Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
વિવિધ વચનામૃત
જેનામાં સુખ છે–તેને જાણતાં સુખ થાય છે.
જેનામાં સુખ નથી તેને જાણતાં સુખ થતું નથી.
સુખનો રસ્તો
મોક્ષ એટલે શું? મોક્ષ એટલે પુરું સુખ.
રાગ સુખ છે કે દુઃખ? રાગ તે દુઃખ છે.
રાગવડે મોક્ષ થાય? ના; રાગવડે તો દુઃખ થાય.
જો દુઃખવડે સુખ થાય તો રાગવડે મોક્ષ થાય.
રાગવડે મોક્ષ માનવો તે તો દુઃખી થવાનો
રસ્તો છે.
રાગથી ભિન્ન આત્માને સાધવો તે સુખનો
રસ્તો છે.
* * *
ચૈતન્યસ્વરૂપની સ્વાનુભૂતિમાં રમતા
જ્ઞાનીઓને દેખીને મુમુક્ષુને સ્વાનુભવની પ્રેરણા
જાગે છે.
દુનિયામાં ગમે ત્યાં હોય–મુમુક્ષુ જીવ
પોતાના આત્મહિતના ધ્યેયને કદી ભૂલતો નથી,
કે ઢીલું કરતો નથી.
આનંદના ધામમાં શોક શા?
સુખના ધામમાં દુઃખ શા?
જ્ઞાનના ધામમાં અજ્ઞાન શા?
મુક્તિના માર્ગમાં મુંઝવણ શી?
જ્ઞાનભાવ છે સુખનું ધામ;
રાગતણું ત્યાં શું છે કામ?
આતમલક્ષ્મી ખોલ ખજાના;
જો તું ચાહે મોક્ષમેં જાના.
* * *
સ્વને જાણું પરને જાણું;
સ્વમાં પરને કદી ન માનું.
* * *
સુખને ઈચ્છું દુઃખથી ડરું;
મિથ્યા ભાવો કદી ન કરું.
* * *
બ્રહ્મ–ઔષધિ
ભોગોપભોગ સામગ્રીથી જીવને કાંઈ
લાભ નથી; એ તો ઉલટા તુષ્ણા વધારનાર છે.
કામજવરનો નાશ બ્રહ્મરૂપી ઉત્તમઔષધિના
સેવન વડે જ થાય છે, વિષયભોગો વડે નહીં.
માટે સૂજ્ઞમનુષ્યોએ બ્રહ્મપદ–સિદ્ધપદ પ્રાપ્ત કરવા
માટે બ્રહ્મનું સેવન કરવું જોઈએ.
* * *
જ્ઞાનીની સેવા રાગદ્વેષ વડે થતી નથી.
જ્ઞાનીની સેવા જ્ઞાનભાવવડે જ થાય છે. રાગથી
ભિન્ન જ્ઞાનભાવરૂપે જે પરિણમ્યો તેણે જ

PDF/HTML Page 42 of 44
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ગ્રાહકોને સૂચના –
* આપણા આત્મધર્મનું ૨૯મું વર્ષ આ કારતક માસથી શરૂ થશે; તેના અંકો દરેક
અંગ્રેજી મહિનાની પચીસમી તારીખે પોસ્ટ થશે. પણ તેનું છાપકામ તો દશમી
તારીખથી શરૂ થઈ જાય છે,–માટે દશમી તારીખ પહેલાં આપનું લવાજમ સોનગઢ
પહોંચાડો, જેથી અંકની નકલ કેટલી વધુ છાપવી તે ખ્યાલમાં આવે.
* ચાલુ ગ્રાહકો તો બધાય પોતાનું લવાજમ સમયસર મોકલી જ દેશે, તેનો વિશ્વાસ છે;
તે ઉપરાંત તમારા સ્નેહી–મિત્રજનોને પણ ચૈતન્યની આ અમૂલ્ય વાનગીનો સ્વાદ
ચખાડવા માટે તેમને આત્મધર્મ મોકલો.
* આ વર્ષે અનેક સુંદર પુસ્તકો ભેટ મળવાના છે. આ સંબંધમાં એટલું ધ્યાનમાં લેવું
જરૂરી છે કે–પુસ્તકો ભેટ આપતી વખતે જેટલા ગ્રાહકો નોંધાયેલા હશે તે ગ્રાહકોને
જ તે પુસ્તક ભેટ મળશે. પાછળથી થનાર ગ્રાહકોને માટે ભેટપુસ્તક મળવાની કોઈ
બાંહેધરી નથી.
