ્રષ્ટિ છે.
તે સમ્યગ્દ્રષ્ટિ આત્મસત્તાનો નિર્વિકલ્પ અનુભવ કરે છે, તે વાત ૨૪મા શ્લોકમાં
રહે છે–
જે પરમઅદ્ભુત ચૈતન્યસત્તા,––તેની અનુભવદશા નિર્વિકલ્પ છે, તેમાં કોઈ
રાગ–દ્વેષ નથી, તેમાં કોઈ સ્થાપન–ઉત્થાપન નથી, તેમાં ગુરુ–શિષ્યના વિકલ્પો નથી,

PDF/HTML Page 27 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૫ :
તેમાં બંધ–મોક્ષના વિકલ્પો નથી, તેમાં બીજો કોઈ સ્વામી નથી ને બીજા કોઈની સેવા નથી;
તેમાં હાર–જીત નથી, તેમાં કોઈનું શરણ નથી. આવી શુદ્ધસત્તાને ધર્મી અનુભવે છે.
અહા, આવી સ્વસત્તા! તેને ધર્મી જ દેખે છે. સ્વસત્તાને જ જે દેખે નહિ તેને ધર્મ
કેવો? આત્માની સત્તાની અનુભૂતિમાં પુણ્ય કે પાપનો કલેશ નથી. દ્રવ્ય–ગુણ જેવી
પર્યાય પણ નિર્વિકલ્પ અભેદ થઈ તેમાં કલેશ કેવો?
પોતાના સહજ ચૈતન્યતત્ત્વ સિવાય બીજા કોઈનું વેદવું જેમાં નથી, નિર્વિકલ્પ
અનુભૂતિમાં પરલક્ષ જ નથી, એકલા સ્વદ્રવ્યને જ તે અવલંબનારી છે. તે પોતાના
સ્વરૂપને જ અવલંબે છે.
આત્માની આ શુદ્ધઅનુભૂતિ એવી ઉપશાંતરસમાં ઠરી ગયેલી છે કે જેમાં પાપ–
પુણ્યનો કલેશ નથી. અહા, હું જ્યાં મારા સ્વરૂપસન્મુખ પરિણમ્યો ત્યાં બધાય
પરભાવોનો કલેશ છૂટી ગયો. કોઈ પરભાવની ક્રિયા જ તેમાં ન રહી; રાગ–દ્વેષ
સ્વતત્ત્વના અવલંબનમાં નથી. અનંત સ્વભાવથી ભરેલો એકલો ચૈતન્યપિંડ જ હું છું, તે
જ મારી અનુભૂતિ છે. બંધ ટાળીને મોક્ષ કરું એવો વિકલ્પ પણ તેમાં નથી. આ હું મારો
અનુભવ કરું છું–એવોય ભેદ અનુભવમાં નથી; તેમાં તો એકલા સ્વરસનું વેદન છે. તેમાં
પોતે જ પોતાને શરણ છે; કોઈ બીજા નું શરણ નથી. પોતા સિવાય બીજા ભગવાન
ઉપર લક્ષ જ ક્યાં છે? પરમ વીતરાગતાના સ્વાદથી ભરેલી આ અનુભૂતિ તો
સમાધિની ભૂમિ છે–આવી સમાધિની ભુમિમાં શુદ્ધચૈતન્યસત્તાપણે પોતે બિરાજે છે.
હે જીવો! આત્માના હિત માટે આવી અનુભૂતિનો અંતરમાં ઉદ્યમ કરો. આવી અનુભૂતિ
જ મોક્ષનો આનંદ દેનારી છે. આવી અનુભૂતિ વગર મોક્ષસુખની આશા જૂઠી છે, અનુભૂતિ વડે
આત્માને પરભાવથી જુદો પાડીને જે શુદ્ધાત્માનું જ્ઞાન કર્યું તે નિઃશંકજ્ઞાન ધારાવાહી વર્તે છે. તે
જ્ઞાનધારામાં રાગનું કર્તાપણું જરાય નથી. આવો અંર્ત–આત્માનો માર્ગ છે.
* * * * *
વહાલા વાંચક સાધર્મી બંધુઓ,
“આત્મધર્મ તમે અત્યંત ભક્તિથી વાંચજો; તેના મનનથી તમારા
આત્મામાં અધ્યાત્મરસનું ઘોલન થશે, આત્માર્થભાવની પુષ્ટિ થશે. ઘેર
બેઠા આવું ઉત્તમ વીતરાગી સાહિત્ય મળવું તે પણ મહાન ભાગ્ય છે.”

PDF/HTML Page 28 of 44
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
“नाटक सुनत हिये फाटक खुलत है”
સમયસાર–નાટક દ્વારા શુદ્ધાત્માનું શ્રવણ
કરતાં હૈયાનાં ફાટક ખુલી જાય છે
[સમયસારનાટકનાં અધ્યાત્મરસઝરતા પ્રવચનોમાંથી લેખાંક–૭]
* * * * *
જિનશાસ્ત્રોમાં કહેલાં સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વનું વર્ણન ચાલે છે. તેમાં જીવના
સમતા, રમતામ, ઊર્ઘ્વતા, જ્ઞાયકતા વગેરે સ્વભાવનું વર્ણન કર્યું; હવે સુખ–સ્વભાવનું
વર્ણન કરે છે. સુખ કોઈ બાહ્યસંયોગોમાં નથી; સુખ તો જીવનો જ સ્વભાવ છે. સુખ
જેનો સ્વભાવ છે તે જીવ છે. ‘હું સુખી છું’ એવો ભાસ જીવમાં જ છે, બીજા કોઈ
પદાર્થમાં તેવો સુખનો ભાસ નથી.
‘સુખભાસ’ ના અર્થમાં જીવના સુખસ્વભાવની સિદ્ધિ કરતાં શ્રીમદ્રાજચંદ્રજીએ
સરસ લખ્યું છે : શબ્દાદિ પાંચ વિષયસંબંધી, અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે
સ્થિતિમાં સુખ સંભવે છે તે, ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું
કારણ, એક જ એવો એ ‘જીવપદાર્થ’ સંભવે છે, તેથી તીર્થંકરદેવે તે સુખભાસ નામનું
લક્ષણ જીવનું કહ્યું છે; અને વ્યવહારદ્રષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે
બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ ‘હું સુખી છું’ એવું જે જ્ઞાન છે તે બાકી વધેલ
જીવપદાર્થનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ
છે. આ રીતે સુખનો ભાસ થવારૂપ લક્ષણ ભગવાને જીવ નામના પદાર્થ સિવાય બીજે
ક્યાંય જોયું નથી. (બાહ્યવિષયોથી રહિતપણું સમજાવવા અહીં નિદ્રાઅવસ્થાનું દ્રષ્ટાંત છે.)
જીવ પોતે સુખસ્વરૂપ છે; પણ પોતાના સુખને જે ભૂલ્યો છે તે અજ્ઞાનથી
પાંચઈંદ્રિયના વિષયરૂપ બાહ્યપદાર્થમાં સુખની કલ્પના કરે છે. તે સુખની કલ્પના
કરનારો પોતે જ સુખમય છે. પાંચઇંદ્રિયના જડ વિષયો એવા ને એવા પડ્યા હોય
પણ જો જીવ ન હોય તો? તો તેમાં સુખની કલ્પના કોણ કરે? વિષયો એમને એમ
હોવા છતાં જીવ વિના ત્યાં સુખનો ભાસ થતો નથી. માટે વિષયો સુખરૂપ નથી;
સુખનો ભાસ જીવ

