Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
૨૬૮.


૨૬૯.



૨૭૦.


૨૭૧.


૨૭૨.


૨૭૩.



૨૭૪.



૨૭પ.
હિંસા કોને કહે છે?
જેટલા રાગાદિ ભાવો છે તેટલી
ચૈતન્યની હિંસા છે.
હિંસા – અહિંસાનું આવું સ્વરૂપ ક્યાં
છે?
સર્વજ્ઞદેવના મતમાં જ છે; બીજે
ક્યાંય નથી.
આવા અહિંસા–ધર્મને કોણ ઓળખે
છે?
સમ્યગ્દ્રષ્ટિ જ ઓળખે છે.
જૈનસાધુ કેવા હોય છે?
સદા નિર્ગ્રંથ હોય છે; તેમને વસ્ત્ર
હોતા નથી.
એનાથી વિરુદ્ધ સાધુપણું માને તો?
– તો તેને સમ્યક્ત્વનાં સાચા
નિમિત્તની ખબર નથી.
જીવ કઈ વિદ્યા પૂર્વે કદી નથી
ભણ્યો?
વીતરાગ – વિજ્ઞાનરૂપ સાચી ચૈતન્ય
વિદ્યા કદી નથી ભણ્યો.
જ્ઞાન આત્માથી કદી જુદું કેમ નથી
પડતું?
– કેમકે જ્ઞાન તે આત્માનું સ્વરૂપ જ
છે.
કર્મ અને શરીર કેવાં છે?
આત્માથી જુદી જાતનાં છે, તે
આત્માનું સ્વરૂપ નથી.
૨૭૬.



૨૭૭.


૨૭૮.



૨૭૯.

૨૮૦.

૨૮૧.


૨૮૨.



૨૮૩.


૨૮૪.
પુણ્ય – પાપવાળો આત્મા તે ખરો
આત્મા છે?
ના; ખરો આત્મા ચેતનારૂપ ને
આનંદરૂપ છે.
મુમુક્ષુજીવને શું સાધ્ય છે?
મુમુક્ષુજીવને મોક્ષપદ સિવાય બીજું
કાંઈ સાધ્ય નથી.
સાચો આનંદ (મોક્ષનો આનંદ) કેવો
છે?
‘સ્વયંભૂ’ છે, આત્મા જ તે – રૂપ
થયોછે.
સાધકદશાનો સમય કેટલો? ...
અસંખ્ય સમય.
સાધ્યરૂપ મોક્ષદશાને કાળ કેટલો? ...
અનંત.
સિદ્ધદશા– મોક્ષદશા કેવી છે?
મહા આનંદરૂપ; સમ્યક્ત્વાદિ સર્વ
ગુણ સહિત, આઠ કર્મ રહિત.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન છે તે
રાગવાળું છે?
ના; ત્યાં રાગ હોવા છતાં સમ્યગ્દર્શન
તો રાગ વગરનું જ છે.
સમ્યક્ત્વ સાથેનો રાગ કેવો છે?
તે બંધનું જ કારણ છે; સમ્યક્ત્વ તે
મોક્ષનું કારણ છે.
કોઈને એકલું વ્યવહાર સમ્યગ્દ્રર્શન
હોય?

PDF/HTML Page 22 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :


૨૮પ.



૨૮૬.


૨૮૭.


૨૮૮.


૨૮૯.



૨૯૦.


૨૯૧.



૨૯૨.
ના; નિશ્ચયપૂર્વક જ સાચો વ્યવહાર
હોય.
કોઈને એકલું નિશ્ચય સમ્યક્ત્વ
હોય?
હા, સિદ્ધગભવંતો વગેરેને એકલું
નિશ્ચય સમ્યક્ત્વ છે.
ચૈતન્યતત્ત્વ કેવું છે?
અહા! એનો અદ્ભુત મહિમા છે,
એમાં અનંત સ્વભાવો છે.
સમ્યગ્દર્શન કેમ પ્રગટે છે?
આનંદના અપૂર્વ વેદનસહિત
સમ્યગ્દ્રર્શન પ્રગટે છે.
સમ્યગ્દ્રર્શનની સાથે ધર્મીને શું હોય
છે?
નિઃશંકતાદિ આઠગુણ હોય છે.
જેણે ચૈતન્યસુખ ચાખ્યું નથી તેને શું
હોય છે?
તેને ઊંડેઊડે રાગની – પુણ્યની
ભોગની ચાહના હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ–જીવ ક્યાં વર્તે છે?
ચેતનામાં જ તન્મય વર્તે છે, રાગમાં
વર્તતો નથી.
ધર્મ કરશું તો પૈસા મળશે – એ
સાચું?
ના; એને ધર્મની ખબર નથી, તે તો
રાગને ધર્મ સમજે છે.
ધર્મથી શું મળે? –ધર્મથી આત્માનું
વીતરાગીસુખ મળે.
૨૯૩.


૨૯૪.
૨૯પ.


૨૯૬.


૨૯૭.



૨૯૮.

૨૯૯.


૩૦૦.

૩૦૧.



૩૦૨.
પુણ્યરૂપ ધર્મ કેવો છે?
તે સંસાર – ભોગનો હેતુ છે, તે
મોક્ષનો હેતુ નથી.
તે પુણ્યને કોણ ઈચ્છે છે – અજ્ઞાની.
ધર્મી કોને વાંછે છે?
તે પોતાના ચૈતન્ય–ચિંતામણિ
સિવાય કોઈને વાંછતો નથી.
સ્વર્ગનો દેવ આવે તો?
– તે કાંઈ ચમત્કાર નથી; ખરો
ચમત્કાર તો ચૈતન્યદેવનો છે.
વીતરાગતાનો સાધક ધર્મી કોને
નમે?
વીતરાગી દેવ સિવાય બીજા કોઈ
દેવને તે નમે નહિ.
અરિહંતના શરીરમાં રોગ કે અશુચી
હોય? – ના.
સાધકના શરીરમાં રોગાદિ હોય?
હા; પણ અંદર આત્મા સમ્યક્ત્વાદિથી
શોભી રહ્યો છે.
મુનિઓનો શણગાર શું? રત્નત્રય
તેમનો શણગાર છે?
એવા મુનિઓને દેખતાં આપણને શું
થાય છે?
અહો, બહુમાનથી તેમના ચરણોમાં
શિર નમી પડે છે.
ધર્મમાં મોટો કોણ?
જેના ગુણ વધારે તે મોટો; ધર્મમાં

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯

૩૦૩.


૩૦૪.



૩૦પ.



૩૦૬.



૩૦૭.



૩૦૮.



૩૦૯.
પુણ્યવડે મોટાઈ નથી.
ધર્મી એકલો હોય તો?
– તો પણ તે મુંઝાય નહીં; સત્ય
માર્ગમાં તે નિઃશંક છે.
જેમ માતાને પુત્ર વહાલો છે, તેમ
ધર્મીને શું વહાલું છે?
ધર્મીને વહાલા છે સાધર્મી, ધર્મીને
વહાલા છે રત્નત્રય
ધર્મની સાચી પ્રભાવના કોણ કરી
શકે?
જેણે પોતે ધર્મની આરાધા કરી હોય
તે.
ધર્મીને ચક્રવર્તીપદનોય મદ કેમ
નથી?
કેમકે ચૈતન્ય–તેજ પાસે ચક્રવર્તીપદ
ઝાંખું લાગે છે.
મનુષ્યનો ઉત્તમ અવતાર પામીને શું
કરવું?
ચૈતન્યની આરાધનાવડે ભવના
અંતનો ઉપાય કરવો.
પુત્રને દીક્ષા માટે માતાએ કઈ શરતે
રજા આપી?
– એવી શરતે કે, ફરીને બીજી માતા
ન કરવી.
શરીરના સુંદર રૂપનો મદ ધર્મીને કેમ
નથી?
કેમકે સૌથી સુંદર એવું ચૈતન્યરૂપ

૩૧૦.

૩૧૧.

૩૧૨.

૩૧૩.



૩૧૪.

૩૧પ.



૩૧૬.



૩૧૭.


૩૧૮.
તેણે દેખ્યું છે?
કદરૂપો – કાળો – કુબડો મનુષ્ય ધર્મ
કરી શકે? .... હા.
શરીરના સુંદર રૂપથી આત્માની
શોભા છે? .... ના.
આત્મા શેનાથી શોભે છે? –
સમ્યગ્દ્રર્શનરૂપ આભૂષણથી.
સૌથી ઊંચમાં ઊંચું ભણતર
કયું?
જે જ્ઞાનવડે આત્માની અનુભૂતિ થાય
તે.
સાચા શ્રુતજ્ઞાનનું ફળ શું? ....
આનંદ અને વીતરાગતા.
બાહ્યભણતરની કે ઈન્દ્રિયજ્ઞાનની
મહત્તા કોને લાગે?
આત્માના કેવળજ્ઞાનસ્વભાવને જે
નથી જાણતો તેને.
ધર્મીને બહારના ઠાઠ વૈભવનો મદ
કેમ નથી?
કેમકે સૌથી શ્રેષ્ઠ એવો ચૈતન્ય વૈભવ
તેણે દેખ્યો છે.
ધર્મીનાં જાતિ અને કૂળ કયા છે?
અમે સિદ્ધભગવંતોની જાતના,
તીર્થંકરોના કૂળના છીએ.
ભરત અને બાહુબલી લડ્યા ત્યારે શું
થયું?

