Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
રસ છૂટી ગયો છે. આવા ચૈતન્યવીતરાગરસપણે આત્મા અનુભવાય છે– તે સત્ છે, તે
કાંઈ કલ્પના નથી, વિકલ્પ નથી પણ એવો સાક્ષાત્ અનુભવ ધર્મીંને વર્તે છે. ધર્મીને
પોતાના જ્ઞાનમાં થોડોક ચૈતન્યરસ અનુભવાય અને થોડોક રાગનો રસ અનુભવાય
એમ બે રસનો અનુભવ નથી, પણ એકલા એક વિજ્ઞાનઘન ચૈતન્યરસપણે જ તેને
પોતાનો આત્મા અનુભવાય છે, તેમાં બીજાનો અનુભવ નથી; રાગનો અનુભવ જ્ઞાનમાં
નથી, જ્ઞાનથી બહાર છે. એટલે જ્ઞાનીને એક વિજ્ઞાનરસપણે જ આત્મા અનુભવાય છે,
ત્યારે અજ્ઞાનીને એકલા રાગરસપણે જ આત્મા અનુભવાય છે, રાગ વગરના
ચૈતન્યરસની તેને ખબર નથી.
અહો, રાગથી ભિન્ન ચૈતન્યરસના અતીન્દ્રિયઆનંદનો સ્વાદ જ્યાં ચાખ્યો ત્યાં
ધર્મીની પરિણતિ બીજે બધેથી પાછી વળીને અંતરમાં ચૈતન્યરસ તરફ જ ઢળી,
ચૈતન્યરસ તરફ જ ખેંચાઈને પોતાના ચૈતન્યસ્વભાવમાં જ તે મગ્ન થઈ. અહા, ચૈતન્ય
રસ ચાખ્યો તે રાગના આકુળરસનો સ્વાદ લેવા કેમ જાય? તે રાગને ધર્મ કેમ માને?
વીતરાગ ભગવાનનો માર્ગ તો આવો છે શુભરાગથી મળી જાય – એવો કાંઈ વીતરાગ
દેવનો માર્ગ નથી બાપુ! વીતરાગના મારગડા જગતથી ને રાગથી જુદા છે, એ તો
અંતરમાં સમાય છે.
અહા, આવો વીતરાગીમાર્ગ બતાવનાર, આત્માનું સ્વરૂપ બતાવનાર એવા
વીતરાગી દેવ – ગુરુ – શાસ્ત્રો પ્રત્યે મુમુક્ષુજીવને પરમ બહુમાન અને ભક્તિનો ભાવ
આવે છે. સાચા દેવ – ગુરુ – શાસ્ત્રને માનવા તે કાંઈ મિથ્યાત્વ નથી; દેવ – ગુરુ
તરફનો ભાવ તે તો શુભરાગ છે; પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ મિથ્યાત્વ નથી, પણ દેવ
– ગુરુ તરફના તે શુભરાગને ધર્મ માનવો કે તેને મોક્ષનું ખરૂં કારણ માનવું – એવી
ઊંધી માન્યતા મિથ્યાત્વ છે. દેવ – ગુરુ – શાસ્ત્રના બહુમાનનો શુભરાગ તો ધર્મી –
સમ્યગ્દ્રષ્ટિને પણ હોય છે; પણ ધર્મી પોતાના જ્ઞાનને તે રાગથી જુદું જ અનુભવે છે,
તેથી તેને મિથ્યાત્વ નથી. અજ્ઞાની શુભરાગનો કર્તા થઈ ને તેને જ પોતાનું કાર્ય માને
છે ને તેનાથી જુદા જ્ઞાનને ભૂલી જાય છે તેથી તેને મિથ્યાત્વ છે. શુભરાગ પોતે
મિથ્યાત્વ નથી, પણ રાગ અને જ્ઞાનની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વ છે.
ભાઈ, રાગ કાંઈ તારા જ્ઞાનાદિનું કારણ થાય નહીં. રાગ કાંઈ સ્વભાવની વસ્તુ