PDF/HTML Page 29 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૭ :
કરે છે, અને તે પોતે જ સુખરૂપ છે. બહારમાં કોઈપણ વિષયો ન હોય, અથવા તે
વિષયો વિદ્યમાન હોવા છતાં તેમાં કોઈ તરફ ઉપયોગ ન હોય, છતાં ‘હું સુખી છું’ એમ
જીવ પોતે એકલો પોતામાં અનુભવ કરી શકે છે. માટે વિષયોની અપેક્ષા વગર જીવ
પોતે સ્વભાવથી જ સુખલક્ષણરૂપ છે. ભાઈ, આવા તારા સ્વરૂપનો વિચાર તો કર! તો
તને તામારાં જ તારું સુખ દેખાશે.
વળી જીવમાં ‘વેદકતા’ છે. વેદકતા એટલે શું? તે કહે છે : આ મોળું છે, આ મીઠું
છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, દુઃખ અનુભવું છું,–એવું
જે રસ–સ્પર્શ વગેરે વિષયોનું સ્પષ્ટ જ્ઞાન–વેદનજ્ઞાન–અનુભવજ્ઞાન–અનુભવપણું તે જો
કોઈ માં હોય, તો તે આ ‘જીવપદ’ ને વિષે છે; અથવા પદાર્થનું આવું જ્ઞાન તે જેનું
લક્ષણ છે તે ‘જીવ’ છે.
જડપદાર્થોમાં કાંઈ વેદકતાં નથી; જડથી ભિન્ન એવો જીવ જ વેદકસ્વભાવ–વાળો
છે. સ્વભાવના આનંદને વેદે–અનુભવે તેમાં તો બાહ્યવિષયોની અપેક્ષા નથી; અને
બહારમાં હર્ષ શોકાદિ ભાવને વેદતો અજ્ઞાની જીવ જડપદાર્થના રસ–ગંધ વગેરેને
વેદવાનું માને છે. પણ અહીં તો એટલું બતાવવું છે કે આવું વેદકપણું જીવમાં જ છે,
બીજામાં નથી. આ રીતે પરથી ભિન્ન એવા જીવતત્ત્વને ઓળખાવ્યું છે.
‘ચૈતન્યતા’ વડે જીવમાં સ્પષ્ટ પ્રકાશપણું છે. અનંત–અનંત કોટી તેજસ્વી દીપક–
મણિ–ચંદ્ર–સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વે પોતે
પોતાને જાણવા અથવા જણાવા યોગ્ય નથી, જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે
પદાર્થો જાણ્યા જાય છે,–પ્રકાશ પામે છે–સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે.
એટલે સ્પષ્ટ–પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશમાન ચૈતન્ય તે ‘જીવ’ છે, અને
તે ‘જીવ’ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ–સ્પષ્ટપણે દેખાય છે.
જુઓ, આ ચૈતન્યસ્વરૂપ આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષપણું બતાવ્યું. આત્મામાં જ
એવી તાકાત છે કે પોતે પોતાને તેમજ બીજાને પણ જાણે. આત્મા કઈ રીતે જણાય? કે
આત્મામાં ઉપયોગ વાળે તો જ આત્મા જણાય; બીજા કોઈ ઉપાયે જણાય નહીં. આત્મા
તરફ જે ઉપયોગ વળ્‌યો તે ઉપયોગ રાગથી જુદો છે, એટલે રાગ તે કાંઈ આત્મજ્ઞાનનું કે
ધર્મનું સાધન નથી.
જગતમાં આત્મા સિવાયના જે કોઈ પદાર્થો છે તે કોઈનામાં સ્વ–પરને જાણવાનું
સામર્થ્ય નથી. સૂર્ય–ચંદ્ર વગેરેનો જડપ્રકાશ હોવા છતાં પદાર્થોને જાણે છે તો જ્ઞાન;