PDF/HTML Page 24 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :


૩૧૯.

૩૨૦.



૩૨૧.


૩૨૨.



૩૨૩.

૩૨૪.


૩૨પ.

૩૨૬.

૩૨૭.

૩૨૮.
તે વખતેય બંનેની જ્ઞાનચેતના
રાગથી જુદી જ હતી.
શુભરાગને ધર્મ માને તેને ત્યાગ
વૈરાગ હોય? – ના.
સમ્યગ્દ્રષ્ટિ અવ્રતી હોય તોપણ
પ્રસંસનીય છે?
હા; અવ્રતી હોય છતાં તેનું સમ્યક્ત્વ
પ્રશંસનીય છે.
સંત–જ્ઞાનીઓ વારંવાર શું કહે છે?
‘જરાપણ કાળ ગુમાવ્યા વગર
સમ્યક્ત્વને ધારણ કરો.
સમ્યગ્દ્રર્શન તો ગમે તે ધર્મમાં થાય
ને?
ના; જૈનમાર્ગ સિવાય બીજે
સમ્યગદ્રર્શન હોતું નથી.
સમ્યગ્દ્રર્શન થતાં જીવને શું થયું?
તે પંચપરમેષ્ઠીની નાતમાં ભળ્‌યો.
સમ્યગ્દ્રર્શન વગરની શુભ કરણી પણ
કેવી છે?
તે પણ જીવને દુઃખકારી છે.
શું નરકમાં સમ્યગ્દ્રષ્ટિ હોય?
– હા, અસંખ્યાત છે.
કોઈ સમ્યગ્દ્રષ્ટિ –મનુષ્ય મરીને
વિદેહમાં ઊપજે? – ના.
જૈનમાર્ગ કેવો છે?
–એ ભગવાન થવાનો માર્ગછે.
ત્રણકાળ ને ત્રણલોકમાં જીવને શ્રેય



૩૨૯.


૩૩૦.


૩૩૧.


૩૩૨.


૩૩૩.


૩૩૪.



૩૩પ.


૩૩૬.
શું છે?
સમ્યક્ત્વ સમાન બીજુ કોઈ શ્રેય
નથી.
જીવને જગતમાં અહિતકારી શું છે?
મિથ્યાત્વ સમાન અહિતકારી બીજું
કોઈ નથી.
મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં જાય તો?
– તે પણ સંસાર જ છે; તે ક્યાંય
સુખી નથી.
સુખી કોણ છે?
સુખી તો સમકિતી છે કે જેણે
ચૈતન્યતત્ત્વને જોયું છે.
સમ્યક્ત્વ વગરની બધી કરણી કેવી
છે?
દુઃખની જ દેનારી છે.
દુનિયા શું જુએ છે?
દુનિયા તો બહારના ઠાઠમાઠને દેખે
છે, ચૈતન્યને નથી દેખતી.
ચૈતન્યના ધર્મો છે તે બધાનું મૂળ શું
છે?
સર્વે ધર્મનું મૂળ સમ્યગ્દ્રર્શન છે
‘– दंसणमूलो धम्मो’
જીવે શીઘ્ર શું કરવા જેવું છે?
હે જીવ! તું સમ્યક્ત્વને શીઘ્ર ધારણ
કર..... નકામો કાળ ન ગૂમાવ.
જ્ઞાન ને ચારિત્ર તે સમ્યક્ત્વ વગર
કેવાં છે?

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯


૩૩૭.
૩૩૮.

૩૩૯.


૩૪૦.


૩૪૧.



૩૪૨.



૩૪૩.


૩૪૪.
તે સમ્યક્ત્વપણું પામતાં નથી, એટલે
કે મિથ્યા છે.
રાગનાં રસ્તે મોક્ષમાં જવાય? –ના
મોક્ષનો રસ્તો શું છે? – સમ્યક્ત્વ
સહિત સ્વાનુભૂતિ.
સમ્યક્ત્વને અને શુભરાગને કાંઈ
સંબંધ છે?
ના; બંને ભાવો તદ્ન જુદા છે.
સમ્યક્ત્વ થતાં શું થયું?
પહેલાંં જે ભવહેતુ થતું હતું તે હવે
મોક્ષહેતુ થયું.
સંસારમાં ભમતો જીવ કઈ બે વસ્તુ
પૂર્વે નથી પામ્યો?
એક તો જિનવરસ્વામી, અને બીજું
સમ્યકત્વ.
ભગવાન પાસે તો જીવ અનંતવાર
ગયો છે ને?
હા, – પણ તેણે ભગવાને ઓળખ્યા
નહીં.
ભગવાનને ઓળખે તો શું થાય?
આત્મા ઓળખાય ને સમ્યગ્દ્રર્શન
થાય જ.
અનંતા જીવ મોક્ષ પામ્યા – તે બધા
શું કરીને મોક્ષ પામ્યા?
સમ્યગ્દ્રર્શન કરીકરીને અનંતા જીવો
મોક્ષ પામ્યા છે.
૩૪પ.

૩૪૬.



૩૪૭.




૩૪૮.



૩૪૯.



૩પ૦.



૩પ૧.


૩પ૨.
સમ્યગ્દ્રર્શન વગર કોઈ મોક્ષ પામ્યું
છે? – ના.
સમ્યક્ત્વનો સરસ મહિમા સાંભળીને
શું કરવું?
હે જીવ! તમે જાગો.... સાવધાન
થાઓ.... ને સ્વાનુભાવ કરો.
ઋષભદેવના જીવને સમ્યક્ત્વ
પમાડવા મુનિઓએ શું કહ્યું?
‘હે આર્ય! આ સમ્યક્ત્વની પ્રાપ્તિનો
અવસર છે, માટે તું હમણાં જ
સમ્યક્ત્વને ગ્રહણ કર.
તે સાંભળીને ઋષભદેવના જીવે શું
કર્યું?
મુનિઓની હાજરીમાં તે જ વખતે
સમ્યગ્દ્રર્શન પ્રગટ કર્યું.
આ ઉદાહરણ ઉપરથી અમારે શું
કરવું?
સમ્યક્ત્વને ગ્રહણ કરો.... ‘કાલ વૃથા
મત ખોવો. ’
દેવોના અમૃત કરતાંય ઊંચો રસ ક્યો
છે?
સમ્યગ્દ્રષ્ટિનો અતીન્દ્રિય આત્મરસ
અમૃતથી પણ ઊંચો છે.
સમ્યગ્દ્રર્શન થતાં શું થયું?
અહા, સમ્યગ્દ્રર્શન થતાં આત્મામાં
મોક્ષનો સિકકો લાગી ગયો.
આ કાળે સમ્યગ્દ્રર્શન પામી

PDF/HTML Page 26 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :


૩પ૩.
શકાય?
હા, અનેક પામ્યા છે.
આ ત્રીજા અધ્યાયમાં શેનો ઉપદેશ
છે?
મોક્ષના મૂળરૂપ સમ્યગ્દ્રર્શનની

૩પ૪.
આરાધનાનો.
આ ઉપદેશ સાંભળીને શું કરવું!
‘હે જીવ! તું આજે જ સમ્યક્ત્વને
ધારણ કર! ’
(જય જિનેંન્દ્ર)
શુદ્ધાત્માનો પૂજારી