PDF/HTML Page 42 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૯ :
નથી, તેનું કર્તૃત્વ આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી. વિકલ્પ તે અજ્ઞાનીનું કાર્ય છે,
જ્ઞાનીને વિકલ્પ તે જ્ઞેયપણે છે, જ્ઞાનના કાર્યપણે નહીં. માટે કહ્યું કે વિકલ્પનો કરનાર
અજ્ઞાની છે. જ્ઞાની તો જ્ઞાનસ્વભાવનો જ કરનાર છે, તે વિકલ્પનો જુદાપણે જાણનાર
છે, કરનાર નથી. જ્ઞાનસ્વભાવની અનુભૂતિ વડે આવી અપૂર્વ જ્ઞાનદશા પ્રગટે છે. અને
સોનગઢ – સમાચાર
પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજમાન છે. સવારે શ્રી નિયમસારજી અને
બપોરે શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર સુંદર પ્રવચનો ચાલી રહ્યા છે. જયપુરથી શેઠશ્રી
પૂરણચંદ્રજી ગોદીકા, શ્રી પં. હુકમચંદજી શાસ્ત્રી તથા મહેન્દ્રકુમારજી સેઠી અને ફતેપુરથી
શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા પૂજ્ય ગુરુદેવના સત્સમાગમ તથા પ્રવચનોનો લાભ
લેવા સોનગઢ આવ્યા હતા. તદુપરાંત મહારાષ્ટ્રના મુમુક્ષુઓ પણ પૂજ્ય ગુરુદેવના
સત્સમાગનો લાભ લેવા આવ્યા છે.
શ્રી પરમાગમ મંદિરનું નિર્માણકાર્ય તથા મશીન દ્વારા શ્રી સમયસારજી શાસ્ત્રના
અક્ષરો કોતરવાનું કામ બરાબર ચાલી રહ્યું છે. માગશર વદ આઠમે પૂજ્ય ગુરુદેવશ્રીના
સુહસ્તે ઈટાલીથી આવેલા મશીન દ્વારા અક્ષરો કોતરવાની મંગળ શરૂઆત અજિત
પ્રેસમાં થઈ, તે પ્રસંગે મુમુક્ષુઓએ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
સં. ૨૦૨૯ ના ગ્રાહકોને “વીતરાગ વિજ્ઞાન” (છહઢાળા – પ્રવચન ભાગ, ૩)
પુસ્તક સ્વ. શ્રી વછરાજભાઈ ગુલાબચંદ કામદાર ગોંડલવાળાનાં સુપુત્રો તરફથી ભેટ
આપવાનું છે. જેઓ રૂબરૂ પુસ્તક નથી લઈ ગયા અને પોસ્ટ દ્વારા મંગાવવા ઈચ્છા હોય
તેમણે નીચેના સરનામે ૦–૪૦ પૈસાની પોસ્ટની ટિકિટો બીડવી અને રજીસ્ટરથી
મંગાવવા ઈચ્છનારે ૧–૪૦ ની ટિકિટો બીડવી. ટિકિટો મોકલનારને જ સંસ્થા પોસ્ટ
દ્વારા મોકલે છે.
– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
* અમદાવાદ મુમુક્ષુ મંડળના ભાઈશ્રી જીવણભાઈ દોશી (– તેઓ ભાઈશ્રી
ચુનીભાઈ દોશીના પિતાશ્રી) ૯૩ વર્ષની ઉંમરે તા. ૨૮–૧૧–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* લાઠીના ભાઈશ્રી વિનયકાંત નગીનદાસ વગેરેના મોટાબા વૃજકુંવરબા
(ઉ. વ. ૮૭) માગશર સુદ એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* સાંકળીબેન પોપટલાલ (તેઓ વનમાળીદાસ પોપટલાલના બહેન) જુનાગઢના
ખામધ્રોળ મુકામે તા. ૧૩–૧૨–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. આંખે દેખાતું
ન હોવા છતાં અનેક વર્ષોથી સોનગઢ રહીને તેઓ લાભ લેતા હતા.
* બોટાદના શેઠશ્રી જેઠાલાલ સંઘજીના સુપુત્ર ભાઈશ્રી નૌતમલાલ જેઠાલાલ
કારતક વદ ૧૧ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ઉંમર માત્ર
૪૮ વર્ષની હતી. તેઓ ભદ્રિક અને તત્ત્વજિજ્ઞાસુ હતા. થોડા વખત પહેલાંં
સોનગઢ આવ્યાં હતા. અંતિમ દિવસે સવારે તેમના ધર્મપત્ની સુશીલાબેને તેમને
ભક્તામર સ્તોત્ર વગેરે સંભળાવ્યું હતું.
* ગઢડાના ભાઈશ્રી શાંતિલાલ સુખલાલ કામદારના માતુશ્રી કંકુબા કારતક સુદ
એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* સાયલા (મારવાડ) ના ભાઈશ્રી વનેચંદ ત્રિકમજી કારતક સુદ ૧૪ ના રોજ
જાલોર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુના શરણે આત્મહિત પામો.
[આમાંથી કેટલાક સમાચાર ગતાંકમાં છાપવા આપેલ પણ ભૂલથી રહી ગયા હતા, તેથી
વિલંબથી છપાય છે.]