PDF/HTML Page 30 of 44
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
તે જડપ્રકાશ (અજવાળું) કાંઈ પદાર્થોને જાણતું નથી; તે પ્રકાશનો પણ પ્રકાશક તો આ
ચૈતન્યપ્રકાશી આત્મા જ છે.
અહા, ચૈતન્યપ્રકાશી આત્મા કોઈ અદ્ભુત વસ્તુ છે. અંતરમાં વિચાર કરીને
સ્વાનુભવ વડે તેનો પત્તો લેવા જેવું છે.–
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.’
જુઓ, આમાં પણ શ્રી મદ્રાજચંદ્રજીએ જીવનું સરસ વર્ણન કર્યું છે. શુદ્ધ કહીને
શુદ્ધદ્રવ્ય બતાવ્યું; બુદ્ધ કહીને જ્ઞાનસ્વભાવ બતાવ્યો; ચૈતન્યઘન કહીને અસંખ્ય–પ્રદેશથી
અખંડપણું બતાવ્યું; સ્વયંજ્યોતિ કહીને સ્વસંવેદન–પ્રત્યક્ષપણું બતાવ્યું. અને સુખધામ
કહીને અતીન્દ્રિય આનંદસ્વભાવનું ધામ પોતે જ છે–એમ બતાવ્યું, આવો આત્મા
સ્વાનુભૂતિગમ્ય છે. વચનથી કેટલું કહેવાય? પોતે અંતરવિચાર કરીને સ્વાનુભવ કરે
ત્યારે તેની ખબર પડે. બાકી વચનના વિકલ્પથી પાર પડે તેમ નથી.
શ્રીમદ્ પોતે કહે છે કે તું તારા સામે જો. અમારી સામે જોયા કર્યે આત્મા નહીં
સમજાય. જુઓને ૧૬ વર્ષ જેટલી નાની વયે પણ કેવું સરસ લખે છે!
હે જીવો!
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષકતા ઉપરલક્ષ રાખો.
હું પરની રક્ષા કરું ને પર મારી રક્ષા કરે–એવી બુદ્ધિ શીઘ્ર છોડો, ને પરથી ભિન્ન
પોતાનું સહજસ્વરૂપ જે રમ્ય છે, જ્ઞાયક છે, સુખધામ છે તેને અનુભવમાં લ્યો.

PDF/HTML Page 31 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૨૯ :
હે જીવ! જેને લીધે બધું રમ્ય લાગે ને જેના વિના બધું શૂનકાર લાગે–એવો રમ્ય
જીવસ્વભાવ છે, તેમાં તું રમક થા, ને પરદ્રવ્યની રમકતા શીઘ્ર છોડ.
વાહ! જુઓ તો ખરા...જીવનો સ્વભાવ! જ્ઞાનીઓએ તેને કેવો મલાવ્યો છે.
એવો મહિમા એનામાં છે, તે જ બતાવ્યો છે.
મુખ્ય એવો જે ‘જાણનારો’ તેના અસ્તિત્વ વિના કોઈપણ પદાર્થનું અસ્તિત્વ
જાણી શકાય નહીં. જ્ઞેયપદાર્થોને સ્વીકારે પણ તેને જાણનારો હું છું–એમ પોતાના
અસ્તિત્વને ન સ્વીકારે તો તેને જ્ઞાન કોણ કહે? જાણનારની સત્તા છે તો જ્ઞેયપદાર્થો
જણાય છે. જ્ઞાન હોય તો જ શરીર જણાય, જ્ઞાન હોય તો જ જગતના અરિહંતસિદ્ધ
વગેરે જણાય, જ્ઞાન હોય તો જ વિકલ્પો જણાય,–એ રીતે સર્વે પદાર્થોને જાણતાં જ્ઞાનની
હાજરી તો પહેલી જ છે, એટલે જ્ઞાનસ્વરૂપી આત્મા જ બધામાં મુખ્ય છે; મુખ્ય એટલે
ઊંચો; ઊંચો એટલે ઊર્ધ્વ. જુઓ તો ખરા, ચેતનનો મહિમા! બધા પદાર્થોને જાણે છતાં
બધાથી જુદો રહે, જગતનો ખરો ઈશ્વર તો આવો આત્મા છે કે જેની હૈયાતી વગર કોઈ
પદાર્થનું અસ્તિત્વ જણાતું નથી.
જીવ પોતાના જ્ઞાયકપણારૂપ લક્ષણ વડે જગતના બીજા બધા પદાર્થોથી જુદો
ઓળખાય છે. તે ત્રણેકાળ જ્ઞાયકપણા સહિત છે. ત્રણે કાળમાં કદીપણ જ્ઞાયકપણા
વગરનો જીવ અનુભવી શકાય નહીં. આવું જ્ઞાયકપણું જીવ સિવાય બીજા કોઈ પદાર્થમાં
હોતું નથી. અહો, તીર્થંકર ભગવાને કહેલા આવા જીવપદાર્થને હે જીવો! તમે અનુભવમાં
લ્યો. સર્વજ્ઞ પરમાત્માએ જીવનું આવું અદભુત સ્વરૂપ બતાવ્યું છે તે તમે સમજો.
જ્ઞાયકપણા વગરનો જીવ કદી ન હોય; શરીર વગરનો જીવ હોય, રાગ વગરનો
જીવ હોય, પણ જ્ઞાન વગર જીવનું અસ્તિત્વ કદી ન હોય. ‘જ્ઞાયકભાવ’ તે જીવ છે. સુખ
ક્્યાંય પણ હોય તો તે આવા જીવસ્વભાવમાં જ છે. બીજા વિષયોમાં સુખની કલ્પના
કરે છે તે કલ્પના કરનારો કોણ છે? તે કલ્પના કરનારો પોતે જ સુખસ્વરૂપ છે. તેનાથી
બહારમાં તો કાંઈ સુખ જ છે નહીં. તનથી અતીત, ને મનથી યે અતીત, અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે જ સુખનું ધામ છે, તેમાં જ સંતોને સુખ ભાસે છે, બીજે ક્્યાંય
કિંચિત્ સુખ ભાસતું નથી. અંતરમાં જ જીવના આવા વિલાસને હે જીવો! તમે જાણો.