* આત્મધર્મના અંકો મર્યાદિત સંખ્યામાં છપાય છે, જુના અંકો વિશેષ સ્ટોકમાં રહેતા
નથી; એટલે વર્ષની અધવચ્ચે થનારા ઘણા ગ્રાહકોને શરૂઆતના અંકો મળવાનું
મુશ્કેલ બની જાય છે.
* અંક દરમહિને પચીસમી તારીખે નિયમિત રવાના થશે; પહેલી તારીખ સુધીમાં
આપને અંક ન મળે તો તરત જ અઠવાડિયામાં જ ખબર આપો, એટલે આપને
બીજો અંક તત્કાળ મોકલી આપીશું.–પણ એક શરત? કે પત્રમાં આપનું પૂરું
સરનામું લખવું. આપે લવાજમ તો ભર્યું છે ને! તેની પણ ખાતરી કરી લેશોજી.
(આ વર્ષે સંપાદક પોતે આ વ્યવસ્થામાં ધ્યાન આપશે; તેમાં સહકાર માટે અંક
સંબંધી ફરિયાદ વધુમાં વધુ એકમાસની અંદર લખવી જરૂરી છે.)
* આત્મધર્મના સુધારા–વધારા બાબત આપ જે કાંઈ સહકાર–સલાહ–સૂચના આપવા
માંગતા હો તે સંપાદક ઉપર ખુશીથી લખી શકો છો.
[સંપાદક–આત્મધર્મ, સોનગઢ સૌરાષ્ટ્ર]
અમારી આ બધી નાનકડી સૂચનાઓનો અમલ કરવો તે આપને માટે સાવ
સહેલું છે; પણ આપનો આટલો સહકાર અહીં સંસ્થામાં અમને વ્યવસ્થામાં ખૂબ
ઉપયોગી થાય છે. આત્મધર્મના ગૌરવવંતા ગ્રાહકો પ્રત્યે આટલી સૂચનાથી વિશેષ
કહેવાની જરૂર રહેતી નથી. – जयजिनेन्द्र

PDF/HTML Page 43 of 44
single page version

background image
આપણી વાત
[સંપાદકીય]
અહા, જગતમંગલકારી આપણા જૈનશાસનમાં આત્માના પરમ હિતનો જે માર્ગ
તીર્થંકર ભગવંતોએ પ્રકાશ્યો, કુન્દકુન્દઆચાર્યદેવ જેવા વીતરાગ સંતોએ જે
વીતરાગમાર્ગનો પ્રવાહ વહેતો રાખ્યો, અને કુન્દકુન્દપ્રભુના એ વીતરાગમાર્ગને શ્રી
કહાનગુરુ આજે આપણી સમક્ષ આ ભરતક્ષેત્રમાં પ્રકાશી રહ્યા છે–તે મહાન આનંદની
વાત છે. વિદેહમાં સદાય વહેતો ધર્મપ્રવાહ આજે આપણને આ ભરતક્ષેત્રમાં પણ મળી
રહ્યો છે.
બંધુઓ, આ ભરતક્ષેત્રમાં ચોથાકાળ જેવા ધર્મકાળમાં પણ વચ્ચેવચ્ચે અસંખ્ય
વર્ષો સુધી ધર્મનો વિરહ થઈ ગયો હતો એટલે જૈનધર્મના વક્તા કે શ્રોતા કોઈ
સમ્યગ્દ્રષ્ટિ જીવ અસંખ્યવર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં ન હતા; એ રીતે ચોથા કાળમાંય
દુર્લભ એવો આ જૈનધર્મ અત્યારે આ પંચમકાળે પણ આપણને કહાનગુરુના શ્રીમુખે
નિરંતર સાક્ષાત્ સાંભળવા મળી રહ્યો છે, અને સ્વાનુભવથી તે માર્ગને સાધનારા
સમ્યગ્દ્રષ્ટિ જીવો સાક્ષાત્ નજરે જોવા મળે છે,–તો શું ઓલા ચોથાકાળ કરતાંય આપણે
આ પંચમકાળમાં વધારે ભાગ્યશાળી નથી?
ગુરુદેવ જે પરમ શાંતિનો વીતરાગમાર્ગ દેખાડે છે, ચૈતન્યમહિમાનો જે દરિયો
રોજરોજ ઉલ્લસાવે છે, તેમાંથી ઝીલીને થોડીસી મધુરી વાનગી આપણું આ આત્મધર્મ
ઘરેઘરે પહોંચાડે છે, મુમુક્ષુઓ આનંદથી તે વાંચે છે.....તે વાંચીને, તેમાં ગુરુદેવે બતાવેલો
વીતરાગમાર્ગ જાણીને આપણને ઘણો આહ્લાદ થાય છે, બહુમાન આવે છે.