ધર્મી કહે છે કે સુખના અમૃતથી ભરેલા શુદ્ધઆત્મતત્ત્વને હું સદા પૂજું છું; શેના
વડે પૂજું છું? કે ચૈતન્યના સમરસ વડે પૂજું છું. પૂજ્ય પણ પોતે, ને પૂજક પણ પોતે;
બંને જુદા નથી, અભેદ છે; તે અભેદની અનુભૂતિમાં અમૃતરસ સમરસ – શાંતરસ
ઉલ્લસે છે.
જુઓ, આમાં બે વાત આવી –
એક તો પૂજવા યોગ્ય ખરેખર પોતાનો શુદ્ધઆત્મા છે.
બીજું, તે શુદ્ધાત્માની પૂજા રાગવડે થતી નથી, વીતરાગી સમભાવ–વડે જ તેની
પૂજા થાય છે. પૂજા એટલે તેની શ્રદ્ધા – જ્ઞાન તથા તેમાં લીનતા. આવી સ્વ–પૂજા તે
પરમ અમૃતરસનાં સ્વાદનું કારણ છે, તે મોક્ષનો માર્ગ છે.
જેની પૂજા કરે તેનાથી વિરૂદ્ધ ભાવનો આદર કેમ થાય? વીતરાગી ચૈતન્ય
તત્ત્વને જે પૂજે તે રાગનો આદર કેમ કરે? રાગનો આદર કરે તે તો વિષમભાવ છે,
તેમાં શુદ્ધઆત્મા આવે નહિ ને શાંતિ મળે નહિ. રાગથી ભિન્ન થઈને ચૈતન્યભાવથી
શુદ્ધ આત્માનો આદર કરતાં અંદર પરમ શાંતરસ ઝરે છે.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
રાગ પૂજ્ય નથી, ને રાગ વડે શુદ્ધાત્માનું ખરૂં પૂજન થતું નથી. અંતરમાં
શુદ્ધાત્મા પોતે પોતામાં તન્મયપણે જેટલો રાગરહિત સમભાવરૂપ પરિણમ્યો તેટલી તેની
પૂજા – સ્તુતિ – નમન છે. જેને પોતે નમ્યો તેવી જાતનો ભાવ પ્રગટ કરીને તેમાં નમ્યો
છે, પણ તેનાથી વિરુદ્ધ ભાવ વડે તેને નમન થતું નથી.
હે જીવ! પહેલાંં નકકી કર કે તને કિંમત કોની છે? શું જડની – શરીરની
લક્ષ્મીની તને કિંમત લાગે છે? શું પુણ્યની ને રાગની તને કિંમત લાગે છે? શું બહારનાં
જાણપણાની કે શાસ્ત્રભણતરની તને કિંમત લાગે છે? – કે એ બધાયથી પાર તારા
શુદ્ધચૈતન્યતત્ત્વની અનુભૂતિની તને કિંમત છે? ખરી કિંમત પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વના
અનુભવની છે; એ અનુભવ સિવાયનું બીજું તો બધું નિઃસાર છે, એની કાંઈ જ કિંમત
નથી. આખા જગત કરતાં તને તારા આત્માની મોટપ ભાસવી જોઈએ. આત્માની
મોટપ ભાસે એટલે બીજા બધાનો રસ ઊડી જાય; બહારનાં માન–અપમાનથી હાલક–
ડોલક થઈ જતો હોય તે છૂટી જાય; અને અંદર ચૈતન્યના પાતાળને ફોડીને આનંદનો
ધોધ ઊછાળે. આવી આનંદની રેલમછેલમાં ધર્મીનો આત્મા વર્તે છે. અરે, આવડા મોટા
ચૈતન્યને ચૂકીને બહારની અનુકૂળતા – પ્રતિકૂળતામાં કે માન –અપમાનમાં જે વેચાઈ
જતો હોય તો આત્માને ક્્યાંથી સાધે? આત્માની ગંભીરતા જેને ભાસી નથી, આત્માના
વૈભવનો મહિમા જેણે દેખ્યો નથી તેને આત્માનો પરમ સમભાવ ક્્યાંથી પ્રગટે? અહા,
વિશુદ્ધ ચૈતન્ય મહાતત્ત્વનો પરમ મહિમા જાણતાં જ જીવને મુક્તિના ઉત્તમ સુખનો
સ્વાદ આવે છે, ને આત્મા ભવદુઃખથી દૂર થઈ જાય છે.
“અહો, આવા પરમતત્ત્વની ભાવનારૂપે અમે પરિણમ્યા છીએ. આનંદથી ભરેલા
અમારા નિજાત્મતત્ત્વને અમે જાણ્યું છે. રાગમાં ડુબેલા જીવોને આવું પરમ તત્ત્વ ક્્યાંથી
દેખાય? પરમ તત્ત્વ તો આનંદમાં ડુબેલું છે, આનંદની અનુભૂતિ વડે અમે તેને દેખીએ
છીએ. એમાં હવે દુઃખ કેવું? નિજાત્માના ઉત્તમ સુખને અમે સતત અનુભવીએ છીએ; ને
ભવજનિત દુઃખથી તો અમે દૂર થયા છીએ.”
(નિયમસાર કળશ ૬૬ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 28 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨પ :
આત્મસન્મુખ જીવની સમ્યક્ત્વ – સાધના
[સમ્યગ્દ્રર્શન – લેખમાળા: લેખ નં. ૪ ગતાંકથી ચાલુ]
સમ્યગ્દ્રર્શન થતાં પહેલાંં અને પછી જીવની રહેણીકરણી તથા
વિચારધારાનું વર્ણન કરતી આ લેખમાળા સર્વે જિજ્ઞાસુઓને પસંદ
આવી છે. ચોથા લેખનો એક ભાગ ગતાંકમાં આવી ગયો છે,
બાકીનો ભાગ અહીં આપ્યો છે.
શ્રીગુરુના ઉપદેશથી જે જીવ જાગ્યો, આત્માનું સ્વરૂપ સંભાળીને સ્વસન્મુખ થયો
ને સમ્યગ્દ્રર્શન પામ્યો, તે જીવનું આખું જીવન પલટી જાય છે. જેમ અગ્નિમાંથી બરફ
બની જાય તેમ તેનું જીવન અશાંતિમાંથી છૂટીને પરમ શાંત બની જાય છે. અલબત્ત,
બહારના જીવો એ દેખી નથી શકતા પણ એની અંદરની આત્મતૃપ્તિ, એનો
ચૈતન્યપ્રાપ્તિનો પરમ સંતોષ, અને સતત ચાલી રહેલી મોક્ષસાધના – એને તો એ પોતે
પોતાના સ્વસંવેદનથી સદાય જાણે છે, તેનો આખો આત્મા ઉલટ – સુલટ થઈ જાય છે.
અહા! એ અદ્ભુત દશાને વાણીથી વર્ણવવાનું મુશ્કેલ છે.
મુમુક્ષુ લોકોનું સદ્ભાગ્ય છે કે અત્યારે આવા કળિયુગમાં પણ સમ્યગ્દ્રર્શનની
પ્રાપ્તિનો પંથ બતાવનારા, ભાવિતીર્થંકર સંત મળ્‌યા છે, – જેમણે અજ્ઞાનઅંધકારમાં
ભટકતા જીવોને જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે; માર્ગ ભૂલેલા જીવોને સત્ય રાહ બતાવ્યો છે;
દુનિયામાં ચાલતા કુદેવ – કુગુરુ સંબંધી અનેક ભ્રમણા અને કુરીવાજોમાંથી અંધ શ્રદ્ધા
છોડાવી છે, ને સીધી સડક જેવો સત્ય માર્ગ નિઃશંકપણે બતાવ્યો છે. તેમના પ્રતાપે
આત્મહિતના સાચા માર્ગને ઓળખીને અનેક જીવો આત્મસન્મુખ થયા છે, તો કોઈ
કોઈ જીવો એવા પણ છે કે જેમણે સમ્યગ્દ્રર્શન પ્રાપ્ત કર્યું છે.
સમ્યગ્દ્રર્શન થયા પછી આત્મસન્મુખ જીવની અંર્તદશા તથા વિચારધારા પહેલાંં
કરતાં તદ્ન જુદી જાતની હોય છે. તે પોતાને રાગથી ભિન્ન ચૈતન્યની અનુભૂતિ સ્વરૂપ
માને છે. તે જાણે છે કે મારું ચૈતન્યસ્વરૂપ જ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. આત્મા દેહથી
ભિન્ન એક મહાન ચૈતન્યતત્ત્વ છે; આત્માનું સ્વરૂપ ઈન્દ્રિયોથી કે રાગથી માપી શકાય
તેવું નથી. આત્મા શુદ્ધ–બુદ્ધ – નિર્વિકલ્પ – ઉદાસીન – જ્ઞાનઆનંદસ્વરૂપ છે. શુભા

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
શુભરાગનું સેવન હું અનાદિથી કરતો હતો. પણ તે – રૂપે મારો આત્મા થઈ ગયો નથી.
મારો આત્મા તો સુખનો ભંડાર ચૈતન્યરાજા છે; તેને ઓળખીને તથા તેની શ્રદ્ધા કરીને,
હવે તેની જ સેવાથી મારા આત્માને મોક્ષની સિદ્ધિ થશે.
સમ્યગ્દ્રર્શન થતાં સુખના ભંડાર ખુલી જાય છે. સમ્યગ્દ્રર્શન સાથેનું
સ્વસંવેદનજ્ઞાન અતીન્દ્રિય હોય છે; તેથી તે જ્ઞાનમાં પરમ સૂક્ષ્મતા આવી જાય છે;
ચૈતન્યના ગંભીર ભાવોને તે પકડી લ્યે છે. નયપક્ષના વિકલ્પો પણ તેને અત્યંત સ્થૂળ
લાગે છે; તેને વિકલ્પાતીત અતીન્દ્રિય આનંદ હોય છે. તે જ્ઞાનને ઈન્દ્રિયોથી ભિન્ન જાણે
છે. અને નિજરસમાં રમતો હોય છે. આત્માની તેને ખરેખરી પ્રીતિ લાગી હોય છે.
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે.’
– કુંદકુંદસ્વામીએ આ ગાથામાં કહ્યા મુજબની તેની દશા થઈ ગઈ હોય છે.
સમ્યક્ત્વરૂપે પરિણમેલો તે આત્મા આખા જગત ઉપર તરતો છે. કોઈ પરભાવોથી કે
સંયગોથી તેનું જ્ઞાન દબાતું નથી પણ તે છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે. તેથી તે તરતો
છે. પર્વત ઉપર વીજળી પડે ને બે કટકા થાય તે ફરી સંધાય નહીં તેમ ભેદજ્ઞાન વડે
સ્વાનુભૂતિરૂપી વીજળી પડતાં જ્ઞાન અને રાગની ભિન્નતા થઈને બે કટકા જુદા થયા,
તે હવે કદી એક થાય નહીં. ભેદજ્ઞાન પછીના વિકલ્પોથી તેનું જ્ઞાન જુદું જ રહે છે; તેનું
જ્ઞાન કદી રાગ સાથે એક થઈને પરિણમે નહીં. જ્ઞાનીનું જ્ઞાન સદાય વિકલ્પોથી જુદું છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ સાતમી નરકના પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ
જીવ કરી શકે છે. સંયોગનું લક્ષ છોડીને જ્ઞાનની દશાને અંતરમાં આનંદના દરિયામાં
વાળી દીધી ત્યાંસંયોગ સંયોગમાં રહ્યા, ને આત્મા પોતાના આનંદસ્વરૂપમાં આવ્યો.
ચૈતન્યના અનુભવમાં જ્ઞાનની કોઈ અદ્ભુત ધીરજ અને ગંભીરતા હોય છે.
ચૈતન્યદરિયો અંદરથી પોતે જ પર્યાયમાં ઉલ્લસે છે. ત્યાં કોઈ વિકલ્પો રહેતા નથી.
અંતરના ઊંડાણમાથી તેને પોતાના ચૈતન્યતત્ત્વનો અપરંપાર મહિમા હોય છે. અહા
આત્મા અનંતા ગંભીર ભાવોથી ભરેલો છે. સમ્યગ્દ્રર્શનરૂપ થયેલા આત્માની અંદરની
સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. હું જ્ઞાયકભાવથી ભરેલો, પરમ આનંદથી પૂરો અને
ઈન્દ્રિયોથી પાર એવો મહાન પદાર્થ છું. ચૈતન્યતત્ત્વથી ઊંચી કે સુંદર વસ્તુ બીજી
જગતમાં કોઈ નથી. આત્માનું વીતરાગી સામર્થ્ય અચિંત્ય છે; એના ગુણોની વિશા–