PDF/HTML Page 32 of 44
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
* આપના પ્રશ્નોના જવાબ *
બાળકો તથા જિજ્ઞાસુઓ તરફથી આવેલા પ્રશ્નોમાંથી ૮૦
પ્રશ્નો તથા તેના જવાબ ગતાંકમાં આપેલ છે; વિશેષ પ્રશ્નો તથા તેના
જવાબો અહીં આપીએ છીએ. જિજ્ઞાસુઓ આ વિભાગમાં સારો રસ
લઈ રહ્યા છે. (આપ પણ આપના પ્રશ્નો મોકલી શકો છો.) –સ.
(૮૧) પ્રશ્ન:–પર્યુષણ એટલે શું? તે શા માટે અને ક્યારથી ઉજવાય છે?
(શારદાબેન જૈન–જામનગર)
ઉત્તર:–આત્માના ક્ષમા વગેરે વીતરાગી ધર્મોની સર્વ પ્રકારે ઉપાસના કરવી
તેનું નામ પર્યુંષણ છે; એટલે આત્માને ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જેટલો વીતરાગભાવ કરીએ તેટલા પર્યુષણ તો આત્મામાં
સદાય છે. –આ ‘ભાવ–પર્યુષણ’ છે. આવા ભાવપર્યુષણ કરી–કરીને
જીવો અનાદિકાળથી મોક્ષમાં જાય છે.
કાળઅપેક્ષાએ વર્ષમાં ત્રણ વખત પર્યુષણ આવે છે. માહ ચૈત્ર
અને ભાદરવો એ ત્રણે માસમાં સુદ પાંચમથી ચૌદશ સુધીના દશ
દિવસોને પર્યુષણના દિવસો (અર્થાત્ ઉત્તમક્ષમાદિ દશ ધર્મના દિવસો)
ગણાય છે. અનાદિથી આ પર્વ ચાલે છે.
પર્યુષણ વગેરેના ઉત્તમ દિવસો તો અનાદિકાળથી આવે છે ને
જાય છે, તેમાં જ્યારે જીવ પોતામાં સમ્યગ્દર્શનાદિ વીતરાગી ધર્મની
ઉપાસના કરે ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે. ધર્મવડે
કાળીચૌદશની રાતે પણ જીવ મોક્ષ પામી શકે છે. (મહાવીર ભગવાન
પણ કાળીચૌદશની રાતે જ મોક્ષ પધાર્યા હતા, તેથી તે મહાન કલ્યાણક
દિવસ ગણાય છે.) અને ધર્મ ન કરનારા ને તીવ્ર પાપો કરનારા જીવો
પર્યુષણના દિવસોમાં

PDF/HTML Page 33 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩૧ :
પણ દુર્ગતિમાં જતા હોય છે. માટે દિવસનું ખરૂં મહત્ત્વ નથી પણ
આત્માના વીતરાગધર્મની ઉપાસનાનું ખરૂં જ મહત્ત્વ છે.
(૮૨) પ્રશ્ન:– સમ્યગ્દર્શનમાં એવું શું છે કે સૌથી પહેલાં તેની જ વાત કરવામાં આવે છે?
ઉત્તર:–સમ્યગ્દર્શનમાં પોતાના આખા આત્માનો સ્વીકાર છે. સમ્યગ્દર્શન વગર
પોતાના આત્માનું સાચું અસ્તિત્વ દેખાતું નથી. પહેલાં સિદ્ધ ભગવાન
જેવડા મહાન પોતાના આત્માનો સાચો સ્વીકાર થાય તો જ જીવ ધર્મમાં
આગળ વધી શકે. અને એવો સ્વીકાર સમ્યગ્દર્શનમાં જ થાય છે. માટે
ધર્મમાં સૌથી પહેલાં જ સમ્યગ્દર્શનની વાત છે. જ્યાં સમ્યગ્દર્શન નથી
ત્યાં ધર્મ નથી. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં આખો આત્મા છે.
(૮૩) પ્રશ્ન:–અરિહંતભગવાનની ભક્તિ કરવાથી શું થાય?
ઉત્તર:–અરિહંતભગવાનની ભક્તિ–પૂજા વગેરેમાં શુભભાવ છે તે પુણ્યનું
કારણ છે. પણ અરિહંતદેવ એટલે જેને પૂરું જ્ઞાન છે ને જેને રાગ
જરાય નથી–એવા આત્માનું સ્વરૂપ ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન થઈને સમ્યગ્દર્શન થાય છે.
(૮૪) પ્રશ્ન:–એક માણસ અનેક ચીજ ખાય છે, ત્યાં દરેક ચીજનો અલગ અલગ
સ્વાદ છે–તે કોણે બતાવ્યું? જીવે કે શરીરે? જીવમાં તો તે સ્વાદ
આવતો નથી તો તેણે કઈ રીતે બતાવ્યું? ને શરીર તો કાંઈ જાણતું
નથી તો તેણે કઈ રીતે બતાવ્યુ? (રાજુ એમ. જૈન કલકત્તા)
ઉત્તર:–જીવે જાણ્યું, ને શરીરની ભાષાએ બતાવ્યું; જીવમાં એવી તાકાત છે કે
પોતાથી જુદી વસ્તુને પણ તે જાણી લ્યે છે. જડ વસ્તુ આત્મામાં પ્રવેશે તો
જ તેનું જ્ઞાન થઈ શકે–એમ નથી. તે ભિન્ન રહીને જ્ઞાનનું જ્ઞેય થાય છે.
અને લગભગ એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે કે જેવું જ્ઞાનમાં આવ્યું
હોય તેવું વાણીમાં આવે, વિરુદ્ધ ન આવે. આમ છતાં જ્ઞાન ચેતન છે, ને
વાણી જડ છે. (બીજા પ્રશ્નનો ઉત્તર પણ આ જ શૈલિથી સમજી લેવો.)
(૮૫) પ્રશ્ન:–આત્મા ક્ષેત્રથી અખંડિત હોવાના કારણે તેના ખંડ થઈ શકે નહિ –એટલે શું?
(રસિકલાલ એચ. જૈન. મુંબઈ)
ઉત્તર:–આત્મા અસંખ્યપ્રદેશી હોવા છતાં તેનામાં એવું અખંડિતપણું છે કે,–