આવા ‘આત્મધર્મ’ ની વ્યવસ્થામાં સાથ આપવો, તેનો આદર કરવો, તેની
પ્રભાવના કરવી તે પણ મુમુક્ષુનું પ્રિય કામ છે. આ કાર્ય માટે આત્મધર્મ આપની પાસેથી
નીચેની થોડીક અપેક્ષા રાખે છે–
આ અંક મળ્‌યા પછી એક જ અઠવાડીયામાં આપ આપનું લવાજમ ચાર રૂપિયા
નીચેના સરનામે મોકલી આપશો– [આત્મધર્મ કાર્યાલય, સોનગઢ સૌરાષ્ટ્ર]
–વિશેષ સૂચનાઓ સામે પાને ફરીથી વાંચો.

PDF/HTML Page 44 of 44
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
* ચૈતન્યની ચર્ચાના ચમકારા *
* જ્ઞાન જગતનું શિરતાજ છે; જ્ઞાન આનંદનું ધામ છે.
* જ્ઞાનની અચિંત્ય મહાનતા પાસે રાગાદિ પરભાવોનું કાંઈ જોર ચાલતું નથી, જ્ઞાનથી
તે સર્વે પરભાવો જુદા જ રહે છે, બહાર જ રહે છે. જ્ઞાન તો કોઈ પરભાવથી ન
દબાય એવું ઉદ્ધત છે–મહાન છે. આવા જ્ઞાનપણે જ હે જીવ! તું તને ચિંતવ.
* વાહ રે વાહ, મોક્ષમાર્ગી સંતો! કેટલો તમારો મહિમા કરું? તમારી ચેતનાનો અગમ
અપાર મહિમા તો સ્વાનુભૂતિગમ્ય છે....એવી સ્વાનુભૂતિવડે આપનો સત્યમહિમા
કરું છું. વિકલ્પ વડે તો આપના મહિમાનું માપ ક્યાં થઈ શકે છે?
* સ્વાનુભૂતિની નિર્મળપર્યાયરૂપ માર્ગદ્વારા હે જીવ! તું તારા ચૈતન્યના આનંદ–
સરોવરમાં પ્રવેશ કર.
* જીવને સાચો સંતોષ ત્યારે જ થાય કે જ્યારે પોતાના પરમ તત્ત્વને, પોતામાં જ
દેખે.... ને પરને પોતાથી ભિન્ન દેખે.
* હે જીવ! જે કામ કરવાથી તને આત્માનો આનંદ પ્રાપ્ત થતો હોય–તે કાર્ય હમણાં જ
કરી લે; તેમાં વિલંબ ન કર.
* તારા ઉપયોગને તારા અંતરમાં લઈ જા–કે તરત જ તને આનંદની અનુભૂતિ થશે.
આ અનુભૂતિના પંથ જગતથી ન્યારા છે.
* ‘હું કોણ? ’ ‘હું’ એટલે જ્ઞાન ને આનંદ; હું એટલે રાગ કે શરીર નહીં.–આવી
અર્ન્ત પરિણતિવડે આત્મા પ્રાપ્ત થાય છે.
* મારે મારા આત્માના જ્ઞાનસ્વભાવ સાથે કામ છે, બીજા કોઈ સાથે મારે કામ નથી.
મારા સ્વભાવમાં ઊંડો ઉતરીને તેને એકને જ હું સદાય ભાવું છું, તેનો જ વારંવાર
પરિચય કરું છું.
* ધર્મીને સર્વજ્ઞભગવાનનો વિરહ નથી; અંતરના સર્વજ્ઞસ્વભાવને ઓળખીને પોતે
ભગવાનના માર્ગમાં આવી ગયો છે; ભગવાનને સાક્ષાત્ ભેટીને રીઝવી લીધા છે.
મુમુક્ષુજીવે અંતર્મુખ થઈને વારંવાર ક્ષણેક્ષણે પરમ મહિમાપૂર્વક શુદ્ધજ્ઞાનની સમ્યક્
અનુભૂતિ કરવા જેવી છે. તે અનુભૂતિમાં જ સાક્ષાત્ ભગવાનનો ભેટો થાય છે.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) આસો : (૩૩૬)