PDF/HTML Page 30 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
ળતા અનંત છે; તે પરમ શાંતરસની ગંભીરતાથી ભરેલો છે. સમ્યગ્દ્રર્શન થયા પછી તે
જીવ પોતાને સદાય આવો જ દેખે છે. મતિ – શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને અંતરમાં
આનંદના નાથનો તેને ભેટો થયો છે. જ્ઞાન સીધું ચૈતન્યસ્વભાવને સ્પર્શીને તેમાં
એકત્વરૂપ પરિણમ્યું ત્યાં નયપક્ષના બધા વિકલ્પોથી તે છુટું પડી ગયું; અને નિર્વિકલ્પ
સ્વાનુભવના આનંદથી તે આત્મા સ્વયમેવ શોભી ઊઠ્યો. જેમ તીર્થંકર દેવનું શરીર
આભૂષણ વગર જ સ્વયમેવ શોભે છે તેમ ચૈતન્યતત્ત્વ પોતે સ્વભાવથી જ, વિકલ્પ
વગર જ જ્ઞાન–આનંદવડે સ્વયમેવ શોભે છે; એની શોભા માટે કોઈ વિકલ્પનાં
આભૂષણની જરૂર નથી. વિકલ્પના લક્ષણ વડે ભગવાન આત્મા લક્ષિત થતો નથી,
વિકલ્પથી ભિન્ન થયેલું જે જ્ઞાન તે જ્ઞાનના આભૂષણ વડે આત્મા શોભે છે, તે
જ્ઞાનલક્ષણવડે આત્મા લક્ષિત થાય છે. આવી આત્મવિદ્યા તે સાચી વિદ્યા છે, તે મોક્ષ
દેનારી છે.
અહા, સમ્યગદ્રર્શન, થતાં આત્મા ભગવાન થઈ ગયો, અનંતા ગુણો તેનામાં
ખીલી ઊઠ્યા. સમ્યગ્દ્રર્શન થતાં આત્મા સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ વેદાય છે.... વિકલ્પનું
તરણું ખસી જતાં આનંદનો મોટો પહાડ દેખાય છે, અને તેને એવું વેદન થાય છે કે વાહ
રે વાહ! મેં મારા ચૈતન્યભગવાનને, મારા આનંદના દરિયાને દેખી લીધો. વિકલ્પ વગર
આત્મા સ્વયં આસ્વાદમાં આવે છે; આત્માના આનંદનો સ્વાદ લેવા માટે વચ્ચે
વિકલ્પની જરૂર પડે તેવો આત્મા નથી. તેથી આવા આત્માની દ્રષ્ટિ વાળો ધર્મી જીવ તે
વિકલ્પને કરતો નથી, તે વિકલ્પથી છૂટો ને છૂટો જ્ઞાનભાવરૂપે રહે છે; એટલે તે જ્ઞાતા
છે પણ વિકલ્પનો કર્તા નથી. – આમ જ્ઞાન અને વિકલ્પ વચ્ચે કર્તા–કર્મપણું છૂટી ગયું
છે. હવે જ્ઞાન પોતાના સ્વરસમાં જ મગ્ન રહેતું થકું, વિકલ્પોના માર્ગોથી દૂરથી જ પાછું
વળી ગયું છે. વિકલ્પના કાળે જ્ઞાન તો જ્ઞાનરસ પણે જ રહે છે, તે વિકલ્પરૂપ જરાપણ
થતું નથી. જ્ઞાનને જ્ઞાનરસમાં આવવું એ તો સહજ છે, વિકલ્પનો બોજો એમાં નથી.
આવા જ્ઞાનરસમાં આનંદ છે, શાંતિ છે. જેમ પાણીને ઢાળ મળતાં તે સહજપણે ઝડપથી
તેમાં વળી જાય છે, તેમ આત્માની ચૈતન્ય – પરિણતિને ભેદજ્ઞાનરૂપી અંતરમાં જવાનો
ઢાળ મળ્‌યો ત્યાં વિકલ્પના વનમાં ભટકવાનું મટી ગયું ને સહજપણે અંતરમાં વળીને તે
પોતાના આનંદસમુદ્રમાં મગ્ન થયું. ત્યાં તે આત્માની ચેતનામાંથી રણકાર ઊઠે છે કે –
થઈ રસિક હું મારા ચૈતન્ય નાથની રે,
રાગનો રસ હવે હું નહીં કરું રે....

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
લગની લાગી મારા ચૈતન્યદેવની સાથ,
હવે રાગનાં મીંઢળ નહીં બાંધુ રે.....
અંતરના ચૈતન્યમાં વળેલું જ્ઞાન તો મહા ગંભીર છે. સમ્યગ્દ્રર્શન થયા પછી જીવ
પોતાના આનંદરસના એક અંશનેય વિકલ્પમાં જવા દેતો નથી. ચૈતન્યરસ તો પરમ
શાંત, તેને રાગના આકુળરસ સાથે મેળ ખાય નહીં. હિમના ઢગલા જેવા ચૈતન્યરસમાં
વિકલ્પોની ભઠ્ઠી હોય નહીં. – પોતામાં ચૈતન્યની આવી શાંતિનો સ્વાદ ચાખ્યો, પછી
દુનિયા શું બોલશે? નિંદા કરશે કે પ્રશંસા કરશે? તે જોવા જ્ઞાની રોકાતા નથી. તેને
દુનિયા પાસેથી પ્રમાણપત્ર લેવું નથી; તેને પોતાના અનુભવજ્ઞાનવડે પોતાના આત્માનું
પ્રમાણપત્ર મળી ગયું છે; પોતાના આત્મામાંથી શાંતિનું વેદન આવી ગયું છે, હવે
બીજાને પૂછવાપણું રહ્યું નથી. તે નિઃશંક છે કે અંતરમાં ચૈતન્યના આનંદને દેખ્યો –
અનુભવ્યો તે જ હું છું, મારી ચૈતન્યજાત રાગ સાથે મેળવાળી નથી. ચૈતન્ય સાથે તો
અતીન્દ્રિય આનંદને વીતરાગતા શોભે, ચૈતન્યની સાથે રાગ ન શોભે. આવા આત્માની
અનુભૂતિ સમ્યગ્દ્રષ્ટિને હોય છે. અનુભૂતિના વિશેષ સ્વાદ વડે આત્માનું અદ્ભુત સ્વરૂપ
તેણે સાક્ષાત્ કરી લીધું છે. અહા, આત્માની અનુભૂતિમાં સમકિતી જે અતીન્દ્રિય
આનંદને અનુભવે છે તેના જેવો સ્વાદ જગતના કોઈ પદાર્થમાં કે રાગમાં ક્યાંય નથી
આવી અંર્તઅનુભૂતિ વડે ધર્મી જીવ આત્માની સિદ્ધિને સાધે છે.
જુઓ, ભગવાન આત્માને સાધવાની આ અલૌકિક રીત! મહાવિદેહમાં સીમંધર
તીર્થંકર બિરાજી રહ્યા છે, ત્યાં જઈને દિવ્યધ્વનિમાંથી આ ઊંચો માલ લાવીને
ભગવાનના આડતિયા તરીકે કુંદકુંદસ્વામી ભવ્ય જીવોને આપે છે. માટે હે જીવો! તમે
ભગવાનના આ સન્દેશને આનંદથી સ્વીકારીને જીવનમાં ઊતારો. અહો! ચૈતન્યતત્ત્વ તો
આવું સરસ... રાગ વગર શોભી રહ્યું છે, તેને દેખીને સર્વપ્રકારે પ્રસન્ન થાઓ. અંદર
ચૈતન્યપાતાળમાં શાંતરસનો આખો સમુદ્ર ભર્યો છે; તે એટલો મહાન છે કે તેને દેખતાં
જ સર્વે વિકલ્પો તૂટી જાય છે, ને જ્ઞાનના અતીન્દ્રિય કિરણોથી ઝગમગતું આનંદપ્રભાત
ખીલે છે.
અહા, જેને આવો મહાન આત્મા સાધવો છે તેને જગતની પ્રતિકૂળતા કેવી?
આત્માર્થી જીવ સંયોગના આધારે હતાશ થઈને બેસી નથી રહેતો. તે જાણે છે કે,
બહારમાં અનંતી પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ, મારું આનંદનું ધામ મહાન
ચૈતન્યતત્ત્વ છે, તે તો મને અનુકૂળ જ છે, તેમાં જરાય પ્રતિકૂળતા નથી. પોતાના
આનંદધામમાં અંદર ઊતરીને તે ધર્મી મોક્ષના પરમ સુખને અનુભવેછે. ચૈતન્યને