PDF/HTML Page 34 of 44
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેમ એક પેન્સીલના જુદા જુદા બે ભાગ થઈ શકે છે તેમ એક
આત્માના જુદા જુદા બે ભાગ થઈ શક્તા નથી.
(૮૬) પ્રશ્ન:–કોઈને જ્ઞાન છે–જાણપણું છે પણ અનુભવ નથી, તો તે જ્ઞાન કેવું? અને
તેનું ગુણસ્થાન કર્યુ? તે જ્ઞાન મોક્ષને માટે ઉપયોગમાં આવે ખરૂં?
(રજની એમ. જૈન. મુંબઈ)
ઉત્તર:–સ્વવસ્તુનું જ્ઞાન હોય તો અનુભવ પણ હોય જ સ્વવસ્તુનું સાચું જ્ઞાન
થાય ને અનુભવ ન થાય–એમ બને નહિ. જો અનુભવ નથી તો સાચું
જ્ઞાન જ નથી; તે તો એકલું પરલક્ષી જાણપણું છે. જે જ્ઞાન સ્વલક્ષી છે
તે તો ઉપયોગને અંતરમાં વાળીને આત્માનો અનુભવ કરે જ છે. જે
જ્ઞાને શાસ્ત્ર વાંચીને કે સાંભળીને ધારણા તો કરી, પણ આત્મા તરફ
ન વળ્‌યું–તો તે જ્ઞાન ને કોણ કહે? એ તો અજ્ઞાન છે; એનું ગુણસ્થાન
પહેલું છે. તે એકલું પરલક્ષી જ્ઞાન મોક્ષને સાધી શક્તું નથી.
આત્મા તો સ્વાનુભૂતિથી પ્રકાશે છે–એટલે કે સ્વાનુભૂતિરૂપ જ્ઞાન
વડે જ આત્માની ઓળખાણ થાય છે, ને તે જ સાચું જ્ઞાન છે. તે જ્ઞાનવડે
ગુણસ્થાન ચડતાં ચડતાં આત્મા કેવળજ્ઞાન પામે છે. તેથી કહ્યું છે કે–
‘ભેદજ્ઞાન તે જ્ઞાન છે; બાકી બૂરું અજ્ઞાન. ’
નીચેના ૧૦ પ્રશ્ન અને ઉત્તર ઘાટકોપર–પાઠશાળાની પરીક્ષામાંથી રજુ થાય છે–
(૮૭) પ્રશ્ન:–તમે કોણ છો? (ઉત્તર) અમે જિનવરનાં સંતાન છીએ.
(૮૮) પ્રશ્ન:–તમને ભગવાન થવું ગમે કે રાજા? (ભગવાન)
(૮૯) પ્રશ્ન:–એક ધર્મમાતાનાં ત્રણ પુત્રોનાં નામ શું?
ઉત્તર:–મંગલકુમાર, ઉત્તમકુમાર, શરણકુમાર.
(૯૦) પ્રશ્ન:–ભરતચક્રવર્તી કોના પુત્ર? (ઋષભદેવના)
(૯૧) પ્રશ્ન:–રાગને જૈનધર્મ કહેવાય કે વીતરાગતાને? (વીતરાગતાને)
(૯૨) પ્રશ્ન:–ઋષભદેવના જીવે પૂર્વે આઠમા ભવે મુનિઓને આહારદાન દીધું, તે દેખીને
જે ચારતિર્યંચો (સિંહ, વાંદરો, ભૂંડ અને નોળિયું) ખુશી થયા, તેમનું પછી
શું થયું?

PDF/HTML Page 35 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩૩ :
ઉત્તર:–બીજા ભવે તે ચારે જીવો ભોગભૂમિમાં સમ્યગ્દર્શન પામ્યા, ને પછી
અંતિમભવમાં ઋષભદેવના જ દીકરા થઈને મોક્ષ પામ્યા.
(૯૩) પ્રશ્ન:–ઋષભદેવ તીર્થકર ક્યાં જન્મ્યા? ને ક્યારે? (અયોધ્યામાં; ફાગણવદ નોમે)
(૯૪) પ્રશ્ન:–મંગલરૂપ ચાર છે તે કોણ? (અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ)
(૯૫) પ્રશ્ન:–આત્માને આકાર હોય? (હા, અરૂપી આકાર છે.)
(૯૬) પ્રશ્ન:–વિશ્વ જીવ છે કે અજીવ? (જીવ અજીવના સંગ્રહને જ વિશ્વ કહેવાય છે.)
(૯૭) પ્રશ્ન:–આ સંસારમાં જીવને કોનું શરણ છે? (મીનાક્ષીબેન જૈન–વઢવાણ)
ઉત્તર:–આ અશરણ સંસારમાં જીવને પોતાના વીતરાગભાવરૂપ ધર્મનું જ
શરણ છે; અને નિમિત્તપણે વીતરાગી દેવ–ગુરુનું શરણ છે.
(૯૮) પ્રશ્ન:–કૈલાસ પર્વત ક્યાં છે? ત્યાં જઈને કોઈ પાછું આવી શકે?
(ભારતીબેન, મુડેટી)
ઉત્તર:–હાલમાં વર્તમાનગોચર ક્ષેત્રથી ઘણે દૂર (પણ આ ભરતક્ષેત્રમાં જ)
ઉત્તર–પૂર્વ દિશા તરફ કોઈ સ્થળે કૈલાસગિરિ આવેલ છે. અગાઉ તો
ઘણા જીવો ત્યાં યાત્રા કરવા જતા, ને પાછા આવતા; જ્યારે
ભરતચક્રવર્તી છખંડ જીતીને અયોધ્યા તરફ પાછા આવતા હતા ત્યારે
વચ્ચે રસ્તામાં કૈલાસગિરિ પર બિરાજમાન પરમપિતા ભગવાન
ઋષભદેવના દર્શન કરવા ગયા હતા. ઋષભદેવ ભગવાન ત્યાંથી મોક્ષ
પામ્યા છે. હાલમાં ત્યાં જઈ શકાતું નથી. પરંતુ પંચમકાળમાં
કૈલાસગમનનો કાંઈ સર્વથા નિષેધ નથી. કદાચ તે કૈલાસપર્વતની
આસપાસમાં મનુષ્યો વસતા પણ હોય. અનેક દેવો તેની વંદના કરવા
આવતા હશે. આપણે પણ તેને પરોક્ષ નમસ્કાર કરીએ છીએ.
(૯૯) પ્રશ્ન:–અરિહંત અવસ્થા શાથી પ્રાપ્ત થાય? (જનકરાય, મુડેટી)
ઉત્તર:–શુદ્ધરત્નત્રયવડે મોહરૂપી અરિને હણતાં અરિહંતદશા થાય છે.
શુદ્ધરત્નત્રય કહો કે વીતરાગ–વિજ્ઞાન કહો.–
મંગલમય મંગલકરણ વીતરાગવિજ્ઞાન;
નમું તેહ જેથી થયા અરહંતાદિ મહાન.