PDF/HTML Page 44 of 45
single page version

background image
અંર્તતત્ત્વનો અનુભવ

*
વન – જંગલમાં વીતરાગી સંતો ક્ષણે ને પળે પોતાના અંર્તતત્ત્વને
નિર્વિકલ્પ થઈને અનુભવે છે. અહા, ધન્ય છે તે અનુભવની પળ!
ધર્મી ગૃહસ્થ પણ ઘરમાં ક્યારેક આવો નિર્વિકલ્પ અનુભવ કરે છે.
* અહા, આવા પોતાના અંર્તતત્ત્વનો નિર્ણય કરે તો અંતરમાં ઊતરીને
અનુભવ કરવાનો અવસર આવે. સ્વદ્રવ્ય કેવું છે તેને ઓળખીને તે
ઉપાદેય કરવા જેવું છે. ઉપાદેય કઈ રીતે કરવું? – તેની સન્મુખ થઈને
અનુભવ કર્યો એટલે તે ઉપાદેય થયું; અને તેનાથી વિરુદ્ધ બધા
વિભાગો હેય થઈ ગયા, તેમનું લક્ષ છૂટી ગયું.
* જે એક સહજ જ્ઞાયકભાવ છે તે પરમતત્ત્વ છે ને બીજા બધા ભેદ
ભંગરૂપ વ્યવહારભાવો તે અપરમભાવ છે. પરમભાવરૂપ જે શુદ્ધતત્ત્વ
તેના અનુભવથી પ્રચુર આનંદસહિત આત્માનો નિજવૈભવ પ્રગટે છે;
તે મોક્ષમાર્ગ છે. માટે પરમભાવ જ અનુભવ કરવા યોગ્ય છે.
* મોક્ષમાર્ગના શુદ્ધભાવમાં વ્યવહારના કોઈ ભેદ – ભંગનું આલંબન
નથી, એક સહજ પરમતત્ત્વનું જ આલંબન છે; તેના અનુભવથી જ
સમ્યગ્દ્રર્શન થાય છે, તેના અનુભવથી જ ચારિત્રદશા અને કેવળજ્ઞાન
થાય છે.
* આવા – અભેદ પરમતત્ત્વના અનુભવ પહેલાંં ભેદના વિકલ્પો આવે
છે; શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય વગેરેના વિચારમાં સાથે વિકલ્પ આવે
છે, તે વિકલ્પનો ખેદ છે, તેની હોંશ નથી, તેના પ્રત્યે ઉત્સુકતા નથી,
શુદ્ધ સ્વભાવ તરફની જ હોંશ ને ઉત્સુક્તા છે. અરે, સીધેસીધા પરમ
સ્વભાવમાં જ પહોંચી જવાની ભાવના છે, તેના જ અનુભવનું લક્ષ
છે, પણ વચ્ચે ભેદ– વિકલ્પો આવી જાય છે તેની ભાવના નથી.

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
માગશર વદ આઠમ
તા. ૨૭–૧૨–૭૨ ના રોજ
પૂ. ગુરુદેવશ્રીના શુભહસ્તે
ઈટાલીથી આવેલા મશીન
દ્વારા આરસ ઉપર શ્રી
સમયસારજી પરમાગમના
કોતરકામનું મંગળ ઉદ્ઘાટન
અજિત મુદ્રણાલયમાં થયું તે
પ્રસંગનું દ્રશ્ય. જયપુરના શેઠ
શ્રી પૂરણચંદ્રજી ગોદીકા
મશીન દ્વારા અક્ષર કોતરે છે.
પાસે શ્રી પં. હિંમતભાઈ તથા
શ્રી પોપટલાલ મોહનલાલ
વોરા વગેરે ઊભા છે.

પૂજ્ય ગુરુદેવશ્રી મશીન દ્વારા
અક્ષરો કોતરવાની મંગળ – વિધિ કરી
રહ્યા છે. પાસે શ્રી પોપટલાલ મોહનલાલ
વોરાના સુપુત્ર શ્રી હસમુભાઈ ઊભા છે
અને પૂજ્ય ગુરુદેવને મશીન સંબંધી
માહિતી આપે છે.
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર
ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૨પ૦