PDF/HTML Page 32 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
જાણીને સ્વઘરમાં આવ્યો ત્યાં તેના અનંતકાળના પરિભ્રમણના થાક ઊતરી ગયા.
સમ્યગ્દ્રર્શન થયા પછી આત્મસન્મુખ જીવની રહેણી – કરણી બહારમાં કદાચ
પહેલાંં જેવી લાગે પણ અંદરમાં તો આકાશ – પાતાળ જેવો મોટો ફેર પડી ગયો છે. હવે
તેને સંસારમાં કે રાગમાં રસ નથી; તેને પોતાના આત્મામાં જ રસ છે. તીવ્ર
પાપપરિણામો હવે તેને આવતાં નથી; તેના આહારાદિ પણ યોગ્ય મર્યાદાવાળા હોય છે.
વિષયાતીત ચૈતન્યની શાંતિ પાસે હવે તેને વિષય – કષાયોનું જોર તૂટી ગયું છે.
ચૈતન્યપ્રાપ્તિના મહાન ઉલ્લાસથી તેનું જીવન ભરેલું હોય છે. વીતરાગવાણીરૂપી સમુદ્રના
મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ – રત્ન પ્રાપ્ત કર્યું છે એવો તે સમ્યગ્દ્રષ્ટિ જીવ ચૈતન્યપ્રાપ્તિના
પરમ ઉલ્લાસથી કહે છે કે અહો, મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્‌યું. સર્વજ્ઞભગવાનની
વાણીરૂપી શ્રુતસમુદ્રનું મથન કરીને, કોઈપણ પ્રકારે વિધિથી મેં, પૂર્વે કદી નહીં પ્રાપ્ત કરેલું
અને પરમ પ્રિય એવું શુદ્ધ ચૈતન્યરત્ન પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્યરત્નની પ્રાપ્તિથી મારી
મતિ સ્વચ્છ થઈ ગઈ છે, તેથી મારા ચૈતન્ય સિવાય અન્ય કોઈ દ્રવ્ય મને મારું ભાસતું
નથી. આ ચૈતન્યરત્નને જાણી લીધા પછી હવે જગતમાં મારા ચૈતન્યરત્નથી ઊંચો બીજો
કોઈ એવો પદાર્થ નથી – કે જે મારે માટે રમ્ય હોય. જગતમાં ચૈતન્યથી શ્રેષ્ઠ બીજું કોઈ
વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત
કરવા યોગ્ય નથી, બીજું કોઈ આદેય નથી. આવું સૌથી શ્રેષ્ઠ ચૈતન્યતત્ત્વ મેં પ્રાપ્ત કરી
લીધું છે. વાહ, કેવું અદ્ભુત છે – મારું ચૈતન્યરત્ન!
અહો, મારું ચૈતન્યતત્ત્વ આવું સુંદર, પરમ આનંદથી ભરેલું, તેમાં રાગની
આકુળતા કેમ શોભે? સુંદર ચૈતન્યભાવને મલિન રાગ સાથે એકતા કેમ હોય? જેમ
સજ્જનતા મોઢા ઉપર માંસના લપેટા શોભે નહિ તેમ સત્ એવા ચૈતન્ય ઉપર રાગના
લપેટા શોભે નહિ; ચૈતન્યભાવમાં રાગનું કર્તૃત્વ હોય નહીં. – ધર્મી આવી ભિન્નતા
જાણે છે તેથી પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ અંશને તે ભેળવતો નથી. સુખ
ચૈતન્યસ્વભાવમાં છે તેને જાણે – અનુભવે તો જ ચૈતન્યસુખનો સ્વાદ આવે ને ત્યારે જ
રાગાદિનું કર્તૃત્વ છૂટે – સમ્યગ્દ્રષ્ટિની દશા આવી હોય છે. જે રાગનો કર્તા થશે તે રાગ
વગરના ચૈતન્યનો સ્વાદ લઈ શકશે નહિ; અને રાગ વગરના ચૈતન્યનો સ્વાદ જેણે
ચાખ્યો તે કદી રાગનો કર્તા થશે નહીં. એક સૂક્ષ્મ વિકલ્પના સ્વાદને પણ તે જ્ઞાનથી
ભિન્ન જ જાણે છે; તેથી કહ્યું છે કે –
કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનનહારા;
જાને સો કરતા નહીં કોઈ, કર્તા સો જાને નહીં કોઈ.
– આવા સમકિતી – સંત જગતમાં સુખીયા છે. તેમને નમસ્કાર હો.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
બાલવિભાગ
ગતાંકમાં પૂછેલા પ્રશ્નોના જવાબ ઘણા સભ્યોએ હોંશથી લખી મોકલ્યા છે, તે
માટે ધન્યવાદ. જવાબ નીચે મુજબ છે :–
૧ શત્રુંજય સિદ્ધક્ષેત્ર પાંડવમુનિ
૨ સમયસારનો ભાઈ નિયમસાર
૩ મહાવીરપ્રભુનો મોક્ષ દિવાળી
૪ આત્માનો સ્વભાવ જ્ઞાન
સિહભવમાં આત્માની ઓળખાણ મહાવીર ભગવાન
૬ મોક્ષનું મૂળ સમ્યગ્દ્રર્શન
૭ ધર્મરાજાનો દરબાર સમવસરણ
શરીરવગરની સુંદર વસ્તુ સિદ્ધભગવાન
૯ ગૌતમસ્વામીનું નામ ઈન્દ્રભૂતિ
૧૦ મોક્ષમાં જવાનું વિમાન રત્નત્રય
૧. શત્રુંજય સિદ્ધક્ષેત્ર ઉપરથી ત્રણ પાંડવભગવંતો મોક્ષ પામ્યા છે.
૨. સમયસારનો ભાઈ એટલે નિયમસાર. બંનેની રચના કુન્દકુન્દ પ્રભુએ કરી છે.
૩. મહાવીરપ્રભુ આસો વદ અમાસે મોક્ષ પામ્યા તેથી તે દિવસે દીવાળી ઉજવાય છે.
૪. આત્માનો સ્વભાવ જ્ઞાન છે જ્ઞાન સાથે બીજા અનંતા સ્વભાવો છે.
પ. મહાવીર ભગવાને પૂર્વે સિહના ભવમાં મુનિના ઉપદેશથી આત્માને ઓળખ્યો.
૬. મોક્ષનું મૂળ સમ્યગ્દ્રર્શન છે. સમ્યગ્દ્રર્શન થતાં મોક્ષ ફળ જરૂર આવે છે.
૭. ધર્મરાજા એટલે તીર્થંકર, તેમનો ધર્મદરબાર એટલે સમવસરણ.
૮. શરીર વગરની સુંદર વસ્તુ એ તો સિદ્ધભગવાન; તેઓ શરીર વગર મહા સુખી છે.
૯. ગૌતમસ્વામીનું નામ ઈન્દ્રભૂતિ, તેઓ ત્રણ ભાઈ; ત્રણે ગણધર થઈને મોક્ષ પામ્યા.
૧૦. મોક્ષમાં જવાનું વિમાન એ તો રત્નત્રય છે. – તેમાં બેઠા કે સીધા મોક્ષમાં.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧ :
બીજા પ્રશ્નમાં બે વસ્તુ શોધવાની હતી (૧) પરમાણુ (૨) પરમાત્મા
પરમાણુ અને પરમાત્મા – એ બંને અત્યંત સૂક્ષ્મ છે, ઈન્દ્રિયથી જણાતા નથી.
પરમાણુઓ જગતમાં અનંત છે ને સિદ્ધપરમાત્મા પણ અનંત છે.
બંનેમાં પહેલાં ત્રણ અક્ષર સરખા છે, છતાં એક જડ છે, બીજા ચેતન છે.
પરમાણુમાંથી શરીર બને છે; પરમાત્મા તે તો ભગવાન છે.
આ રીતે પરમાણુ અને પરમાત્મા બંનેને તમે ઓળખી લીધા હશે.
નવા સભ્યોના નામ: (અંક ૩૪૯ થી ચાલુ)
૩૦૬પ કેતનકુમાર જયંતિલાલ જૈન અંકલેશ્વર ૩૦૭૩ મહાવીરકુમાર રસિકલાલ જૈન બીલીમોરા
૩૦૬૬ ક્રુપલબેન જયંતિલાલ જૈન અંકલેશ્વર ૩૦૭૪ આરતીકુમારી રસિકલાલ જૈન બીલીમોરા
૩૦૬૭ હિતેષકુમાર એ. શાહ જૈન ભાવનગર ૩૦૭પ ભાવનાબેન જયંતિલાલ જૈન સુરત
૩૦૬૮ પરેશકુમાર એસ. શાહ જૈન રાજકોટ ૩૦૭૬ અમિષકુમાર જયંતિલાલ જૈન સુરત
૩૦૬૯ રાજેશકુમાર એસ. શાહ જૈન રાજકોટ ૩૦૭૭ વર્ષાબેન કાન્તિલાલ જૈન મુનાઈ
૩૦૭૦ અંજલિબેન એસ. શાહ જૈન રાજકોટ ૩૦૭૮ દક્ષાબેન જયંતિલાલ જૈન થાનગઢ
૩૦૭૧ ગીતાબેન એસ. શાહ જૈન રાજકોટ ૩૦૭૯ શીલાબેન કનૈયાલાલ જૈન કલકત્તા
૩૦૭૨ જવાહરભાઈ લાલચંદ જૈન ધ્રાફા ૩૦૮૦ બાબુલાલ બી. જૈન કલકત્તા
[બાલસભ્યોનાં બાકીનાં નામો હવે પછી આપીશું]
(બંધુઓ, બાલવિભાગમાં ને આત્મધર્મમાં આપ સૌ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા
હતા. પણ હમણાં સંપાદકની તબીયત બે માસથી બરાબર રહેતી ન હોવાથી, પૂરા
આરામની જરૂર છે, તેથી બે માસ સુધી બાલવિભાગ આપી નહીં શકાય. તેમજ
આત્મધર્મ પણ કદાચ થોડુંક અનિયમિત થવાનો સંભવ છે. તો આ સૂચના લક્ષમાં લેવા
સૌને વિનંતિ છે. બનશે ત્યાં સુધી તો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.)