PDF/HTML Page 36 of 44
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
(૧૦૦) પ્રશ્ન:–મોક્ષધામ ક્યાં છે? ત્યાં કઈ રીતે જઈ શકાય? (જશવંત, મુડેટી)
ઉત્તર:–‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા’–આત્માના જ્ઞાનાદિ સર્વે ગુણોની પૂર્ણ શુદ્ધતા
થતાં સર્વે બંધન છૂટી જાય, તેનું નામ મોક્ષ છે; તે મોક્ષનું ધામ આત્મા
પોતે છે. અને ભેદજ્ઞાનવડે આત્માની અનુભૂતિ કરતાં–કરતાં
આનંદપૂર્વક તે મોક્ષધામમાં જવાય છે.
* * * * *
તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રમાં–
શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રની ટીકામાં
સમ્યક્ ચારિત્રની વ્યાખ્યા કરતાં કહે છે કે–‘संसारकारणनिवृत्तिं प्रत्यागुर्णस्य
ज्ञानवतः कर्मादाननिमित्तयिोपरमः सम्यक्चारित्रम्। अज्ञानपूर्वकाचरणनिवृत्त्यर्थं
सम्यक् विशेषणम्।
સંસારના કારણોને દૂર કરવા માટે ઉદ્યમવંત એવા જ્ઞાનવાન પુરુષને, કર્મ–
ગ્રહણના નિમિત્તરૂપ ક્રિયાઓથી જે વિરક્તિ તે સમ્યક્ ચારિત્ર છે. અજ્ઞાનપૂર્વકના
આચરણના નિષેધ માટે તેને ‘સમ્યક્’ વિશેષણ કહ્યું છે.
આમાં પૂજ્યપાદસ્વામીએ નીચેની વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી છે–
* કર્મગ્રહણના કારણરૂપ ક્રિયાઓથી છૂટવું–તે સાચું ચારિત્ર છે; શુભરાગની
ક્રિયા તો પુણ્યકર્મના ગ્રહણનું નિમિત્ત છે, એટલે તે ચારિત્ર નથી, તે મોક્ષમાર્ગ
નથી; તેનાથી પણ વિરકિત તે સમ્યક્ચારિત્ર છે, ને તે મોક્ષમાર્ગ છે.
* આવું સમ્યક્ચારિત્ર જ્ઞાનવાન પુરુષને જ હોય છે, અજ્ઞાનીને હોતું નથી.
* ‘સમ્યક’ વિશેષણ કહીને અજ્ઞાનપૂર્વકના આચરણનો મોક્ષમાર્ગમાંથી નિષેધ
કર્યો છે, એટલે અજ્ઞાનીનું કોઈપણ આચરણ (–કોઈપણ શુભક્રિયા) તે સાચું
ચારિત્ર નથી, ને તે મોક્ષનું કારણ થતું નથી.
મોક્ષશાસ્ત્રના પહેલાં જ સૂત્રમાં પૂજ્યપાદસ્વામીએ કરેલી આ સૈદ્ધાંતિક વ્યાખ્યા
આખાય મોક્ષશાસ્ત્રમાં સર્વત્ર લાગુ કરીને મોક્ષમાર્ગનું સ્વરૂપ ઓળખવું જોઈએ.

PDF/HTML Page 37 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩૫ :
જ્ઞાન–વૈરાગ્યપોષક વિવિધ વચનામૃત
(અષાડ વદ ૮ થી શ્રાવણ સુદ બીજ)
* * * * *
* સમ્યગ્દ્રષ્ટિ ને કેવો અનુભવ હોય છે–તેની વાત છે. અમે તો ચૈતન્યસ્વભાવપણે
જ આત્માને અનુભવીએ છીએ; ચેતના જ અમારું ચિહ્ન છે; આત્મસ્વભાવથી
વિરુદ્ધ જે કોઈ ચિહ્ન છે તે બધાય મારાથી પૃથક્ છે, તે બધાય કર્મપક્ષમાં છે,
મારાં ચૈતન્યપક્ષમાં તે નથી. એ બધા ભેદ–વિકલ્પોની જે વ્યવહારચાલ, તેનાથી
અત્યંત જુદો નિશ્ચયસ્વભાવરૂપ શુદ્ધ ચિન્મુદ્રાધારક હું છું. મારા આત્માની આવી
અનુભૂતિ મને થઈ છે.
* ભાઈ, આ તો આત્માર્થીની વાત છે. જેને આત્માને સિદ્ધ કરવો હોય, એટલે કે
અનુભવમાં લેવો હોય–તેને માટે આ રીત છે. અરે, સંસારના બીજા વિકલ્પો તો
દૂર રહ્યા, અંદર પોતામાં ને પોતામાં ‘હું કર્તા ને જ્ઞાન મારું કાર્ય’–એવા કારક–
ભેદના વિકલ્પો પણ મારા ચૈતન્યના અનુભવમાં નથી. વિકલ્પો તે કાંઈ મારા
ચૈતન્યની ચાલ નથી, મારી ચૈતન્યચાલમાં (ચૈતન્યપરિણતિમાં,
ચૈતન્યઅનુભૂતિમાં) તે કોઈ વિકલ્પોની ચાલ નથી.
* અરે, ચૈતન્યના પોતાના અભેદ અનુભવ સિવાયનું તો બધુંય ઉથાપવા જેવું છે.
આવા અનુભવના આંગણે આવવું પણ દુર્લભ છે, અંદર ઊતરીને આવો
અનુભવ કરતાં પોતાને પોતાની પ્રભુતા ને અચિંત્ય મહતા ભાસે છે. જ્યાં
પોતાની પ્રભુતા પોતામાં જ દેખી ત્યાં બહારથી બીજા વડે મોટાઈ લેવાની બુદ્ધિ
રહેતી નથી, કેમ કે હવે તો જગતના બીજા બધા પદાર્થો કરતાં પોતાના સ્વરૂપનો
જ મહિમા અધિક ભાસે છે.
* અરે, આવા ચૈતન્યસ્વરૂપના વિચારમાં રહે તો બહારના બધા ઝગડા મટી જાય.
વીતરાગમાર્ગ તો પરમ શાંતિનો માર્ગ છે, તેમાં ઝગડા કેવા? જેણે આત્મા
સાધવો હોય તેણે જ્ઞાન–દર્શનસ્વરૂપ એક ચિદાનંદ આત્માને જાણવો જોઈએ.
* અરે, હળવી–ફૂલ ચૈતન્યચીજ! એના ઉપર પરભાવના બોજા શા?