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
સમયસાર એટલે અનુભૂતિરૂપ થયેલો આત્મા
સમસારની ૧૪૪ મી ગાથાનાં પ્રવચનનો એક ભાગ
આપે શરૂઆતના લેખોમાં વાંચ્યો. આ બીજો ભાગ પણ આપને
અનુભૂતિના ઊંડાણમાં લઈ જશે.
સમ્યગ્દ્રર્શન માટે જ્ઞાનની પર્યાય દ્વારા આત્માના સ્વભાવનો નિર્ણય કરવાની આ
વાત છે. ભગવાનના આગમ જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરાવવા માંગે છે. જ્ઞાનને ભૂલીને,
રાગના ને શરીરના પ્રેમથી જીવે ભવચક્રમાં ભવ ધારણ કરી કરીને અનંતા શરીર
બદલાવ્યા છે. શરીરથી, રાગથી ને જગતથી જુદો જ્ઞાનસ્વભાવ છે તે – હું છું – એમ
એકવાર નિશ્ચય કરે તો આખી દિશા બદલી જાય. જ્ઞાનસ્વભાવ હું છું – એમ કોઈ બીજાના
કારણે કે રાગના કારણે જાણતો નથી, પણ પોતાના જ્ઞાનવડે જ પોતે પોતાના
જ્ઞાનસ્વભાવને જાણે છે. વીતરાગી શાસ્ત્રો પણ એમ કહે છે કે તારો જ્ઞાનસ્વભાવ શાસ્ત્રના
અવલંબન વગરનો છે. તે પ્રમાણે નક્ક્ી કર્યાં પછી જ્ઞાનને અંતરમાં વાળતાં આત્મા સાચા
વેદનમાં આવે છે, ને ત્યારે જ સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાનપણે ભગવાન આત્મા પ્રગટ
પ્રસિદ્ધ થાય છે. મતિ –શ્રુતજ્ઞાનમાં આત્માનું અતીન્દ્રિયસ્વસંવેદન કરવાની તાકાત છે.
સ્વસંવેદન તરફ જ્ઞાન ઝૂક્યું ત્યાં તે નિર્વિકલ્પ – અતીન્દ્રિય થઈ જાય છે; ને અનંત ગુણના
આનંદને તે વેદે છે... અહો! આવો આત્મા હું – એમ સાક્ષાત્ વેદનપૂર્વક સમ્યગ્દ્રર્શન થાય છે.
સમ્યગ્દ્રર્શન થવા કાળે અનુભૂતિમાં એકલા આત્માની પ્રસિદ્ધિ છે. પરપદાર્થની
પ્રસિદ્ધિ ત્યાં નથી; પરપદાર્થની પ્રસિદ્ધિમાં મન – ઈન્દ્રિયનું અવલંબન છે, તેને છોડીને મતિ
– શ્રુતજ્ઞાને પોતાના જ્ઞાનસ્વભાવનું અવલંબન લીધું ત્યાં અતીન્દ્રિયજ્ઞાનમાં ભગવાન
આત્મા પ્રસિદ્ધ થાય છે – પ્રગટ અનુભવમાં આવે છે.
ઈન્દ્રિય તરફ ઝુકેલું જ્ઞાન ભગવાન આત્માને પ્રસિદ્ધ કરી શકતું નથી. તેમજ મનના
વિકલ્પો તરફ ઝુકેલું (– તેનાથી લાભ માનનારું) જ્ઞાન પણ વિકલ્પાતીત જ્ઞાનસ્વભાવને
અનુભવી શકતું નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પ્રસિદ્ધ કરવા માટે, એટલે કે
સાક્ષાત્ અનુભવમાં લેવા માટે તેના તરફ જ્ઞાનપર્યાય વાળવી જોઈએ, તેની સન્મુખ થાય
ત્યારે જ તેને જાણી શકે છે. જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને અનુભવે ત્યાં તે
અનુભૂતિમાં કોઈ નયના વિકલ્પો રહેતાં નથી, ત્યાં નયપક્ષનું આલં

PDF/HTML Page 36 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
નથી, ત્યાં એક જ્ઞાનસ્વભાવનું જ આલંબન છે, પર્યાય અંતર્મુખ થઈને તેમાં એકાગ્ર થઈ
છે. ત્યાં વીતરાગી આનંદનું જ વેદન છે, ત્યાં કોઈ આકુળતા નથી. અહા, આવી
અનુભૂતિની શી વાત! આવી અનુભૂતિ થાય ત્યારે સમ્યગ્દ્રર્શન થયું કહેવાય.
આત્માનો સુખસ્વભાવ અનાકુળ છે, ને વિકલ્પો તો આકુળતા ઉપજાવનારા
હોવાથી દુઃખરૂપ છે. જ્ઞાનમાં દુઃખ કે આકુળતા ન હોય; વિકલ્પોમાં સુખ ન હોય. બંનેની
જાત જ જુદી છે. વિકલ્પ – પછી ભલે તે આત્માના સંબંધમાં હોય – પણ તેમાં આકુળતા
છે; વિકલ્પથી ભિન્ન જ્ઞાન છે, તે જ્ઞાન અંતર્મુખ થતાં વિકલ્પરહિત નીરાકુળ અતીન્દ્રિય
શાંતિનું વેદન થાય છે. તે વેદનને ધર્મી જ જાણે છે. અનુભૂતિમાં ધર્મીને તો કેવળજ્ઞાનના
ખજાના ખૂલ્યા છે. અહા, જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા તો નિર્વિકલ્પ આનંદની પેટી છે,
આનંદનો પટારો છે, જેમ પટારામાં વૈભવ ભર્યો હોય તે દેખીને લોકો ખુશી થાય છે તેમ
ચૈતન્યના પટારામાં અતીન્દ્રિય આનંદ વગેરે અનંત ગુણનો ખજાનો ભર્યો છે. તેને
અંતર્મુખ જ્ઞાનવડે દેખીને ધર્મીજીવ પ્રસન્ન થાય છે – આનંદિત થાય છે. આત્મસન્મુખ
થયેલા પરિણામ તે સમ્યગ્દ્રર્શનનું કારણ છે, આત્મસન્મુખ થયેલા પરિણામ તે પોતે શાંતિ
છે, તે પોતે સમ્યગ્દ્રર્શન છે, તે પોતે સમ્યગ્જ્ઞાન વગેરે છે. સાધક ભૂમિકામાં હજી
રાગાદિભાવ છે તે અંતરના સ્વસન્મુખ પરિણામથી જુદા છે; ધર્મીની અનુભૂતિથી તે જુદા
છે. સમ્યગ્દ્રર્શનની જે અનુભૂતિ છે તેમાં કોઈ રાગ કે વિકલ્પ નથી. શ્રુતજ્ઞાન સાથે વિકલ્પ
હોય તે કાંઈ જ્ઞાનનું સ્વરૂપ નથી, એટલે જ્ઞાન જ્યાં અંતરમાં ઢળ્‌યું ત્યાં વિકલ્પો બધા જુદા
પડી ગયા – બહાર રહી ગયા. એકવાર જ્ઞાન વિકલ્પથી છુટું પડ્યું તે ફરીને વિકલ્પ સાથે
કદી એકપણે પરિણમતું નથી. જ્ઞાનરૂપ નિજરસવડે જ આત્મા પ્રસિદ્ધ થાય છે જણાય છે.
ઈન્દ્રિયના સહારાથી કે વિકલ્પના અવલંબનથી આત્માને જાણી શકાય નહીં. આત્માની
અનુભૂતિ પક્ષાતિક્રાંત છે, વિકલ્પાતીત છે, તે અંતરના અતીન્દ્રિય જ્ઞાન વડે જ
સ્વસંવેદનમાં આવે તેવો છે. આવી અનુભૂતિ કરનાર આત્મા વિશ્વ ઉપર તરતો હોય એમ
પોતાને બધાથી ભિન્ન અનુભવે છે. પોતાના અનુભવમાં જે તત્ત્વ આવ્યું તેવું જ તત્ત્વ
સર્વજ્ઞ ભગવાને કહ્યું છે – એમ તે નિઃશંક જાણે છે. અનુભૂતિ થતાં નિર્મળપર્યાય દ્રવ્યમાં
પ્રસરી ગઈ એમ કહેવાય છે. રાગથી જ્ઞાન ભિન્ન રહે છે એટલે તે તરતું છે. જ્ઞાન રાગમાં
તન્મય થઈને ડુબી જતું નથી પણ રાગથી છૂટું ને છૂટું, તરતું ને તરતું જ રહે છે. રાગથી
ભિન્ન આત્માની અનુભૂતિ વખતે જ આત્મા સાચા સ્વરૂપે દેખાય છે – શ્રદ્ધાય છે અને
જણાય છે. – આ રીતે અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા જ પોતે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન
છે; તેમજ અનંતગુણનો સ્વાદ એમાં સમાય છે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
શ્રુતજ્ઞાનમાં આકુળતા નથી. પણ વિકલ્પમાં આકુળતા હતી. જ્યાં શ્રુતજ્ઞાન
વિકલ્પથી પાર થઈને અંતરમાં વળ્‌યું ત્યાં નિર્વિકલ્પ આનંદનું વેદન થયું. અનુભવની આ
રીત છે, સૌથી પહેલાંં હિતનો માર્ગ આ છે. આવા અનુભવ વગર બીજા કોઈના
અવલંબને આત્માનું હિત થતું નથી. તારું કાર્ય સ્વાધીનપણે તારાથી થાય છે. સંતોએ
તેની રીત બતાવી છે પણ તે કરવું તારા હાથમાં છે જેણે અંતર્મુખ થઈને આત્માનો
અનુભવ કર્યો તે જીવ હિતના પંથે ચડયો, તે જીવ કેવળજ્ઞાન અને સિદ્ધપદને પાત્ર
થયો... અને તે જ ‘સમયસાર’ છે
‘અમે ભક્ત છીએ’
જેને નિર્વાણની ભક્તિ છે. એટલે કે શુદ્ધરત્નત્રયની આરાધના છે તે જીવ ભક્ત
છે... તે કહે છે કે અહો! અમારા પૂર્વજો એવા ઋષભાદિ તીર્થંકર ભગવંતો પણ આવી જ
શુદ્ધાત્મસન્મુખ યોગ ભક્તિ વડે નિર્વાણને પામ્યા છે, અને હું પણ તે જ માર્ગે જાઉં છું.
જેઓ સંસારના ઘોર દુઃખોથી ભયભીત હોય તેઓ જ ઉત્તમ ભક્તિ કરો. ધર્મી કહે છે કે
અહો! નિર્મળ સુખકારી એવા ધર્મીને અમે ગુરુના સાન્નિધ્યમાં પ્રાપ્ત કર્યો છે. રાગ–દ્વેષની
પરંપરાથી જુદા એવા શુદ્ધ આનંદમય તત્ત્વમાં અમારી પરિણતિ હવે ઢળી છે. અતીન્દ્રિય
આનંદના સ્વાદમાં અમારું ચિત્ત હવે એવું લોલૂપ થયું છે કે ઈન્દ્રિય– વિષયોથી તે છૂટી
ગયું છે. અમારી પરિણતિમાં તો સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટ્યું છે; આત્માની
આ અતિઅપૂર્વ ભાવનાથી સુખ પ્રગટે છે તે પરમ ભક્તિ છે, ને તે જ નિર્વાણનો
માર્ગ છે.
અહો, રાગ–દ્વેષથી પાર અમારું પમાત્મતત્ત્વ તેને એકને અમે ફરી ફરીને
ભાવીએ છીએ. અહો, મુક્તિસુખ દેનારું આ અમારું પરમ તત્ત્વ, તેની જ ભાવના છે,
કેમકે અમે તો મુક્તિની સ્પૃહાવાળા છીએ; ભવના સુખથી અમે નિસ્પૃહ છીએ; જેનાથી
ભવના સુખ મળે એવા પુણ્ય અને રાગની પણ સ્પૃહા અમને નથી; તેથી નિસ્પૃહ એવા
અમને આ લોકના પેલા અન્ય પદાર્થો સાથે શું પ્રયોજન છે? અહો! પોતામાં સ્વતત્ત્વનું
ચૈતન્ય સુખ ચાખ્યું ત્યાં હવે બીજાની સ્પૃહા કેમ રહે? પરમાત્મતત્ત્વની આવી આરાધના
જેને પ્રગટી છે તે સ્વવશ જીવને મોક્ષના કારણરૂપ ભક્તિ નિરંતર વર્તે છે.
(માગશર સુદ બીજ: નિયમસારના પ્રવચનમાંથી)

PDF/HTML Page 38 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩પ :
ચૈતન્યરસથી ભરેલી અનુભૂતિનો ગંભીર મહિમા
[માગશર વદ ૬–૭ સમયસાર કળશ ૯૩–૯૪ ઉપરનાં પ્રવચનમાંથી.]
ચૈતન્યનો અનુભવ નયના પક્ષથી રહિત છે. હું શુદ્ધ છું, હું જ્ઞાન છું એવો જે
શુદ્ધનયનો વિકલ્પ, તેનો પક્ષ અર્થાત્ તેમાં એકતાબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે. જ્ઞાન કર્તા
ને વિકલ્પ મારું કર્મ – એવી અજ્ઞાનીની બુદ્ધિ છે. ‘હુ શુદ્ધ છું’ એવો અનુભવ કરવાને
બદલે ‘હું શુદ્ધ છું ’ એવા વિકલ્પને જ પોતાનું કાર્ય માનીને અજ્ઞાની તેના વેદનમાં
અટક્યો. વિકલ્પમાં અટક્યો તે ભટક્યો. જ્ઞાની તો વિકલ્પથી છૂટો પડીને, જ્ઞાનને
અંતર્મુખ કરીને, શુદ્ધનયરૂપ પરિણતિ કરે છે, તે પરિણમનમાં તેને કોઈનયપક્ષ નથી,
વિકલ્પ નથી, તે નિર્વિકલ્પ પક્ષાતિક્રાંત છે. ભગવાન આત્મા વિકલ્પવાળો નથી,
વિકલ્પથી ચલાયમાન થાય તેવો નથી, કે વિકલ્પથી વેદનમાં આવે તેવો નથી. આવો
નિર્વિકલ્પઅચલ વિજ્ઞાનઘન આત્મા ધર્મીજીવને પોતાના અનુભવમાં આવે છે; આવો
આત્મા તે સમયસાર છે, તે જ સમ્યગ્દ્રર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ આનંદ છે, જે
કાંઈ છે તે જ સમ્યગ્દ્રર્શન છે, તે જસમ્યગ્જ્ઞાન છે, તે જ આનંદ છે, જે કાંઈ છે તે આ એક
જ છે. ધર્મીના આવા અનુભવમાં એકલા વિજ્ઞાનમય આનંદરસ જ ભર્યો છે; તેમાં
વિકલ્પનો રસ નથી.
ચૈતન્યતત્ત્વ એવડું મોટું મહાન છે કે તેને વિકલ્પવાળો કહેવો તે કલંક છે.
અંતર્મુખ નિર્વિકલ્પ પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો, તે જ સમ્યગ્દ્રર્શન છે. અજ્ઞાનદશામાં
વિકલ્પને પામતો, વિકલ્પનો રસ લેતો; હવે જ્ઞાનદશામાં ચૈતન્યની અનુભૂતિ થઈ તે
આત્માનો શણગાર છે, તેનાથી આત્મા શોભે છે. વિકલ્પના શણગાર આત્માને શોભતા
નથી, તે તો કલંક છે. આત્મા તો કેવળજ્ઞાનની વેલડીનો કંદ છે, તેનામાં તો અનુભૂતિના
આનંદના પાક પાકે છે. સમ્યગ્દ્રર્શન થતાં અનંતગુણનાં પાક પાકયા છે ધર્મીજીવ
વિકલ્પને છોડીને અંતરમાં ચૈતન્યભાવને આસ્વાદતો થકો નિર્વિકલ્પ ભાવને આક્રમે છે
એટલે ઝડપથી તેને પહોંચી વળે છે. અહો! નિભૃત – નિશ્ચળ પુરુષો આ આત્માને સ્વયં
આસ્વાદે છે. જેને વિકલ્પોની ચિંતાને દૂર કરી છે ને આત્મામાં જ્ઞાનને નિશ્ચલ કર્યું છે
એવા નિભૃત પુરુષોને આ ભગવાન આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષમાં પોતે