PDF/HTML Page 38 of 44
single page version

background image
*
હે જીવ! બહુ થયું .....હવે બસ!...તારા સહજ સ્વભાવમાં આવી જા.
* ચિદાનંદ પ્રભુ આત્માને શરીરથી કર્મથી ને અંદરના વિકલ્પોથી ભિન્ન અંતરમાં
અનુભવવો, તે મોક્ષ પામવાની રીત છે. તેનું જ ઊંડું મથન કરી કરીને પત્તો
મેળવવા જેવું છે. ભાઈ, આ જીવન તો ચાલ્યું જાય છે, તેમાં અવિનાશી
આત્માને પ્રાપ્ત કરી લે, તેનો અનુભવ કરી લે. ‘આ હું ચૈતન્ય છું ને આ રાગાદિ
ભાવો જુદા છે’–એમ ભિન્નતાના અનેકવિધ સૂક્ષ્મ વિકલ્પોને પણ આત્માના
સ્વરૂપથી ભિન્ન જાણવા; ને એનાથી પણ ઊંડા જ્ઞાનલક્ષણવડે અખંડ આત્માને
અનુભવમાં લેવો. અંદરના સૂક્ષ્મ વિકલ્પોને પણ બાદ કરતાં જે એકલું
ચૈતન્યસ્વરૂપ પરમ શાંત વેદાય છે–તેમાં આત્મા બિરાજમાન છે; તે જ આત્મા
છે, એટલે કે તે જ હું છું; એનાથી બાહ્ય બીજા કોઈ ભાવો હું નથી.
–જેને આત્માની શાંતિ જોઈતી હોય તેણે આ કર્યે છૂટકો છે. આના
સિવાય બીજી કોઈ જ રીત આત્મશાંતિ માટે નથી.
* આત્માના અનુભવ માટે અંદરમાં ઘણી ધીરજ જોઈએ. આકુળતા કરે–તે કાંઈ
ઉપાય નથી. જ્ઞાનમાં આકુળતા નથી, જ્ઞાન તો ધીરું છે–શાંત છે. જગતથી ઉદાસ
રહીને–નિરપેક્ષભાવે પોતે પોતાના સ્વરૂપને સાધી લેવા જેવું છે.
એ જગવાસી યહ જગત ઈનસોં તોહિ ન કાજ;
તેરે ઘટમેં જગ વસે, તામેં તેરો રાજ.
અરે જીવ! બહારનું આ જગત કે જગતના જીવો, એનાથી તારે શું કામ
છે? એની સાથે તારે કોઈ સંબંધ નથી. તું તો તેનાથી ભિન્ન છો; તારા જ્ઞાન–
ઘટમાં તારી જ્ઞાનનિધિ બિરાજે છે, તેમાં તારૂ રાજ છે, તેનો તું અનુભવ કર.
ભાઈ, પરની સાથે તારે શું સંબંધ છે? દુનિયામાં કોઈ વખાણ કરે કે કોઈ નિંદા
કરે તેનાથી તારે શું કામ છે? તેમાં તારૂં કાંઈ હિત–અહિત નથી. તારા
જ્ઞાનસામર્થ્યમાં આખું જગત જ્ઞેયપણે જણાઈ જાય છે, અંતરમાં આવા તારા
જ્ઞાનને તું દેખ. બહારમાં જગતના જીવો સાથે તારે કાંઈ કામ નથી.
* અરેરે, દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે...અવસર તો ચાલ્યો જાય
છે; અંતરમાં સન્મુખતા કર્યા વગર ક્્યાંય શાંતિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં
નિજસ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે.

PDF/HTML Page 39 of 44
single page version

background image
*
જેમ ચોમાસામાં જીવો વરસાદની અત્યંત આતૂરતાથી વાટ જુએ છે, જરાક વાર
લાગે ત્યાં આકુળ–વ્યાકુળ થઈ જાય છે, તેમ અંદરમાં આત્મામાં આનંદની
ધારાનો વરસાદ કેમ વરસે–તે માટે આતુરતા કરે, ને તેનો પ્રયત્ન કરે તો અંદર
અપૂર્વ અમૃતની ધારા વરસે ને સમ્યક્ત્વાદિ ગુણોનાં અપૂર્વ પાક પાકે.–પછી તેને
મોક્ષમાં જતાં કોઈ રોકનાર નથી. અહા, જેની વાત સાંભળતાં પણ આનંદ થાય
એવો આ આત્મા છે. બાપુ! બહારની હોશિયારીમાં કાંઈ સાર નથી, અંદર
આત્માની શાંતિના અનુભવમાં હોશિયારી પ્રગટ કરને!
* અહા, આવું પોતાનું પરમતત્ત્વ–તેની તો ગતાગમ કરતો નથી, ને બહારની
ગડમથલમાં લાગ્યો રહે છે, પણ બાપુ! આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે.
અરે જીવ! તું અંતરમાં જા...તેમાં ઢીલ ન કર. તેમાં વાર ન લગાડ. અરે,
જેની રુચિ થઈ, જેની લગની લાગી તેમાં વાર શી? આજે જ, વર્તમાનમાં
અત્યારે જ તારું આત્મલક્ષ કરી લે. પ્રવચનસારમાં ઘણું ઘણું વર્ણન કરીને છેલ્લે
આચાર્યદેવ કહે છે કે હે જીવો! આવા પરમાનંદમય સ્વતત્ત્વને આજે જ તમે
અનુભવો. અનેકાંતમય જિનશાસનના વશે તમે ચૈતન્યસ્વરૂપ આત્માને
આનંદસહિત હમણાં જ અનુભવો...અત્યારે જ તમારા પરિણામને અંર્તમુખ
કરીને આત્માના પરમ–સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યો.
* જુઓ, ઋષભદેવ વગેરે છ જીવોને ભોગભૂમિમાં સમ્યકત્વનો ઉપદેશ આપતાં
મુનિવરોએ પણ એમ જ કહ્યું હતું કે હે જીવ! તું હમણાં જ સમ્યકત્વને ગ્રહણ કર.
અત્યારે જ તેની લબ્ધિનો સ્વકાળ છે. (
तत् गृहाण अद्य सम्यक्त्वं तत् लाभे
काल एष ते।) અને તે ઋષભાદિ છ જીવો પણ તરત જ તત્ક્ષણે અંતરમાં
ઊતરીને સમ્યગ્દર્શન પામી ગયા. (આ પ્રસંગનું ભાવભીનું ચિત્ર સમ્યગ્દર્શન ભાગ
૪ ના પૂંઠા પર આપ જોઈ શકશો; સોનગઢ–જિનમંદિરમાં પણ તે ચિત્ર છે.)
* * * * *
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક
જાણે છે કે આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્‌યો છું. સ્વાનુભવ
થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ.
આ રીતે અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે છે.