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
સ્વયં આસ્વાદમાં આવે છે. – આવી અનુભૂતિવડે, આત્મા શોભે છે. વિકલ્પમાં
આત્માનો સ્વાદ આવતો નથી. ભાઈ, તારા ચૈતન્યઘરમાં આનંદરસ ભર્યો છે તેને સ્વયં
આસ્વાદમાં લે; વિકલ્પમાંથી આનંદ લેવા જઈશ તો નહીં મળે. આવા આત્માને
સમ્યગ્દ્રર્શનમાં અનુભવવો તે જ કર્તવ્ય છે. ધર્મીનું કર્તવ્યું હોય તો આ જ છે. વિજ્ઞાનઘન
આત્માના રસથી ભરપૂર પરમાત્મા અનુભવમાં આવ્યો તેને જ સમ્યગ્દ્રર્શન વગેરે નામ
કહેવાય છે. ભાવમાં સમ્યક્ વેદન થયું ત્યારે સમ્યગ્દ્રર્શન વગેરે સાચું નામ પડ્યું.
વિકલ્પની પામરતામાં ભગવાન પરમાત્મા ન બેસે; તે તો અંતરની અનુભૂતિમાં પ્રગટ
બિરાજે છે, વિજ્ઞાનરસથી તે ભરેલો છે, વિજ્ઞાનરસમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણનો
રસ સમાય છે. વધારે શું કહીએ? શબ્દોથી પૂરું પડે તેમ નથી; જે કાંઈ છે તે બધું આ
અનુભૂતિમાં સમાય છે, ચૈતન્યના અનંતગુણનો વૈભવ નિર્વિકલ્પ અનુભૂતિમાં સમાય
છે. જુનો પુરાણપુરુષ અનુભૂતિમાં પ્રસિદ્ધ થયો છે. પવિત્ર સ્વભાવી પુરાણપુરુષ
ભગવાન આત્મા અનાદિઅનંત એવો ને એવો છે પણ પર્યાયમાં અનુભૂતિ થતાં તે
નિર્મળ પર્યાય રૂપે પ્રસિદ્ધ થયો; ત્યારે તેને સમ્યગ્દ્રર્શન – જ્ઞાન – અનુભૂતિ – શાંતિ –
પરમઆનંદ વગેરે નામથી ઓળખવામાં આવે છે. અનુભૂતિસ્વરૂપ થયેલા તે એક
આત્માને જ આ બધાં નામથી કહેવામાં આવે છે. આવો આત્મા તે જ ‘સમયસાર’ છે.
અનુભવમાં ધર્મીને તે સમ્યક્પણે દેખાય છે. જણાય છે શ્રદ્ધાય છે, તેથી તે એક જ
સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન છે, તેનાથી ભિન્ન બીજું કોઈ સમ્યગ્દ્રર્શન કે સમ્યગ્જ્ઞાન નથી.
જે કાંઈ છે તે આ એક જ છે. સ્ત્રી હોય, પુરુષ હોય કે નરકમાં રહેલો નારકી હોય, –
જેણે અંતરમાં આવો આત્મા અનુભવ્યો તે પુરાણપુરુષ છે, તે ભગવાન સમયસાર છે, તે
જ આત્મા પોતે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન છે. અતીન્દ્રિય આનંદના સ્વાદને લેતો
અનુભૂતિ સ્વરૂપ થયેલો આત્મા, તેનાથી જુદાં કોઈ સમ્યગ્દ્રર્શન કે સમ્યગ્જ્ઞાન નથી. તે
આત્મા પોતે પોતાના સમ્યક્સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે, તે પોતે જ સમ્યગ્દ્રર્શનરૂપ થઈને
પરિણમ્યો છે. અહો, સમ્યગ્દ્રર્શનના ગંભીર અનુભવની અલૌકિક વાત આચાર્ય
ભગવાને આ સમયસારમાં ખુલ્લી કરી છે; તેમાંય આ ૧૪૪ મી ગાથામાં તો સમ્યગ્દ્રર્શન
થવાની રીતનું અલૌકિક વર્ણન કર્યું છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે તેના ઉપર સાત કળશ
ચડાવ્યા છે.
જેમ પાણી પાણીના પ્રવાહમાં ભળી જાય, તેમ ચૈતન્યપરિણતિ પહેલાંં વિકલ્પમાં
ભમતી હતી. તે હવે ચૈતન્યસ્વભાવમાં ભળીને મગ્ન થઈ ને ચૈતન્ય પોતે પોતાના
વિજ્ઞાનરસમાં ભળી ગયો; હવે ધર્મી એક વિજ્ઞાનરસપણે જ પોતાને અનુભવે છે. અહો

PDF/HTML Page 40 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
આ મર્યાદિત અસંખ્યપ્રદેશી ચૈતન્યતત્ત્વમાં અનંત–અનંત ગંભીરતા ભરી છે, અનંત
શક્તિનો પિંડ વિજ્ઞાનઘન ઢગલો, જેના અનંત મહિમાની ગંભીરતા વિકલ્પમાં આવી
શકે નહિ, તેને ધર્મી જીવ અનુભવે છે. અહો, ચૈતન્યના રસિકજનો તો પોતાના
આત્માને નિર્વિકલ્પ ચૈતન્યરસપણે જ અનુભવે છે. પાણીનો પ્રવાહ દરિયામાં ભળી જાય
તેમ ચૈતન્યપરિણતિનો પ્રવાહ ઝડપથી અંતરમાં વળીને ચિદાનંદ સમુદ્રમાં મગ્ન થયો,
ત્યાં આત્મા પોતાના શાંત – આનંદરસમાં લીન થયો.
ચૈતન્યનો માર્ગ ઊંડો છે – ગંભીર છે. વિકલ્પોમાં તો કાંઈ ગંભીરતા નથી, તે તો
બહાર ભમનારા છે; ને ધર્મીને ચૈતન્યપરિણતિ તો વિકલ્પથી પાર, અનુભૂતિના ગંભીર
માર્ગે અંતરમાં વળીને ચૈતન્યસમુદ્રમાં એકાગ્ર થાય છે. આત્માનો માર્ગ તો ગંભીર –
ઊંડો જ હોય ને! જેના વડે અનાદિના દુઃખથી છૂટકારો થાય ને અનંતકાળનું સુખ મળે
– તે માર્ગની શી વાત? તે અનુભૂતિની શી વાત! વચનાતીત વસ્તુને વચનથી તો કેટલી
કહેવી? અનુભવમાં લ્યે ત્યારે પાર પડે તેવું છે; વચનના વિકલ્પથી એનો પાર પડે તેમ
નથી. ધર્મીની પર્યાય વિકલ્પના માર્ગેથી પાછી વળી ગઈ છે ને વિવેકના માર્ગે અંદર ઢળી
ગઈ છે. વિવેક એટલે ભેદજ્ઞાન, તેના મારગ ઊંડા છે, ગંભીર છે, ને તેનું ફળ પણ
મહાન છે. આચાર્ય ભગવંતોના હૃદય ઊંડાને ગંભીર છે; ચૈતન્યના અનુભવના રહસ્યો
આ સમયસારમાં ભર્યા છે.... ભવ્ય જીવોને ન્યાલ કરી દીધા છે. વાહ રે વાહ!
સમ્યગ્દ્રર્શન પામવાની ને ભગવાનના માર્ગમાં ભળવાની અફર રીત સંતોએ પ્રસિદ્ધ કરી છે.
અરે ભાઈ, તારા શુદ્ધાત્મા તરફનો વિકલ્પ પણ તને સમ્યગ્દ્રર્શન આપે તેમ નથી,
ત્યાં બહારમાં બીજું કોણ આપશે? તારો વિજ્ઞાનઘન આત્મા ચૈતન્યરસથી ભરપૂર છે,
તેનો રસિલો થઈને તેનો સ્વાદ લે.... એજ સમ્યગ્દ્રર્શન છે. બીજી કોઈ સમ્યગ્દ્રર્શનની
રીત નથી.
શરીર કે પૈસા તો દૂર રહ્યા. તે તો આત્માનાં છે જ નહિ, તેનું કર્તાપણું પણ
આત્મામાં નથી; ને અંદર ‘હું શુદ્ધ જ્ઞાન છું’ ઈત્યાદિ જે રાગરૂપ વિકલ્પ છે તે વિકલ્પ
પણ ચૈતન્યના રસથી બહાર છે, તે વિકલ્પને જે પોતાનાં કાર્યપણે કરે છે તે જીવ
ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ છે – અજ્ઞાની છે. તે વિકલ્પથી પણ જ્ઞાનને પાછું વાળીને, જ્ઞાન
પ્રવાહને અંદર વાળીને ધર્મીજીવ પોતાને એક ચૈતન્યસ્વરૂપે જ અનુભવે છે. ધર્મી જીવો
ચૈતન્યરસના જ રસિલા છે; બીજા બધાનો રસ તેને છૂટી ગયો છે, રાગનો