PDF/HTML Page 40 of 44
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
* અમારો આફ્રિકાનો પત્ર *
આફ્રિકામાં આપણા સેંકડો મુમુક્ષુ ભાઈઓ વસે છે, દર વર્ષે હજારો ધાર્મિક
પુસ્તકો મંગાવીને હોંશથી વાંચે છે, આત્મધર્મ પણ મંગાવે છે, સોનગઢના વાતાવરણથી
પરિચિત રહીને દરેક પ્રસંગે પોતાના તરફથી ઉત્સાહભર્યો સન્દેશ મોકલવાનું પણ ચુકતા
નથી; ત્યાંના એક આગેવાન મુમુક્ષુ ભાઈશ્રી ભગવાનજી કે. શાહ (જેમણે સોનગઢમાં
પરમાગમ–મંદિરનું શિલાન્યાસ કર્યું હતું) તેઓ ગુરુદેવ પ્રત્યે ઘણી ભક્તિપૂર્વક પોતાના
ઉલ્લાસભરેલા પત્રમાં મોમ્બાસાથી લખે છે કે–
અહીં રેકોર્ડિંગમશીનથી ગુરુદેવના પ્રવચનો સાંભળતાં આનંદ થાય છે. વિશેષમાં
આત્મધર્મની જુની ફાઈલો શરૂઆતથી વાંચીએ છીએ, તેમાં મુખ્ય લખાણો સાથે સમાચારો તથા
સોનગઢમાં થઈ રહેલ સત્ધર્મ–પ્રભાવના અને ગુરુદેવના અમૃતવચનો વાંચતાં ૨૮ વર્ષનું બધું નજરે
દેખાય છે. ખરેખર, આત્મધર્મ અમારા માટે દીવાદાંડી સમાન માર્ગદર્શક ઝળકતો દીવો છે; તેનો પ્રકાશ
દૂરદૂરના ભવ્યજીવોને પણ આત્માના ધર્મનો માર્ગ બતાવે છે. જ્ઞાનકળાનો સંગ્રહ અને ખજાનો
આત્મધર્મના અંકોમાં ભરપૂર ભર્યો છે; મુખ્ય મુખ્ય પ્રભાવનાના વિષયો કોઈપણ રહી ગયા ન હોય
એવી કાળજીથી સંગ્રહ કરેલ છે. આ ફાઈલો વાંચતાં અને પહેલાંંના પ્રસંગો જાણતાં રોમાંચ ખડા થઈ
જાય છે, જાણે આખા સોનગઢનો આટલા વર્ષોનો ઈતિહાસ નજર સામે દેખાય છે. ખરેખર
આત્મધર્મના એકેક અંકમાં અમૂલ્ય ખજાનો અને શાસ્ત્રોનો નીચોડ છે. આ બધો પ્રતાપ અને ઉપકાર
પૂ. ગુરુદેવશ્રીનો છે. આવા અમૂલ્ય ખજાનાનું જે કોઈ વાંચન–મનન કરશે તેને અનેક વર્ષોનો એકઠો
થયેલો સંગ્રહ થોડા વખતમાં જાણવા–સમજવા મળશે ને સત્ધર્મની ભાવના જાગૃત થશે. પૂ.
ગુરુદેવના અંતરના ભાવોનો આપે પરિશ્રમપૂર્વક આત્મધર્મમાં જે સંગ્રહ અને સંકલના કરી છે તેનો
લાભ હજારો વર્ષો સુધી જિજ્ઞાસુઓને મળતો રહેશે. આ કાર્યમાં ખૂબ ઉત્સાહ બદલ ધન્યવાદ!
(–ભગવાનજી કચરાભાઈ શાહ)
યાદ આવે છે અકંપમુનિરાજ...યાદ આવે છે વિષ્ણુમુનિરાજ
શ્રાવણ સુદ પૂર્ણિમા...વાત્સલ્યનું મહાન પર્વ...ધર્મરક્ષાનું મહાન પર્વ...એ દિવસ નજીક
આવે છે ને અંતરમાં વાત્સલ્યની, ધર્મપ્રેમની, સાધર્મીસ્નેહની અવનવી ઉર્મિઓ જગાડે છે. ધન્ય એ
આરાધનામાં અડોલ અકંપ મુનિવરો, ધન્ય એ વત્સ્લવંતા મુનિરાજ...ને ધન્ય એ હસ્તિનાપુરીના
ધર્મપ્રમી શ્રાવકો. તે સૌને વાત્સલ્યાદિ અષ્ટાંગ સહિત સમ્યક્ત્વની આરાધનાપૂર્વક નમસ્કાર હો.
(આવતા અંકે વાત્સલ્યઅંગની કથા રજુ થવાની હોવાથી અત્રે વિશેષ નથી લખતા.)